________________
ધર્મ અને ધર્મનાયક
૩ અધર્મ આદિ વાવાઝોડાથી ખળભળી જવાને પૂરેપૂરે ભય રહે છે.
મકાનના પાયાને મજબૂત બનાવવા માટે જેમ પાણું, ચૂને, રેતી, સિમેન્ટની આવશ્યક્તા રહે છે તેમ રંગરોગાન, પ્લાસ્ટર, ધાબા વગેરેની પણ અનિવાર્ય આવશ્યકતા રહે છે.
આ પ્રમાણે માનવજીવનરૂપી મકાનના ધર્મરૂપ પાયાની મજબૂતાઈ માટે સભ્યતા-સંસ્કૃતિ, નાગરિકતા, રાષ્ટ્રીયતા, ધાર્મિકતા, કુલીનતા, સામૂહિકતા, તથા એકતા આદિ લૌકિકધર્મોના પાલનની સર્વપ્રથમ આવશ્યક્તા રહે છે અને ત્યારબાદ ધર્મને જીવનધર્મ બનાવવા માટે વિચારશીલતા, ક્રિયાશીલતા આદિ લોકેત્તર ધર્મોના પાલનની પણ અનિવાર્ય આવશ્યકતા રહે છે. અને આ પ્રમાણે
જ્યારે લૌકિક અને લકત્તર ધર્મોનું બરાબર આચરણ થાય છે ત્યારે માનવજીવનને વાસ્તવિક મેક્ષજીવનધર્મ સિદ્ધ થાય છે.
લૌકિકધર્મોનું બરાબર પાલન કર્યા વિના લેકેતર ધર્મોનું પાલન કરવું તે સીડી વિના મહેલમાં પ્રવેશ કરવા જેવો નિષ્ફળ પ્રયત્ન છે. લૌકિકધર્મોના પાલનથી કાયાની અને વિચારની શુદ્ધિ થાય છે અને લેકર ધર્મોના પાલનથી હૃદયની શુદ્ધિ અર્થાત આચારની શુદ્ધિ થાય છે. અને આ પ્રમાણે મનુષ્યો લૌકિક અને કોત્તર ધર્મના પાલનથી પિતાને જીવનધર્મ-આત્મિકધર્મની શુદ્ધિ અને સિદ્ધિ સાધે છે.
જીવનધર્મની શુદ્ધિ અને સિદ્ધિ માટે શાસ્ત્રકારોએ લૌકિક અને લેકેત્તર ધર્મરૂપ દશ ધર્મોની વ્યવસ્થા કરી છે એટલું જ નહિ પણ ધર્મનાયકે વિના ધર્મ ટકી શકતા નથી એ વાત લક્ષ્યમાં રાખીને દશ પ્રકારના ધર્મનાયકની પણ સુંદર વ્યવસ્થા કરી છે.
૧. 7 ધમ ધાર્મિર્ષિના --રમતમાચાર્ય