________________
(૩) રાષ્ટ્રધર્મ [ પ ]
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरियसी । જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ વધારે પ્રિય છે.
જ્યારે ગ્રામમાં ગ્રામધર્મનું અને નગરમાં નગરધર્મનું બરાબર પાલન થાય છે ત્યારે રાષ્ટ્રધર્મની ઉત્પત્તિ થાય છે.
ગામમાં જે પ્રામાણિક મનુષ્યને નિવાસ હશે તે શહેરવાળાઓએ પણ પ્રામાણિક બનવું પડશે, અને નગરનિવાસીઓ પ્રામાણિક બનશે તે તેઓનો પ્રભાવ સમસ્ત રાષ્ટ્ર ઉપર પડ્યા વિના રહેશે નહિ.
ભારતવર્ષના અધ:પતનનું કલંક આજે ગ્રામજનતા ઉપર નહિ પણ નાગરિકે ઉપર ઢાળવામાં આવે છે. વાસ્તવમાં આ વાત પણ સાચી છે.
જ્યારથી ભારતવર્ષના પતનને પ્રારંભ થયો છે ત્યારથી ઈતિહાસનાં પાનાંઓ ફેરવવાથી માલૂમ પડે છે કે થોડા નાગરિકોએ પિતાને નગરધર્મ ન પાળવાને કારણે રાષ્ટ્રધર્મને લેપ થયો.