________________
ધર્મ અને ધર્મ નાયક આચાર્યશ્રી ! આપ આચારને ધર્મોપદેશ ન આપતાં બેસી રહે તે આચારધર્મનું પાલન કેમ થઈ શકે ? આપે તે ધર્મોપદેશ આપ જ જોઈએ.”
- તમારું આ કથન ન્યાયયુક્ત છે. કારણ કે તમે બધાએ મને ધર્મને આચાર્ય નિયત કર્યો છે. એટલે મારે આચારધર્મને ઉપદેશ આપી મારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ, કારણકે મારા આ કર્તવ્યપાલનમાં આચાર્ય પદનું મહત્વ રહેલું છે.
બરાબર આ જ પ્રમાણે ગ્રામ અને નગરને પારસ્પરિક સંબંધ છે.
શ્રાવકના ધર્મની રક્ષા અને વૃદ્ધિ કરવી એ આચાર્યનું કર્તવ્ય છે. તેવી જ રીતે પિતાના આશ્રિત ગ્રામજનોની રક્ષા કરવી એ નાગરિકોનું કર્તવ્ય છે.
આચાર્ય જે બેદરકાર બની નિષ્ક્રિય બેસી રહે તે શ્રાવકે અને સાધુઓના ધર્મની રક્ષા અને વૃદ્ધિ થતી નથી. તેવી જ રીતે નાગરિકે જે બેદરકાર થઈ જાય તે ગ્રામજનોનું કલ્યાણ થવાને બહુ ઓછો સંભવ છે.
આજે જેટલા રાજનૈતિક આગેવાને છે તેઓમાં વિશેષ નાગરિકે છે. અર્થાત અત્યારે રાજનીતિ નગરના હાથમાં છે. પણ નગરધર્મ ભુલાઈ જવાને કારણે જે નાગરિકો ધારાસભા તથા બીજી કોઈ રાજકીય સભાના સભ્ય તરીકે ચુંટાય છે, તેઓ બધા પિતાના કર્તવ્યનું યથાવિધિ પાલન કરતા હોય એવું બહુ ઓછું જોવામાં આવે છે. પ્રજા તરફથી જે નાગરિકો ધારાસભામાં સભ્ય તરીકે ચુંટાયા હોય છે તેમાંના કેટલાક સભ્ય કીર્તિભથી પ્રજાહિતના વિઘાતક કાયદાઓને વિરોધ કરવાને બદલે સમર્થન કરે છે, અને ફલતઃ કીતિભી નાગરિકો પ્રજાના હિતનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરવામાં