________________
ધર્મ અને ધર્મનાયક
[ ધર્મવ્યાખ્યાને ભાવાનુવાદ ]
ધર્મ [ પૂર્વાધ ] વિષયપ્રવેશ
ધર્મ વસ્તુતઃ બુદ્ધિચાહ્ય નથી, પરંતુ હૃદયગ્રાહ્ય છે.–ગાંધીજી
यतो धर्मस्ततो जयः।
જ્યાં ધર્મ ત્યાં જય. કોઈ પણ મકાન કે મહેલનું લાંબું આયુષ્ય તેના મજબૂત પાયા ઉપર આધાર રાખે છે. અને એટલા માટે માણસે મકાનને પાયો ઊંડામાં ઊંડે અને મજબૂત બનાવે છે.
માનવજીવન પણ એક મકાન જેવું છે. અને ધર્મ એ તેના પાયારૂપ છે. માનવજીવનને વ્યવસ્થિત અને સુદઢ બનાવવા માટે ધર્મરૂ૫ પાયાને ઊંડામાં ઊંડે અને મજબૂત બનાવવાની ખાસ આવશ્યક્તા રહે છે. કારણ કે ધર્મરૂપ પાયો જે ઢીલે રાખવામાં આવે તે માનવજીવનરૂપ મકાન શંકા, કુતર્ક, અજ્ઞાન, અનાચાર,