________________
ગ્રામધમ
-
૭
દુઃખનું સાચું ભાન કરાવે છે અને ગ્રામજનોને સદ્ધર્મનો ઉપદેશ આપી સન્માર્ગ ઉપર લાવે છે.
કેશીશ્રમણ જેવા ચાર જ્ઞાનના સ્વામીએ ચિત્તપ્રધાન જેવા સન્માર્ગદર્શકની પ્રેરણાથી રાજા પરદેશીને સદ્ધર્મને સદુપદેશ આપી ધર્મને અનુરાગી બનાવ્યો હતો.
અત્યારે આપણી દશા આથી તદ્દન ઊલટી છે. આપણે સાધુપુરુષને સદ્ધર્મને ઉપદેશ આપવાની પ્રેરણા કરવાને બદલે તેમને પ્રશંસાત્મક સ્તુતિઓથી નવાજીએ છીએ, પણ જ્યારે ચિત્તપ્રધાનના જેવું સન્માર્ગદર્શક બનવાનું કામ માથે આવી પડે છે ત્યારે દૂર દૂર ભાગીએ છીએ. આ આપણી અકર્મણ્યતા સૂચવે છે. સન્માર્ગદર્શક બનવા જેટલું વ્યક્તિત્વ કેળવવા માટે સાચા કર્મઠ બનવાની આવશ્યકતા રહે છે.
જ્યાં ગ્રામધર્મ જાગૃત થાય છે ત્યાં જીવનધર્મની ભૂમિકા તૈયાર થાય છે. ખેડૂતોએ બીજારોપણ કરતાં પહેલાં ભૂમિને સારી રીતે ખેડવી આવશ્યક છે, તેમ ધર્મબીજને રોપવા માટે મનુષ્ય ગ્રામધર્મની ભૂમિ ખેડવી જરૂરી છે, કારણ કે ગ્રામધર્મની ભૂમિકામાંથી સભ્યતા, નાગરિકતા, રાષ્ટ્રીયતા આદિ ધર્મ કુરે ફૂટી નીકળે છે.
ખેતીનું મૂળ જેમ ખેતરનું ખેડાણ છે તેમ ધર્મવૃક્ષનું મૂળ ગ્રામધર્મ છે. જ્યાં સુધી ધર્મવૃક્ષના ગ્રામધર્મરૂપ મૂળને નીતિ જલથી સિંચવામાં ન આવે ત્યાં સુધી સૂત્ર અને ચારિત્રરૂપી મીઠાં ફળ આવી ન શકે. મીઠાં ફળ મેળવવા માટે માળીએ પરમપુરુષાર્થ સેવવો પડે છે, તેમ ધર્મવૃક્ષમાંથી સુત્રચારિત્રરૂપી મીઠાં ફળો મેળવવા માટે માનવસમાજે પ્રબળ પુરુષાર્થ કરવાની ખાસ આવશ્યકતા છે.
ધર્મવૃક્ષને ગ્રામધર્મરૂપ મૂળને નીતિજલના નિયમિત સિંચનથી મજબૂત બનાવ્યા બાદ સૂત્રચારિત્રરૂપી મીઠાં ફળ અવશ્ય મેળવી શકાય છે.
૧ જુએ રાયપરોણચસ્વ