________________
(૪)
મારું સત્ ચિત્ સ્વરૂપ ક્યાં મુજથી છે ભિન્ન!
કે
દર્શનની અપેક્ષા ધરું! એક થવા તિતિક્ષા કરું! સાચાખોટાની પરીક્ષા કરું! એકાન્તમાં પ્રતીક્ષા કરું!
―
મારે મારા દર્શન માટે, સ્વરૂપના, આત્માના સાક્ષાત્કાર માટે નથી દૂરદર્શક કે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર, નથી કોઇ સાધનની આવશ્યકતા. કારણ, બ્રહ્મદર્શન સાધનનિરપેક્ષ જ શક્ય છે. આવું દર્શન બીજાનું નહીં, મારા સ્વરૂપનું દર્શન, એટલે જ સ્વરૂપનું જ્ઞાન, કે જેના માટે માત્ર જ્ઞાનચક્ષુની જરૂર છે. “વિમૂઢા નાનુન્તિ પશ્યન્તિ જ્ઞાનવસુઃ” - “માત્ર જ્ઞાનચક્ષુવાળા જ તેને જાણે છે, અજ્ઞાની જન નહીં.” જ્ઞાન દ્વારા જ જે ‘અપરોક્ષ’ આત્મા છે તેને જાણી શકાય છે. કારણ કે આત્મા જ્ઞાનગમ્ય છે, શ્રુતિગમ્ય છે, જ્ઞેય છે. સ્મૃતિ કહે છે: “જ્ઞાન જ્ઞેય જ્ઞાનમાં દૈવિ સર્વસ્વ તિષ્ઠિતમ્”. આમ, ‘સ્વરૂપ’ કે ‘આત્મા' અપરોક્ષ છે માટે તેને જાણવા કે જોવા ઉપદેશની જરૂર છે. ગુરુ અને શાસ્ત્રની પરંપરાથી ચાલી આવતી શિક્ષણપ્રણાલિકા વિના સર્વના સાક્ષી, અપરોક્ષ આત્માની અદ્વિતીયતા જાણી શકાય તેમ નથી. અપરોક્ષાનુભૂતિના સંદર્ભમાં અપરોક્ષ એટલે જ આત્મા તેવી સમજ પશ્ચાત્ “અનુભૂતિ” વિશે ચિંતન કરીએ.
અનુભૂતિ : અનુભૂતિ અર્થાત્ અનુભવ. વિચારશીલ વ્યક્તિ પોતાના અનુભવ સાગરમાંથી પ્રેરણાપાન કરીને જ જીવનની દિશા નક્કી કરે છે. મોટા ભાગનાં ‘તારણો’ કડવા-મીઠા અનુભવોની જ પેદાશ છે.
જીવનમાં
“અનુભવથી બધું મળશે, ન મળશે તુજને વાચનથી; તડપવાનું છે સમજણથી, સમજવાનું છે જીવનથી.” આસિમ “જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ; જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી.”
જેવો જેનો અનુભવ તેવી તેની ભાવિ દિશા. સુખદ અનુભવ, સુખની પુનરાવૃત્તિ માટે વણથંભી આગેકૂચ કરશે, જ્યારે દુ:ખદ અનુભવ, દુ:ખ ઉત્પન્ન કરનારી દિશામાં કૂચ થંભાવી દેશે, અગર તેથી વિપરીત દિશામાં પ્રયાણ શરૂ કરશે. આમ, માનવમન સતત પ્રેરણાભાથું અનુભવથી મેળવે