________________
નગરધ
ગ્રામધર્મ અને નગરધર્મના શરીર અને મગજના જેવા પરસ્પર ગાઢ સંબંધ છે. ગ્રામજને શરીરના સ્થાને છે અને નાગરિકા મગજના સ્થાને છે. શરીર સ્વસ્થ હાય તા જ મગજ સ્વસ્થ હાય એ વાત સૌ જાણે છે. મગજ જોકે શરીરના પ્રમાણમાં નાનું છે તે પણ આખા શરીરના કાર્યનું સંચાલન તે। તે જ કરે છે. જો કમઁવશાત્ મગજ અસ્થિર થઈ જાય તે તે પેાતાની સાથે આખા શરીરને પણ હાનિ પહોંચાડે છે.
વર્તમાન સમયમાં નાગરિકાની અવસ્થા- વ્યવસ્થા ખરાબ થઈ રહી છે, તેઓને પેાતાની રક્ષાનું પણ ભાન નથી. તેમનુ ધર્મજીવન પણ નષ્ટપ્રાયઃ થઈ રહ્યું છે. ગ્રામધર્મને પેાતાને આધાર ન માનતાં આજના નાગરિકા નાટક, સિનેમા, નાચરંગ, ફૅશન આદિમાં પોતાના સમયને, શક્તિને અને સ ́પત્તિને દુરુપયોગ કરી રહ્યા છે, વધારે શું ? તેના પોતાના ધર્મનું—કવ્યનું પણ તેમને ભાન નથી.
આજના નારિકાની આવી ખરાબ સ્થિતિ છે. આવી અવસ્થામાં તેએ ગ્રામજનેાની શી રક્ષા કરી શકે? મગજ અસ્થિર થઈ જવાથી જેમ શરીરને અવશ્ય હાનિ પહેાંચે છે તેમ નારિકા પેાતાને નગરધર્મ ભૂલી જવાથી ગ્રામજના પણ પેાતાના ગ્રામધર્મ ભૂલી રહ્યા છે.
નગરધર્મનું બરાબર પાલન કરવાની સાથે પેાતાના આશ્રિત ગ્રામધની પણ રક્ષા કરવી એ નાગરિકાનું પરમક વ્ય છે.
વર્તમાન સમયમાં નાગરિકાના શે ધર્મ છે? તે મારા પેાતાના દૃષ્ટાન્તથી તમને સમજાવું:
તમે બધાએ મને આચાર્ય પદે સ્થાપ્યા છે. તે મારું એ કવ્ય છે કે હું તમને ધર્મોપદેશ આપી આચારમાં સ્થિર કરું. પણ જો હું એક બાજુ નિષ્ક્રિય થઈ બેસી જાઉં અને આચારને ધર્મોપદેશ ન આપું, તેા તમે મને શું કહેશે ?