________________
(૨)
ચડીને મેં જોયું..છતાં ‘અપરોક્ષ’ હાથ ન આવ્યું. આમ જેને જેને હું જોણું છું તેનો હું જ્ઞાતા છું. જેને જોઉં છું તેનો દ્રા છું. હું જ્ઞાતા બન્યો, ા થયો ને સરવાળો ઊભો થયો કે હું અજાણ છું, અપરિચિત છું “અપરોક્ષ”થી. મૂંઝાયો કે ‘અપરોક્ષ’ છે શું? નિશ્ચય તે પ્રત્યક્ષ અને પરોક્ષની સીમાની પેલે પાર છે, જ્યાં ષ્ટિ કે મન ન પહોંચે તે જ છે. તો ચાલો ‘પ્રત્યક્ષ’-‘પરોક્ષ’ના બે કાંઠાઓને સમજી, પછી અપરોક્ષ ચૈતન્યપ્રવાહને સ્પર્શ કરવા પ્રયત્ન કરીએ.
પ્રત્યક્ષ : જે વસ્તુ, વિષય કે વ્યક્તિને હું મારી સમક્ષ જ્ઞાનેન્દ્રિયની મદદથી જાણું છું, ઓળખું છું તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે અને તે પ્રત્યક્ષ જ્ઞાન કહી શકાય. દા.ત.: સામે પર્વત, મકાન, વૃક્ષ છે. મહદ્ અંશે જે નામ અને આકારવાન છે તે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બની શકે. અને જ્યાં કંઈ પ્રત્યક્ષ હોય ત્યાં મોટે ભાગે દૃશ્ય, દ્રષ્ટા અને દૃષ્ટિની ત્રિપુટી જન્મે છે.
પરોક્ષ: જે વિષય ઇન્દ્રિયથી સૂક્ષ્મ છે, જ્યાં જ્ઞાનેન્દ્રિય પહોંચી શકતી નથી અર્થાત્ જે ઇન્દ્રિયગમ્ય નથી તેને પણ હું જાણું છું. દા.ત.: તન્માત્રા, રાગ, દ્વેષ, સ્નેહ, તેને આકાર નથી તેથી દષ્ટિનો વિષય નથી, છતાં હું તેથી અજ્ઞાત નથી જ. આમ હું તેમને પરોક્ષ રીતે જાણું છું, જેવી રીતે હું મન, વીજળી, ગુરુત્વાકર્ષણને જાણું છું. તે ઇન્દ્રિયગમ્ય નથી, છતાં અનુમાનથી, મનથી, બુદ્ધિથી સમજી શકાય તેમ છે. આવું શાન પરોક્ષ છે, જ્યાં જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેયની ત્રિપુટી જન્મે છે.
આમ ‘પ્રત્યક્ષ’ અને ‘પરોક્ષ’ જ્ઞાનની મદદથી આપણી આસપાસ ચોમેર પથરાયેલા નામ અને આકારનાં દૃશ્ય અને ભૌતિક જ્ગતનો આપણે પરિચય મેળવી શકીએ છીએ અને જે કંઈ અસ્તિત્વમાં છે તેને જાણી શકીએ છીએ. પણ પ્રશ્ન થાય છે કે આ સૌને ‘જાણનાર' કોણ ? સર્વની હયાતીનો સાક્ષી કોણ? અને તેને કઈ રીતે જાણી શકાય ? જ્ગતને જો ઇન્દ્રિયો જાણે તો ઇન્દ્રિયોનો જ્ઞાતા કોણ? જે જ્ઞાતા મન, તો મનને જાણે છે કોણ ? જે જવાબ બુદ્ધિ હોય તો ‘બુદ્ધિ બહેર મારી ગઈ છે”, “બુદ્ધિ તેજસ્વી છે,” “બુદ્ધિ બગડી છે”, “હું બુદ્ધિમાન છું”, “હું મંદ બુદ્ધિવાળો છું”, વગેરે કહે છે કોણ ? બુદ્ધિનો જે શાતા હોય તે બુદ્ધિને જાણે છે આત્મા કે બ્રહ્મ અથવા ચૈતન્ય. જો આત્મા સૌને જાણે તો તેનો શાતા કોણ? આ આત્મા પ્રત્યક્ષ છે કે પરોક્ષ? આત્મા કે બ્રહ્મ ઇન્દ્રિયગમ્ય