________________
(૨) નગરધર્મ [ નગરધર્મો ]
નગરધર્માનું બરાબર પાલન કરવાની સાથે પેાતાના આશ્રિત શ્રામધની પણ રક્ષા કરવી એ નાગિરકાનું પરમક વ્ય છે. આ કર્તવ્યના પાલનમાં જ નાગરિકાની નાગરિકતા રહેલી છે.
જ્યારે ગ્રામના વિસ્તાર વધી જાય છે ત્યારે તે નગરના રૂપમાં ફેરવાઈ જાય છે. આ રીતે ગ્રામ એ નગરના એક ભાગ હાવાથી ગ્રામને ધર્મ પણ નગરના ધર્મ ગણાય છે.
ગ્રામધર્મ અને નગરધર્મ એ અને જુદાજુદા ધર્માં નથી, પણ ગ્રામધર્મ એ નગરધર્મનું જ એક પ્રધાન અંગ છે.
ગ્રામ અને નગર બન્ને પરસ્પર આધાર–આધેયભાવથી રહેલાં છે, અર્થાત્ ગ્રામ આધારરૂપ છે તે નગર આધેયરૂપ છે. ગ્રામ વિના નગરનું જીવન ટકતું નથી તેમ નગર વિના ગ્રામની રક્ષા થતી નથી. ગ્રામ જો પેાતાના ગ્રામધમઁ ભૂલી જાય અને નગર જો પાતાના નગરધર્મ ભૂલી જાય તેા ગ્રામ અને નગર ખન્નેનું પતન અવશ્યંભાવી છે.