________________
(૧) ગ્રામધર્મ [ ગામને ]
ધમનું બીજારોપણ કરવા માટે માનવસમાજે ચામધમરૂપ ભૂમિ ખેડવી જોઈએ. કારણ કે ચામધર્મની ભૂમિકામાંથી સભ્યતા, નાગરિકતા, રાષ્ટ્રીયતા આદિ ધર્માકુરે ફૂટી નીકળે છે.
જયાં સાધારણ જનસમુદાય સંગઠિત થઈ અમુક મર્યાદિત સંખ્યામાં વસતે હેય ત્યાં તે સામાન્યપણે “ગ્રામ' કહેવાય છે. જ્યારે ગ્રામને જનસમુદાય વિશેષ પ્રમાણમાં વધી જાય છે, ત્યારે તે ગામડું મટી જઈ નગર બને છે. અહીં ગામડાંઓને અનુલક્ષીને ગ્રામધર્મ કહેવામાં આવે છે. નગરે માટે તે જુદો નગરધર્મ કહેવામાં આવશે.
જે ધર્મના પાલનથી ગ્રામ્યજીવનની રક્ષા થતી હેય, હાનિ થતી ન હોય તે સામાન્યપણે ગ્રામધર્મ કહેવાય છે.
ગામમાંથી ચોરીઓ થતી અટકાવવી, વેશ્યાગમન થતું અટકાવવું, વિદ્વાન મનુષ્યનું અપમાન થતું અટકાવવું, પશુહિંસા થતી અટકાવવી, કેટે ચડી ગામના લેકેની નષ્ટ થતી સંપત્તિની રક્ષા કરવી, ગામના પટેલની કે મુખીની આજ્ઞા માથે ચડાવવી એ શ્રમને મુખ્ય ધર્મ છે.