________________
નગરધ
૧૩
સંપત્તિને દુંય કરતા શીખી રહ્યા છે. ફલતઃ વિલાસિતાએ ગામ” ડાંઓમાં પણ વાસ કર્યો છે. વિલાસિતાએ ગરીબાઈ આણી છે અને ગરીબાઈ ને લીધે જનસમાજને આવશ્યક જીવનદાયક પદાર્થો જેવા કે ઘી, દૂધ વગેરે મળવા પણ મુશ્કેલ થઈ પડયાં છે. આ બધું વિલાસિતાનું દુષ્પરિણામ છે.
સંસારમાં રહેલા પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે તે વ્યક્તિના હિતની અપેક્ષાએ સમષ્ટિનું હિત સાધવાનું દૃષ્ટિબિન્દુ પેાતાની નજર સામે રાખી સત્પ્રવૃત્તિ કર્યાં કરે. આ પ્રમાણે સત્પ્રવૃત્તિ કરવામાં જ માનવસમાજનું કલ્યાણ રહેલું છે.
જે મનુષ્ય પોતાનું કે પેાતાનાજ કુટુંબનું હિત સાધવામાં તત્પર રહે છે અને સમસ્ત પ્રાણીમાત્રના સુખનું ધ્યાન પણ રાખતા નથી તે માણસ નીતિજ્ઞ નથી પણ નીતિઘ્ન છે.
માનવસ્વભાવ હમેશાં અનુકરણશીલ છે. બાળક જેમ પોતાના માતાપિતા વગેરે વડીલાનું અનુકરણ કરે છે, તેમ અશિક્ષિત કે અર્ધશિક્ષિત ગ્રામજને શિક્ષિત નાગરિકોનું અનુકરણ કરે છે. માતાપિતાની સારી કે માઠી અસર બાળક ઉપર પડચા વિના રહેતી નથી, તેમ નાગરિકોની સારી કે માઠી અસર ગ્રામજતા ઉપર પડચા વિના રહેતી નથી.
જો નગરવાસીએ ગ્રામજનાનુ હિત દૃષ્ટિમાં રાખીને નગરધર્મનું બરાબર પાલન કરશે તે તેથી રાષ્ટ્રનું અધિક હિત થવા સમ્વ છે.