Page #1
--------------------------------------------------------------------------
________________
સમરું પલ પલ સુવ્રત નામ
વિજયશીલચન્દ્રસૂરિ
''
Se
5
Page #2
--------------------------------------------------------------------------
________________
સમરે પલ પલ સુવ્રત નામ (૨૦મા જૈનતીર્થકર મુનિસુવ્રતસ્વામીની જીવનકથા)
વિજયશીલચન્દ્રસૂરિ
પ્રકાશક શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ,
ગોધરા.
Page #3
--------------------------------------------------------------------------
________________
સમરું પલ પલ સુવ્રત નામ (ગુજરાતી) (જીવનચરિત્ર–અનુવાદ) વિજયશીલચન્દ્રસરિ
સર્વાધિકાર સુરક્ષિત
પ્રથમ આવૃત્તિ
વિ. સ. ૨૦૫૫, ઈ.સ. ૧૯૯૯,
આચાર્ય શ્રી વિજ્યનંદનસૂરિ-જન્મશતાબ્દી-વર્ષ
મૂલ્ય: રૂ. ૧૦૦
આવરણ ચિત્ર અબ્દુલ રઉફ શેખ
પ્રકાશક
શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરા.
લે-આઉટ ડિઝાઇન અને મુદ્રણ આકાશ સોની
કલ્પન મુદ્રાંકન : ઈ–૨ તારાબાગ પોલીટેકનીક વડોદરા - ૩૯૦ ૦૦૨ ફોનઃ (૦૨૬૧) ૭૯૧૩૯૮
પ્રાપ્તિસ્થાન
શાહ કિરીટકુમાર શાંતિલાલ શાંતિનગર, ગોધરા- ૩૮૯૦૦૧ (પંચમહાલ)
સરસ્વતી પુસ્તક ભંડાર
૧૧૨ હાથીખાના રતનપોળ અમદાવાદ ૩૮૦૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
શિવકેતુ ....... કુબેરદત્ત... વજકુંડલ................. શ્રીવર્મ . શ્રીમુનિસુવ્રતસ્વામી .......... ર૬૫
............................
Page #5
--------------------------------------------------------------------------
________________
સમરું પલ પલ સુવત નામ
કથાની કથા
વિક્રમના બારમા શતકમાં, ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં થઈ ગયેલા હર્ષપુરગચ્છના આચાર્ય શ્રી શ્રીચન્દ્રસૂરિ મહારાજે રચેલા, પ્રાકૃતભાષામય ગાથાઓમાં નિબદ્ધ શ્રી મુનિસુવ્રતસ્વામીચરિત્ર પર સંપૂર્ણપણે આધારિત પ્રસ્તુત કથા છે. મૂળ કથા આશરે અગિયાર હજાર ગાથાઓમાં વણાયેલી છે. અલબત્ત, આ ભાષાંતર નથી; તરજૂમો કે અનુવાદ પણ ન જ ગણાય; રૂપાંતર પણ નહિ. મારી નમ્ર સમજ પ્રમાણે આ એક પ્રકારનો મુક્ત ભાવાનુવાદ છે. આમાં જે લખાયું છે, તે મહદંશે મૂળ કૃતિની ગાથાઓનું પ્રતિબિંબ જ ગણી શકાય તેવું છે. દસેક ટકા અંશ ઉમેર્યો હશે, તો તે પણ મૂળ કૃતિમાં પ્રતિવાદિત વિષયને સ્પષ્ટ તેમજ રસાળ બનાવવા માટે જ, અને તેથી, તેને વફાદાર -પરંતુ બાધક કે ચાતરી જાય તેવું નહિ જ- ઉમેરણ થયું છે. સુજ્ઞ વાચકને મૂળ રચના સાથે એ સરખાવી જોવા અનુરોધ છે. આ લખતી વખતે મૂળ ગ્રંથને સતત સામે ને સામે જ રાખ્યો છે. તેના પ્રતિપાદનને તથા ઘટનાક્રમને તર્કસંગત અથવા સુવ્યવસ્થિત બનાવવા સિવાયનું લેશ પણ ડહાપણ કર્યું નથી. અવાંતર કથાનકો, લાંબાં વર્ણનો વગેરે અંશો, કથારસમાં વિક્ષેપ ન થાય તે હેતુથી, ગાળી નાખ્યા છે. પરંતુ તે કથાઓ તથા વર્ણનો અત્યંત રસપ્રદ અને મજાનાં છે, તેમાં સંદેહ નથી. તે માણવા માટે તો, જો કે, પ્રાકૃત ભાષા સુધી પહોંચવું પડે. આ વર્ણનોમાં સાહિત્ય છે, ઈતિહાસ છે. આપણી સંશોધનવૃત્તિને ઉત્તેજિત કરે તેવા મધ્યકાલીન સામાજિક તથા સાંસ્કૃતિક પરિવેશના સંકેતો પણ છે. વજકુંડલ અને શ્રીવર્મનાં બે પ્રકરણોમાં તો કોઈ ઐતિહાસિક
Page #6
--------------------------------------------------------------------------
________________
નવલકથાના લેખકને રસ પડે તેવો ભરપૂર મસાલો ભર્યો છે. એ પ્રકરણો વાંચતાં એમ જ લાગે કે આપણે ધૂમકેતુ કે મુનશીની નવલકથા વાંચી રહ્યાં છીએ. અને આ બધું હોવા છતાં, આ રચનામાં શાસ્ત્રીય પદાર્થોનું નિરૂપણ પણ અદ્દભુત ઢંગથી થયું છે. ગ્રંથકાર સ્વર્ય બૃહત્સંગ્રહાણી અને ક્ષેત્રસમાસ જેવા ભૂગોળખગોળવિષયક શાસ્ત્રગ્રંથોના પ્રણેતા હોવાને કારણે તેમની તે વિષયની સજ્જતા, આ ગ્રંથમાં પણ રૂડી રીતે વ્યક્ત થતી અનુભવી શકાય છે. સં. ૨૦૪૯૫૦ના અરસામાં આ ગ્રંથ હાથમાં આવ્યો ત્યારે ક્ષુધાતુરની જેમ તેનું વાંચન કરી ગયેલો. એ પછી સે. ૨૦૫૧નું ચોમાસું વડોદરાકારેલીબાગ કરવાનું બન્યું. ત્યારે ત્યાંના જિનાલયમાં શ્રીમુનિસુવ્રતસ્વામી બિરાજમાન હોવાથી, ચાર્તુમાસિક પ્રવચનધારારૂપે આ ચરિત્ર વાંચવાનું
પ્રાપ્ત થયું. ત્યારે જ, ત્યાંના ઉત્સાહી શ્રાવકોએ માગણી કરેલી કે આ પ્રાત ચરિત્રનો ગુજરાતી અનુવાદ કરીને પાવો, અને તેનો લાભ અમારા સંઘને આપો. આ વાત મનમાં હતી જ. પણ યોગ્ય નિમિત્તની પ્રતીક્ષા પણ હતી. અને એ આ વર્ષે મળી ગયું. તગડી-નંદનવન તીર્થમાં, પૂજ્યપાદપરમ દયાળુ સંઘનાયક આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજની પુરથભૂમિ ઉપર, શ્રી મુનિસુવ્રતસ્વામીના ભવ્ય જિનાલયનું નિર્માણ તથા પ્રતિષ્ઠા ચાલુ વર્ષે મહા ફાગણમાં થઈ રહી છે. પૂજ્ય ગુરભગવંતની આજ્ઞા થઈ કે આ નિમિત્તને લક્ષમાં લઈને આ ચરિત્ર તૈયાર કર. એમની આ આજ્ઞાનું પરિણામ તે પ્રસ્તુત કથા. આમાં ક્યાંય મૂળ ગ્રંથકારની રજૂઆતથી કે એમના આશયથી વિપરીત આલેખન થયું હોય તો તે તરફ ધ્યાન દોરવા સુજ્ઞ જનોને નમ્ર વિનંતિ છે. પુસ્તકની સરસપ્રેસકોપી સાધ્વીશ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજીએ કરી આપી છે, તો પુસ્તકના મુદ્રણની સઘળી જવાબદારી વડોદરાના સાહિત્યકાર મિત્ર પ્રા. રમણભાઈ સોનીએતથા તેમના પુત્ર આકાશ સોનીએ સંભાળી છે, તે બદલ તેમનો પણ ત્રણ સ્વીકાર કરું છું.
–શીલચન્દ્રવિજય
શ્રી વિજયનન્દનસરિજન્મ શતાબ્દી વર્ષગ. ૨૦૫૫ નંદનવનતીર્થ, તગડી
Page #7
--------------------------------------------------------------------------
________________
સૌજન્ય-સ્વીકાર
પ્રસ્તુત પ્રકાશનમાં વડોદરાસ્થિત શ્રી કારેલીબાગ શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક સંઘનો સંપૂર્ણ આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે, તે બદલ અમો તેમનું હૃદયપૂર્વક અનુમોદન કરીએ છીએ.
Page #8
--------------------------------------------------------------------------
________________
સમરું પલ પલ સુવ્રત નામ
Page #9
--------------------------------------------------------------------------
________________
Page #10
--------------------------------------------------------------------------
________________
રૂડો જંબુદ્રીપ છે.
અગણિત દ્વીપો અને સાગરોથી વીંટળાયેલો આ દ્વીપ, ધરતી માતાના લલાટે મનમોહક તિલક જેવો ચમકી રહ્યો છે.
શિવકેતુ
અનેક નદીઓ અને નદો, દ્રહો અને ઝરાઓ, પર્વતો અને કુંડોથી આ જંબુદ્વીપ ભારે સોહામણો દીસે છે. આ દ્વીપમાં ઘણાંઘણાં ક્ષેત્રો સમાાં છે. આવું જ એક ક્ષેત્ર છે : ઐરવત ક્ષેત્ર.
ક્ષેત્ર એટલે ધરતીનો એક વિશાળ પ્રખંડ. જંબૂટ્ટીપની પાસે એ એક નાનકડો ભૂખંડ જ લાગે. પરંતુ એ ભૂખંડને એક સ્વતંત્ર પ્રદેશ તરીકે કલ્પી શકાય. આ પ્રદેશમાં છ છ ખંડ હોય આપણા આજના એશિયાખંડ અને આફ્રિકા ખંડ જેવા. આ ખંડો અને તેના વડે બનેલો એ ભૂખંડ એટલાં તો મોટાં હોય કે આજની આપણી દેખાતી દુનિયા એની આગળ એક નાનકડું શહેર જ લાગે !
આ છ ખંડોને ચક્રવર્તી રાજા જીતી લે.
-
જ્યારે ચક્રવર્તી ન હોય ત્યારે તે ખંડોમાં જુદાંજુદાં નગરો અને દેશોમાં જુદાજુદા હજારો રાજાઓ રાજ કરતાં હોય. કોઈ નાનો રાજા તો કોઈ વળી મોટો રાજા. રાજાઓ માંહોમાંહે લડાઈ કરતા રહે. જે જીતે તે હારેલા રાજાના પ્રદેશનો માલિક.
-
હારે તે ખંડિયો રજા.
જીતે તે વિી રાજા.
વિજ્યી પરાજિતને ગળી જાય.
ક્યારેક વળી પરાજિતનું જોર વધે, તો તે વિજેતાને પાછો મારી ભગાડે.
Page #11
--------------------------------------------------------------------------
________________
– ૨
-
સમાં પલપલ ચાત નામ
–
બસ,આવું જીતવું ને હારવું ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે.
સૌ કોઈને એક જ મહેચ્છા હોય, હું વધુ ને વધુ મોટા પ્રદેશનો સ્વામી બનું. સમ્રાટ બનું.
પણ મજા એ કે એક પણ રાજા આખા ઐવિત ક્ષેત્રનો ધણી બની ન શકે.
વાસુદેવ આવે તો તે ત્રણ ખંડનો માલિક થાય. ચક્રવર્તી આવે તો તે છ ખંડનો સ્વામી ગણાય. પણ તેથી વધુ કોઈ નહિ.
જબૂદ્વીપમાં આવાં ઘણાં ક્ષેત્રો છે. એમાંનું એક ક્ષેત્ર તે ઐરાવત ક્ષેત્ર. આપણું ક્ષેત્ર તે ભરત ક્ષેત્ર એ જબૂદીપની દક્ષિણ દિશામાં વસેલું છે. તો ઐરાવત ક્ષેત્ર તેની ઉત્તર દિશાએ આવેલું ક્ષેત્ર છે.
એ ઐરાવત ક્ષેત્રના પાછા બે ભાગ : દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ. એ બન્નેના ત્રણત્રણ વિભાગ તે ત્રણત્રણ ખંડ. કુલ છ ખંડ.
આ છ ખંડો પૈકી મધ્યમ ખંડમાં એક મોટો દેશ છે. સેંકડો નગરો અને હજારો ગ્રામોથી પરિવરેલા તે દેશની પાટનગરીનું નામ છે માકદી નગરી.
આ નગરીમાં મણિમાલી નામે રાજા રાજ કરે છે. તેને મણિકાંતા નામે પટરાણી છે.
રાજ છે, રાજા છે, એટલે મંત્રી પણ હોય, સેનાપતિ હોય, સૈન્ય પણ હોય, અને વળી નગરશેઠ અને રાજપુરોહિત પણ હોય. આવું તો કેટલુંય ભેગું થાય ત્યારે એક રાજા સંપૂર્ણ રાજા ગણાય; ત્યારે એનું રાજ્ય સવાંગ-સમૃદ્ધ બને.
રાજા મણિમાલીના રાજમાં પણ આ બધાં જ અંગો હતાં. કોઈ વાતે તૂટી કે ઊણપ ન હતી.
રાજા પણ ન્યાયી હતો, પ્રજાપાલક હતો. ને સદાચારી પણ
હતો.
રાજા હોય અને આ બધાં વાનાં હોય તે પ્રજાના અને તે રાજ્યના 1 સુખની કલ્પના કરી લો! કેવું સુખ હોય! કેવી આબાદી હોય. જ્યાં !
Page #12
--------------------------------------------------------------------------
________________
શિવકેતુ
ક
૩
ન્યાય, પ્રજાપાલન અને સદાચાર હોય એ રાજ્યમાં દુઃખ ને દુરાચારને અવકાશ તો શું, પ્રવેશ પણ ન મળે !
રાજા જેવો ન્યાયી, એવો જ ધર્મી. પોતાના રાજ્યમાં ને નગરમાં ધમચરણ વધતું રહે તેમાં રાજા મણિમાલીને ઊંડો રસ. તેનો રાજપુરોહિત વિશ્વભૂતિ પણ તેના આ ધર્મ-રસને પોષે એવો જ હતો જ્ઞાની અને કર્મકાંડી. - હંમેશા અગ્નિહોમ કરવાનો જ; ત્રિકાળ સંધ્યા કરવાની જ. વેદપઠન અને મંત્રોચ્ચારો તો તેના ત્યાં અવિરત ચાલ્યા જ કરે. વળી વેદોના અધ્યયનની એક પાઠશાળા પણ તે ચલાવે. એમાં સેંકડો બટુકો ભણે અને બ્રાહ્મણ’ બનવાથી તાલીમ લે. વિશ્વભૂતિનું ઘર એટલે એક નાનકડું શહેરી તપોવન જ જોઈ લો!
તેની પત્ની વિશ્વદત્તા પણ સાચા અર્થમાં તેની સહધર્મચારિણી હતી. પતિનાં તમામ કાર્યો, અનુષ્ઠાનો, વિધિવિધાનો અને વ્યવહારોમાં તે પતિની સાથે ખભા મિલાવીને ચાલતી. વિદ્યાર્થીઓ માટે તે તો ગુરુમાતાની ગરજ સારતી.
આવા મજાના આ પુરોહિત-દંપતિને એક નાનકડો પુત્ર પણ છે : શિવકેતુ. શિવકેતુ છે નાનો – આઠેક વર્ષનો, પણ ભારે ગુણિયલ છે : જેવો શાંત તેવોજ શાણો; જેવો મહેનતુ તેવો જ આજ્ઞાંકિત. જેવો બુદ્ધિમાન તેવો જ અભ્યાસુ.
ધર્મ-કર્મ-નિષ્ઠ મા-બાપને વહાલ ઊપજે તેવાં બધાં જ તત્ત્વો શિવકેતુમાં હતાં; છતાં કોઈ અગમ્ય કારણોસર તેના પુરોહિત બાપને તે અકોણો લાગતો. તેને દેખે ને તેના પિતાને અસુખ થાય; ધૃણા જન્મે. બાપને ક્યારેય તેના માટે સ્નેહ તો જાગે જ નહિ; ભણાવે પોતે જ, પણ ભારે તિરસ્કારથી.
પિતાને કોઈ પુત્ર પ્રત્યે સ્નેહ ન હોય કે ઓછો હોય એવું ક્વચિત્ જોવા મળે; પણ એવા કિસ્સામાં એ પુત્રને માતા તરફથી બેવડો સ્નેહ સાંપડતો હોય. શિવકેતુની બાબતમાં આથી સાવ ઊલટું જ હતું. તેના પિતાની જેમ જ તેની માતાને પણ તે અકારો બની ગયેલો. પતિને જ પરમેશ્વર માનતી એ બ્રાહ્મણી: એના મનમાં કદાચ |
Page #13
--------------------------------------------------------------------------
________________
અમર ૫૫૧વત નામ -
એકજ વાત હોયઃ પતિને ન ગમે તેનો મારે શો ખપ?
ફલતઃ શિવકેતુને પિતાની કે માતાની – કોઈનીય હૂંફ ન મળતી. મળે તો ઠપકો મળે, કચકચ મળે, બે માઠાં વેણ મળે, અને વધુમાં મળે આંખોમાંથી સતત વરસતો તિરસ્કાર !
બાળક શિવકેતુને સમજાતું નહિ કે મારાં માતાપિતા આવું કેમ કરે છે? બીજાં બધા બટુકો પારકા બાળ હોવા છતાં એમને સગી જનેતા જેટલું હેત પીરસતાં મારાં માવતર મને દરેક વાતમાં શા માટે મળે છે? શા માટે ઠુકરાવે છે? શા માટે મારી સાથે. વેરોવંચો કરે છે?
આ અને આવા અઢળક સવાલો તેના કુમળા માનસમાં રાતદહાડો પેદા થયા કરતા, પણ તે બધાંનો કોઈ જવાબ તેને કદી મળતો નહિ; છેવટે થાકીને તે પોતાના કામે લાગતો, કાં ઊંઘી જતો.
તે કદી તેના મા-બાપને આ વિશે પૂછી ન શકતોઃ તેનું સ્વભાવગત શાણપણ અને શિક્ષણ દ્વારા કેળવેલી આમન્યા તેને આમ કરતાં રોકતાં. તે વિચારતોઃ મા-બાપ મારા પ્રત્યે ભલે ગમે તેમ વર્તે, મારે માટે તો તેઓ પૂજ્ય છે; અને તેથી મારે તો તેમના તરફ વિનયવિવેકથી જ વર્તવું જોઈએ.
પણ બીજી એક વાતે તે ભારે સુખી હતો. પોતાની પ્રજ્ઞા, આવડત, ડહાપણ અને શાંત-સ્નેહાળુ સ્વભાવને કારણે તે વિદ્યાર્થી બટુકોમાં ભારે માનીતો થઈ પડેલો. સરખી ઉંમરના બટુક વર્ગનો તે વણનીમાયેલો વડો-નેતા હતો, અને તેની અદબ બધા બટુકો જાળવતા. રમવામાં કે બીજે, ગમે તેવી ગૂંચ કે કચવાટ સર્જાય, પણ તેમાં આખરી નિર્ણય તો શિવકેતુનો જ સ્વીકારાતો. શિવકેતુ કહે એટલે ખલાસ : બધાએ માની જ જવાનું, કોઈએ પણ હાના નહિ કરવાની.
આમ અનપેક્ષિત દુઃખ અને સ્વોપાર્જિત સુખના હીંચકા ઉપર શિવભૂતિનું જીવન હીંચતું હતું.
Page #14
--------------------------------------------------------------------------
________________
શિવકૃત
ભારો! મારો! પેલા સેવડાને મારો
અરે દોડો, ઝટ કરો, ક્યાંક છટકી ન જાય. માળો અહીં બેઠોબેઠો કાંઈક ગણગણે છે : નક્કી મેલા મંત્રો ભણતો હશે! મારો! બટુક-બાળકોનું એક મોટું ટોળું હાથમાં જે આવે તે લઈને બૂમો પાડતું ને ધાંધલ મચાવતું દોડતું હતું. કોઈના હાથમાં પથ્થર હતો, કોઈકના હાથમાં ઢેખાળા; કોઈકે ઈંટનાં રોડાં લીધેલાં, તો કોઈકે લાકડીઓ; જેના હાથે જે ચડ્યું તે લઈને દોડતા હતા એ બટુકો.
એમનું નિશાન હતું સામે બિરાજેલા એક જૈન સાધુ, સાધુજનને જોઈને વીફરેલા એ બ્રાહ્મણ બટુકોની આંખોમાંથી આગ વરસવા માંડી હતી, અને સાધુને રફેદફે કરી નાખવાની નેમ સાથે એ બધા હાથમાં જે આવ્યું તે લઈને ભાગી રહ્યા હતા.
બન્યું'તું એવું કે રાજપુરોહિત વિશ્વભૂતિની પાઠશાળાના બટુકો બપોરની અવકાશની વેળાએ ફરવા નીકળ્યા હતા. તેમને એમ કે નગરના ઉપવનમાં જઈશું. થોડુંક ફરીશું, જરા રમીશું, ને એમ આનંદ માણીને પાછા ઘેર!
ને એમનો નાયક હતો શિવકેતુ. તેની આગેવાની હેઠળ બધા બટુકજી ગુરુજીની રજા લઈને ઉપડ્યા ઉપવન તરફ.
હવે ઉપવનના પ્રાંગણમાં જ એક ઘટાદાર અશોક વૃક્ષ હતું. તેની ચોતરફો મજાનો ઊંચો ઓટલો બાંધવામાં આવેલો. વૃક્ષની છાયા તળે અને સાફસૂથરા એ ઓટા ૫૨ એક મુનિરાજ ક્યાંકથી આવીને બેઠેલા, અને શાઓનો સ્વાધ્યાય મધુર અને ઊંચા સ્વરે કરી રહેલા. દૂરથી આવી રહેલા રમતા કિલ્લોલતા બટુકોની નજ૨ સ્વાભાવિક રીતે જ એમના પર પડી. પડી કે વીર્યા.
·
એમને ગળથૂથીમાં જ સંસ્કાર મળેલા કે જૈનો નાસ્તિક છે; જૈનો હલકા છે; જૈનો બ્રાહ્મણોના શત્રુ છે; એમને તો દીઠા ન મૂકવા; મળે ત્યાં ઢીબી જ નાખવા.
પેલા મુનિરાજને જોતાં જ એમના આ સંસ્કારો ઝબકી ઊઠ્યા, ને બધા દોડ્યા બૂમરાણ મચાવતાંમચાવતાં મુનિને મારવા.
Page #15
--------------------------------------------------------------------------
________________
સમર ૫૯૫૧ વ્રત નામ
-
નિરાંતની પ્રત્યેક ક્ષણે પોતાની અંગત સમસ્યામાં જ લગભગ ખોવાયેલા રહેતા શિવકેતુને પહેલાં તો આ વાતનો ખ્યાલ જ ન આવ્યો. તેણે માન્યું કે ઉપવન નજીક આવ્યું એટલે બટક-મિત્રો રમણે ચડવા છે, તેથી આ ચીસો પાડતા હશે. પણ બીજી જ ક્ષણે અચાનક એની નજર બટુકમિત્રો પર પડી. જોયું તો બધાના હાથમાં પથરા ને ઢેખાળા ને મોંમાથી ઉચ્ચાર નીકળતો હતો. મારો મારો.
એ ચમક્યો. કાંઈક અજુગતું હોવાનો એને અણસાર આવ્યો. બટુકમિત્રો કઈ તરફ ભાગી રહ્યા છે એ જોવા જતાં તેની નજર પડી પેલા સાધુ પર. તે પામી ગયોઃ નક્કી, આ મિત્રો સાધુને મારવાના! - શિવકેતુની છઠ્ઠી સંશાનું તંત્ર તત્ક્ષણ સાબદુ થઈ ગયું. તેને થયું: “આ સાધુને મારવા કેમ દેવાય? એમણે આપણું શું બગાડ્યું છે? બિચારા શાંતિથી બેઠાબેઠા પોતાનું કામ કર્યા કરે છે, તેમને મારવાથી શું સરે? ના, ના, મારવા ન જ દેવાય! ન જ મરાય.” એણે ત્વરિત નિર્ણય લીધો.
એ સાથે જ એણે, બાળકોના નાયકની અદાથી સત્તાવાહી સૂરે હાક મારી: “ઊભા રહો! કોઈએ પથરો મારવાનો નથી, ઊભા રહો! જે પણ પથ્થર મારે તેને ગુરુજીના સોગંદ છે; ધર્મના સોગંદ છે. કોઈ ન મારતા, કોઈ નહિ!
તોફાને ચડેલા અટકચાળા બટકબાળકો તો આ સાંભળીને સ્તબ્ધ! દોડી રહેલા બટુકો જ્યાં હતા ત્યાં જ થંભી ગયા. બધાના ઉગામેલા હાથ અદ્ધર જ રહી ગયા. સોગંદનું ઉલ્લંઘન કરવું કોઈના ય માટે શક્ય નહોતું, તો શિવકેતુનો બોલ ઉત્થાપવાનું પણ તેમને પસંદ ન હતું. તેથી કોઈએ પથ્થરનો ઘા તો ન કર્યો, પણ બધાના ચહેરા ઉપર એક જાતનો અણગમો તો લીંપાઈ જ ગયો. જાણે અનાયાસે હાથમાં આવેલી એક મોંઘેરી તક વેડફાઈ જતી હતી!
એમની આંખોનો અણગમો શિવકેતુએ વાંચ્યો. એમનાં મનમાં સળગી ઊઠેલા જૈન-દ્વેષને એણે પ્રોડ્યો. પણ એ બધાને અવગણીને એણે મિત્રોને સમજાવ્યા કે અજાણ્યાને કારણ વગર આપણે મારીએ
Page #16
--------------------------------------------------------------------------
________________
શિવકેત
૭
--
તો આપણા ગુરુનું ને આપણી શાળાનું નામ બગડે, માટે આપણે પાછા ઘેર ચાલો. આ અહીં બેઠા છે, તો આપણે અહીં રહીને શું કામ છે? વગેરે... | ભોળા બટુકોએ કમને પણ પોતાના નેતાની વાત માની, ને બધા પાછા વળી ગયા – ઘર તરફ - શિવકેતુએ વિચાર્યું કે આ બધાને શાહજોગ ઘેર પહોંચતા કરવામાં જ લાભ છે. નહિ તો કોને ખબર, કોણ ક્યારે ક્યાંથી પાછો ફરે ને પેલા સાધુને હેરાન કરી આવે.
આ વિચારે શિવકેત પણ બધા સાથે ઘરે પાછો ફર્યો.
શિવકેતુ ઘેર પાછો તો ફર્યો, પણ તેનું મન ન માન્યું. તેનું મન રહી રહીને પેલા સાધુ તરફ આકર્ષાતું રહ્યું. આખે રસ્તે તેના | મનમાં એ સાધુની મુદ્રા જ રમ્યા કરીઃ
કેવી નયનાભિરામ મુદ્રા હતી એમની! એમનું મુખડું કેવું તેજસ્વી અને પ્રસન્ન હતું! એમનો સ્વર કેટલો બધો મીઠો હતો! જાણે વેદગાન જ કરી રહ્યા હોય તેવું લાગતું હતું. અને એમના સામે જોતાં જ મારા હૈયે કેવી ઠંડક વળવા માંડેલી આવી શાતા તો મેં ક્યાંય પામી નથી. શું હું ફરીથી ત્યાં જઈ ન શકું? ત્યાં જઈ શકાય, ને એમની સમક્ષ થોડીકવાર પણ બેસી શકાય, તો મને કેટલી બધી શાંતિ મળે!
આવા આવા વિચારોમાં જ અકાળે જ પીઢ બની ગયેલા શિવકેતુએ પોતાના મહોલ્લામાં પ્રવેશ કર્યો. જતાંવેંત તેણે જોયું કે હજી પાઠશાળાને ઘણી વાર છે, એટલે બધા બટુકજીઓને તેણે ફોસલાવીને કોઈક રમતે લગાડી દીધા, અને પોતે એ બધાની નજર ચૂકવી, કોઈનેય કહ્યા વિના ને સાથે લીધા વિના ત્યાંથી સરકી ગયો; સીધો પેલા ઉપવન તરફ
તેણે ઝડપભેર ચાલવા માંડ્યું. તેને ફાળ પડી હતી કે અમારી | હરકતોથી એ સાધુમહારાજ નારાજ થયા હશે તો? ક્રોધમાં આવીને
Page #17
--------------------------------------------------------------------------
________________
– ૮
૧
ચમરે પલપલ ચવત નામ
-
-
તેઓ કાંઈ શાપ આપી દેશે તો? અથવા તેઓ ત્યાંથી કંટાળીને બીજે ક્યાંક તો નહિ જતા રહ્યા હોય? તેઓ ત્યાં ને ત્યાં રહ્યાં હોય તો કેવું સારું
શિવકેતુનું બાળમાનસ કરી શકે તેટલી કલ્પના કરતું રહ્યું, ને તેના પગ જાણે કે દોડતા રહ્યા! ઉપવન પાસે આવતાં જ તેણે તે તરફ નજર કરી, તો તેના સુખદ આશ્ચર્ય વચ્ચે તેણે જોયું કે પેલા સાધુ હજી ત્યાં જ બેઠા છે, અને પહેલીવાર જોઈ હતી તેવી જ મસ્તીમાં પોતાના સ્વાધ્યાયમાં તેઓ તન્મય હતા.
શિવકેતુ તો રાજીનો રેડ! તેણે હવે રીતસર દોટ જ મૂકીઃ સીધો મુનિની સન્મુખ જઈને ઊભો રહી ગયો. મુનિની પ્રસન્ન આંખો, હસતું મુખડું, તેજ છલકતું લલાટ, અપરૂપ સૌદર્ય, સુડોળ કાયા, મધુર શાસ્ત્રધ્વનિ, અને આ બધાંના શિરમોર સમી તેમની અનુપમ તન્મયતા, શિવકેતુ આ બધાંના રસનું એકીટશે જાણે પાન કરી રહ્યો!
તેને થયું. આ મુનિ મને અજાણ્યા કેમ નથી લાગતા? મને ક્ષણેક્ષણે એમ કેમ લાગ્યા કરે છે કે મેં આમને ક્યાંક જોયા છે? હું આમને ઓળખું છું, એવી સંવેદના હું કેમ અનુભવતો હોઈશ?
મને લાગે છે કે મેં ગયા જનમમાં ગમે તેટલા પાપ કર્યો હશે, જેને લીધે માવતરને જ દવલો થયો છું, એ ભલે; પણ મેં પાપ કરતાં કરતાં ક્વચિત્ કાંઈ પુણ્ય પણ કર્યું જ હોવું જોઈએ, નહિ તો આવા મુનિ મને જોવા કેમ મળે? ને આવા મહાત્મા મને ગમે પણ શેના ? - વાહ, કેવા મજાના છે આ મહારાજ? એમનું શું વખાણવું? | એમનું અદ્ભુત રૂપ વખાણું કે પછી એમના મુખમંડળ પર વિલસતી | અનેરી શાંતિનું વર્ણન કરું?
મને બહુ ગમે છે આ મહારાજ. આવા સરસસરસ મહારાજ પણ જેને ન ગમે તેને શું કહેવું? મહાપાપી કે બીજું કાંઈ? મારા પેલા ભેરુબંધો કેવા કે આવા શાંત અને પ્રસન્ન સાધુને જોઈને એમને આનંદ થવાને બદલે દ્વેષ જાગ્યો ને વળી મારવા ધાયા! નક્કી !
Page #18
--------------------------------------------------------------------------
________________
શિવકેતુ
બધા હતભાગી જ.
સ્વાધ્યાયમગ્ન મુનિની સામે ઊભેલા મુનિમગ્ન શિવકેતુને જાણે કે સ્થળ-સમયનું ભાન જ ભૂલાઈ ચૂક્યું હતું!
અચાનક મુનિનાં બંધ નેત્રો ઉઘડ્યાં. પ્રસન્ન અને ઉપશમરસ નીતરતાં તે નેત્રો ઠર્યાં સીધાં શિવકેતુ પર. હેતભીની એ દૃષ્ટિથી અભિભૂત થયેલો શિવકેતુ તે જ પળે મુનિના ચરણોમાં નમી પડ્યો. એ સાથે જ મુનિના મુખમાંથી શબ્દ પ્રગટ્યોઃ ધર્મલાભ!
મુનિનો ચરણસ્પર્શ અને આશીર્વાદનો શબ્દ! બે બે સ્વરૂપે શાંતિનો સંતર્પક સ્પર્શ પામીને શિવકેતુ ઊંડી કૃતકૃત્યતા અનુભવી રહ્યો.
શિવકેતુ ત્યાં બેઠો. હવે તેને ક્યાંય જવાની ઉતાવળ નહોતી. આજે જાણે તેની ભવની ભૂખ ભાંગી રહી હતી.
તેને ખબર પણ હતી કે પાઠશાળામાં તે ઉપસ્થિત નહિ હોય તો કોઈ તેની પ્રતીક્ષા નથી કરવાનું, ને કોઈ તેની શોધ પણ નથી કરવાનું.
હંમેશ તો તેને આની બળતરા થતી. ઓછું પણ આવી જતું. પણ આજે એને એવી કોઈ વાત કનડતી નહોતી. આજે તો બસ, એને આવી તમામ બળતરાઓ અને સંતાપોનો કાયમી ઉકેલ લાવી આપે, એવા સંતપુરુષના ચરણોનું મનભાવન સાંનિધ્ય લાધી ગયું હતું. હવે તેને કશાયની જાણે કે પરવા નહોતી રહી. એ તો પલાંઠી મારીને બેસી ગયો મુનિરાજના ચરણો પાસે.
મુનિરાજ પણ હેતનીતરતી અને સ્મિત છલકતી નજરે એની સામે જોઈ રહ્યા હતા. તેમની આંખો કદાચ શિવકેતુને નિવેદન કરવા માટે પ્રેરી રહી હતી.
જીવનમાં પ્રથમ જ વાર વાંચવા મળેલી વહાલની એ લિપિ જાણે ઉકેલી લીધી હોય તેમ, શિવકેતુએ હાથ જોડી, મુનિરાજના મુખારવિંદ પર પોતાની આંખ ઠેરવીને વાત માંડી: ભગવંત! મારા
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦
સમરું પલપલ રાવત નામ
બાળ-હૃદયમાં ઘણાઘણા પ્રશ્નો ઉભરાય છે. આપ તો સંત છો, જ્ઞાની છો, આપ અનુમતિ આપો તો હું આપને કાંઈક પૂછવા ઇચ્છું છું.'
મુનિએ આંખના ઈશારાથી જ સંમતિ દર્શાવી. એ સાથે જ બાળ શિવકેતુ ભારે હોંશમાં આવી ગયો. તેણે પોતાનો પહેલો પ્રશ્ન રજૂ કર્યો :
મહારાજ! હું અહીં આવ્યો ત્યારે તમે મધુર સ્વરે કશુંક ગણગણતા હતા; એ સ્વર અને એ શબ્દો સમજાતા તો નહોતા, પણ એને સાંભળતાં ચિત્તમાં અનેરો આહલાદ વ્યાખ્યા કરતો હતો. તો એ આપ શું બોલતા હતા, એ મને કહેશો? - શિવકેતુની અદમ્ય જિજ્ઞાસા મુનિરાજ કળી ગયા. તેમણે તેની બધી જિજ્ઞાસા સંતોષવાનું મનોમન નક્કી કરી લેતાં જવાબ વાળ્યો : ભદ્ર! અમારા ધર્મમાં બાર અંગ-શાસ્ત્રો છે, તેમાંના બારમા અંગમાં ચૌદ પૂર્વી છે, તે અગાધ અને વિશાળ શાસ્ત્રગ્રંથો છે; તેનો સ્વાધ્યાય હું કરી રહ્યો છું. ભણેલ શાસ્ત્રોનું આવર્તન ન થાય તો ભૂલાઈ જાય, એટલે હું અહીં એકાંત સ્થળે બેસીને સ્વાધ્યાય કરી રહ્યો
સાવ સરળ અને સાચો જવાબ મળવાથી શિવકેતુની હિંમત વધી ગઈ. તેણે ફરી પ્રશ્ન પૂછયો : ભગવંત! આ પૂર્વ ગ્રંથો દ્વારા અતીન્દ્રિય અથવા ભૂતકાળ ને ભવિષ્યકાળની બાબતો જાણી શકાય ખરી?
મુનિરાજે કહ્યું : ભદ્રા આ બધું જ આ પૂર્વ-ગ્રંથોની સહાયથી જાણી શકાય. ભૂતકાળ, વર્તમાનકાળ, અને ભાવિકાળની એક પણ વાત એવી નથી કે જેનું જ્ઞાન આ પૂર્વેના જ્ઞાન વડે ન થઈ શકે.
તો ભગવંત! અતિશય આર્જવથી ભીના થઈ ગયેલા સ્વરે શિવકેતુ બોલી ઊઠ્યો: આપ મારા પર કૃપા કરો, અને મને કહો કે મેં ક્યા જન્મમાં એવું તે કયું પાપ કે કુકર્મ કર્યું છે કે જેના કારણે હું બધો જ વિનય આચરતો હોવા છતાં, વગર વાંકે, મારા માતા-પિતા મારી સાથે અત્યંત દ્વેષ અને તિરસ્કારથી વર્તે છે?
Page #20
--------------------------------------------------------------------------
________________
શિવકેતુ
છે૧૧
–
મુનિરાજે કરુણાદ્રિ સ્વરે તેને કહ્યું: વત્સ! ધ્યાન દઈને સાંભળ. તારા પ્રશ્નનો વિગતે ઉત્તર હું આપું છું.
આ જ માર્કદી નગરીમાં શિવશર્મા અને શિવસોમા નામે એક બ્રાહ્મણ દંપતી વસતાં હતાં. બન્ને જન્મજાત દરિદ્ર, ભિક્ષાજવી.
ગયા ભવમાં તું એ દંપતીનો પુત્ર હતો. રુદ્ધશમાં. તે સ્વભાવે સરળ હતો અને વિનયી પણ હતો, પણ ભણવામાં કાચો હતો. આઠ વર્ષે ઉપનયન આદિ સંસ્કારો તો થઈ ગયા, પણ તને સંધ્યાપાઠ કરવા સિવાય બીજું કાંઈ આવડવું નહિ. આથી તારા મા-બાપને લાગ્યું કે તું ખાસ ભણી નહિ શકે, એટલે તેમણે તને ઘરકામમાં જોતરી દીધો. એવો જોતર્યો કે સવારથી રાત સુધી ઢસડબોળો કરીને તારા સાંધા દુઃખી જાય.
તારો એક નાનો ભાઈ પણ હતો, એનું નામ અગ્નિશમાં. એ પણ આમ તો બધી રીતે તારા જેવો જ હતો, પણ નાનો હતો અને વળી તે ઘરનાં કામ સંભાળી લીધેલાં, તેથી તેને કાંઈ કરવાનું કોઈ ચીંધતું નહોતું, ને તે કરતો પણ નહિ. - હવે સંસારનો નિયમ છે કે કરે તેને કરડે. એ અનુસાર, તું કામ કરે અને એમાં ભૂલભાલ થાય એટલે તરત તારાં મા-બાપ તને ટોકે, ઠપકારે, ક્યારેક સજા પણ કરે. જ્યારે તારા નાના ભાઈને આમાંનું કાંઈ જ નહિ. તે તો યથેચ્છ રખડી ખાય, ને તેને કોઈ જ ોક-ટોક ન થાય.
આ જોઈને તારા મનમાં ઓછું આવી ગયું. નાના ભાઈ પ્રત્યે તને ખાર જાગ્યો. મેં વિચાર્યું કે આને પણ હેરાન કરું તો જ હું સાચો. રોજ હું વેઠ્યા કરું અને આ લહેર કરે એ કેમ ચાલે?
વિચાર આવ્યો કે તરત તેં એનો અમલ કર્યો. નાનાભાઈએ નહિ કરેલો અપરાધ, તેં એના શિરે ઓઢાડી દીધો અને એને અપરાધી તરીકે મા-બાપ સામે ધરી દીધો. વસ્તુસ્થિતિથી અજાણ એવાં માતાપિતાએ તેના પર પોતાનો રોષ ઠાલવ્યો ને શિક્ષા પણ કરી. આ | જોઈને તને ભારે રાહત થઈ કે હાશ, આ આ જ દાવનો હતો!
Page #21
--------------------------------------------------------------------------
________________
- ૧૨
સામટું પલપલ વત નામ –
ઠીક થયું આજે. બહુ ચગ્યો હતો હમણાંનો, એને આટલી શિક્ષા થવી જરૂરી હતી.
ભાઈ શિવકેતુ, મુનિ બોલ્યાં, આ એક અપકૃત્ય તે ગત જન્મમાં એવા રસપૂર્વક કરેલું કે તેનું પરિણામ તારે આ જન્મમાં આ રીતે તારાં માતા-પિતાનો અસહ્ય તિરસ્કાર વેઠીને ભોગવવાનું આવ્યું છે.
એ દ્રશમાં ત્યાંથી મારીને તું આજે રાજપુરોહિત વિશ્વભૂતિના પુત્ર શિવકેતુ તરીકે અવતર્યો છે, અને તારા માતા-પિતાને તારા પર જે પ્રગાઢ અરુચિ છે, તેનું કારણ તે રુદ્રશમના ભવમાં ભાઈની અદેખાઈ કરીને બાંધેલું પાપકર્મ છે, એમ મારાં શાસ્ત્રોના આધારે હું જોઈ તથા કહી શકું છું.
એકાગ્રભાવે મુનિની વાત સાંભળી રહેલા શિવકેતુના હૃદયમાં આ બધું સાંભળતાં સાંભળતાં જ ઊહાપોહ થવા લાગ્યો. મુનિનું સાંનિધ્ધ અને મુનિની વાણી – બે બે આલંબનો એને એવાં તો કાર્યસાધક મળેલાં કે એને તે જ વખતે જાતિસ્મરણ જ્ઞાન થઈ આવ્યું. એ જ્ઞાનના બળે તેણે પોતાનો ગયો ભવ નિહાળ્યો. તેને પ્રતીતિ થઈ કે મુનિરાજ કહે છે તે યથાર્થ છે.
આ પ્રતીતિ સાથે જ તે થથરી ગયો. વિહવળ વદને તેણે પૂછ્યું: પ્રભુ! આટલું નાનકડું કુકૃત્ય, અને આવું મોટું કર્મ ફળ? આમ કેમ?
મુનિવરે શાંતભાવે તેને સમજાવ્યો: ભાઈ, કર્મબંધનનું વાસ્તવિક કારણ આપણી ક્રોધ વગેરેની પરિણતિ છે. કષાયની એકાદી પરિણતિ પણ આપણા ચિત્ત પર કબજો જમાવી દે, તો તેને લીધે જીવાત્મા જે કર્મો બાંધે છે, તે કર્મો ભોગવવા માટે કરોડો ભવો પણ ઓછા પડે; અર્થાત્ એક ક્ષણની કષાય-પરિણતિ થકી બંધાતાં કર્મોના પરિણામ કરોડો ભવો સુધી આપણે ભોગવવાં પડે છે. તેનાથી બચવા માટે ગમે તેટલી મથામણ કરીએ તો પણ બચી શકાતું નથી.
જો કે, કેટલાંક કમ એવાં હળવાં પણ બંધાય છે, જે પાપોનું આછું પાતળું ફળ દર્શાવીને જે તે ભવમાં જ નાબૂદ થઈ શકે છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
શિવકેતુ
૧૩
પરંતુ, ત્યાં તેમ થવાનું કારણ, એ કર્મ બાંધનારની તે ક્ષણની મનની હળવાશ જ સમજવાની છે. બાંધતી વખતે કષાયની વાસના જેટલી તીવ્ર, તેટલું કર્મ ને તેનું ફળ પણ તીવ્ર. બાંધતી વખતે કષાયની માત્રા જેટલી મંદ, હળવી, તેટલું તેનું પરિણામ પણ શિથિલ.
તેં જે તારા ભાઈ પરત્વે અદેખાઈ સેવી, તેમાં તારા ચિત્તની કષાય-માત્રા અતિ તીવ્ર હતી; તેનું ફળ તું અત્યારે તો અનુભવે છે, પરંતુ હજી બીજા ભવોમાં પણ તેનું પરિણામ તારે અનુભવવું પડે, તો નકારી ન શકાય.
આ સાંભળીને શિવકેતુ થીજી જ ગયો. આટલી નાની જિંદગીમાં તેના શિરે જે વીતક વીતતી હતી, તેનાથી ઉગરવાનો ઈલાજ તો હજી જડતો નથી ત્યાં આ મહારાજ કહે છે કે હજી બીજા ભવોમાં પણ કર્મોનું પરિણામ તારે વેઠવું પડશે! ઓ પ્રભુ, આ તો કેટલું દોહ્યલું છે? કેમ સહન થશે?
વિહ્વળ સ્વરે તે બોલી ઊઠ્યોઃ ભગવંત! તમે તો જ્ઞાનદિવાકર છો. બધું જ જાણી શકવા સમર્થ છો. કૃપા કરીને મને એ કહોને કે આ મેં બાંધેલ પાપકર્મથી અને તેનાં પરિણામોથી કાયમ માટે બચી જવું હોય તો મારે શું કરવું જોઈએ? અને હું આ બધાંથી બચી શકું કે નહિ? પ્રભુ, મારાથી આ યાતના અત્યારે જ સહન નથી થતી, તો આખી જિંદગી કેમ વેઠીશ? ને વળી ભાંત૨માં પણ આવી યાતના થાય, તેની કલ્પના પણ મારા માટે અસહ્ય છે. મને બચાવો, પ્રભુ! બચાવો!
મુનિવર તો દયાના સાગર હતા. શિવકેતુની વેદના તેમને સ્પર્શી ગઈ. તેમણે તેને આશ્વસ્ત કરતાં કહ્યું : ભદ્ર! દરેક દરદની દવા તો હોય જ. આ કર્મ-રોગની પણ દવા છે. એનું નામ છે દીક્ષા. દીક્ષા લે, તો બધાં પાપો બળીને ભસ્મ થાય ને પછી તેનાં પરિણામો પણ ભોગવવાનાં ન રહે.
શિવકેતુ હજી તો બાળક હતો. નાદાન કહી શકાય તેવી તેની કાચી વય હતી. તેને બહુ ગમ ન પડી. પણ મુનિરાજ એટલા બધા
Page #23
--------------------------------------------------------------------------
________________
– ૧૪
સમરું પલપલ વત નામ
–
માયાળુ મળ્યા હતા કે તેમને કાંઈ પણ કહેવામાં કે પૂછવામાં હવે તેને ક્ષોભ નહોતો થતો. તે બોલી ઊઠ્યો : મહારાજ, દીક્ષા શું? દીક્ષા ક્યાં મળે? કેવી રીતે મળે? કોણ આપે?
મુનિ મલકી પડ્યા. તેમણે બાળકને પ્રેમથી સમજાવતાં કહ્યું : ભાઈ. દીક્ષા લેવી એટલે મારા જેવા જૈન સાધુ થઈ જવું તે. જો હું કેવો છું? મેં કેવો વેષ પહોર્યો છે? આવો વેશ પહેરીને આત્માની સાધના થાય તેવી કરણીમાં જીવન વીતાવવું – એનું નામ દીક્ષા.
આ દીક્ષા લે પછી કોઈ જ પાપ કરવાનું ન આવે. પછી બસ એક જ કામ કરવાનું : પહેલાં બાંધેલાં પાપોને ધોયા કરવાનાં. જે કરવાથી એ પાપો ધોવાય તે તેનાં પરિણામોથી આપણો આત્મા ઊગરી જાય, તેવી ક્રિયાઓ કર્યા કરવાની. - દીક્ષા લીધા પછી ઘર ન હોય, માતા-પિતા ને પરિવાર ન હોય, સંસારની ને ઘરની કોઈ જ વાત કે વાતાવરણ ન રહે. પછી તો રહે આપણા ગુરુની નિશ્રા ને આપણી આરાધના!
આમ ને આમ, સાવ બાળસુલભ ભાષામાં મુનિવરે શિવકેતુને દીક્ષાનું યથાર્થ સ્વરૂપ સમજાવી દીધું, ને છેવટે પૂછ્યું: બોલ, દીક્ષા લેવી છે? લઈશ તો બધાં કર્મો ટળી જશે ને યાતનાઓ મટી જશે.
શિવકેત તો આ બધું વિવેચન સાંભળીને રાજીનો રેડ! એને તો ભાવતું'તું ને વૈદે કીધું જેવો ઘાટ થયો. એણે તરત જ બે હાથ જોડી મસ્તક નમાવતાં મુનિને કહ્યું:ભગવંત! આપે મોટી કપા કરી મારા પર. દીક્ષાની વાત મને બરાબર પચી ગઈ છે. પરંતુ મહારાજ, એક વાત વચમાં પૂછવી છે. આપને કષ્ટ ન થતું હોય ને આપ અનુજ્ઞા આપો તો પૂછું. પૂછું?
મુનિને વત્સલભાવે સંમતિ દર્શાવતાં જ શિવકેતુ આગળ વધ્યો: પ્રભુ, મારા જેવા મંદભાગી જીવને તો જન્મજાત વેદના ને દુઃખ વેઠવાનાં આવે, એટલે તેથી કંટાળીને તમે કહ્યું તેમ દીક્ષા લેવાનો વિચાર કરે તો તે તો સમજી શકાય; પણ તમે તો કેટલા બધા સોહામણા છો! કેવા શક્તિશાળી દેખાવ છો! તમારું સ્વરૂપ જોતાં !
પહેઠળ
Page #24
--------------------------------------------------------------------------
________________
શિવકેતુ
૧૫
કોઈને પણ લાગે કે તમે નક્કી પૂર્વાવસ્થામાં કોઈક રાજા-મહારાજા હશો ને ખૂબખૂબ સુખી પણ હશો. મહારાજ, મને એ કુતૂહલ છે કે તમે આવું બધુ સુખ હોવા છતાં શા માટે દીક્ષા લીધી? આપને બાધ ન હોય તો મને કહોને!
મુનિને પણ કોણ જાણે કેમ, પણ અકારણ જ આ બાળક પ્રત્યે ભાવ થવા લાગ્યો હતો. તેથી તેમણે મૌન રહેવાને બદલે તેને જ્વાબ આપવાનું જ પસંદ કર્યું, અને પોતાની પૂર્વાવસ્થાની જીવનકથા તેની સમક્ષ કહી સંભળાવી. આખી કથાનો સાર આ હતો :
કોશલપુર નગરના રાજા સત્યધર્મનાં સાતમા દીકરા ‘સૂર’ નામના તેઓ રાજપુત્ર હતા. ભાગ્યયોગે વૈતાઢ્ય પર્વત ૫૨ વિદ્યાધર શ્રેણિમાં સૂરોદય નામે નગરના પોતે વિદ્યાધર-રાજા થયા હતા. પોતાના પિતાના રાજ્ય માટે, પિતરાઈ ભાઈ યધર્મે, પોતાના છએ ભાઈઓ તથા ભત્રીજાઓની તેમજ રાજ્યની જે અવદશા કરી, તે જોઈને તેમને સંસારના વરવા સ્વરૂપ પ્રત્યે નિર્વેદ જાગતાં, ભુવનનુંગ નામના આચાર્ય ભગવંત પાસે તેમણે સંયમ ગ્રહણ કર્યો, અને પોતાના ગુરુભગવંતની નિશ્રામાં તેઓ વિહરતાંવિહરતાં અત્યારે અહીં આવ્યા છે. ગુરુભગવંત તથા અન્ય સઘળો મુનિ સમુદાય નજીકના ઉદ્યાનમાં બિરાજમાન છે, અને પોતે સ્વાધ્યાયાર્થે એકાંતનો લાભ લેવા અહીં આવીને બેઠા છે.
શિવકેતુ એકચિત્તે આ સાંભળતો હતો. પોતે જાણે સ્વર્ગલોકમાં જઈ ચડ્યો હોય તેવો રોમાંચ તે આ સાંભળતાંસાંભળતાં અનુભવતો હતો. મુનિની વાત પૂરી થતાં જ તે ઊભો થઈ ગયો. ગદ્ગદ કંઠે, હર્ષિત હૈયે ને ભાવભીના ચહેરે તે મુનિના ચરણોમાં નમી પડ્યો, અને કરગર્યો : ભગવંત! તમે તમારું ચિરત્ર જ મને નથી સંભળાવ્યું, તમે તો મારા કાનમાં અમૃતરસ રેડ્યો છે. હું ધન્ય બન્યો છું આજે. પણ પ્રભુ! હવે થોડીક વધુ કૃપા વરસાવો, ને મને દીક્ષા આપો! મારો ઉદ્ધાર કરો! મારો હાથ ઝાલો મહારાજ!
સૂરમુનિએ કહ્યું: વત્સ! દીક્ષા લેવાનો તારો ભાવ જોઈને મને
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬ ૭
સમરું પલપલ
ત નામ
ઘણી પ્રસન્નતા થાય છે. પરંતુ મારી બે મર્યાદાઓ છેઃ એક તો, મારા ગુરુમહારાજની ઉપસ્થિતિ અહીં હોય તો હું દીક્ષા આપી ન શકું; અને બીજું, તારાં પિતા-માતાની અનુમતિ વિના અમારાથી તને દીક્ષા ન આપી શકાય. હું તેમની સંમતિ લઈ આવે, તો અવશ્ય તને દીક્ષા અપાવું; નહિ તો હું લાચાર
હવે શિવકેતુ અકળાઈ ગયો. તેના ગળે આ મા-બાપની સંમતિની વાત ન ઊતરી. તે બોલી ઊઠ્યો: મહારાજ! હું દીક્ષા લઉં તો મારા ઘરનું કોઈ, મા-બાપ સુદ્ધાં, મને શોધવા આવે તેમ નથી; એટલો બધો હું ઘરમાં અપ્રિય માણસ છું. ને જો હું દીક્ષા લઈ લઉં. તો તેમને તો કાયમની લપ જશે. છતાં તમે મને ના કેમ કહો છો?
મુનિ તેની અકળામણ સમજી શક્યા. તેનું કારણ પણ તેમનાથી હવે છાનું નહોતું જ. પણ છતાં તેઓ વિચલિત ન થયા. તેમણે શાંતિથી શિવકેતુને સમજાવ્યો ને પછી ઉમેર્યું: જો તારા માતા-પિતાને તું અળખામણો જ હોઈશ, તો તું જેવી સમંતિ માગીશ તેવી જ તને આપી દેશે, એટલે તારું કામ તો સાવ સહેલું ને સીધું છે. આવા સીધા કામમાં આપણે મર્યાદા લોપવી તે યોગ્ય ન ગણાય. માટે તું ઘેર જા, ને મા-બાપની સંમતિ લઈ લે. જો તેઓ આવીને મને કહેશે કે “આ છોકરાને દીક્ષા આપો, અમને વાંધો નથી,' તો હું તલ્લણ તને દીક્ષા આપી દઈશ.
શિવકેતુ પણ સમજુ બાળક હતો. તેણે વાતનો મર્મ પકડી લીધો. તે ઊભો થઈ ગયો. જેવી આપની આજ્ઞા' એમ કહીને તે તેજ પળે ઘર તરફ ચાલી નીકળ્યો.
મુનિરાજ પણ પછી પોતાના સંઘાડામાં ચાલ્યા ગયા.
શિવકેતુ ઘરને પંથે પડ્યો.
તેનું મન ચોખ્ખું થઈ ગયું હતું. વરસ્યા પછીના નિરભ્ર આકાશ જેવું જ સ્વચ્છ,
દીક્ષા એ જ હવે તેનું લક્ષ્યબિંદુ હતું. ઝટ ઘેર પહોંચું, ઝટ |
Page #26
--------------------------------------------------------------------------
________________
શિવકેત
છે ૧૭
પિતાની રજા મેળવું, ને ઝટ દીક્ષા લઈ લઉં - એ સિવાય તેના મનમાં હવે કોઈ જ વાત નહોતી રહી. અલબત્ત, તેને પાકો ખ્યાલ હતો કે ઘેર પહોંચીશ. ને જો માતા કે પિતાનું મગજ ઠેકાણે નહિ હોય તો કેવી પસ્તાળ પડશે? કેવાં કેવાં અણિયાળા પ્રશ્નો પૂછાશે ને કેવાં આકરાં નેણાં સાંભળવાં પડશે? એમાં પણ જ્યારે જૈન દીક્ષાની વાત રજૂ કરીશ, ત્યારે કટ્ટર જૈન-દ્વેષી અને હાડોહાડ સનાતની એવા પિતાનો પ્રકોપ કેવો ફાટી નીકળશે? આ બધું જ તેના નાનકડા પણ પરિપક્વ બની ગયેલા મગજની બહાર નહોતું જ. તેણે રસ્તે ચાલતાં જ આ માટેની આંતરિક સજ્જતા કેળવી લીધી, અને કેવા વાતાવરણમાં કેવી રીતે વાત કરવી ને કેવી રીતે ધારેલું કામ પાર પાડવો તેનો પણ આલેખ આંકી લીધો.
તેના હૈયે એક જ ઉત્સાહ હતો : આ છેલ્લી કષ્ટયાત્રા છે. આમાંથી પાર ઊતરી જઉં, તો પછી તો સંયમ છે ને ગુરુજીનું સાંનિધ્ય છે. ને લહેર જ લહેર છે. એટલે આજે જે પણ થાય તે થવા દેવું.
આવા દઢ સંકલ્પ સાથે તે ઘેર પહોંચ્યો. ઘરમાં દાખલ થતાં જ જોયું તો પિતાજી ને માતા બન્ને નિરાંતવા બેઠાં હતાં. ખાસ કોઈ અગત્યના કાર્યમાં રોકાયેલાં નહોતાં, અને વળી કાંઈક હળવા મિજાજમાં જણાતાં હતાં, તેણે આ તક ઝડપી લીધી. દોડીને પિતાના પગમાં નમી પડ્યો, ને શક્ય એટલું આર્જવ પોતાના સ્વરમાં ઠાલવીને કરગર્યો: “પિતાજી! મારી એક વિનંતિ છે, સાંભળશો?'
બોલ.' મને આપની અનુમતિ જોઈએ છીએ. શેની અનુમતિ? શું કરવું છે? પિતાજી, મારે વ્રત લેવાં છે. તમે રજા આપો તો લઉં,
તું અને વ્રત? અલ્યા મૂર્ણ! કંઈ ભાનબાન છે કે પછી આમ જ લવારા કાઢવા માંડ્યો છે? પિતાનો પ્રકોપ ફાટ્યો.
પણ. પિતાજી...
શું પણ... પણ કરે છે? તારી ઉમરનું તને ભાન છે? તારી | શક્તિ કેટલી છે તેનો કોઈ અંદાજ છે તને? લ્યો, નીકળી પડ્યા !
Page #27
--------------------------------------------------------------------------
________________
૮
સમરું પલપલ સતત નામ
ભાઈ વ્રત લેવા! અલ્યા, વ્રત લેનારા મનુષ્યો કેવા ધીર-ગંભીર હોય તે જાણે છે તું? એ કાંઈ આવા તારા જેવા શેખચલ્લી ન હોય! એમનાં લક્ષણો પણ જુદાં જ હોય, સમજ્યો? માટે આ બધાં નખરાં મૂકીને ચૂપચાપ બેસી જા એક ખૂણામાં. નાહક આવી તરંગી વાતો કોઈને કરીને તારી જાતને છતી ન કરતો. ના જોયા મોટા વ્રત લેવાવાળા!
પણ શિવકેતુ કોનું નામ? તે લેશ પણ વિચલિત ન થયો. પિતાના ક્રોધને અને આકરાં વેણને લક્ષ્યમાં લીધા વિના જ તે બોલ્યો: પિતાજી, તમે મા-બાપ છો, મને વઢવાનો ને મારી વાતને નામંજૂર કરવાનો તમારો અધિકાર છે. પણ મેં વ્રતની મંજૂરી માંગી છે, બીજી કોઈ અજુગતી માંગણી નથી કરી કે જેથી મારે શરમાવું પડે. હવે મારી એક વાત સાંભળી લો, હું આ પળથી ભોજનનો ત્યાગ કરું છું. તમે જ્યાં સુધી મને રજા નહિ આપો ત્યાં સુધી મારે ભોજન લેવાનું હવે બંધ છે.
ક્રોધમાં સળગી ઊઠેલા તેના પિતા તેની આ વાત અણસાંભળી કરીને ત્યાંથી ચાલ્યા ગયા. તેમની પાછળ તેની માતા પણ ચાલી ગઈ.
અસહાય શિવકેતુ ટગરટગર આ બધું જોતો જ રહ્યો.
તેના માટે આ ક્ષણે બે જ ચીજો આશ્વાસનરૂપ હતી. આંસુ અને મુનિનું પાવન સ્મરણ.
આંસુભીની આંખો અને સ્મરણભીના હૈયાએ તેને અકથ્ય આધાર પૂરો પાડ્યો, અને ગણતરીની પળોમાં જ તે પોતાના નિધરમાં અડગ બની ગયો.
પોતાની આ અડગતા બદલ તેને પોતાને પણ ઘડીભર અચંબો થઈ આવ્યો.
બીજા દિવસની સવાર પડી. નિત્ય કર્મો આટોપાયાં. ભોજનનો અવસર થયો.
Page #28
--------------------------------------------------------------------------
________________
શિવકેત
છે ૧૯
-
કાલે તો પિતા ક્રોધમૂઢ હતા, એટલે ભાણે બેઠા ત્યારે છોકરો સાંભરેલો છતાં ઉપેક્ષા કરેલી : ભલે ભૂખે મરતો. એક રાત ભૂખમાં તરફડશે કે સવારે સીધો થઈ જશે.
પણ આજે તો જમવાટાણું થતાં જ તેમણે હાક મારી ઃ શિવકેતુ! હા પિતાજી! હાથ જોડતો શિવકેતુ હાજર. ચાલ બેસી જા જમવા. ના પિતાજી, મારે જમવાનું નથી. કેમ? હજી રીસ નથી ઊતરતી કરડા અવાજે પિતાજી ગરજ્યા.
ના પિતાજી, રીસ નથી, પણ મેં કાલે આપની સામે જ પ્રતિજ્ઞા લીધી છે કે આપ મને “વ્રત' માટે હા કહો, પછી જ હું ભોજન લઈશ. હજી આપે હા નથી કહી, પિતાજી!
શિવકેતના અવાજમાં એક ન કલ્પેલી મક્કમતા હતી.
તેના પિતા આ મક્કમતા પારખી ગયા, ને એ સાથે જ તે વિમાસણમાં મૂકાઈ ગયા. તેમને થયું: આટલા વખતમાં કદી આ છોકરી સામું બોલ્યો નથી. મારા ક્રોધથી ડરી-તરીને જીવ્યો છે, ગરીબડાની જેમ. પણ આજે એનામાં કાંઈક વિલક્ષણ વર્તાય છે. એ ડરતો નથી, ડઘાતો નથી. મક્કમતાથી જવાબ વાળે છે. પોતાની વાતને દૃઢતાથી વળગી રહ્યો છે. શું હશે આનું રહસ્ય? લાવ, પૂછવા તો દે. તેણે તત્ક્ષણ પોતાની રૂખ બદલી. તેમણે પૂછ્યું: શેનું વ્રત લેવું છે તારે? કોની પાસે લેવાનું છે? બોલ! તેમને ખબર નહોતી કે ખરો ભૂંકપ તો હજી હવે આવવાનો છે. પિતાજી, સેવડા પાસે, જૈન સાધુ પાસે મારે વ્રત લેવાં છે.
શું બોલ્યો? સેવડા પાસે તારે દીક્ષા લેવી છે એમ? તો તો ભલે ભલે ભૂખ્યો ને તરસ્યો મરી જા. અમને વાંધો નથી. કુલાંગાર!
રાજપુરોહિત ક્રોધથી થરથર કંપી રહ્યા હતા. કશુંક અતિશય અઘટિત કે અબ્રહ્મણ્ય સંભળાઈ ગયું હોય અને જે મનોવ્યથા થાય તે વ્યથા તેમના પ્રત્યેક કંપનમાં ડોકિયું કરી રહી હતી. આ વાતને આ તબક્કે જ ખીલે બાંધવાની ગણતરીથી પોતાનું આખરીનામું સંભળાવતાં તેમણે કહ્યું:
Page #29
--------------------------------------------------------------------------
________________
– ૨૦
સમરું પલપલ દ્વત નામ -
દુષ્ટ! તને તો કોઈ લાજ કે શરમ નથી. કુળ-કુટુંબની આબરૂની પણ પડી નથી. પણ અમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું નથી. તું મરે કે જીવે, જે થવું હોય તે થાય; પણ શૂદ્ધ એવા સેવડા સાધુ પાસે વ્રત લેવાની રજા નહિ મળે તે નહિ જ મળે. અમારે સમાજ વચ્ચે જીવવાનું છે, ને આબરૂ પણ જાળવવાની છે ચાલ, દૂર ખસ અહીંથી. અમને જમી લેવા દે. આ પણ વાહ રે શિવકેતુ વાહ ! એ પણ કાંઈ એમ ગાંજ્યો તેમ નહોતો. છેવટે તો એ પણ એ જ બાપનું બીજ હતું ને! પિતાજીના આક્રોશભર્યા વેણની સંપૂર્ણ અવગણના સાથે તેણે પણ સામો લલકાર કર્યો. પિતાજી! આપના જેવા પંડિત પુરુષને આવું માત્સર્ય નથી શોભતું, જરીક ધીરા થાવ, આવેશમાંથી બહાર નીકળો, ને વિચાર તો કરો કે બ્રાહ્મણ કોણ ગણાય ને શૂદ્ધ કોને કહેવાય? આમ ને આમ કાંઈ જ જાણ્યા વિના કોઈને શૂદ્ર કહી દેવાથી આપણે કાંઈ બહુ શ્રેષ્ઠ પુરવાર નથી થઈ જવાના!
વિશ્વભૂતિઃ અમારા મનમાં કોઈનેય માટે માત્સર્ય નથી. ખોટી ચાવળાઈ નહિ કર. અને બહુ જાણકાર થઈ ગયો છે તો તું જ કહી દે ને કે બ્રાહ્મણ કોણ ગણાય ને શૂદ્ર કોને કહેવાય? - શિવકેતુને તો આટલું જ ખપતું હતું. તેણે પળનોય કાલક્ષેપ કર્યા વિના સંવાદ આરંભી દીધો. તેણે કહ્યું : પિતાજી, હું છેવટે તો આપનું બાળક છું. કાંઈ વધુ પડતું બોલાય તો ક્ષમા કરજો તેવી મારી પ્રાર્થના છે. પણ અત્યારે હું થોડીક વાત જિજ્ઞાસાપૂર્વક પૂછું તો તેને અવિનય ન માનતા અને મને સમાધાનકારક જવાબ આપજો. પૂછવા માંડું?
પૂછ. વિશ્વભૂતિના મનમાં ક્રોધની સાથે વિસ્મય પણ ભારે હતું અને આ વિસ્મયના મૂળ સુધી જવામાં તેમને પણ રસ પડવા લાગ્યો હતો. છેવટે તો પંડિત હતા ને!
શિવકેત : પિતાજી! બ્રાહ્મણ એ સર્વોચ્ચ છે, તેવું આપનું સ્પષ્ટ મંતવ્ય છે, તે હું જાણું છું. મારે એ જાણવું છે કે બ્રાહ્મણ તરીકે !
Page #30
--------------------------------------------------------------------------
________________
શિવકેત
܀
૨૧
જન્મ્યો તેને જ બ્રાહ્મણ ગણવો જોઈએ કે ક્રિયાકાંડ કરે તેને જ બ્રાહ્મણ ગણવો ઘટે?
વિશ્વભૂતિઃ બ્રાહ્મણના ગોત્ર-વંશમાં જન્મે તે બ્રાહ્મણ. શિવકેતુઃ તો બ્રાહ્મણનો દીકરો ક્રિયાકાંડ વેદજ્ઞાન-વિહોણો હોય ને દારૂડિયો, માંસભક્ષી, દુરાચારી હોય તો પણ પૂજનીય જ ગણાય ને?
વિશ્વભૂતિઃ ના, એમ તો કેમ ચલાવી લેવાય? વ્યસનો તો ન જ ચાલે, ને ક્રિયાપાત્ર તો હોવો જ જોઈએ એ; તો જ પૂજનીય બને!
-
શિવકેતુઃ જો ક્રિયાપાત્ર હોય તેને જ પૂજ્ય ગણવાનો હોય, તો પછી આ જાતિવાદનો હઠાગ્રહ શા સારુ? દ્વિજ છતાં ક્રિયાહીન હોય તે અપૂજ્ય ગણાય ને દ્વિજ નહિ છતાં જો ક્રિયાપાત્ર હોય તો તે પૂજ્ય; ભલે ને પછી તે ગમે તે જાતિમાં જન્મેલો હોય, વાંધો શો?
વિશ્વભૂતિઃ એમ કાંઈ તારા તર્કોથી ભોળવાઈ જઉં નહિ. તું ‘સેવડા’ સાધુને આવા તર્કથી ઉત્તમ પુરવાર કરવા જાય છે તે હું ન સમજું એટલો ભોટ નથી; પણ તું સમજ કે જેમનામાં વેદાધ્યયન નથી, યજ્ઞ-યાગ નથી, સંધ્યાપાઠ નથી, જનોઈ ને શિખા નથી, એવા લોકોને દ્વિજની હરોળમાં કેમ જ ગણી શકાય? બલ્કે આ બધું ન હોય તેવાને શૂદ્ર જ ગણવાની શાસ્ત્રાજ્ઞા છે તેનું શું?
શિવકેતુઃ પિતાજી, એનો અર્થ એ થયો કે આપ ક્રિયા' ને જ વધુ મહત્ત્વ આપો છો. તો મારો પ્રશ્ન એ છે કે આપ ગમે તે ક્રિયાને પવિત્ર ગણો છો કે ધર્મ-સંબંધિત ક્રિયા જ પૂજ્ય ગણાય?
વિશ્વભૂતિઃ ધાર કે ગમે તે ક્રિયા' ને જ પૂજ્ય ગણીએ તો? શિવકેતુઃ તો છીપા, રંગારા ને ધોબી પણ પૂજ્ય ગણાય; કેમ કે જીવન-નિર્વાહ માટે કાંઈક ક્રિયા તો એ બધા પણ કરે જ છે. વિશ્વભૂતિઃ પણ અમે ધર્મ-સંબંધિત ક્રિયાને જ પવિત્ર અને પૂજ્ય ગણીએ છીએ. ફાલતૂ ક્રિયાની શી કિંમત?
શિવકેતુઃ કબૂલ. ધર્મ-આધારિત ક્રિયા જ પવિત્ર મનાવી જોઈએ.
Page #31
--------------------------------------------------------------------------
________________
- ૨૨
સમરું પલપલ સતત નામ –
પણ મારે એ સમજવું છે કે આ “ધર્મ એટલે શું? ધર્મ ધોળો છે? પીળો છે? કેવો છે? અર્થાત્ તેનું સ્વરૂપ શું? તે સમજાય તો તેના આધારે થતી ક્રિયાની યથાર્થતા પણ સિદ્ધ થઈ શકે. માટે પિતાજી, પહેલાં ધર્મ કોને કહેવાય તે મને સમજાવો.
વિશ્વભૂતિઃ એમાં તે વળી શું પૂછવાનું? આપણે જે કરીએ છીએ તે ધર્મ. યજ્ઞ તે ધર્મ, અગ્નિહોમ તે ધર્મ, વેદાધ્યયન તે ધર્મ, બ્રાહ્મણોચિત તમામ કરણી તે ધર્મ. આટલું ય આવડ્યું નહિ. અલ્યા? અને એની સાથે એ પણ સમજી લે કે આ બધું ન કરે અને આનાથી ઊલટું કરે, તે અધર્મ. - શિવકેતુ તો પિતાજી, મારે આપની સાથે અહીં જ મતભેદ પડે છે. મારો આક્ષેપ છે કે આપ “ધર્મ' એવા શબ્દને જાણો છો, પણ તેના પરમાર્થથી સાવ અજાણ જ છો; અને છતાં આપ બીજાને ને બીજાના ધર્મને સમજ્યા વિના જ નિદી રહ્યા છો; તેની મને મોટી નવાઈ ઉપજે છે. આપના જેવા પંડિતજનને આવું કેમ શોભે?
વિશ્વભતિ સ્તબ્ધ. પોતાનો નાનકડો દેખાતો દીકરો આટલો બધો તર્કશાલી અને તત્ત્વની ચર્ચામાં આવા અકથ્ય આત્મવિશ્વાસવાળો હશે તેની તો તેમને કલ્પના પણ નહોતી. અત્યાર સુધી ડંખ, દ્વેષ, અને તિરસ્કારથી છલકાતો તેમનો વર્તાવ હવે જરાક બદલાયો; જોકે ઉપેક્ષા સાવ તો ન જ છૂટે, છતાં કાંઈક હળવાશ જરૂર આવી. તેમણે જરાક મૃદુ અવાજે કહ્યું તો તારું મંતવ્ય એવું છે કે અમને ધર્મના સાચા અર્થની સમજણ નથી; ચાલ, ઘડીભર માટે તારી વાત માની લીધી, પણ તો હવે એક કામ કર, તું અમને ધર્મ નો મર્મ સમજાવ. જોઈએ તો ખરા કે તને કેવુંક સમજાયું છે?
શિવકેતુ આવી તકની જ રાહ જોતો હતો, તેણે તરત જ વાતનો દોર પકડી લીધો : “પિતાજી, ધર્મના પરમાર્થની તો આજ દિન સુધી મને પણ ગમ નહોતી. પણ પેલા જૈન મહારાજશ્રી મને મળ્યા, અને તેમણે મને તે વાત મારા જેવા નાદાન બચ્ચાને સમજાય તેવી
બાળસુલભ ભાષામાં જે સમજાવી, તે જ હું આપની આગળ રજૂ ન કરીશ. તેઓના કહેવા પ્રમાણે ધર્મનું પાયાનું લક્ષણ છે અહિંસા. !
Page #32
--------------------------------------------------------------------------
________________
શિવકેત
ર૩
સ્થૂલ કે સૂક્ષ્મ કોઈ પણ પ્રકારના જીવને કોઈપણ જાતની ઈજા ન પહોંચાડવી, તેનું નામ અહિંસા, અને તે જ છે યથાર્થ ધર્મ.
વિશ્વભૂતિઃ એમણે આમાં નવું શું કહ્યું? આ વાત તો મૂળ આપણા ધર્મગ્રંથોમાં જ છે. આપણી સ્મૃતિઓ અને પુરાણોમાં કહ્યું જ છે કે કોઈ જીવને હણવા નહિ, તે ધર્મ છે. હા, તને હજી આની ખબર ન હોય તે સ્વાભાવિક છે. - શિવકેતુ: પણ પિતાજી, આપણા ગ્રંથોમાં હિંસાનો નિષેધ કર્યો હોવા છતાં આપણા યજ્ઞોમાં સેંકડો ને હજારો પશુઓનો વધ થાય છે, અને વળી તેને ધર્મ તરીકે ઓળખાવાય છે તેનું શું? વળી, જે અગ્નિ વકરે તો ગામના ગામ બાળીને સાફ કરી નાખી શકે, તેવા અગ્નિની ઘીની તથા અનેક દ્રવ્યોની આહૂતિ આપીને પૂજા કરવામાં આવે છે તેનો શો અર્થ? મને સમજાવશો? - વિશ્વભૂતિ ચૂપ. અહિંસા એ શાસ્ત્રવર્ણિત ધર્મ હોવા છતાં યજ્ઞોના નામે પશુવધ થતો હતો અને તે પાછો ધર્મમાં ખપાવાતો હતો, તેનો ઇન્કાર કરી શકવાની સ્થિતિમાં તે નહોતા જ. પણ તેમની વિવેકપૂત પ્રજ્ઞાને શિવકેતુની દલીલમાં રસ અવશ્ય પડી ગયો, તેથી તેમણે ઇશારા વડે જ સૂચવ્યું:ચાલુ રાખ તારી વાત. - શિવકેત આગળ વધ્યો: પિતાજી, જીવોના ભેદ કેટલા? જીવનું લક્ષણ શું? જીવોનું સ્વરૂપ શું? કયા જીવને કેટલી ઇંદ્રિયો હોય ને કેટલી આવરદા હોય? તે જીવોની કેટકેટલી રીતથી હિંસા થઈ શકે? આ બધી વાતો ક્યાં છે આપણા ગ્રંથોમાં? - પિતાજી, માઠું ન લગાડજો, પણ આપણી પરંપરા તો એવી રહી છે કે જે પ્રકારના કર્મકાંડો કરવા-કરાવવાથી અને ઉપદેશવાથી આપણો જીવનનિર્વાહ રૂડી રીતે થયા કરે, તેવા કર્મકાંડોને જ આપણે ધર્મનો દરજ્જો આપી દીધો છે. એમાં હિંસા-અહિંસાનો કે લાભહાનિનો કોઈ પારમાર્થિક વિચાર આપણે ત્યાં છે? જેમ કે આપણે ત્યાં મૃતાત્માના શ્રાદ્ધના અવસરે પિંડદાનની પ્રથા છે. તેમાં મરનાર આત્માને સ્વર્ગ અથવા મોક્ષ મળે તે માટે બ્રાહ્મણને અનેક પદાર્થો તથા જણસોનું દાન આપવાનું આવશ્યક મનાયું છે. આ શું છે? |
Page #33
--------------------------------------------------------------------------
________________
૪ · સમરું પલપલ વ્રત નામ
મરનારની ગતિ થાય કે ન થાય તે તો કોણ જોવા જવાનું છે? પણ દાન પામનાર ભૂદેવનું ઘર તો સુખનાં સાધનોથી છલકાઈ જ જવાનું! પાછું આ બધું દાન-પુણ્યના નામે ચાલે છે! પણ મને એ સમજ્યું છે કે આમાં દાનધર્મ ક્યાં છે? આવું દાન આપનારને કે લેનારને પુણ્યનો લાભ કેટલો? મારી દૃષ્ટિએ તો આપનારને ક્ષણિક સંતોષ આપ્યાનો, ને લેનારને થોડોક સમય આનંદ પામ્યાનો; પછી બન્ને દુ:ખી.
વિશ્વભૂતિ શિવકેતનું વાપ્રવાહમાં તણાઈ ચૂક્યા હતા. તેમના મોંમાંથી સહસા ઉદ્ગાર સરી પડ્યાઃ દીકા, દાન દેનાર ને લેનાર બન્ને દુ:ખી શી રીતે થવાના? એ વાત ગળે ન ઊતરી. કાંઈક સ્પષ્ટતા
કર.
શિવકેતુઃ પિતાજી! જુઓ, આપણે પેલાને ભોળવીને તેનું ધન વગેરે પડાવી લઈએ છીએ, એટલે આપણી અવગતિ તો પાકી જ સમજવાની; અને આપનારે પણ પાત્ર-અપાત્રનો તેમજ શું અપાય, શું ન અપાય તેનો વિવેક કેળવ્યા વિના આપ્યું; એટલે પરભવમાં, આવા દાનને લીધે ઉદ્દભવેલાં થોડાંક પુણ્ય વડે તે થોડુંક સુખ જરૂર પામે. પણ પેલા અવિવેકભર્યા આચરણને લીધે તે પુણ્ય એટલું છીછરું હોવાનું અને વળી પાપાચરણો તરફ દોરી જનારું નીવડવાનું, કે જેથી તે આત્મા સરવાળે દુઃખી અને દુર્ગતિગામી જ બનવાનો. કહો, આમાં દાન-પુણ્ય કે ધર્મ ક્યાં?
વિશ્વભૂતિઃ તો વત્સ! શુદ્ધ દાન કોને કહેવાય ?
શિવકેતુઃ પિતાજી, બહુ સહેલી વાત છે; જે દાન આપવાથી આપના૨લેનારને કે અન્ય કોઈ પણને લેશ પણ દુઃખ ન ઊપજે તેનું નામ શુદ્ધ દાન. આવું દાન, તેને પ્રાપ્ત કરનારે પોતે કર્યું ન હોય, પોતાના માટે કરાવેલું ન હોય, કે કોઈ પોતાને માટે બનાવી આપે તો તેને સમર્થન પણ ન આપેલું હોય; વળી તે નિર્જીવ અને ગ્રહણ કરી શકાય તેવું નિર્દોષ હોવું જોઈએ. આવા દાનમાં દેવાના પદાર્થોમાં વસતિ (રહેણાક) વસ્ત્ર, પાત્ર, કાંબલ, ઔષધ, આહાર, અને પાણીનો મુખ્યત્વે સમાવેશ થાય.
Page #34
--------------------------------------------------------------------------
________________
શિવકેત
જ ૨૫
બાકી ગાય, ભેંશ, બળદ, અશ્વ, વગેરે પદાર્થોનું દાન જે આપણે લઈએ છીએ તે તો સ્વયે સજીવ પદાર્થો છે, અને તે પોતે ભૂખ્યાં તરસ્યાં થાય તો જાતે દુઃખી થાય. તોફાને ચડે તો અનેક જણને દુઃખી કરે. તે પશુઓ થકી અનેક નાનાં જંતુઓની હિંસા પણ થાય. અને વળી તેમની સંભાળ રાખવામાં પણ ઘણી જીવહિંસા થાય. આવા દ્રવ્યોનું દાન તે યોગ્ય દાન ન ગણાય.”
વિશ્વભૂતિ અને દાન માટે યોગ્ય પાત્ર કોણ ગણાય? એ પણ જરા કહી દે ને!
. - શિવકેતુઃ પિતાજી, જેણે બધા પાપ-વ્યાપારો તજ્યા હોય, ઘરપુત્ર-પત્ની આદિ પરિવારનો ત્યાગ કર્યો હોય, સંસારનાં સુખસાધનોથી વિરક્ત હોય, ક્રોધ-અભિમાન-માયા-લોભ વગેરે દોષોને જેમણે જીત્યા હોય, પાંચે ઈન્દ્રિયો વડે જિતેન્દ્રિય હોય; વળી, જે પોતાના જીવની જેમ જીવમાત્રનું જતન કરતા હોય, નગણ્ય પણ અસત્ય બોલતા ન હોય, ચોરી તો કરે જ નહિ, સાથે બ્રહ્મચર્યનું પણ રૂડું પાલન કરતા હોય, ને પરિગ્રહ કે આસક્તિ વિહોણા હોય, આવા મનુષ્યો આ જગતમાં દાન આપવા માટે યોગ્ય સુપાત્ર ગણાય
પિતાજી, આમાંનો એક પણ ગુણ છે ખરો આપણામાં? - શિવકેતુ વાતને પરાકાષ્ઠાએ પહોંચાડી રહ્યો હતો. તેણે મનોમન જાણે નક્કી કરી લીધું હતું કે આજે તો કોઈ પણ હિસાબે આ વાત ખીલે જ બાંધવી છે. તેણે પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું:
પિતાજી, ખરી વાત તો એ છે કે આવો એક પણ ગુણ ન હોવા છતાં આપણે આપણી જાતના વખાણ કરવામાંથી ને જગતના ચોકમાં પોતાને જ સુપાત્ર ગણાવવામાંથી ઊંચા નથી આવતા. અને આવા તમામ ગુણો ધરાવનાર પેલા “સેવડા' સાધુઓને વગર દોષે પણ દોષિત ઠરાવીને તેમની નિંદા કરવામાંથી આપણે નવરા પડતા નથી. શું આ વાજબી છે? આપ આ બધું બરાબર હોવાનું સ્વીકારી શકો છો? મને જવાબ આપો પિતાજી! હું આપની કે આપણા સમાજની નિંદા કરવા માટે આ બધું નથી કરી રહ્યો, બલ્ક ' ,
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬ જ સમરું પલપલ સુવ્રત નામ
અત્યારસુધી હું પણ આ જ માનતો હતો. પણ કાલે મેં સાધુને દીઠા, અને મને ખાતરી થઈ કે જેવી વાતો કરે છે, તે જ પ્રમાણે આ મહાત્માઓ જીવી પણ જાણે છે. એ લોકો પોતાનું પેટ ભરવા માટે પણ કોઈ કામ કે હિંસક કાર્ય કરતા કે કરાવતા નથી. ઘરખેતરની કે ધંધાની વાત તો દૂર, ખાધા-ખોરાકી માટે પણ કોઈ જ હિંસા કે હિંસક કરણી કરતા-કરાવતા નથી. લોકોએ પોતાના ઘર માટે જે રાંધ્યું હોય તેમાંથી, તે લોકોને તકલીફ ન પડે તેટલી, અત્યંત અલ્પ માત્રામાં આહાર લેવાનો ઘણા ઘેર ફરીફરીને; અને એ જ રીતે વસ્ત્રાદિ આવશ્યક પદાર્થો પણ મેળવી લેવાના; તેમાં મળે તો મમત્વ નહિ ને ન મળે તો આક્રોશ કે ક્લેશ નહિ કરવાના; આ રીતે જીવન ગુજારવાનું. પિતાજી, આવી નિર્મમ અને નિર્દોષ ચર્ચાવાળા મહાત્માઓની નિંદા અને મમત્વથી રંગાયેલી દોષગ્રસ્ત ચર્યાની પ્રશંસા, આ ક્યાંનો ન્યાય એ મને સમજાવશો?
વિશ્વભૂતિ હવે તરબોળ હતા; પ્રભાવિત થઈ ગયા હતા. તેમના વિસ્મયનો કોઈ પાર ન હતો. પોતે જેને ઓરમાયો ગણેલો, જેને ભણાવવામાં ને સંભાળવામાં નરદમ ઉપેક્ષા જ રાખેલી, એ છોકરો આટલો બધો ચાલાક, સમજુ અને વિવેકી હોવાની તો તેમને કલ્પના પણ નહોતી. પણ આજે તેમનો ભ્રમ ભાંગી ગયો હતો. તેમનો અહંકાર પણ હવે સારો એવો નબળો પડી ગયો હતો. તેમણે એકદમ ભદ્રભાવે કહ્યું: ભાઈ, એક કામ કર ને. પેલી જીવોના ભેદ, જીવોનું લક્ષણ, સ્વરૂપ વગેરેવાળી વાત તેં હમણાં કહેલી, તો તે બધું જરા ચોખવટથી સમજાવને. અમને રસ પડ્યો છે.
શિવકેતુઃ પિતાજી, અવિનય ન સમજતા. પણ મને જેટલું આવડતું હતું તેટલું મેં આપને કહી દીધું. હવે જો વિશેષ પદાર્થો જાણવાની જિજ્ઞાસા હોય તો ચાલો મારી સાથે પેલા સૂર-સાધુ પાસે. તેઓ બધું જ વિસ્તારથી ને પ્રેમપૂર્વક આપણને સમજાવશે.
વિશ્વભૂતિઃ બેટા! અમે જરૂર આવીએ. પણ પહેલાં એક કામ કર. તારે કાલની લાંઘણ છે. તું જરાક જમી લે, પછી આપણે જઈએ. શિવકેતુ આ સાંભળતાં જ ટટ્ટાર થઈ ગયો. તેણે કહ્યું, પિતાજી,
Page #36
--------------------------------------------------------------------------
________________
શિવકેતુ
૨૭
–
મેં પહેલાં જ આપને કહ્યું છે કે જ્યાં સુધી આપ મને વ્રત માટે અનુમતિ નહિ આપો ત્યાં સુધી હું ભોજન નહિ કરું. આ મારી અતૂટ પ્રતિજ્ઞા છે માટે કૃપા કરીને આપ આ માટે મને આગ્રહ કરતા નહિ. આપ રજા આપશો પછી જરૂર જમીશ.
વિશ્વભૂતિ તો ચાલ મહારાજ પાસે. હવે બધી વાત જાણવી તો પડશે જ.
શિવકેતુ: ચાલો.
સૌ ચાલ્યા સૂર સાધુ પાસે. '
આગળ શિવકેતુ. પાછળ વિશ્વભૂતિ. તેની પાછળ વિશ્વદત્તા શિવકેતુની માતા. - શિવકેતુના મોં પર સફળતાની ઉજ્જવળ આશા ઝળહળી રહી
હતી.
- વિશ્વભૂતિના મુખ પર વિસ્મય અને જિજ્ઞાસાની મિશ્ર લાગણીઓ ફરક્યા કરતી હતી.
વિશ્વદત્તા તો મંત્રમુગ્ધ હતી, પોતાના ગમાર માની લીધેલા લાડલાની અણકલ્પી વાતો અને વિદગ્ધતા ઉપર.
ગણતરીની પળોમાં જ ત્રણે પહોંચી ગયા પેલા ઉપવનમાં.
સૂર મુનિ ત્યાં જ, એ વૃક્ષ નીચેના ઓટલા ઉપર જ બિરાજમાન હતા. તેમને જોતાં જ શિવકેતુ વંદના કરવા ગયો, ત્યાં મુનિએ રોક્યો, ને કહ્યું: બાજુની જ વાડીમાં મારા ગુરુભગવંત બિરાજે છે. તેમને તથા બીજા સાધુઓને પ્રથમ વંદના કરી આવ, પછી અહીં આવ. - શિવકેતુએ તેનો અમલ કર્યો. તે આચાર્ય ભુવનભંગ-ગુરુ પાસે ગયો, ત્યાં તેમને તથા અન્ય અનેક સાધુઓ હતા તેમને વંદન કર્યા, ને તરત તે પાછો ફર્યો. સૂર સાધુને વંદના કરી. ને તેમની સન્મુખ હાથ જોડીને બેસી ગયો, - રાજપુરોહિત વિશ્વભૂતિ તો ચુસ્ત બ્રાહ્મણઃ હાથીના પગ તળે કચડાઈ જવું બહેતર, પણ જૈન મંદિરમાં ન જવાય, એવી પરંપરાગત |
Page #37
--------------------------------------------------------------------------
________________
- ૨૮ -
સમરું પલપલ ચત નામ
-
માન્યતાને પાકા વફાદાર બ્રાહ્મણ. તે વળી જૈન સાધુને મસ્તક કેમ નમાવે? એ તો સ્કાર મુદ્રામાં અદબ વાળીને ભાવશૂન્ય ચહેરે ત્યાં એક બાજુ ઊભા છે.
પણ શિવકેતુ ચાલાક હતો. તેને તો પોતાનું કામ પાર પાડવું હતું. તેણે વિનવણીના સ્વરે કહ્યું: પિતાજી, આવો ને, અહીં બિરાજો ને! અને એ સાથે જ તેણે મુનિરાજની સામે જોઈને કહ્યુંઃ મહારાજ, આ મારા પિતાજી છે, માર્કદીના રાજપુરોહિત; અને આ મારાં માતાજી છે. એમને આપના મુખે જીવ-અજીવ વગેરે પદાર્થોનું અને તત્ત્વોનું સાચું સ્વરૂપ સમજવું છે, એટલે એ મારી સાથે અહીં પધાર્યા છે. મહારાજ, આપ તત્ત્વોનું સ્વરૂપ અમને સમજાવવાની કૃપા કરશો? - સ્નેહ અને કાર્યથી છલકાતી આંખે મુનિએ વિશ્વભૂતિ સામે જોયું. એ આંખોમાં એક ન ટાળી શકાય તેવું ઈજન હતું. આગળ આવવાનું અને બેસવાનું વિશ્વભૂતિ અનાયાસ જ આગળ વધી ગયા, એમની અદબ છૂટી ગઈ, ને હાથ આપોઆપ જોડાઈ ગયા. મુનિએ કહ્યું: “ધર્મલાભ!”
વિશ્વભૂતિ બેઠા, માતાજી પણ બેઠાં.
પ્રસ્તાવના તો શિવકેતુએ બાંધી જ દીધેલી. એટલે વધુ કશી ઔપચારિકતાની રાહ ન જોતાં સૂરમુનિએ તત્ત્વવાની માંગણી કરી દીધી.
સર્વપ્રથમ તેમણે નવ તત્ત્વોનું સ્વરૂપ વર્ણવ્યું. જગતનું બંધારણ આ નવ તત્ત્વો વડે જ છે તે પણ વિશદ રૂપે સમજાવ્યું. તેમાં જીવ તત્ત્વના પ્રસંગમાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવભેદો, તેમાં પ્રસંગોપાત્ત ચાર ગતિનાં સ્વરૂપો, જીવોમાં આયુષ્યઅવગાહના વગેરે. પલ્યોપમ-સાગરોપમાદિ કાળનું સ્વરૂપ; જૈન દૃષ્ટિએ ભૂગોળ ખગોળની વાત, આઠ કર્મો, અને તેના પેટા પ્રકારોનું વર્ણન, ઈત્યાદિ વિસ્તારપૂર્વક અને સુગમ-સરલ ભાષામાં તેમજ રોચક શૈલીમાં સમજાવ્યું.
આથી રાજપુરોહિત અત્યંત પ્રભાવિત થયા. તત્ત્વોની તર્કસંગત I અને બુદ્ધિગમ્ય સંયોજના વડે રચાતું આ એક અદ્ભુત દર્શન તેમના !
.
Page #38
--------------------------------------------------------------------------
________________
શિવકેતુ
૨૯
ચિત્તને સ્પર્શી ગયું. તેમને પ્રતીતિ થઈ કે તત્ત્વદર્શન આવું જ હોય; જગતનું યથાર્થ સ્વરૂપ પણ આમ જ હોય. આવી વિશદ, સુરેખ અને સ્પષ્ટ વિચારણા આજે જ જાણી શકાઈ. કેટલું બધું મોડું ગણાય? પુરોહિતે મનોમન પ્રશ્ન પૂછી લીધો.
પણ હજી તેમના મનમાં હિંસાનાં સ્વરૂપ તથા પ્રકારો વિશે અવઢવ હતી. તે એમ સમજતા હતા કે સામાન્યતઃ જીવહિંસા કરવી તે ભલે પાપ ગણાય; પણ યજ્ઞ વગેરે ધર્માનુષ્ઠાનોમાં હિંસા કરવી તે તો ધર્મ ગણાય; કેમ કે તે શાસ્ત્રકથિત છે, અને તેથી તેને અધર્મ કે પાપ કેમ ગણાય?
પણ શિવકેતુ તો કાંઈક જુદું કહેતો હતો, કે યજ્ઞમાં થતી હિંસા પણ પાપ જ ગણાય. એની વાત સાચી માનું તો શાસ્ત્રને ખોટું માનવું પડે, એ તો કેમ બને ?
તેમને થયું કે લાવ ને, આ મહારાજને જ પૂછી લઉં. આ બધી વાતો આટલી સરસ રીતે ગળે ઊતારે છે, તો હિંસા વિશે પણ તેમને જ્ઞાન હશે જ.
અને આ વિચાર સાથે જ તેમણે સૂર મુનિને પૂછ્યું:મહારાજ, આપની સંમતિ હોય તો એક પ્રશ્ન પૂછું. પૂછું?
મુનિએ સંમતિ દર્શાવી.
વિશ્વભૂતિએ પૂછ્યું:હિંસા કોને કહેવાય? તેના કેટલા ભેદ? એ મારે સમજવું છે.
મુનિરાજે વાત પકડી લેતાં તત્ક્ષણ જવાબ વાળ્યોઃ ભદ્ર! હિંસાના ત્રણ પ્રકાર સર્વજ્ઞે વર્ણવ્યા છે ઃ ૧. અન્યના પ્રાણોના નાશ કરવો તે હિંસા, ૨. અન્યને દુ:ખ કે ઈજા પહોંચાડવી તે હિંસા, અને ૩. અન્યને ત્રાસ-ક્લેશ-ભય-પરિતાપ ઉપજાવવા તે પણ હિંસા.
હિંસા મન વડે પણ થઈ શકે,
હિંસા વાણી દ્વારા પણ થાય,
અને હિંસા કાયાથી પણ થઈ શકે.
યજ્ઞ હોય કે લગ્ન હોય; કોઈ પણ નિમિત્તે કોઈ પણ જીવને હણવા તે હિંસા જ ગણાય; અને તે હિંસા અનાચાર કે પાપ જ
Page #39
--------------------------------------------------------------------------
________________
– ૩૦ ક
સમરું પલપલ સુવ્રત નામ -
લેખાય. એવી હિંસાના ધમ્મ અને અધર્મ એવા વિભાગ પાડીને તેનો બચાવ કદી ન કરી શકાય. હિંસા આખરે હિંસા જ છે, અને તેથી તે પાપાચાર જ છે. અને તેવા પાપાચારનું ફળ દુઃખ અને દુર્ગતિ જ હોય, એ નિશ્ચિત છે.
શું યજ્ઞમાં હણાતાં પશુઓને હણતી વખતે કોઈ પીડા નથી થતી? એ જાનવરો કરુણ કલ્પાંત જેવી ચિચિયારીઓ નથી પાડતાં? એ જીવો ભાગી છૂટવા માટે ધમાલ નથી મચાવતાં?
જો આ પ્રશ્નોનો જવાબ હા હોય. અને હા જ હોય, તો જે કરવાથી અન્ય જીવને દુઃખ કે ઈજા પહોંચે તેનું નામ હિંસા,' એ વ્યાખ્યા ત્યાં બંધબેસતી નથી થઈ જતી? અને “અન્યના પ્રાણોનો વધ તે હિંસા એ વાતનો પણ ત્યાં મેળ નથી મળતો શું?
પુરોહિતજી ! ધર્મ તો અન્યને સુખી બનાવે. જે કરવાથી અન્યનો જીવ જતો હોય તે અનુષ્ઠાનને ધર્મ કેમ ગણી શકાય? ધર્મ જીવાડે, મારે નહિ જ.
મુનિની અમ્મલિત છતાં મધુર વાણીના પ્રવાહમાં પુરોહિત હાઈ જ રહ્યા, હિંસા અને અહિંસાની અને ધર્મ-અધર્મની નવી જ વ્યાખ્યાઓ તેમણે આજે સાંભળી. સાંભળી એવી જ જચી ગઈ. તેમનામાં સૂતેલો તાર્કિક જાગી ગયો. અને બાબાવાક્ય પ્રમાણેની રૂઢિથી બાંધી લીધેલી ધારણાઓ જોતજોતામાં કકડભૂસ!
પછી તો તેમણે વિધવિધ પ્રશ્નો દ્વારા દેવ-ગુરુ-ધર્મનું તાત્વિક સ્વરૂપ જાણી લીધું. વ્રતો અને નિયમોનું મજાનું સ્વરૂપ પણ પ્રીછી લીધું, અને ચારિત્રધર્મનો મર્મ પણ સમજી લીધો.
એમનો અહં ઓગળ્યો. અકડાઈ ઓસરી. અજ્ઞાન નષ્ટ થયું. વિનય અને વિવેકનો સાવ સહજ આવિષ્કાર થયો. તેઓ ઊડ્યા. મુનિને પગે પડીને વંદન કર્યા, ને વીનવ્યા: ભગવંત! મને ધર્મનું અને વ્રતોનું દાન આપો! | મુનિએ પણ ‘તત્ત્વરુચિ' જીવ જાણીને ત્યાં જ સમ્યક્ત અને શ્રાવકોચિત બાર વ્રતોની પ્રતિજ્ઞા તેમને કરાવી.
Page #40
--------------------------------------------------------------------------
________________
શિવકેત
૩૧
ઘડી પહેલાંના રાજપુરોહિતની કાયાપલટ થઈ ને એ થયા હવે વ્રતધારી સુશ્રાવક! હવે એમને શીખવાડવું પડે ખરું?
વ્રત અંગીકાર કરતાં વેંત જ પુરોહિત ઉપડ્યા પડખેની વાડીમાં, ત્યાં પરમ ગુરુ ભુવનતંગ આચાર્યને વાંદ્યા. અન્ય સાધુઓને પ્રણમ્યા. ને પાછા આવીને પોતાના ધર્મદાતા ગુરુ સૂર-સાધુને ભાવપૂર્વક વંદના કરી.
સૂર મુનિ પણ તે પછી ત્યાંથી ઊઠ્યા, અને પોતાની સાથે આ ત્રણે ભાગ્યવંતોને લઈને ગુરુદેવ પાસે ગયા. ત્યાં તેમણે પુરોહિતજી તથા શિવકેતુની સમગ્ર ઘટના યથાતથ નિવેદન કરી.
એમનું નિવેદન થતાં જ વિશ્વભૂતિએ વિનયપૂર્વક નિવેદન કર્યું: પ્રભુ! આ મારો દીકરો શિવકેતુ આજે અમારો પરમ ઉપકારી બન્યો છે. એ જ અમને આપના શ્રીચરણો સુધી લઈ આવ્યો. અને એના નિમિત્તે જ અમને આજે પરમ દુર્લભ એવો જિનધર્મ લાધ્યો છે.
આના આ ઉપકારનો બદલો શીધ્ર વાળવો એ મારું કર્તવ્ય ગણાય. એણે અમારી પાસે માગણી કરી છે કે મને પ્રવજ્યા લેવાની રજા આપો. અમે હજી સુધી તો એ આપી નથી, પણ હવે લાગે છે કે અમારે એને રજા આપી દેવી જોઈએ. કેમ કે એને દીક્ષા લેવામાં અમે સહાય કરીશું તો જ એના ઉપકારનો બદલો વાળ્યો ગણાશે.
પરંતુ ભગવંત! એક મુશ્કેલી છે, ને એ જરા અટપટી છે. અમે રહ્યા રાજાના આશ્રિત. રાજા મણિમાલી મને પોતાનો ગુરુ માને છે. એના મનમાં દઢ શ્રદ્ધા છે કે હું ઉત્તમ વર્ણનો છું, માટે સુપાત્ર છું, ને અન્ય દરેક શૂદ્ર છે. વળી હું જે યજ્ઞાદિક ધર્મ કહું અને આચરું, તેને જ તે ધર્મ લેખે સ્વીકારે છે ને અનુસરે છે. તે સિવાયના કોઈ પણ મત-પંથનાં અનુષ્ઠાનોને તે સ્વીકારતો નથી.
હવે જો તેના મનમાં એવું ઠસી જાય કે ઉત્તમ એવો હું, શૂદ્ર એવા તમને સાચા ધર્મી માનીને મારો દીકરો તમને સોપું છું, તો તે અમારા પર જો ક્રોધે ભરાયા વિના નહિ રહે. અને અમારું તો
Page #41
--------------------------------------------------------------------------
________________
સર સમરું પક્ષપક્ષ વત નામ
ઠીક, પણ ક્યાંક એ તમારા પર ક્રોધે ભરાય, તો મોટો અનર્થ થઈ જાય.
માટે મહારાજ, આપ સંમતિ આપો તો હું રાજાને જરાક બૂઝવું, સમજાવું, ને કળેકળે તેની રજા લઈ લઉં; પછી શિવકેતુને દીક્ષાની અનુમતિ આપું.
પુરોહિતની સમજણ-નીતરતી વાતથી ગુરુદેવ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, ભદ્ર! તમે કહ્યું તેમ ખુશીથી કરો. પણ હવે વધુ વિલંબ ન કરશો; કેમ કે હવે આ શિવકેતુનું આયુષ્ય બહુ જ ટૂંકું છે. વિલંબ થાય તો તે ચારિત્ર ચૂકી પણ શકે.
વિશ્વભૂતિઃ ભગવંત! આનું કેટલુંક આયુષ્ય હવે બાકી હશે? ફક્ત બાવીસ દિવસ, ભાઈ!
વિશ્વભૂતિઃ ભગવંત! આ વાત હું રાજાને કરીશ. પરંતુ તે આપની વાત સાચી જ હોવાની તેને પ્રતીતિ કઈ રીતે કરાવવી?
ભદ્ર! તમે અહીંથી નીકળીને રાજા પાસે પહોંચશો, ત્યારે ત્યાં સેનાપતિએ મોકલેલો એક સેવક આવશે, કોઈ યુદ્ધમાં મળેલ વિજયની વધામણી આપવા અને તેના બદલામાં તુષ્ટિદાન મેળવવા માટે અત્યંત શ્રમસાધ્ય પ્રવાસ કરીને આવેલો એ શ્રમિત સેવક રાજાના હાથમાં લેખ આપતાંવેંત ત્યાં ને ત્યાં ઢળી પડશે અને મૃત્યુ પામશે. જો આ કથન સાચું પડે તો શિવકેતુના ટૂંકા આયુષ્યની વાત પણ યથાર્થ જાણજો.
પુરોહિતના વિસ્મયનો કોઈ અવધિ ન રહ્યો. આજનો દિવસ જ તેના માટે જાણે અવનવાં કૌતુકોનો દિવસ હતો!
તે ત્યાંથી ઊઠ્યા. પહોંચ્યા સીધા રાજભવન ૫૨. રાજાજી સાથે એકાંતમાં બેસી બધી વાત રજૂ કરી. શિવકેતુની ટૂંકી આવરદાની ને સેનાપતિ તરફથી આવનારા સંદેશવાહકની પણ વાત કરી. રાજા ચકિત!
પણ એ વાત પૂરી થઈ ત્યાં જ દ્વારપાળ આવ્યો. તેણે કહ્યું:મહારાજ! દરવાજે એક સંદેશવાહક આવ્યો છે. આજ્ઞા હોય
Page #42
--------------------------------------------------------------------------
________________
શિવકેત
૩૩
તો પ્રવેશ આપું.
આવવા દે” રાજાએ કહ્યું ને પુરોહિત સામે જોતાં તે હસ્યો.
બે પળમાં જ સંદેશવાહક પ્રવેશ્યો, રાજાને નમ્યો; તેણે ઓટીમાંથી પત્ર કાઢી રાજાના હાથમાં મૂક્યો, ને એ સાથે જ તે ત્યાં ઢળી પડ્યો! પળ-બેપળમાં તો નિપ્રાણ !
રાજાએ તત્કાળ સંદેશવાહકની કાયાના અંતિમ વિધિનો આદેશ આપ્યો. તેણે આપેલો સંદેશો પણ રાજાએ જાતે વાંચ્યો અને તેમાં વિજયની વધામણી જ વાંચવા મળી. હવે રાજાને કે પુરોહિતને સંશય રાખવાનું કોઈ જ કારણ ન હતું. તેઓ ત્યાંથી ઊભા થયા, અને તે જ વખતે સૂરિજીની પાસે જવા માટે નીકળી ગયા.
સૂરિ ભગવંત તો જાણે રાહ જોતાં જ બેઠેલા !
રાજા આવતાં જ સામાન્ય ઔપચારિકતા આટોપાયા બાદ તેમણે ધર્મોપદેશ પ્રારંભ્યો. ઉપદેશનો સાર એક જ હતો:ધર્મ સઘળા સુખોનું મૂળ છે, તેનું આચરણ કરો, અને સર્વ અનર્થોના મૂળ એવા અધર્મથી દૂર રહો!
પછી તેમણે ધર્મની યોગ્યાયોગ્યતાની કસોટી પણ બતાવી. તેમણે કહ્યું કે જેમ સોનાની પરીક્ષા કષ, છેદ અને તાપ (કસવું. છેદવું, અને તપાવવું)એ ત્રણ દ્વારા કરવામાં આવે છે. તેમ ધર્મની યોગ્યતા પણ ત્રણ વાનાં દ્વારા નક્કી થાય છે: દેવ, ગુરુ અને શાસ્ત્ર દ્વારા.
જે શાસ્ત્રમાં સર્વ પ્રકારનાં જીવોની હિંસા, અસત્યભાષણ, ચોરી, મૈથુન, ધનની મૂછ અને રાત્રિભોજન – આ છ મહાપાપોના મનવાણી-કાયા થકી થતાં આચરણનો કરવા-કરાવવા-સમર્થન આપવા રૂપે જીવનપર્યત માટે નિષેધ થયો હોય તેનું નામ સત્-શાસ્ત્ર છે.
આવા શાસ્ત્રનું નિર્માણ જેણે કર્યું હોય તે સાચો દેવ છે.
તો આવી શાસ્ત્રોક્ત વાતોનું પાલન જે કરે, અને અન્યને તેનું પાલન કરવા પ્રેરે તેનું નામ સદ્ગુરુ છે.
અને આવું શાસ્ત્રઆવા દેવ, આવા ગુરુ જેમાં હોય તે ધર્મ
Page #43
--------------------------------------------------------------------------
________________
સમરું પલપલ સુવ્રત નામ
સાચો ધર્મ છે; યોગ્ય ધર્મ છે.
આવા ધર્મનું આરાધન કરે તે સુખી થયા વિના કેમ રહે? અમૃત કરતાંય વધુ મીઠી અને તર્ક શુદ્ધ એવી સૂરિજીની વાણી સાંભળતાં રાજા એટલો તો પ્રસન્ન અને પુલકિત થયો કે તેણે ત્યાં ને ત્યાં જૈન ધર્મનો સ્વીકાર કર્યો. શ્રાવકનાં વ્રત પણ ગ્રહણ કર્યાં, અને શિવકેતુની ભવ્ય દીક્ષાયાત્રા કાઢીને તે જ દિવસે તેને દીક્ષા પણ તેણે અપાવી.
પણ દીક્ષા અપાવ્યા બાદ રાજાએ સૂરિજીને એક વિનંતિ કરીઃ ભગવંત! આ અમારા શિવકેતુ-મુનિનું આયુષ્ય સાત ટૂંકું છે એમ આપે ફરમાવ્યું છે. તો અમારી ભાવના છે કે તેની અંતિમ આરાધના ભલે અહીં જ અમારી નજર સામે જ થતી. માટે આપ કૃપા કરીને શિવકેતુ મુનિની અંતિમ સમાધિ સુધી અહીં જ સ્થિરતા કરો!
સૂરિ ભગવંતે રાજાની એ માંગણી સ્વીકારી લીધી, અને તેઓ ત્યાં જ સ્થિરતા કરી ગયા.
બાળ શિવકેતુ મુનિ સંયમની આરાધનામાં ખૂંપી ગયા છે. સ્થવિર શ્રમણ ભગવંતો તેને સાધુક્રિયા શીખવે છે.
–
ગુરુભગવંતો તેને શ્રુતજ્ઞાન શીખવાડે છે.
જોતજોતામાં સમિતિ અને ગુપ્તિના પાલનમાં તેનું મન જામી ગયું. દશ પ્રકારના સાધુધર્મમાં તે ઓતપ્રોત થઈ ગયો.
તેની આ તત્પરતા અને ક્ષમતાથી ગુરુભગવંતો પણ અતિ પ્રસન્ન
છે.
રાજા અને પુરોહિત પણ પરિવાર સાથે નિત્ય વંદનાર્થે આવે છે. ધર્મોપદેશ શ્રવણ કરે છે. શિવકેતુને અને તેની સાધનાને નિરખે છે અને હરખાતાંહરખાતાં પાછા ઘેર જાય છે.
શિવકેતુ મુનિના ભાવો પણ અતિશય ઉલ્લસિત છે.
તેમને દીક્ષાદિનથી જ ઉત્કૃષ્ટ તપધર્મની આરાધનાના મનોરથ થવા માંડ્યા છે. ઓછા સમયમાં ઊંચી આરાધના કરવાનું તેમના હૈયામાં બરાબર વસી ગયું છે. તેમણે ગુરુજીની અનુમતિ લઈને છઠ્ઠ અને અઠ્ઠમ જેવા, તેમની ઉંમરની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ગણાય તેવા તપ આદર્યાં. અઠ્ઠમ કરે પણ પા૨ણે આંબેલ હોય.
Page #44
--------------------------------------------------------------------------
________________
શિવકેત
જ
૩૫
આવી આરાધના કરતાં પંદર દિન વહી ગયા.
સોળમાં દહાડાની સવારે, પ્રાત:ક્રિયાઓથી પરવારીને બાળ શિવકેતુ મુનિ પહોંચ્યા સૂરિ ભગવંતના ચરણોમાં. વંદન કરીને પ્રાર્થના કરીઃ પ્રભો! હવે સાત જ દિન શેષ છે. આપની કૃપા થાય, સંમતિ હોય, તો હું અનશન વ્રત અંગીકાર કરવા ઈચ્છું છું.
ગુરુભગવંતે જ્ઞાનબળે જોયું કે યોગ્ય આત્મા છે. આરાધક જીવ છે. અનશન કરાવીશું તો પારગામી થશે. - તેમણે તેની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો, અને વિધિપૂર્વક અનશનવ્રતનાં પ્રત્યાખ્યાન કરાવ્યાં.
આ વાતની જાણ થતાં રાજા પણ હમેશાં બે વખત આવવા માંડડ્યો. આવે છે, બાળસાધકને નિહાળે છે, તેની અપ્રમત્તતા જોઈને આનંદ અનુભવે
- શિવકેતુ મુનિ પણ વધતે પરિણામે સાત દિવસનું અનશન બરાબર આરાધે છે. જેમ જેમ દિવસ વીતતા જાય છે તેમ તેમ તેમનો સંવેગ અને સમાધિ વૃદ્ધિગત થતાં જ જાય છે.
ગુરુભગવંતો તેમ જ અન્ય સાધુભગવંતો પણ તેની સમાધિની ચિંતામાં સતત સાવધાન છે. તેની પરિણતિ વધુને વધુ વિશુદ્ધ બને તેવું આલંબન તેઓ આપી રહ્યા છે; તેવી આરાધના તેઓ કરાવે છે.
આમ કરતાં સાત દિવસ પૂરા થયા, ને બાળમુનિ શિવકેતુ બાવીસ દિનનો વિશુદ્ધ સંયમભાવ આરાધીને કાળધર્મ પામ્યા.
સૌધર્મ કલ્પ નામના પ્રથમ દેવલોક પાંચ પલ્યોપમના આયુષ્યવાળા તેઓ દેવ થયા.
રાજા અને પુરોહિતે તેમના સંયમી દેહના અંતિમ સંસ્કાર વિધિવત્ કર્યા.
સૂરિભગવંતને મુખે શિવકેતુની દેવગતિ જાણીને રાજા તેમ જ પુરોહિત ધર્મમાં વધુ દઢ શ્રદ્ધાળુ બન્યા.
સૂરિજી પણ પછી ત્યાંથી અન્યત્ર વિહરી ગયા.
Page #45
--------------------------------------------------------------------------
________________
કુબેરદત્ત
જબૂઢીપ.
મહાવિદેહ ક્ષેત્ર. જેવું ભરતક્ષેત્ર તેવું વિદેહ ક્ષેત્ર.
એ વિદેહક્ષેત્રના ઘણાઘણા વિભાગ. એકેકો વિભાગ વિજય એવા નામથી ઓળખાય.
એક વિજય એટલે એક સ્વતંત્ર ક્ષેત્ર જ સમજી લ્યો.
એમાં છ ખંડ હોય, એમાં તીર્થંકર પણ અવતરે, એમાં ચક્રવર્તી પણ થાય અને બીજા શલાકાપુરુષો પણ થાય.
‘વિજય’ આમ તો પુરુષલિંગી શબ્દ છે. તે વપરાય છે “ક્ષેત્ર' અર્થમાં. પણ તેનો પ્રયોગ આપણી ભાષામાં સ્ત્રીલિંગે કરવાની પ્રથા છે. એટલે “મહાવિદેહ ક્ષેત્રની વિજય એ રીતે તેને માટે વ્યવહાર થાય.
જબૂદ્વીપના વિદેહક્ષેત્રમાં આવી બત્રીસ વિજયો છે. એમાંની એક વિજય છેઃ પુષ્કલાવતી વિજય.
આપણા માટે - જૈનો માટે બહુ જાણીતી વિજય. આપણે સ્વીકારેલા વિહરમાન જિનેશ્વર શ્રી સીમંધર સ્વામી ભગવાન જ્યાં બિરાજમાન છે તે આ વિજય.પુકખલવઈ વિજયે જયે રે' એમ લલકારીને આપણે નિત્ય પરોઢે યાદ કરીએ છીએ તે આ વિજય.
મજાની આ વિજય. એમાં એક નગર. નામે વિશ્વપુર. એમાં વિશ્વકાન્ત રાજા રાજ કરે. વિશ્વકાંતા એની રાણી. રાજા-રાણી બન્ને ધર્મપરાયણ, ન્યાયી અને પ્રજાપ્રેમી.
Page #46
--------------------------------------------------------------------------
________________
કબેરદત્ત
૩૭
બન્ને બધી વાતે સુખી, પણ એક વાતનું મોટું દુઃખ, શેર માટીની ખોટ બન્નેને બહુ સાલે.
બને આ મુદ્દે અત્યંત વ્યાકુળતા અનુભવે. ગમે તેવા આનંદપ્રમોદ ચાલતાં હોય, પણ ત્યારે પણ જો આ વાત યાદ આવી જાય તો બન્ને ઉદાસઉદ્યસ થઈ જાય, ને પછી રંગ-રાગ પડી ભાંગે. પછી બન્ને હિઝરાયાં કરે. | મનમાં રહી રહીને એક જ વાત આવેઃ આવડું મોટું રાજ્ય, આટલું બધું અપાર સુખ, પણ ખોળાનો ખુંદનારો ન હોય, આ બધું સંભાળનારો ન હોય, તો આ બધું હોય કે ન હોય, સરખું જ છે ને! ને છેવટે બેય નીસાસો નાંખતાં બોલેઃ જેવાં આપણાં ભાગ્યા
ભાગ્યમાં જ નહિ હોય તો ક્યાંથી આવશે?
આમ ને આમ દિવસો તો વધે જાય છે. પણ મન બેમાંથી એકેયનું માનતું નથી. “શું કરીએ ને સંતાન-પ્રાપ્તિ થાય' – આ જ વિકલ્પ મનમાં વમળાયા કરે છે
એક દિવસની વાત છે. રાજા વિશ્વકાંત ફરવા નીકળ્યો છે.
ફરતાંફરતાં તેનો રસાલો નગરની બહાર – રાજ્યના ઉદ્યાનમાં આવેલા કુબેર યક્ષના ચૈત્ય પાસે જઈ ચડ્યો. મંદિર જોયું કે રાજા ઘોડેથી ઊતરી ગયો. ગયો મંદિરમાં, યક્ષરાજની ભવ્ય પ્રતિમાને પ્રણામ કર્યા, ને પછી તેમની સ્તુતિ કરવા માટે ત્યાં થોડીવાર ઊભો રહ્યો.
કુબેર તો ધન-વૈભવના દેવ. રીઝે તો જે જોઈએ તે આપી દે. રાજાને સ્તુતિ કરતાં કરતાં આ વાત યાદ આવી. તેને થયું કે સંતાન માટેની મારી ભૂખ આ કુબેર દેવ ન સંતોષે? આ તો મનવાંછિત આપનારા દેવ છે, હું માગું તો આપે જ.
તેણે તે પળે યક્ષરાજને ઉદ્દેશીને માનતા માની: હે કુબેર દેવ! જો આપના પસાયે મને દીકરો થશે, તો હું આપની પૂજા નિમિત્તે મહોત્સવ ઉજવીશ. મેળો ભરીશ, અને મારા એ પુત્રનું નામ આપના
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮
સમરું પલપલ સવત નામ –
નામ ઉપરથી “કુબેરદત્ત રાખીશ. દેવી કૃપા કરજો, ને મારી મન કામના પૂરી કરજો.”
કોણ જાણે કેમ, પણ આ માનતા માની લીધા પછી રાજાના હૈયામાં ન વર્ણવી શકાય તેવી હળવાશ વર્તાવા માંડી. તેનો ભાર અને તેનો ઝુરાપો ઓછો થઈ ગયો. તેની આસ્થાએ જાણે તેને સમજાવ્યો કે હવે તું એકલો નથી, યક્ષરાજ ખુદ તારી ચિંતામાં સહભાગી છે.
અને કુદરતની કરામત તો જુઓ, થોડા જ દહાડામાં રાણીજીને રાત્રે સ્વપ્ન આવ્યું. એમાં એમણે સઘળા શણગાર સજેલા કુબેર યક્ષરાજને આશીષ આપતાં નિહાળ્યાં. રાણી ધ ધન્ય!
સવારે રાજાજીને વાત કરીએ તો રાજાજી પણ ખુશખુશાલ. તે સમજી ગયા કે માનતા માની તેનો આ જવાબ મળી રહ્યો છે. તેમણે સ્વપ્ન ફળ વર્ણવતાં રાણીને કહ્યું:દેવી! કુબેર યક્ષ જેવો રૂપાળો, ઐશ્વર્યવાન અને શ્રેષ્ઠ ગુણસંપન્ન એવો પુત્ર તમને થશે.
રાણીની આંખો હર્ષથી છલકાઈ ઊઠી. તેણે શુકનની ગાંઠ બાંધી.
શિવકેતુનો આત્મા.
પહેલાં અણમાનીતો પુરોહિત-પુત્ર, પછી આરાધક બાળમુનિ, અને છેવટે સૌધર્મ દેવલોકનો સોહામણો દેવ.
દેવભવની તેની આવરદા પૂરી થઈ.
પૂરી થતાં જ તે ત્યાંથી ચ્યવન પામીને રાણી વિશ્વકાન્તાની કૂખમાં પુત્ર તરીકે અવતર્યો.
પહેલાં સ્વપ્નદર્શનથી, અને પછી પોતાના ઉદરમાં બાળક ઉછરી રહ્યું હોવાના અહેસાસથી રાણી પ્રસન્ન છે. પૂરી કાળજીથી તે ગર્ભની માવજત કરી રહ્યાં છે. ગર્ભમાં આવેલા આત્માના પ્રભાવથી તેમને કોઈ કષ્ટ પણ પડતું નથી.
ગર્ભમાં કેવો જીવ અવતર્યો છે તેની ખબર ગર્ભવતી માતાને કેવા દોહલા-મનોરથો થાય છે તે પરથી પડી જાય. * કોઈ ખરાબ જીવ આવ્યો હોય તો માતાને ન કહી શકાય !
Page #48
--------------------------------------------------------------------------
________________
કુબેરદત્ત
તેવાં ક્રૂર અને નિમ્ન પ્રકારના મનોરથો થાય.
કોઈ ઓછો જીવ આવ્યો હોય તો માતાને માટી ખાવાના, ભૂતડો ખાવાના ને એવા હલકા ઓરતા થાય.
તો કોઈ ઉત્તમ જીવ અવતર્યો હોય તો ઉત્તમ એવાં સત્કાર્યો કરવાના અભિલાષ માતાને જાગે.
૩૯
રાણી વિશ્વકાંતાને પણ જેમજેમ મહિના ચડતા ગયા, તેમતેમ અનેક ઉત્તમ અભાવા જાગવા માંડ્યા. તેને થતુંઃ દેવાધિદેવના દેરાસરોમાં પૂજાઓ રચાવું. સાધુભગવંતોને વંદન કરીને ધર્મ સાંભળું. દુખિયાઓને દાન દઉં.
રાજા પણ પોતાની માનતાના આવા ત્વરિત અને વળી પરિતોષદાયક વળતરથી અતિશય પ્રસન્ન હતો.
તે રાણીનો પુષ્કળ ખ્યાલ રાખતો. રાણીને સહેજ પણ ઓછું ન આવી જાય તેની ભારે ચીવટ તે લેતો. તો રાણીના ઉદરમાં ઉઝરતા ગર્ભને ઊની આંચ ન આવે તેની પણ તે ચાંપતી તકેદારી રાખતો.
રાણીને થવા માંડેલા એકેએક દોહલાને તેણે અતિશય પ્રેમપૂર્વક પૂર્ણ કર્યા. રાણીના મનનું સમાધાન થાય ત્યારે જ તેને સંતોષ વળતો.
આમ ને આમ સાડા નવ માસ પૂર્ણ થયા, અને એક શુભ દિને, શુભ યોગે રાણી વિશ્વકાંતાએ પુત્ર પ્રસવ્યો. પ્રસૂતિની પીડા મરણપીડાથીયે ભયાનક હતી.
પણ પુત્રપ્રાપ્તિના પરિતોષ આગળ એ પીડા પણ રાણી માટે નગણ્ય બની રહી.
પુત્ર જન્મ્યો, તેવી જ દાસીઓ દોડી રાજાને વધામણી આપવા. રાજા તો સમાચાર સાંભળતાં જ આનંદવિભોર!
દાસીઓને ન્યાલ કરી દીધી.
નગરમાં મહોત્સવ મંડાયો. પોતાના મનગમતા માલિકના ઘે૨
Page #49
--------------------------------------------------------------------------
________________
४०
સમરું પક્ષપલ વ્રત નામ
પારણું બંધાયાનો હર્ષ નગરમાં ખૂણેખૂણે વ્યાપી રહ્યો. દશ દિવસ જન્મોત્સવ ચાલ્યો.
દશમે દિવસે રાજાએ આખાયે નગરને કુબેરયક્ષના ઉપવનમાં નિમંત્યું, અને અતિભવ્ય મેળો રચ્યો. ત્યાં કુબેરદેવની ઉત્તમ પૂજાભક્તિ કરી, અને પછી ત્યાં જ સૌની સમક્ષ, કુબેરદેવના સાંનિધ્યમાં, તેણે પુત્રનું નામકરણ કર્યું: કુબેરદત્ત.
રાજાની માનતા ફ્ળી. રાજાની માનતા પૂરી પણ થઈ.
રાજા રાજી, તો પ્રજા રાજીરાજી. એકમેકનાં આનંદમાં સહભાગી બનતા સૌ ઘેર પહોંચ્યાં.
ઉલ્લાસનાં પૂર શમી ગયાં.
હવે શરૂ થયો બાળ રાજકુમારનો ઉછે૨. રાજા, રાણી અને પાંચપાંચ ધાવમાતાની ગોદમાં ઉછરતો કુબેરદત્ત જોતજોતમાં આઠ વર્ષનો થયો.
આઠ વર્ષનો થયો કે તેને કુશળ કલાગુરુને ત્યાં અભ્યાસાર્થે
મૂક્યો.
ઉત્તમ સંસ્કાર, સહજ વિનય અને તીક્ષ્ણ પ્રશા આ ત્રણનો સુમેળ ધરાવતા કુબેરદત્તે અત્યંત ઝડપથી બધી કળાઓ, વિદ્યાઓ તથા શાસ્ત્રો હસ્તગત કરી લીધાં.
અધ્યયન આટોપાયું ત્યાં તો યૌવનકાળ પ્રારંભાયો. યુવાન કુબેરદત્ત સાથે રાજાએ અનુરૂપ રાજકન્યાઓનાં લગ્ન કરાવ્યાં, ને કુમારને યુવરાજપદે પ્રસ્થાપિત કર્યો; અને તેને ભોગવવા માટે મંગલપુર નગર અર્પણ કર્યું.
-
કુમાર કુબેરદત્ત પણ, પિતાને જેવો તેના પર પ્રેમ હતો, તેનાથી અનેકગણા અધિક ભાવથી પિતા-માતાનો વિનય કરતો, વૃદ્ધોનો આદર કરતો, અને પ્રજાજનોથી પ્યાર કરતો. પિતાએ ભેટ આપેલા પ્રદેશનો વહીવટ તેણે પોતાના ૫૨મમિત્ર અને સુબુદ્ધિ મંત્રીના પુત્ર બુદ્ધિધનને સોંપ્યો, અને પોતે તો પિતાની છત્રછાયામાં જ રહ્યો.
ગત જન્મના સંસ્કારોને કારણે હોય કે ગમે તેમ. પણ કુબેરદત્તને જિનમંદિરો ને જિનબિંબો બહુ ગમતાં. કોઈ તેને કહેતું
Page #50
--------------------------------------------------------------------------
________________
મ
કબેરદત્ત
નહિ, શીખવવા પણ ન આવતું; છતાં આપમેળે તે દેરાસરોમાં જતો. પ્રતિમાઓની પૂજા કરતો. ચૈત્યવંદનાદિ ભાવપૂજા કર્યા પછી તે દેરાસરોની સાથે જોડાયેલા ઉપાશ્રયોમાં પણ જતો. ત્યાં ક્યારેક સાધુમુનિરાજોનો યોગ મળી આવે તો વંદન કરતો, અને વિનયપૂર્વક તેમને જૈન ધર્મનું સ્વરૂપ પૂછતો.
મુનિવરો પણ ઉત્તમ જીવ જાણીને ધર્મનું સ્વરૂપ સમજાવતા અને તેની જિજ્ઞાસાને સતત સંતોષતા રહેતા.
૪૧
પરિણામે કુબેરદત્ત જૈન ધર્મનાં તત્ત્વોનો પરિણત જ્ઞાતા તો થયો જ, પણ સાથેસાથે તે સમ્યક્ ધર્મ શ્રદ્ધાવંત શ્રાવક પણ બની ગયો. પછી તો તેણે સમ્યક્ત્વપૂર્વક બાર વ્રતો અંગીકાર કરીને ધર્મ જનોની અપાર પ્રીતિ પણ સંપાદન કરી લીધી.
દરમિયાનમાં એક ઉત્તેજક ઘટના ઘટી.
પરબલસિંહ નામે એક ખંડિયો રાજા. વિશ્વપુર રાજ્યના સીમાડે આવેલા સિંહપુર પ્રદેશમાં એ રાજ્ય કરે. જરા વસમો અને માથાભારે. વિશ્વકર્માંત રાજાના પ્રતાપથી જરા ડરે ખરો, પણ જ્યારે તક મળે ત્યારે સરહદે છેડછાડ કર્યા કરે, અને બળવો કરવાની ધમકીઓ મોકલ્યા કરે.
તેની છેડછાડની અસર સરહદી ગામોમાં ઘેરી પડે. ત્યાંની પ્રજાનું જીવન અસ્તવ્યસ્ત થયા કરે, જાન-માલની ખુવારી પણ થાય, અને ગ્રામ્યજનો સતત ભયના ઓથારમાં જ જીવે. નિર્દોષ પ્રજા બીજું તો શું કરે? વિશ્વકાંત રાજા પાસે પોતાની ફરિયાદો રજૂ કરતી રહે ને આ ઉપદ્રવથી ઊગારવા માટે રાવ નાખતી રહે.
આ રોજ રોજના કકળાટથી રાજાજી અકળાયેલા, તેથી તેમણે પોતાના સેનાપતિ રણધવલ દંડનાયકને મોટું સૈન્ય અને પૂરી સત્તા આપીને સિંહપુર પર મોકલી આપેલા. સેનાપતિ એવા બાહોશ અને બહાદૂર કે રાજાજીને ખાતરી હતી કે એ કોઈપણ ભોગે પણ જીત્યા સિવાય પાછા નહિ આવે.
Page #51
--------------------------------------------------------------------------
________________
સમરું પલપલ સવ્રત નામ
પણ ઘણો સમય થવા છતાં સેનાપતિના અને યુદ્ધના કોઈ સમાચાર નહિ આવવાથી રાજાજી જરા ચિંતાકુળ હતા. થોડાક દિવસથી તો તેમની વ્યાકુળતાની અસર રાજ્યનાં બીજાં કાર્યોમાં પણ વતવા લાગી હતી. અને આવું બને તેનું પણ કારણ હતું. રણમેદાનમાંથી સતત આવ્યા કરતા ગુપ્તચરો અને સંદેશાઓ કેટલાક વખતથી બંધ થઈ ગયા હતા. અને એટલું ઓછું હોય તેમ, રાજાએ વૃત્તાંત જાણવા મોકલેલા જાસૂસોનો પણ પત્તો નહોતો! એટલે રાજાજીના ચિત્તમાં દહેશત જાગી હતી કે ક્યાંક કાંઈ અજુગતું તો નહિ બની ગયું હોય? મારું સૈન્ય હારી તો નહિ ગયું હોય?
આમ ચિંતા અપાર હતી. કોઈ ઉકેલ સૂઝતો નહોતો. એમાં એક સવારે,
રાજાજી સભા ભરીને બેઠા હતા ને અચાનક દ્વારપાળે આવીને કહ્યું કે મહારાજ, દરવાજે એક ચીંથરેહાલ રખડૂ લાગતો માણસ આવ્યો છે. તે કહે છે કે હું રણધવલ દંડનાયકનો માણસ છું અને ખાસ સંદેશો લઈને આવ્યો છું. પણ મારે એ સંદેશો માત્ર રાજાજીને જ કહેવાનો છે. એનાં દેદાર એવાં છે કે આપની સમક્ષ આવવા દેતાં જીવ નથી ચાલતો; માણસ શંકાસ્પદ લાગે છે. પણ એ એક જ ઝક લઈને બેઠો છે કે રાજાજી પાસે મને જ જવા દો. પ્રભુ! હવે આપ આજ્ઞા કરો તેમ કરીએ.
આ શબ્દો કાને પડતાં જ રાજા ઉછળ્યા : કોણ? રણધવલનો માણસ? એને જલદીથી મારી પાસે લાવ! વિલંબ ના કરીશ.
જેવી આજ્ઞા' કહીને દ્વારપાળ ગયો. વળતી જ ક્ષણે દરબારમાં એક માણસ પ્રવેશ્યો.
આખીયે સભા તેના લઘરવઘર દેદાર ભણી એકી નજરે તાકી રહી. સૌને દ્વારપાળ સાચો લાગ્યો.
પરંતુ રાજને એ બધું જોવાની પરવા ન હતી. તેના મનમાં તો એક જ લ્હાય હતીઃ સેનાપતિના સંવાદ મેળવવાની. એટલે તેણે આગંતુક માણસને શ્વાસ ખાવાની પણ તક આપ્યા વિના પૂછ્યું: | બોલ ભાઈ, તું કોણ છે? ને રણધવલના શા સમાચાર છે? ઝટ !
Page #52
--------------------------------------------------------------------------
________________
કુબેરદત્ત
છે
૪૩
૪૯
-
કહે.
મહારાજ! આગંતુકે વિનયપૂર્વક કહ્યું હું કહીશ તો કદાચ આપને વિશ્વાસ નહિ બેસે. એ કરતાં હું આપને દંડનાયકનો પત્ર જ આપું. એ વાંચશો એટલે આપને બધો જ અંદાજ આવી જશે. આમ કહેતાંવાર તેણે પોતાની કેડે બાંધી રાખેલો પત્ર છોડ્યો અને રાજાજીના હાથમાં સુપ્રત કર્યો.
સભા તાજુબ થઈ ગઈ. બધાને લાગ્યું કે માણસ સાવ બિનપાયાદાર નથી જણાતો.
રાજાજીએ તત્પણ પત્ર ઉઘાડ્યો ને વાંચવા માંડ્યો. જેમજેમ વાંચતા ગયા તેમ તેમ તેમના ચહેરાની રેખાઓ તંગ બનતી ગઈ. લેખ વાંચી લઈને તેમણે તેનો ટૂંકો સાર સભાને કહી સંભળાવ્યો.
સિંહ રાજાએ સામી છાતીએ લડાઈ ન આપતાં પોતાના ગઢમાં ભરાઈ, દરવાજા બંધ કરી દીધાં છે, ને કપટ-લડાઈ ચાલુ કરી છે. ગઢની બહાર ખાઈ અને તેની ચોફરતી એક ગાઉ જેટલી પહોળી બાવળીયાની તીખી અને ગાઢી કાંટ પાથરી દીધી છે. રણધવલે તેને ફરતો ઘેરો ઘાલ્યો છે. પેલી કાંટને તો બાળી બાળીને સાફ કરી દીધી છે, પણ સિંહપુરના ગઢને ભેદવો જરા દુર્ગમ હોવાનું તે જણાવે છે. " એમાં વળી તેણે એક નવો કારસો ગોઠવ્યો છે. તેની પડોશમાં રહેલા ખસ દેશના રાજાને તેણે ભંભેર્યો છે કે તું મારી વહારે નહિ આવે તો આ લોકો મને જીતશે, પછી સીધા અહીંથી તારા પ્રદેશ ઉપર ચડી આવવાના ને તો તારે રાજ્ય ખાલસા થઈ જશે ને તુ નાશ પામીશ. એ કરતાં તું જો મારી ભેરમાં આવે તો આપણે બે ભેગા થઈને આ દુમનોનો ઘડો લાડવો કરી નાંખીએ.
ખસ-રાજાને ગળે આ વાત ઊતરી ગઈ છે, ને તેણે સિંહની સાથે યૂહરચના નક્કી કરીને રણધવલના સૈન્યને પાછળથી ઘેરી લીધું છે. આથી આપણું સૈન્ય અત્યારે સાણસામાં ફસાયું છે.
જો કે રણધવલ લખે છે તેમ યુદ્ધમાં તો આપણી સેના હારે | તેમ નથી, પણ દુશમનોએ બેય બાજુથી ભીડાવ્યા પછી, હવે, આપણી |
Page #53
--------------------------------------------------------------------------
________________
–જ છે
સમરું પલપલ સતત નામ
-
સેનાને અન્નનો પુરવઠો ક્યાંયથી ન મળે તેવી યોજના કરી છે, જેથી આપણી સેના ભૂખ-તરસે જ ખલાસ થાય અને દુશમનો વગર યુદ્ધ ફાવી જાય.
રણધવલ જણાવે છે કે મારે કુમક નથી જોઈતી. પણ મારા સૈન્યને અન્નનો પુરવઠો ઝટ મળે, મળતો રહે તેવો પ્રબંધ આપ કરાવો, તો હું બધાને પહોંચી વળીશ.
આખી સભા આ સાંભળતાં જ તંગ.
સૌના હાથ તલવારથી મૂઠ પર પડવા માંડ્યા. મરું કે મારુંનો ભાવ સૌના ચહેરા પર ઊપસવા લાગ્યો. પણ સૌની નજર રાજા પર હતી. રાજાજી શો નિર્ણય લે છે અને શો આદેશ ફરમાવે છે તે જાણવા સહુ ઉત્સુક બન્યા.
રાજા વિશ્વકાંતે પણ આવનારા સંદેશવાહકને બીજી કેટલીક આવશ્યક પૂછપરછ કરી લીધી, અને ત્વરિત નિર્ણય જાહેર કર્યો કે, “હું જાતે જ રણધવલની વહારે જવા માગું છું. સામંતો, યોદ્ધાઓ અને સૈનિકો સજ્જ થાવ. આપણને બનતી ત્વરાએ નીકળવું છે.”
આ આદેશ સાંભળતાં જ સભા જોમ અને ઉત્સાહના આવેગમાં થનગની ઊઠી.
કુમાર કુબેરદત્ત પણ સભામાં ઉપસ્થિત હતો. અત્યાર સુધીની સઘળી ય કાર્યવાહી તે મૂંગા મોઢે જોયા કરતો હતો. પણ જ્યાં રાજાજીએ સ્વયે યુદ્ધ ચડવાની વાત ઉચ્ચારી, એ સાથે તે ઊભો થઈ ગયો. તે રાજાજી પાસે પહોંચ્યો, અને હાથ જોડીને વિનયાવનત મસ્તકે તે બોલ્યો: પિતાજી! આપે જાતે આવો શ્રમ લેવાની હવે જરૂર નથી. આપ મને આશા ફરમાવો. હું જ આપના વતી ત્યાં જઈશ, અને રણધવલની સહાયતા કરીશ. અમે બેઠાબેઠા લહેર કરીએ, ને આપે આ ઉંમરે રણે ચડવું પડે તો અમારે લાજી મરવું પડે, પિતાજી! માટે કૃપા કરી ને મને અનુમતિ આપો.
રાજાને પોતાના રાજકુમાર પર વહાલ હતું તે કરતાં વિશ્વાસ વધુ હતો. કુમારની ક્ષમતા અને નિપુણતા માટે તેના મનમાં લેશ I પણ શંકા નહોતી. તેણે તક્ષણ કુમારને અનુમતિ આપી, અને બીજી
Page #54
--------------------------------------------------------------------------
________________
કુબેરદત્ત
જ ૪૫
જ સવારે કુમાર કુબેરદત્તના નેતૃત્વ તળે સેના ચાલી નીકળી.
કુબેરદત્તે ભારે કાબેલિયતથી કામ લીધું. તેણે વિચાર્યું કે શઠ લોકોની સામી છાતીએ લડવાનો મતલબ એક જ થાય. ખુવારી. અને વગર વિચારી તેમજ જીત વિનાની ખુવારીનો શો અર્થ?
એટલે તેણે પોતાના સાથીદારોને ભેગા કરીને પહેલો નિર્ણય એ લેવડાવ્યો કે દિવસે પ્રયાણ બંધ; રાત્રે જ આગળ વધવું. જેથી શત્રુને પાછળથી કુમક આવવાનો અણસારો ન મળે.
આ પછી શત્રુની છાવણી નજીક આવી, ત્યારે તેને જાણ થઈ કે શત્રુએ આખા પ્રદેશ પર કાંટાળી વાડ બાંધી દીધી છે, જેથી કોઈ આવી જઈ ન શકે. વળી, શત્રુએ વાડ ઉપર ઠેરઠેર સૈનિકોની રક્ષણ-હરોળ પણ ઊભી કરી હોવાનું તેણે જાણ્યું.
એ સાથે જ, તેણે એક મહત્ત્વનો નિર્ણય લીધો. પોતાના સૈન્યને તેણે ત્રણ ભાગમાં વહેંચી દીધું અને રાતોરાત ત્રણ સાવ જુદી દિશાઓમાં, એકમેકથી ઘણે દૂર અને છતાં પૂરા સંકલન સાથે મોકલી દીધું; જેથી સીમારક્ષકોને કુમક આવી હોવાનો વહેમ ન પડે.
આ પછી કુમારે કુશળ ગુપ્તચરો દ્વારા શત્રુના સીમારક્ષકોને પોતાની માયાજાળમાં સપડાવ્યા, અને નશાકારી વ્યસનોના તેમના શોખનો સંપૂર્ણ લાભ ઉઠાવીને કેટલીક ચોકીઓમાં પોતાના સૈનિકોને મૂકી દેવામાં સફળતા હાંસલ કરી લીધી. - હવે તેનો માર્ગ મોકળો થયો. આ ચોકીઓના માધ્યમથી તેણે જાસૂસોને શત્ર-સૈનિકોના ગણવેશમાં શત્રની છાવણીમાં મોકલીમોકલીને તેની સમગ્ર છાવણી વ્યવસ્થાની ભાળ મેળવી લીધી.
અને પછી એક અંધારી રાત્રે, સ્વયં કુમાર કુબેરદને, પોતાના ચુનંદા સાથીદારો તથા સૈનિકો સાથે, કુશળ બાતમીદારોના માર્ગદર્શન હેઠળ, છાપો માર્યો ખસ રાજાની યુદ્ધ છાવણી પર. લેશ પણ હલચલ થવા દીધા વિના, અને બીજા કોઈને પણ કનડ્યા |
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૬ ૬
સારું પલપલ સતત નામ
વિના, એ સીધો ખસ-રાજાના તંબૂ પર જઈ પહોંચ્યો. તેના રક્ષકોને જેર કરી, તંબૂમાં જઈ, પલંગમાં નિરાંતવા પોઢેલા ખસ-રાજવીને તેના વાળ ખેંચી પડકાર્યો.
સફાળી જાગી પડેલો ખસ-રાજા તો સામે ખુલ્લી તલવારે ઊભેલા દુશમનોને જોતાં જ થરથર કંપી ઊઠ્યો. પણ તે હજી કાંઈ વિચારે કે સળવળે ત્યાં તો કુબેરદત્તના સૈનિકોએ લોખંડની સાંકળો લાવીને તેને બંધનગ્રસ્ત કરી લીધો.
કુમારની પૂર્વયોજના પ્રમાણે તે જ સમયે ત્રણ ભાગમાં વહેંચાયેલું તેનું સૈન્ય પણ ત્રિપાંખિયા હુમલો લઈ આવ્યું. ફલત ખસ-રાજાનું નિનયિક સૈન્ય છિન્નભિન્ન થતું પલાયન કરી ગયું. આખી છાવણી પર હવે કુમારના સૈન્યનો અધિકાર સ્થપાઈ ગયો. - સવાર પડી. કુમારે પોતાના સંદેશવાહકો દ્વારા રણધવલને પોતાના આગમનની તથા ખસ-રાજા પરની જીતની વાત જણાવી, તો તેણે કહેવડાવ્યું કે મહારાજ, આપ અહીં આવવાની ઉતાવળ ન કરતા. આપ ત્યાંનું બધું કાજ પૂરેપૂરું આટોપીને જ અહીં પધારજો. પરંતુ મારું સૈન્ય અન્ન વિના તરફડી રહ્યું છે, માટે અન્નનો પુરવઠો અહીં તાત્કાલિક પહોંચાડો.
કુમારે તરત તેનો અમલ કર્યો. અને પોતે સાથે લાવેલ અનાજની કોઠીઓ ચાંપતો બંદોબસ્ત સાથે રણધવલને પહોંચાડી.
અનાજ આવ્યાનું જાણતાં જ આખી સેનામાં જાણે નવો પ્રાણસંચાર થયો. આખી સેના રાજીની રેડ.
એક તરફ સેના નવેસરથી સજ્જ થઈ, તો બીજી તરફથી કુમાર કુબેરદત્ત પણ પોતાના તાજા સૈન્ય સાથે ત્રણ જ દિવસમાં ત્યાં આવી પહોંચ્યો.
બન્ને સેનાઓ એકત્ર થતા જ વાતાવરણ પલટાઈ ગયું. બે મહાસાગરોના મિલનનો અહેસાસ સર્વત્ર થવા લાગ્યો.
સિંહપુર-નરેશ પરબલસિંહ હવે ગભરાયો. તેને હતું કે મારા
Page #56
--------------------------------------------------------------------------
________________
કુબેરદત
છે ૪૭
અને ખસ-રાજાના સાણસા-બૃહમાં રણધવલ ફસાઈ જ જવાનો. એને બદલે એ તો ટકી ગયો, અને બાકી હતું તો યુવરાજ કુબેરદત્ત બીજી ભારે કુમક લઈને આવી પહોંચ્યા. આવતાંવેંત એમણે ખસરાજાને ઝાલી લીધો છે. હવે મારે આવી બનવાનું. હવે આ લોકો મારા નગરને ફરતે ભરડો લેશે, ને અમને અન્ન-જળનો પુરવઠો મળતો બંધ કરાવશે. પરિણામ? પરિણામે અમારું-આખા નગરનું કૂતરાના મોતે મોત! ને સામી છાતીએ તો લડવાનું આ બધા સામે શક્ય નથી. હવે શું કરું?
તે મૂંઝાયો. તેણે તરત પોતાના મંત્રીઓ ને સહાયકો જોડે મંત્રણા યોજી. એમાં એણે શરણાગતિનો ત્વરિત નિર્ણય લીધો, અને પળનાય વિલંબ વિના પોતાના અંગત માણસોને “ધોળી ધ્વજા લઈને કુમાર કુબેરદત્ત પાસે રવાના કર્યા.
તેમણે કુમાર પાસે જઈને અરજ ગુજારી કે જો આપ અભય વચન આપો, તો અમારા રાજા આપના શરણે આવવા ઈચ્છે છે.”
કુબરેદત્ત વીર જરૂર હતો, પણ ગાંડો વીર નહિ. તે જેટલો વીર હતો. તેટલો જ સૌમ્ય પણ હતો અને તેટલો જ સમયજ્ઞ પણ હતો. તેણે વાતનો તંત ન લીધો. જીભાજોડી કે ઠપકાબાજીમાં પણ તે ન ઊતર્યો. તેણે પ્રેમપૂર્વક પેલા મનુષ્યોને “અભયની ખાતરી આપી, અને પરબલસિંહને લઈ આવવા સંમતિ આપી.
સંમતિ મળતાં જ તે માણસો ઝડપથી પાછા નગરમાં ગયા. રાજાને કુમારના સૌમ્ય વ્યવહારની વાતો કરી ને શીઘ તેની પાસે પહોંચવા સમજાવ્યો.
એ તો આટલી જ રાહ જોતો હતો. તે તૈયાર થયો, ને પોતાના વિશ્વાસ જનો સાથે ઉપડ્યો કુમારની છાવણી તરફ. છાવણીમાં પ્રવેશતાં જ કુમારના સુભટોએ તેનું વીરોચિત સ્વાગત કર્યું.
એ પહોંચ્યો કુમારના નિવાસે. કુમારને જોતાં જ તે દોડ્યો, અને કુમારના પગ પકડતો નમી પડ્યો.
કુમારે તેનો હાથ પકડીને ઊભો કર્યો, ને તેને ગાઢ આલિંગન આપી પોતાની પડખે આસન પર બેસાડ્યો.
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૮ •
સમરે પલપલ સવત નામ
પરબલસિંહ પણ જમાનાનો ખાધેલ હતો. તેણે હસતા મોંએ વાત છેડીઃ કુમારશ્રી! મેં આપને ઘણી તકલીફ પહોંચાડી છે તે બદલ પ્રથમ તો ક્ષમા યાચી લઉં છું. પણ મેં બહુ હેતુપૂર્વક આ કારસ્તાન રચ્યું હતું તે પણ આપે સાંભળવું પડશે.
અમે રહ્યા જંગલના ડુંગરાળ પ્રદેશના વાસી. આપના જેવા મોટા પુરુષો અમારા આવા વેરાન પ્રદેશમાં કદી પગલાં ન જ પાડે તે હકીકત છે. અને તો આપના ગુણોની રાગી એવા અમને લોકોને આપનાં દર્શન કયારે સાંપડવાનાં?
એટલે મેં નક્કી કર્યું કે કાંઈક એવું કરું કે આપે અહીં સુધી આવવું જ પડે, ને તો આ પ્રદેશની વસ્તીને આપના દર્શનનો લાભ થાય.
મહારાજ કુમાર! આટલા જ માત્ર આશયથી મેં આ બળવાનું તોફાન ઊભું કર્યું છે. બળવો કર્યો તો આપની સેના આવી. સેનાને રંધી તો આપ આવ્યા. અને આપ આવ્યા એટલે અમારા મનોરથ બધા જ સિદ્ધ થયા છે. હવે આપને જે ઠીક લાગે તે આપ કરી શકો છો. શિક્ષા કરવી હોય તો પણ કરી શકો છો. પણ તે પહેલાં એકવાર આપે મારા નગરમાં પદાર્પણ તો કરવું જ પડશે.
પરબલસિંહની અત્યંત ચતુરાઈભરેલી રજૂઆતથી કુમાર સહિત બધા ખુશખુશાલ થઈ ગયા. કુમારે પણ તેની પ્રાર્થના સ્વીકારી, અને ઉત્સવના ઉલ્લાસમય વાતાવરણ વચ્ચે કુમાર સિંહપુરમાં પ્રવેશ કર્યો. - સિંહ-રાજાએ પણ પોતાનો સઘળો ભંડાર, કીમતી પદાર્થો અને પોતાનું રાજ્ય સુદ્ધાં કુમારના ચરણોમાં ભેટરૂપે ધરી દીધું.
કુમારે તેમાંથી પ્રતીકાત્મક ભેટ સ્વીકારીને બાકીનું બધું જ તેને પાછું વાળ્યું.
આમ વેરની જીત તે પ્રેમની જીતમાં પરિણમી ગઈ.
આ આખુંયે ઘટનાચક્ર રાજકેદી બનેલા ખસ-રાજાએ જ્યારે |
Page #58
--------------------------------------------------------------------------
________________
–
કુબેરદત્ત
જ
૪૯
જાણ્યું, ત્યારે તેના હૈયામાં અવર્ણનીય ઉથલપાથલ મચી ગઈ. તેણે તો કશીય લેવા-દેવા વગર જ ઊઠ પાણા પગ પર' જેવું કર્યું હતું, અને તેના ફળસ્વરૂપ કારાગૃહની સજા તે અત્યારે ભોગવી રહ્યો હતો. - હવે, ઘણી ઝડપથી આવી ગયેલા ફેરફારોની વીગતો જાણ્યા પછી, તેના મનમાં એક જ ચિંતા પેઠીઃ હવે નક્કી કુબેરદત્ત મારા રાજ્ય પર ચડવાનો, અને મેં કરેલા ગતકડાના બદલામાં મારી નિર્દોષ પ્રજાને લૂંટવાનો. મારી સ્વતંત્રતા તો ગઈ જ, હવે મારી પ્રજાની પણ બેહાલી થવાની.
તેની પ્રજાપ્રીતિ જાગી ઊઠી. તેને થયું: કોઈ પણ ઉપાયે આ બધું અટકાવવું જ જોઈએ. મારું ને મારી સ્વતંત્રતાનું જે થવું હોય તે થાય, પણ મારો દેશ તો અકબંધ જ રહેવો જોઈએ.
પણ આ ઇરાદો કેવી રીતે પાર પાડી શકાય? એ મુદ્દો તેને કનડી રહ્યો.
ઊંડી વિચારણાને અંતે તેણે અત્યંત ઠાવકો કહી શકાય તેવો માર્ગ શોધી કાઢયો. પોતાના મિત્રની હેસિયતથી પોતાને હમેશાં મળવા આવતા રાજા પરબલસિંહને તેણે પોતાની ઘેરી ચિંતા સમજાવી, અને કહ્યું કે મિત્ર, તમે મારા વતી મહારાજકુમારને વીનવો કે “આપ સત્વરે ખસ-દેશમાં પધારો, તો હું પણ મારું રાજ્ય અને મારી સમૃદ્ધિ આપના ચરણોમાં ભેટ ધરી કૃતાર્થ બની શકું.'
પરબલસિંહે આ વાત યોગ્ય રીતે કુબેરદત્ત સમક્ષ રજૂ કરતાં જ કુબેરદત્તે તત્ક્ષણ તેનો સ્વીકાર તો કર્યો જ, પરંતુ એથી આગળ વધીને તેણે તે જ ક્ષણે ખસ-રાજવીને કારાવાસના બંધનમાંથી મુક્તિ આપી, અને પરબલસિંહની જેમ જ પ્રેમપૂર્વક પોતાના મિત્રસ્થાને પ્રસ્થાપિત કર્યો.
ખસ-રાજવી એક તરફથી પ્રસન્નતા અનુભવવા લાગ્યો, તો બીજી તરફથી પોતાના દુસ્સાહસ બદલ શરમ અને ગ્લાનિની લાગણી પણ તેણે તીવ્રતાથી અનુભવી. તેણે પોતાના પરાક્રમ' બદલ કુમારની ક્ષમા પ્રાર્થી, કુમારને પોતાના રાજ્યમાં પધારવાની વિજ્ઞપ્તિ કરી, |
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦ છે
સમરું પલપલ સતત નામ
અને છેવટે ઉમેર્યું કે હવેથી હું આપનો ખંડિયો રાજા જ નહિ, પણ સદાકાળ માટે આજ્ઞાકારી સેવક બની રહીશ તે નિઃસંદેહ માનજો ને મારા આ અપરાધને મનમાંથી કાઢી નાખજો.
કુમારે પણ નિરપરાધીને તો સહુ ક્ષમા આપે; અપરાધીને ક્ષમા આપે તે ખરો ગુણિયલ’ – એવા નીતિકારના આદર્શને ચરિતાર્થ કરતો હોય તેમ ઉદાર હૈયે ખસ-રાજાને ક્ષમા બક્ષી, અને તેની સાથે જ તેના દેશ તરફ જવા માટે પ્રસ્થાન પણ આદર્યું.
ખસ-દેશની પ્રજાના મન આશંકિત-આતંકિત હતાં કે દુશમનનું સૈન્ય આવશે તો? આપણને લૂંટશે તો?
વિચક્ષણ ખસ-રાજાએ અગમચેતી વાપરીને વાટમાંથી જ પોતાના મંત્રીજનોને સંદેશો પાઠવી દીધો કે હવે કોઈ જાતનો ભય સેવવાની જરૂર નથી. મહારાજકુમાર કુબેરદત્તને લઈને હું આવ્યો છું, તેમના ભવ્ય સ્વાગતની તૈયારી આદરજો. પ્રજાને નિર્ભયતાનો સંદેશો પાઠવજો.
પ્રજાને ભારે અચંબો અનુભવાયો. પરંપરાગત ધોરણો એ હતાં કે વિજેતા પરાજિતના દેશને લૂંટે, પ્રજાને રંજાડે, અને પાછો જાય ત્યારે આખો દેશ ઉજ્જડ અને પાયમાલ હોય. આજે આ પરંપરા તૂટતી હતી. આજે તો વિજેતા મિત્ર અને મહેમાન થઈને તેમને મળવા આવી રહ્યો હતો. પરિણામે પ્રજાજનોમાં જેટલો અચંબો હતો, તેટલો જ ઉમળકો પણ છવાવા લાગ્યો હતો.
પછી તો બધું આયોજનાબદ્ધ બન્યું. કુમારનો ખસપુરમાં નગરપ્રવેશ થયો. રાજા-પ્રજાએ દમામદાર સ્વાગત કર્યું. થોડાક દિવસ કુમાર ત્યાં રોકાયા. તે દરમિયાન ખસ-રાજાએ પોતાના ખજાનાની ઉત્તમોત્તમ ચીજો કુમારને ભેટ ધરી. કુમારે પણ પ્રતીકાત્મક ભેટ સ્વીકારીને બાકીનું બધું પ્રેમપૂર્વક પરત સોંપ્યું. પરસ્પરની પ્રેમગાંઠ બંધાઈ તે સાથે જ અતિદઢ પણ બની ગઈ.
Page #60
--------------------------------------------------------------------------
________________
કુબેરદત્ત
જ
પ૧
સમય વણથંભ્યો સરકતો હતો.
દંડનાયક રણધવલ અને તેની સાથેના સૈન્યને હવે સ્વદેશ પહોંચવાની તલપ લાગી હતી.
કુબરદત્તને પણ હવે અહીં વધુ રોકાવાનું કાંઈ પ્રયોજન ન હતું.
તેણે ખસ-રાજા અને પરબલસિંહની સંમતિ લીધી, અને સ્વદેશ ભણી પ્રયાણ પ્રારંવ્યું. તેના પ્રેમાગ્રહને માન આપીને પરબલસિંહ તેમજ ખસ-રાજા પણ તેની સાથે ચાલ્યા. દડમજલ કૂચ કરતા સૌ વિશ્વપુરના આંગણે આવી લાગ્યા.
રાજા વિશ્વકાંતે અને વિશ્વપુરની પ્રજાએ પણ પોતાના લાડીલા વિજેતા રાજકુમારનું અનેરું સ્વાગત કર્યું.
રાજકુમારની અંગત વિનંતિથી રાજા વિશ્વકાંતે હવે ખંડિયા બનેલા બેય રાજાઓનું ઉચિત સન્માન તથા સ્વાગત કર્યું, અને તેમના મનમાં પ્રવર્તતી “પોતે ખંડિયા, અપરાધી અને તેથી અપમાનિત દરજ્જાના' હોવાની રહીસહી આશંકા પણ દૂર કરી.
રાજકુમારના અનહદ સૌજન્યને કારણે ત્રણે રાજાઓ મિત્રતાની પ્રગાઢ સ્નેહગાંઠે બંધાઈ ગયા.
બીજી બાજુ,
રાજજ્ઞા અનુસાર, પ્રજા તો વિજયોત્સવના ઉન્માદમાં ઉન્મત્ત બની ચુકી હતી. જ્યાં જુઓ ત્યાં નાચ-ગાન-જલસા, આનંદ-પ્રમોદ, નાટક અને ખેલ-કૂદ મચી રહ્યા હતા.
દઢ-સમ્યકત્વી કુમાર કુબેરદત્તના દિલને આ બધું બહુ ન જગ્યું. તેણે રાજાજીને વિનંતિ કરીઃ પિતાજી, આપણા વિજયની ખુશાલીમાં નગરના જૈન મંદિરોમાં અષ્ટાલિકા મહોત્સવો રચાવાય અને જીવમાત્રને અભયદાનની ઘોષણા – અમારિ-ઘોષણા કરાવાય તો બહુ મજાનું થાય. આપ આજ્ઞા કરો તો હું પ્રબંધ કરું.
કુમાર કહે ને રાજાજી ના કહે એ તો કેમ જ બને? તેમણે તે જ પળે સંમતિ દર્શાવી. તો કુમારે પણ સંમતિ મળતાંની સાથે I જ પોતાનું તંત્ર કામે લગાડી દીધું, અને નગરના શ્રાવકો દ્વારા |
Page #61
--------------------------------------------------------------------------
________________
-
પર જ
સમરું પલપલ સુત નામ
-
વારાફરતી દરેક દેરાસરમાં પૂજા, શણગાર, અંગરચના અને જિનભગવાનની ભક્તિના અસંખ્ય ઉપચારોનું મનભાવન આયોજન કરાવ્યું. સાથે જ, નગરમાં અમારિની ઘોષણા પણ કરાવી.
આ પછી કુમારે પોતાના પિતાને તથા મહેમાન બનેલા બન્ને રાજાઓને પોતાની સાથે જિનાલયે આવવા વિયનપૂર્વક અનુરોધ કર્યો, તો તે વાત પણ તે બધાએ સ્વીકારી લીધી. કુમાર આ બધાને હવે એટલો પ્રિય અને માનીતો થઈ પડ્યો હતો, કે તેની કોઈ વાત ઉથાપવાની જાણે તેમનામાં હિંમત જ નહોતી રહી!
કુમારના મનમાં એક જ વાત રમી રહી હતી : આ બધા હંમેશના હિંસાપ્રેમી ક્ષત્રિયો છે. કોઈ ઉપાયે એમને વીતરાગના ઉપાસક જો બનાવી શકાય, તો ઘણાઘણા ઘોર પાપાચારોથી આ બધા ઊગરી જાય. એટલે જેવી બધાએ હા પાડી તેવો જ તેણે આઠે દિવસનો નિત્યક્રમ ગોઠવી દીધો: સવારમાં જેવા બધા પ્રાત:કાર્ય આટોપીને તૈયાર થાય, તેવા જ બધાને રોજ જુદે જુદે દેરાસરે લઈ જવાના, ત્યાં બિરાજતી પ્રભુ-પ્રતિમાઓની મનમોહક મુદ્દાઓ અને અંગરચના વગેરે દ્વારા પ્રગટતી અવનવી ભાવભંગિમાઓનાં દર્શન કરાવવાનાં; વીતરાગ અને વીતરાગતાનો પરિચય કરાવતા જવાનો, અને દેરાસરમાં રચાતા ગીત, નૃત્ય, ભક્તિ, પૂજાના કાર્યક્રમમાં જોડવાના.
ઉત્કૃષ્ટ ભાવ, સર્વોત્તમ દ્રવ્યો, ભક્તિછલકતાં આયોજનો, અને ધર્મવાસિત ભાવુકો – આ ચાર ભેળાં થાય પછી બાકી શું રહે? રાજાઓ તો વાહવાહ પોકારી ગયા!
ખસ-રાજવી ને પરબલસિંહ કહે કે અમે તો અમારા આખા જનમારામાં આવા ભગવાન ને આવી ભક્તિ દીઠાં નથી! આજે લાગે છે કે આ બધું જોઈને અમારાં નેત્રો સાર્થક થયાં છે.
તો રાજા વિશ્વકાંતે તો એમ કહ્યું કે મારો તો જન્મ અહીં થયો છે ને બાલ્યકાળથી આજ સુધીની જિંદગી અહીં જ વહી છે. પણ આ મંદિરો આવાં મસ્ત હોય છે, એમાં આવા કરુણાળુ ભગવાનની શાતાદાયક મુદ્રા પ્રતિષ્ઠિત હોય છે, અને એમનું !
Page #62
--------------------------------------------------------------------------
________________
કુબેરદત્ત
જ
પ૩
–
આરાધન આવી અભુત રીતે થાય છે, તે તો મેં કદી જાણ્યું જ નથી; જોવાની તો વાત જ ક્યાં? એટલે મને તો એમ લાગે છે કે કુમારે આપણા પર આ મોટો ઉપકાર જ કર્યો છે કે આપણને આવા મહાન દેવના દર્શન પમાડ્યાં.”
કુમારે જોયું કે લોઢું બરાબર તપવા માંડ્યું છે, હવે ઘાટ ઘડી દેવા જેવો છે. તેણે તરત ત્રણે રાજાઓને વિનંતિ કરી કે બાજુમાં જ ઉપાશ્રય છે, ત્યાં જૈન સાધુભગવંત આચાર્ય વિમલયશસૂરિ મહારાજ બિરાજમાન છે. બહુ જ્ઞાની છે. અતિશય પવિત્ર છે. એમને જોતાં જ આપણા ચિત્તને શાંતિ વળે અને આપણાં પાપ બળી જાય તેમ છે. આપ સહુ પધારો તો જઈએ; એમના મુખેથી કાંઈક બોધવચન સાંભળીએ.
પ્રભુજીનાં દર્શન પામીને ત્રણે રાજવીનાં ચિત્ત એવાં તો હળવાં બની ગયેલાં કે કુમારે કહ્યું તે સાથે જ તેમના પગ ઉપાશ્રયની દિશામાં વળી ગયા.
ગુરુભગવંત પણ તેજથી જળહળતા, સૌમ્ય અને પ્રસન્ન મુખમુદ્રા વડે વિલસતા હતા. તેમને જોતાં જ સૌ નમી પડ્યા. દરેકને અવર્ય શાંતિનો અનુભવ થવા માંડ્યો.
કુમારે ભગવંતને વીનવ્યાઃ પ્રભો! અમારે યોગ્ય ધર્મબોધ ફરમાવો તો મોટો ઉપકાર થશે.
ગુરુભગવંત કુમારના મનોભાવો કળી ગયા, ને તેમણે આગંતુક આત્માઓની ભૂમિકાને અનુરૂપ વીતરાગ-ધર્મની દેશના પ્રરૂપી.
કુમારે પૂર્વભૂમિકા એવી તો વ્યવસ્થિત બાંધી દીધી હતી કે ગુરુભગવંતની એક જ દેશનાએ સ્વાતિ નક્ષત્રની વૃષ્ટિનું કામ સાધી આપ્યું. ત્રણે રાજાઓનાં મનમાં જિનધર્મ જચી ગયો, અને તેમણે ગુરુમુખે તેનો અંગીકાર પણ કર્યો.
પરબલસિંહને તથા ખસ-રાજવીને જીતી લીધા તે ક્ષણે જેટલો હર્ષ થયો હતો, તેથી અનેકગણો અધિક હર્ષ કુમાર કુબેરદત્તે આ ધન્ય ઘડીએ અનુભવ્યો.
તો ત્રણે રાજવીઓ પણ કુમારના ઉપકારનો, અને તેના |
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪
સમરું પલપલ રાવત નામ
માધ્યમથી પરમાત્માની, ગુરુભગવંતની તથા સધર્મની પ્રાપ્તિનો અકથ્ય અને અપાર આનંદ અનુભવી રહ્યા.
શત્રુને નહિ, તેના હૃદયમાં રહેલી શત્રુતાને નષ્ટ કરો. અને એને નષ્ટ કરવાનું અમોઘ શસ્ત્ર એક છેઃ પ્રેમરસ્યો મૈત્રીભાવ.”
ગુરુભગવંતોએ વારંવાર શીખવેલો આ પદાર્થપાઠ કુમાર કુબેરદત્તને બરોબર ફળ્યો. બે બે જોરૂકા દુશ્મનોને તેણે આ શસ્ત્ર થકી જ જીત્યા, અને હવે તો એ બન્ને તેના ધર્મમિત્ર બની ગયા હતા.
બન્નેના હૈયામાં રહ્યું હું પણ શત્રુતાનું શલ્ય હવે સાવ નામશેષ થયું હતું. હવે તો જિનધર્મ સમજવો, આરાધવો અને તેના માર્ગદર્શન પ્રમાણે જીવન-વ્યવહાર વર્તાવવો એ જ એમનું લક્ષ્ય બની ચૂક્યું
હતું.
બન્ને રાજાઓએ અવસર જોઈને કુમારની તથા વિશ્વકાંત રાજાની અનુમતિ લીધી, અને પોતાને સ્વદેશ ગયા. ત્યાં પહોંચીને પહેલું કામ તેમણે પોતપોતાનાં નગરોમાં જિનચૈત્યોનું નિર્માણ કરવાનું કર્યું.
ચૈત્યોનું નિર્માણ અને તેની પ્રતિષ્ઠા ઇત્યાદિ થયા પછી બન્ને રાજાઓ અને તેમનો પરિવાર નિત્ય જિનપૂજા કરે છે, દેવદર્શન કર્યા વિના રહેતા નથી. પરમાત્માનું સ્વરૂપ જેમજેમ તેમને સમજાતું જાય છે, તેમ તેમ તેમના મનમાં પોતાના ધર્મદાતા કુમાર કુબેરદત્ત તરફનો અહોભાવ પણ વધતો જાય છે.
પોતાના આ અહોભાવને વ્યક્ત કરવા માટે તેઓ અવારનવાર અવનવાં ભેંટણાં કુમારને મોકલતા રહે છે. ક્યારેક રત્નો, ક્યારેક અશ્વો, ક્યારેક ગજરાજ તો ક્યારેક બીજું કાંઈ.
એક પ્રસંગે તે બન્ને રાજાઓએ લાખ સોનૈયાના મૂલ્યનો એક એવા બે અશ્વો કુબેરદત્તને માટે ખરીદ્યા, અને વિશ્વપુર મોકલી આપ્યા. અશ્વો ઉત્તમ જાતિના હતા. તાલીમ પ્રાપ્ત હતો. અને રાજપૂત બચ્ચાને અશ્વ મળે તો જાણે સ્વર્ગનું સામ્રાજ્ય મળ્યું!
Page #64
--------------------------------------------------------------------------
________________
–
કુબેરદત્ત
૫૫
-
કુબેરદત્ત પાસે એ અશ્વો પહોંચતાં જ તેણે પોતાના વિનય તથા મયદાપાલનને અનુરૂપ તે અશ્વોને રાજા વિશ્વકાંતને સુપ્રત કરી દીધા. રાજાજીએ તેને બેમાંથી એક અશ્વ પસંદ કરીને લઈ લેવાનું કહેતાં તેણે એક અલ્પ પસંદ કરી લીધો. બીજો અશ્વ રાજ્યની અશ્વશાળામાં બંધાયો.
આ અરસામાં જ, કુમારને ભોગવટામાં મળેલ મંગલપુર દેશથી કુમારના મિત્ર અને મંત્રી બુદ્ધિધનનો સંદેશો આવ્યો કે આપે આપેલ આદેશ અનુસાર અહીં ભવ્ય જિનાલયનું નિર્માણ કાર્ય પરિપૂર્ણ થયું છે. તેમાં જિનબિંબોની પ્રતિષ્ઠા પણ દશ દિવસના રૂડા મહોત્સવ સહિત કરી છે. હવે આપ તે પ્રભુજીનાં દર્શન કરવા અત્રે પધારો તો રૂડું થાય.
કુમારે પિતાજીની મંજૂરી લીધી અને પોતે પોતાના પરિજનો સાથે મંગલપુર જવા સજ્જ થયો. કુમારની ભાવના નવા આવેલા અશ્વ ઉપર સવાર થઈને જવાની હતી, પરંતુ જ્યોતિષીએ નવા અશ્વ માટેનું મુહૂર્ત થોડા વખત પછીનું કાઢી આપતાં તે અન્ય અશ્વ પર બેસીને ચાલ્યો.
મંગલપુરની જનતાએ કુમારનું ભાવભીનું સામૈયું કર્યું પ્રવેશનો મહોત્સવ પતતાં જ કુમાર સીધો નૂતન જિનચૈત્યનાં દર્શને ઊપડ્યો. ત્યાં બધાં અભિગમોનું તથા મર્યાદાઓનું પાલન કરવાપૂર્વક તેણે પરમાત્માનાં દર્શન કરી અપૂર્વ આહલાદ મેળવ્યો. વિધિવત્ તેણે પૂજા કરી. સ્તોત્રો દ્વારા પ્રભુજીની સ્તવના કરી. ઉત્તમ જિનપૂજા કરાવી, અને પોતાની જાતને કૃતાર્થ અનુભવી.
મહેલે પહોંચી, ભોજનાદિ કાર્યોથી પરવારીને તેણે મંત્રીને આદેશ કર્યો. દશ દિવસનો ઓચ્છવ મંડાવો, નગરમાં અમારિની ઘોષણા કરાવો; મારે પ્રભુભક્તિનો મનોરથ પૂરવો છે, ને લાભ લેવો છે.
મંત્રીએ તત્કાળ તે આદેશનો અમલ કર્યો, અને ભારે ઉલ્લાસપૂર્વક કુમારે દશાલિકા જિનભક્તિનો આનંદ લૂંટ્યો.
આ બધાં મંગલકારી કાર્યો આટોપાતાં જ કુમારને પેલો અશ્વ |
Page #65
--------------------------------------------------------------------------
________________
પ૬ -
સમરું પહપવરવત નામ
યાદ આવ્યો. નવો અશ્વ, શિક્ષિત અશ્વ, ભેટમાં મળેલો અશ્વ, ને વળી લખલૂટ કિંમત ધરાવતો અશ્વ; સહજ રીતે જ કુમારના મનમાં તેના વિશે તીવ્ર કૌતુક પ્રવર્તતું હતું કે જ્યારે મુહૂર્ત આવે ને હું તેને ફેરવું!
ઉત્સવ પતતાં જ અશ્વારોહણનું મુહૂર્ત પણ આવી લાગ્યું. કુમારે રસાલો તૈયાર કર્યો, ને પોતે અશ્વની પૂજા કરીને સવાર થયો. અશ્વને પ્રેમપૂર્વક થાબડતો એને જુદીજુદી ગતિઓ વડે, સાંકડી, વાંકીચૂકી, અટપટી લાગે તેવી ગલીઓ તથા ગલિયારામાં ફેરવવા માંડ્યો. અશ્વ પણ એવો તો ચાલાક, કે એનો અસવાર જેમ ફેરવે તેમ ફરે, ને જે ક્ષણે જે પ્રકારની ગતિનો ઈશારો આપે, તે રીતે ગતિમાં પરિવર્તનો આણતો જાય.
આમ ફેરવતો-રમાડતો કુમાર તેને નગર બહાર લઈ આવ્યો, રસાલો આખો સાથે જ છે. અશ્વની તાલીમ અને કુમારની નિપુણતાબન્ને જોતાં બધા તાજુબ છે.
એકાએક કુમારે હાક મારી : હું ઉપડું છું વનવિહારે, તમે બધા મારી પાછળપાછળ ચાલ્યા આવો.
રસાલો હોંકારો ભણે – ન ભણે, ત્યાં તો કુમારે અશ્વની લગામ ખેંચી, ને જેવી લગામ ખેંચાઈ તેવો અશ્વ તો જાણે ઉડવા માંડ્યો! જાણે ધનુષ્યમાંથી પવનવેગી બાણ છૂટ્યા - રસાલાના સૈનિકો તો ઓ જાય, ઓ જાય, કરતાં હજી દિશા નોંધે ત્યાં તો કુમારનો અશ્વ ઓઝલા અશ્વ કે અસવાર એકેયનો અણસારો ન મળે!
મૂંઝાયેલો રસાલો પાછળ તો ઘણું દોડ્યો, પણ અશ્વ તો શું તેની દિશા પણ શોધવી તેને માટે કઠિન બની ગઈ.
આ તરફ કુમારને થયું કે આટલો બધો વેગ અત્યારે મોંઘો પડે. મારો એક પણ સાથીદાર આની હોડ નહી કરી શકે, ને તો હું સાવ વિખૂટો પડી જઈશ. માટે આ અશ્વને અહીં રોકવો જોઈએ.
કુમારે એક જોરદાર ઝાટકો માર્યો ને અશ્વની લગામ ખેંચી. પણ આ શું? જેવી લગામ ખેંચાઈ કે અશ્વે આકાશમાં એક ખતરનાક |
Page #66
--------------------------------------------------------------------------
________________
કબેરઠ
, ૫૭
કુદકો લગાવ્યો, ને એની દોડ-ઝડપ બમણી થઈ ગઈ. - કુમારે વધુ બળ કર્યું, ને બીજીવાર લગામ ખેંચી, તો અશ્વ પાછો ઉછળ્યો, ને તીરવેગે ભાગ્યો. આમ, જેમજેમ કુમાર લગામ ખેંચતો ગયો, તેમતેમ અશ્વનો વેગ પણ વધતો રહ્યો. આ વેગમાં ને વેગમાં અશ્વ પંદર જોજન દૂર જંગલમાં કુમારને લઈ આવ્યો.
કુમાર હવે કંટાળ્યો. એણે ત્વરિત નિર્ણય લીધો ને તે પ્રમાણે, એકાએક તેણે અશ્વની લગામ છોડી દીધી – ને પોતે છલાંગ મારીને નીચે કૂદી પડ્યો. એ જેવો નીચે ઊતર્યો કે તરત અશ્વ ક્ષણવાર ઊભો રહી ગયો, અને પછી તરત મૂછ ખાતો ઢળી પડ્યો. કુમારને સહસા ખ્યાલ આવ્યો કે ઓહ, આ તો અવળી શિક્ષા પામેલો અશ્વ છે. બીજા અશ્વોની લગામ ખેંચીએ તો એ ઊભા રહે. જ્યારે આવાં - વિપરીત શિક્ષા મેળવેલા અશ્વોની લગામ ખેંચો તો ભાગે, ઢીલી છોડો તો જ ઊભા રહે.
કુમારે તરત તે અશ્વની લગામ તથા પલાણ છોડી નાંખ્યા. પણ જેવા એ છોડ્યા કે અન્ય પ્રાણ ત્યજી દીધા. - કુમાર તો સ્તબ્ધ ! પણ તેની પાસે કોઈ ઉપાય પણ ન હતો.
બપોર થઈ ગઈ હતી. ઘોર અને વળી અજાણયું જંગલ હતું. તાપ કહે મારું કામ ! એમાં અત્યંત થકવી દેનારી અશ્વદોડ કરી હતી. કુમારને લાગ્યું કે હવે સૌપ્રથમ તો થોડો આરામ લઈ લેવો જોઈએ.
તેણે ચોતરફ નજર ફેરવતાં એક તરફ એક વનખંડ – જંગલનું ઉપવન હોવાનું જણાયું. કુમાર ત્યાં ગયો, અને એક ઘટાદાર વૃક્ષની શીળી છાંય તળે તેણે ડીલ લંબાવી દીધું.
એકાદ પહોર જેટલી નિદ્રાને અંતે કુમાર સાવધ થયો. તે ઊક્યો અને તે વનખંડને નિરખતાંનિરખતાં આગળ વધ્યો, તો થોડે દૂર એક મજાનું સરોવર તેની નજરે પડ્યું. તે ઝડપથી ત્યાં પહોંચ્યો, અને હાથપગ-મોં પખાળીને સરોવરનું નવું પાણી પી પોતાની તૃષા છિપાવી. એ સાથે જ કેટલાંક વક્ષો પર લચી પડેલાં પરિપક્વ I પરિચિત અને મધુર એવાં ફળો જોતાં તે ઊતારીને તેના વડે પોતાની | "
Page #67
--------------------------------------------------------------------------
________________
– ૫૮
સમરે પલપલ ચવત નામ
સુધા પણ તેણે શમાવી.
આ પછી તેણે તે ઉપવનમાં આમથી તેમે પર્યટન ચાલુ કર્યું. વનરાજિની શોભા નિહાળતો જાય છે અને કુદરતની અદ્ભુત લીલા વિશે મનોમન ચિંતન પણ કરતો જાય છે.
આમ ફરતાંફરતાં અચાનક તેની નજર એક વૃક્ષ તરફ પડી, અને તે થંભી ગયો!
તેણે શું જોયું? પેલા વૃક્ષતળે એક મુનિરાજ કાયોત્સર્ગ-ધ્યાને ખડા હતા.
અર્ધ-નિમીલિત નેત્રો તેમણે નાસિકાના અગ્ર ભાગ પર ઠેરવેલાં હતાં. આજાનબાહુ તેમના હાથ હતા. જિનમુદ્રા રચીને ખડા રહેલા એ શ્રમણના મુખમંડળ પર પ્રસન્નતાની અનેરી આભા વિલસી રહી હતી.
કુમારને તો જંગલમાં મંગલ રચાયું!
તે બધું પડતું મૂકીને પહોંચી ગયો મુનિભગવંતના ચરણો પાસે, અને ક્યાંય સુધી અપલક નેત્રે તેમને જોતો રહ્યો. જેમ જોતો ગયો તેમ તેના હૈયામાં એક અકથ્ય શાતા વળતી ગઈ. મુસાફરીનો થાક, ગ્રીષ્મકાળની ગરમી, ભૂખ, તરસ, એકલતાની પીડા – બધું જ શમવા માંડ્યું. એને થયું કે હાશ, મારે તો નિર્જન વન પણ હવે નંદનવન નીવડવાનું. આવા વિકટ જંગલમાં આવા મુનિનો લાભ નહિ તો શું મળે?
એને થયું: મુનિરાજનાં દર્શન કરીને નેત્રો તો ધન્ય બન્યાં, હવે લાવ, એમને પ્રણામ કરીને કાયાને પણ ધન્ય બનાવું.
આવી ભાવના ભાવતો તે મુનિની વધુ નજીક ગયો, પણ મુનિ તો પોતાના ધ્યાનમાં તન્મય છે. પદરવ, સંચર કે એવી કોઈ બાબત તેમના ધ્યાનમાં ભાંગો પાડી શકતી નથી. કુમારની ઉપસ્થિતિની એમને જાણ પણ હજી થઈ નથી.
અને ક્યાંથી થાય? આવું ધ્યાન રાખે તો આત્મધ્યાન ક્યાંથી સધાય? બલ્ક આવા આત્મધ્યાની ભગવંતોને ખુદ દેવોનો ઈન્દ્ર આવે ને, તો પણ તેમનું ધ્યાન વિચલિત ન થાય, અને એની સામે એ
Page #68
--------------------------------------------------------------------------
________________
કુબેરદત્ત
જ
૫૯
-
નજર સુદ્ધાં ન કરે.
કુમારે ચિંતવ્યું: મુનિવર તો સર્વ સંગના ત્યાગી છે. પોતાની કાયાની પણ તેમને દરકાર નથી, તો મારા જેવાની તો દરકાર હોય જ શેની? ભલે તેઓ મને ન જાણે ને ન જુએ, પણ હું તો તેમનો ચરણસ્પર્શ કરી મારી જાતને પાવન બનાવી જ લઉં ને તેણે આગળ વધીને મુનિભગવંતના ચરણોમાં પોતાનું મસ્તક સ્થાપિત કરીને વંદન કર્યું, અને પછી મુનિ સમક્ષ બે હાથ જોડીને પુનઃ ઊભો રહ્યો.
કોઈકનો સ્પર્શ થવાનું અનુભવતાં જ મુનિએ ઉપયોગ-બળે કુમાર આવ્યાનું જાણી લીધું. લાભનું કારણ વિચારીને તેમણે કાઉસગ્ગ પાર્યો, શુદ્ધ ભૂમિ ઉપર વિધિપૂર્વક આસન ગ્રહણ કર્યું, અને કુમારને “ધર્મલાભની આશીષ વડે અનુગૃહીત કરતાં પૂછ્યું:ભદ્રા આ નિર્જન એવા બીહડ વનમાં તમે ક્યાંથી આવી ચડડ્યા?
કુમારે વિનયપૂર્વક પોતાનો સઘળો વૃત્તાંત મુનિરાજને કહી સંભળાવ્યો.
કુમારની વાત પૂરી થવા આવી, ત્યાં તો સૂર્ય અસ્તાચળ ભણી ઝડપભેર જતો અનુભવાયો, એટલે મુનિરાજે ફરમાવ્યું:ભાગ્યશાળી! હવે અમારે મુનિજીવનની ધર્મકરણી કરવાનો અવસર થયો છે, એટલે અમે તેમાં જોડાઈશું.
પળવાર માટે, આ સાંભળીને, કુમાર મૂંઝાયો, પણ તરત જ તેને ફુરણા થઈ ને તેણે મુનિરાજને વીનવ્યા:ભગવંત! આ ઘોર અરણ્યમાં હું અત્યારે ક્યાંય જઈ શકું તેમ તો નથી. આપ આપની ધર્મકરણી અવશ્ય કરો. હું પાસેના વૃક્ષ નીચે જ બેઠો છું. જો આપને બાધ ન હોય તો આપની ક્રિયા સમાપ્ત થયા પછી હું આવું. મને આપના શ્રીમુખે કાંઈક ધર્મબોધ પામવાની અને મનમાં વર્તતી કોઈક સમસ્યાનું નિરાકરણ પામવાની ભાવના છે.
નિર્લેપ અને વીતરાગના સાધક એવા મુનિએ કોઈ પ્રત્યુત્તર ન આપતાં કુમાર ત્યાંથી ઊભો થઈ ગયો, અને પાસેના વૃક્ષ તળે 1 જઈ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતો બેઠો.
Page #69
--------------------------------------------------------------------------
________________
– ૬૦
સમરું પલપલ સવત નામ
ઘોર જંગલ, ઘાટી વનરાજિ, જોજનો સુધી વસ્તીવિહોણો અરણ્યપ્રદેશ, હિંસક જનાવરોની પળેપળે પ્રવર્તતી ધાસ્તી, ભૂતવ્યંતરોનાં રાસડાંના ચોમેરથી ઊઠતા ભણકારા; અને આ બધાના સરદાર જેવો, વાતાવરણને અગ-રશો તરડો લઈને વીંટળાઈ વળેલો પ્રગાઢ અંધકાર આવા વાતાવરણમાં બે આત્માઓ એક વૃક્ષ-મંડપમાં નિતાંત નિર્ભયભાવે બેઠા છેઃ નિઃસંગ એવા મુનિ અને મુનિના સંગનો ખપી એવો રાજકુમાર કુબેરદત્ત. કેવું બિહામણું વાતાવરણ અને છતાં કેવો સોહામણો સુયોગી
યથાસમય મુનિરાજની ક્રિયા પૂર્ણ થઈ. તે સાથે જ કુમાર તેમની સમીપે પહોંચ્યો, અને અવગ્રહ સાચવતો વિનયપૂર્વક બેઠો, તેણે હાથ જોડીને વિનંતિ કરીઃ પ્રભુ! આપની જો અનુમતિ હોય તો મારે ધર્મસંબંધી કાંઈક પૂછવું છે. આપને જો નિદ્રા કે આરામ લેવાનો હોય અથવા આપની તપકુશ કાયા વિશેષે પરિશ્રમિત હોય તો મારો દુરાગ્રહ નથી. પરંતુ જો આપને સર્વથા સુખાકારી હોય તો પૂછું.
મુનિવરે અત્યંત સદ્ભાવ સાથે કહ્યું:મહાભાગ! અમારા મુનિજીવનનો નિયમ એવો છે કે રાત્રિના પહેલાં બે પહોર અમારે સ્વાધ્યાય-ધ્યાનમાં જ ઓતપ્રોત રહેવાનું હોય છે. એ પછીના ત્રીજા પ્રહરે નિદ્રા લેવાની છે. એટલે આ તો અમારો સ્વાધ્યાય-યોગનો સમય છે. તમારા પ્રશ્ન વિશે છણાવટ કરવામાં પણ સ્વાધ્યાય જ સધાશે. માટે જે પૂછવું હોય તે પૂછો.
કુમાર તો રાજીરાજી થઈ ગયો. તેણે કહ્યું:ભગવંત! મને એક પ્રશ્ન ઘણા વખતથી મનમાં ઘોળાય છે કે જગતમાં બે પાયાનાં તત્ત્વો છે કર્મ અને પુરુષાર્થ. - આ બન્ને તત્ત્વોમાં બળવાન કર્યું તત્ત્વ? શું કર્મ વધુ બળવાન કે પછી પુરુષાર્થ વધુ બળિયો? કૃપા કરીને આ વિષયે મને કાંઈક બોધ ફરમાવો. - ભદ્રા મુનિરાજે જવાબ વાળ્યો: આ બન્ને પદાર્થો પોતપોતાના સ્થાને સમાનપણે સબળ છે. એટલે આ વધુ બળવાન ને આ ઓછો બળવાન એવું કહેવું અશક્ય છે.
વધુ ઊંડાણથી સમજવું હોય તો એમ કહી શકાય કે જગતના /
Page #70
--------------------------------------------------------------------------
________________
કુબેરદત્ત
જ
૬૧
–
કશા છે
બધા જીવો પોતાનાં કર્મોને અનુસાર ઉદ્યમ કરે છે, પણ તો તેની સાથે જ એમ પણ કહેવું રહે કે જે જીવ જેવો-જે દિશાનો ઉદ્યમ કરે છે તે તેવા – તે ઉદ્યમને અનુરૂપ કર્મોનું ઉત્પાદન કરે છે.'
તાત્પર્ય એ કે જેવો પુરુષાર્થ તેવાં કર્મો, ને જેવાં કર્મો તેવો પુરુષાર્થ.
એટલે આ બેમાં કોણ વધુ બળવાન એવો નિર્ણય કરવાને બદલે આ બન્ને પોતાના સ્થાને સમાનપણે બળવાન ગણાય, એમ સ્વીકારવું એજ વધુ ઉચિત જણાય છે. - સિદ્ધાંતોમાં પણ પ્રતિપાદન થયું છે કે ક્યારેક કર્મ બળવાન ને પુરુષાર્થ દુર્બળ બને છે; તો ક્યારેક પુરુષાર્થ વધુ સબળ અને કર્મો તેની સામે નિર્બળ અનુભવાય છે.
પોતાના આ પ્રત્યુત્તરના સમર્થનમાં મુનિરાજે કુમારને રાજા હર્ષદેવ, રાજા અંબુચીચ વગેરેનાં વિસ્તૃત કથાનકો પણ વર્ણવી બતાવ્યાં. અને પ્રાંતે ઉમેર્યું:
ભાઈ ! સમુદ્રના મહાપૂરને કોઈ વખત ખાળી શકાય એવું બને, પરંતુ ગત જન્મોના પુરુષાર્થ વડે ઉત્પન્ન કરેલાં શુભ યા અશુભ કર્મોનાં પરિણામોને ખાળવા એ કેવળ અશક્ય છે. માટે એવો પુરુષાર્થ કરવો કે જેથી બંધાતાં કર્મો પણ આત્માને ઉન્નતિ તરફ જ વાળવામાં સહાયક નીવડે.
મુનિરાજ આટલું કહીને વિરમ્યા, ત્યારે રાત્રિ પૂર્ણતાને આરે આવી પહોંચી હતી. કુમાર પરિતૃપ્ત હતો. આવું અનૂઠું તત્ત્વપાન કર્યા પછી કાંઈક બોલીને રસસમાધિમાં ભંગ પાડવાનું કુમારને ઉચિત ન લાગ્યું, અને તે મૌનપણે મુનિને પ્રણમીને ત્યાંથી નીકળી ગયો. મુનિ પણ પોતાના પ્રાત:કર્મમાં પરોવાયા.
હો ફાટી રહ્યો હતો.
નિબિડ અંધકાર અને અડાબીડ જંગલ – બેની જુગલબંદી પૂરી | થઈ હતી, અને પ્રકાશના પ્રચંડ આક્રમણે અંધકારને ઊભી પૂંછડીએ !
Page #71
--------------------------------------------------------------------------
________________
– ૬૨ ૯
સમરું પલપલ ચદ્રત નામ
–
ભગાડી મૂક્યો હતો.
આકાશના અફાટ મેદાનનો અખત્યાર હમણાં જ સૂર્ય આવીને સંભાળી લેશે તેના ઉલ્લાસમાં પંખીઓ સાગમટે કલરવવા લાગ્યાં હતાં. પરિણામે નિઃસ્તબ્ધ જણાતું જંગલ પણ વસતિથી છલોછલ છલકાઈ ગયું હોય તેવો ભાસ થતો હતો.
આવા ટાણે કુમાર વનખંડમાંથી બહાર આવ્યો. ચારે દિશાઓ, જંગલના માર્ગો, કેડીઓ વગેરેનું નિરીક્ષણ કર્યું. અને ઘણા મનોમંથન બાદ પોતે જે દિશાથી કાલે અહીં આવેલો. તે જ દિશામાં જતા માર્ગ પર તે ચાલવા માંડ્યો, તેને પાકી જાણ હતી કે ચાલીશ તો જ કાંઈક સૂઝકો પડશે. અસહાય છું એમ સમજીને ઊભો રહીશ તો કોઈ ઉકેલ નહિ આવે.
તે ચાલવા માંડ્યો. હજી થોડુંક ચાલ્યો હશે, ત્યાં એક ભયાનક કૌતુક સરજાયું.
ગાંડોતૂર બનેલો એક પ્રચંડ જંગલી હાથી પોતાની દિશામાં ધસમસી રહેલો તેની નજરે પડ્યો. સૂંઢ ઉછાળતો, ચિંઘાડ પાડતો, વચ્ચે આવતાં ઝાડ-ઝાંખરાનો ખો કાઢતો એ હાથી આડેધડ ભાગી રહ્યો હતો, ને અચાનક તેની નજર કુમાર પર પડી ગઈ. નજર પડી કે વીફર્યો. બીજું બધું છોડીને એ દોડ્યો સીધો કુમાર તરફ.
ભલાભલાનાં ગાત્ર ગળી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પણ વાહ રે કુમાર કુબેરદત્ત વાહ! તેનું કુંવાડું ય ન ફરક્યું. જીવતાં મોતને સામેથી આવતું અનુભવવા છતાં પણ તે તો અડીખમ!
તેણે ગાંડા ગજરાજને દૂરથી જ માપી લીધો. પછી એક ચોક્કસ સ્થાન પર સ્થિર થઈને હાથીની પ્રત્યેક હિલચાલ પર ચાંપતી નજર નોંધીને ઊભો રહી ગયો. હાથી જેવો તેની નજીક આવ્યો, તેવો જ કુમાર આકાશમાં ઉછળ્યો, અને હાથીની પૂંઠે પહોંચીને તેનું પૂંછડું પકડી લીધું. - હાથી ભડક્યો. પોતાનું પૂંછડું કોણ પકડે છે, કોણ આમળે છે, તે જોવા માટે તે પાછળ ર્યો, તો કુમાર તેના પૂંછડે એવો તો ચીપકી ગયો કે હાથીની સૂંઢ પૂંછડે પહોંચે જ નહિ.
Page #72
--------------------------------------------------------------------------
________________
કબેરદા
ક ૬૩
હાથી અકળાયો, તેણે ગોળગોળ ફુદરડી શરૂ કરી. કુમારે પણ પૂછડું આમળવાનું ને હાથીને પજવવાનું ચાલુ જ રાખ્યું, તે છેક હાથી થાકી ગયો ત્યાં સુધી.
પણ કુમારને હાથી માત્ર જરા થાકી જાય તેમાં રસ નહોતો. તેને તો રસ પડી ગયો હતો આ હાથીમાં, અને એટલે તે ઈચ્છતો હતો કે હાથીનો મદ શાંત થાય તો જ વાત બને. એટલે તે થાકેલા હાથીનું પૂંછડું છોડીને તેની સામે, પણ થોડેક દૂર, જઈને ઊભો રહી ગયો.
તેને જોતાં જ હાથી છંછેડાયો, ને દોડ્યો પકડવા. કુમારે પણ તેને નજીક આવવા દીધો. પણ જેવો એ નજીક આવ્યો, કે કુમાર કૂદીને તેથી ઊંધી દિશાએ જઈને ઊભો. હાથી પાછો તેને શોધતો તે તરફ ધસ્યો.
આ સંતાકુકડીમાં પણ કુમારે હાથીને એવો તો હંફાવ્યો કે હાથીનો બધો ઉન્માદ આ વ્યાયામ દરમિયાન ગળી જ ગયો.
અનુભવી કુમારે હવે તક ઝડપી, અને હાંફી ચૂકેલા હાથીની પીઠ પર છલાંગ લગાવી તે ચડી બેઠો. બેઠાબેઠા તેણે હાથીના કુંભસ્થળ ઉપર થોડીક થપાટો મારી, થોડો તેને પંપાળ્યો, અને એમ કરતાંફરતાં સંપૂર્ણપણે વશ કરીને પોતે ધારેલી દિશામાં તેણે તેને હંકારવા માંડ્યો.
હાથી પણ હવે શાંત અને સૌમ્ય બની ગયો હતો, એટલે તે કુમાર જેમ દોરે તેમ દોરાતોદોરાતો ચાલ્યું જ ગયો. લગભગ દોઢ દિવસની અકળાવી મૂકનારી યાત્રાને અંતે કુમારને તેની શોધમાં નીકળેલા રસાલાનો ભેટો થયો. સેવકો તો પોતાના માનીતા કુમારને વિરાટ ગજરાજ પર સવારી કરતો જોઈને હરખપદુડા થઈ ગયા. કુમારના અચાનક અલોપ થઈ જવાથી અદ્ધર થઈ ગયેલા તેમના જીવમાં, કુમારને હેમખેમ પાછો ફરેલો જોતાં, જીવ આવી ગયો; તો કુમારે અશ્વની સામે આવો ગજરાજ મેળવ્યો તે જોઈને તો તેઓ રીતસર ગેલમાં જ આવી ગયા.
હજી મંગલપુર દૂર હતું, ને બધા થાક્યા હતા. કુમાર ને હાથી )
Page #73
--------------------------------------------------------------------------
________________
– ૬૪ -
સમરું પલપલ સતત નામ
–
બન્ને પણ શ્રમિત હતા. કુમારે ત્યાં જ પડાવ નાખવાનો નિર્દેશ આપ્યો.
પડાવ નંખાયો. ખોરાક-પાણીની જોગવાઈ કરવામાં આવી. કુમાર હાથીને નજીકના સરોવરમાં લઈ ગયો. ત્યાં જળસ્નાન દ્વારા હાથીએ પોતાનો થાક ઊતારી લીધા પછી તેને ચારો ચરાવી લેવામાં આવ્યો. પછી કુમારે પણ સ્નાનાદિથી પરવારીને પોતાના સેવકો સાથે ભોજન લીધું. અને પછી બે ઘડી વીસામો લેતાં પોતે કરેલા રોમહર્ષક અનુભવની વાત બધાને કરી.
નમતાં બપોરે કુમાર ત્યાંથી પ્રયાણ આરંભ્ય. થોડો પંથ કાપ્યો, તો મંગલપુરથી કુમારની શોધ માટે નીકળેલી નવી ટુકડી સામે મળી. બધા રસાલાને લઈને કુમાર મોડી સાંજે ઘેર પહોંચી ગયા.
બીજે દિવસે કુમારે હસ્તીશાસ્ત્રના નિષ્ણાતોને ભેગા કરીને પોતે લાવેલા ગજરાજની જાતિ, લક્ષણો વગેરેનો નિશ્ચય કર્યો. સૌનો એક મત પડ્યો : હાથી ઉત્તમ જાતિનો છે. તેનાં લક્ષણો શુકનવંતાં અને તેને શ્રેષ્ઠ ગજરાજ તરીકે સ્થાપી આપે તેવાં છે. આવો ગજરાજ જેના આંગણે હોય તેને હમેશાં બધે વિજય, સમૃદ્ધિ અને સત્કાર જ મળે; તે કદી હારે તો નહિ જ.
કુમાર સ્વયં પણ ગજાસનો મર્મજ્ઞ હતો. પોતાના મેઘાબળે પણ તે આ બધું સમજી શક્યો હતો. છતાં તેણે વિદ્વાનોની મહોરછાપ મરાવી, અને પછી તે હાથીને તેણે લક્ષ્મીવર્ધન નામ આપીને પોતાના પ્રિય હસ્તી તરીકે વિધિવત્ સ્થાપિત કર્યો.
ગજરત્નની સંપ્રાપ્તિનો આ આનંદોત્સવ ચાલી રહ્યો હતો, ત્યાં જ વિશ્વપુર નગરથી રાજદૂતોનું આગમન થયું. પિતા વિશ્વકાંતે કુમારને તાકીદનાં તેડાં પાઠવ્યાં હતાં, ને તેનો સંદેશો લઈને તે દૂતો આવ્યા હતા.
પિતાજીનો આદેશ મળતાં જ કુમારે તત્કાળ પ્રયાણ કરવાનો નિર્ણય લીધો, અને લક્ષ્મીવર્ધનના હોદ્દે સવાર થઈને પોતાના રસાલા સાથે તે તે જ દિવસે નીકળી પણ ગયો.
Page #74
--------------------------------------------------------------------------
________________
કબેરઠા
જ ૬૫
આખા રસ્તે તેના મગજમાં એક જ સવાલ ઘૂંટાતો રહ્યો:પિતાજીએ તાકીદે કેમ તેડાવ્યો હશે? કાંઈ ઉપાધિ આવી હશે? કોઈ દુશ્મનનો ભય ઊભો થયો હશે? શું હશે? ઝટ પહોંચું ને ઝટ પિતાજીને મળું.
આ એક જ ધૂનમાં તે મજલ કાપતો રહ્યો. ગણતરીના જ દિવસોમાં તે પહોંચી ગયો, પિતાજીના સાનિધ્યમાં. હજી પિતાના ચરણોમાં તે વંદન કરે ત્યાં જ તેના પિતા પરમ હર્ષભેર તેને ભેટી વળ્યા, ને બોલ્યા:વત્સ! અગાઉ તેં મને શ્રાવકધર્મ પમાડીને મારા પર ઉપકાર કર્યો હતો. હવે એવો જ બીજો ઉપકાર તારે મારા પર કરવાનો છે. મને હવે સંયમધર્મ ગ્રહણ કરવાની તમન્ના જાગી છે; તું આ રાજ્યધુરા સંભાળી લેવા દ્વારા મને સહાય કરે તો જ હું તે ગ્રહણ કરી શકું; આ માટે જ મેં તને અહીં ઉતાવળે બોલાવ્યો છે. બોલ, મને સહાયક થઈશ?
કુબેરદત્તની આંખો આ સાંભળતાં જ ભીની થઈ ગઈ. તેણે કહ્યું:દેવ! મારી એકમાત્ર મહેચ્છા એ હતી કે હું નિત્ય આપના ચરણોમાં બેસી રહું ને આપની આજ્ઞાનું પાલન કર્યા કરું. આપ આ રીતે ચાલ્યા જાવ તો મારી આ ઈચ્છા કેમ કરીને બર આવશે?
પરંતુ પિતાજી! આપ મોક્ષ સુખના પંથે પળવા ઉઘુક્ત થતા હો ત્યારે મારી આવી તુચ્છ ઇચ્છાને વચ્ચે લાવીને આપને અંતરાયભૂત બને તે પણ કેમ બને? આપ પ્રસન્નતાથી આપનું આત્મસાધન કરો, હું આપના આદેશ પ્રમાણે વર્તવા તૈયાર છું.
કુમારની સંમતિ મળતાં જ વિશ્વકાંત રાજાએ જ્યોતિષીઓને આમંત્ર્યા. અને કુમારના રાજ્યાભિષેકનું મુહૂર્ત માગ્યું. જ્યોતિષીઓએ ત્રીજા દિવસનું શ્રેષ્ઠ મુહૂર્ત જોઈ આપ્યું.
બીજી બાજુ રાજાએ ગુરુભગવંતની તપાસ ચાલુ કરી. તેને જાણવા મળ્યું કે વિશ્વપુરથી પાંચેક યોજન દૂરના ક્ષેત્રમાં શ્રી વિમલયશસૂરિ ભગવંત બિરાજમાન છે. તેણે તરત પોતાના માણસોને
ત્યાં રવાના કર્યા:ભગવંતને વિનંતિ કરવા તથા દીક્ષાર્થે તેઓની અનુમતિ લેવા.
Page #75
--------------------------------------------------------------------------
________________
– ૬૬ ૦
સમરું પલપલચકત નામ
–
મુહૂર્તદિને આખા નગરના અનિર્વચનીય ઉલ્લાસ વચ્ચે કુમારનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તે દિવસે જિનાલયોમાં પૂજાઓ રચવામાં આવી. બંદીખાનાં છોડવામાં આવ્યાં. અમારિનું પ્રવર્તન થયું. સર્વત્ર આનંદ અને ઉમંગનો માહોલ રચાઈ ગયો.
એ જ દિવસે ગુરભગવંત પાસે મોકલેલા સેવકો પણ આવી પહોંચ્યા. તેમણે શુભ સમાચાર આપ્યા કે ગુરુભગવંત નગર બહારના ઉદ્યાનમાં પધારી ગયા છે.
રાજા કુબેરદત્તે પિતાજીની ભાવનાને અનુરૂપ ભવ્ય દીક્ષાયાત્રાનું આયોજન કર્યું. પ્રજાના હૃદયમાં હિલોળા લેતા ઉલ્લાસના મહાસાગરમાં તરતાતરતા શિબિકા-આરૂઢ રાજા વિશ્વકાંત દીક્ષાયાત્રા સહિત ઉપવનમાં પહોંચ્યા. અને ત્યાં આચાર્ય વિમલયશસૂરિ ભગવંતના વરદ હસ્તે વિધિપૂર્વક તેમણે સંયમ અંગીકાર કર્યો. તેમની સાથે મંત્રી સુબુદ્ધિ સહિત અન્ય અઢીસો આત્માઓએ પણ સંસાર ત્યજીને સંયમમાર્ગ ગ્રહણ કર્યો.
રાજા કુબેરદત્ત સજળ નેત્રે સૌને વંદના કરી રહ્યો.
સૂરિભગવંતની નિશ્રા મેળવીને વિશ્વકાંત રાજર્ષિ પ્રસન્નપ્રસન્ન
અન્ય મુનિવરો પણ આવી સાધના પામીને કૃતાર્થતા અનુભવે
સૂરિજી પણ સૌ નૂતન સાધુઓને સાધુચર્યા શીખવે છે. જ્ઞાનાભ્યાસ કરાવે છે. અને આત્માના સાધનમાં જોડે છે.
થોડોક વખત વિશ્વપુરમાં સ્થિરતા કરીને ગુરુભગવંત પરિવાર સાથે અન્યત્ર વિહરી ગયા.
વિશ્વકાંત મુનિ પોતાની પ્રચંડ પ્રજ્ઞાના યોગે ટૂંક સમયમાં જ દ્વાદશાંગીના પારગામી જ્ઞાતા બન્યા. કાળક્રમે તેમની યોગ્યતા જાણીને ગુરુભગવંતે તેમને આચાર્ય પદ આપ્યું, અને ૨૫૦ મુનિઓનો પરિવાર તેમને સોંપી સ્વતંત્ર રીતે વિચરવાની અનુજ્ઞા આપી.
Page #76
--------------------------------------------------------------------------
________________
કુબેરદત્ત
૬૭
વિશ્વકાંતસૂરિ પણ પોતાના ગુરુભગવંત જેવા જ ધી૨, ગંભીર, શાંત અને સૌમ્ય બન્યા હતા. તેઓ દેશ-વિદેશમાં વિચરીને અસંખ્ય આત્માઓ ઉપર ઉપકાર કરતાકરતા વચ્ચેવચ્ચે વિશ્વપુરે પણ પધારતા, અને કુબેરદત્ત સહિત અનેક ભાવિકોને ધર્મબોધ આપી
જતા.
બીજી તરફ,
રાજા બન્યા પછી કુબેરદત્તનો પ્રતાપ ચોતરફ વિસ્તરતો જાય છે. મંગલપુરથી બુદ્ધિધનને બોલાવીને તેને પોતાના મંત્રીપદે તેણે સ્થાપ્યો છે. તેની બુદ્ધિપ્રતિભાના બળે કેટલાંય યુદ્ધો લડાયાં વિના જ જીતી શકાયાં છે, અને અનેક રાજાઓ કુબેરદત્તના સેવક બની ગયા છે.
ખસ અને પરબલસિંહ રાજા પણ કુબેરદત્ત સાથેની મૈત્રી કેમ વધતી રહે તે માટે ખાસ્સી ચીવટ રાખ્યા કરે છે.
કુબેરદત્તના પ્રતાપ અને શૌર્યના આકર્ષણથી હોય કે પછી ધાકથી હોય, ગમે તેમ, પણ વિવિધ દેશોના રાજવીઓ સામેથી પોતાની રાજકન્યાઓ કુબેરદત્ત સાથે પરણાવતા હતા અને તેની સાથે સંબંધ જોડી પોતાને ધન્ય માનવા લાગ્યા હતા.
કુબેરદત્તના અંતઃપુરમાં કુલ ત્રણસો રાણીઓ આ રીતે થઈ. તેમાં મદનસુંદરી નામે રાણીને તેણે પટ્ટરાણી પદે સ્થાપી. તેની સાથે વિષયસુખો અનુભવતાં કાળક્રમે તેને શુભસ્વપ્ન સૂચિત ‘અમરદત્ત‘ નામે પુત્રરત્નની પ્રાપ્તિ પણ થઈ.
એક બાજુ આ બધી જ જાહોજલાલી હતી. તો બીજી બાજુ, કુબેરદત્ત સંસારની તથા રાજકારભારની સઘળીએ જવાબદારી નિભાવતો હોવા છતાં ધર્મ-આરાધનાને ક્ષણ માટે પણ નહોતો ચૂકતો. લીધેલાં વ્રતોનું રૂડું પાલન તે તેના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું હતું. પોતાના દેશમાં જ્યાં જ્યાં જે ગામમાં કે જે નગરમાં જિનચૈત્ય ન હોય ત્યાં જિનચૈત્યોનું તેણે નિર્માણ કરાવ્યું. પર્વદિનોમાં રથયાત્રા, અષ્ટાક્ષિકા ઉત્સવો, અાપ્રિવર્તન આ બધું પણ તે હમેશાં કરતો રહ્યો.
Page #77
--------------------------------------------------------------------------
________________
– ૬૮
સમરે પલપલ સતત નામ
-
આમને આમ સમય સરકતો રહ્યો; ને વર્ષોનાં વહાણાં વાયાં.
કુમાર અમરદત્ત પણ હવે તો મોટો થઈ ગયો છે. અનેક રાજકુમારીઓ સાથે તેના વિવાહ પણ થઈ ચૂક્યા છે, કુબેરદત્તના દરબારમાં તે પણ હવે યુવરાજનું સ્થાન શોભાવે છે.
બધું હેમખેમ પ્રવર્તી રહ્યું છે, એમાં એક દિવસ,
વનપાલકે આવીને રાજાને ખબર આપી કે મહારાજ! વધામણી!! રાજર્ષિ વિશ્વકાંતસૂરિ ભગવંત ઉપવનમાં પધાર્યા છે.
આ શબ્દો કાને પડતાં જ કુબેરદત્તના રોમેરોમે દીવા પ્રગટ્યા. તે તત્કાળ પોતાના સમગ્ર પરિવારને લઈને પિતા-ગુરુના વંદન માટે ઉપવનમાં આવી પહોંચ્યો.
ગુરુને વાંદ્યા. ધર્મદેશનાનું શ્રવણ કર્યું. દેશનાને અંતે રાજાએ ગુરુને વીનવ્યા:પ્રભુ! તે દહાડે જે રીતે આપે મારા શિરે રાજ્યનો ભાર નાખ્યો હતો, તે રીતે હવે મારા શિરે સંયમના સામ્રાજ્યનો ભાર પણ નાખો, તેવી મારી વિનંતિ છે. ભગવંત! આટલો કાળ તો આપનો દીર્ઘ વિરહ મેં વેક્યો. હવે તે વેઠવાની મારામાં ક્ષમતા નથી. કૃપા કરી, મને ચારિત્રપદ આપો, અને આપના ચરણસેવક બનાવો!
પિતા-ગુરુએ કહ્યું:ભદ્રા હવે તું સંયમ લે તો તે સર્વથા સમુચિત ગણાશે. તારા પુત્ર અમરદત્તને રાજ્યભાર સોંપીને હવે તારે દીક્ષા લેવી ઘટે.
ગુરુભગવંતનો સંકેત મળતાં જ કુબેરદત્ત ઘેર ગયો. શુભ દિવસે અમરદત્તનો રાજ્યાભિષેક કર્યો. પછી તેની રજા લઈને, તેણે યોજેલી દીક્ષાયાત્રાપૂર્વક પોતે ગુરુભગવંતના ચરણોમાં પહોંચ્યો, અને તેઓશ્રીના શુભહસ્તે ચારિત્રધર્મ અંગીકાર કર્યો.
તેની સાથે ૫૦૦ ભાવિકોએ પણ સંયમ લીધો. રાજા અમરદત્ત વગેરેએ ગૃહસ્થધર્મનાં વ્રતો અંગીકાર કર્યા.
આ પછી વિશ્વકાંતસૂરિ ભગવંતે ત્યાંથી મંગલપુર તરફ વિહાર કર્યો. મંગલપુરમાં પોતાના ગુરુ શ્રી વિમલયશસૂરિ ભગવંત અંતિમ
www.jainelibrary:org
Page #78
--------------------------------------------------------------------------
________________
કુબેરદત્ત
છે ૬૯
સાધના કરી રહ્યા હતા, તેઓને નિયમણા કરાવી. તે ભગવંતે પણ પ્રાંતે અનશનવ્રત લીધું અને આરાધકભાવને વિકસાવી પરમપદને પ્રાપ્ત કરી લીધું.
કાળાંતરે કુબેરદત્ત મુનિ પણ દ્વાદશાંગીના જાણ બનવા ઉપરાંત આચાર્યપદને વર્યા. ૫૦૦ મુનિઓના નાયક બનાવી ગુરુએ તેમને સ્વતંત્ર વિહાર માટે આજ્ઞા આપી, અને પોતે લાખો પૂર્વનો સંયમપર્યાય આરાધી. અસંખ્ય ભવ્યાત્માઓને ધર્મ પ્રતિબોધી પ્રાંતે પોતાના ગુરુવરની જેમ જ અનશનવ્રત દ્વારા આત્માને ભાવિત કરવા પૂર્વક સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિપદ પામ્યા. | રાજર્ષિ કુબેરદત્ત સૂરિએ પિતા-ગુરુના પગલે દીર્ઘ દીક્ષાપર્યાય વહ્યો. અનેક આત્માઓને સંયમભાવ પમાડ્યો. અસંખ્ય જીવોને પ્રતિબોધ્યા. અપ્રતિબદ્ધ વિહારે વિહર્યા. અને છેવટે પોતાની પાટે યોગ્ય આત્માને સ્થાપી સંખેલનાપૂર્વક એક માસનું અનશન કરી, સમાધિમૃત્યુને વર્યા.
તેઓ કાળધર્મ પામીને સનસ્કુમાર નામે દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા.
Page #79
--------------------------------------------------------------------------
________________
વજકુંડલ
આ ધરતી અતિ વિશાળ છે.
જેટલી દેખાય છે, તેના કરતાં નહિ દેખાતી ધરતી ઘણી મોટી
એમાં ભાતભાતનાં ક્ષેત્રો છે, અવનવા પર્વતો છે; તો અગણિત દ્વીપો અને સમુદ્રો અને નદી-નદીઓ પણ અઢળક છે.
માણસની પહોંચમાં છે, તેના કરતાં તેની પહોંચ બહારનો ભૂખંડ ઘણો વિસ્તીર્ણ અને વળી વિવિધતાથી છલકાતો છે.
જૈન ધર્મગ્રંથોની ધારણા પ્રમાણેની ભૂગોળ, કદાચ, જગતજુદી ભૂગોળ છે. દશ્યમાન દુનિયાના જેમ ગોળા અને નકશા બને છે અને સમજાવવામાં આવે તો અભ્યાસીઓ સમજી શકે છે, તેમ જૈન-ભૂગોળના પણ નકશા મળે છે, અને તેના જાણકારો તેનું અધ્યયન તેમજ વર્ણન કરી પણ શકે છે.
આવા નકશાઓનું અવલોકન કરીએ તો ભૂગોળનું કેન્દ્રબિંદુ જણાશે મેરુ પર્વત, અને તેની ફરતે પથરાયેલો જબૂદ્વીપ.
જબૂદ્વીપમાં ઘણાઘણા વિભાગો છે; તેમાં મુખ્ય ત્રણ તે આ : ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, વિદેહ ક્ષેત્ર.
એ ત્રણમાંના વિદેહક્ષેત્રના પશ્ચિમભાગમાં એટલે કે અપર વિદેહક્ષેત્રમાં “ગંધાવતી' નામે “વિજય' છે, તેમાં “સૌગંધિક નામે દેશ છે; તેના પાટનગરનું નામ છે “ગંધમાદનપુર'.
વજનાભિ નામે રાજા ત્યાં રાજ કરે છે.
તે ચક્રવર્તી છે, એટલે તે “વિજયના છએ ખંડ પર તેની જ આણ પ્રવર્તે છે. દિગ્વિજય દ્વારા તે પ્રદેશના તમામ રાજવીઓને
Page #80
--------------------------------------------------------------------------
________________
વડલ
છે
૭૧
તેણે નમાવ્યા છે, અને તેની સેવા કરવામાં તથા તેની આજ્ઞાનું પાલન કરવામાં સૌ રાજાઓ પોતાને કૃતાર્થ અનુભવે છે. - તે ચક્રવર્તી છે, એટલે સ્વાભાવિક રીતે જ તેને અનેક રાણીઓ હોય, તે રાણીઓમાં શ્રેષ્ઠ એવી એક રાણી છે. દેવી શુભાવતી.
તે રાજાને અતિશય પ્રિય હતી, માનીતી હતી.
તો શુભાવતી પણ જેમ નામથી તેમ ગુણથી, સ્વભાવથી અને આચાર-વિચારથી પણ સર્વથા શુભમય હતી. તેની પતિનિષ્ઠા અજોડ હતી.
રાજા તેનાથી, અને તે રાજાથી – બન્ને પરસ્પર થકી અત્યંત સંતુષ્ટ હતાં. પરિણામે સર્જાયું હતું પ્રસન્ન દાંપત્ય.
આવા સુખી દાંપત્ય જીવનના મધુરા પરિણામની સૂચના આપવા માટે જ હોય તેમ, એક રાત્રે એક અદ્ભુત ઘટના ઘટી. રાણી શુભાવતીને એક વિલક્ષણ સ્વખ-દર્શન થયું. સ્વપ્નમાં તેણે જોયું કે ચંદ્રમા જેવાં વિમલ વસ્ત્રો પહેરેલો મુગટસહિત સર્વ અલંકારોથી અલંકૃત એવો ઈન્દ્ર તેની સમીપે આવ્યો છે. તેના એક હાથમાં હજારહજાર સૂર્યની દીપ્તિ છલકાવતું વજ શોભી રહ્યું છે, તો તેના બીજા હાથમાં એક જળહળતું મણિમય કુંડલ છે. એ કુંડલ, ઈન્દ્ર, પોતાના હસ્તે શુભાવતીને આપી રહ્યો છે, અને આપતાંઆપતાં કહે છે કે “આ તું લઈ લે; આ ભલે એક જ કુંડલ છે, પણ એ એક કુંડલ પણ તારી શોભામાં અનહદ વૃદ્ધિ કરી મૂકશે અને તારું કલ્યાણ થશે, માટે સ્વીકારી લે.' ઈન્દ્રની સૂચનાનો તેણે અમલ કર્યો છે અને કુંડલ હાથમાં સ્વીકારી લીધું છે, ને એ સાથે જ તેની આંખ ઉઘડી ગઈ. - વિસ્મય-છલકતા હૈયે રાણી બેઠી થઈ. ઊઠીને રાજા પાસે ગઈ, અને પોતાનું અલૌકિક સ્વપ્ન તેને વર્ણવી બતાવ્યું.
રાજા તો સ્વપ્ન સાંભળતાં જ રાજીરાજી થઈ ગયા. તેમણે કહ્યું કે રાણી! તમે અત્યંત ઉત્તમ સ્વપ્ન દીઠું છે. એ આપણા કલ્યાણનું | સૂચન તો કરે જ છે, સાથે એનાથી એ પણ ફલિત થાય છે કે તમને દેવોનેય વહાલો લાગે તેવો એક પુત્ર પ્રાપ્ત થશે.
Page #81
--------------------------------------------------------------------------
________________
– ૭૨ જ
સમરું પલપલ ચદ્રત નામ
–
રાણીએ દેવ-ગુરુ-ધર્મના પ્રભાવે તમારું વેણ ફળજો ! એમ કહેતાં શુકનની ગાંઠ વાળી.
સુભગ મનુષ્યોને શુભ સ્વપ્ન જ આવે, અને આવે તેવાં જ ફળે પણ ખરાં.
રાણી શુભાવતીના પ્રસંગમાં પણ આમ જ બન્યું. જે રાત્રે તેણે સ્વપ્ન જોયું, તે જ રાત્રે સનસ્કુમાર નામના ત્રીજા દેવલોકમાં રહેલા કુબેરદત્તના પુણ્યાત્માનું દિવ્ય આયુષ્ય સમાપ્ત થયું, અને તે ત્યાંથી ચ્યવન પામીને રાણી શુભાવતીના ઉદરમાં અવતર્યો.
પૂરે મહિને રાણીને પુત્ર જન્મ્યો રાજભુવનમાં, સમગ્ર નગરમાં અને આખા દેશમાં આનંદઆનંદ છવાઈ ગયો.
દસ દિવસનો જન્મોત્સવ રચાયો. બારમે દિવસે રાજાએ નવજાત બાળકનું નામ પાડ્યું રાજકુમાર વજકુંડલ. સ્વખે આપેલા સંકેતનું જાણે જીવંત રૂપ!
રાજાનું વિશાળ અંતઃપુર અને પાંચ પાંચ ધાવમાતાઓ. એક ખોળામાંથી બીજા ખોળામાં સરકતો રહેતો રાજકુમાર જોતજોતામાં આઠ વર્ષનો થઈ ગયો, અને રાજા-રાણીએ તેને વિદ્યાભ્યાસ માટે કલાગુરુને સોંપ્યો. તીક્ષણ મેધાને કારણે અત્યંત સહેલાઈથી અને વળી અસામાન્ય ઝડપથી તેણે બહોંતેર કળાઓ હસ્તગત કરી લીધી.
પણ એ સાથે જ, એક વાત તેનામાં જન્મજાત જોવા મળતી: જિનધર્મ પ્રત્યેની સહજ અભિરચિ. દેરાસરો જુહારવાં તેને બહુ ગમતાં. પોતાના મહાલયમાં પણ જિનમંદિર હતું, તેની નિત્ય પૂજામાં તે ગાઢ રસ ધરાવતો. સાધુભગવંતોનો સમાગમ તેને વિશેષ આકર્ષતો. જ્યારે પણ યોગ મળે ત્યારે તે સાધુવંદને જતો ને તેમની પાસે ધર્મશ્રવણ શ્રદ્ધાભેર કરતો.
એની આ અભરુચિ સૌને વિસ્મય તો પ્રેરતી, પણ ગમતી. વર્ષો વીતતાં રહ્યાં. કુમારે યુવાનીમાં પદાર્પણ કર્યાં.
વિવેકી રાજાએ પણ તેની યોગ્ય વય જાણીને “કામરતિ વગેરે ૫૦૦ રાજકન્યાઓ સાથે તેને વિવાહબદ્ધ કર્યો અને સાથે જ યુવરાજ-પદે પણ તેને સ્થાપ્યો.
Page #82
--------------------------------------------------------------------------
________________
વજફડલ
ક
૭૩
તે સમયના રિવાજ પ્રમાણે યુવરાજને પોતાના ભોગવટા માટે અમુક પ્રદેશ સ્વતંત્ર આધિપત્ય મળતું. કુમાર વજકંડલના પિતા તો ચક્રવર્તી હતા, તેથી તેમણે કુમારને ઘણાં નગરો ભોગવટા અર્થે આપ્યાં. - કુમારે પણ પોતાના પિતાના મંત્રી મતિસાગરના પુત્ર મતિનિધાન નામના પોતાના બાલમિત્રને તે પ્રદેશનો વહીવટ સુપ્રત કર્યો, અને પોતે પિતાના સાંનિધ્યમાં આનંદમય દિવસો વીતાવવા. લાગ્યો.
અ.
સુષેણ નામે દેશ છે.
ત્યાં સિંધુવીર નામે રાજા રાજ્ય કરે છે. તેને બે રાણી છેઃ વીરમતી અને પશ્રી.
બન્ને રાણીને એકએક પુત્ર છેઃ વીરસેન અને સિંધુસેન.
દીકરા તો બન્ને રાજાના છે, પણ સ્વાભાવિક રીતે જ બેઉમાં આભ-જમીનનો તફાવત છે. વિરસેન શૂરવીર છે, તેની સાથે વિવેકી પણ છે. વળી જેવો વિવેકી છે, તેટલો જ લોકપ્રિય પણ છે. તેનું પરાક્રમ, તેના ગુણો, તેનો વિનય અને તેનો પ્રજાપ્રેમ બધું જ અસામાન્ય છે.
તો સિંધુસેનનું એનાથી તદ્દન વિપરીત છે. તે પરાક્રમી પૂરો, પણ ઉશૃંખલ પણ એટલો જ. પ્રજા સાથેનો તેનો વ્યવહાર એવો કે પ્રજા આપમેળે તેને નકારતી. વિનય કે વિવેકનો તો છાંટો પણ નહિ. પણ રાજાની માનીતી રાણીનો દીકરો, એટલે સૌ અનિચ્છાએ પણ તેને સ્વીકારતા. - રાજા સિંધુવીરને બે રાણી: વીરમતી અને પદ્મશ્રી. બેમાં પદ્મશ્રી જરા રાજાને વધુ માનીતી. વીરમતી અણગમતી કે અણમાનીતી નહિ, પણ પાશ્રીનું આકર્ષણ રાજાને વિશેષ રહેતું. અને ગમતી રાણીના કુમારને ઠપકો આપવાનું કે શિક્ષા કરીને વિવેકને માર્ગે
Page #83
--------------------------------------------------------------------------
________________
– ૭૪
સમરું પલપલ સવ્રત નામ ––
વાળવાનું તો રાજાનું ગજું જ શેનું હોય?
રાજા સમજે બધું જ. મોટા કુમારની યોગ્યતાનો તેને પાકો ખ્યાલ, અને નાના કુમારની ઉદ્ધતાઈભરી વર્તણૂકો પણ તેની નજર બહાર નહિ જ. પરંતુ નાની રાણીના રૂપના જાદુ એવા હતા કે રાજા મા-દીકરાને કશું જ કહી કે કરી ન શકે. એ વિચારતો કે જવાબદારી આવશે એટલે આપોઆપ બધું થાળે પડી જશે.
સમયના ક્રમ અનુસાર એકદા રાજાએ વીરસેનને યુવરાજપદે સ્થાપવાનું નક્કી કર્યું. મોટો પુત્ર તે હતો, ને એ રૂએ રાજ્યનો ભાવી રાજા પણ તે જ હતો, વળી તે યોગ્ય પણ હતો તે પદ માટે. એટલે રાજાએ તેને યુવરાજપદે બેસાડવાનું જાહેર કર્યું.
રાજાની આ જાહેરાતના સમાચાર રાણીવાસમાં પહોંચતા જ રાણી પદ્મશ્રી વિફરી. વીરસેન જો યુવરાજ થાય તો મારા દીકરાનું શું? આ ચિંતા તેના ક્રોધનું કારણ હતી. રાજા આવે કે તરત જ આ ચિંતાનો ઉકેલ લાવવાની તેણે ગાંઠ વાળી.
ભોજનવેળા થઈ. રાજાજી પધાર્યા. હજી આસન પર સ્થાન ગ્રહણ કરે ત્યાં જ રાણીએ પોત પ્રકાશ્ય: મહારાજા વીરસેનને યુવરાજપદ, તો મારા દીકરાને શું? સિંધુસેનનું સ્થાન અહીં કયું? તે નક્કી કરી આપો. વીરસેન પાટવી, ને સિંધુસેન ફટાયો એ પરિસ્થિતિ હું સ્વીકારવા તૈયાર નથી.
રાજા તો શિયાવિયાં તેણે એક પણ દલીલ કર્યા વિના, જાણે શરણાગતિ સ્વીકારતો હોય તેમ કહ્યું : દેવી! તમે શું ઇચ્છો છો? તમે કહો તે સિંધુસેન માટે કરવા હું તૈયાર છું. કહો, શું કરું?
રાણીને તો આટલું જ ખપતું હતું. તેણે પૂરી ધૃષ્ટતાથી કહ્યું : મહારાજ! કાન ખોલીને સાંભળી લો. મારો દીકરો સિંધુસેન રાજનો યુવરાજ થાય; અને કુમાર વીરસેન પહેરેલે લુગડે - એકલો આ દેશ અને ઘર છોડીને ગમે ત્યાં ચાલ્યો જાય - દેશ-નિકાલ થાય; આ બે વાત તમને સ્વીકાર્ય હોય તો હા, નહિ તો હું મારો રસ્તો શોધી લઈશ.
આટલું કહેતાંક રાણીએ પોતાની પાસેની થેલીમાંથી એક કાગળ /
Page #84
--------------------------------------------------------------------------
________________
વજકુંડલ
જ
૭૫
કાઢીને રાજા સામે ધરી દીધો, ને ઉમેર્યું : મહારાજ! આ કાગળને ઓળખો છો? આપણાં લગ્ન થયાં તે દહાડે તમે આ કાગળ લખીને, તમારી મુદ્રા વડે અંકિત કરીને મને આપેલો તે યાદ છે?
રાજાજીએ મૂંગે મોંએ હકારમાં ડોકું હલાવ્યું.
રાણી આગળ વધી: જરા વાંચો તો, અંદર શું આલેખ્યું છે આપે?
નિઃશબ્દ સ્તબ્ધ બનેલા રાજાએ થરથરતા હાથે એ કાગળ હાથમાં લીધો, ને વાંચવા માંડ્યો. કાગળમાં લખેલું:
દેવી પાશ્રી! તમારા રૂપથી હું ઘાયલ છું. તમે મને એવો તો વશ કરી લીધો છે કે તમારા વિના રહેવું મારા માટે અશક્ય છે. મારા સદ્ભાગ્યે, મારા આ સ્નેહનું પરિણામ આપણા લગ્નમાં પરિણમ્યું છે, અને તેની ખુશાલીમાં હું રાજા સિંધુવીર, તમને વરદાન આપું છું કે, તમે જે સમયે ચાર વરદાન માગશો, તે વરદાન પૂરાં કરવાં હું લિખિત વચનથી બંધાઉં છું.”
કાગળ વાંચી રહેલા રાજાએ ઊંચું જોયું તો રાણી ખડખડાટ હસી રહી હતી. વાતનો તાંતણો સાંધતાં તે બોલી: સ્વામી! આમાં ચાર વરદાન તમે મને લખી આપ્યાં છે, ને મેં આજ સુધી તે વાપર્યા નથી, માગ્યાં નથી. આજે એ ચારે વરદાન એકીસાથે માગીને તમારો ભાર કાયમ માટે હું ઊતારવા માગું છું. તમે પછી વચનમુક્ત. બોલો, મારા ચાર વરાન પૂર્ણ કરો છો ને?
ડોકું હલાવ્યા સિવાય રાજા પાસે કોઈ વિકલ્પ જ નહોતો. એક હરફ પણ ઉચ્ચાર્યા વિના તેણે રાણી સામે પ્રશ્નસૂચક નજર નોંધી, એટલે રાણીએ પોતાનાં વરદાન દોહરાવ્યાં.
એક મારો પુત્ર હમણાં યુવરાજ થાય, ને પછીથી રાજા થાય. બે વીરસેન દેશનિકાલ થાય.
ત્રણ વીરસેન અહીં રહે ત્યાં સુધી તેની જીવાઈ બંધ થાય, અને તેનું સર્વસ્વ છીનવી લેવામાં આવે.
ચાર વીરસેન દેશવટે જાય ત્યારે એકલો જ જાય. પહેર્યું લૂગડે | જ જાય. કોઈપણ તેની સાથે જઈ ન શકે.
Page #85
--------------------------------------------------------------------------
________________
– ૭૬ ૨
સમરું પલપલ રાવત નામ
મહારાજ! આપો વચન, રાણીએ હાથ લંબાવ્યો. દિમૂઢ બની ગયેલા રાજા સિંધુસેને અસહાયતાથી ધ્રૂજતો હાથ પસાર્યો અને રાણીના હાથ પર ચાંપ્યો.
પછી તો રાણીએ આખો દોર હાથમાં લીધો. રાજાને ભરપૂર પ્યારથી સંતૃપ્ત કરીને તેના શોક-સંતાપ ઠાર્યા. રાજાના તે દિવસના આદેશને રાતોરાત ફેરવાવીને સિંધુસેનના યુવરાજપદે અભિષેકની જાહેરાત કરાવી દીધી. રાજાના સ્વહસ્તાક્ષરે વીરસેન પર દેશનિકાલની આજ્ઞાનો પત્ર લખાવી, પિતાપુત્રની મુલાકાતનો અવકાશ પણ ન રાખીને વીરસેનને એકાકીપણે રવાના પણ કરી દેવડાવ્યો.
હક્ક પર અણહક્કનો આ વિજય હતો. સત્તા કરતાં ય રૂપનો ઉન્માદ અહીં સવાયો પુરવાર થયો હતો.
સબ જન રિપુ હૈ એક મેં, કૃશ હું અરુ અસહાય ઐસી શંકા સિંહકો, સપનેહું નહુ આયા કુમાર વીરસેનની માનસિકતા આવી જ હતી.
જે ક્ષણે તેને પિતાના પરવશભાવે કરાયેલા આદેશની જાણ થઈ, તે જ ક્ષણે, પળનીય વાર લગાડ્યા વિના તેણે ઘર છોડી દીધું.
સાથે લીધી એકમાત્ર પોતાની તલવાર.
બાકી ન કોઈ સેવક, ન કોઈ અંગરક્ષક, ન કોઈ મિત્ર કે ન કોઈ સ્વજન. અરે, પોતાની પત્નીને પણ તેણે સાથે આવવાની મના કરી. પિતાજીનો આદેશ સ્પષ્ટ હતો : વીરસેને એકાકીપણે દેશ ત્યાગ કરવો; સાથે કોઈને પણ લઈ જવાના નહિ.
અને પિતાની આજ્ઞાનું પાલન એ જ તેની વીરતાનો પર્યાય હતો. જ્યાં પૂજ્યોની આમન્યાનું પાલન ન હોય, તેવી વીરતાનો શો અર્થ?' આ તેનું દઢ મંતવ્ય હતું. એટલે તેણે પિતૃઆજ્ઞાનું શબ્દશઃ પાલન કર્યું, અને ઘર તેમજ દેશનો ત્યાગ કરીને તે એકાકી ચાલી
Page #86
--------------------------------------------------------------------------
________________
વજકુંડલ
8.
નીકળ્યો.
આખુંયે નગર અને સઘળા નગરજનો પોતાના પ્યારા રાજકુમારને આમ એકાકી અને પગપાળા ચાલ્યો જતો અસહાયપણે જોઈ રહ્યા! સૌ કોઈનાં હૈયાં વીરસેનને ન જવા દેવા અને કાં તો તેની સાથે ચાલ્યા જવા થનગનતાં હતાં, પણ રાજાશા આગળ સૌ લાચાર હતા.
સૌ રડતાં રહ્યા, અને બેફિકર વીરસેન વીરોચિત ગર્વથી ઉન્નત મસ્તકે સૌનાં અભિવાદન ઝીલતોઝીલતો ચાલી નીકળ્યો.
તેના હૈયે ઉમંગ હતો; નવનવા દેશો હવે ખૂંદવા મળશે; અવનવી અજાયબીઓ જોવા મળશે; ભાતભાતના વીર પુરુષોનો સમાગમ થશે; અને ભાગ્યની પરીક્ષા પણ કરી શકાશે.
આ ઉમંગમાં ને ઉમંગમાં તેણે અતિત્વરાથી પોતાના રાજ્યની સ૨હદ વટાવી દીધી.
પણ સરહદ ઓળંગીને નવા પ્રદેશમાં તે આગળ વધ્યો ત્યાં જ એક અણકહ્યું કૌતુક સર્જાયું: એકાએક તેની આસપાસ સેંકડો ઘોડેસવાર સુભટો આવીને વીંટળાઈ વળ્યા, અને તે હજુ કાંઈ જુએસમજે, તે પહેલાં તો એક પડછંદ સુભટ આવીને તેના પગમાં પડી ગયો!
વીરસેને બે હાથ પકડીને તેને ઊભો કર્યો ને જોયું તો પોતાનો અંગત અન પ૨મ વિશ્વાસુ સાથી-સેવક માધવરાય. તે વિસ્ફારિત આંખે તેની સામે જોઈ જ રહ્યો.
કુમારની આંખોનો પ્રશ્નાર્થ માધવ પામી ગયો. તેણે તત્ક્ષણ કુમારના મનનું સમાધાન કરતાં કહ્યું:માલિક! આપની સાથે કોઈએ પણ આવવાની રાજાજીની મના હતી, અમે એનું અક્ષરશઃ પાલન કર્યું છે. પણ આપ આ દેશની સરહદ ઓળંગી જાવ, પછી કોઈ આપની સાથે સ્વેચ્છાએ થાય, તો તે માટે રાજાશામાં કોઈ જાતનો નિષેધ નથી. એટલે અમે, આપના માનીતા અને સદાના સાથી એવા સેવકો, આ જૂથ રૂપે, આજથી આપની સેવામાં ઉપસ્થિત થયા છીએ. આપ ન હો તો આ દેશમાં રહીને અમારે પણ શું કામ છે? જ્યાં
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૮
સમરું પલપલ સુવ્રત નામ
આપ ત્યાં અમે. જે આપની ગતિ તે અમારી ગિત.
વીરસેન સ્તબ્ધ થઈ ગયો. પોતાના સેવકોની આ વફાદારી તેના માટે અકલ્પ્ય હતી. તેના આનંદનો પાર ન રહ્યો. તેણે બધાને હૈયાના હેતથી પોંખ્યા ને સાથે રહેવાની સંમતિ દર્શાવી.
કુમાર માટે એક અશ્વની જોગવાઈ પહેલેથી જ માધવે કરી લીધી હતી, તે અશ્વ પર કુમાર આરૂઢ થયો, અને આખો રસાલો આગળ ચાલ્યો.
પણ હવે કુમારના મનમાં ચિંતા પેઠી; અત્યારસુધી તો એકલો હતો; હવે આ મોટો બધો રસાલો થયો. આ બધાનું ભરણ-પોષણ શેં થશે?
પણ માધવે એ ચિંતા પણ ન રહેવા દીધી. તેણે કુમારને જણાવ્યું: મહારાજ! કુસુમપુર નગરનો ભોગવટો આપને રાજાજીએ આપેલો, ત્યારે ત્યાંના પ્રિયમિત્ર નામના શ્રેષ્ઠીએ આપની અનુમતિ મેળવીને એક જિનાલય બંધાવેલું, તે યાદ છે?
હા, બરોબર યાદ છે, પ્રિયમિત્ર તો મારો પરમ સ્નેહી છે. તો મહારાજ! હવે આપના એ સ્નેહી શ્રેષ્ઠી ૫૨ આફતનાં વાદળ વરસવા માંડ્યાં છે. આપને દેશવટો અપાયો કે તરત જ સિંધુષેણને યુવરાજપદ અપાયું, ને તે સાથે જ કુસુમપુરનો અધિકાર તેને સોંપાયો. તેણે કુસુમપુર જઈને પહેલું કામ એ કર્યું કે આપના પ્રત્યે ભક્તિ કે કૂણી લાગણી ધરાવનારા તમામને શોધીશોધીને સંતાપવા માંડવા. એમાં પ્રિયમિત્રનો પણ વારો પડી ગયો છે.
એમાં બીજું તો ઠીક, શેઠ બધી રીતે પહોંચી વળે તેવા છે; પણ આણે તો તેમના દેરાસરમાં અને તેમની ધર્મ-પ્રવૃત્તિમાં રંજાડ આદર્યો છે. આથી શ્રેષ્ઠી દુ:ખીદુ:ખી છે.
એ શેઠ સતત આપને સંભારે છે, આપની વહાર ઝંખે છે, ને તે ઇચ્છે છે કે ગમે તે ભોગે પણ આપના હાથમાં પાછું શાસન આવવું જ જોઈએ, અને તે માટે જે પણ ભોગ આપવો પડે તે આપવા તે તૈયાર છે.
એમ? તો સિંધુષેણ આટલી બધી હીનતા ૫૨ ગયો? અને
.
Page #88
--------------------------------------------------------------------------
________________
વજકુંડલ
૭૯
શેઠની આટલી બધી વફાદારી આપણા પર?
હા મહારાજ ! અને હજી મહત્ત્વની વાત તો હવે કહેવાની છે. એ શેઠે એક છૂપો બંદોબસ્ત કર્યો છે. તેણે સૂચવ્યું છે કે કુમાર વીરસેન બીજે ક્યાંય જવાને બદલે ગંધમાદનપુર જ જાય; ત્યાં ચક્રવર્તી રાજા છે તેના સાંનિધ્યમાં રહે ને યોગ્ય અવસરની પ્રતીક્ષા કરે. આમ કરવામાં જે વખત પસાર થાય તે દરમ્યાન આખા રસાલાના નિવહ માટે ગંધમાદનપુરના મારા આડતિયાને હું લેખ લખી મોકલું છું કે રોજની ૧૧૬ દીનાર (સ્વર્ણમુદ્રા) કુમાર વીરસેનને મારા વતી તે પહોંચતી કરે, જેથી કુમારે ચક્રવર્તીની કે અન્ય કોઈની પાસે યાચના કરવાની નહિ રહે. - કુમાર વીરસેન તો આ સાંભળીને આભો જ બની ગયો. પોતાના દેશની પ્રજાનો પોતાના પર આટલો બધો પ્રેમ? આ વિચારે તે ભાવવિભોર બની ગયો.
તત્ક્ષણ તેણે માધવ સાથે સલાહ-મસલત કરી, અને રસાલાને ગંધમાદનપુરના રસ્તે વાળ્યો.
દરમ્યાનમાં તેણે એક વ્યવસ્થા પણ ગોઠવી દીધી : પોતાના રાજ્યમાં બનતા ઘટનાચક્રની સતત જાણકારી પોતાને મળી રહે તેની વ્યવસ્થા.
ગંધમાદનપુર પહોંચીને બે કામ તેણે સૌ પહેલાં કર્યાં: એક, નગરની બહાર લૂહાત્મક જગ્યાએ પોતાની છાવણી રચી; બે, યુવરાજ વજકુંડલનો સંપર્ક કર્યો.
વજકુંડલ પણ તેનો વિનય, વિવેક, ગૌરવપૂર્ણ વ્યવહાર અને આભિજાત્ય આ બધાંથી પ્રસન્ન થયો. જોતજોતામાં બેય કુમારોની મૈત્રી જામી ગઈ.
મિત્રતાના નાતે વજકુંડલે વીરસેનના પૂર્વવૃત્તાંત તથા આગમનના કારણ વિશે જિજ્ઞાસા દર્શાવતાં વિરસેનના આદેશથી માધવે બધો વૃત્તાંત નિવેદન કર્યો.
Page #89
--------------------------------------------------------------------------
________________
સમરે પલપલ
ત નામ -
તરત જ વજકુંડલે સહાનુભૂતિ દર્શાવતાં પૂછ્યું તો તમારા રસાલાનો નિવહ કેમ થતો હશે? હું તેનો પ્રબંધ કરાવી દઉં છું.
માધવે વિનયપૂર્વક તેનો ઈન્કાર કરતાં સમજાવ્યું કે કુમારના મિત્રો દ્વારા તેનો પ્રબંધ યોગ્ય રીતે થાય છે. હા, અમને જ્યારે જરૂર પડશે ત્યારે અવશ્ય અને વગર સંકોચે આપની પાસે જે જોઈશે તે માગી લઈશું. .
વજકુંડલ પ્રસન્ન થયો. જ્યારે જે પણ સહાયની જરૂર પડે તે માગી લેવા તેણે માધવને નિર્દેશ આપ્યો.
બન્ને કુમારો પ્રતિદિન મળે છે. સત્સંગ કરે છે.
ક્યારેક કથાવિનોદ દ્વારા, તો ક્યારેક કાવ્યચર્ચામાં, ક્યારેક કલાવાર્તામાં, તો ક્યારેક વિધવિધ રમત-ક્રીડાઓમાં બન્ને કાળક્ષેપ કરે છે.
બન્ને ઘણીવાર અશ્વ ખેલાવવા પણ સાથે જાય છે. વનવિહાર પણ કરે છે, તો ક્યારેક બળપરીક્ષામાં પણ જોડાય છે.
વજકુંડલને વીરસેનના બીજા ગુણોનો પરિચય તો મળ્યા કરતો હતો, પણ તેના શૌર્યનો-બળનો તાગ પામવી હજી બાકી હતો.
પણ એક પ્રસંગે એ પણ પમાઈ ગયો. બન્યું એવું કે –
વજકુંડલને ઘોડેસવારી કરવા જવાનો સમય થઈ ગયો હતો, એટલે તે તો પોતાના અશ્વ પર આરૂઢ થઈને ચાલવા માંડ્યો. વીરસેને પણ તેની સાથે જ જવાનું હતું. પરંતુ તેના અશ્વને અશ્વપાલકો પાણી પીવડાવવા લઈ ગયેલા, તે હજી આવ્યા નહોતા.
હવે શું થાય? વજકંડલને રોકાવાનું કેમ કહેવાય? અને સાથે ન જાય તો ઉચિત પણ ન દેખાય.
એટલે વીરસેન તો અશ્વારૂઢ વજકંડલની સાથેસાથે ત્વરિત ગતિએ ચાલવા માંડ્યો. તેણે વિચાર્યું કે અશ્વ અધવચ્ચે જ મળશે, ને ત્યાંથી તેને લઈ લઈશ.
-
Page #90
--------------------------------------------------------------------------
________________
વજકુંડલ
૮૧
અને હજી થોડે દૂર પહોંચ્યા, ત્યાં જ સામેથી વીરસેનનો અશ્વ પૂરપાટ વેગે આવતો દેખાયો. દેખાયો એવી જ વીરસેને દોટ મૂકી, ને મારમાર કરતાં આવી રહેલા પોતાના અશ્વની પીઠ ૫૨ છલાંગ મારીને ચડી બેઠો, ને લગામ હાથમાં પકડી, અશ્વનું મોં ફેરવી વજ્રકુંડલની સાથે થઈ ગયો.
એમાં વળી બન્યું એવું કે આ દોટમાં અશ્વપાલક વીરસેનને ચાબૂક આપી ન શક્યો, તે તેણે દૂરથી ફેંક્યું. ફેંક્યું કે નીચે પડી ગયું. હવે શું થાય? તે લેવું હોય તો પૂરપાટ જતા ઘોડાને ધીમો પાડવો જ પડે.
પણ વીરસેન જેનું નામ! તેણે દોડચે જતાં અશ્વ પર બેઠાબેઠા, અશ્વના વેગને લેશ પણ થોભાવ્યા વિના, ચાલતા અનેે જ વાંકા વળીને ચાબૂક લઈ લીધું, ને રસાલો અસ્ખલિત ગતિથી ચાલતો રહ્યો.
વીરસેનની આ નિપુણતા જોઈને વજ્રકુંડલ તો ચકિત જ થઈ
ગયો!
તેણે મનોમન નક્કી કર્યું કે આજે તો આના બળનાં પણ પારખાં લઈ જ લઉં. આજે રંગ જામ્યો છે, તો લાભ લઈ લેવો. બધા પહોંચ્યા. ઉપવનમાં.
બન્નેનો રસાલો મોટો હતો, અને એમાં શૂરવીર યોદ્ધાઓ પણ ઓછા નહોતા. વજકુંડલે એ બધા યોદ્ધાઓને જુદા તારવ્યા, ને એક હોડ તેમની સામે રજૂ કરીઃ બઘા યોદ્ધાઓ ઘોડેસવારી કરતાંકરતાં જ હાથ વતી સેલ્લ(બાણ જેવડાં નાનાં ભાલાં) સામેનાં વૃક્ષો તરફ ફેંકે; કોનાં સેલ્સ કેટલાં દૂર જાય છે અથવા વૃક્ષમાં કેટલાં ખેતી જાય છે, તે પરથી તેના કાંડાના કૌવતની કસોટી થઈ જશે.
કુમારની આ હોડ બધાએ હર્ષભેર વધાવી લીધી, ને બધા સેલ્લ હાથમાં લઈ ઘોડે ચડીને થઈ ગયા તૈયાર. એક પછી એક સુભટ પોતાનું પૂરૂં કાંડાબળ વાપરીને સેલ્લનો પ્રક્ષેપ કરવા માંડવો. બન્ને કુમારો બાજ નજરે તેમની હિલચાલ, ક્ષમતા અને નિપુણતાને ચકાસી રહ્યા.
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૨
સમરું પલપલ રાવત નામ -
કોઈકનું સેલ દૂર પડ્યું, તો કોઈકનું નજીક; કોઈકનું સેલ્લા ધરતીમાં પાંચ-સાત આંગળ ખૂંપી ગયું, તો કોઈનું કોઈક વૃક્ષના થડમાં પેસી ગયું, તો વળી કોઈકનું સેલ્લ વૃક્ષને અફળાઈને ભોંય પર પણ પછડાઈ પડ્યું.
સૌ કોઈ કુમાર વજકુંડલનો નિર્ણય જાણવા આતુર હતા; કોણ જીતે છે, કોની ભુજા વધુ બળુકી છે, તેનો આધાર કુમારના નિર્ણય પર જ હતો.
પણ કુમારને જાણે આવો નિર્ણય આપવામાં હજી રસ નહોતો! તેણે તો સૂચક નજરે કુમાર વીરસેન સામે જોવા માંડ્યું. ચતુર વીરસેન કુમારનો ઈશારો વરતી ગયો. તાણ તેણે એક સુભટ પાસેથી એક સેલ્સ લીધું, અને પોતાના અશ્વ પરથી નીચે ઊતરી જઈ, વિરમુદ્રાનો પેંતરો રચીને પૂરી તાકાતથી તે સેલ્યનો પ્રક્ષેપ કર્યો.
સૌના આશ્ચર્ય વચ્ચે વીરસેનનું સેલ્સ બીજાં તમામ સેલ્સ કરતાં બમણું દૂર તો ગયું જ, પણ દૂર જઈને પણ તે ભૂમિ પર ન પડી જતાં આંબલીના એક વૃક્ષના જાડા થડની અંદર આરપાર પેસી ગયું. સૌએ નજીક જઈને જોયું તો સેલ્સનું ફળું થડને વીંધીને પેલી તરફ બહાર આવી ગયું હતું અને તેનો દાંડો થડના આ છેડે હતો!
વજકુંડલ સહિત સર્વ કોઈ આશ્ચર્યચકિત બની ગયા, આ જોઈને. કોનું કાંડાબળ ચડિયાતું એનો નિર્ણય હવે કોઈને કરવાનો ન રહ્યો.
પણ વજકંડલને બીજી એક વાતનું ભારે અચરજ થયું હતું, અને તે તેણે વીરસેને પૂછી જ લીધું મિત્રો તમે અશ્વ પર બેઠાબેઠા સેલ્ફ ફેંકવાને બદલે નીચે ઊતરીને ફેંકવાનું કેમ પસંદ કર્યું? આપણી હોડની મુખ્ય શરત તો ઘોડા પર બેઠાબેઠા સેલ્બ ફેંકવાની હતી!
વીરસેને અત્યંત નમ્રભાવે કહ્યું કુમારશ્રી! હોડની શરત હતી તે વાત સાચી. પરંતુ મેં જો અશ્વ પર બેઠાબેઠા જ સેલ-પ્રક્ષેપ કર્યો હોત, તો આ અશ્વ મારા દ્વારા લાગનારા આંચકાને જીરવી ન શકત અને તક્ષણ લોહી ઓકતો યમશરણ થઈ જાત. આનો | મને ખ્યાલ હોવાથી જ મેં નીચે ઊતરીને સેલ્બ ફેંકવાનું પસંદ કર્યું.
Page #92
--------------------------------------------------------------------------
________________
વજકુંડલા
૮૩
વજકુંડલના ગળે આ વાત ન ઊતરી.
તેણે તરત પોતાનો અશ્વ વીરસેનને સોંપ્યો, ને સૂચવ્યું કે આ અશ્વ પર ચડીને તમે તમારું બળ અજમાવી બતાવો; અમે પણ જોઈએ કે તમારું સામર્થ્ય કેવુંક છે ને આ અશ્વ એ ખમી શકે છે કે કેમ? - વીરસેન માટે આ પડકાર હતો. અને પોતાના સામર્થ્ય માટે પડકાર થાય ત્યારે તેનાથી ગાંજ્યા કેમ જ જવાય?
તેણે પડકાર ઝીલી લીધો, ને વજકુંડલના અશ્વ પર આરૂઢ થઈને તે તેને એક ઘેઘૂર આમ્રવૃક્ષની નીચે દોરી ગયો. ત્યાં વૃક્ષ નીચે અશ્વને સ્થિર ઊભો રાખી તેણે આંબાની એક પ્રચંડ અને મજબૂત શાખા પકડી લીધી, ને તેની ફરતે બન્ને હાથની નાગચૂડ જેવી ભીંસ લઈ લીધી. આ પછી તેણે બન્ને પગનો મજબૂત અંકોડો ગૂંચ્યો અને બે સાથળ વચાળે અશ્વને બરોબર ભીડાવ્યો. અને પછી વૃક્ષની શાખાને આલંબને પગ વતી જ અશ્વને ઊંચક્યો! - કુમાર વજકુંડલ ને અન્ય સહુ સુભટો તો ફાટી આંખે આ કૌતુક જોઈ જ રહ્યા! સૌના શ્વાસ જાણે કે થંભી ગયા!
ધીમેધીમે વીરસેને અશ્વને ધરતીથી આઠ આંગળ અદ્ધર કરી દીધો. અને એ સાથે જ અશ્વની હાલત ભારે બદતર થઈ પડી! તેની આંખોના ડોળા બહાર લબડવા માંડ્યા, જાણે હમણાં જ ખરી પડશે તેવી સ્થિતિ સર્જાઈ! તો ક્ષણભરમાં તો તેનું જીવતર પણ જોખમાતું સૌએ અનુભવ્યું.
વજકુંડલથી આ ન જોવાયું. તેણે રાડ નાખી: બસ કરો વીરસેન, બસ કરો ભાઈ, અશ્વને છોડી દ્યો, નહિ તો બાપડો પ્રાણથી પરવારી જશે.
સંપૂર્ણપણે સતર્ક એવા વીરસેને કુમારનો આદેશ કાને પડતાં જ પોતાના પગની પકડ ઢીલી કરી દીધી, અને અત્યંત સલૂકાઈથી અશ્વને ધરતી પર પુનઃ મૂકી આપ્યો.
હાંફી ગયેલો અશ્વ ગણતરીની પળોમાં જ સ્વસ્થ થઈ ગયો, તો વીરસેનના આ અપ્રતિમ સામર્થ્યને સહુ સુભટો તેમજ વજકુંડલ
For.Private & Personal Use Only
WWW.jainelibrary.org
Page #93
--------------------------------------------------------------------------
________________
– ૮૪
સમરે પલપલ સવ્રત નામ
–
ભારે આદરપૂર્વક વધાવી રહ્યા. - વજકુંડલ માટે તો વીરસેનની આટલી કસોટી પર્યાપ્ત હતી, વિરસેનના આ સામર્થ્ય-પ્રદર્શનથી તે અપાર પ્રસન્ન હતો, અને હવે તેના બળનાં વધુ પારખાં લેવાની ઈચ્છા પણ નહોતી.
પરંતુ એ કાંઈક નવો પ્રસ્તાવ મૂકે, તેવામાં જ તેના કેટલાક શૂરા સુભટો રાજના કોઈ કાર્યવશ પરગામ ગયા હશે તે ત્યાં આવી લાગ્યા.
એમને જોતાં જ વીરસેનનાં ચિત્તમાં એક પરાક્રમી વિચાર સ્ફર્યો. તેણે કુમારને વિનંતિ કરતા કહ્યું : કુમારશ્રી! એક કામ કરો. આપના આ તમામ સભટો ચારે તરફથી મને ઘેરીને મારા પર એકી સાથે બાણોની વૃષ્ટિ કરે તેવી ગોઠવણ કરો. અને એમાંનું એક પણ બાણ મને સ્પર્શી નહિ શકે તેવું હું કરી દેખાડીશ.
વીરસેનની શક્તિનો પાકો પરિચય મેળવી ચૂકેલા વજકુંડલને વીરસેને જે કહે છે તે કરી બતાવશે - તે વિશે હવે કોઈ જ શંકા નહોતી રહી. તેણે તત્કાળ પોતાના સઘળા સુભટોને યૂહબદ્ધ ઘેરારૂપે ગોઠવાઈ જવાની અને બાળવર્ષા કરવાની આજ્ઞા ફરમાવી દીધી.
વીરસેને એક પ્રલંબ ભાલો લીધો, અને અત્યંત ચપળતાથી, વીજળીવેગે, તે ભાલાને તેણે ચોમેર – ગોળગોળ ઘૂમાવવાનું શરૂ
એક તરફથી એક સાથે સેંકડો બાણો તેની તરફ ફેંકાવા લાગ્યા, તો સામી બાજુએથી તેનો વિધુત્વેગે ઘૂમી રહેલો ભાલો તે તમામ બાણોને દૂરથી જ ભોંયભેગાં કરવા લાગ્યો.
લાંબો વખત ચાલેલી આ સ્પર્ધાને અંતે સૌએ જોયું કે એક પણ બાણ વીરસેનના ભાલાની ભ્રમણકક્ષાની અંદર પ્રવેશી કે પડી શકતું નથી; બધાં બાણ તેની બહાર જ પડેલાં સૌએ નિહાળ્યાં.
સૌના મુખમાં એક જ શબ્દ હતો અદ્દભુત, અદ્ભુત!
કુમાર વજકુંડલે પણ તેના ખરા હૃદયથી શાબાશી આપી, અને તે દિવસનો અશ્વવિહાર આટોપી લીધો.
પણ તેના ચિત્તમાંથી વીરસેનનું અજોડ સામર્થ્ય હટવાનું નામ |
Page #94
--------------------------------------------------------------------------
________________
વજ્રકુંડલ
૮૫
નહોતું લેતું.
વીરો તો તેણે ઘણા જોયા હતા. પણ આવું પ્રચંડ શૌર્ય, અને એની સાથે એટલી જ પ્રચંડ ચપળતા અને નિપુણતા, એ તેના માટે અજાયબી સમાન હતી.
તે સ્વયં એક જબરો વી૨ સુભટ હતો, એટલે વીરોની વીરતાની કદર કરવાનું તેને બહુ ગમતું. તેને થયું કે આવું કૌશલ્યપૂર્ણ શૌર્ય દર્શાવવા બદલ વીરસેનનું ગૌરવ મારે કરવું જ જોઈએ, વીર જો વીનું ગૌરવ નહિ કરે, તો જગતમાં અદેખાઈ સિવાય રહેશે પણ શું?
આવાઆવા અનેક સંકલ્પ-વિકલ્પોમાં રમતો વજ્રકુંડલ ઢળતી સાંજે પોતાને મહેલે પહોંચ્યો, તો વીરસેને પોતાના ઊતારે ચાલ્યો ગયો.
બીજો દિવસ ઊગ્યો.
નિત્યના ક્રમ પ્રમાણે વીરસેન, પ્રાતઃકર્મોથી પરવારીને કુમાર વજ્રકુંડલ પાસે ગયો. સાથે માધવ હતો, બીજા પણ સાથીઓ હતા. બન્ને કુમારો વચ્ચે ગઈકાલના પ્રસંગની ચર્ચા ચાલી. એકેક હરીફાઈનું પૃથક્કરણ અને તેમાં ભાગ લેનારાઓના ગુણ-દોષો વગેરેની ચર્ચામાં જ ઘણો વખત પસાર થઈ ગયો.
આ વાતો દરમ્યાન, વીરસેન પૂરેપૂરો સાવધ હતોઃ ભૂલમાંયે પોતાનાં વખાણ ન થઈ જાય તે માટે, ને વાતનું વહેણ પોતાની પ્રશંસાની દિશામાં ન વળી જાય તે માટે. આત્મશ્લાઘા અને આપવડાઈ – એ શિષ્ટ પુરુષો માટે એક હલકી કક્ષાનો દોષ મનાતો. એવા દોષમાં પોતે ન સરકી પડે તેની તેણે પૂરી ચીવટ જાળવી.
પરંતુ વજ્રકુંડલ પણ ક્યાં ઓછો હતો? અજાણ્યા મનુષ્યના પણ, સદ્ગુણો જો અનુભવવા મળે, તો તેની પ્રશંસા અને તેની કદર કરવી, એ એક શિષ્ટાચાર હોવાનું તે બરાબર સમજતો હતો. અને વીરસેનનું ગૌરવ કરવાનું તો તેણે ગઈકાલે જ નક્કી કરી
Page #95
--------------------------------------------------------------------------
________________
– ૮૬ ક
સમરું પલપલ સુવ્રત નામ
–
લીધેલું.
એટલે બધી ચર્ચાનો સાર તારવતાં તેણે કહ્યું: વીરસેના બંધુ! કાલે તમે જે શૌર્ય, સામર્થ્ય અને કૌશલ્યનું નિદર્શન કર્યું છે, તે તો સાચે જ અપ્રતિમ છે, “સેલ્સને આટલે દૂર મોકલી શકવું અને તે પણ નીચે ન પટકાતાં વૃક્ષના થડમાં આરપાર ભોંકાઈ જાય, એ શૌર્ય કાંઈ નાનુંસૂનું તો ન જ ગણાય; તો બે પગના અંકોડામાં આવા તેજીલા અશ્વને ભીડાવીને આટલો અદ્ધર ઊચકી લેવો એ પણ કાંઈ સામાન્ય સામર્થ્ય નથી જ; અને “આ મર્યો, આ મૂઓ એવી ફડક સૌને પેસી ગઈ, ત્યારે સૌના અચંબા વચ્ચે તે અશ્વને નીચે મૂકી આપવો અને તેને સર્વ પ્રકારે હેમખેમ-જીવતો રહેવા દેવો, અને વળી એક સાથે વરસતાં સેંકડો બાણોને એકલે હાથે માત્ર ભાલાના દાવપેચ દ્વારા જ વિફળ બનાવી મૂકવાં, આ કાંઈ જેવું તેવું કૌશલ્ય તો ન જ કહેવાય.
બંધુ! અમે બધા તો તમારાં આ પરાક્રમોથી રાજીરાજી છીએ. એમ થાય છે કે તમારું કાંઈક ગૌરવ કરીએ; તમને કાંઈક ભેટ આપીએ. બોલો, તમે શું ઇચ્છો છો? તમારી જે ઈચ્છા હોય તે કહો; વિના સંકોચે કહો. આજ સુધી તમે મારી પાસેથી કશું જ માગ્યું નથી; મેં નિવહાર્થે ખર્ચ મોકલવાની વાત કરી તો પણ તમે તે લેવાની ના જ કહી છે. તમારી એ બધી ‘ના’ મેં મંજૂર રાખી છે. પણ આજે તો મારી વાત તમારે સ્વીકારવી જ પડશે.
વીરસેને જોયું કે આજે ઇન્કાર ચાલવાનો નથી. કુમારને આજે નારાજ કરવા યોગ્ય પણ નથી. સાથેસાથે તેણે એમ પણ વિચાર્યું કે આવી યોગ્ય તક ક્વચિત્ જ મળતી હોય છે. કુમાર રીયા જ છે, તો ઘણા વખતથી જે મનમાં ઘૂંટાય છે, તે વાત રજૂ કરી જ દેવી જોઈએ; હવે તેમાં વિલંબ કરવાનો અર્થ નથી. - તેણે તરત જ માધવ તરફ અર્થસૂચક દૃષ્ટિથી જોયું, અને પોતાના વતી કુમારશ્રીને નિવેદન કરવાનો ઈશારો કર્યો.
માધવે તે ઇશારો ઝીલી લીધો, અને ઊભા થઈ, બન્ને રાજકુમારોને નમન કરી તેણે રજૂઆત શરૂ કરી
Page #96
--------------------------------------------------------------------------
________________
વજકુડલ
જ ૮૭
–
મહારાજ! અમારા રાજકુમાર વીરસેન તેમના પિતા રાજા સિંધુવીરના અતિશય માનીતા હતા. પણ અપર-માતાની આસક્તિને વશ થઈને કમને પણ તેમણે કુમારને દેશનિકાલ કર્યા છે. પણ કુમારના નીકળી ગયા પછી મેં અન્યાય કર્યો એવી વિટમણામાં અમારા રાજાજી એવા તો અટવાઈ ગયા કે અકાળે જ તેઓ માંદગીનો ભોગ બન્યા. એમની આ વિચારવાયુજન્ય માંદગી ક્રમશઃ અસાધ્ય બનતી ગઈ, અને તાજેતરમાં મળેલા સમાચાર પ્રમાણે એ ભલા રાજવી ખૂબ કષ્ટાઈને મૃત્યુ પામી ગયા છે. બોલતાંબોલતાં માધવ ગળગળો થઈ ગયો. - વીરસેનની આંખો આંસથી છલકાઈ ગઈ, ને એ જોઈને વજકંડલ પણ ગમગીન બની ગયો. વાતાવરણમાં ખામોશી છવાઈ ગઈ. - થોડી પળો બાદ માધવ સ્વસ્થ થયો. તેણે ગળું ખંખેર્યું. ને વાતનો દોર પાછો સાંધ્યો: કુમારશ્રી! અવિનય ક્ષમા કરજો. પરંતુ એ ભલા રાજવીના અવસાન બાદ, અઘટિત ઉતાવળ કરીને સિંધુષેણે રાજસત્તા ધારણ કરી લીધી છે. અને સત્તાનો દંડ હાથમાં લેતાંવેંત તેણે રાજ્યમાં જુલમ આચરવાનું શરૂ કર્યું છે.
વજકુંડલઃ આ વાતને કોઈ આધાર ખરો? કે પછી તમારી કલ્પનાની ને અટકળોની જ નીપજ છે?
માધવ: મહારાજ! આપનું ધ્યાન દોરીશ કે અમારા સાગરીતોની સાંકળ દ્વારા અમારા દેશમાં બનતી દરેક ઘટનાનું અમને રોજેરોજ બયાન મળે છે. આ સાંકળ થકી બે વાતો મારા ધ્યાન પર આવી છે તે એ કે આખી પ્રજા વીરસેનકુમારને રાજા તરીકે જોવાને ઝંખે છે; અને વીરસેન-તરફી લાગતી જનતા ઉપર દહાડેદહાડે સિંધુષેણની ભીંસ વધી રહી છે.
આપે આ વાતનું પ્રમાણ માગ્યું તો તે રજૂ કરવાની મારી ફરજ છે. આપની આજ્ઞા થાય તો કુસુમપુરથી કાલે સાંજે જ આવેલા વણિકપુત્ર સાગરને આપની સમક્ષ રજૂ કરું.
કુમારે આંખના ઈશારે સંમતિ દર્શાવતાં જ માધવે છાવણીમાંથી સાગરને બોલાવી મંગાવ્યો, ને કુસુમપુરમાં સિંધુણ દ્વારા થયેલા !
Page #97
--------------------------------------------------------------------------
________________
– ૮૮ ક
સમરું પલપલ રાવત નામ -
રંજાડની વીતક કહેવા સૂચના આપી.
સાગરે પણ તેની સૂચનાનો અમલ કરતાં બેય કુમારોને પ્રણામ કરીને વાત માંડી:મહારાજ! અમારા શેઠ પ્રિયમિત્ર તો કુમાર વીરસેનના પરમ સ્નેહી છે. સિંધુષેણ રાજાએ સત્તા સંભાળતાંવેંત આખા રાજ્યમાં જ્યાં જ્યાં વીરસેનકુમારના ચાહકો હોય તેમને ખતમ કરીને તેમના ઘરબાર લૂંટી લેવાનો આદેશ જારી કર્યો છે. તદનુસાર પ્રિય મિત્ર શેઠ પર પણ રાજ્યની ધોંસ આવી ગઈ છે. સિંધુષેણે તેમના વિશે ખાસ આદેશ કર્યો છે કે સૌ પહેલાં પ્રિય મિત્રે બનાવેલ જિનમંદિરનો ધ્વંસ કરો, પછી તેને લૂંટી લો.
આની સામે શેઠ પ્રિયમિત્રે જાહેર કર્યું છે કે જિનમંદિરને હાથ પણ અડાડવામાં આવશે, તો હું અનશનપૂર્વક વિષભક્ષણ કરીને મોત વ્હોરી લઈશ. તમે મને લૂંટી લઈ શકો છો, પણ મારા ચૈત્યને તો હાથ પણ અડાડવા નહિ દઉં.
આમ અમારે ત્યાં ભારેલો અગ્નિ છે. ક્યારે તે ભભૂકી ઊઠે તેની કલ્પના નથી, મહારાજ!
વજકુંડલઃ તો તમે અહીં કેમ આવ્યા?
સાગર “કુસુમપુરના મહાજને ભેગા થઈને મને અહીં લેખ આપીને મોકલ્યો છે, માટે આવી કપરી સ્થિતિમાં પણ મારે અહીં આવવું પડ્યું છે.
વજકુંડલઃ શેનો લેખ?
સાગર મહાજને કુમાર વિરસેન પર લેખ લખી આપ્યો છે કે તમે જલદી અમારી વહારે આવો, અને અમને, જિનમંદિરને તથા રાજ્યને આ જુલ્મોમાંથી ઉગારો.
આ સાંભળતાં જ વજકુંડલની આંખોમાંથી જાણે કે આગ ઝરવા માંડી! તેણે તત્ક્ષણ માધવ તરફ નજર કરીને પૂછ્યું: માધવ! તમારી વાત સાધાર છે. હવે કહો. તમારી શી અપેક્ષા છે મારી પાસે? અન્યાયના પ્રતીકાર માટે મારી જે પણ સહાય જોઈતી હશે તે મળશે.
માધવ આ જ પળની પ્રતીક્ષામાં હતો. તેણે વિનયપૂર્વક વાત પકડી લીધી ને કહ્યું:મહારાજ! અમારી એક જ અપેક્ષા છે:ચક્રવર્તી |
Page #98
--------------------------------------------------------------------------
________________
–
વડલ
૮૯
-
-
વજનાભિ મહારાજ પાસેથી કુમાર વીરસેનને સુષેણ દેશને સિંધુણના જુલ્મોમાંથી ઉગારવાની અનુમતિ આપતો લેખ અને વિજયની તલવાર - આ બે વાનાં આપ અપાવી દો. આ કાર્ય આપના સિવાય કોઈ કરી નહિ શકે, અને આટલાથી વિશેષ કોઈ સહાયની હાલ અમારે અપેક્ષા નથી.
વજકુંડલઃ સૈન્યની સહાય નહિ જોઈએ?
માધવ કુમારશ્રી! આપની દયાથી મને ખાતરી છે કે જેમજેમ અમે અમારા રાજ્યની સમીપ પહોંચીશું તેમતેમ કુમાર વીરસેનનું નામ સાંભળીને એક સ્વયંભૂ સેના ઊભી થતી જ જશે. આમ છતાં, આપને એક વિનંતિ કરી દઉં કે જો તે વખતે અમને બીજી કોઈ આવી મદદની જરૂર પડશે, તો અમે વિના સંકોચે આપની સમક્ષ આવીને મદદ માગીશું, અને આપે તે વખતે મદદ આપવાની કૃપા કરવી રહેશે.
કુમારે તેની વિનંતી સ્વીકારી લીધી, અને ત્યાર પછી તે વીરસેનને પોતાની સાથે લઈને સીધો પોતાના પિતા સમ્રાટ વજનાભિ પાસે પહોંચી ગયો. ત્યાં પિતાજીને તેણે વીરસેનનો સમગ્ર સંદર્ભ કહી સંભળાવ્યો. અને છેવટે વીરસેનને તલવાર બાંધી આપવા તથા આજ્ઞાલેખ બક્ષવા વિનંતિ કરી.
સમ્રાટે તેની વિનંતિ માન્ય કરી, તત્કાળ બન્ને વાનાં તૈયાર કરી મંગાવ્યાં, ને તેમણે સ્વહસ્તે વીરસેનને તલવાર બાંધી આપવાની સાથે જ આજ્ઞાપત્ર પણ સુપ્રત કર્યું. - શૂરો વીરસેન હવે વધુ વિશ્વસ્ત બન્યો, ચક્રવર્તીની તથા વજકુંડલની ચરણરજ લઈને પોતાના ઊતારે ગયો, અને પ્રયાણની તૈયારીઓ આરંભી.
વીરસેન જેવા વીર મિત્રને વિદાય આપ્યા પછી કુમાર વજકુંડલા પુનઃપોતાના નિત્યક્રમમાં પરોવાઈ ગયો.
વનવિહાર, અશ્વસવારી, જલક્રીડા, શતરંજખેલન, પાંડિત્યચર્ચા, |
Page #99
--------------------------------------------------------------------------
________________
૦ ૦
સમરું પલપલ રાવત નામ –
વીરતાપ્રેરક રમતો અને શસ્ત્રલેખન – આ બધું તો તેના નિત્યક્રમમાં હતું જ; પરંતુ તેના ચિત્તને એક કાર્ય વિશેષે ભાવતું જિનમંદિરોની પૂજાભક્તિ. આ કાર્યને તે હમેશાં અગ્રિમતા આપતો; બલ્ક એ કાર્યનો અવસર મળે, તો બાકીની બધી ચર્યા આપમેળે ગૌણ બની જતી.
સાધુજનોના સમાગમના પ્રતાપે એક વાત તેના હૃદયમાં દઢપણે ઠસી ગઈ હતી. મને આ જન્મમાં જે વૈભવ અને સત્તા મળ્યાં છે, ચક્રવર્તી રાજાના પુત્ર થવાનું સૌભાગ્ય મળ્યું છે, તે બધું શ્રી જિનેશ્વરના અનુગ્રહનું જ પરિણામ છે.
મૂળે પુયાઈ વિશેષ, ને અશુભકર્મો તેમજ કર્મજન્ય ફ્લેશકષાયો ઉપશાન્ત, તેથી તેને સારી વાત ને સારાં કાર્યો પર સવિશેષ શ્રદ્ધા જન્મતી. શ્રાવકોનો સત્સંગ તે સદા કર્યા કરતો. તેઓ પાસે વ્રતપાલનની ને ધમચરણની ઝીણી ઝીણી સમજણ મેળવવા તે સતત સતર્ક રહેતો.
પરિણામે નિત્ય નવલી રીતની અષ્ટપ્રકારી જિનપૂજા અને પ્રતિદિન ત્રણ વેળાએ જિનવંદનએ તેની દિનચર્યાનું અવિભાજ્ય અંગ બની ગયાં હતાં. ચૈત્ય-ભુવનમાં જો સાધુભગવંતનો યોગ હોય તો તેમનાં વંદન ને તેમની પાસે ધર્મશ્રવણ એ પણ તેને માટે આવશ્યક કૃત્ય બની ગયેલાં.
પાછો શોખ કેવો! રોજ જુદાજુદા એકેક જિનાલયે જવાનું. ત્યાં પરમાત્માની પૂજા તથા ભક્તિ કરવાની. એ રીતે નગરનાં તમામ જિનાલયોને તે ક્રમશઃ સતત જુહારતો રહેતો.
ક્યારેક પરગામના કે કોઈ નજીકના નગરના શ્રાવકો તેની આવી ધર્મભાવનાથી પ્રભાવિત થઈ પોતાના ત્યાં જિનાલયે થતા ઉત્સવાદિ વિશેષ પ્રસંગોએ નોતરે, તો તે પિતાની અનુજ્ઞા મેળવીને ત્યાં પહોંચી જતો, અને શ્રાવક-સમુદાય સાથે એકરસ બની જઈ પરમાત્માની ઉપાસનામાં જોડાઈ જતો.
ટૂંકમાં કહી શકાય કે રાજકુમાર બલ્લે યુવરાજપદે આરૂઢ હોવા છતાં અને ચક્રવર્તીના પાટવીકુંવરના દાવે ભાવી રાજવી હોવા છતાં | તેના હૃદયમાં ધર્મની લેશ્યા અતિ ઉત્તમ પ્રકારની વર્તતી હતી. અને |
Page #100
--------------------------------------------------------------------------
________________
વજ્રકુંડલ
૯૧
ધર્મ-આરાધનાને તે સદૈવ પ્રાધાન્ય જ આપતો.
આવો ધર્મી રાજકુમાર દયાળુ, પરગજુ, ઉદાર, દાનવીર, અને પ્રજાનો મિત્ર તેમ જ પ્રિય હોય તેમાં શી નવાઈ ?
તો આ રીતે, વજકુંડલના દહાડા આનંદમાં પસાર થઈ રહ્યા
છે.
દરમિયાનમાં એક દિવસ, અચાનક જ તેના દ્વારપાળે ખબર આપ્યા કે વીરસેનનો અનુચર માધવ આવ્યો છે, અને આપને મળવા માગે છે.
કુમાર પોતાની પ્રાતઃપ્રવૃત્તિ આટોપીને જ બેઠો હતો ને આ સમાચાર આવ્યા. તેણે તત્કાળ માધવને પોતાની પાસે મોકલવાની આજ્ઞા આપી.
માધવ અંદર આવતાં જ તેણે તેના ને વીરસેનના ક્ષેમકુશળ પૂછ્યા ને કેમ આવવાનું થયું તેનું પ્રયોજન પૂછ્યું.
માધવે વિનયાવનત-ભાવે કહ્યું:મહારાજ! વાત જરા લાંબી છે, વિસ્તારથી બધું કહેવાનું થાય તેમ છે. આપને સમય ને અનુકૂળતા હોય તો નિવેદન કર્યું.
કુમારે સંમતિસૂચક ડોકું હલાવ્યું, ને માધવને એક આસન ચીંધી તેના પર બેસીને બધું કહેવાનો સંકેત કર્યો. માધવે બેઠક લઈને વાત શરૂ કરીઃ
કુમારશ્રી! અમે આપની પાસેથી આશાપત્ર લઈને સુષેણ દેશ તરફ જવા નીકળ્યા, ત્યારે વાટમાં એક અચરજ અનુભવવા મળ્યું. કુમાર વીરસેન સમ્રાટ વજનાભિનો આપત્ર તથા ખડ્ગ લઈને સુષેણ દેશ ભણી જવા નીકળ્યા છે એવી વાત જેમજેમ જાહેર થતી ગઈ તેમતેમ સુષેણ દેશના સામંત ઠાકોરો, મંડલેશ્વરો ને દંડનાયકો સામે ચાલીને કુમારને સહાય કરવાની તત્પરતા દર્શાવવા લાગ્યા. કુમારનો જ્યારે દેશનિકાલ થયો, ત્યારે જે ઠાકોરોએ કુમારને એક ટૂંક આશ્રય આપવાની પણ પરવા નહોતી કરેલી, તેવા ઠાકોરો તરફથી પણ સાથ-સહકારના સંદેશા આવવા માંડ્યા. અમને સ્પષ્ટપણે લાગ્યું કે આ યુવરાજ વજકુંડલની અને સમ્રાટશ્રીની જ
Page #101
--------------------------------------------------------------------------
________________
– ૯૨ -
સમરું પલપલ રાવત નામ
–
કૃપાનો પ્રભાવ છે; તે સિવાય આમ ન બને.
તો કુમાર વીરસેને પણ પોતાના અનુચરો મારફતે સહુ સામંતોને સંદેશો મોકલી આપ્યો કે, સિંધુવીર રાજાના બે દીકરા અમે છીએ તે તમે જાણો છો. પાટવીકુંવર જ હમેશાં રાજ્યનો અધિકારી ગણાય તે રાજનીતિ છે; ને વળી મને અન્યાય થયો છે તે પણ તમારાથી અજાણ્યું નથી. વધુમાં, સમ્રાટ વજનાભિએ મને સુષેણ દેશને હસ્તગત કરવાનો આજ્ઞાપત્ર આપ્યો છે, અને તેના આધારે હું સિંધર્ષણ સામે ચડાઈ લઈને નીકળ્યો છું.
હવે તમારામાંથી જેને મારા તરફ પક્ષપાત થતો હોય તે પોતાના સૈન્ય સાથે મારી સાથે થાય તેવી મારી ઇચ્છા તથા આજ્ઞા છે. અને જેમને સિંધુષણ તરફ લાગણી થતી હોય તેઓ તેની પાસે જાય, ને પછી યુદ્ધ માટે સજ્જ થઈને મારી સામે આવી જાય. જેને જે ઉચિત લાગે તે કરી શકે છે. પણ હવે નિર્ણાયક ઘડી આવી લાગી છે, બેસી રહેશો તે નહિ ચાલે.
કુમારનો સંદેશો મળતાં જ લગભગ તમામ સામંતો ને માંડલિકોએ પોતાના સૈન્યનો એક હિસ્સો, પોતાના ભાઈ, પુત્ર કે ભત્રીજાના નેતૃત્વ હેઠળ કુમાર પાસે પાઠવવા માંડ્યો, ને કહાવ્યું કે અનુકૂળ સમયે અમે સ્વયં આપને આવી મળીશું; અત્યારે અમારે યૂહાત્મક વલણ લેવાનું રહે છે, જેથી સિંધુષણ તરફથી અમને કોઈ રંજાડ ન થાય; બાકી અમે આપની સાથે જ છીએ ને હોઈશું તે નક્કી માનજો.
વજકુંડલે દરમ્યાનગીરી કરતાં પૂછ્યું : પણ આટલા બધા સૈન્યના નિભાવનું શું? વીરસેન પાસે ધન તો ઝાઝું છે નહિ, તે આ બધાને કઈ રીતે સાચવશે?
માધવે તેનો ખુલાસો કરતાં કહ્યું કુમારશ્રી! આપની કૃપાથી તે સમસ્યા હવે ઘણી હળવી થતી જાય છે. જે જે ઠાકોરોએ મદદ મોકલી તે તમામે આર્થિક સહાય પણ મોકલી છે કે મોકલી રહ્યા
છે. તો કુમારના મિત્ર શ્રેષ્ઠી પ્રિયમિત્ર પણ અમને લાખો મુદ્રાની | સહાય આપતાં રહે છે. બીજી બાજુ, નિત્ય વૃદ્ધિ પામતા કુમારના
Page #102
--------------------------------------------------------------------------
________________
વજકુંડલ
ક
હ્ય
–
સૈન્યના સૈનિકો પણ કુમારના સાંનિધ્યથી એટલા પ્રસન્ન છે કે તેઓ એક ટંક ખાધાખોરાકી મળી રહે તો બીજી કોઈ જ અપેક્ષા વિના કુમારની પડખે રહેવા કટિબદ્ધ છે. - વજકુંડલે સંતોષ વ્યક્ત કરતાં વાત આગળ ચલાવવાનો ઈશારો
કર્યો.
માધવે વાતનો દોર સાંધતા કહ્યું કુમારની પાસે સૈનિકોનો વિપુલ જથ્થો એકત્ર થતાં જ તેમણે ચડાઈની શરૂઆત કરી, અને એક પછી એક નગરો પર પોતાનું આધિપત્ય સ્થાપવા માંડ્યું.
આ બધી ગતિવિધિનો હેવાલ મળતાં જ સિંધુણ ચોંકી ઊઠ્યો. તેણે તત્કાળ, જે જે ઠાકોરોએ અમને મદદ કરેલી, તે તમામ પાસે રાજદૂતો મોકલીને વીરસેનને મદદ કરવા બદલ ખુલાસા માગ્યા, ને કહેવડાવ્યું કે તમે બધા તાકીદે મને રૂબરૂ મળી જાવ.
તો ચાલાક ઠાકોરોએ તેને જવાબ મોકલ્યો કે “અમે તો આપને ને રાજગાદીને જ વફાદાર છીએ. પણ અમારા રાજકુમારો પહેલેથી જ વીરસેનના ચાળે ચડેલા હતા તે તો આપ જાણો જ છો. હવે તેનું પુનરાગમન થતાં જ એ બધા થનગનવા લાગ્યા, અમે ઘણા વાય, ધમકાવ્યા પણ તેઓ અમારી આમન્યા તોડીને પોતાની મેળે પોતાની ટુકડીઓને લઈને વીરસેન સાથે જતા રહ્યા છે. આમાં અમે શું કરી શકીએ?
અને આપે તાકીદે અમને બોલાવ્યા છે, અમારે આપની આજ્ઞાને માન આપવું જ જોઈએ. પરંતુ હાલના તબક્કે અમે જો અમારું મંડલ છોડીએ, તો અમારા રાજપુત્રોને ચડાવી-પટાવીને વીરસેન અમારા મંડલ પર આક્રમણ કરી દે તો અમારું શું થાય? એટલે હાલ ઘર રેઢું મૂકવામાં લાભ નથી. વીરસેન આપના સબળ હાથે જરા ખોખરો થશે કે તરત જ અમે આપની સેવામાં ઉપસ્થિત થઈશું.'
વજકુંડલ વિસ્મિત વદને માધવનું બયાન સાંભળી રહ્યો હતો. ઠાકોરોનો જવાબ સાંભળતાં જ તેના મોંમાંથી અનાયાસ સરી પડ્યું: વાહ ઠાકોરો, વાહ!
માધવે ઊંડો શ્વાસ લીધો, ને વાત આગળ વધારી: ઠાકોરોનો |
Page #103
--------------------------------------------------------------------------
________________
– ૯૪
સમરું પલપલ રાવત નામ
–
આ પ્રત્યુત્તર મળતાં સિંધુષણ દ્વિધામાં મૂકાઈ ગયો. શું સાચું? અને શું કરવું? તેનો નિર્ણય લેવામાં તે અટવાઈ પડ્યો.
પ્રજા અને સૈન્ય પોતાને ઈચ્છે છે કે નહિ, તેનો તેને કોઈ જ અંદાજ ન હતો ને તેનો ક્યાસ કાઢવાની તેનામાં ક્ષમતા પણ નહોતી. તો તેની પાસે કોઈ સાચો સલાહકાર પણ નહોતો રહ્યો. એટલે આવી દ્વિધાગ્રસ્ત મનોદશામાં તેણે પોતાના મહાનંદ નામના દંડનાયકને મોટી સેના સાથે વીરસેન ઉપર હલ્લો કરવાનો આદેશ આપી દીધો.
સેંકડો હાથી, હજારો અશ્વો અને લાખોના પાયદળ સાથે, સજાજ્ઞા અનુસાર મહાનંદ દંડનાયક કુમાર પર આક્રમણ કરવા ચાલી તો નીકળ્યો, પણ તેના હૈયામાં વીરસેન પ્રત્યેનો ભારે લગાવ અને સિંધર્ષણ પ્રત્યે ઘેરી અરચિ હતાં, તેની જાણ માત્ર તેને જ હતી. તેણે માર્ગમાં પોતાના નાયબ સેનાપતિઓને તથા ટુકડીના નાયકોને એકઠા કરી, બધાનાં મનનો તાગ મેળવવા પ્રયત્ન કર્યો, તો તેને સમજાયું કે અંદરખાનેથી તો આખું સૈન્ય વીરસેન તરફ જ ઢળેલું છે; કોઈને સિંધુણ ખપતો નથી.
થયું. મહાનંદ સૈન્ય સાથે જેવો વીરસેન કુમારના પડાવની નજીક આવ્યો, તેવું જ તેણે વીરસેનને કહેણ મોકલ્યું કે અમે આપના આશ્રયે છીએ, આપ અમને સમાવી લો! - કુમારે તરત જ તેને તથા તેના સૈન્યને પોતાના પક્ષમાં સ્વીકારીસમાવી લીધું. ફલતઃ કુમારનું બળ બમણું થઈ ગયું.
પેલી બાજ. આ સમાચાર મળતાં જ સિંધુણ ધુંવાક્વા થઈ ગયો, ને તેણે પોતે શેષ સૈન્યને લઈને કુમાર પર ચઢી આવવાની તૈયારી આદરી.
પરંતુ, સિંધુણના મામાના પુત્ર મહેંદ્રરાજે તેને વાર્યો કે રાજનું! તમારા સૈન્યની આંતરિક વાસ્તવિકતાનું તમારી પાસે કોઈ ચિત્ર નથી. સૈન્ય દ્વિધાગ્રસ્ત હોઈ શકે. તમે જાતે થઈને જાવ, ને સૈન્ય બધું બળવો કરે તો તમારું શું થાય? માટે ઝેરનાં પારખાં રહેવા દો, ને જે સૈન્ય બચ્યું છે તેને કબજે રાખો.
Page #104
--------------------------------------------------------------------------
________________
વજકુંડલ
કે
૯૫
-
દરમ્યાનમાં એક કામ કરો. લક્ષ્મીરમણપુરથી મામા એટલે મારા પિતાજી રાજા અનંગદેવને તથા રત્નસ્થળનગરથી તમારા શ્વસુર રાજા મદનદેવ આ બન્નેને તાકીદનાં તેડાં પાઠવો. એ બન્ને બહુ બળિયા છે, અને એમનાં સૈન્યો પણ ઘણાં મોટાં છે. તેઓની વહાર આવતાં જ આપણે વીરસેનને પહોંચી વળીશું. પણ ત્યાં સુધી આપણે ઘર સંભાળીને બેસવું જ શ્રેયકર છે.
મહેંદ્રરાજની સલાહ સિંધુષણના ગળે ઊતરી ગઈ, ને તત્ક્ષણ તેણે ચડાઈનો વિચાર માંડી વાળીને પોતાના દૂતો લક્ષ્મીરમણપુર તથા રત્નસ્થળનગર ભણી રવાના કરી દીધા.
વજકુંડલે એકીશ્વાસે બોલ્યું જતાં માધવને અટકાવ્યો ને કુતૂહલથી પૂછ્યું : પણ આ બધી ખબર તમને કેમ પડી? આ તો બે રાજાઓની અંગત મંત્રણાની વાત છે. આવી ખાનગી વાતની ભાળ મેળવવી સહેલી તો નથી જ.
વજકુંડલના કુતૂહલનું સમાધાન કરતાં માધવે કહ્યું:મહારાજ! આપનાથી શું છાનું રાખીએ? વાત એમ છે કે અમારો જયાનંદ નામનો ગુપ્તચર, ત્યાં સિંધુષણનો સાંધિવિગ્રહિક છે. વળી, રાજાજ્ઞાના લેખો લખનારો સૂરદેવ નામનો કાયસ્થ, તે પણ અમારા કુમારનો પ્રચ્છન્ન સેવક છે, એ બન્ને દ્વારા અમને આ બધી છાની બાતમીઓ સતત પ્રાપ્ત થતી રહે છે.
પણ કુમારશ્રી! ખરું કહું? અવિનય ન સમજતા, પણ અમારા દેશમાં એક પણ વ્યક્તિ હવે સિંધુષણને સ્વીકારવા તૈયાર નથી; બધા વીરસેનને જ ઝંખે છે; એનું જ આ પરિણામ છે.
આ સાંભળતાં જ વજકુંડલે કહ્યું: આટલીઆટલી અનુકૂળતા અનાયાસ આવી મળવા છતાં સિંધુષેણ હજી જીવે છે, એ કેવું? મને તો વિચિત્ર લાગે છે આ વાત.
માધવ કહે:મહારાજ! આપની વાત સાચી છે, પણ એક વાત એ પણ સાચી કે જો વીરસેનકુમાર ધારે તો સિંધુષણની મજાલ નથી કે તે ટકી શકે.
તો વીરસેન કોની રાહ જુએ છે?
Page #105
--------------------------------------------------------------------------
________________
– ૯૬
સમરું પલપલ રાવત નામ -
-
મહારાજ! ખરું કહું? વીરસેનકુમારના મનમાં એવી ભાવના છે કે જો સિંધુષેણ પોતાનું વર્તન સુધારે, અને વીરસેન કુમારનું કહ્યું માને, તો તેને જ તે દેશનો રાજા રહેવા દેવો; તેનું રાજ્ય છીનવી ન લેવું. આટલા ખાતર જ તેઓ હજી ઉતાવળ નથી કરતા.
વજકુંડલ હસી પડ્યો. તેણે કહ્યું: એ તે કેવી રીતે સંભવે? જે માણસ એકવાર એક રાજ્યનો સ્વતંત્ર રાજા રહી ચૂક્યો હોય. તે જ માણસ તે જ દેશમાં કોઈના આજ્ઞાપાલક સેવક જેવા રાજા તરીકે શી રીતે બેસી શકે? એ બિચારાને તો “બાવાના બેય બગડ્યા' જેવું થશે આમાં! - કુમારનાં આ વેણથી માધવ ગિણાઈ ગયો. તેણે કાંઈક ઉદ્વેગ સાથે કહ્યું મહારાજ! જો આપને સિંધુષેણ પર આટલી બધી કરુણા આવતી હોય તો આપ વીરસેન કુમારને આજ્ઞા કરીને પાછા બોલાવી લો આપના સાંનિધ્યમાં; સિંધુર્ષણનું રાજ્ય ભલે એને જ અખિયાતું રહેતું.
વજકુંડલ પાછો હસ્યો. તેણે માધવને ઠાર્યો ભાઈ, મારો આશય તું સમજ્યો નથી. મારો પક્ષપાત તો વીરસેન માટેનો જ હોય. સિંધુષેણ જેવા પ્રજાપડિક માટે મને કોઈ સહાનુભૂતિ હોય જ નહિ. હું તો એમ કહેવા માગું છું કે વીરસેને હવે વિલંબ કર્યા વિના પોતાનો હેતુ સાધી લેવો ઘટે. બોલ. પછી શું થયું?
માધવને હાશ વળી. તેણે આગળ ચલાવ્યું. બન્ને છાવણીઓ વચ્ચે યુદ્ધવિરામ જેવી સ્થિતિ પ્રવર્તતી હતી. કોણ પહેલ કરે છે? તેની રાહ જોવાતી હતી. દરમ્યાનમાં એકવાર એવું બન્યું કે સિંધુણની સેનાના ગજરાજો મોટા સમૂહમાં શેરડીના વાડામાં ચરિયાણ કરવા મોકલવામાં આવ્યા. આની જાણ કુમારને થતાં જ તેમણે અણધાર્યો છાપો તે વાડા પર મારીને ત્રણ સો જેટલા હાથી પોતાની છાવણી તરફ વાળી લીધા. વળી આવી જ રીતે, ચારો ચરવા માટે નીકળેલા સિંધુષણના હજારો અશ્વોને પણ કુમારે પડાવી લીધા.
આથી સિંધુષણ ભારે કોપાયમાન થયો. તેને લાગ્યું કે આ I
Page #106
--------------------------------------------------------------------------
________________
વજકુંડલ
ક
–
દુષ્ટ વીરસેનને જેમજેમ જતો કરું છું તેમ તેમ તે તો માથે ચડવા માંડ્યો છે. તેણે ત્વરિત નિર્ણય લીધો, ને જાતે જ કુમાર ઉપર આક્રમણ કરવાનો નિર્ણય કર્યો.
પણ મહારાજ! મહેન્દ્રરાજ તેનો ખરેખરો હિતૈષી ઠર્યો. તેણે સિંધુણને આ વખતે પણ વાર્યો, અને તેને બદલે પોતે કુમક લઈને અમારી સામે આવવા નીકળ્યો.
પણ તે બહુ સાવધાન હતો. હવાનો પણ તેને વિશ્વાસ નહોતો.એકેક યોજનના તે પડાવો કરતો, ને પોતાના અતિઅંગત સેવકો દ્વારા ચોતરફ ચાંપતી નજર રખાવતો. ત્રણેક પડાવ પછી તેણે એક રાત્રે પોતાના બધા જ ઠાકોરો, દંડનાયકો તથા સેનાનાયકોને એકઠા કર્યા, ને મંત્રણા યોજી, મંત્રણામાં તેણે ભારે અગમચેતી વાપરીને બધાને પ્રેમપૂર્વક સમજાવ્યા કે મિત્રો! તમે બધા જાણો જ છો કે દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ. પૂર્વે મહાનંદ અને એના અન્ય નાયકોએ તથા સૈનિકોએ જે રીતે આપણા રાજવીનો વિશ્વાસઘાત કર્યો છે, અને શત્રુપક્ષ સાથે હાથ મિલાવી દીધા છે. તે જોતાં આજે તમારા સહુ સાથે વાત કરી લેવી મને આવશ્યક લાગવાથી મેં તમને બોલાવ્યા છે.
વાતાવરણમાં યુદ્ધ ગાજે છે તે નિશ્ચિત છે. આ પળો એવી છે કે એમાં હવાનો પણ ભરોસો કરાય નહિ. કરે તે કાચો ગણાય. આપણા રાજ્યની પ્રજા આજે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે, અને અંધાધૂંધી એવી છે કે કોણ કોના તરફે છે તે કળી શકાય નહિ.
તમે અમારા પૂર્ણ વિશ્વાસુ ને વફાદાર સાથીદારો છો. તમારા બધા પર જ આ યુદ્ધનો તથા જય-પરાજયનો આધાર છે. યુદ્ધ તો કાલે આવશે. આપણે રજપૂત છીએ. મરતાં ને મારતાં આપણને આવડે છે. પણ યુદ્ધમાં રાજવટથી મરવું તે એક વાત છે, ને દગાફટકાનો ભોગ બની ખુવાર થવું તે બીજી વાત છે. અને દગાફટકાનો ભોગ બનવાનું તો હું કે તમે કોઈ ન ઇચ્છીએ.
માટે બંધુઓ! મને આજે તમારી પાસેથી એક ખાતરી જોઈએ છે તમે ખરેખર કોના વફાદાર છો તેની ખાતરી. તમે જો વીરસેનના
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૮
સમરું પલપલ સતત નામ -
પક્ષમાં હો તો અત્યારથી જ કહી દેજો, જેથી ખરાખરીના ખેલ પડે ત્યારે રાજપૂતીને જેબ લાગે તેવો દ્રોહ ન કરવો પડે. અને જો ખરા દિલથી તમે સિંધુષણને પક્ષે હો, રહેવા માગતા હો, તો તમારે તેની પ્રતીતિ કરાવી આપવી પડશે.
ફરીફરી કહું કે કોઈનાય ઉપર અવિશ્વાસ છે માટે આ નથી કહેતો; પણ વાતાવરણ એટલું બધું લૂષિત છે કે સગા ભાઈનો પણ ભરોસો કરવાનું હવે મુશ્કેલ બની ગયું છે, માટે જ તમારી પાસેથી પ્રતીતિકર ખાતરી હું માગી રહ્યો છું.' - મહેન્દ્રરાજની આ રજૂઆત, મહારાજ! ખરેખર અદ્દભુત હતી. બધા, હાજર હતા તે તમામ, મોંમાં આંગળાં ઘાલી ગયા હતા ત્યારે.
આ રજૂઆતનો પ્રતીતિકર જવાબ આપવો ત્યાં બેઠેલા સૌ માટે અનિવાર્ય બની ગયો, એટલે એમાંના એક વડેરા ઠાકોરે ઊભા થઈને કહ્યું કે “મહેન્દ્રરાજ! તમારો ધર્મ તમે બરાબર બજાવ્યો છે. હવે અમારી ફરજ અમારે બજાવવી જ જોઈએ. આ બેઠેલા તમામ વતી હું તમને ખાતરી આપું છું કે તમે જીવતા છો ત્યાં સુધી અમે તમને છેહ નહિ દઈએ ને દગો કે વિશ્વાસઘાત નહિ કરીએ, તમારી સાથે જ રહીશું ને લડીશું. બોલો, સંતોષ થાય છે? - મહેન્દ્રરાજે બધા ઠાકોરો ને નાયકોની સામે જોયું, તો સૌએ એ વાતમાં પોતાની હામી ભરી.
પણ તેને સંતોષ ન થયો. તેણે કહ્યું કે માત્ર મૌખિક વાત નહિ, હવે તો મારે પ્રતીતિ જોઈએ.
ઠાકોરોએ કીધું: તમે કહો તેવી પ્રતીતિ અમે કરાવવા તૈયાર છીએ; બોલો, શું કરીએ તો તમને પ્રતીતિ થાય? - મહેન્દ્રરાજે તરત જ સૌના હાથમાં તલવાર લેવડાવીને તલવારને મસ્તકે અડીને સૌને સોગંદ લેવડાવ્યા કે આ યુદ્ધમાં અમે, મહેન્દ્રરાજ જીવતા હશે ત્યાં સુધી, તેનો સાથ ને પક્ષ છોડીશું
નહિ.
મહેન્દ્રરાજને સંતોષ થઈ ગયો. તેને શ્રદ્ધા હતી કે રાજપૂત | બચ્ચો તલવારના સોગંદ લે નહિ, ને લે તો પ્રાણના ભોગે પણ !
Page #108
--------------------------------------------------------------------------
________________
–
વજકુડલ
૯૯
-
પાળ્યા વિના રહે નહિ.
તે આગળ વધ્યો, પણ અવજોગ અને અપશુકન ઘણાં નડવા માંડ્યાં. પણ હવે તે બધું ગણકારવાનું પાલવે તેમ નહોતું. હવે તો આ પાર કે પેલે પાર, એ સિવાય કોઈ વિકલ્પ જ નહોતો.
માધવ એકધારો બોલે જતો હતો. વજકંડલને પણ તેની વીતકકથામાં ભારે રસ પડી ગયો હતો.
એટલે તો તેણે બીજાં સઘળાં કાર્યો તે દિવસે માંડી વાળ્યાં, અને માધવની વાતોમાં જ પરોવાયેલો રહ્યો.
માધવની વાત રજૂ કરવાની કળા અનોખી હતી. તો સામી બાજુએ કમારની ઉત્કંઠા પણ તીવ્ર હતી. તેણે આતુરભાવે માધવને આગળની વાત કહેવા નિર્દેશ કર્યો, ને જરા વિસામો લઈને માધવે વાત આગળ ચલાવીઃ
મહારાજ! અમારી જાસૂસી જાળ પણ વ્યાપકપણે બિછાવેલી હતી. મહેન્દ્રરાજે ઠાકોરો સાથે કરેલી મંત્રણા અને પ્રતિજ્ઞાની વાત બીજે જ દિવસે અમારી પાસે આવી ગઈ. એ વાતથી અમે ઘડીભર વિમાસણમાં મૂકાયા.
કારણકે જે ઠાકોરોએ આ પ્રતિજ્ઞા લીધી હતી, તે તમામ અંદરખાનેથી કુમારના ચાહક અને મળતિયા હતા, અને અમારી સાથે ખાનગીમાં તેઓ વચનબદ્ધ થયેલા કે યુદ્ધનો અવસર આવશે ત્યારે અમે સિંધુષણનો સાથ છોડીને તમારા પલ્લે જ બેસીશું.
એકબાજુ એમનું આ વચન, અને બીજી બાજુ એમની આ નવી પ્રતિજ્ઞા: આ બેધારી વાતથી અમે જરાક મૂંઝાયા.
પણ આનો કોઈક તોડ તો શોધવો પડે. તત્કાળ અમારા ગુપ્તચરો મારફતે અમે તે ઠાકોરોનો સંપર્ક સાધ્યો. ને તેમનું વચન યાદ દેવડાવ્યું. તો તેમણે ઉત્તર વાળ્યો:અમારું વચન આજે પણ અંકબંધ ઊભું જ છે. દિલથી તો અમે તમારી સાથે જ હોવાના. પરંતુ મહેન્દ્રરાજે જે ધર્મસંકટ સર્યું. તે પળોમાં આવી પ્રતિજ્ઞા લીધા |
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સિવાય અમારે બીજો કોઈ ઇલાજ જ નહોતો. વાવાઝોડું આવે ત્યારે નેતરે નમવું જ રહ્યું.
અને હવે તો અમે પ્રતિજ્ઞાથી બંધાયા. એટલે આ વેળા તો અમે મહેન્દ્રરાજની સાથે જ રહીશું.
અમે પૂછાવ્યું પણ તો તમે કુમારને આપેલા વચનનું શું? એમનો જવાબ મળ્યોઃ અમારી પ્રતિજ્ઞા પ્રમાણે મહેન્દ્રરાજ જીવતો હશે ત્યાં સુધી અમે એને છેહ નહિ આપી શકીએ. એ નહિ હોય તે પળે અમે કુમારની સેવામાં અચૂક આવી લાગીશું; તમે બેફિકર રહો. બાકી તલવારના સોગંદ તોડીએ એવા હીણા રાજપૂત અમે નથી.
સમરું પલપલ સુવ્રત નામ
એમનો આ જવાબ અર્થસૂચક હતો, અને એ અર્થ કુમારે પકડી
લીધો.
કુમારે ત્વરિત નિર્ણય લીધો કે યુદ્ધમાં લાખોનાં જીવન બરબાદ કરવાં, અને એ રીતે મારા જ દેશની પ્રજાને ખતમ થવા દેવી, તે કરતાં કોઈ એકાદ મનુષ્યનો ભોગ લેવાય તે બહેતર છે.
તેણે રાતોરાત મહેન્દ્રરાજની છાવણી ૫૨ છાપો માર્યો. રોજિંદી દડમજલના થાકથી શ્રમિત સેનાને કાંઈ ખ્યાલ આવે તે પહેલાં તો કુમાર તેમનાં ચુનંદા સાથીઓ સાથે મહેન્દ્રરાજના તંબૂમાં પહોંચી ગયા, અને મહેન્દ્રરાજને સૂતો જ વધેરી નાખ્યો!
કુમાર તો પાછા સ્વસ્થાને આવી ગયા.પરંતુ સામી છાવણીમાં હાહાકાર મચી ગયો, ને મહેન્દ્રરાજના કરપીણ વધના સમાચાર મળતાં જ બધા ઠાકોરો પોતાને પ્રતિજ્ઞા-મુક્ત સમજીને પોતપોતાની ટુકડીઓ સાથે અમને આવી મળ્યા.
આ પછી કુમારે ત્વરા કરી, અને વીજળીવેગે પ્રયાણ કરી પદ્મખંડપુરને સુષેણદેશની રાજધાનીને ઘેરો ઘાલી દીધો.
બીજી તરફ, મહેન્દ્રરાજ જેવા બુદ્ધિમાન, હિતેચ્છુ, સ્નેહી અને બંધુજનના કરુણ મૃત્યુના સમાચાર જાણતાં જ સિંધુષેણ તો ભાંગી જ પડ્યો. તેના આક્રંદનો પાર ન રહ્યો. તેની રાણીએ માંડમાંડ તેને સમજાવ્યો અને સ્વસ્થ બનાવ્યો.
-
Page #110
--------------------------------------------------------------------------
________________
વજકુંડલ
કે
૧૦૧
-
ત્યાં જ તેને સમાચાર મળ્યા કે મામા અનંગદેવ પણ પોતાના પુત્ર મહેન્દ્રરાજની હત્યાના ખબરથી ભયંકર રોષે ભરાયા છે, અને ત્વરિત ગતિએ તે વિરાટ સૈન્ય સાથે વીરસેનને ભીડવવા આવી રહ્યા છે. બીજી તરફ સિંધુણના શ્વસુર મદનદેવ રાજા પણ તેવા જ વિરાટ સૈન્ય સાથે ઝડપભેર અમારી તરફ ધસી રહ્યા છે.
આ અમારી છેલ્લી પરિસ્થિતિ છે, મહારાજ! માધવે પોતાની વાત પર પૂર્ણવિરામ મૂકતાં ઉમેર્યું, ને કુમાર વજકુંડલની સૂચનાની પ્રતીક્ષા કરતો તે ચૂપચાપ બેઠો.
યુદ્ધની કથા હમેશાં મીઠી જ લાગે.
તેમાં વળી વજકુંડલ તો સ્વયે રાજકુમાર હતો, રાજપૂત હતો. તેને તો રાજ-ખટપટની, યુદ્ધોની અને હાર-જીતની વાતમાં વિશેષ રસ પડે તે સાવ સાહજિક હતું.
માધવની વાત તેણે રસપૂર્વક સાંભળી, અને તે પામી ગયો કે માધવ અમસ્તો નથી આવ્યો; આ બધી વાત માટે તો નહિ જ. એ આવ્યો છે કોઈ સહાય મેળવવા.
એટલે તેણે પ્રેમપૂર્વક માધવને પૂછ્યું હવે તારી શી અપેક્ષા છે. તે કહે કેટલું સૈન્ય તમારી સહાય માટે મારે મોકલવું જોઈએ?
માધવે અત્યંત ચાલાક જવાબ આપ્યો: કુમારશ્રી અમારે સૈન્યની સહાયનો ખપ નથી, અમારે તો આપનું સાંનિધ્ય – આપની ખુદની ઉપસ્થિતિની અપેક્ષા છે.
વજકુંડલઃ તે તો શી રીતે બને? ચક્રવર્તીનો દીકરો કોઈ એકનો ખુલ્લો પક્ષ લે એ તો કેમ શક્ય બને?
માધવ ના મહારાજ! આપે અમારો પક્ષ લેવા કે અમારા પક્ષમાં લડવા માટે નથી પધારવાનું. આપનો એવો ગેરલાભ લેવાનું કે આપને અમારા નિજી મામલામાં સાલવવાનું અમારા કુમાર કલ્પી પણ ન શકે!
તો મારે ત્યાં શા માટે આવવું પડે?
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨ સમરું પલપલ સુવ્રત નામ
પ્રભુ! અવિનય ન માનશો. પરંતુ મેં એવું ગોઠવ્યું છે કે કુસુમપુર નગરના શ્રેષ્ઠી પ્રિયમિત્રે પોતાના જિનચૈત્યમાં અષ્ટાલિકા મહોત્સવ તથા રથભ્રમણ રથયાત્રા-યોજવાનું નક્કી કર્યું છે. આ મહોત્સવમાં સમ્રાટ સ્વયં પધારે તેવી તે શ્રેષ્ઠીની માગણી છે; અને કોઈ સંયોગોમાં સમ્રાટથી ન પધારી શકે તો તેમના પ્રતિનિધિ તરીકે અને અમારા કુમારના પરમ ઉપકારી તથા સ્નેહી મિત્ર તરીકે આપ ત્યાં પધારો, ને ઉત્સવમાં ભાગ લ્યો, એવી અમારી વિનંતિ છે.
પણ એનાથી તમારો કયો હેતુ સરશે, એ મને નથી સમજાતું. કૃપાનાથ! માધવે પોતાની યોજના સમજાવતાં કહ્યું: આ બહાને આપ કુસુમપુરમાં ઉપસ્થિત હો, તો તેની અસર અમારા સમગ્ર પંથકમાં પડ્યા વિના ન રહે. કુસુમપુરથી બાર જ યોજન દૂર પદ્મખંડપુર છે, એટલે ભૌગોલિક સામીપ્ય હોવાથી અમને આપની સીધી હૂંફ સાંપડી રહે એ એક હિસાબ. તો પ્રિયમિત્ર એટલે કુમાર વી૨સેનનું બીજું અંગ એવી અમારે ત્યાં સાર્વત્રિક પ્રસિદ્ધિ છે. તેને ત્યાં આપ પધારો, તો તેનો અર્થ અમારો ક્ષત્રુપક્ષ અને આખો દેશ સહેલાઈથી સમજી જ શકે, આ બીજો હિસાબ. અને છેલ્લી પણ મહત્ત્વની વાત એ છે કે કુમારની ભાવના વિના નરસંહારે અથવા ઓછામાં ઓછી ખુવારીએ આ આખોયે મામલો આટોપવાની છે. હવે જો આગંતુક બે રાજાનાં સૈન્યો વાં સિંધુષેણનું રહ્યુંસહ્યું સૈન્ય ભેગાં થાય, તો કુમારે પણ પોતાની વિશાળ સેના દ્વારા તેઓ સાથે બાથ ભીડવી જ પડે. આમાં નરસંહારનો કોઈ સુમાર નહિ રહે. પરંતુ જો આપ કુસુમપુરમાં બેઠા હો, તો આપની ઉપસ્થિતિ પણ શત્રુપક્ષને શાંત પડવા અને સુલેહની દિશામાં વિચારવાની ફરજ પાડી શકે. અથવા જરૂર પડે તો એ માટે આપનો લાભ પણ અમે ઝડપથી મેળવી શકીએ. માટે આપને ત્યાં પધારવા અમારો આગ્રહ
છે.
FIND
કુમા૨ વજ્રકુંડલ તો આભો જ બની ગયો.
પોતાનો પણ કોઈ આમ રાજકીય ઉપયોગ કરી શકે, તે વિચારે જ તે સ્તબ્ધ બની ગયો હતો.
Page #112
--------------------------------------------------------------------------
________________
વજરકુંડલ
જ ૧૦૩
પરંતુ તેણે જોયું કે આમાં એક તરફ પોતાના બહાદૂર મિત્રનો ઉપકાર થતો હતો. બીજી તરફ જિનભક્તિ અને નવા ક્ષેત્રનાં જિનદર્શનનો લાભ મળવાનો હતો, તો ત્રીજી તરફ અસંખ્ય મનુષ્યોની હત્યા અટકવાનો મહાલાભ પણ સાંપડે તેમ હતો.
તેણે તત્ક્ષણ માધવની યોજનામાં સંમતિ દર્શાવી, એટલું જ નહિ, તે જાતે માધવને લઈને સમ્રાટ પિતાજી પાસે ગયો. સંક્ષેપમાં બધી વાત સમજાવી, ને કુસુમપુરે ઉત્સવમાં પધારવાની વિનંતિ પણ માધવ પાસે કરાવી.
સમ્રાટે સ્વયં ત્યાં સુધી જવાની અનિચ્છા દર્શાવવા સાથે કુમારને ત્યાં જવા તથા જોઈતું સૈન્ય લઈ જવાની અનુજ્ઞા આપી.
અનુમતિ મળતાં જ કુમારે એક જબરદસ્ત સૈન્ય પોતાની સાથે લીધું, અને તે માધવના માર્ગદર્શન હેઠળ કુસુમપુર પ્રતિ રવાના થયો.
અસ્મલિત પ્રયાણો વડે દડમજલ કરતાં તેઓનો પડાવ કુસુમપુરથી છ યોજન દૂર શ્રીખંડ નામે નગરે થયો. તે દિવસે કુમારની રજા લઈને માધવ વીરસેનકુમાર પાસે જવા નીકળી ગયો, પોતાના હાથે થયેલી કાર્યસિદ્ધિની વધામણી આપવા તેમજ હવે પછીના કર્તવ્ય માટેનું માર્ગદર્શન મેળવવા.
માધવ જેટલો ચાલાક હતો, તેટલો જ ચપળ પણ હતો. એ વીરસેનનો સેવક હતો, સાથી હતો, ને સલાહકાર પણ
હતો.
એ મારતે ઘોડે શ્રીખંડપુરથી વીરસેનની છાવણી પર પહોંચ્યો, અને પોતે કરેલી સઘળી કાર્યવાહી તેને જણાવી.
વીરસેનની પ્રસન્નતાનો પાર ન રહ્યો. તેનાં બધાં જ પાસા પોબાર પડી રહ્યાં હતાં.
પરંતુ, હજી પગ વાળીને બેસવાનો વખત ન હતો. તેણે તત્પણ માધવ સાથે મંત્રણા કરી, પોતાની નવી યોજના ઘડી કાઢી, ને !
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪ * સમરું પલપલ સુવ્રત નામ
તે જ દિવસે તેને પાછો શ્રીખેડપુર તરફ રવાના કરી દીધો. શ્રીખેડપુર એવા બિંદુ ૫૨ વસેલું નગર હતું કે ત્યાંથી કુસુમપુર છ યોજન થતું, તો પદ્મખંડપુર પણ છ યોજનના અંતરે જ હતું. અને અશ્વો તો પવનવેગી હતા. વળી બદલાતા પણ રહેતા. એટલે માધવ તે જ દહાડે સાંજ ઢળતાં તો વજ્રકુંડલ પાસે પહોંચી પણ ગયો.
વજકુંડલે તેને આવકાર્યાં, ને તાબડતોબ પાછા આવવાનું કારણ જાણવા માગ્યું.
માધવે વીરસેન સાથે ઘડેલી યોજના-અનુસાર નિવેદન કરતાં કહ્યું: મહારાજ! કુમાર વીરસેને આપને પ્રણામ અને વિનંતિપૂર્વક કહેવડાવ્યું છે કે અનંગદેવ અને મદનદેવ એ બન્ને રાજાઓ નજીક આવી પહોંચ્યા છે. મારો ઈરાદો એ છે કે જો વિના લડાઈએ જ કામ પતતું હોય તો વધું સારું. એટલે મેં એવું વિચાર્યું છે કે આપ મારી વહારે આવ્યા છો તેવી વાત કોઈ પ્રકારે હું તેમને પહોંચાડું. જો આપનું નામ સાંભળીને તે બન્ને ડરી જશે ને પાછા ચાલ્યા જશે કે સંધિ માટે હાથ લંબાવશે, તો તો વાત ત્યાં જ પતી જશે. અને તો આપ પણ કુસુમપુર જતાં રહેશો.
પરુંત એ બન્ને, આપનું આગમન જાણ્યા પછી પણ, મારી સાથે યુદ્ધ કરવાનો આગ્રહ રાખશે, તો તેની જાણ હું આપને અર્ધી રાતે પણ ઉઠાડીને કરીશ. અને તો આપે આપના સૈન્યનો અર્ધો ભાગ મારા તરફ મોકલવો પડશે.
આ આખું ચિત્ર સ્પષ્ટ થતાં હજી ચારેક દિવસ થાય. તો મારી વિનંતિ છે કે આપ ત્યાં સુધી શ્રીખેડપુરમાં જ સ્થિરતા કરો.
વજ્રકુંડલે આ વ્યૂહરચનાને તે જ પળે સંમતિ આપી દીધી. એ સાથે જ માધવ ત્યાંથી પાછો વીરસેન પાસે જવા નીકળી ગયો.
માધવ પાછો ફરતાં જ વીરસેને બે અત્યંત વિશ્વાસુ, નિર્ભય, વિવેકી અને સમયોચિત પાઠ ભજવવામાં એકદમ નિપુણ એવા
Page #114
--------------------------------------------------------------------------
________________
વજકુડલક
૧૦૫
સેવકોને બોલાવ્યા, ને તેમને કેવો પાઠ ભજવવાનો છે તે શીખવીને અનંગદેવ અને મદનદેવ પાસે મોકલી આપ્યા.
બન્ને દૂતો મારતે ઘોડે રાતોરાત ઉપડ્યા. પહેલાં પહોંચ્યા રાજા અનંગદેવ પાસે. પોતે ચક્રવર્તીના યુવરાજ વજકુંડલ પાસેથી સંદેશો લઈને આવ્યા છે એવું કહેવડાવતાં જ રાજાએ તત્કાળ તેમને મુલાકાત આપી. સમ્રાટના દૂતને કોની મગદૂર હતી કે ઉવેખી શકે?
બન્ને દૂતોએ પણ સમ્રાટના સેવકોને છાજે તેવા વિવેકપુરસ્મર અનંગદેવને કહ્યું: મહારાજ! અમને સમ્રાટના યુવરાજ વજકુંડલદેવે આપની પાસે ખાસ સંદેશો લઈને મોકલ્યા છે. આપની આજ્ઞા હોય તો કહીએ.
અનંગદેવે પણ બહુમાનપૂર્વક સંમતિ દર્શાવતા તે બન્નેએ આ પ્રમાણે વાત કરી યુવરાજશ્રીએ કહાવ્યું છે કે સુષેણ દેશનો રાજકુમાર વીરસેન કેટલાક વખત અગાઉ અમારી પાસે સેવાર્થે આવ્યો હતો. એ સિંધુવીરનો પુત્ર હતો તેથી અમે તેના પ્રત્યે કૂણી લાગણી દર્શાવી, અને તેને જીવાઈ તેમ જ ખપજોગ સેવકો વગેરેની સુવિધા આપવાની અમે ઇચ્છા વ્યક્ત કરી. એણે તે વખતે કાંઈ પણ માગવા-લેવાનો ઈન્કાર કરીને અમને જણાવ્યું કે “અવસર આવશે ત્યારે હું જોઈશે તે માગી લઈશ, ત્યારે આપવું ઘટે તો આપજો. અત્યારે તો આપની સેવા સિવાય કાંઈ ન ખપે; અને તે અમારી સેવામાં રહી ગયો.
કેટલાક વખત પછી તેને જાણ થઈ કે તેના પિતા રાજા સિંધુવીર મૃત્યુ પામ્યાં છે. અને સિધુષેણે તેનો હક છીનવી લીધો છે. એટલે તેણે અમારી પાસે પ્રાર્થના કરી કે “આપે પૂર્વે મને કાંઈક આપવાની ઈચ્છા દર્શાવી હતી તો હવે મને જોઈએ છે તે આપો. તેને શું જોઈએ છે તેની પૃચ્છા કરતાં તેણે અમારા પાસેથી સુષેણ દેશનો અધિકારપત્ર માગ્યો.
અમે તેને સમજાવ્યો કે તારા પિતાએ જ તારા ભાઈને રાજ્ય સોંપ્યું છે તો હવે તેનો અધિકાર માગવો રહેવા દે; સમ્રાટના સામ્રાજ્યમાંથી બીજો કોઈ પણ દેશ કે રાજ્ય તું પસંદ કરી લે,
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સમરું પલપલ સુવ્રત નામ
તને અપાવી દઉં.
પણ તે ન માન્યો. તેણે કહ્યું કે મારા વાંક વિના મારો અધિકા૨ છીનવાઈ ગયો છે ને મને કાઢી મૂકવામાં આવ્યો છે. આ માનભંગનો બદલો લીધા વિના મને ચેન પડે તેમ નથી. માટે આપવો હોય તો સુષેણ દેશ આપો, નહિ તો કાંઈ નહિ.’
તેનો હઠાગ્રહ જોઈ અમે તેને અપેક્ષિત આજ્ઞાપત્ર સમ્રાટ પાસેથી અપાવ્યો તો ખરો, પણ તેની સહાય માટે એકેય મનુષ્ય-સૈનિક ન ફાળવ્યો કે ન આપ્યું તેને જરા પણ ધન. એ વખતે અમારા મનમાં એમ કે એકલા આજ્ઞાપત્રને આ નિર્ધન ને નિઃસહાય માણસ શું ક૨શે? ભલે જતો. થોડા જ વખતમાં ામ-હિંમત હારીને પાછો આવશે જ; ને તો તે વખતે એ બાપડાને કોઈક નાની મોટી જાગીર અપાવી દેવાશે. અથવા તો મિથ્યાભિમાનને વશ પડેલો બિચારો જીવથી જશે, ને તો તેને તેનાં સારાંમાઠાં કૃત્યોનું ફળ આપોઆપ મળી જશે.
પણ તે ક્ષણે અમને કલ્પનાય નહોતી કે આ એકલો અને અસહાય જણાતો માણસ પણ આખા દેશને વશ કરી લેશે અને બધા સામંતો ને મંડલોને જીતી લઈને સિંધુષેણને પણ ઘેરી લેશે.
આ તો હમણાં સમ્રાટની આજ્ઞા થવાથી કુસુમપુરમાં જિનાલયના મહોત્સવમાં ભાગ લેવા માટે અમે આ તરફ આવ્યા, ત્યારે અમને જાણ થઈ કે વીરસેને તો ગજબ કર્યો છે! પદ્મખંડનગરને ને સિંધુષેણને જબરો ઘેરો નાખીને તે બેઠો છે.
અમે એમ પણ સાંભળ્યું છે કે હવે સિંધુષેણની સહાયતા માટે અનંગદેવ ને મદનદેવ પોતાનાં સૈન્ય સાથે આવી રહ્યા છે.
આ બધું જાણ્યા પછી અને સાચું હોવાની ખાતરી થયા પછી અમને એવો વિચાર આવ્યો છે કે એક બાપના બે દીકરા માંહોમાંહે લડી રહ્યા છે તેવા સંજોગોમાં તમે એકનો પક્ષ લ્યો અને બીજાને હરાવવા માટે મહેનત કરો. તો તે કોઈ રીતે ઉચિત નથી જણાતું. તમારે આમાં પક્ષપાત કે ભેદભાવ ભરેલી નીતિ આચરવાનો શો અર્થ? પછી એવું ય બની શકે કે કોઈ બળિયો રાજા કાલે વીરસેનની
Page #116
--------------------------------------------------------------------------
________________
વજકુંડલ
૧૦૭
પડખે ચડી જશે, ને તો તમારે લોકોને અહીં જ તળ રહી જ્વાનો વારો આવી શકે; ઘેર પહોંચવાનું પણ મોંઘું પડી જાય એવું બને.
રાજન્ ! અમારા કુમારશ્રીનો પડાવ અત્યારે શ્રીખેડપુરમાં છે, અને ત્યાંથી તેમણે અમને આપની પાસે આટલું કહેવા માટે મોકલ્યા છે. તેઓએ ફરમાવ્યું તે અમે આપને કહ્યું. હવે અમને રજા આપો, તો અમે પાછા ફરીએ.
બન્ને દૂતોએ પૂરી ઠાવકાઈથી પોતાની વાત આટોપી લીધી, અને રજાની અપેક્ષામાં ઊભા રહ્યા.
પણ તેમની વાત સાંભળતાં જ અનંગદેવના ચહેરા ઉપર ભય અને ચિંતાની રેખાઓ તણાવા માંડી. પણ પોતાની અસ્વસ્થતા ઉઘાડી પડી જવાની બીકે તેણે સત્વરે સમતુલા મેળવી લીધી, ને તે દૂતોને ઉદ્દેશીને કહ્યું: ભાઈ, વજકુંડલકુમાર તો અમારા સ્વામી ગણાય. તેમની સલાહ પણ અમારે મન તો આશા જ ગણાય. તમે તેમનો જે સંદેશો મને આપ્યો, તેનો મર્મ હું સમજી શક્યો છું, ને હું આ જ પળે તેમની આજ્ઞાનુસાર સિંધુષેણના પક્ષેથી પાછો હઠીને અહીંથી જ સ્વદેશ તરફ ચાલી નીકળું છું. પરંતુ તે પહેલાં મારી ઉમેદ છે કે એકવાર કુમારશ્રીનાં દર્શન કરી લઉં. અહીં સુધી આવ્યો છું ને કુમારશ્રી પણ નજીકમાં જ છે, તો હું તમારી સાથે જ ત્યાં આવી જઉં એમ મને થાય છે. નહિ તો એમ કરો, તમે તમારે જાવ, હું મારા સૈન્યને નવા ફેરફારો અંગે સૂચના આપીને એકાદ દિવસમાં જ કુમારશ્રીના ચરણોમાં આવી જઈશ. આમ કહીને તેણે તે દૂતોને વિવિધ વસ્ત્રો ને અલંકારોની ભેટ આપી.
પેલા દૂતોને તો ‘ભાવતું'તું ને વૈદે કહ્યાનો ઘાટ થયો. તેઓ ત્યાંથી ઝટપટ ભાગ્યા, સીધા રાજા મદનદેવ પાસે. ત્યાં પણ આવી જ રજૂઆત કરી, ને વધુમાં અનંગદેવના ફેરફારની પણ વાત કહી, એટલે મદનદેવે પણ એવો જ નિર્ણય લઈ લીધો. ને દૂતોને જાતજાતનાં ભેટણાં આપી વિદાય કર્યાં.
બન્ને દૂતો તો ખુશખુશ થતાં ત્યાંથી નીકળીને પહોંચ્યા સીધા વીસેન પાસે. બધી હકીકત દર્શાવી.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ૨ સમરું પલપલ સુવ્રત નામ
એટલે વી૨સેને પણ તે જ બે દૂતોને આજ્ઞા કરીઃ તમે બન્ને આ બધી ભેટો લઈને સીધા વજકુંડલ પાસે જાવ. તમે મધરાતે પહોંચશો. પણ તમારે તેની જરાપણ ચિંતા નહિ કરવાની, ને સવા૨ પડવાની રાહ પણ નહિ જોવાની. જ્યારે પહોંચો તે જ સમયે કુમારને જગાડવાના, ને આ બન્ને રાજાઓ સાથે તમારે જે વાત થઈ છે તે કાનામાત્રાના ફેરફાર વિના તેમને કહી દેવાની; ને કહેવાનું કે આપની પાસે તે બે રાજા આવે ત્યારે તેમની વાત સાથે અમારી વાત મેળવી લેજો.' વધુમાં કહેવાનું કે અમે આપના દૂત તરીકે આપના નામથી ત્યાં ગયા છીએ, એટલે તે રાજાઓ આ સંબંધે પૃચ્છા કરે ત્યારે આપે મેં જ એ દૂત મોકલ્યા હતા' તેવી સ્વીકૃતિ આપવાની છે, અને એક વાત સમજી લો કે મેં કુમારશ્રીને જણાવી દીધું છે કે, મારો સંદેશો લઈને માણસો આવશે, અને રાત્રે આપ સૂતા હશો તો પણ જગાડવા જેવું હશે તો જગાડશે. માટે આપ રક્ષકોને તે અંગે સૂચના આપી રાખજો એટલે તમને ત્યાં કોઈ જાતની રોકટોક નહિ નડે. જાવ, ઝટ પહોંચો, ન જવાબ લઈને આવો.
અને હા, પેલા બે રાજાઓએ તમને જે ભેટણાં આપ્યાં છે તે પણ તમે કુમારશ્રી પાસે લઈ જજો ને તેમના ચરણોમાં મૂકી દેજો. જો તેઓ તમને આપી દે તો તે બધું તમે રાખી લેજો. નહિ તો ત્યાં જ સોંપીને આવજો.
વીરસેનની આજ્ઞાને બરાબર સમજી લઈને તે બન્ને દૂતો તે જ ઘડીએ ત્યાંથી ચાલી નીકળ્યા.
આ બાજુ વજકુંડલે પણ, જાણે વીરસેનના સંદેશાની પ્રતીક્ષા માટે જ હોય તેમ, એ આખી રાત પોતે જાગતા રહેવાનો નિર્ણય કર્યો. તેણે પોતાના તમામ સેનાનાયકોને જણાવી દીધું કે તમે બધા સાબદા રહેજો. આજે રાત્રે ગમે તે પળે તમને આદેશ આપવામાં આવશે, ને તો તે અનુસાર કૂચ કરવાની રહેશે.
પોતાને માટે પણ તેણે એક નવતર ગોઠવણ કરી. પોતાની
Page #118
--------------------------------------------------------------------------
________________
વજકુંડલ
૧૦૯
સાથે આવેલા પોતાના પરમમિત્ર શ્રાવક શ્રેષ્ઠી જિનમિત્રને તેણે પાસે બેસાડ્યો, ને કોઈ રસપ્રદ કથા કહેવા સૂચવ્યું. - જિનમિત્રે પણ બધાને રસ પડે ને ઊંઘ ન આવે તેવી અદ્ભુત કથા કહેવા માંડી. કથા પૂરી થયા પછી કુમારે તેની તથા અન્ય સાગરીતો સાથે કાવ્યવિનોદ અને હાસ્યવિનોદ માંડ્યાં.
આમ ને આમ રાત ટૂંકી થતી ગઈ, ને સૌ વાત-વનોદમાં લયલીન બની રહ્યા.
બરાબર રાત્રિનો ચોથો પ્રહર પ્રારંભાયો, ને એકાએક દ્વારપાળે આવીને જણાવ્યું કે મહારાજ! વીરસેનકુમારના સેવકો દરવાજે આવી ઊભા છે. આજ્ઞા હોય તો અંદર મોકલું.
આ સાંભળતાં જ વજકુંડલ પથારીમાં બેઠો થઈ ગયો. વાર્તાવિનોદ આટોપી લીધો, ને આગંતુકોને અંદર મોકલવાનો આદેશ આપ્યો. મંડળી તત્પણ વીખરાઈ ગઈ. તંબૂમાં માત્ર વજકુંડલ ને બે દૂતો – ત્રણ જણા જ રહ્યા.
બન્નેએ બધી વીગતો કુમાર સમક્ષ રજૂ કરી; બન્ને રાજાઓ સવારે દર્શને આવશે તેમ પણ જણાવી દીધું, ને પોતાને મળેલી ભેટો પણ કુમાર સમક્ષ મૂકી દીધી
કુમારે તે ભેટો તે બન્નેને પાછી આપતાં કહ્યું તમે નચિંત થઈને સ્વસ્થાને જાવ. વીરસેનના સેવકો તે અમારા જ સેવકો છે. એટલે તમે કરેલી બધી કાર્યવાહીની જવાબદારી હવે મારી થઈ છે. બે રાજાઓ આવશે ત્યારે હું એ રીતે જ સંભાળી લઈશ. માટે તમે અને વીરસેન નિશ્ચિતપણે તમારા કામે લાગી જજો.
તેમને વિદાય આપી કુમારે પ્રાત:કાર્ય આટોપ્યું. જિનપ્રતિમાની પૂજાસેવા કરી. પછી એકાંત મેળવીને બે ઘડી નિદ્રાધીન થઈ ગયો. રાતના ઉજાગરાને લીધે તેમ કરવું અનિવાર્ય બનેલું.
બપોરે ઊઠી પુનઃ સ્નાનાદિ કરી, તૈયાર થઈ તેણે દરબાર ભર્યો, ને બધા સેનાનાયકોને ભેગા કર્યા.
ત્યાં થોડીવારમાં જ સમાચાર આવ્યા કે અનંગદેવ તથા મદનદેવ | દર્શનાર્થે આવ્યા છે અને દરબારમાં ઉપસ્થિત થવાની પરવાનગી
Page #119
--------------------------------------------------------------------------
________________
– ૧૧૦ ક
સમરે પલપલ સવત નામ
–
માગે છે. કુમારે તેમને આવવાની અનુમતિ આપી.
બન્ને આવ્યા. કુમારને પ્રણમ્યા. કુમારે ચીંધલા આસન પર બેઠા. પછી કુમારનો ઈશારો થતાં પોતાની વાત પ્રસ્તુત કરતાં તે બન્નેએ કહ્યું કે “કુમારશ્રી! અમે અહીં આવ્યા છીએ તે કઈ સિંધર્ષણના પક્ષકાર તરીકે નથી આવ્યા; પરંતુ વીરસેન તેને કારણ વિના હણી નાખવા માગતો હોવાનું જાણીને તેની સુરક્ષા માટે જ આવ્યા છીએ. કેમકે સિંધુષેણ અમારો ભાણેજ તેમજ જમાઈ થાય છે, તેથી વ્યવહારથી પણ તેની રક્ષા કરવી તે અમારું કર્તવ્ય થઈ પડે.
જો સિંધુષણ જીવતો રહે, તો તેનું રાજ્ય રહે કે જાય, ગમે તે થાય એની અમને બહુ પરવા નથી; એનું રાજ્ય જતું રહેશે તો તે આપનો સેવક બનીને આપના સાંનિધ્યમાં રહી શકશે. પણ તેને મરવા તો કેમ દેવાય?
આ ખાતર જ અમે અહીં આવ્યા છીએ. એમાં ગઈકાલે આપના સેવકોના મુખે જાણ્યું કે આપ અહીં – શ્રીખંડમાં પધાર્યા છો, એટલે અમે બધું પડતું મૂકીને આપની સેવામાં આજે ઉપસ્થિત થયા છીએ. આપ હો પછી અમારે કે સિંધુણને શેની ચિંતા? હવે આપ ફરમાવો તેમ કરવામાં અમે અમને કૃતકૃત્ય સમજીશું. - વજકુંડલે તેમના જેટલી જ ઠાવકાઈ વાપરીને જવાબ વાળ્યો: અમે અહીં આવ્યા પછી તમારા બધા વિશે કઈક જુદું જ જાણવા મળ્યું, તેથી જ અમારે દૂત મોકલવા પડ્યા તમારી પાસે. પણ હવે તમારા તરફથી સ્પષ્ટતા સાંભળીને અમને સમાધાન મળ્યું છે.
હવે એક કામ કરો. રાજા સિંધુષણને હમણાંને હમણાં મારી પાસે બોલાવી લાવો. એ ભલે મારી સાથે રહેતો. હું તેને સમ્રાટની સેવામાં નીમીશ, અને પછી યોગ્ય અવસરે તેને કોઈક દેશનો રાજા પણ સ્થાપી દઈશ.
પણ કુમારશ્રી! બન્ને રાજાઓએ પોતાની મુંઝવણ વ્યક્ત કરતાં કહ્યું: સિંધુષેણ હાલ તો પદ્મખંડમાં પૂરાયેલો છે. ચોમેર વીરસેનનું | સૈન્ય ઘેરો ઘાલીને પડ્યું છે. તે આવે પણ શી રીતે? વિરસેન !
Page #120
--------------------------------------------------------------------------
________________
વરકુંડલ
8
૧૧૧
-
તેને જીવતો આવવા જ કેમ દેશે?
માટે આપ વીરસેનને આશા પાઠવી કે સિંધુણને ધર્મદ્વાર વાટે બહાર નીકળવા દે અને અહીં આવવા દે, તો આપની આજ્ઞાનું પાલન અમારે માટે પણ શક્ય બને. અમે પણ સિંધુણ પાસે અમારા માણસો મોકલીને, બધું છોડીને ચૂપચાપ અહીં આવતા રહેવાનું કહેવડાવી દઈએ.
કુમારે વિરસેનના સેવકોને મધરાતે જ ફૂંક મારી દીધેલી કે હું આ નિર્ણય લેવાનો છું, ને તેની અધિકૃત માણસ દ્વારા જાણ કરીશ તેમ વીરસેનને કહી દેજો. એ જ વાત તેણે આ બે રાજાઓના દેખતાં પોતાના સેવકોને કહી કે વીરસેન પાસે જાવ ને કહો કે સિંધુણને ગઢમાંથી બહાર નીકળી અત્રે આવવા દે, કોઈ અવરોધ કે ઉપદ્રવ ન કરે.
બધા સેવકો રવાના થયા, એ સાથે જ કુમારે બન્ને રાજાઓને આજ્ઞા કરી કે તમે બન્ને હવે મારી સાથે કુસુમપુર ચાલો. ત્યાં પહોંચીશું ત્યાં તો સિંધુષેણ પણ ત્યાં આવી જશે, એટલે બધી યોજના કરી લઈશું.
બેય રાજાઓનો આજ્ઞા સ્વીકાર્યા સિવાય છૂટકો જ નહોતો. બન્ને કુમારની સાથે જ કુસુમપુર ગયા.
કુમારના આગમન સાથે જ પ્રિય મિત્ર શ્રેષ્ઠીએ પોતાના જિનાલયમાં અષ્ટાલિકા મહોત્સવ પ્રારંભ્યો.
પેલી બાજુ, વીરસેનને વજકુંડલનો અધિકૃત સંદેશો મળતાં જ તેણે બે રાજવીઓના માણસોને પખંડપુરમાં પ્રવેશ કરવાની રજા આપી, ને તે પછી સિંધર્ષણ અને તેનો પરિવાર ધર્મદ્વારે આવતાં તેને બહાર નીકળીને કુસુમપુર જવા માટેનો માર્ગ પણ મોકળો કરી આપ્યો.
આમ, લોહીનું એક પણ ટીપું રેડાયા વિના તેનો વિજય થયો. પોતાનો લાડીલો કુમાર વિજયી થઈને પાછો આવ્યો, તેના હરખમાં
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સમરું પલપલ સુવ્રત નામ
પદ્મખંડપુરની પ્રજા નાચી ઊઠી. સૌએ વીરસેનનું ભવ્ય સ્વાગત રચવાપૂર્વક તેનો નગર પ્રવેશ કરાવ્યો, અને યોગ્ય મુહૂર્તે તેનો રાજ્યાભિષેક પણ કરવામાં આવ્યો.
તો આ તરફ, સિંધુષેણ પોતાના પરિવાર સાથે નીકળીને કુસુમપુર પહોંચ્યો ત્યારે ઉત્સવનો પાંચમો દિવસ હતો. કુમા૨ વજ્રકુંડલ તૈયા૨ થઈને જિનાલયે જવા નીકળતા હતા ત્યાં જ સિંધુષેણ તેની પાસે પહોંચ્યો. પહોંચતા જ તે કુમારના પગમાં પડી ગયો. કુમારે પણ તેની પીઠ પસવારી, માથે હાથ સ્થાપ્યો. અને તેની સાથે થોડી ક્ષણો ગાળી, તેને અનંગદેવ પાસે મોકલી આપ્યો.
મામા પાસે પહોંચતાં જ સિંધુષેણ ને તેના મામા એકમેકને ગળે વળગીને તો ખૂબ રડ્યા. સિંધુષેણે મહેન્દ્રરાજને યાદ કરીને કારમું કલ્પાંત કર્યું, અને તે બોલ્યો કે રાજ્ય ગુમાવ્યાનો મને રંજ નથી, પણ મારો માનીતો ભાઈ ગુમાવ્યો તેનો ડંખ હજી હૈયે શૂળની જેમ ભોંકાય છે, મામા!
અનંગદેવે તેને ગઈ ગુજરી ભૂલી જવાની શીખ આપતાં કહ્યું કે ભાઈ! મહેન્દ્રરાજનું મૃત્યુ કોઈ રીતે શોકલાયક નથી. એણે તો પોતાના ભાઈનું રક્ષણ કરવા જતાં પ્રાણ ગુમાવ્યા છે; અને જે માણસ અન્યની રક્ષા કરતાંકરતાં પ્રાણ ગુમાવે, તે કદાપિ શોકલાયક ન ગણાય. બાકી, મરવાનું તો સૌને છે. માટે તું આ ડંખ હૈયામાંથી કાઢી જ નાખજે.
આમ મામો-ભાણેજ સુખ-દુ:ખની વીતક વાર્તા કરતા હતા, ત્યાં જ પ્રિયમિત્ર શ્રેષ્ઠી ત્યાં આવ્યો, અને તેણે સિંધુષેણને વિનંતિ કરી કે મહારાજ! મારે ત્યાં મહોત્સવ પ્રવર્તે છે, એટલે આજે આપે સપિરવારે ભોજન મારે ત્યાં લેવાનું છે. મારી વિનંતિ સ્વીકારો.
સિંધુષેણે મામા સામે જોયું. મામાએ વાત વાળી લેતાં પ્રિયમિત્રને સમજાવ્યો કે આજે તો એ બધા મારા મહેમાન છે, એટલે મારે ત્યાં જ જમશે. ને એ જ ઉચિત ગણાય.
તો પ્રિયમિત્રે નવો જ ઉપાય કર્યો. તેણે પોતાના ત્યાંથી પકવાન્ન, ઉત્તમ પ્રકારનાં ભોજન-દ્રવ્યો તથા અનાજ, ઘી, તેલ વગેરે દ્રવ્યો
Page #122
--------------------------------------------------------------------------
________________
વકુડલ
૧૧૩
મંગાવીને સિંધુણને ભેટ ધર્યા.
સિંધુષેણે પણ સમય વર્તીને તે બધું સ્વીકારી લીધું.
મહોત્સવના છેલ્લા દિવસે પ્રિયમિત્રના ખાસ આમંત્રણથી રાજા વીરસેન પણ ત્યાં આવ્યો.
પ્રિય મિત્રે તે દિવસે મહાઆડંબર સહિત પ્રભુ-પ્રતિમાથી અધિષ્ઠિત રથની યાત્રા નગરમાં ફેરવી. ચતુર્વિધ સંઘ તથા રાજાઓના રસાલાથી શોભી ઊઠેલી રથયાત્રા સમગ્ર કુસુમપુરમાં ફરીને પાછી સ્વસ્થાને એટલે કે જિનાલયે પહોંચી, ત્યારે કુમાર વજકુંડલે પ્રિયમિત્રને કહ્યું:બંધુ! મને કહે, આ જિનાલયના નિર્વાહ તથા રક્ષણ માટે કેટલું “આદાન દ્રવ્ય જોઈએ? જેટલા પણ દ્રવ્યની જરૂર હોય તે બધું મારે તને આપવું છે; એટલો લાભ મને લેવા
ત્યારે પ્રિયમિત્રે ગદગદભાવે કહ્યું:દેવ! આપના પસાયથી આ જિનાલય માટે “આદાન દ્રવ્ય ની લેશ પણ આવશ્યકતા નથી. કેમકે આ ભુવન મેં કરાવ્યું ત્યારે મેં મોટો ધનરાશિ તેના નીવીધન તરીકે અલાયદો સમર્પી જ દીધો છે, અને તે પૂરતો છે; તેથી વધુ ધનની હવે આવશ્યકતા રહેતી નથી.
વજકુંડલે પૂછ્યું તો હું અહીં મહોત્સવમાં ભાગ લેવા આવ્યો, તેમાં મને શો લાભ? કાંઈક તો કામ બતાવ મને. - ત્યારે પ્રિયમિત્રે નાછૂટકે વિનંતિ કરતાં કહ્યું: મહારાજ! આપ અમારા રાજા વીરસેનને આજ્ઞા કરતા જાવ કે આ જિનાલયની, જરૂર પડ્ય, સારસંભાળ અને દેખરેખ રાખે. - કુમારે તે જ વખતે વીરસેનને આદેશ આપ્યો કે આ જિનાલયની પૂરતી કાળજી હવે થવી જોઈએ, અને તેને ઊની આંચ ન આવવી જોઈએ.
વીરસેને પણ મસ્તક નમાવી કુમારનો આદેશ સ્વીકારી લીધો. આ પછી કુમાર વજકુંડલ, પ્રિય મિત્રની તેમજ વીરસેનની |
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪ ૨ સમરું પલપલ સુવ્રત નામ
અનુમતિ લઈને, સિંધુષેણ રાજાને પોતાની સાથે લઈ, ગંધમાદનપુરે પિતાજીની સેવામાં પુનઃ ઉપસ્થિત થઈ ગયો.
સિંધુષેણને તેણે ચક્રવર્તીની સેવામાં મૂક્યો છે. પોતે પણ તેનું ધ્યાન રાખતો રહે છે.
તેનાં મનમાં હજીયે રાજ્યભ્રંશનો ડંખ અને ખેદ હોવાનું તેના ધ્યાનમાં જ હતું. એટલે તેને તે ડંખમાંથી બહાર કાઢવા માટે તેણે તેને ધર્મના માર્ગે વાળવાનો ઉદ્યમ કરવા માંડ્યો.
તેને દેરાસરે લઈ જાય; ગુરુભગવંતોના સમાગમમાં લઈ જાય, અને દેશના-શ્રવણ પણ કરાવે.
આ બધાંનું સાતત્ય રહેવાથી સિંધુષેણનું હૈયું જરાજરા હળવાશ અનુભવવા લાગ્યું.
એમાં એકવાર નગરમાં સુયશસૂરિ નામે જ્ઞાની અને પ્રભાવક આચાર્ય ભગવંત પધાર્યા. ચક્રવર્તી વજનાભિ, કુમા૨ વજકુંડલ, સિંધુષેણ સહિત સઘળો રાજપરિવાર તેમને વંદનાર્થે તથા ધર્મશ્રવણાર્થે ગયો.
ગુરુભગવંતે ધર્મદેશનામાં સંસારની અનિત્યતા વર્ણવી, અને પ્રમાદથી બચવાનો ઉપદેશ ફરમાવ્યો. તે સાંભળતાં ચક્રવર્તી વજનાભિના હૃદયમાં વૈરાગ્ય ઉપજ્યો. તેણે વજ્રકુંડલને રાજ્ય સોંપીને પોતે સંયમ અંગીકાર કર્યો.
સિંધુષેણને પણ આ દેશનાની ગાઢ અસર થઈ. મૂળે તે નિર્વિષ્ણ તો હતો જ. એમાં આ દેશના સાંભળી; અને વળી સ્વયં ચક્રવર્તીને ચારિત્ર ગ્રહણ કરતાં જોયા; એટલે તેના હૃદયમાં પણ વૈરાગ્ય પ્રગટ્યો, અને તેણે વજ્રકુંડલની અનુજ્ઞા મેળવીને ચારિત્રનો પંથ સ્વીકારી લીધો.
સમ્રાટ વજનાભિ તો સંયમનું સામ્રાજ્ય મેળવીને કૃતકૃત્યા બન્યા
Page #124
--------------------------------------------------------------------------
________________
વજ્રકુંડલ
૧૧૫
છે.
છ ખંડ ઋદ્ધિના ભોક્તા અને અભંગ આશાના સ્વામી એવા ચક્રવર્તી પણ,ગુરુની નિશ્ચ પામીને પોતાની જાતને ધન્યધન્ય અનુભવી રહ્યા છે.
ગઈકાલ સુધી આજ્ઞા આપવામાં જે આનંદ આવતો હતો, તે કરતાં અનેકગણો ઉત્કટ આનંદ એમને આજે ગુરુઆજ્ઞાને ઝીલવામાં
આવી રહ્યો હતો.
જેની નિશ્રામાં જગત વર્તતું હતું, તેણે આજે ગુરુની નિશ્રામાં પોતાનું કલ્યાણ શોધી લીધું હતું.
તેઓ પોતાના જ્ઞાની ગુરુ અને વિશાળ મુનિસમુદાય સાથે ગંધમાદનપુરેથી અન્યત્ર વિહરી ગયા છે.
તો આ બાજુ,
ચક્રવર્તીના સંસારત્યાગ પછી કેટલાક રાજાઓને થયું કે ચક્રવર્તીના છોકરા કાંઈ ચક્રવર્તી ન થાય. આપણે આજ સુધી સમ્રાટની સેવા જ કર્યા કરી. હવે એના છોકરાની સેવા કરવાની કોઈ જરૂર નથી. હવે તો આપણે સાવ સ્વતંત્ર!
આમ વિચારીને તેમણે વજકુંડલની ધૂંસરી ફગાવી દીધી. એકે કર્યું, તો તેનું જોઈને બીજાએ પણ એવું કર્યું. અને જોતજોતામાં આ ચેપ વ્યાપક બની ગયો.
વજકુંડલને આ વાતનો ખ્યાલ આવતાં જ તેણે પોતાના સૈન્યને સજ્જ કર્યું અને તે સ્વયં સવારી લઈને માથું ઊંચકનારા રાજાઓ પર ચડી ગયો.
પોતે ભારે બળવાન, સાથીદારો પણ વી૨સેન જેવા જોરાવ૨, ને સૈન્ય પણ જેટલું વિરાટ તેટલું જ યુદ્ધ નિપુણતાવાળું; એટલે ચપટી વગાડતાં જ તેણે માથું ઊંચકનારા તમામ રાજ્વીઓને પાછા નાથી દીધા અને તેમને તેમની મર્યાદાનું ભાન કરાવી આપ્યું.
લતઃ ચક્રવર્તી ન હોવા છતાં તેના જેવો જ તે સમ્રાટ બની રહ્યો.
Page #125
--------------------------------------------------------------------------
________________
–૧૧૬ ૭
સમરું પલપલ રાવત નામ -
દેવી કામરતિ. રાજા રજકુંડલની પટ્ટરાણી અને વળી અત્યંત માનીતી રાણી. તેનો એક ભાઈ નામે કામદેવ. જેવું નામ તેવું જ સ્વરૂપ. અતિશય સોહામણો અને વળી એવો જ ગુણવંત પણ. કામરતિને પોતાના ભાઈ પર અનહદ હત. તો કામદેવને પણ બહેન પર એવી જ અગાધ પ્રીત. ભાઈ-બહેન એકમેક વિના ક્ષણ પણ રહી ન શકે; તરફડે.
આથી જ, કામરતિ લગ્ન કરીને આવી ત્યારે પોતાનાં માવતરને યેનકેન પ્રકારેણ સમજાવીને કામદેવને પોતાની સાથે લેતી આવી હતી. - કામરતિને વ્હાલો હતો, તેથી વજકુંડલનો પણ તે એટલો જ વ્હાલો અને માનીતો થઈ પડેલો. બેય સાળા-બનેવી હોવાનું જાણે લાગે જ નહિ! સગપણ કરતાં મૈત્રી બે વચ્ચે વિશેષ હતી. પરિણામે વજકુંડલને પણ તેનું લગભગ વ્યસન જ પડી ગયેલું. જ્યાં જાય ત્યાં કામદેવ તો સાથે ને સાથે જ હોય.
રાજા, રાણી ને કામદેવ, આ ત્રણની ત્રિપુટી, આમ, જગપ્રસિદ્ધ બની ગયેલી.
વજકુડલ સાથે સંસારસુખ અનુભવતાંઅનુભવતાં તેના સુફળરૂપે જ હોય તેમ, એક દિવસ કામરતિએ શુભ સ્વપ્ન જોયું, અને કોઈ ઉત્તમ જીવ તેના ઉદરમાં ગર્ભપણે અવતર્યો. - રાજા-રાણી અને કામદેવ સહિત સૌ કોઈના હૈયે આ ઘટનાથી આનંદઆનંદ છાઈ રહ્યો.
રાણી ગર્ભ વહે છે. ગર્ભમાં આવેલા આત્માને પોષણ મળે | ને પીડા ન થાય તે રીતે તે ગર્ભનું પાલન કરે છે.
રાજા રજકુંડલ પણ તેને બધી રીતે સાચવે છે. સાથેસાથે, તે વિવિધ ખેલકૂદ અને રમતગમતોનું આયોજન પણ 1
Page #126
--------------------------------------------------------------------------
________________
વજરકુંડલ
૧૧૭
-
કરતો રહે છે. ક્યારેક અશ્વસાધન તો ક્યારેક ગજારોહણ, ક્યારેક ઉદ્યાનિકા તો ક્યારેક જળક્રીડા; આમ વિવિધ મનોરંજક અને બળવર્ધક પ્રવૃત્તિઓ પણ ચાલતી જ રહે છે.
એક દહાડો આવી જ રીતે તેણે ઘોડેસવારીનું આયોજન કર્યું. હજારો સુભટોના રસાલા સાથે તે અશ્વસવારી કરવા નીકળી પડ્યો. કામદેવ તો તેનો પડછાયો! સાથે ને સાથે જ હોય. સાથે બીજા પણ ઘણા રાજાઓ ને ભાયાતો હતા.
વહેલી સવારથી જ આ અશ્વવિહાર શરૂ થઈ ગયેલો. ગણતરી એવી કે ભોજનવેળા થતાં સુધીમાં પાછા ફરી જવું. - ગંધમાદનની ભાગોળ વટાવીને બધા દૂર-સૂદૂર ઊંડા જંગલમાં જઈને ખૂબ ફર્યા, ખૂબ અશ્વવિહારની મોજ લીધી.
છેવટે સૂર્યદેવ રાશવા અદ્ધર ચડી ગયા, ને તડકો અનુભવાવા માંડ્યો. એટલે બધા પાછા વળ્યા.
પાછા વળતી વખતે એક વિચિત્ર ઘટના ઘટી.
એકી સાથે મારમાર કરતાં હજારો અશ્વ દોડી રહ્યા હોઈ, અશ્વોની ખરીના પછડાટને લીધે વાતાવરણમાં ધૂળધૂળ છવાઈ ગઈ. જાણે કે ધૂળનું વાદળું કોઈને કોઈ દેખાય નહિ, એવી સ્થિતિ સરજાઈ.
આમાં વજકુંડલને જરા ગુંગળામણ થઈ પડી. એમાંથી છૂટવા માટે તેણે પોતાના અશ્વને એડી મારીને ભારે વેગથી ભગાવી મૂક્યો.
રાજાનો ભાગતો જોઈને કામદેવે પણ પોતાના અશ્વને એડી મારી. પણ કોણ જાણે શું થયું કે તેનો અશ્વ ભડક્યો, ને કોઈને કાંઈ ખ્યાલ આવે તે પહેલાં તો કામદેવને નીચે પછાડીને અશ્વ જાય ભાગ્યો! - ધંધળા સૂર્યપ્રકાશમાં રાજા અને કામદેવના અશ્વોને ભાગતાં જોઈ સુભટોએ પણ અશ્વો દોડાવ્યા. એથી બન્યું એવું કે નીચે પડેલા કામદેવને કોઈએ જોયો તો નહિ, બલ્ક તેના શરીર ઉપર થઈને જ બધા જ અશ્વો પસાર થઈ ગયા.
હજારો અશ્વોના પગ નીચે કચડાતો અને અસહ્ય ધૂળના | વંટોળથી ઘેરી ગુંગળામણ અનુભવતો કામદેવ ત્યાં ને ત્યાં જ મૃત્યુ |
Page #127
--------------------------------------------------------------------------
________________
પામી ગયો.
૧૧૮ ૨ સમરું પલપલ સુવ્રત નામ
કોઈએ તેને જોયો પણ નહીં.
ને તેની હાલત પણ એવી બદસૂરત બની કે તેને હવે કોઈ ઓળખી પણ ન શકે.
રાજા ઘેર પહોંચ્યો ને સીધો ન્હાવા ગયો.
ન્હાઈ ધોઈને પ્રથમ તેણે જિનપૂજા કરી, અને પછી ગયો ભોજનગૃહે.
રસોઈ તૈયાર હતી. ભાણાં મંડાઈ ગયાં હતાં. રાજાએ આસન ગ્રહણ કરતાં જ રસોઈ પીરસાવા માંડી.
હવે રાજાની ટેવ એવી કે તે, કામદેવ ને કામરિત ત્રણે સાથે જ જન્મે. ત્રણેનાં ભાણાં સાથે જ મંડાય. એકબીજા વિના કોઈ દહાડો કોઈ જમે નહિ. રાહ જુએ, પણ જમે તો બધાં ભેગાં થાય ત્યારે જ. વર્ષોનો આ નિત્યક્રમ.
અને આજે હજી કામદેવ આવ્યો નથી.
રાજાએ પૂછ્યું સેવકોને કામદેવ ક્યાં? તેને બોલાવો.
સેવકો કહે મહારાજ! અમે ક્યારનીયે તેમની તપાસ કરી, પણ ક્યાંય જોવામાં આવ્યા નહિ. આપની સાથે બહાર ગયા હતા, તે પછી પાછા પોતાના આવાસમાં તે આવ્યા જ નથી. અમે બીજે બધે પણ તપાસ કરી, પણ ક્યાંય તે જણાયા નથી.
રાજાએ પુનઃ આશા કરીઃ કોઈ ચોક્કસ માણસને ફરી તપાસ કરવા મોકલો. અને તે મહાલયમાં ન હોય તો બીજે જ્યાં ગયો. હોય ત્યાંથી તેને બોલાવી લાવો. પછી જ હું જમીશ.
પણ સેવકોને રાજા અને કામદેવનાં હેત-પ્રીતનો પાકો ખ્યાલ હતો. તેમને ખાતરી હતી કે કામદેવ રાજાજીને છોડીને ક્યાંય જાય નહીં જ; ને આજે આવ્યા નથી, તો નક્કી કાંઈ ગરબડ છે. તે વિના આવું ન બને, એટલે તેઓ આમતેમ આંટો મારીને થોડી જ વારમાં પાછા આવ્યા, ને રાજાને કહ્યું કે કામદેવનો ક્યાંય પત્તો લાગતો નથી. અમે બધે તપાસ કરી, પણ કોઈને તેમની ભાળ નથી. હા, એક એંધાણી મળી છે. આપણી અશ્વશાળાના રખેવાળે અમને કહ્યું
Page #128
--------------------------------------------------------------------------
________________
વજ્રકુંડલ
૧૧૯
કે કામદેવકુમાર આજે સવારે અશ્વશાળામાંથી પોતાનો અશ્વ લેવા આવેલા, પણ મહારાજની સવારી પાછી ફરી, ત્યારે તેઓ કાયમની માફક આજે જાતે અશ્વને મૂકવા નહોતા આવ્યા; પણ એકલો જ અશ્વ જ પોતાની મેળે શાળામાં આવી ગયો હતો.
આ શબ્દો કાને પડતાં જ રાજાએ હાથમાં લીધેલો કોળિયો હાથમાં જ રહી ગયો. તેણે કોળિયો પડતો મૂક્યો, ને તે જ ક્ષણે પગે ચાલતોચાલતો તે કામદેવની શોધ કરવા નીકળી પડડ્યો.
તેણે મનોમન નક્કી કર્યું કે જે રસ્તે સવારે અમે પાછા ફર્યાં તે જ રસ્તે તપાસ કરવા જવું જોઈએ. કેમકે નગરના પાદર સુધી તો તે મારી સાથે જ હતો; જે બન્યું હોય તે ત્યાર પછી જ, ધૂળમય વાતાવરણને લીધે થયેલી ભાગદોડમાં જ થયું હોય. માટે ત્યાં સુધી હવે મારે જાતે જવું જોઈએ.
રાજા ચાલી નીકળ્યો.
તે નીકળ્યો, એટલે પાછળ કામતિ પણ ચાલી.
સેવકોમાં નાસભાગ મચી ગઈ. થોડા સેવકો દોડ્યા, ને રાજા માટે રથ લઈ આવ્યા, એટલે અધવચ્ચે રાજા-રાણી રથારૂઢ થયાં, ને માર્ગની ચોતરફ નજર કરતાંકરતાં પાદરે પહોંચ્યાં.
પાદરે પહોંચતાં જ, માર્ગની વચ્ચે પડેલું, ધૂળમાં રગદોળાયેલું અને લોહીલુહાણ થયેલું કામદેવનું મૃતક રાજાની નજરે પડ્યું. રાજા છલાંગ મારી નીચે ઊતર્યો ને ત્યાં પહોંચી ગયો.
કામદેવની સ્થિતિ જોતાં જ શું બન્યું હોઈ શકે તેનો તેને ખ્યાલ આવી ગયો.
તેણે ભયાનક આઘાતનો આંચકો અનુભવ્યો. ત્યાં ને ત્યાં તે અર્ધમૂર્છિત બની ગયો. તેની આંખો ચકળવકળ થવા માંડી, મોઢે ફીણ વળવા લાગ્યાં, ને હમણાં પડ્યો કે પડશે તેવી ભ્રમિત અવસ્થા તેની થઈ પડી..
સેવકોનું વૃંદ સાથે જ હતું. તેમણે રાજાની આ સ્થિતિ જોતાં જ દોડીને રાજા નીચે પટકાય તે પહેલાં તેને ઝાલી લીધો, ને ઊંચકીને રથમાં લઈ જઈ સૂવાડી દીધો.
Page #129
--------------------------------------------------------------------------
________________
-૧૨૦ જ
સમરું પલપલ સુવ્રત નામ -
રાજાની આ સ્થિતિ જોતાં જ કામરતિ અવાકુ! “આ શું થયું? એવું તે બોલી શકે તે પહેલાં જ સેવકોએ તેને પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો, ને રાજાજીની કાળજી લેવા માટે વિનંતિ કરી. - કામરતિ સમય વરતી ગઈ. આ પળે કામદેવના અપમૃત્યુને રડવા કરતાં રાજાજીને જાળવી લેવાનું કામ વધુ અગત્યનું હોવાનું તે પામી ગઈ. તેણે તલ્લણ મોરપિચ્છના પંખા વતી રાજાજીને પવન નાંખવાનું શરૂ કર્યું, ને ગોશીષ ચંદનના છાંટણાં, ઠંડા પાણીનો છંટકાવ ઈત્યાદિ શીતોપચાર પ્રારંભી દીધા. આટલું ઓછું હોય તેમ તે વારેવારે રાજાને છાતીસરસો ચાંપવા પણ માંડી. તેનું સમગ્ર ધ્યાન તે ક્ષણે વજકુંડલમાં તેણે પરોવી દીધું.
રાજા ભાનમાં આવે તે જ તેનું લક્ષ્ય હતું.
પણ જેમજેમ તે ઉપચારો કરતી ગઈ, તેમતેમ ભાનમાં આવવાનું તો દૂર; ઊલટું, રાજાની મૂછ કહો કે ચિત્તભ્રાંતિ, વધતી જ ગઈ, ઘડીકે રાજા દાંત ભીડવા લાગ્યો, તો ઘડીકે તે અસ્પષ્ટ શબ્દોમાં કાંઈ બબડાટ કરવા માંડ્યો.
કામરતિએ કાન માંડીને રાજા શું બોલે છે, તે સાંભળવા પ્રયત્ન કર્યો, તો જે ત્રુટકત્રુટક શબ્દો તેના મગજમાં બેઠા, તેનો ભાવ એ થતો હતો કે “કામદેવ તો ગયા હવે તો ઝટ તેના માટે ચંદનની ચિતા રચાવો. તેની કાયાની આ સ્થિતિ જોઈ શકાતી નથી. ઝટપટ તેનો સંસ્કાર કરો.”
રાણીએ સેવકોને આ વાત કહી, ને તત્કાળ ત્યાં જ ચિતા રચાવી. પછી રાજાના કાનમાં કહ્યું કે કામદેવ માટે ચંદનચિતા રચાઈ છે, ને એનો સંસ્કાર કરાવું છું.
તો રાજાનો પ્રલાપ પાછો ચાલું થયો : “કામદેવ એકલો શેનો જાય? મને મૂકીને એ જઈ જ કેમ શકે? હું પણ તેની પાછળ પાછળ જવાનો. એના વિના જીવવું મારા માટે અશક્ય છે. મને ત્યાં લઈ જાવ, ઝટ લઈ જાવ.' ને રાજાએ ધમાલ મચાવી મૂકી. - કામરતિએ ન છૂટકે રથ ચિતાની નજીક લેવડાવ્યો.
ત્યાં ચિતામાં ગોઠવવામાં આવેલા કામદેવના મૃતકને જોતાં જ !
Page #130
--------------------------------------------------------------------------
________________
.11
વજ્રકુંડલ
રાજા રાણી ૫૨ ઉકળી ગયોઃ રાણી! તારા ભાઈ પર અમે આટલો બધો સ્નેહ રાખ્યો તેનો તેણે આ બદલો આપ્યો? કહ્યા વિના તે પરલોક જઈ જ કેમ શકે? તેને બોલાવો, ને બરોબરનો ઠપકારો.
કામરતિ તો દિગ્મૂઢ હતી. રાજાના અસંગત પ્રલાપો સાંભળીને તથા તેનું વિચિત્ર વર્તન જોઈને તેના હૈયે ભારે ચિંતા પેઠી. તે વ્યાકુળ હૈયે વિચારવા લાગી કે આ અત્યંત વિચક્ષણ ને ધર્મનિષ્ઠ, વિવેકી રાજવી પણ આવા મૂઢ પ્રલાપો કેમ કરે? નક્કી કામદેવના મોહમાં આ ભ્રમિત થઈ ગયા છે! હે દેવ! એક તો મારા પ્રાણથીયે પ્યારા ભાઇનો ભોગ લીધો, ને હવે રાજાજી ઉપર આ શું આફત નાખી? રે! અમારું શું થવા બેઠું છે આ?
રાણીની આંખો વરસવા માટે તગતગી રહી હતી. હૈયું હાથ રાખવાનું અતિવિકટ હતું. પરંતુ, આ એવી નાજુક સ્થિતિ હતી કે રડવાથી ને પડી ભાંગવાથી તો કામ વધુ વણસે તેમ હતું. પોતાને સંભાળનારોજ જ્યારે ભ્રમિત ને લાચાર બન્યો હતો, ત્યારે તેની સંભાળ લેવી ને તેને સ્વસ્થ કરવો, એ જ હવે તેનું એક માત્ર કર્તવ્ય હતું.
૧૨૧
તેણે આંસુને ખાળ્યાં. કાળજે પથ્થર મૂક્યો. ને રાજાને અત્યંત સલૂકાઈથી ને વ્હાલપૂર્વક સમજાવવા માંડ્યોઃ દેવ! એ કૃતઘ્ની કામદેવનું હવે મારી આગળ નામ પણ ન લેશો મા. જે માણસ માટે તમે આટલાં બધાં વાનાં કર્યાં ને કરો છો, એવો એ માણસ તમારી સાથે પણ આવી રીતે વર્તે તમને કહ્યા વિના જ જો રહે – એવા કૃતઘ્નીનું નામ પણ કેમ લેવાય? તમે એને હવે ભૂલી
જ જાવ!
-
આમ અનેક રીતે તેણે રાજાને એવો તો પટાવવા માંડ્યો કે જેથી તેના મનમાંથી ‘કામદેવ’ની વાત હંમેશ માટે નીકળી જાય. ઘાટ તો એવો વિચિત્ર રચાયો હતો કે કામદેવ પર વધુમાં વધુ હેત કામતિને હતું; તેના આવા કરપીણ અપમૃત્યુનો ઘા તેના કાળજે એવો તો વસમો લાગ્યો હતો કે તે અંદરથી તૂટુંતૂટું થતી હતી. પરંતુ તેણે જોયું કે મારા કરતાં વધુ આકરો ઘા તો રાજા
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨ -
સમરું પલપલ સતત નામ –
પર પડ્યો છે ને રાજાને કેવાં અદકાં હેત કામદેવ પર હતાં તે અત્યારે નજરે દેખાય છે. નહિ તો રાજાની આ સ્થિતિ હોય? ખરેખર તો અત્યારે રાજાએ તેને સ્વસ્થ કરવાની મહેનત કરવી પડવાની હતી; પણ બન્યું તેથી સાવ ઊલટું જ. રાજાને સ્વસ્થ કરવાની જવાબદારી અત્યારે તેના શિરે આવી પડી હતી.
રાજા ફરી ફરીને “કામદેવની તવારીએ ચડી જતો રહ્યો; અને રાણી તેને દરેક વખતે કામદેવના દોષો તથા અવગુણોની કૃતક વાતો કરી કરીને તેના મગજમાંથી તે ભૂંસાઈભૂલાઈ જાય તેવો પ્રયાસ કર્યા કરતી હતી.
દરમ્યાનમાં સેવકોએ કામદેવની ચિતા પેટાવી દીધી.
રાણીએ ચિતા પૂરેપૂરી સળગી જાય ત્યાં સુધી ત્યાં જ રથ રોકી રાખ્યો, ને મનમાં ને મનમાં પોતાના વ્હાલા ભાઈના કમોત પર કણસ્યા કર્યું. પરંતુ તેણે બહુ જ ખૂબી વાપરીને ચિતાનું દશ્ય રાજાની નજરે પડવા ન દીધું, ને બધો વખત કાંઈ ને કાંઈ વાતોમાં જ તેને રોકી રાખ્યો.
બધું ભસ્મશેષ થતાં જ તેણે રાજાને સમજાવી-પટાવીને મહેલે પાછા જવા સંમત કર્યો, અને તે રથમાં જ તેઓ પાછાં ઘેર પહોંચ્યાં.
સવારથી કોઈએ ભોજન તો કર્યું ન હતું, ને હવે સાંજ ઢળી ચૂકી હતી. સૂર્ય આથમવામાં હતો, ને કોઈ જમવાના મિજાજમાં હતું જ નહિ.
આ અવસરે, રાજાના પરમમિત્ર શ્રાવક જિનમિત્રે કામરતિને વિનંતિ કરી કે દેવી! લગભગ વેળા થવા આવી છે. તમે સવારથી કાંઈ જ લીધું નથી; ને તમે બેજીવ છો. કાંઈક ભોજન તમારે કરવું જ જોઈએ. તમે ખૂબ વિહ્વળ હો, ને જીવવાની પરવા ન હોય તો તે સમજાય તેમ છે; શોકાકુળ માનવીની આવી જ સ્થિતિ સંભવે. પરંતુ ઉદરમાંના બાળકને ખાતર પણ તમારે ભોજન લેવું જ પડે. માટે કૃપા કરીને બે ચાર કોળિયાં પણ જમી લ્યો દેવી!
કામરતિ રડી પડી. તેણે કહ્યું: રાજાજી જમશે તો હું જમીશ. | તમે તેમને તૈયાર કરો. એ ન જમે તો હું નહિ જમી શકું. ગર્ભનું
Page #132
--------------------------------------------------------------------------
________________
વડલ
૧૨૩
જે થવું હોય તે ભલે થતું; પણ રાજાજીને મૂકીને હું જમી નહિ જ શકું.
જિનમિત્ર પહોંચ્યો રાજા પાસે, વીનવ્યા કે દેવ! તમે હવે થોડોક આહાર લઈ લ્યો.
રાજા શૂન્યમનસ્ક બેઠો હતો, તે કહેઃકામદેવ આવે એટલે જમી લઉં. એ હજી કેમ દેખાતો નથી? તું એને ઝટ બોલાવ ને? - જિનમિત્રે વખત વરત્યો ને ગડું ચલાવ્યું:મહારાજ! તેને ક્યારનોયે કહી આવ્યો, પણ તે કહે છે કે મારે નથી જમવું આજે; તમે બધાં જમી લ્યો ને! દેવ! એ પછી જ તમને કહેવા આવ્યો
રાજા તરત કામરતિ સામે ફરીને બોલ્યો:દેવી! તમે જ જાવ ને કામદેવને શું થયું છે, તે પૂછો તો ખરા. તે કેમ રીસાયો હશે? જે કારણ હશે તેનું આપણે યોગ્ય કરીશું, પણ તેને મનાવો, ને જમવા બોલાવી લાવો પછી આપણે સાથે જમીએ. - રાણી સ્તબ્ધ હતી. રાજાની વિકળ મનોદશા જોઈને તે હચમચી ઊઠી. તે ન હલી, ન ઊઠી. ભાવશૂન્ય ચહેરે રાજાની સામે માત્ર જોઈ જ રહી.
રાજા અકળાયો. તેણે કામરતિને કાંડું પકડીને ઊભી કરી જા, ઝટ કામદેવને બોલાવી લાવ; આમ બેઠી શું રહી છો?
રાજાની વારંવાર રઢથી છેવટે રાણીએ વિચાર્યું કે આ કહે છે, તો જવાનો ને બોલાવી લાવવાનો દેખાવ તો કરું. તો એટલી વાર તો આમને શાતા વળશે.
એ ઊભી થઈ, ને પોતાના કક્ષમાં ચાલી ગઈ. એ ગઈ કે તરત જ રાજા ઊભો થઈને પોતાના ખંડમાં પ્રવેશ્યો.
બધા સેવક ને સેવિકાઓને તથા પરિવારને દૂરથી જ ઈશારો કરીને તેણે રવાના કરી દીધાં. એક માત્ર જિનમિત્રને પોતાની સાથે
લીધો
અંદર ગયા પછી તેણે ખાતરી કરી લીધી કે કોઈ ત્રીજી વ્યક્તિ 1 છે તો નહિ? કે વાત સાંભળે તેમ તો નથી?
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ૨ સમરું પલપલ સુવ્રત નામ
પછી જિનમિત્રને પાસે બેસાડીને તેણે કહ્યું:મિત્ર! તું ડરતો નહિ, કે આડો અવળો વિચાર પણ કરતો નહિ કે રાજા આમ કેમ આવાં ગાંડાં કાઢે છે!
મેં જે આવું વર્તન માંડ્યું છે, તે સકારણ છે. કારણની વાત હું તને પછી કહીશ, પહેલાં કાંઈપણ જમવાનું લઈ આવ, તો હું વેળાસર જમી લઉં; ને કામતિને જઈને કહે કે દેવી! તમારા ગયા પછી રાજાજીને ફોસલાવીને મેં હમણાં જ જમાડી દીધા છે, માટે તમે પણ જમી લ્યો.
એને જમાડીને તું પાછો આવ, તો હું ને તું સાથે જમી લઈએ, પછી હું તને બધી વાત કરું.
જિનમિત્રે તરત જ તે વાતનો અમલ કર્યો. કામતિને સમજાવીને જમવા બેસાડી. તેણે જિદ કરી કે રાજાજી કેવી રીતે માની ગયા તે મને કહો, પછી જ હું મું. ત્યારે તેને તે વિશે પછીથી વાત ક૨વાનું વચન આપીને જિનમિત્રે જમાડી દીધી. તે સાથે જ આખા અંતઃપુરે તથા પરિવારે પણ ભોજન કર્યું. તે કામ પતાવીને જિનમિત્ર પાછો ફર્યો, તે પછી તેણે તથા રાજાએ પણ ભોજન કરી લીધું.
આ પછી રાજાએ ફરી જિનમિત્રને કામતિ પાસે મોકલ્યો : પોતે કઈ રીતે માની ગયો તેની ઉપજાવી કાઢેલી વાર્તા શીખવીને. જિનમિત્રની પ્રકૃતિને આ તિકડમ્ માફક આવે તેમ નહોતું. છતાં રાજા કોઈ રીતે સ્વસ્થ થતો હોય તો આટલું ચલાવી લેવું, એવો ભાવ તેણે કેળવીને રાજા કહે તેમ કરવા માંડ્યું.
તે પહોંચ્યો રાણી પાસે.
રાણી તો રાહ જ જોઈ રહેલી. તેણે જિનમિત્રને જોતાં જ પૂછ્યું : પેલી વાત હવે કરો: રાજા કેમ માની ગયા? જિનમિત્રે આમ વાત કરી: દેવી! રાજા પાસેથી તમે નીકળી ગયાં પછી સૂનમૂન પડી રહેલા રાજાને જોઈને મારું મન અનુકંપાથી ભરાઈ આવ્યુ. હું તરત ત્યાંથી બહાર નીકળી ગયો, ને પરસાળમાં આવીને ઊભોઊભો રાજાજીને સ્વસ્થ કરવાનો ઉપાય ચિંતવવા લાગ્યો.
અચાનક મને મનમાં એક વાત ઊગી આવી, ને લાગલો જ
Page #134
--------------------------------------------------------------------------
________________
વજ્રકુંડલ
૧૨૫
અંદર મહારાજ પાસે પહોંચ્યો, ને તેમને પટાવવાનો એક ધરખમ પ્રયાસ શરૂ કર્યો. મેં કહ્યુંઃ મહારાજ! હું જરા કામસર બહાર નીકળ્યો હતો, ત્યાં જ દેવી કામતિની દાસી મને સામી મળી. તેણે મને કહ્યું કે દેવીએ કહેવડાવ્યું છે કે મહારાજને કહો કે તેમણે મને કામદેવને શોધી લાવવાની આજ્ઞા કરી છે, પણ કામદેવ તો આઘે ગયો છે તેને ત્યાં બોલાવવા જવામાં ને પાછા આવવામાં ઘણી બધી વાર થાય તેમ છે. અને મારી તકલીફ એ છે કે હું આટલો બધો સમય ભૂખી રહેવા અશક્ત છું; મારે જમવું જ પડે; ને પછી જ ભાઈને બોલાવવા જવાય. પણ જમવામાંય એક મોટી તકલીફ છે કે રાજાજી ન જમે ત્યાં સુધી મારાથી જમી શકાય પણ નહિ. હવે જો કામદેવને બોલાવવા બીજું કોઈ જાય, તો તો તે આવશે જ નહિ, અને બીજા કોઈને તે ક્યાં ગયો છે તે સ્થાનની જાણ પણ નથી; એટલે મારે જ ત્યાં જવું પડે.
એટલે મારી વિનંતિ એટલી જ છે કે જો કામદેવને બોલાવવો જ હોય, તો પહેલાં રાજાજીને ભોજન કરવું પડે. તેઓ જમે પછી જ હું મીશ, ને પછી હું ભાઈને તેડવા નીકળી શકીશ.
મહારાજ! દેવીનું આ કહેણ આવ્યું છે.આપ તેના પર ધ્યાન આપોને ભોજન માટે સંમત થાવ તો બધું કાર્ય પાર પડી જાય તેમ છે. પધારો જમવા.
કોણ જાણે શું થયું, પણ મારાં પાસાં પોબાર પડી ગયાં, ને તેમણે જમવાનું સ્વીકારી લીધું. નિરાંતે જમ્યા. એ વાત મેં આપને પહોંચાડી, તેથી આપ પણ જમ્યાં, આમ વાત છે, દેવી!
હવે મારી આપને એક વધુ વિનંતિ એવી છે કે આપે હજી બે ત્રણ દિવસ રાજાજી પાસે આવવાનો આગ્રહ ન રાખવો. હું એક જ વાત ચલાવીશ કે આપ કામદેવને તેડવા ગયાં છો, ને હજી પાછા ફર્યાં નથી; આજકાલમાં આવી જવાં જ જોઈએ.
આમ કરવાથી રાજાનું મન જરા થાળે પડશે, ને તેઓ ભોજન વગેરેનો નિષેધ નહિ કરે, અને બેચાર દહાડા આમ ચાલશે તો પછી તો દહાડા જ દુઃખનું ઓસડ બની જશે; રાજા ધીમેધીમે સ્વસ્થ
Page #135
--------------------------------------------------------------------------
________________
– ૧૨૬ જ
સમરું પલપલ ચઢત નામ ---
થઈ જશે. - જિનમિત્રનું નિવેદન રાણીએ સ્વીકારી લીધું. તેણે કહ્યું: રાજાજીને જમાડવાનો શ્રેષ્ઠ ઉપાય તમે અજમાવ્યો. હજી પણ તમે જે કરશો તે રાજાજીના શ્રેય માટે જ હશે, માટે તમારી વાત મને મંજૂર છે; હું ત્યાં આવવાનો પ્રયત્ન નહિ કરું. તમે સૂચવશો ત્યારે જ આવીશ, બસ? તમે હવે ઝટ તેમની પાસે જાવ. ત્યાં જ રહેજો, ને તેમનું મનોગત કળકળે જાણતાં રહીને તેઓ સજ્જ-સ્વસ્થ થાય તેમ કરજો. - જિનમિત્રે કહ્યું:દેવી! હું એમ જ કરવાનો છું. હું હવે સતત રાજાજી પાસે જ રહીશ. કોઈ સેવકને કે અધિકારીને પાસે આવવા નહિ દઉં. દૂરથી જ દર્શન કરવા દઈશ. વધુમાં કોઈ કામકાજ હશે. તો તેનો જવાબ હું જ રાજાજી પાસેથી મારી રીતે મેળવીને આવનારને આપી દઈશ. પણ તેમને પરિશ્રમ કે કષ્ટ નહિ પડવા દઉં.
આમ કહી તે પાછો રાજા પાસે આવ્યો, ને બધી વાત કરી. રાજા ખુશખુશ!
પછી તો ગોઠવણ પ્રમાણે જ બધું ચાલ્યું. રાજા સુસ્ત ને અન્યમનસ્ક પડ્યો રહે. સચિવો વગેરે દૂરથી જ દર્શન કરીને પાછા વળી જતાં. કાંઈ કામકાજ હોય તો જિનમિત્રના માધ્યમથી તે પતતું. રાજા સાથે કોઈને મુલાકાત કે ચર્ચાનો અવસર ન મળતો. આમ ને આમ ત્રણેક દિવસ વહી ગયા.
ચોથે દિવસે લાગ જોઈને જિનમિત્રે રાજાને પૂછી લીધું:મહારાજ! તે દિવસે તમે મને કહેલું કે હું આવું વિચિત્ર વર્તન કેમ કરું છું તેનું કારણ તને પછી કહું છું. ધીરજ રાખજે.
પણ ત્રણ દિવસમાં તમે તે વાત તો મને કહેતાં જ નથી. બાધ ન હોય તો કહો તો સારું. કેમકે આવું તિકડમ્ લાંબો વખત ચલાવવું મારા માટે કષ્ટદાયક છે.
રાજા હસી પડ્યો. તેણે જિનમિત્રને પાસે બેસાડીને પોતાની | મનોગત વાત કહેવા માંડી:સાંભળ! કામરતિ દેવીને તેના ભાઈ /
Page #136
--------------------------------------------------------------------------
________________
વજ્રકુંડલ
૧૨૭
કામદેવ તરફ કોઈ પૂર્વના ઋણાનુબંધને લીધે ગાઢ આસક્તિ હતી. તે તો તને ખબર છે ને?
હા મહારાજ!
અને કામરિત ગર્ભવતી છે તેનો પણ તને ખ્યાલ છે ને? હા મહારાજ!
હવે જો પોતાના અતિપ્રિય ભાઈનું આવું આકસ્મિક પણ અત્યંત દયાજનક મૃત્યુ જોઈને કામતિ શોક અને આઘાતની મારી કાંઈક અનિષ્ટકારક પગલું લઈ લે તો શું થાય ?
તો તેમની ને ઉદરમાં ઉઝરતાં બાળકની હાલત બરબાદ થાય, મહારાજ!
અને મને કામરતિ પ્રત્યે કેટલી પ્રીતિ છે તે તું જાણે છે ને? હા મહારાજ!
અને એના ઉદરે પાકનારું બાળક જ મારા રાજ્યનું ભાવી વારસદાર ગણાય તે પણ તું સમજી શકે છે ને?
હા મહારાજ!
તો જો એ બે જીવોનું કાંઈ અનિષ્ટ થઈ જાય તો મારું ને મારા રાજ્યનું શું થાય, તે તું કલ્પી શકે છે ?
હા મહારાજ!
ભાઈ જિનમિત્ર! તું બધું સમજતો જ હોય, છતાં તને ફોડ પાડીને કહું કે સામાન્ય સંજોગોમાં, કામદેવને મૃત્યુ પામેલો જાણતાં ને જોતાં જ દેવી બેભાન થઈ જાત; કદાચ આઘાતના ઉદ્રેકમાં પ્રાણ પણ ત્યજી દેત. અને તો તેના ગર્ભમાં રહેલ બાળકનું પણ મૃત્યુ જ નીપજત.
હવે એને ગર્ભ ઉત્તમ-સ્વપ્ને સૂચિત છે. અને સ્વપ્નના સંકેત પ્રમાણે એ બાળક પ્રતાપી સમ્રાટ રાજા થનારો છે. એણે બાળકના ગર્ભાવતારની રાત્રે પ્રચંડ તેજથી ઝળહળતા સૂર્યનાં દર્શન કર્યાં હતાં, એટલે આ બાળક સૂર્ય-સદેશ પ્રતાપી થનાર હોવા વિશે શંકા જ નથી. હવે જો આવાં માતા-પુત્રનાં મૃત્યુ આ રીતે થાય તો શું થાય? માટે મિત્ર, મેં આ ભજવું છું તે વેષ ભજવવાનો તત્ક્ષણ નિર્ણય
Page #137
--------------------------------------------------------------------------
________________
-૧૨૮ ક
સમરું પલપલ સતત નામ
–
લીધો ને તેનો અમલ પણ કરી દીધો.
દેવીને પોતાનો ભાઈ અતિપ્યારો હતો તે સાચું. પરંતુ મારા પ્રત્યે તો તેને તેથીયે અધિક પ્રેમ છે, તેનો મને પાકો અંદાજ હતો. એટલે મેં વિચાર્યું કે આ ક્ષણોમાં હું તેને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરીશ, તો તે નકામો જ જશે, ને મારે કામદેવની જેમ જ દેવી તથા સંતાનને પણ ગુમાવવાં પડશે. એ કરતાં કામદેવના વિયોગનું ને વિદાયનું મને અનહદ દુઃખ થયું છે જે હું જીરવી શકવા અસમર્થ છું, તેવો દેખાવ મારે જ રચવો જોઈએ.
તો જ મારી આઘાતગ્રસ્ત અને અર્ધ-બેભાન કે અર્ધપાગલ જેવી શુન્યાવસ્થા જોઈને દેવી તેનું સમગ્ર ધ્યાન મારામાં – મને સ્વસ્થ કરવામાં પરોવી દે; અને એમાં, એટલે કે મારી ચિંતાના તનાવમાં જ તે કામદેવને તથા તેને અપમૃત્યુના શોકને વિસારે પાડી દે. ફલતઃ તેની ને બાળકની જિંદગી બરબાદ થતી અટકી જાય.
અને એવું જ થયું છે, તેનો તું ખુદ સાક્ષી છો. મિત્ર! મને ઢોંગ કરવાનો કે જૂઠો દેખાવ રચવાનો શોખ નથી થયો; મેં તો માત્ર બે જિંદગીના બચાવ ખાતર જ આ ખેલ પાડ્યો છે. અને એમાં તારો સાથ લીધો છે.
બોલ, હવે તારું સમાધાન થયું?
જિનમિત્ર અવાક રહી ગયો આ સાંભળીને. આવી વસમી ક્ષણોમાં રાજા કેટલો સ્વસ્થ રહી શકે છે ને કેવી કુનેહથી બીજાનાં જીવન બચાવી લે છે, તે વિચારે તે ઝૂકી પડ્યો.
માથું ધુણાવતાંધુણાવતાં તેણે કહ્યું: દેવ! આપની બુદ્ધિ ખરેખર અજોડ છે. આવા સંજોગોમાં આવી ચતુરાઈ આપને જ સૂઝે.અમારા જેવાને તો આવી કલ્પના પણ ન આવી શકે. ખરેખર, આપે બહુ જ ઉચિત અને ઉત્તમ કાર્ય કરી બતાવ્યું છે.
પરંતુ મહારાજ! હવે લાગે છે કે આપનું લક્ષ્ય સિદ્ધ થઈ ગયું છે. હવે દેવી કોઈ આત્યંતિક કે અમંગળ પગલું લે તે શક્ય નથી. માટે હવે આ પ્રપંચ પૂર્ણ કરી ને સ્વસ્થ થઈને બધાંને નિશ્ચિત
Page #138
--------------------------------------------------------------------------
________________
વજકુંડલ
૧૨૯
તથા પ્રસન્ન કરો એમ મારી માગણી છે.
રાજાએ નકારમાં ડોકું હલાવતાં કહ્યું ભાઈ! હું સાજો થઈશ, તો મારા પરત્વેની ચિંતા રાણીની મટશે. પરંતુ એ સાથે જ ભાઈના મૃત્યુની પીડા એના મન પર સવાર થઈ જશે, ને તો પેલા અનિષ્ટની આશંકા ઊભી જ રહેવાની! હજી તો આજે ચોથો જ દિવસ છે. મને લાગે છે કે હજી થોડા દહાડા જવા દઈએ તો કેમ? - જિનમિત્રે રાજાને સમજાવ્યો:દેવ! હવે તીવ્ર આઘાતની શક્યતા જ નથી. જે થવું જોઈએ તે પહેલા જ ધડાકે થાય. પછી તો માણસ એટલા બધા વિચારોમાં વમળાય કે તેનો આવેગ આપોઆપ મંદ પડી જાય. હા, હજી તેને દુઃખ લાગશે, ભાઈની યાદ આવશે ને રોકકળ પણ કરશે. પરંતુ બીજું કાંઈ અમંગળ તો તે નહિ જ કરે.
માટે આપ હવે આ કપટ તજો, બધાંને હેતથી બોલાવો, હળોમળો તે જ ઠીક છે.
રાજાએ તેની વાત સ્વીકારી. પણ નાખેલા દાવને એવી સિફતથી જ પાછો વાળવો પડે. નહિ તો બાજી ઉઘાડી પડી જાય. એટલે તેણે જિનમિત્રને કહ્યું કે તું રાણી પાસે જા, ને નિવેદન કર કે આજે રાત્રે સ્વપ્નમાં મેં રાજાજીની કુળદેવીનાં દર્શન કર્યા. તેમણે મને એવો આદેશ કર્યો કે જો દેવી કામરતિ. આ નગરમાંના એકેક જિનાલયની દરરોજ પૂજા કરવા માંડે, તો રાજા સાજો ને સ્વસ્થ થઈ જાય. એ પૂજા કરતી વેળા રાણીએ એકાગ્રતા કેળવવી પડે, ને ઘર-સ્વજનાદિની ચિંતા ફિકર કરવાની નહિ. આ પ્રકારે કામરતિ તમામ જિનમંદિરોની પૂજા કરે, તો એ પૂજા પૂર્ણ થાય તે સાથે જ રાજા પૂર્વવત્ સ્વસ્થ તઈ જાય; અને પોતાની મેળે જ તે જિનમંદિરે આવશે.”
દેવી! આટલું કહીને કુળદેવી અલોપ થઈ ગયાં, ને હું જાગી ઉક્યો. પછી ઊંધ્યો જ નહિ. આખી રાત આ સ્વપ્નના અર્થઘટન અંગે મેં મંથન કર્યા કર્યું. બહુબહુ વિચાર કર્યા પછી મને થયું કે આ સ્વપ્ન સાચું પડે કે કેમ, તે તો કેમ ખબર પડે? પરંતુ પ્રયોગ ખાતર પણ દેવી પાસે દરેક જિનાલયની પૂજા તો કરાવીએ. જો
Page #139
--------------------------------------------------------------------------
________________
તેમ કરતાં રાજાજી સાજા થઈ જાય તો ભયોભયો! આપણે એટલું જ ખપે છે. ને કોઈ વખત સ્વપ્ન ખોટું પડે, તો પણ આપણા હાથે પરમાત્માની પૂજાનો ધર્મ તો થયો જ ગણાય; ધર્મ કરવામાં ખોટું પણ શું છે?
આવો વિચાર કર્યાં પછી હું આપની પાસે આવ્યો છું. આપને બધી વાત કરી દીધી. હવે આપને જે ઠીક લાગે તેમ નિર્ણય કરો. મિત્ર! વાત પૂરી કરતાં રાજાએ કહ્યું:મને શ્રદ્ધા છે કે કામરતિ સ્વપ્ન અનુસાર પ્રભુપૂજા માટે તૈયાર થશે જ.
જિનમિત્રે વાત પકડી લીધી. તે પહોંચ્યો કામરતિ પાસે. બધી વાત ઠાવકાઈથી કરી. તો રાણી તત્કાળ પૂજા માટે સંમત થઈ ગઈ. તેણે તે જક દિવસથી તે કાર્ય પ્રારંભવાનું ગોઠવ્યું.
૧૩૦ સમરું પલપલ સુવ્રત નામ
જિનમિત્રે રાજાને ખબર આપતાં તે રાજી થઈ ગયો. કામતિ રોજ એકેક જિનચૈત્યે જાય છે. દેવાધિદેવની અત્યંત ભક્તિપૂર્વક પૂજા-આંગી-ભક્તિ વગેરે કરે છે. જિનમિત્ર તેની સાથે જાય છે, અને પૂજાનો વિધિ શીખવીને યોગ્ય દોરવણી આપતો રહે
H•
બે-ત્રણ દિવસ ગયા, ને એક દહાડો રાજાએ જિનમિત્રને રાણી પાસે વાત કરવા મોકલ્યો. રાણી હતી દેરાસરમાં. તો જિનમિત્ર ત્યાં પહોંચ્યો, ને રાણીને બહાર બોલાવીને કાનમાં વાત કહેવા માંડી :
દેવી! અદ્ભુત ઘટના બની છે. આજે રાજાજીએ મને હાક મારીને બોલાવ્યો ને મારી સાથે અત્યંત સ્વસ્થતાથી ને હસીને અનેક વાતો કરવા માંડી છે. વાતવાતમાં એ બોલ્યાઃ ભાઈ! કામદેવના મોહમાં હું ભ્રમિત થઈ ગયો હતો એમ લાગે છે. એ ભ્રાંતિમાં આટલા દહાડા ક્યાં ગયા, શું કર્યું, દિવસ છે કે રાત, ખાધું કે નહિ, તેનું મને જરા પણ ભાન નથી રહ્યું.
પણ આજે સવારથી જ મને જરા સ્વસ્થતા વરતાય છે ને મારી
Page #140
--------------------------------------------------------------------------
________________
વજકુંડલા
૧૩૧
–
મૂઢતા બદલ શરમ આવે છે. મેં દેવીને પણ કેટલા બધા હેરાન કર્યા છે!
મિત્રા દેવી અત્યારે ક્યાં હશે? ભાઈના વિરહમાં તે બહુ ઝૂરતી હશે, નહિ? માટે તેને મળવું છે. અત્યારે તું મને તેની પાસે ન લઈ જાય?
એટલે રાજાજીને સમજાવ્યા કે દેવા આપે કહ્યું તેમ જ થઈ જાત; પરંતુ આપની અતિવિહ્વળ હાલત જોઈને દેવીએ આપની ચિંતામાં ને ચિંતામાં બીજી બધી વાતોને ગૌણ બનાવી દીધી છે, ને આપનું સ્વાથ્ય પાછું આવે તે હેતુથી જિનાલયોમાં જિનપૂજા કરવા માંડી છે. અને અત્યંત ભાવપૂર્વક તેઓ આ કાર્યમાં તલ્લીન છે. અત્યારે પણ તેઓ દેરાસરમાં જ છે.
આ સાંભળીને રાજાજી અત્યંત પ્રસન્ન થયા, ને મને આજ્ઞા કરી કે આ પળે જ મને દેવી જ્યાં હોય તે મંદિરમાં લઈ જા.
એટલે દેવી! હું હમણાં જ મહારાજને લઈને આવું છું. કાં તો તેઓ મને અધવચ્ચે જ મળશે, એટલે અમે અહીં આવ્યા જ સમજો. મને તો આમ બનવામાં કુળદેવીનો સ્વપ્નસંકેત ને આપની પ્રભુભક્તિ જ કામ કરી ગયાનું લાગે છે, દેવી! માટે આપ તૈયાર રહેજો.
જિનમિત્ર જવાબની પરવા કર્યા વિના તરત પાછો ભાગ્યો. રાજાને વાત જણાવી, ને પછી તેને લઈને દેરાસરે ઉપડ્યો. - રાજા હાથીને હોદ્દે ચડ્યો. સાથે મોટો પરિવાર થયો. વાજિત્રોના નાદથી આકાશ ગુંજી ઊઠ્યું. સૌ રાજાનો જયનાદ ગજવવા લાગ્યા. પોતાનો લાડીલો રાજા સાજો થયાનો સૌને ભારે હરખ હતો. - જિનાલયના દ્વારે સ્વાગત કાજે કામરતિ આવી ઊભી હતી. રાજા તેને મળ્યો. ભેટ્યો. પછી બન્નેએ અંદર જઈને વિસ્તારથી પ્રભુભક્તિ કરી.
ઘેર પહોંચીને બન્ને સાથે જમ્યાં. કુશળ વાત કરી.
બીજે દિવસે પણ રાજા-રાણી બન્નેએ સાથે જ જિનભક્તિ કરી. { આ ક્રમ બે ચાર દિવસ ચાલ્યો.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨ ૪
સમરું પલપલ સતત નામ
આ પછી રાજાએ વિચાર્યું કે નગરમાં સેંકડો દેરાસર છે. રોજ એકેકની આમ પૂજા કરવા જઈશું તો રાજવહીવટ ખોરવાઈ જશે. એટલે તેણે જિનમિત્ર દ્વારા કામરતિને સમજાવીને એવી ગોઠવણી કરી કે એક દેરાસરમાં રાજા-રાણી જાતે પૂજા કરે, ને બાકીનાં તમામ મંદિરોમાં એકેક મંદિરે એકેક રાણીને મોકલવી, અને એ રીતે એક જ દિવસમાં પાંચસોયે દેરાસરોમાં પૂજા રચાવી દેવી. જેથી સ્વપ્નનું અનુસરણ પણ થયું ગણાય, ને દિવસવ્યય પણ બચે.
એમ જ થયું.
કામરતિ દેવી પ્રસન્ન છે.
રાજાજીની સ્વસ્થતા-પ્રાપ્તિના હર્ષમાં ભાઈના વિરહનું દુઃખ ગૌણ બની ગયું છે.
હવે તો તેનું એક જ લક્ષ્ય છેઃ ગર્ભની જાળવણી. ગર્ભને લેશ પણ હાનિ ન પહોંચે તેની તે પૂરી તકેદારી રાખે છે.
એમ કરતાં નવ માસ પૂરા થયા, ને એક શુભ લગ્ન તેણે પુત્રને જન્મ આપ્યો.
વધામણી, જન્મોત્સવ ને નામકરણવિધિ બધું તેના ક્રમ પ્રમાણે થયું. સૂર્યના સ્વપ્નથી સૂચવાયેલા પુત્રનું નામ પાડવું પ્રતાપદેવ.
પાંચ ધાવમાતા દ્વારા પુત્રનું લાલન-પાલન; આઠ વર્ષે કલાચાર્ય સમીપે વિદ્યાભ્યાસ; યૌવન ફૂટતાં લાયક રાજકન્યાઓ સાથે લગ્નવિધિ અને યુવરાજપદ કુમારની સ્થાપના વગેરે કર્તવ્યો યોગ્ય રીતે થતાં ગયાં.
વજકુંડલ રાજાનું મન હવે વૈરાગ્યની દિશામાં ઢળવા માંડ્યું. આમ પણ કામદેવના અપમૃત્યુની ઘટનાએ તેને વિચલિત તો કરી જ મૂકેલો; સંસારની ખતરનાક અસારતા તેને તે વખતે જ સમજાઈ ચુકેલી. પરંતુ અનેક કારણોવશ તે સંસારથી બહાર નીકળી નહિ શકેલો. હવે, કુમાર પ્રતાપદેવ સક્ષમ જણાતાં જ તેના મનમાં મનોરથ
Page #142
--------------------------------------------------------------------------
________________
વજકુંડલ
ક ૧૩૩
જાગ્યો કે વહેલી તકે કુમારને રાજ્ય સોંપીને મારે સંયમપંથે સંચરવું જોઈએ.
તેના ચિત્તમાં થયું કે પિતાજી-ગરુભગવંત અહીં પધારે તો તેમના ચરણોમાં જ ચારિત્ર લઈ લઉં.
પરંતુ પિતાજીને બદલે વિમલયશસૂરિ ભગવંત પધાર્યા, અને તેમનાથી તેણે જાણ્યું કે તેના પિતા વજનાભિમુનિ તથા તેમના ગુરુજી સુયશાચાર્ય ભગવંત એ બન્ને તો તીવ્ર તપસાધના દ્વારા કર્મોને ખપાવી કેવળજ્ઞાનની લક્ષ્મી મેળવી મોક્ષપદ પામ્યા છે, ત્યારે તેણે હર્ષ-શોકની મિશ્ર લાગણી અનુભવી.
પિતાગુરુ મોક્ષપદ પામ્યા તેનો તેને હર્ષ હતો, તો પિતાએ ચારિત્ર લીધા પછી એક પણ વાર પોતે તેમનાં દર્શન ન પામી શક્યો તેનો તેને ઉદ્વેગ પણ ઓછો નહોતો.
તેણે વિમલયશગુરુ પાસે સંસારના દુઃખમય સ્વરૂપનું વર્ણન કરતી દેશના શ્રવણ કરી. કામરતિ વગેરે અંતઃપુર અને જિનમિત્ર વગેરે મિત્રગણ પણ તેની સાથે જ હતો.
દેશનાના પ્રભાવે આ સૌનો વૈરાગ્ય પ્રદીપ્ત થયો, અને સૌએ એકી અવાજે ગુરુભગવંત પાસે ચારિત્રધર્મની યાચના કરી.
રાજા રજકુંડલે ગુરુભગવંતને વીનવ્યા કે કુમાર પ્રતાપદેવને રાજ્ય સોંપીને હું આવું ત્યાં સુધી આપ સ્થિરતા કરો તેવી પ્રાર્થના છે. ગુરુભગવંતે પણ પ્રમાદથી બચવાની શીખામણ આપતાં તે પ્રાર્થના સ્વીકારી.
રાજાએ ત્વરિત મુહૂર્ત જોવરાવ્યું. પ્રતાપદેવને રાજ્યારૂઢ કર્યો.
તે પછી રાજા પ્રતાપદેવે પિતા, માતા, અંતઃપુર અને અન્ય અનેક મુમુક્ષુ આત્માઓની દીક્ષાયાત્રા કાઢી.
સૌ ઉપવનમાં બિરાજતા ગુરુભગવંત પાસે પહોંચ્યા, અને વજકુંડલ સહિત પાંચસો પુરુષોએ તથા કામરતિ સમેત પાંચસો રાણીઓએ ગુરુભગવંતના શુભ હસ્તે ચારિત્ર ગ્રહણ કર્યું.
બે પ્રકારની શિક્ષા મેળવવામાં પરાયણ બનેલા નૂતન દીક્ષિતો સાથે ગુરુભગવંત કેટલોક વખત ત્યાં સ્થિરતા કરી, પછી અન્યત્ર
Page #143
--------------------------------------------------------------------------
________________
– ૧૩૪ છે
સમરું પલપલ રાવત નામ –
વિહરી ગયા.
દેશ-વિદેશમાં ગુરુનિશ્રાએ વિહરતા વજકુંડલ રાજર્ષિ દ્વાદશાંગીના જ્ઞાતા બન્યા. સમયાંતરે તેમની યોગ્યતા નિહાળી ગુરુભગવંતે તેમને ગણધરપદે સ્થાપ્યા, અને સ્વતંત્ર રીતે સપરિવાર વિચરવાની અનુજ્ઞા ફરમાવી.
એ પછી દીર્ઘ કાળ પર્યત વજકુંડલઆચાર્ય પૃથ્વીતલ પર વિહર્યા; અનેક આત્માઓને પ્રતિબોધ્યા; અને પ્રાંતે પોતાના આયુષ્યની સમાપ્તિ સમીપમાં હોવાનું જ્ઞાનબળે જાણી, પોતાના પાટે યોગ્ય આરાધક આત્માને પ્રતિષ્ઠિત કરી, પોતે નીલપર્વત પર પધાર્યા.
ત્યાં તેમણે વિકૃષ્ટ તપશ્ચર્યાની સહાયથી કષાયોની અને કાયાની સંલેખના કરી, પ્રાંતે એક માસનું પાદપોપગમન અણસણ અંગીકાર કરી, સમાધિગુણને સાધતાંસાધતાં આયુષ્યની પૂર્ણતા થતાં કાળધર્મ પામ્યા.
પાંચમા બ્રહ્મદેવલોકમાં તેઓ દશ સાગરોપમનું આયુ ધરાવતા મહર્ધિક દેવ થયા.
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
કાળનો પ્રવાહ વણથંભ્યો વહી રહ્યો છે.
ક્યારેક ખળખળ વહેતાં ગિરિમાળાનાં ઝરણાંની જેમ રમતોરમતો એ વહે છે, તો ક્યારેક કોઈ મોટા પહાડના કાળમીંઢ ખડકોને ભેદીને નીકળતા જળપ્રપાતની જેમ એ ધસમસતો હોય છે; તો ક્યારેક વળી અજગરની જેમ અલસગતિએ વહેતી કોઈક બારમાસી નદીની જેમ એ મંદમંદ ચાલે પણ ચાલતો રહે છે.
કાળની બે મુખ્ય લાક્ષણિકતાઓ આ છે: એક તો એ કદી ખૂટે નહિ. ગમે તેટલો વહે તો પણ તેનો પ્રવાહ સૂકાય નહિ, કે તૂટે નહિ; એ તો અખંડ, અખૂટ, અસ્ખલિત વહેતો જ રહે.
બીજું, કાળના પ્રવાહનું કદી પુનરાવર્તન નથી થતું.
આમ જુઓ તો કાળ એટલે આવર્તન સિવાય કશું જ નથી; અને છતાં તેના પ્રવાહમાં એક વખત જે વહી ગયું, તે કદી પુનરાવર્તન પણ પામતું નથી.
આ અર્થમાં કાળ નિત્ય નૂતન છે, ચિર યુવાન છે.
કાળની ત્રીજી વિલક્ષણતા તે તેનું મોટું પેટ. કંઈ કેટલાયને આ કાળદેવતા ગળી ગયો છે. વળી એણે માત્ર જીવોને કે પદાર્થોને જ નથી ગળ્યાં, એ તો અબજોનાં અબજો વર્ષોને, બલ્કે પલ્યોપમો અને સાગરોપમો જેવાં મહત્તમ કાળઘટકોને પણ પોતાના પેટમાં સમાવીને બેઠો છે.
આવા કાળના પ્રવાહમાં દસ સાગરોપમના આયુષ્યની શી વિસાત!
પાંચમા દેવલોકમાં મહર્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયેલા વજકુંડલરાજર્ષિનું દેવભવનું આયુષ્ય આંખના પલકારામાં સમાપ્ત થયું, અને
Page #145
--------------------------------------------------------------------------
________________
–૧૩૬ ક
સમરું પલપલ સુવ્રત નામ –
નવા જન્મના. ચોઘડિયાં વાગવા માંડ્યાં.
રઢિયાળો જબૂદ્વીપ; તેમાં પૃથ્વીના તિલકસમું ભરતક્ષેત્ર; તેમાં વળી આર્યભૂમિ સમો દક્ષિણ-ભરતખંડ; અને તેમાં મધ્યવર્તી પ્રદેશ તે મધ્ય ખંડ.
આ મધ્યખંડમાં શૂરસેન નામનો દેશ છે, એ દેશમાં ચંદ્રપુર નામે એક સોહામણું નગર છે. એ નગરમાં નરપુંગવ નામનો રાજા રાજ્ય કરે છે.
રાજા ન્યાયી છે, સદાચારી છે, જિનધર્મી છે, અને વળી પ્રજાના પ્રેમાળ પિતા સમો છે.
તેને પુણ્યશ્રી નામે પટ્ટરાણી છે.
રૂપે મઘમઘતી, ગુણો વડે ઓપતી અને શીલધર્મથી અલંકૃત એ રાણી પર રાજાને અથાગ પ્રીતિ બની છે.
રાજા રાણીને વધુ ચાહે, રાણી રાજાને વધુ ચાહે, કે પછી રાજા-રાણીને પ્રજા વધુ ચાહે, તે નક્કી કરવું કઠિન થઈ પડે, તેવા સુંદર વાણી-વર્તનથી સંપન્ન એ નગર અને એ રાજારાણી હતાં.
આવું અનુકૂળ વાતાવરણ હોય, ત્યાં આનંદ, સુખ અને કિલ્લોલ સિવાય બીજું શું હોઈ શકે?
આનંદના આ મનભર વાતાવરણમાં ધર્મપરાયણ અને સુખભરપૂર જીવન વીતાવી રહેલાં રાણી પુણ્યશ્રીએ એક મધ્યરાત્રે એક અનુપમ સ્વપ્ન અવલોક્યું : “જાણે કે શ્વેત વસ્ત્રો, શ્વેત કપૂરનું વિલેપન, શ્વેત પુષ્પોની માળા, શ્વેત સુવર્ણના અલંકારો, આ બધાંથી વિભૂષિત અને માધુર્યથી છલકતાં સ્મિતથી હસું હસું થઈ રહેલા મુખડાંવાળી શ્રીદેવી એની સમક્ષ પ્રગટ થઈ, અને તેણે વરદાન આપ્યું કે દીકરી, તને સર્વ ગુણોથી યુક્ત, સત્ત્વશાલી અને કામદેવ જેવો રૂપવાન પુત્ર થશે.”
સ્વપ્નદર્શન પૂરું થતાં જ રાણી જાગી ઊઠી. તલ્લણ પતિ પાસે 1 જઈ, તેને ઊઠાડી, સ્વપ્નની વાત કરી. રાજા પણ આ સાંભળતાં
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્સ
છે ૧૩૭.
હસી ઊઠ્યો. તેણે કહ્યું કે દેવી! આપણે વર્ષોથી જે ઝંખતાં હતાં તે પુત્રરત્નની હવે આપણને અવશ્ય પ્રાપ્તિ થશે, અને તે પણ બહુ જ નજીકના ગાળામાં.” - રાજા-રાણીને ક્યાંથી ખબર હોય કે એ જ રાત્રિએ પેલો વજકુંડલ દેવનો જીવ દેવભવમાંથી ચ્યવન પામીને રાણી પુણ્યશ્રીની કૂખમાં અવતર્યો છે!
પરંતુ રાણીને તેના સ્વપ્નની અને રાજાને તેના ફળાદેશની સત્યતાની બહુ જ ઝડપથી પ્રતીતિ થવા માંડી. નગરમાં અને આખા રાજ્યમાં ઉત્તમ વાતાવરણ અકળપણે ચાવા માંડ્યું. શુભ વાતો ને પદાર્થોની અભિવૃદ્ધિ થવા લાગી. યુદ્ધ કરીને પજવવા આવેલા શત્રુઓએ સામે ચાલીને સંધિ માંગી લીધી.
અને જ્યાં ત્રણ મહિના થયા, ત્યાં રાણીને મનોરથો જાગવા માંડ્યાં : ચતુરંગ એનાથી પરિવરેલી હું હાથીને હોદ્દે સામ્રાજ્ઞીની હેસિયતથી નગરયાત્રા કરું, અને નગરનાં જિનચૈત્યોમાં પૂજા રચાવું.નગરમાં ચોરે ને ચૌટે હું મારા હાથે દીન-દુઃખિયા જનોને મોં માંગ્યાં દાન આપું ને એમનાં દુઃખો ફેડું.
રાજા આ બધું જોઈ – અનુભવીને મનમાં ને મનમાં હરખાતો હતો કે નક્કી આપણા ઘેર કોઈ ઉત્તમ આત્માનું આગમન થયું છે, એનાં જ આ એંઘાણ છે.
રાણીના અભાવા પૂરવામાં તેણે કોઈ કસર પણ ન રાખી.
પૂરે મહિને રાણીને પુત્ર જન્મ્યો. રાજકુળમાં આનંદ છવાયો. નગરમાં ઉત્સવ રચાયો.
બાર દિવસની સૂતક-કરણી પત્યા પછી રાજાએ સ્વજનોનો મેળો રચીને નવજાત શિશુનું નામકરણ કર્યું. રાણીએ સ્વપ્નમાં શ્રીદેવીને જોઈ હતી, અને શ્રીદેવીએ “તને કામદેવસરીખો પુત્ર થશે એમ સ્વપ્નમાં કથેલું, તેથી રાજાએ પુત્રનું નામ પાડ્યું : શ્રીવર્મકુમાર. |
Page #147
--------------------------------------------------------------------------
________________
- ૧૩૮
સમરું પલપલ સતત નામ
-
રાજકુટુંબની પ્રણાલિકા પ્રમાણે બાળકના ઉછેર માટે ઉત્તમ કુલની પાંચ ધાવમાતાઓ નીમવામાં આવી. માતા, પિતા, અન્ય વિશાળ રાજપરિવાર અને પાંચ ધાવમાતા – આ બધાંના ખોળામાં ઉછરતા બાળકુમારની સ્થિતિ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે - જેવી થઈ પડી.
સમયના વહેવા સાથે કુમાર ભાંખોડિયાભેર ફરતો થયો, તો અસ્કુટ પણ સૌને વહાલ ઉપજાવે તેવી કાલીઘેલી જબાનમાં બોલતો પણ થયો. અંતેઉરનો સ્ત્રીવર્ગ તો તેની પાછળ લટ્ટ બની ગયો. તેની પાછળ પાછળ ફરવું, તેને તેડી/ડીને રમાડવો, તેને ઉત્તેજિત કરીને તેની મીઠીમીઠી બોલી સાંભળવી, અને તેની બાળસુલભ ચેષ્ટાઓ પર ઓવારી જવું – આજ તે સ્ત્રીવર્ગનું મુખ્ય કર્તવ્ય જાણે કે બની ગયું!
બાળક એક જ હતો : પણ તે બધાને ચારચાર ઇન્દ્રિયોના સુખનો એકી સાથે-સાગમટે અનુભવ કરાવતો હતો. સૌ આંખો વડે તેને ટીકીટીકીને જોયા કરે, જોતાં જોતાં જ તેડી લઈને છાતીસરસો ચાંપતા જાય, સાથે સાથે તેના સુરભિત શ્વાસ સુંઘતાં જાય ને તેની મીઠી બોલી માણતાં જાય, ને એ રીતે ચારે ઇન્દ્રિયો દ્વારા કુમારને અનુભવતાં જાય. - કુમાર ત્રણેક વર્ષનો થતાં જ રાજાએ તેને માટે એક સોનાનો નાનકડો એક્કો બનાવડાવ્યો. તેની, નાનાશા જોતર પાસે બાંધેલી સોનાની દોરી બાળકુમારના હાથમાં પકડાવી દે,એટલે તે દોરી વતી તે એક્કાને ખેંચતો-ચલાવતો કુમાર આખા મહાલયને માથે લે. સેવકો પણ કુમારને એવો છંછેડે કે તે એક્કો લઈને ભાગ્યા જ કરે, ભાગ્યા જ કરે.
થોડા મહિના વધુ વહ્યા, ત્યાં કુમાર માટે નવા રમકડાં આવ્યાં; નાનાનાના હાથી ને ઘોડા; સોનાના નિર્મેલા ને રત્નોએ મઢેલા. હવે તેની વાણી પણ ફુટ થઈ રહી હતી, ને નવાનવા શબ્દો અને તેના વાચ્યાર્થીને તે પકડવા માંડેલો, એટલે તેને હાથી-ઘોડા ખેલતાં | શીખવવાની સૌને ભારી મજા પડતી. અરે, પછી તો રાજભુવનમાં
Page #148
--------------------------------------------------------------------------
________________
શીવર્મ
૧૩૯
પાળેલાં ને અત્યંત શિક્ષિત એવાં પોપટ-મેના જેવાં પંખીઓ પણ કુમારને ફોસલાવી કાંઈકાંઈ બોલાવડાવે, ને પછી તેના ચાળા પાડી તેને ખીજવે. કુમાર પણ તેમની પાસેથી અનેક શબ્દો ને સાચા ઉચ્ચારો શીખતો.
પાંચ વર્ષ પૂરાં થતાં જ, રાજાજીએ એક તાલીમ પામેલો તરુણ એવો ઘેટો કુમાર માટે મંગાવ્યો. તેનાં મોં પર લોઢાની કડી નંખાવી તેમાં લગામની દોરી પરોવી દેવરાવી. પછી એક રખેવાળ સેવકને તે ઘેટો સુપ્રત કરીને કહ્યું કે આ ઘેટાને દોરતાં તથા તેના ૫૨ ચડીને તેને ફેરવતાં તું કુમારને શીખવી દે.
ઘેટાને પણ ભારે શણગા૨ સજાવવામાં આવેલા : મોં પર સોનાનું ચોકઠું, પીઠ પર રિયાન પલાણ, ગળે મીઠું રણકતી ઘૂઘરીઓ, ચારે પગે રણઝણ અવાજ કરતી ઝાંઝરીઓ! કુમાર તો આવા મસ્ત ઘેટાને જોઈને નાચી જ ઊઠ્યો!
સેવક એ ઘેટાની પીઠ ૫૨ કુમા૨ને ચડાવે, અને પછી ઘેટાની લગામ પહેલાં પોતાના હાથમાં, ને પછી ધીમેધીમે કુમારના હાથમાં રાખીને તે ઘેટાને પહેલાં મહાલયમાં ને મહાલયના બગીચામાં ફેરવવા માંડ્યો. ને પછી ધીમેધીમે નગરનાં ઉપવનોમાં પણ કુમારની ઘેટાસવારી ફરવા માંડી. કેટલાક દિવસ સુધી સેવકોએ કુમાર પડી ન જાય કે ઘેટો ભડકીને ધમાલ મચાવે તો કુમાર પડી ન જાય તેની ચીવટ રાખી. પણ પછી તો ઘેટો પોતાના સવારથી ટેવાઈ ગયો ને કુમારને પણ સવારી બરાબર ફાવી ગઈ. એટલે કુમાર કોઈનીય મદદ વિના જ પોતાના સમવયસ્ક ભેરુબંધો સાથે ઘેટાસવારીની રંગત માણતો રહ્યો.
પણ અંતેઉરના સ્ત્રીવર્ગને કુમારનો કેડો મૂકવાનું મન ન થતું. તે તો જ્યાં ને ત્યાં કુમારને રમતો-દોડતો-કિલ્લોલતો એકીટશે જોયાં કરતો, ને થોડીથોડી વારે કોઈક સ્ત્રી ઘેડીને કુમારના માથે લૂણ ઊતારી જતી, તો કોઈક સ્ત્રી વળી મેવા, મીઠા ફ્લો, ને મધુર દ્રવ્યોથી ભરેલાં થાળ લઈને દોડતી, કુમારને માથે થાળ ફેરવીને પૂંછણું કરતી, ને પછી તે પદાર્થોને ચારે તરફ ફરતા સેવકવર્ગ
Page #149
--------------------------------------------------------------------------
________________
– ૧૪૦
સમરું પલપલ ચવત નામ -
પર ઉછાળતી. સેવકો ને તેમનાં બાળકો તે બધું વીણવા પડાપડી કરતાં, ને તે જોઈને કુમારને ખૂબ ગમ્મત પડતી.
ઘેટા પર વિચરતો કુમાર, તેના મસ્તકે ઊતરતાં લૂંછણાં ને તે લૂંછણાંનાં ફેંકાતાં દ્રવ્યોને લેવા માટે થતી પડાપડી – આ બધું મહાલયના ઝરુખે ઊભેલા રાજા નરપુંગવની નજરે જો ક્યારેક પડી જતું તો તેઓ સોપારી અને એવાં દ્રવ્યોનો થાળ મંગાવતા, અને કુમારને ગમ્મત પડે તે રીતે દાસ-દાસીઓ ઉપર ફેંકતા. સેવકો પણ જાણી બૂઝીને તે માથે વાગવા દેતા ને પછી બહુ વાગી ગયું હોય તેવો દેખાવ રચીને જાતજાતના હાવભાવ કરતા, આથી કુમાર હસીહસીને બેવડ વળી જતો.
આમ ને આમ, રમતો ને સૌને રમાડતો કુમાર આઠમા વર્ષના ઉંબરે આવી ઊભો.
રાજા નરપુંગવ ચતુર અને સુજાણ રાજવી હતો.
લાડ અને લાલન-પાલનની જેમ બાળકને વિદ્યા અને કલાનું શિક્ષણ પણ યોગ્ય વયે મળવું જ જોઈએ તેની તેને બરાબર સમજણ હતી. - શ્રીવર્ગને આઠ વર્ષનો થયેલો જોતાં જ તેણે તેને સુયોગ્ય કલાચાર્યને સોંપી ભણાવવાનો નિશ્ચય કર્યો. રાણી અને મંત્રીના અભિપ્રાયો પણ લઈ લીધા. અને એક રૂડા દિવસે ઉપાધ્યાય જયશમાં નામના પ્રખર કલાગુરુને પોતાની પાસે તેડી મંગાવ્યા.
રાજાના તેડ્યા ઉપાધ્યાય પોતાના મોટા પુત્ર સાથે હોંશે હોંશે આવ્યા, ને રાજાને તેણે સ્વસ્તિવચનોથી વધાવ્યા. તો રાજાએ પણ ઉત્તમ પુષ્પ-લ વગેરે દ્રવ્યો વડે તેમની અર્ચના કરી તેમને ભદ્રાસન પર બેસાડ્યા.
પરસ્પરના ક્ષેમકુશળની પૃચ્છા વગેરે ઔપચારિકતા આટોપાતાં જ ઉપાધ્યાયે બહુમાનપૂર્વક પોતાને બોલાવવાનું કારણ રાજાને પૂછ્યું. રાજાએ પણ પૂરા વિનયપૂર્વક તેમને કહ્યું કે “ભૂદેવ! તમારા પૂર્વજો
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
છે ૧૪૧
પરંપરાથી અમારા પૂર્વજોને વિદ્યા અને કળાઓનું શિક્ષણ આપતાં આવ્યા છે. હું પણ તમારા પિતાશ્રી પાસે જ શિક્ષા પામ્યો છું. હવે મારા લાડલા કુમાર શ્રીવર્મને તમારી પાસે અધ્યયનાર્થે મૂકવાનો મારો વિચાર થયો છે. તમે સંમત થતા હો તો શુભ મુહૂર્તે હું જાતે આવીને તેને તમને સોંપી જઉં. મારી એટલી જ મનીષા છે કે મારો દીકરો જ્ઞાનસમૃદ્ધ તો બને જ, સાથેસાથે ગુણો વડે પણ તે સંપન્ન બને તેવો તમે તેને કેળવો.'
જયશમએ રાજાની તે ભાવનાને પ્રેમપૂર્વક વધાવી લીધી, ને ઉચિત જણાય તે પળે રાજકુમારને પોતાને ત્યાં લાવવાની સંમતિ દર્શાવી વિદાય લીધી.
રાજાએ તત્કાલ રાજ્યોતિષીને તેડ્યા, ને ઉત્તમ તિથિ-વારકરણ-નક્ષત્ર-યોગ ને લગ્ન – આ તમામની શુદ્ધિ ધરાવતું શુભ મુહૂર્ત જોવડાવ્યું. એ મુહૂર્ત નક્કી થતાં જ જયશમને આગોતરી જાણ કરી દીધી કે અમુક દિવસે અમે તમારે ત્યાં કુમારને સોંપવા માટે આવીશું.
મુહૂર્તના મંગલદિને રાજકુમારને હરાવી, ગોશીષચંદનના વિલેપન કરવામાં આવ્યાં. વિદ્યાભ્યાસી નિશાળિયાને ઉચિત વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં. ગળે શ્વેત પુષ્પોની માળા, મોતીનો હાર અને અંગે મૂલ્યવાન પરંતુ અલ્પ આભૂષણો - આ બધાંથી તેને શણગારવામાં આવ્યો. આ પછી રાજા સ્વયે પોતાના પટ્ટહાથી પર આરૂઢ થયા અને કુમારને પોતાની ગોદમાં લઈને બેઠા.
બે પડખે ચામરો ઢળાઈ રહ્યા છે. મસ્તકે છત્ર ધરવામાં આવ્યું છે. છડીદારો છડી પોકારી રહ્યા છે. આગળ ઢોલ શરણાઈ અને મંગલ વાજિંત્રો બજી રહ્યાં છે. પાછળ સામંતો, મંત્રીઓ, રાજપરિવાર, મંડલેશ્વરો અને સુભટવર્ગ પોતપોતાનાં હાથી, ઘોડા, રથ ઈત્યાદિ વાહનો પર સવાર થઈને રાજાજીને અનુસરી રહ્યા છે. સેવકો હાથમાં વિવિધ પકવાન્નો, ફળો, મેવા અને અન્ય ઉત્તમ દ્રવ્યોના ઢાંકેલા થાળ લઈને ચાલી રહ્યા છે. પછવાડે રાણી પુણ્યશ્રી અને અન્ય અંતેઉર પણ મેના-પાલખીઓમાં આરૂઢ થઈને આવી રહ્યું છે.
મોટા થઇને
અને અન્ય
Page #151
--------------------------------------------------------------------------
________________
– ૧૪૨ રુ
સમરું પલપલ સવત નામ
–
આમ શ્રીવર્મકુમારની નિશાળ-યાત્રા ભારે આડંબર અને ઉલ્લાસ સાથે નીકળી છે.
નગરજનોને પણ પોતાના બાળારાજા કેવી રીતે ભણવા જાય છે તે જોવાનું ભારે કુતૂહલ છે. એટલે આ યાત્રા પસાર થવાના આખે રસ્તે લાખો નાગરિકો કૌતુક, વિસ્મય અને અહોભાવથી છલકાતી આંખે ઊભા રહી ગયા છે. કોઈ કુંવરને અક્ષતે વધાવે છે, તો કોઈ કુવરના હાથી સામે આવીને ગહુલી કાઢે છે. કોઈ વળી પોતાની જગા પર ઊભાં ઊભાં જ કુમારનાં દુખણાં લે છે. બંદીજનો બિરૂદાવલી લલકારે છે, તો નગરજનો જય જયકાર વડે રાજાને વધાવે છે. તો વળી સ્ત્રીજનો ધવલ-મંગલ-ગાન કરે છે.
આમ વિવાહયાત્રાને પણ ઝાંખી પાડે તેવી નિશાળ-યાત્રા સાથે રાજા ઉપાધ્યાયના ઘર-આંગણે આવી પહોંચ્યા.
ઉપાધ્યાય જયશમાંએ પણ કુમારના તેમજ રાજાજીના સ્વાગતની પૂરી તૈયારીઓ કરી હતી. ફળિયામાં ધ્વજા-પતાકાઓ બંધાવી હતી. દ્વારાખો પર આસોપાલવના તોરણો બંધાવ્યાં હતાં. આંગણે મનભાવન સુશોભનોથી ખચિત રંગોળીઓ પૂરાવી હતી. પોતાના ભુવનના પ્રવેશદ્વારે બેય તરફથી જળથી ભરેલ, ચંદનના છાંટણાં ને પુષ્પમાળોથી ચર્ચિત, કમળપુષ્પોથી આચ્છાદિત એવા મંગળ કળશો પંક્તિબદ્ધ પધરાવ્યા હતા.
રાજાનો હાથી પ્રવેશદ્વાર નજીક આવતાં જ જયશમનાં પત્ની અને અન્ય સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વાર પર આવી ઊભી. રાજા અને કુમાર તત્ક્ષણ હાથી પરથી નીચે ઊતર્યા, અને તેઓની સન્મુખ આગળ વધ્યા. એ સાથે જ ઉપાધ્યાયનાં પત્નીએ અને સ્ત્રીવર્ગે તે બને ત્રણ વાર ઉજ્જવલ અક્ષતો વડે વધાવ્યા, તેમને જય-વિજયની આશીષો પાઠવી, અને પોતાના આંગણે “ભલે પધાર્યાનાં સ્વસ્તિ વચનો ઉચ્ચાય. રાજાએ પણ વળતા હાથ જોડવાપૂર્વક તે બધાંનો સ્વીકાર કર્યો, અને તે સ્ત્રીવર્ગની પાછળ પાછળ તેઓ તથા તેમનો સઘળો પરિવાર અંદર પ્રવેશ્યો.
અંદર જતાં જ સેવકો દ્વારા દોરાતા રાજા કુમારને લઈને પહેલાં
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
܀
૧૪૩
પાઠશાળાના પ્રાંગણમાં પ્રતિષ્ઠિત સરસ્વતી દેવીના મંદિરમાં ગયા. ત્યાં પ્રથમ દેવીની સ્તુતિ અને પછી દેવીની પ્રતિમાની અંગપૂજા તેમણે કરી. દેવીને બહુમૂલ્ય ધરાવતી શ્વેત સાડી પહેરાવીને સેવકોએ આણેલા ફળાદિ પદાર્થોના થાળ દેવી સમક્ષ ધરવાપૂર્વક સમર્યાં. છેલ્લે ત્યાં દેવી-પ્રતિમાની બન્ને તરફ ગોઠવવામાં આવેલાં પુસ્તકોની તે બન્નેએ પૂજા તથા વંદના કરી.
આ પછી દેવીને નમતાંનમતાં તે બન્ને ત્યાંથી નીકળીને સીધા ઉપાધ્યાય યશર્માની પાઠશાળાના ખંડમાં પ્રવેશ્યા.
સેંકડો વિદ્યાર્થીઓ ત્યાં પંકિતબદ્ધ અને વિનયપૂર્વક બેઠા હતા. ઊંચા કાષ્ઠાસન ૫૨ વિદ્યાના તેજથી ચમકતા લલાટવાળા ઉપાધ્યાય જયશમાં બિરાજમાન હતા. તેની પડખે એવું જ એક કાષ્ટાસન પણ ગોઠવવામાં આવેલું.
રાજા વર્ગમાં પ્રવેશ્યા તે જ ક્ષણે આખો વર્ગ તેમના સ્વાગતમાં ઊભો થઈ ગયો; એક માત્ર ઉપાધ્યાય પોતાના આસને બેઠેલા રહ્યા; ઊભા ન થયા. વિદ્યા એ સત્તા કરતાં ય ઉન્નત છે, અને તેથી સત્તાએ પણ વિદ્યા સમક્ષ ઝૂકવું જ જોઈએ, તેની પ્રતીતિ તે પળે ઉપસ્થિત સૌ કોઈને થઈ.
સૌ વિદ્યાર્થીઓએ રાજાને પ્રણામ કર્યાં, તો રાજાએ ઉપાધ્યાયને પ્રણામ કર્યાં, અને પછી તે ઉપાધ્યાયની અનુજ્ઞા મેળવીને કાષ્ટાસન ૫૨ બિરાજ્યા.
કુમાર શ્રીવર્મ હજી ઊભો હતો. તેણે રાજાનો ઈશારો પામીને સૌપ્રથમ ગુરુજીના ચરણોમાં વંદન કર્યાં, અને સેવકના હાથમાંથી મૂલ્યવાન વસ્ત્રાલંકારોનો થાળ લઈને તેમની સન્મુખ ભેટ ધર્યો. ગુરુએ આશીર્વચનપૂર્વક તેનો સ્વીકાર કર્યો. એટલે તેણે ગુરુની ડાબી બાજુએ બેઠેલા ગુરુના મોટા પુત્ર ચંડશર્માને પ્રણામ કરી ઉત્તમ વસ્ત્ર તથા આભૂષણો અર્પણ કર્યાં. એ જ ક્ષણે અંતેઉરની કુલવૃદ્ધાએ ગુરુપત્ની તથા તેમનાં પુત્રવધૂને રાજા વતી વસ્ત્રાલંકારો ભેટ કર્યાં. ઉપાધ્યાયના બે નાના પુત્રો માધવ અને મતિવર્ધનને પણ ઉત્તમ વસ્ત્રો, સોનાના અછોડા, સુવર્ણકંકણોની જોડ તેમજ પાનબીડાં
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ૨ સમરું પલપલ સુવ્રત નામ
આપવામાં આવ્યાં. છેવટે રાજાએ નેત્રસંશા દ્વારા કરેલી સૂચનાથી કુમારે ગુરુજી તથા સમગ્ર વિદ્યાર્થીગણને કપૂર અને તેવાં સુગંધી દ્રવ્યોથી મઘમઘતાં પાનબીડાં અર્પણ કર્યાં.
આ સાથે જ ઉપચારવિધિ સમાપ્ત થયો. અને કુમારે ઉપાધ્યાયની આશાથી તેમની ડાબી બાજુએ આસન ગ્રહણ કર્યું. સૌ પ્રસન્ન હતાં. સૌ આતુર હતાં. સૌને હૈયે નવા નિશાળિયાને વધાવવાની હોંશ હતી.
રાજાએ આ પારખ્યું, અને તેણે વિનયપૂર્વક ઉપાધ્યાયને પોતાનું નિવેદન કરતાં કહ્યું : અમારો લાડલો કુમાર શ્રીવર્ગ અમે આજે આપને સોંપીએ છીએ, ભૂદેવ! હવે આપે તેને ભણાવવાનો છે, કેળવવાનો છે, અને એનામાં એવા અનુપમ ગુણો પ્રગટાવવાના છે કે જેના લીધે એ ગતમાં ગુણિયલ રાજવી તરીકે પંકાય, ને અમારા મનોરથો પૂરનારો થાય. આટલી અમારી આશા છે, અને શ્રદ્ધા પણ.
યશર્માએ પૂરા વિવેપૂર્વક આના જવાબમાં કહ્યું કે મહારાજ! મોરનાં ઈંડાંને ચીતરવાં નથી પડતાં, અને સહજ-ધવલ શંખને ધોળવાનો નથી હોતો. ઉત્તમ કુલમાં અવતરેલા ઉત્તમ બાળકોમાં માનવીય સઘળા ગુણો સહજસિદ્ધ જ હોય છે; અમે, ગુરુઓ તો તેમાં નિમિત્તમાત્ર જ બની શકીએ. એટલે આપના કુમારશ્રી વિશે આપ બીજી કોઈ જ ચિંતા ન સેવશો. આપનું લોહી છે, તો આપના જેવા જ તે સદ્ગુણી ને વિદ્યાનંત બનશે તેની મને આસ્થા છે; ને છતાં આપની ભલામણ મારા માટે આપની આજ્ઞા સમાન છે; કુમારશ્રીની કેળવણીમં હુંકોઈજ નૂન્યતા નહિ આવવા દઉં, તેની ખાતરી રાખજો.
યોગાનુયોગ યશર્માનો નાનો પુત્ર તિવર્ધન; તેનો પણ તે જ દિવસે વિદ્યાભ્યાસ પ્રારંભવાનો હતો. એટલે ગુરુપત્ની આ વાર્તાલાપ દરમિયાન જ તેને તૈયાર કરીને ત્યાં મૂકી ગયાં. ગુરુજીની આજ્ઞાથી કુમારની બાજુમાં જ તેને પણ બેસાડવામાં આવ્યો.
આ પછી બેઉ નવા વિદ્યાર્થીઓને ગુરુજીએ પાઠ આપવાનું મુહૂર્ત કર્યું. સૌ પ્રથમ તેમણે સર્વજ્ઞ વીતરાગ અરિહંત પ્રભુને વંદના કરી
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
: ૧૪૫
અને કરાવી. ત્યારબાદ માતા સરસ્વતીની સ્તવના કરાવી. આ પછી તેમણે બન્ને બાળકોને માતૃકાપાઠ કરાવ્યો.
માતૃકાપાઠ એટલે વર્ણ-આમ્નાય. આમાં ચૌદ સ્વરો અને તેત્રીસ વ્યંજનો તેમજ બારાક્ષરીનો સમાવેશ મુખ્યતાએ થાય.
ઉપાધ્યાયે શુદ્ધ ઉચ્ચારે અને તાર સ્વરે એકવાર માતૃકા બોલાવી. બીજી વાર બોલાવી, ત્રીજી વાર પણ બોલાવી; અને જ્યાં ચોથી વાર બોલાવવાનું આદર્યું, ત્યાં જ રાજાએ તેમને રોક્યા, ને કહ્યું : ભલામી! તમે કુમારને પૂછો તો ખરા કે આમાંથી તને કાંઈ આવડ્યું કે નહિ? કાંઈ યાદ રહ્યું છે કે કેમ? બાકી આમ બોલાવ બોલાવ કેટલીવાર કરશો?
ઉપાધ્યાયે કાન પકડ્યા. તેણે લાગતું જ કુમાર શ્રીવર્ગને પૂછયું કે બોલ ભાઈ, તને કાંઈ યાદ રહ્યું? કક્કો આવડી ગયો?
કુમારે કહ્યું : ગુરુજી! મને તો પહેલીવાર બોલાવ્યું ત્યારે જ યાદ રહી ગયું છે. કહો તો બોલી બતાવું.
ઉપાધ્યાય : બોલી બતાવ.
કુમારે સમગ્ર વણસ્નાય ઉચ્ચારશુદ્ધિ અને ક્રમ બન્ને જાળવીને યથાતથ બોલી બતાવી.
ઉપાધ્યાય સ્તબ્ધ.
તેમને થયું : મારા દીકરાનેય પૂછું. પૂછ્યું : બેટા, તને આવડી ગયું?
મતિવર્ધન કહે : પિતાજી! ત્રણ વાર તમે બોલાવી, ને ચોથી વાર કુમારે સંભળાવી, એમ ચાર વારમાં મને પણ યાદ થઈ ગઈ
તે પણ ગુરુજીની આજ્ઞાથી માતૃકાપાઠ બોલી ગયો.
હવે વાત આવી લખવાની. અક્ષરો બોલતાં તો આવડ્યા પણ તે લખતાં પણ આવડવા જોઈએ. ગુરુએ પાટી લીધી, તે બધા વર્ણો(કક્કો) તેમાં લખ્યા; બન્નેને દેખાડ્યા.
કુમારનો ક્ષયોપશમ તીવ્ર હતો, તેણે પાટીમાં લખેલા અક્ષરોનું 1 બરાબર અવલોકન કરી લીધું, ને પછી પોતાની પાટીમાં તે સઘળા |
WWW.jainelibrary.org
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬ * સમરું પલપલ સુવ્રત નામ
અક્ષરો આપમેળે લખી બતાવ્યા.
આ પછી ઉપાધ્યાયે સંયુક્ત વર્ગો (જોડાક્ષરો) બોલાવ્યા ને પછી લખાવ્યા તો કુમારને પણ તે એકી ધડાકે હસ્તગત!
ઉપાધ્યાય મોંમાં આંગળાં ઘાલી ગયા. તેને થયું : ગજબની આની ધારણાશક્તિ છે! રાજા પણ ચિકત હતા.
ઉપાધ્યાયે તેમની સમગ્ર કારકિર્દીમાં આવો મેધાવી વિદ્યાર્થી દીઠો નહોતો. તો વર્ષોથી પાઠશાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે પણ આ નવી નવાઈની વાત હતી. સૌને થવા માંડ્યું : આવું બને જ કઈ રીતે?
વર્ગમાં બેઠેલી રાણી અને અંતઃપુરની સ્ત્રીઓ તેમજ રાજાનો મંત્રીવર્ગ બધાં જેટલાં પ્રસન્ન થયાં, તેટલાં જ ચિંતાકુળ પણ થવા માંડયાં. તેમને થયું કે ક્યાંક કુમારને કોઈની નજર તો નહિ લાગી જાય? અને આ વિકલ્પ ઊગતાંની સાથે જ, ત્યાં ને ત્યાં, કોઈકે ઊભા થઈને કુમારનાં લૂંછણાં લેવા માંડ્યાં, તો વૃદ્ધાઓએ સૂર્ણ ઊતાર્યું ને કુમારના ગાલે કાળાં ટપકાં કરી દીધાં.
વર્ગખંડમાં તો આશ્ચર્યમિશ્રિત કલરવ ક્યારનોય ચાલુ થઈ ગયો હતો, ને એકાએક ઉપાધ્યાયે જાહેર કર્યું કે‘ઊત્પારંભ: ક્ષેમ:' - મંગલાચરણમાં થોડુંક જ હોય. કુમારશ્રીને વર્ણામ્નાય અને નાગરી લિપિનો સ્પષ્ટ પરિચય આજે થઈ ગયો છે. બીજી બધી લિપિઓ પણ તેના માટે હવે સુગમ બની રહેશે. પણ હવે ઘણો વખત વહી ગયો છે, ને કુમારને હવે ભૂખ પણ લાગી જ હોય; માટે આજની પાઠશાળા સમાપ્ત. હવે કાલે આગળ વધીશું.
રાજા સાથે તેના દરબારીઓ પણ ઘણા આવેલા. એમાં કેટલાક નર્મસચિવો-વિદૂષકો પણ હતા. તેમનું એક જ કામ રહેતું. ભારેખમ બની ગયેલા વાતાવણને હળવું બનાવી મૂકવાનું.
પાઠનો વિધિ આટોપાયો જાણીને એક વિદૂષકે મમરો મૂક્યો : ઉપાધ્યાયજી! આ તમારો અલ્પારંભ કઈ જાતનો અમારા જેવા પ્રૌઢમોટી ઉંમરના માણસોને જે શીખતાં પૂરા ચાર મહિના લાગે, એટલો બધો પાઠ તમે આ સાવ બાળક જેવા કુમારશ્રીને કરાવી દીધો,
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
જ ૧૪૭
ને પાછા કહો છો કે આજે થોડું જ સારું? કમાલ છો તમે તો!
આ સાંભળતાં જ બેઠેલા સહુ હસી પડ્યા. તરત જ રાજાજીએ બાજી સંભાળી લીધી. તેમણે આંખ કાઢીને બધા વિદૂષકોને અને દરબારીઓને પાઠશાળાની તેમજ ઉપાધ્યાયની ટીખળ નહિ કરવાની ને અદબ નહિ લોપવાની તાકીદ કરી. બધાં ચૂપ.
ઉપાધ્યાયે વિદૂષકની ટીખળને નજરઅંદાજ કરી, તેની વાતમાં વરતાતા તથ્યને પકડી લીધું, ને તેનો જવાબ વાળતા કહ્યું : ભાઈ! સામાન્ય સંજોગોમાં તમારી વાત સાચી જ ગણાય; પણ કુમારશ્રી જેવા મેઘાવી વિદ્યાર્થીની અપેક્ષાએ વિચારીએ તો તો તમારી વાત ગલત ઠરે; કેમકે આવી પ્રજ્ઞા હોય તેણે તો એકપદે જ આખું શાસ્ત્ર શીખવાનું થાય, ને તે અપેક્ષાએ આજનો “આટલો બધો લાગતો. પાઠ પણ અલ્પ જ ગણાય.
આ પછી કુમાર તરફ ફરીને જયશમાંએ પૂછ્યું : બેટા, હવે ભૂખ લાગી છે ને?
તો કુમાર કહે : ગુરુજી! આજે તો ભૂખ કોને કહેવાય તે જ મને યાદ નથી આવતું. મને તો થાય છે કે બસ, તમે કાંઈ બોલ્યા કરો, ને હું સાંભળ્યા કરું, શીખ્યા કરું! ઊઠવાનું મન જ નથી થતું.
કુમારના શબ્દો સાંભળીને રાજા ને ઉપાધ્યાય – બન્નેનાં હૈયાં હર્ષથી છલકાઈ ગયાં. બન્ને ગદ્દગદ થઈ ગયા. ઉપાધ્યાયે કહ્યું : દેવ! મારું માનવું છે કે કુમાર ગત જન્મમાં જ બધું શીખીને જ અહીં જન્મ્યો છે; એટલે અહીં તેને ઝાઝી મહેનત નથી કરવાની. ગઈકાલનું ભણેલું કોઈ આજે સંભારી શકે, તે રીતે આણે ગયા જન્મનું શીખેલું અત્યારે માત્ર તાજું જ કરવાનું રહે છે.
એના આરોગ્યની જ હવે દરકાર રાખવાની રહે. બાકી અધ્યયનના સર્વ ગુણો એનામાં સ્વયંસિદ્ધ છે.
આમ ઘડીએક સુધી બેય વચ્ચે વાતલાપ ચાલતો રહ્યો, ને તે દરમ્યાન વર્ગ તો આમ જ બેસી રહ્યો!
ઉપાધ્યાયનો વચેટ દીકરો માધવ. તેને એકદમ ભૂખ લાગી | હતી. તેનાથી ન જ રહેવાયું, તો તે વર્ગમાંથી ઊભો થઈને પહોંચ્યો !
Page #157
--------------------------------------------------------------------------
________________
-૧૪૮
સમરું પલપલ સુવત નામ
પોતાની માતા પાસે, ને જમવાનું માગવા લાગ્યો.
માતા રસોડામાં હતાં. જમવાનું તૈયાર પણ હતું. પણ તેમણે માધવને સમજાવ્યો : બેટા! તારો નાનો ભાઈ હજી જમ્યો નથી, ને તું પહેલાં જમી લે તે સારું કહેવાય?
માધવ કહે : પણ મેં એને બોલાવ્યો'તો; આવે નહિ તો હું શું કરું?
માતા : એ શું કરે છે? ક્યાં બેઠા છે?
માધવ : એ બેઠો પાઠશાળામાં. કશું કરતો નથી. આમ તેમ ડાફો મારે છે ને રાજાજી ને પિતાજી વાતો કરે છે તે જોયા કરે
,Anuસ્યો
માતાએ કહ્યું : તો જા દીકરા! મતિવર્ધન ને શ્રીવર્મકુમાર-બેયને જલદી જમવા માટે તેડી લાવ. કહેજે કે મા બોલાવે છે, ઝટ જમવા આવો; નહિ તો મોડું થશે તો પિત્ત થઈ જશે.
માધવે લાગલી જ દોટ મૂકી. સીધો પાઠશાળામાં. રાજા ને ગુરુની વાતો હજી ચાલુ જ હતી, એટલે તેમને કાંઈ ન પૂછતાં તે સીધો મતિવર્ધન અને શ્રીવર્ય પાસે ગયો ને બેયના કાનમાં માનો આદેશ કહી સંભળાવ્યો.
બને બાળકોએ ઉપાધ્યાયની સામે નજર ઠેરવી, ત્યારે તેમનું ધ્યાન એ તરફ ગયું. તેમણે પૂછ્યું : શું વાત છે ભાઈ?
તો માધવ પિતા પાસે પહોંચ્યો, ને તેમના કાનમાં માનો આદેશ કહી બતાવ્યો.
ઉપાધ્યાલૂને વાત ખરી લાગી. તેમણે બન્ને બાળકોને માધવ સાથે જવા સૂચના આપી, તો કુમારે રાજા સામે જોવા માંડ્યું.
ઉપાધ્યાય એની મૂંઝવણ સમજી ગયા કે પિતાની આજ્ઞા વિના કેમ જવાય તેવી મૂંઝવણ કુમારના મનમાં થાય છે. તેમણે કહ્યું : બેટા! હવે તારા પિતાએ તને અમને સોંપી દીધો. એટલે હવે અમારે ત્યાં જ તારે રહેવાનું, જમવાનું, ભણવાનું ને કહ્યું કરવાનું. માટે મૂંઝવણ અનુભવ્યા વિના તું અંદર જા.
રાજાએ પણ તે વાતમાં પોતાનો સૂર પૂરાવી કુમારને અંદર !
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૧૪૯
જવા રજા આપી, એટલે કુમાર મતિવર્ધનની સાથે ને માધવની પાછળ જવા લાગ્યો. - એકાએક ઉપાધ્યાયને કાંઈ સાંભર્યું હોય તેમ તેણે ત્રણેને ઊભા રાખ્યા, ને કહ્યું : જમ્યા પહેલાં તમે બન્ને સરસ્વતીની શેષ લેતાં જાવ. એ શેષના પ્રભાવથી તમને જ્ઞાન ઘણું ચડશે, ને વધુ ઝડપથી આવડશે.
અને એમણે તરત દેવી-મંદિરમાંથી એક દ્રાક્ષ ભરેલો થાળ મગાવ્યો, ને આ બાળકો સાથે પત્ની પાસે મોકલ્યો.
પત્ની સોમશ્રીને તેમણે કહેવડાવ્યું કે પહેલાં બાળકોને આમાંથી શેષ ખવડાવજો, ને પછી જ બીજુ જમણ પીરસજો.” - આ પછી બાકીના બધા થાળ મંગાવી તેમાંના પદાર્થો સરસ્વતીની શેષ લેખે તેમણે બધા વિદ્યાર્થીઓમાં તથા અતિથિવર્ગમાં વહેંચાવી દીધા. અને એ પછી પાઠશાળા બરખાસ્ત કરી.
બધા વિદ્યાર્થીઓ ગયા પછી ઉપાધ્યાય પાછા રાજા સાથે વાતે વળગ્યા. તેમણે રાજાને કહ્યું : દેવ. વિદ્યાભ્યાસ અર્થે ઉદ્યમ કરનારા પુરુષમાં દશ ગુણો હોવા ઘટે : પાંચ બાહરી ગુણ, અને પાંચ આંતરિક ગુણ. આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ, અને શાસ્ત્ર પ્રત્યેનો અનુરાગ – આ પાંચ આંતરિક ગુણો છે. તો પુસ્તક, શિક્ષાચાર્ય, રહેઠાણ, સહાધ્યાયી અને આહાર - આ પાંચ બાહરી ગુણો અર્થાત્ આવશ્યકતાઓ ગણાય.
આ દશ પૈકી આરોગ્યને જવા દઈએ, તો નવ ગુણો તો આપણા કુમારને સહજ વરેલા જણાય છે. વાત રહી આરોગ્યની, તો તેની ચીવટ આપે ને અમારે રાખવી જોઈશે.
બીજી મહત્ત્વની વાત મને એ લાગી કે કુમારમાં ગંભીરતાનો ગુણ નિરુપમ છે. એને માતૃકાપાઠ પહેલીવારમાં આવડી ગયો હતો, છતાં હું જેટલી વાર તેને બોલાવતો ગયો, તેટલી વાર તે બોલતો જ રહ્યો; તેણે વચ્ચે ભંગ પડે તે રીતે જાતે ન કહ્યું કે મને આવડી ગયો છે. આપણે ન પૂછયું હોત તો કદાચ પછી પણ તેણે સામેથી | તો ન જ કહ્યું હોત. અસાધારણ ગંભીરતા વિના આવું વલણ આવા
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦ જ
સમરું પલપલ રાવત નામ –
બાળક પાસે અનપેક્ષિત જ ગણાય.
ઉપાધ્યાય બોલતા રહ્યા. રાજા સાંભળતા રહ્યા. પોતાના લાડલાનું ગુણવર્ણન સાંભળવું કોને ન ગમે? એ સાંભળતાં કોને તૃપ્તિ થાય?
પણ થોડી જ વારમાં કુમાર ભોજન પતાવીને પાછો ત્યાં આવી લાગ્યો, એટલે તેના મસ્તકે હાથ પસવારતા રાજાએ કહ્યું : દીકરા! હવે અમે ઘેર જઈશું. તારે હવે અહીં જ રહેવાનું. ગુરુજી પાસે શાસ્ત્રો અને કલાઓનું જ્ઞાન શીખવાનું, અને તેમના ચરણોની તથા આજ્ઞાની બરાબર આરાધના કરવાની . પછી ગુરુજી તને રજા આપે ત્યારે જ હવે ઘેર પાછા આવવાનું.
કુમારે પિતાજીનાં વચનો મસ્તક નમાવીને શિરોમાન્ય કર્યા, એટલે રાજા જવા માટે ઊભા થયા.
ઉપાધ્યાયે એ અવસર સાધ્યો, અને કુમારને જે ભુવનમાં નિવાસ આપવાનો હતો તે ભુવન જોવા તે રાજાને લઈ ગયા. રાજાએ તથા કુમારે અને શેષ પરિવારે પણ તે ભુવન બરોબર અવલોકી લીધું. - ભુવનની સુંદર રચના તેમજ ઉપાધ્યાયનું સમગ્ર સંકુલ જોઈને રાજાએ ઘણી પ્રસન્નતા સાથે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું, ત્યારે ઉપાધ્યાયે કહ્યું કે “મહારાજ! ભૂતકાળમાં કલિંગ દેશનો કોઈ રાજકુમાર અમારા વડવા પાસે ભણવા કાજે આવેલો ત્યારે આપના પરદાદા રાજવીએ આ ભુવન તેને માટે કરાવી આપેલું. તે રાજકુમાર તો ભણીને સ્વદેશ ચાલ્યો ગયેલો, પણ પછી આપના તે વડીલશ્રીએ અમારા વડવાને આ ભુવન સોંપી જ દીધું.”
રાજાએ આ વિગત જાણી સંતોષ અનુભવ્યો. ને પછી તે કુમારની સારસંભાળ માટે જરૂરી એવો સેવક-પરિવાર ત્યાં રાખી સ્વસ્થાને
ગયો.
કુમાર શ્રીવર્ગનું હવે વિધિવત્ શિક્ષણ શરૂ થયું. શિક્ષણની બે અર્થછાયા.
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
. ૧૫૧
-
શિક્ષણ એટલે અધ્યયન. શિક્ષણ એટલે ઘડતર.
ઘડતર પણ બે પ્રકારનું : એક સંસ્કારોનું જાગરણ અને બીજું, સદ્ગણોનો વિકાસ.
આવા ઘડતર વિનાનું અધ્યયન કાં તો નરી ગોખણપટ્ટી બની રહે, કાં તો મિથ્યા આયાસમાત્ર.
તો આવા ઘડતરથી સભર અધ્યયનનું પરિણામ એ કે વિદ્યાર્થીની દૃષ્ટિનો અને ક્ષમતાનો સર્વાંગીણ અને વળી હકારાત્મક ઉઘાડ થતો આવે, અને સાથે સાથે જીવનનો પણ પ્રાણવાન વિકાસ સધાય.
ઉપાધ્યાય જયશમાં એક દૃષ્ટિસંપન્ન અધ્યાપક હતા. એ બરાબર સમજતા હતા કે મારે આવતીકાલના એક રાજવીનું ઘડતર કરવાનું છે. એને ઘડવામાં જેટલી કાળજી રાખીશ તેટલો એ ગુણિયલ, નિર્વ્યસની, સદાચારી અને ન્યાયસંપન્ન નીપજશે. એથી યે વધુ, એના ઘડતર ઉપર જ દેશની પ્રજાની સુખાકારી અને આબાદી નિર્ભર હશે. માટે એના ઘડતરમાં લેશ પણ કચાશ કે કસર ન પાલવે.
એટલે એમણે પૂરા લક્ષ્યપૂર્વક કુમારની કેળવણી આદરી દીધી.
તો સામે પક્ષે કુમાર શ્રીવર્મ પણ ગુરુજીનો જ નહિ, પણ ગુરુપત્ની, ગુરુપુત્રો, અન્ય ગુરુજનો ઉપરાંત પોતાના પુરોગામી વિદ્યાર્થી સાથીદારોનો પણ પૂરેપૂરો વિનય સાચવતો. ગુરુજીની પ્રત્યેક આજ્ઞા અને સૂચનાનું તે ભલીભાંતે પાલન કરતો. આળસનું તો નામ ન હતું તેનામાં. અત્યંત હોંશીલા, ફૂર્તીલા અને પરિશ્રમી વિદ્યાર્થી તરીકે તે થોડા જ સમયમાં પંકાઈ ગયો. તેના વિનયથી તો ગુરુજી ખૂબખૂબ પ્રસન્ન હતા. રાજાના કુંવર, ને તે વળી આવો વિનયી ને મેધાવી - એ તેમના માટે અત્યંત પ્રસન્ન બનાવે તેવી ઘટના હતી. એટલે આવા વિનવી કુમારને શિરે તેમના ચાર હાથ હોય તેમાં શી નવાઈ?
કુમારની સમજણ પણ ભારે પરિપક્વ હતી. તેના પિતા કે
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૨
સમરું પલપલ રાવત નામ
માતા અવસરે અવસરે તેના માટે ખાસ ખાદ્ય પદાર્થો કે અન્ય આનંદદાયક મૂલ્યવાન વસ્તુઓ મોકલતા રહેતાં. પણ કુમારની પદ્ધતિ એવી હતી કે જેવી કોઈ પણ વસ્તુ આવે કે પહેલાં તે બધું ગુરુજીના હાથમાં સોંપી દેતો. ગુરુજી પોતાને ઉચિત લાગે છે અને તેટલું કુમારને બક્ષતા, તો તે લઈને કુમાર પહોંચી જતો માધવ અને મતિવર્ધન - ગુરુજીના બે નાના ભાંડરડાં પાસે. પોતાની વસ્તુમાંથી તે બન્નેને પહેલાં તે આપે, ખવડાવે, પછી જે વધતું તેનો તે પોતે ઉપયોગ
કરે.
કુમારની આ ઊંડી સમજ સૌને હેરત પમાડતી.
રાજા-રાણી પણ છ-આઠ મહિને એકાદ વાર કુમારની ખબર લેવા આવી જતાં ને કુમારને વ્હાલ કરી, તેની પ્રગતિની ચર્ચા ઉપાધ્યાય સાથે કરતાં ને પાછા જતાં. જો કે કુમારને મન આવો દિવસ જરા વસમો બનતો. કેમકે પિતા-માતા આવે ત્યારે સહેજે અનધ્યાય થતો, ને તેથી પોતાને ઘણું ભણવાનું ગુમાવવું પડે છે તેવું લાગતું. ભણવા માટેની તેની આ ઉત્કટ અભીપ્સા તેના મુખભાવો પરથી વડીલો માપી શકતાં ને રાજી થતાં.
સૌ પ્રથમવાર રાજા-રાણી કુમારની મુલાકાતે આવ્યાં, ત્યારે રાજાજીએ વાતવાતમાં ઉપાધ્યાયને પૂછ્યું : કુમાર કેટલું શીખ્યો?
ઉપાધ્યાય કહે : કુમારને શાળા પ્રવેશ કર્યોને છ માસ થયા, તેમાં તેને લેખનકલા (અક્ષરજ્ઞાન) આવડી ગઈ છે.
રાજા ચમકી ઉઠ્યો. તેનાથી બોલાઈ ગયું : હૈ! છ મહિનામાં ફક્ત એક લેખનકલા જ શીખ્યો? તો બહોંતેર કલા એ ક્યારે પૂરી કરી શકશે, ભૂદેવ?
સંયોગવશ, વિદૂષક મંત્રી આજે પણ સાથે જ હતો. તેણે તક જોઈને ટપકું મૂક્યું ઃ મહારાજ! એમાં પૂછવાનું શું? હિસાબ સ્પષ્ટ છે. એક કળાના છ મહિના તો બહોંતેર કળાનાં છત્રીસ વર્ષ! આપણા કુમાર છત્રીશ વર્ષે તો સર્વકલાવિશારદ થઈ જ જવાના! કેમ ખરું ને ઉપાધ્યાયજી?
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
એ ૧૫૩
બધાં ખડખડાટ હસી પડ્યાં. પણ રાજાએ તરત બાજી સંભાળી લીધી ને વિદૂષકને ધમકાવીને સખણો રહેવા આજ્ઞા કરી. પછી ઉપાધ્યાય સામું જોતાં તેમણે ઉમેર્યું : પણ ભૂદેવ! એક વાત છે. હું નાનો હતો ત્યારે મને એક લેખનકલા ભણતાં દશ મહિના લાગેલા તે મને આ ક્ષણે યાદ આવે છે ખરું. મારા ઉપાધ્યાયને મને ઝટ ઝટ ભણાવીને કીર્તિ રળવાની હોંશ બહુ હતી, તેથી તેમણે મહેનત પણ ઘણી લીધેલી, તોય મને દશ માસ લાગેલા; તે હિસાબે તો કુમારના છ માસ ઘણા વાજબી જ ગણાય, નહિ?
ઉપાધ્યાયે સ્વસ્થ ભાવે કહ્યું : મહારાજ! આપને શું કહું? જો કુમારને તેની ઈચ્છા ને હોંશ પ્રમાણે ભણવા દીધો હોત ને, તો તે આ કલા ફક્ત ચાર જ માસમાં ભણી ગયો હોત. પણ આપણે માત્ર ભણાવવાનો નથી, તેના આરોગ્યનું ને ઇતર ઘડતરનું પણ ધ્યાન રાખવાનું છે. વળી, બહુ અસાધારણ ચેષ્ટા કરે, તો તેને કોઈની નજર લાગી જવાની પણ બીક પૂરી રહે. એટલે મેં જ તેને છ માસ સુધી આ વિષય કરાવ્યા કર્યો છે.
રાજા રાજીરાજી થઈ ગયા આ સાંભળીને.
બીજી એક આવી જ મુલાકાત-વેળાએ રાજાએ પુનઃ ઉપાધ્યાયને પૂછ્યું : દેવ. કુમારને પાઠશાળામાં મૂક્યાને પાંચેક વર્ષ વહી ગયાં છે. તેને કેટલું આવડવું હશે? ને હજી કેટલું બાકી ગણાય?
ઉપાધ્યાયે વિગતે જવાબ વાળતાં સમજાવ્યું ઃ મહારાજ! કલાઓ અને શાસ્ત્રોનું અધ્યયન ત્રણ પ્રકારનું હોય છે : સૂત્રનું અધ્યયન, અર્થનું અધ્યયન અને પ્રયોગાત્મક અધ્યયન.
આમાં સૂત્ર અને અર્થરૂપે કુમારને લગભગ સઘળીય કલાઓ ને શાસ્ત્રો હસ્તગત થયેલ છે. માત્ર પ્રયોગાત્મક અધ્યયન હજી બાકી છે.
રાજા : એનું શું કારણ?
ઉપાધ્યાય : સૂત્ર-અર્થ ભણવામાં શરીરને કોઈ કષ્ટ નથી પડતું. તેમાં મુખ્યત્વે બૌદ્ધિક પરિશ્રમ જ કરવાનો હોય છે. પણ પ્રયોગાત્મક
Page #163
--------------------------------------------------------------------------
________________
– ૧૫૪ કે
સમરું પલપલ સુવ્રત નામ
-
અધ્યયનમાં દ્ધ, નિયુદ્ધ વગેરે યુદ્ધ-વિદ્યાઓ શીખવાની હોય છે, ને તેમાં શરીરનો ઉપયોગ અનિવાર્ય બને છે.
રાજા : તો હવે એ ઝટ એને શીખવાડો ને! વાર શેની છે? " ઉપાધ્યાયે હસીને કહ્યું : મહારાજ! કુમારને હજી માત્ર તેર જ વર્ષ થયાં છે. તેની પ્રજ્ઞા તીવ્ર ભલે હોય, પણ શરીર તો હજી કિશોરવયનું કુમળું જ ગણાય; આવા શરીરવાળાને યુદ્ધના બળપ્રયોગવાળા દાવ-પેંતરા ન શીખવાય તે તો આપ પણ સ્વીકારશો
મારા હિસાબે હજી બે વર્ષ જવા દેવાં પડે. કુમાર પંદર વર્ષનો થશે ત્યારે તેની કાયા જરા કસાયેલી થઈ ગઈ હશે. પરિશ્રમ માટે તે સમર્થ પણ બન્યો હશે. ત્યારે તેને પ્રયોગાત્મક અધ્યયન શરૂ કરાવવામાં આવશે, ને ૨-૩ વર્ષમાં જ તેમાં પણ તે નિષ્ણાત થઈ
જશે.
પણ આપ અધૃતિ ન કરો. બીજા કોઈની પણ સરખામણીમાં આપણા કુમારે ઘણી ઝડપથી બધી કળાઓ હસ્તગત કરી છે, તેમાં કોઈ શંકા નથી. બીજાને જે શીખવામાં બાર કે પંદર વર્ષ લાગે, તે બધું જ કુમારને દસ વર્ષોમાં જ પ્રાપ્ત થઈ જશે, તે કાંઈ જેવી તેવી વાત નથી. મહારાજા
રાજા સંતુષ્ટ થયા.
ઉપાધ્યાયે રાજાને વિનંતિ કરી : મહારાજ! આપ છેલ્લે પધારેલા ત્યારે કુમારને શબ્દશાસ્ત્ર ચાલતું હોઈ, આપે તે વિષયમાં તેની પરીક્ષા લીધેલી. આજે મારી ઈચ્છા છે કે આપ તેની કવિત્વશક્તિની કસોટી લ્યો. તેને હમણાં જ કાવ્યશાસ્ત્રનું પઠન પૂરું થયું છે.
રાજાએ સંમતિ દર્શાવતાં જ ઉપાધ્યાયે કુમારને બોલાવ્યો. કુમાર દોડતો આવ્યો ને પૂજ્યોને પ્રણામ કરી અનુમતિ મળતાં આસને બેઠો. કસોટી માટે તે સજ્જ હતો.
રાજાએ તેને વિવિધ છંદો વિશે, અલંકારો વિશે, સંસ્કૃત તેમજ પ્રાકૃત અને અપભ્રંશ વગેરે ભાષાઓમાં કાવ્યરચના વિશે એક પછી |
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૧૫૫
એક પ્રશ્નો પૂછવા માંડ્યા. તો કુમારે વિવિધ છંદોમાં, અલંકાર-મંડિત પદ્યોની શીધ્ર રચના કરી સંભળાવે જઈને તેના જવાબો વાળવા માંડ્યા.
આ જોઈને રાજા સાથે આવેલા વિદ્વાનો ને સચિવોને ચાનક ચડી. તેમણે કુમારને સમસ્યાઓ (ઊખાણાં), પ્રહેલિકાઓ, અંતર્લીપિકા ને બહિલપિકાઓ તેમજ પાદપૂર્તિરૂપ પદ્યો પૂછવાનું શરૂ કર્યું.
કુમારે લેશ પણ ખચકાટ વિના, જેટલી ત્વરાથી સમસ્યાઓ આવી તેટલી જ ત્વરાથી તેના જવાબો, ઉકેલો ને પૂર્તિઓ બધું જ આપવા માંડ્યું.
રાજાની સાથે તેની પરિચારિકાઓ પણ આવી હતી. તે બધી પણ વિદુષીઓ હતી. પંડિતોની રમઝટ ને તે બધાને એકલે હાથે હંફાવતો પોતાનો બાળ રાજા - આ દશ્ય જોઈને તેમનાથી પણ ન રહેવાયું. એમાંની માધવિકા નામની સેવિકા સહસા બોલી ઊઠી : કુમારશ્રી! જ્યાં ઘણના ઘા પડતા હોય ત્યાં ચુનીનું ગજું શું? છતાં તમે રજા આપો તો હું પણ કંઈક સમસ્યા પૂછું.
કુમારે સંમતિ દર્શાવતાં તેણે પૂરી ત્રણ ગાથામાં પથરાયેલી પ્રશ્નાવલી કુમારને સંભળાવી, ને તેનો એક જ શબ્દમાં જવાબ માગ્યો.
કુમારે એક ક્ષણ - માત્ર એક ક્ષણ–ચિંતન કર્યું, ને તેનો અપેક્ષિત ઉત્તર બીજી જ ક્ષણે પ્રસ્તુત કર્યો. - પેલી તો એવી હરખઘેલી થઈ ગઈ કે બધું પડયું મૂકીને ગઈ સીધી કુમાર પાસે, ને પોતાના પાલવ વડે કુમારનું લૂંછણું કરી પોતાની જગ્યા પર પાછી વળી.
ઉપાધ્યાયને પણ શિક્ષણ એટલે વિદ્યાર્થીની સર્જનાત્મક ચેતનાને બહાર આણવાની પ્રક્રિયા' એ વાતનું સાર્થક્ય, એ પળે અનુભવાયું. તેમના મોં પર એક પ્રકારનો અવર્ણનીય પરિતોષ છલકાઈ રહ્યો.
WWW.jainelibrary.org
Page #165
--------------------------------------------------------------------------
________________
-૧૫૬ છે
સમરું પલપલ સુવિત નામ
વખતને વિતતાં શી વાર?
પ્રયોગાત્મક અધ્યયન પણ કુમારનું જોતજોતામાં થઈ ગયું, અને દસ વર્ષના કુલ સમયગાળામાં કુમાર પુરુષોચિત બહોંતેર કળાઓમાં ઉચ્ચ ક્રમે પારંગત બની ચૂક્યો.
ઉપાધ્યાયે પોતાના પુત્ર ચંડશમાં દ્વારા આ વાત રાજાને જણાવી, એટલે રાજાએ પણ રાજ્યોતિષી પાસેથી કુમારના ગૃહપ્રવેશનો શુભ દિવસ મેળવીને ઉપાધ્યાયને જણાવ્યો.
મુહૂર્તના દિવસે જયશમાં સ્વયં કુમારને લઈને આડંબરપૂર્વક રાજ-ગૃહે જવા નીકળ્યા. કુમાર પટ્ટહસ્તી પર છલાંગ મારીને આપમેળે ચડી ગયો ને અંકુશ લઈને હોદ્દે બેઠો. પાછળ હાથણી પર ઉપાધ્યાય જયશમાં બિરાજ્યા. વિદ્યાર્થીવૃંદ, રાજ-રસાલો બધું યથાસ્થાને ગોઠવાયું, ને બધાં વાજતે ગાજતે રાજમહાલયે ચાલ્યા.
રાજકુળની સ્ત્રીઓએ કુમારને પોંખ્યો, વધાવ્યો ને આવકાર્યો. કુમાર પણ પ્રથમ રાજાજીને ને પછી માતાને પ્રણામ કરવા ગયો. ઉપાધ્યાય સહિત સર્વ વંદનો રાજાએ યથોચિત સત્કાર કર્યો ને સૌને વિસર્જન કર્યા. તે પછી રાજા કુમારને લઈને જિનાલયે ગયા ને ત્યાં જિનપૂજા, ચૈત્યવંદના વગેરે ધર્મકરણી કરી. તે પછી ભોજનવિધિ આટોપ્યો. અને છેલ્લે સ્નેહમિલનમાં સૌની સાથે ગોષ્ઠી થયા બાદ રાજાએ કુમારને તેના આવાસે જવાની રજા આપી.
સાંયકાળે રાજાએ સેવકોને આજ્ઞા કરી કે કુમારનું અધ્યયનકર્મ નિર્વિદને પરિપૂર્ણ થયું તે નિમિત્તે નગરનાં તમામ જિનાલયોમાં કાલે ઉત્તમ પ્રકારની પૂજા તથા આંગી રચાવજો. સેવકોએ પ્રભાતે તેનો અમલ કર્યા પછી રાજા તથા કુમારે સઘળાં જિનાલયોને ભાવપૂર્વક જુહાય.
રાજાએ જોયું કે કુમારમાં ભણતર પછી માત્ર શારીરિક જ નહિ, પણ આંતરિક વિકાસ પણ અદૂભૂત થયો છે. તેનામાં શસ્ત્રનિપુણતા, બળ-પરાક્રમ અને તેની સાથે અનિવાર્યપણે હોવી જોઈતી ચપળતા તો પાંગર્યા જ હતાં, પરંતુ તે સાથે જ, ઠાવકાઈ, ઠરેલપણું, વિવેક,
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૧૫૭
વિનય, ઉચિત આચરણ, મર્યાદા, પરગજુ વૃત્તિ અને ભલાઈ જેવાં, એક શાસકમાં અવશ્ય હોવાં ઘટે તેવાં તત્ત્વો પણ સોળે કળાએ વિકસી ગયાં હતાં. આને કારણે તેની લોકપ્રિયતાનો આંક પણ ઘણો ઊંચો જવા લાગ્યો હતો.
જે લોકો રાજા પાસે વાજબી કારણે પણ આવતાં કે વાત કરતાં પણ ડરતાં, તે લોકો કુમાર પાસે ગમે ત્યારે બેધડક આવી શકતા અને પોતાની વાત રજૂ કરી શકતા. કુમાર પણ તેમને મળતો, સાંભળતો, અને યોગ્યાયોગ્યતાને આધીન તેનો ઉકેલ પણ આણી આપતો; જરૂર પડે તો તે રાજાજીની પાસે પણ યોગ્ય ઉકેલ કરાવી આપતો. લતઃ કુમાર પ્રત્યે પ્રજાજનોનો આદર અને શ્રદ્ધા વધતાં જ ગયાં, વધતાં જ ગયાં.
આ બધી જ બાબતો રાજાના લક્ષ્યમાં આવવા માંડી; અને જેમ જેમ તેના ધ્યાન ૫૨ કુમા૨ની વિશેષતાઓ આવવા માંડી, તેમ તેમ તેમના ચિત્તમાં છાની છાની પણ અપાર સુખાનુભૂતિ પણ થવા માંડી.
યોગ્ય અવસરે તેમણે કુમારનો યુવરાજપદે અભિષેક કર્યો, અને કુળક્રમ પ્રમાણે યુવરાજના ભોગવટા માટે અપાતો પ્રદેશ પણ કુમારને સુપ્રત કર્યો. કુમારે પોતે પિતાના સાંનિધ્યમાં જ રહેવાનું પસંદ કર્યું, અને મંત્રીશ્વરના પુત્ર મતિવર્ધનને પોતાન વહીવટદાર પ્રતિનિધિ તરીકે તે પ્રદેશમાં નીમી દીધો.
શ્રીવર્ગ કુમાર. રૂપ રૂપનો અંબાર.
એમાં હવે થયો યૌવનનો અવતાર.
પછી શું બાકી રહે?
પરંતુ કુમાર પાસે એક અદ્ભુત ચીજ હતી. સદાચાર. સદાચારની સુરભિથી મહેકતા હૈયાનો સ્વામી કુમાર શ્રીવર્મ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮ છે
સમરું પલપલ સુવ્રત નામ
દુરાચાર કે કામવિકારના મલિન ઓછાયાથી તદ્દન અસ્પષ્ટ જ હતો.
અને શાસક જ્યારે સદાચારી હોય અથવા દુરાચારથી દૂર હોય, ત્યારે તેની ગુણગરિમા તેમજ લોકપ્રીતિનો ઠાઠ કાંઈક અનેરો જ હોય છે. કમારની સ્થિતિ આવી જ હતી. અલબત્ત, કુમારની હાલત તો કસ્તુરી મૃગ જેવી હતી. પોતાની વિશિષ્ટતાઓની તેને પોતાને ખાસ ખબર કે સરત ન રહેતી. અને કોઈક તેની વિશેષતા વર્ણવે કે તેનાં ગુણગાન કરે, ત્યારે તેને ભારે નવાઈ ઉપજતી. તેને તો એમ જ થતું કે હજી મારામાં આ ખામી છે, આટલી ખોટ છે; માટે હજી વધુ સજ્જ થવું જોઈએ, વધુ શીખવું જોઈએ. - કુમારને ખુદને ભલે આવું થાય. ખરેખર તો આવું થાય તેમાં જ તેનો મહિમા પણ હતો. પરંતુ રાજા કુમારની પાત્રતા અને ક્ષમતાને શી રીતે ઉવેખી શકે? અત્યારે રાજવહીવટમાં કુમાર ભલે પોતાનો સહાયક બન્યો હતો, પરંતુ કાલે તેને જ રાજ્યધુરા સંભાળવાની છે, અને જેમ બને તેમ વહેલાં આવા તેજસ્વી કુમારને રાજ્યારૂઢ કરવો જોઈએ, એવી રાજાના મનમાં પાકી ગણતરી હતી.
તો કુમારની સોળે કળાએ ખીલી ઊઠેલી યુવાની પણ હવે રાજાની ચિંતાનો વિષય બનવા માંડી હતી. તેમને થતું કે આવા રૂડા કુમાર માટે તેને અનુરૂપ કન્યા ક્યાંથી ને કેવી રીતે મેળવીશું?
એકલા રાજા જ નહીં, રાણી પણ આ ચિંતામાં સહભાગી હતાં.
એમાં એક દિવસ એક નવતર વાત બની.
બન્યું એવું કે રાજાજી દરબાર ભરીને બેઠા હતા, ને બે લઘરવઘર લાગતાં ને ચીંથરેહાલ દેદાર ધરાવતા મનુષ્યો તેમની સમક્ષ આવી લાગ્યા. ફાટેલાં કપડાં, મેલાં દેદાર, ને થાકથી અશક્ત થઈ ગયેલી કાયા ધરાવતા એ બે જણે રાજાજીની અનુમતિ મેળવીને પોતાના આવવાનું કારણ વર્ણવતી વાત આ પ્રમાણે માંડી.
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
૧૫૯
વાસવપુર નગર. વાસવદત્ત નામે રાજા ત્યાં રાજ કરે છે. વાસવશ્રી તેમની રાણી ને વસંતશ્રી તેમની કન્યા.
રૂપનો કટકો અને ગુણોનો ભંડાર તે કન્યા સ્ત્રી-ઉચિત ચોસઠે કળામાં પારંગત.
આવી કન્યાને ક્યાં વરાવવી? - એ તેના પિતાને મૂંઝવતો મોટો પ્રશ્ન. તેમણે તેના માટે સ્વયંવર યોજવાનું મનોમન નક્કી કર્યું.
કમારી વસંતશ્રીનો એક નિયમ : તે પ્રતિદિન ઉદ્યાનમાં જાય અને કામદેવની વિધિવત્ પૂજા કરે. દર વર્ષે વસંત ઋતુમાં તે કામદેવની ભક્તિરૂપે અષ્ટાનિકા મહોત્સવ પણ કરાવે. તેને કામદેવ પર અપાર શ્રદ્ધા હતી કે તેની પૂજા-ભક્તિના પ્રતાપે મને મારે અનુરૂપ વર અવશ્ય મળશે.
એકવાર, આવા જ એક ઉત્સવ પ્રસંગે દેતપુર નગરના એક રાજસેવકે કુમારીને નિહાળી લીધી. તેણે પોતાને નગર જઈ ત્યાં રાજ્ય કરતા રાજવી મહાબળના રાજકુમાર સુદર્શનને વાત કરી કે રાજકન્યા ઘણી હશે, પણ વસંતશ્રીથી હેઠ. તમે તેની સાથે પરણો તો જ ખરા કહું. બધું મળે, આવું કન્યારત્ન કદી ને ક્યાંય નહિ
મળે.
સુદર્શન જરા ઉદ્ધત ને ઉછાંછળો રાજકુમાર હતો. અવિચારી ને ઉતાવળાં કાર્યો કરવા માટે તે પ્રજામાં જાણીતો હતો, ને તેથી અપ્રિય પણ. તેણે વસંતશ્રીનું રૂપવર્ણન સાંભળીને ગાંઠ વાળી કે ગમે તે ભોગે પણ વસંતશ્રીને જ પરણું.
વાત તેના મિત્રો દ્વારા તેના પિતા પાસે પહોંચી. તેમણે તત્કાળ વાસવદત્ત રાજા પાસે કન્યા માટે માગું મોકલ્યું. વાસવદત્તે જવાબ વાળ્યો કે મારો મનોરથ કન્યા માટે સ્વયંવર રચવાનો છે. તે પ્રસંગે આમંત્રણ મોકલીશ. તેમાં કન્યા જેને વરે તે જ તેનો પતિ હશે. માટે આજે હું હા ન પાડી શકું. વાત ત્યાં ઊભી રહી.
આ તરફ, વસંતોત્સવ દરમ્યાન એક વખત કામદેવની પૂજા [ કરી લીધા પછી કુમારી વસંતશ્રી ઉપવનમાં નિરાંતે બેઠી બેઠી
Page #169
--------------------------------------------------------------------------
________________
-૧૬૦
સમરું પલપલ સુરત નામ
દેશાવરના વ્યાપારીઓ તથા ભાટ-ચારણોના મુખે દેશ-દેશની ચિત્રવિચિત્ર વાતો સાંભળતી હતી, ત્યારે તેની સમક્ષ કોઈએ શ્રીવર્મકુમારના રૂપ અને ગુણોનું વર્ણન કર્યું. એ વર્ણન સાંભળતાં જ કુમારીના ચિત્તમાં કુમાર પ્રત્યે અકથ્ય આકર્ષણ જાગી ઊઠ્ય, અને તેને થવા માંડ્યું કે મારા માટે અનુરૂપ વર જો કોઈ હોય તો તે શ્રીવર્ગ જ હોય, બીજું કોઈ જ નહિ. તેને લાગ્યું કે કામદેવની આટલો વખત કરેલી પૂજા આજે ફળી.
તેણે પોતાની આપ્ત સખી વનશ્રીને આ વાત કરી. એની સલાહથી એક ઉત્તમ ચિત્રકારને ચંદ્રપુર મોકલીને કુમારશ્રીનું ચિત્ર પણ આલેખી મંગાવ્યું. તે જોતાં જ તે અત્યંત અભિભૂત થઈ ગઈ. તેણે ગાંઠ વાળી કે પરણું તો આ કુમાર સાથે જ.
તેનો આ નિર્ધાર તેની સખીને ઉતાવળો અને એકતરફી લાગ્યો. જરા ચિંતા સાથે તેણે તેને પૂછ્યું : પણ બહેન! તે કુમાર કે તેના પિતા તરફથી માગું ન આવે તોય તું તેને પરણીશ? એ કેવી રીતે શક્ય બનશે?
વસંતશ્રી પાસે તેનો ઉકેલ તૈયાર જ હતો. તેણે કહ્યું : હું સ્વયં તેને વરવા માટે અહીંથી ત્યાં જઈશ, તેને વીનવીશ ને તેની સાથે પરણીશ.
વનશ્રી કહે : તો એક કામ કર, તારું ચિત્ર આલેખીને તેના પર મોકલ. મને ખાતરી છે કે તારું ચિત્ર જોશે તો તે તારું માથું મોકલશે જ. બાકી સીધા ત્યાં જવામાં મજા નહિ આવે. કેમકે આપણે ત્યાં પહોંચ્યાં, ને પછી તે આપણો સ્વીકાર ન કરે તો કેવું નીચાજોણું થાય? પિતાજીની ને તારી કેટલી અપકીર્તિ થાય? માટે મને તો મેં કહ્યું તેમ વર્તવાનું વધુ વ્યવહારુ લાગે છે.
તો વસંતશ્રીએ તેની વાત જ કાપી નાખી : પણ બહેન, તારા મનમાં ઊગે છે તેવી શંકા મારા મનમાં આવતી જ નથી તેનું શું? મારું હૃદય આ ક્ષણે જ એવી પ્રતીતિ અનુભવે છે કે આ ભવમાં તે કુમાર જ મારો પતિ છે, અને તે મારો સ્વીકાર કરશે જ; ઈન્કાર |
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૧૬૧
કદી નહિ કરે. આવી દૃઢ ને સ્પષ્ટ પ્રતીતિ હોય પછી ચિત્ર મોકલવાની ને માગું કરાવવાની શી જરૂર છે?
વનશ્રી તેની વાતમાં સંમત થતાં જ તેણે તેના દ્વારા જ તેની વાત પોતાના માતા-પિતાને પહોંચાડી.
આ વાત આવતાં જ પિતા વાસવદત્તે તેને બોલાવી, ને સમજાવી કે હું તારો સ્વયંવર રચાવું, ને તેમાં કુમાર શ્રીવર્મ પણ આવે તેવો પ્રબંધ કરું. તું ભલે તેને વરજે; પણ સ્વયંવરના મારા વિચારને તું સંમતિ આપે તો સારું. કદાચ તેના કરતાં ય કોઈ વધુ ગુણિયલ વ્યક્તિ મળી આવે.
વસંતશ્રીએ વિનયપૂર્વક કહ્યું : પિતાજી! આપની વાત બહુ સાચી છે. હું આપની ભાવનાનો વિરોધ ન કરું. પરંતુ મારી વાત એટલી જ છે કે જો વરની બાબતમાં મારા મનમાં લેશ પણ અવઢવ હોત તો આપની વાત વાસ્તવિક બનત; જ્યારે મેં તો ગાંઠ વાળી લીધી છે કે મારે શ્રીવર્તકુમાર સિવાય કોઈ સાથે જોડાવું જ નથી. આવા નિર્ધાર પછી આટલા બધા રાજવીઓને અહીં તેડાવવા ને સ્વયંવરનો આડંબર રચવો તે વૃથા તમાશો જ બની રહેશે. એ બધાને અહીં આવવાનો શ્રમ થશે, આપનો અનર્ગળ દ્રવ્યવ્યય થશે ને વળી પરિશ્રમ પણ પડશે. એ કરતાં મારી વાતમાં આપ સંમત થાવ એ વધુ યોગ્ય લાગે છે.
રાજા વાસવદત્ત કુંવરીનું મન સમજી ગયો, ને તેણે તેની વાત સ્વીકારી લીધી; એટલું જ નહિ, તેને ચંદ્રપુર મોકલવાની તૈયારીઓ પણ પ્રારંભી દીધી.
કન્યાને વિદાય આપવાની તૈયારીઓ મંડાઈ જાય પછી વાત છાની શેં રહે? ચરો મારફત આ વાત સુદર્શન સુધી પહોંચી. વાત સાંભળતાં જ તે ઊંચોનીચો થઈ ગયો. તેણે મારતે ઘોડે પોતાના અંગત માણસોને વાસવપુર મોકલ્યા : કોઈપણ ઉપાયે કુંવરીને ચંદ્રપુર જતી રોકવા ને પોતાની તરફ વાળવા.
તે મનુષ્યોએ વાસવપુર પહોંચતાં જ પોતાની કામગીરી આદરી
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨ કપ
સમરું પલપલ વત નામ
દીધી. સૌ પહેલાં તેમણે કુંવરીની એક પરિચારિકાને ભોળવીને તેના દ્વારા કુંવરીની અંગત સખી વનશ્રીની મુલાકાત ગોઠવી દીધી. તેમાં તેમણે વનશ્રીને સમજાવ્યું કે કુંવરી માટે સુદર્શન કેવો વલવલે છે! તું કોઈ પણ રીતે કુંવરીને સમજાવ કે સુદર્શનનું વરણ કરે અને તેની પીડા શમાવે.
વનશ્રીએ પહેલાં તો તેમને હડધૂત કર્યા, પણ પછી તેમણે બહુ કાલાવાલા કરતાં તેમની વાત કંવરી સુધી પહોંચાડવાનું સ્વીકાર્યું. તેણે વિચાર્યું કે આમાં એક પંથમાં દો કાજ સધાશે : કુંવરીનું મન પણ કળાશે અને આ લોકોને પણ રાજી રખાશે.
એ ગઈ સીધી કુંવરી પાસે. લાગ જોઈને વાત રજૂ કરી. પણ એ સાંભળતાં જ કુંવરી અકળાઈ ગઈ. કહે : બહેન! તું છો એટલે શું કરું? બીજું કોઈ હોત તો એને આ જ પળે હાંકી કાઢત! પણ તું, મારી અભિન્નહૃદયા સખી ઊઠીને આવી અકારી વાત લાવે ?
કુંવરી બા! આ વાત તમને કહેતાં મારી પણ જીભ ઉપડતી નહોતી જ. પરંતુ હું લાચાર હતી. એ લોકોએ મને શપથથી બાંધી હતી કે તારે આ વાતનો જવાબ અમને લાવી દેવો જ પડશે. તમે જ કહો, હું શું કરું?’ વનશ્રીએ સલૂકાઈથી વાત વાળી લીધી, ને પછી પૂછ્યું : હવે મારે તે લોકોને શું જવાબ આપવો? તે તો
કહો.
કુંવરીએ તીવ્ર અણગમા સાથે કહયું. : તને ઠીક પડે તે કહી દેજે.
વનશ્રી ભાગી. ગઈ પેલા માણસો પાસે, ને તેમને ઠાવકાઈથી સમજાવ્યા : કુંવરીબાને તમારી વાત મેં પહોંચાડી છે. તેમણે મારી મારફતે કહાવ્યું છે કે તમે સુદર્શનને જઈને કહેજો કે તમે તો ક્યારનાયે મારા માટે તડપો છો તે હું જાણું છું પણ માનવ-મનની અળવીતરાઈ કેવી હોય તે તો તમે સમજો જ છો. એ હિસાબે
મારું મન અત્યારે શ્રીવર્ગ તરફ અકળ ખેંચાણ અનુભવે છે. અલબત્ત, | તે મને ઓળખતા પણ નથી, એટલું જ નહિ, હું તેમની પાસે જઈશ
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
܀
૧૬૩
તો તે મારો સ્વીકાર કરશે કે કેમ તેની પણ મને જાણ નથી. મારી માતાએ તો હજી પણ મારું મન આટલે બધે દૂર જતાં રોકાય ને નજીકના તમારા જેવા કોઈ તરફ ઢળે તેવી આશાથી મને ત્યાં જવાની ઉતાવળ કરતાં અટકાવી છે. એટલે આ ગાળામાં મારું મન જો શ્રીવર્મ તરફનાં ખેંચાણમાંથી મુક્ત થશે તો હું તરત તમને જ કહેવડાવીશ.
આશાનો આછેરો પણ તંતુ આ વાતમાં ભળાતાં જ સુદર્શનના માણસો રાજીના રેડ થઈ ગયા. તેમણે વનશ્રીને લલચાવી : જો વનશ્રી! કોઈ રીતે તું કુંવરીબાને અમારા રાજકુમાર ભણી વાળી શકીશ, તો તારા કુટુંબને ન્યાલ ન્યાલ કરાવી દઈશું; સાત પેઢી સુધી તારા ત્યાં દળદર ફરકે જ નહિ તેવો પ્રબંધ થઈ જશે.
વનશ્રી હસી પડી. કહે : મારું કુટુંબ તો કુંવરીબાની મહેરથી કાયમ સુખી ને સંપન્ન જ છે, એટલે એને માટે તમારે કશી ચિંતા ક૨વાની જરૂર નથી. હા, તમારું દળદર જરૂ૨ ફીટવાનું એની મને ખાતરી છે.
માણસો પણ હસ્યા. વનશ્રી તેમની રજા લઈને પાછી ગઈ. એ માણસો પણ વનશ્રી દ્વારા મળેલા કુંવરીના જવાબમાંથી અર્થ શોધવાનો વ્યર્થ આયાસ ક્યાંય સુધી કર્યા કરતા ત્યાં જ ઊભા રહ્યા. કોઈ જ અર્થ ન જડયો ત્યારે, છેવટે કંટાળીને તેમણે દંતપુરનો માર્ગ પકડયો, પણ પોતાના ગુપ્તચરો ત્યાં ગોઠવીને જ. કુંવરીની તથા કુંવરી સંબંધી પ્રત્યેક હિલચાલ પર નજર રાખવાની ને કાંઈ પણ નવાજૂની જણાય તો તરત દંતપુર ખબર મોકલવાની પાકી સૂચના સાથે તેમણે ગુપ્તચરો ત્યાં ગોઠવી દીધા, ને પોતે સુદર્શન પાસે જવા રવાના થયા.
આ બનાવના બરાબર ત્રીજે દિવસે, રાજાએ આપેલા રસાલા સાથે વસંતશ્રીએ ચંદ્રપુર જવા માટે પ્રયાણ કર્યું.
સુદર્શનના ગુપ્તચરો સાબદા જ હતા. તેઓ દોડાદોડ દંતપુર ભાગ્યા, ને પેલા સેવકોને અંતિરયાળ જ આંતરી વાતથી વાકેફ
Page #173
--------------------------------------------------------------------------
________________
-૧૬૪
સમરું પલપલ સુવ્રત નામ
કરી દીધા. એ સાથે જ પેલા મનુષ્યો દોડ્યા, ને સુદર્શનને યથાતથ વાત કરી.
સુદર્શને ત્વરિત નિર્ણય લીધો. પોતાના ચતુરંગ સૈન્ય સાથે તે પણ દંતપુરથી નીકળી પડ્યો. તે ઉદ્ધત તો હતો જ; તેને તેના પિતાની કે આબરુની કશી જ પરવા નહોતી; પણ હવે તો તે રાગાંધ પણ બની ચુક્યો હતો. તેણે નક્કી કર્યું કે કુંવરી તેના પિતાના રાજ્યનો સીમાડો ઓળંગે કે ત્યાં જ તેને આંતરવી, ને આગળ વધવા ન દેવી. સીધી રીતે માને તો ઠીક, અન્યથા બળજબરીથી પણ હવે તેને વશ કર્યે જ જંપીશ.
તેણે ઝડપ કરી. દંતપુરના સીમાડા વહેલાસર વટાવીને કુંવરીને જવાના માર્ગમાં આગળ, કુંવરીને ઝટ ખ્યાલ ન આવે તે રીતે પડાવ નાખીને બેઠો.
કુંવરીને કે કોઈને પણ આવું કાંઈ બને તેની કલ્પના પણ ક્યાંથી આવે? કુંવરીનો રસાલો તો રાજાજીએ નક્કી કરી આપ્યા મુજબ ધીમે ધીમે આગળ વધતો હતો. વાસવપુરના સીમાડા વટાવીને તે શૂરપાલ નામે રાજાના પ્રદેશમાં પ્રવેશ્યો. અને એક સંધ્યાએ તેણે તે રાજ્યના ગુલખેપુર નામે નગરના બાહરી ભાગમાં વર્તતા વજાયુધા દેવીના ચૈત્યના પરિસરરૂપ ઉદ્યાનમાં પડાવ નાખ્યો. - ત્યાં પહોંચતા જ કુંવરીને કાને સુદર્શન ત્યાંથી બે ગાઉ દૂર જ પડાવ નાખીને બેઠો હોવાની વાત આવી. તે મનોમન થથરી ગઈ. તેને થયું કે નક્કી, આ વિચિત્ર રાજકુમાર હવે હેરાન કરવાનો.
તેણે તત્પણ રસાલામાં સાથે આવેલા અનુભવી વડીલોને ભેગા કર્યા. મંત્રણા કરી. અને પોતાના બે જાસૂસોને સુદર્શનની પ્રવૃત્તિ જાણવા રવાના કર્યા.
ઢળતી સાંજે જાસૂસો પાછા ફર્યા ને કુંવરીને હેવાલ આપ્યો. હેવાલ એવો હતો કે સુદર્શને ગુલખેડપુરના દંડનાયક દૂષલને કહેવડાવ્યું હતું કે રાજા વાસવદત્તે પહેલાં પોતાની વસંતશ્રી નામે કન્યા મારી સાથે વરાવવાનું સ્વીકાર્યું હતું, પણ હવે એ કન્યા
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૧૬૫
આપમતિથી ચંદ્રપુરના શ્રીવર્મકુમારને વરવા નીકળી છે. એ કુંવરી હાલમાં તમારા પ્રદેશમાં પોતાના રસાલા સાથે આવી છે, ને હું તેની પાછળ પાછળ આવ્યો છું. હું હવે બળજબરીથી તેને લઈ જવા માગું છું.
આ વાત તમને આગમચ એટલે જણાવું છું કે તમે અજાણતાં પણ તેનો પક્ષ ન કરો અને અમારો વિરોધ ન કરો. જો તમે આમાંનું એક પણ કરશો તો શૂરપાળ રાજા ને અમારો પરાપૂર્વથી જે સંબંધ ચાલ્યો આવે છે, તેમાં ભંગ પડશે ને તે માટે તમે જવાબદાર ગણાશો.
દૂષલ દંડનાયકે આના જવાબમાં સુદર્શનને કહેવડાવ્યું કે અમે અમારા પંચકુલો સાથે આ મુદ્દે જરા વિચારવિમર્શ કરીને પછી તમને આનો અધિકૃત ઉત્તર પાઠવીશું; પણ દરમ્યાનમાં, અમારા તરફથી ઉત્તર ન મળે ત્યાં સુધી, તમારે વસંતશ્રીના રસાલા ઉપર કોઈ પણ રીતનો હુમલો કરવો નહિ; આ અમારી કડક સૂચના છે.
આ પછી સુદર્શન તરફથી વળતો જવાબ શો ગયો, તેની અમને ખબર પડી નહિ; હેવાલ પૂરો કરતાં જાસૂસોએ ઉમેર્યું.
ભય-વિહ્વળ બનેલી કુંવરી માટે દૂષલ દંડનાયકનું વલણ ભારે આશ્વાસનરૂપ બની રહ્યું. તે સમજી ગઈ કે હવે હાલ તુરત તો મારા પરનું જોખમ દૂર ઠેલાયું છે. પણ હવે મારે ત્વરિત પગલાં તો લેવાં જ રહ્યાં.
તેણે વૃદ્ધો સાથે મંત્રણા કરી ને પોતાના વિશ્વાસુ સેવકોને દૂષલ પાસે મોકલી આપ્યા. તેમણે ત્યાં જઈને સુદર્શન અંગેની વાસ્તવિક વાતો રજૂ કરી, ને દૂષલની સહાય તથા સલાહ માગી. - દૂષલે કુંવરીને કહાવ્યું : સુદર્શનને અમે જણાવી દીધું છે કે આ આખો વૃત્તાંત અમે શૂરપાળ રાજાને જણાવ્યો છે. તેમનો આદેશ મળશે તે પ્રમાણે અમારું વલણ હશે. પણ ત્યાં સુધી તમારે વસંતશ્રી સામે નજર પણ કરવી નહિ.
આની સામે સુદર્શને અમને જણાવ્યું છે કે શૂરપાળ રાજાનો આદેશ આવે નહિ ત્યાં સુધી વસંતશ્રી તમારી સરહદ છોડીને નીકળી
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૬ કે
સમરું પલપલ સવત નામ
ન જાય તે તમારે જોવાનું છે. સુદર્શનની આ વાત અમે સ્વીકારી છે. આમાં તમને પણ મોટો લાભ એ છે કે જો તમે આટલામાં જ રહેશો તો અમારી બીકથી પણ સુદર્શન તમને આંગળી નહિ અડાડે. જો તમે નીકળી જવાની હઠ રાખશો તો આ નિરંકુશ માણસ તમને કનડ્યા વિના નહિ રહે. માટે તમે હમણાં અહીં જ શાંતિથી રોકાઈ જજો.
કુંવરીના હૈયે આથી અપાર શાતા વળી. એક બાજુ આવનારી આફત દૂર ઠેલાતી જણાઈ, તો સાથે સાથે દૂષલ દંડનાયકનું વલણ પણ અનુકૂળ વયું.
પણ આટલાથી સંતોષ અનુભવીને બેસી રહેવાય તેમ તો નહોતું જ. કુંવરીએ પોતાના વિશ્વાસુ અને બહાદુર સેવક શામળની આગેવાની હેઠળ અમને સાતેક અનુચરોને પત્ર લખીને તથા મૌખિક સંદેશો આપીને ચંદ્રપુર તરફ રવાના કર્યા. આપને તથા કુમાર શ્રીવર્મને અમારી વિટમણા જણાવવી અને આપની સહાય લઈને કુંવરીને હેમખેમ અહીં લઈ આવવી એવો આમાં આશય હતો.
મહારાજ! અમે શામળ સાથે અહીં આવવા નીકળ્યા તો ખરા. પણ થોડેક દૂર ગયા ને અમારી નજરે એક દૃશ્ય પડ્યું. એક મોટા વૃક્ષ તળે એક શસ્ત્રસજ્જ ઘોડેસવાર મનુષ્યને અમે ઊભેલો જોયો. તેની સાથે બીજા પણ થોડાક સશસ્ત્ર સાથીઓ હતા.
શામળને જરા નવાઈ ઉપજી, ને શંકા પણ. તેણે જરા વેગળા રહીને એક સાથીદાર દ્વારા ભાળ મેળવી કે એ બધા સુદર્શનના માણસો હતા, ને વજાયુધા દેવીના દર્શનાર્થે નીકળ્યા હતા. ઘોડેસવારનું નામ માધવરાય હતું. શામળ ચેતી ગયો કે કુંવરીની જાસૂસી અને ચોકી થઈ રહી છે.
તેણે અમને બધાને સાવધ રહેવા તાકીદ કરી, ને સામાન્ય વટેમાર્ગની મુદ્રામાં અમે બધા ચાલવા માંડ્યા. અમે છ જણા પગપાળા હતા, માત્ર શામળ પાસે ઘોડો હતો. પેલાઓમાંના એકે અમને પૂછયું પણ ખરું : કોણ છો? ક્યાંના છો? ક્યાં જવાના
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
અ ૧૬૭.
વગેરે. પણ અમે તેને આમતેમ જવાબો આપીને ટાળી દીધો.
તે રાત્રે અમે ત્રણ યોજન દૂર એક ગામમાં વિસામો લેવા રોકાણ કર્યું. થોડીવારમાં ત્રણ અજાણ્યા શસ્ત્રધારી મુસાફરો ત્યાં આવી ચડ્યા. અમે નિઃશંક હતા, એટલે આવનાર મુસાફરો સાથે હળી ગયા. ગળતી રાત્રે અમે બધા નિદ્રાધીન થઈ ગયા.
સવાર પડતાં પ્રવાસ શરૂ કર્યો. તે ત્રણ પણ અમારી સાથે થયા. પંથ છ જોજનનો હતો, ને પગપાળા કાપવાનો હતો, એટલે સ્વાભાવિક રીતે જ અમારો એક આદમી થાકને કારણે જરા ધીમો - પાછળ પડી ગયો. પેલા ત્રણે એકાંત જોઈને તેને ફોસલાવ્યો, ને અમે કોણ છીએ ને ક્યાં જવા નીકળ્યા છીએ તે વાત કઢાવી લીધી.
સાંજે અમે નિર્ધારિત મુકામ પર પહોંચ્યા, તો તે ત્રણે જણ ગાયબ! ક્યાંય જોવા ન મળ્યા. અમે માન્યું કે તેમનો રસ્તો જુદો હશે, ને ગયા હશે.
પણ જ્યાં વહેલી સવારે અમે ચાલવાનું પાછું શરૂ કર્યું. ત્યાં જ તે ત્રણ પૈકી બે જણા અમારી સાથે થઈ ગયા ને મૂંગા મૂંગા ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં થોડી થોડી વારે તે બન્ને પાછું વળીને જોયા કરે. જરા વાર થાય ને પાછળ દેખે. વળી થોડો સમય જાય ને પાછળ જુએ. આમ ને આમ ભળભાંખળું થયું ને અમારા પેલા સાથીએ એ બેને ઓળખી પાડ્યા કે આ તો પેલા કાલવાળા! એણે એમની ચેષ્ટા અંધારામાં તો જોયેલી જ, પછી અજવાસમાં પણ એ ચેખા જોયા કરી, એટલે એના મનમાં શંકા જાગી કે નક્કી આ માણસો બરાબર નથી. એટલે એ પણ શંકાની નજરે તેમને તાકતો રહ્યો. પેલા બેને આનો ખ્યાલ આવી ગયો હોય કે ગમે તેમ, પણ થોડીવારમાં તે બન્ને અમારાથી અલોપ થઈ ગયા.
અમે તો પછી એમની ફિકર કર્યા વિના ચાલ્યા કર્યું. ચાલતાં ને ચાલતાં સાંજ ઢળી, સૂર્યાસ્ત થઈ ગયો, તો ય કોઈ ગામ ન આવે. એટલે અમે કંટાળ્યા. જરા ચિંતિત પણ થયા. વાતમાં કોઈ
Page #177
--------------------------------------------------------------------------
________________
-૧૬૮
સમરું પલપલ સવત નામ
–
દેખાય પણ નહિ
એકાએક અમને સામેથી અત્યંત ઝડપી ચાલે આવતા બે જણા દેખાયા. અમને જરા કળ વળી. એ બે નજીક આવતાં અમે પૂછ્યું : ભાઈ, ગામ કેટલું દૂર છે હજી?
એમણે કહ્યું : ભલાદમી! તમે બે ગામની વચ્ચે છો અત્યારે તો. એક ગામ આ રસ્તાની સીધમાં છે, તે અહીંથી બે ગાઉ દૂર છે. બીજું ગામ અહીંથી પશ્ચિમે છે; આ સામે થોડેક આઘે જે વૃક્ષોનું ઝુંડ કળાય છે ત્યાં અલ્લાવિ-ભરાડી નામની દેવી માતાનું સ્થાનક છે, ને તે પછી એક ગાઉ દૂર તે બીજું ગામ આવશે.
અમે વિચાર્યું : બે ગાઉ ચાલવા કરતાં આ વૃક્ષોવાળી દિશામાં જવું વધુ ઠીક છે. એ દેવી-મંદિરમાં કાંઈ સુવિધા હશે તો ત્યાં રાત કાઢી નાખીશું. નહિ તો પછી જરા પગ દબાવીને એક ગાઉ વધુ ચાલી નાખીશું. આમ વિચારતાં અમે ભાગ્યા. ને થોડી જ વારમાં અલ્લાવિના થાનકવાળા વનખંડમાં આવી પહોંચ્યા.
એક તો વેરાન વગડો. એમાં સહજ ઘન-શ્યામ અંધારું. વળી ગાઢી ઝાડી. પોતાનો હાથ પણ પોતાને ન સૂઝે એવી હાલત. આવામાં હવે શું કરવું.” એવી વિમાસણમાં અમે ઊભા હતા; શામળની સૂચનાથી અમે બે જણા ત્યાં ક્યાંક પાણી હોય તો તેની શોધમાં ફાંફાં મારતાં મારતાં એક કૂવો જડી આવતાં ત્યાં પાણી કાઢવાની વેતરણ કરતા હતા, ત્યાં તો અચાનક જ ચારે બાજુથી “મારો મારો મારોનું ભયંકર બૂમરાણ મચી ઊઠ્યું, ને અમારી ઉપર બાણ વરસવા લાગ્યાં. હજી અમે કાંઈ સમજીએ – વિચારીએ ત્યાં તો ખુલ્લી તલવારે ઘણા બધા મનુષ્યો અમારા પર તૂટી પડ્યા. - શામળ પણ તરત જ સાબદો થઈ ગયો. ઘોડા પરથી નીચે ઊતરી ગયો અને ભારે ઝનૂનપૂર્વક તે લોકોની સાથે લડવામાં મચી પડ્યો. તેની સાથે અમારા બીજા પાંચ સાથીઓ પણ લડવા ધસી ગયા. ૬
પણ મહારાજ! અજાણ્યું સ્થળ, અંધારી રાત, થાકથી ચૂરો થયેલી
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૧૬૯
કાયા, ને સામે ઘણા બધા દુમનો; આમાં અમે કેટલી ઝીંક ઝીલી શકીએ? શામળ સહિત અમારા છયે સાથીઓ આ લડાઈમાં કામ આવી ગયા. અલબત, શામળે પણ તેમના ત્રણ જણાને ઢાળી તો દીધા જ, ને અમારા સાથીઓએ બીજા કેટલાકને ઘાયલ પણ કરી મૂક્યા હતા.
આ ઘમસાણ દરમ્યાન અમે બે તો પેલા કૂવા પાસે જ લપાઈને ઊભા રહી ગયા. અમે વિચારી લીધું કે આપણે ટૂંકા જણ છીએ, ને આટલા બધા દુશમનો સામે જીતીએ કે બચીએ તે શક્ય નથી દીસતું. હવે જો શામળ ને બીજા તમામ જો ખપી જાય, તો કુંવરીનો સંદેશો ચંદ્રપુર કોણ પહોંચાડશે? કુંવરી તો એમ જ માનતાં હશે કે અમે બધા હેમખેમ ચંદ્રપુર તરફ ગયા છીએ. એ અમારા પાછા ફરવાની રાહ પણ જોશે, ને કોઈ વખત સુદર્શન કુંવરીને અમારા નામે છેતરી પણ શકે. તો કેટલી હાનિ થશે? એટલે આપણે હમણાં લડવા નથી જવું ને પ્રગટ પણ નથી થવું. ક્યાંક સંતાઈ જઈએ એમાં જ લાભ છે.
આમ વિચારી અમે લપાતાછૂપાતા પાછલા પગે સરકવા માંડ્યા. એમાં અચાનક કાંઈક પાંદડાનો ખખડાટ અમારાથી થઈ ગયો. તેથી પેલા લોકો ચેતી ગયા ને અમારી તરફ દોડ્યા. દૂરથી ભાલા ફેંક્યા ને બાણ પણ માર્યા. અમને એ વાગ્યાં ને ઘાયલ પણ કર્યા જ. પરંતુ અમે બહુ જ સિફતથી એમની નજર ચૂકવી શક્યા. ને અમે એક ઊંડો ખાડો શોધી કાઢી તેમાં જાતને સંકોચીને લપાઈ ગયા.
ત્યાં રહ્યા રહ્યા અમને પેલાઓના હાકલા-પડકારા હજી સંભળાતા હતા. કોઈ બોલતું હતું : અરે, આ માણસોનાં કપડાં ફંફોસી લો. ક્યાંક ને ક્યાંક કુંવરીનો આપેલો લેખ હશે જ; તે શોધીને લઈ લો. બીજો બધો સામાન પણ વીણી વીણીને લઈ લેજો; કામ લાગશે.
બીજી તરફ, અમે પણ ઘાયલ તો થયેલા જ. વેદનાનો કણસાટ પણ દબાવીને માંડ માંડ બેઠા હતા. એમાં ને એમાં અમે જરાવાર
Page #179
--------------------------------------------------------------------------
________________
– ૧૭૦ જ
સમરું પલપલ સુવ્રત નામ
–
નિદ્રાધીન થઈ ગયા; કદાચ થોડુંક ભાન પણ ઓછું થયું હશે.
સવાર પડી. અજવાળું વધ્યું. અમે પણ જાગ્યા. ધીમે રહીને, સાવધાની વરતતા અમે ખાડામાંથી બહાર આવ્યા. કોઈ જ મનુષ્યની હાજરી ત્યાં ન હોવાની ખાતરી થતાં જ અમે બન્ને તે પરિસરમાં ફરી વળ્યા. અમારા છ ને શત્રુના ત્રણ – એમ નવ મૃતકો ત્યાં અસ્તવ્યસ્ત હાલતમાં પડેલાં.
અમને કંપારી છૂટી ગઈ. અમે ત્યાંથી અલ્લાવિ દેવીના મંદિરમાં ગયા, તો ત્યાં પાણીનો ભરેલો ઘડો જોયો. અમે તે પાણી વડે અમારા ઘા સાફ કર્યા ને પાટાપીંડી કર્યા. હાથ-મોં ધોઈ સ્વચ્છ થયા. તૃષા છિપાવી. એટલીવારમાં જ તે સ્થાનકનો પૂજારી ને તેની પત્ની ત્યાં આવી ગયાં.
અમે તેમની સલાહ માગી કે આ બધાં મૃતકોનો અગ્નિસંસ્કાર અહીં જ કરવો હોય તો કેવી રીતે થઈ શકે?
પૂજારીએ કહ્યું : નજીકના જંગલમાં લાકડાં કાપવા માટે અહીં રોજ ઘણા બધા કાંગલા આવે છે. તેમને કિંમત આપીએ તો લાકડાં આપે, ને તો આ કામ પતી શકે. *
અમે તેની જ મારફતે લાકડાં મેળવી લીધાં ને તેની કિંમત પેટે મૃતકોનાં પહેરેલાં કપડાં તે કાંગલાને આપી દીધાં, ને મૃતકોનો અગ્નિદાહ કર્યો.
ત્યારબાદ ત્યાંથી ધીરે ધીરે ચાલતાં અમે વેસણવલ્લી ગામે આવી એક લુહારને ઘરે રહ્યા. કાંઈક વળતર ચૂકવી તેના ઘેર ભોજન પામ્યા. બીજે જ દિવસે, એક સાર્થવાહ, વ્યાપાર અર્થે ચંદ્રપુર ભણી જતો હશે તે, ત્યાં આવ્યો.
અમારાથી ચાલીને તો ચંદ્રપુર સુધી પહોંચી શકાય તેમ હતું જ નહિ. એટલે તેની સાથે ભાડું ઠરાવીને તેના એક બળદગાડામાં અમે બેઠા, અને બરાબર દશ દિવસે અહીં આવી પહોંચ્યા છીએ. ભોજનના અને ગાડાના ભાડા પેટે આપી શકાય એવું કાંઈ જ અમારી પાસે બચ્યું નહોતું. એટલે અમે અમારાં પહેરેલાં સારાં વસ્ત્રો તે
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
જ ૧૭૧
પેટે આપી દીધાં. ને આ ભીખારી જ પહેરે તેવાં દળદરી કપડાં ક્યાંકથી મેળવી લીધાં.
મહારાજ નરપુંગવ દેવ! કુમાર શ્રીવર્ય દેવ! આ અમારી કથની છે. જે જેવી બની તેવી આપની સમક્ષ નિવેદન કરી દીધી છે. અમારાં કુંવરીએ આપને તેમની વહારે ધાવા વિનંતિ કરી છે, તે પણ અમે આ કથની દરમ્યાન આપને હ્યું છે. હવે આમાં શું કરવું તે આપે જોવાનું છે.
અમે તો એટલું જ ઉમેરીશું કે જો આપના તરફથી શીધ્રપણે સદર્શનનો પ્રતીકાર કરવામાં નહિ આવે, તો થોડા જ વખતમાં તેના રંજાડથી ત્રાસેલી કુંવરીબાએ આત્મહત્યા કરી તેવું આપણે સાંભળવાનો વારો આવશે.
કેમ કે અમારી ધારણા મુજબ, શામળ ઉપર આક્રમણ કરનાર સુદર્શનનો સુભટ માધવરાય જ હતો. અને તે જ સાચું હોય તો હવે જેટલો વિલંબ થાય, તેટલું કુંવરીબા ઉપર જોખમ વધતું જ જાય છે. માટે મહારાજ! આપ વિના વિલંબે પગલાં લો તેવી અમારી કાકલૂદીભરી અરજી છે.
આટલું કહીને તે બન્ને આગંતુકો મૌન થઈ ગયા.
વસંતશ્રીના બન્ને સેવકોના મુખે થયેલું દિલધડક વર્ણન સાંભળીને રાજા નરપુંગવની આખી રાજસભા દિમૂઢ બની ગઈ હતી. ખુદ રાજા પણ આશ્ચર્યચકિત બન્યા હતા. સભામાં બેઠેલા યોદ્ધાઓનાં દિલમાં તો રાજકુમારીની મદદે જવાની તીવ્ર ચટપટી થવા લાગી, પણ રાજા જ્યાં સુધી કોઈ નિર્ણય ન લે કે નિર્દેશ ન આપે, ત્યાં સુધી ઉતાવળ કરવાનો અર્થ ન હતો. બધાની આંખો હવે રાજાજી સામે મંડાઈ ગઈ.
રાજા નરપુંગવે તે બન્ને આગંતુકોની વાતને ગંભીરતાથી લીધી, ને તેમને પડેલી હાડમારી પરત્વે સહાનુભૂતિ પણ પ્રગટ કરી. તેમણે
Page #181
--------------------------------------------------------------------------
________________
--૧૭૨
સમરું પલપલ સુત નામ
પોતાના પ્રતિહારોને સૂચવ્યું કે હાલ તુરત તો તમે આ બન્નેને આરામગૃહમાં લઈ જાવ, ને તેમને યથોચિત સ્નાન-ભોજન આદિ કરાવો. હું પછી તેમને બોલાવીશ.
આગંતુકોને પણ તેમણે આશ્વાસન આપ્યું કે તમે થાક ઊતારો, હું બધું બરાબર કરી દઈશ; ચિંતા ન કરશો.
બન્ને આગંતુકો રાજસેવક સાથે રવાના થયા, એ સાથે જ રાજાએ પોતાના સાંધિવિગ્રહિક સંધીરણ સાથે સલાહ-મસલત શરૂ કરી. રાજાએ તેને બે વાત પૂછી : શૂરપાલ રાજાના દેશ તરફ ગયેલા તારા ગુપ્તચરો તરફથી આ મુદ્દા અંગે કાંઈ વાવડ મળ્યા છે કે કેમ? અને આ બેની વાતમાં તને શું લાગે છે? તથ્ય લાગે છે? કે પછી કાંઈ ચરિતર છે?
સંધીરણે કહ્યું : દેવ! કોઈક ગુપ્તચર કાં તો આજે જ આવે તેવી મારી ગણતરી તો છે. હું પણ તેની પ્રતીક્ષામાં જ છું. અને આ માણસોએ જે વૃત્તાંત વર્ણવ્યો તેમાં મને તો પૂરી સચ્ચાઈ વરતાઈ છે. છતાં આપ આપના મંત્રીશ્વરને તથા બીજાઓને પૂછો તો વધુ જાણકારી મળે.
રાજાએ મંત્રીઓ તથા અન્ય સભાસદોનો અભિપ્રાય પૂછતાં સૌએ સંધીરણના મતમાં જ સૂર પૂરાવ્યો કે આ વાતમાં કાંઈ તરકટ જેવું લાગતું નથી.
દરમિયાનમાં જ પ્રતિહાર આવ્યો ને નિવેદન કર્યું કે વામનસ્વામી સાથે ગયેલા સેવકો પૈકી બે મનુષ્યો દરવાજે આવી ઊભા છે, ને મહારાજના દર્શન માટે અનુજ્ઞા માગે છે.
રાજા : ઝટ મોકલ.
પ્રતિહાર તરત જ તેમને લઈ આવ્યો. પ્રણામ વગેરે ઉચિત ઉપચારો પત્યા કે રાજાએ તેમને પોતાની વાત રજૂ કરવા ઈશારો કર્યો. તેમણે વાત શરૂ કરી :
દેવ! આપના આદેશ અનુસાર અમે રાજા શૂરપાલને ત્યાં ગયા, અને આપનું કામ તેમને જણાવ્યું, તો તેઓ રાજી થયા, ને અમારો
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૧૭૩
યોગ્ય સત્કાર પણ કર્યો. થોડા દિવસમાં જ કામ પતી જતાં અમે શૂરપાલ રાજાની રજા લેવા રાજસભામાં ગયા. ત્યાં રાજ-કારોબાર ચાલુ હતો એટલે અમારો વારો આવે તેની રાહ જોતાં અમે બેઠા.
ત્યાં તો તે જ વખતે દૂષલ દંડનાયકના મોકલેલા સેવકો ત્યાં આવ્યા અને તેનો તાકીદનો સંદેશો રાજાના હાથમાં આપ્યો. રાજાએ પોતાના રાજ-લેખકને તે સોંપ્યો ને વાંચી સંભળાવવા ફરમાવ્યું. તેણે તે મોટેથી વાંચવા માંડ્યો. તેમાં લખેલું કે – “વાસવદત્ત રાજાની કન્યા વસંતશ્રી આપણા દેશમાં આવીને વજાયુધા દેવીના મંદિરના પરિસરમાં રોકાઈ છે. તે ચંદ્રપુરના રાજકુમાર શ્રીવર્ગને વરવા માટે જઈ રહી છે. બીજી બાજુ, દેતપુરના રાજા મહાબળનો પુત્ર સુદર્શન મોટી સેના સાથે તે રાજકન્યાની પાછળ પડ્યો છે, ને હઠાત્ તેને ઉપાડી જવા માગે છે. વસંતશ્રીના નિવાસસ્થાનથી બે ગાઉ દૂર જ તેનો પડાવ છે. હાલ તો મેં તેને આપનો આદેશ ન આવે ત્યાં સુધી રાજકન્યા અંગે કોઈ પણ પગલું ભરવાની મનાઈ કરીને રોક્યો છે. પણ તે ઝાઝું નહિ રોકાય. એટલે આ અંગે હવે મારે કેવું વલણ લેવું તેનો આદેશ તાત્કાલિક પાઠવવા વિનંતિ છે.'
હજી આ વાત પૂરી થાય – ન થાય, ત્યાં તો સુદર્શનના મોકલેલા અનુચરો ત્યાં આવી પહોંચ્યા. તેમને સુદર્શનનો વિનંતિપત્ર રાજાને આપ્યો. રાજાજ્ઞાથી તે પણ રાજલેખકે વાંચી બતાવ્યો. તેમાં જણાવેલું કે - “વાસવદત્ત રાજાએ પ્રથમ તો આ વસંતશ્રીને મારી સાથે વરાવવાનું સ્વીકારેલું; પણ આ કન્યા પોતાની હઠથી, પિતાની નામરજી ઉપરાંત, શ્રીવર્મકુમારને પરણવા માટે સ્વયંવરા થઈને નીકળી પડી છે. અત્યારે આપના પ્રદેશમાં વજાયુધા દેવીના પરિસરમાં પડાવ નાખીને રહી છે. તેના પર પહેલો અને ખરો હક મારો છે, એટલે હું તેને બળજબરીથી ગ્રહણ કરીશ; તો તેમાં આપે નારાજ થવાનું નહિ.
આપ તો મારા પિતા મહાબળ રાજા કરતાંયે મારે મન વધુ પૂજ્ય છો, ને તેથી જ આ વિનંતિ કરી રહ્યો છું. જો બીજા કોઈ
Page #183
--------------------------------------------------------------------------
________________
– ૧૭૪ ૪
સમરું પલપલ સતત નામ
–
રાજાની સીમામાં હોત, તો હું તેને પૂછવાય ન રહ્યો હોત. પણ આપ તો પિતાતુલ્ય છો એટલે મારે મર્યાદા જાળવવી જ પડે.
તો આપ દંડનાયક દૂષલને આજ્ઞા પાઠવશો કે તે એવું વલણ ન અપનાવે કે જેથી આપની સાથે મારે વિરોધ થાય. તે કાંઈ જ ન કરે, ને તટસ્થ રહે તોય પૂરતું છે.”
રાજા નરપુંગવની ઉત્કંઠા એકદમ વધી રહી હતી. તેમણે પૂછયું : પછી શૂરપાળે શું કર્યું? કોની તરફેણમાં નિર્ણય આપ્યો?
સેવકે કહ્યું : મહારાજ ! શૂરપાળ રાજા પણ જમાનાના ખાધેલા લાગ્યા. તેમણે બેય સંદેશા સાંભળી લીધા. પછી હળવાશથી બોલ્યા કે આમ તો સુદર્શનની વિનંતિ યોગ્ય લાગે છે. પણ એમાં એક મુદ્દો જરા નબળો જણાય છે. સુદર્શને એમ લખ્યું છે કે ‘વસંતશ્રીને તેના પિતાએ મને વરાવવાનું વચન આપેલું છે. પણ આ મુદ્દો દૂષલના લેખમાં કેમ નથી? આવી મહત્ત્વપૂર્ણ વાત લખવાનું દૂષલ ભૂલી જાય તે કાંઈ શક્ય નથી લાગતું.
સારું. અત્યારે બધા સેવકો પોતપોતાના સ્થાને જાવ. હું જરા વિચારીને ઉત્તર આપીશ. આમ કહીને તેમણે તે આવેલા મનુષ્યોને વિદાય કરી દીધા.
એ લોકોના ગયા પછી તેમણે સભામાં નજર ફેરવી, તો એક સભાસદે રાજાને પૂછ્યું : મહારાજ! અમને બધાને આજે બહુ અચંબો થાય છે.
કેમ?
“મહારાજ! સુદર્શન આટલો બધો નમ્ર કયે દહાડે થઈ ગયો. હશે? એના લેખમાં શબ્દ શબ્દ વિનય જોઈને અમે તો દંગ થઈ ગયા છીએ. આપનું શું માનવું છે.?” સભાસદે જવાબ વાળતાં વાળતાં પૂછી લીધું.
રાજા કહે : તમારું નિરીક્ષણ સાવ સાચું છે. કાગડાના મોઢામાંથી રામ નીકળે તો સુદર્શન જેવા ઉદ્ધત રાજપુત્રના મોંમાંથી વિનયવચનો નીકળે. છતાં આ લેખમાં ભારોભાર વિનય છલકાય છે તેનાં
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૧૭૫
ઘણાં ઘણાં કારણો છે. પહેલી વાત તો એ કે વસંતશ્રી પાસે પણ પોતીકું રક્ષકદળ છે; બીજું, તે સુરક્ષિત સ્થાને બેઠી છે, તેથી ઝટ તેના પર હુમલો કરવો અશક્ય છે; ત્રીજું, ત્યાંથી બે જ ગાઉ દૂર દૂષલ બેઠો છે, તે પણ સૈન્યસજ્જ છે ને વળી બલિષ્ઠ છે; ચોથું, એ ભાઈ પારકી ધરતી પર છે, પોતાની સરહદમાં નહિ; ને પાંચમું કારણ એ કે જો એ ઉતાવળ કાંઈ પણ કરે તો અમારી સાથે વિરોધની પાકી શક્યતા છે. આપણી બીક તેને લાગે જ. આમ ઘણાં કારણોસર એને વિનય દર્શાવવાની ફરજ પડી જણાય છે.
આમ બોલીને તરત જ રાજા સિંહાસન પરથી ઊભા થઈ ગયા. સભા વિસર્જિત થઈ. અમે પણ રાજાની અનુમતિ લેવાનું બીજી સભા ઉપર છોડીને ત્યાંથી નીકળી ગયા. અમે વિચાર્યું કે આજે ભલે આપણું ધારેલું કામ ન પત્યું, પણ આપણને વસંતશ્રી અંગેનો જે વૃત્તાંત મળ્યો તે બહુ મહત્ત્વપૂર્ણ છે, અને આપણા લાભની જ વાત છે.
વામનસ્વામીએ અમને બહાર નીકળતાં જ સૂચવ્યું : તમે બન્ને શક્ય ઉતાવળે ચંદ્રપુર પહોંચો, ને મહારાજ સમક્ષ આ આખોયે વૃત્તાંત નિવેદન કરો. આમા વિલંબ નહિ ચાલે.
અમે તરત જ નીકળી પડ્યા. પહેલાં જમી લીધું. પછી એક પરિચિતની હાટ પર જરા વિસામો લેવા બેઠા, તો ક્યાંક કાંઈક ઝીણી ઝીણી વાતો થતી હોય તેમ જણાયું. અમે જરા કાન માંડ્યા, તો ખ્યાલ આવ્યો કે અમે બેઠા તેની બાજુમાં જ બીજી એક હાટ હતી, ને તેમાં કોઈ બે મનુષ્યો વચ્ચે વાતચીત ચાલતી હતી. અમે સરવા કાને તે સાંભળવા પ્રયત્ન કર્યો તો તૂટક તૂટક જે શબ્દો કિાને અફળાયા તેનો સાર આવો હતો :
એક મનુષ્ય : અલ્યા, કાંઈ નવાજૂની સાંભળી તેં?
બીજો મનુષ્ય : ના ભઈ, કાંઈ સાંભળ્યું નથી. તેં કાંઈ સાંભળ્યું હોય તો કહે ને.
એક : આપણા રાજકુમાર આજે નીકળે છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૬ *
સમરું પલપલ સુવ્રત નામ
બીજો : ક્યાં જાય છે? શા માટે નીકળે છે?
એક : ગુલખેડપુર જાય છે, વસંતશ્રીને સહાય કરવા... બીજો : એમ? તો તો સારું કહેવાય.
એક : અલ્યા, પૂરું સાંભળ તો ખરો! વસંતશ્રીને સહાય કરવા જાય છે તે તો લોકોને પટાવવા માટેની વાત છે, ખરું કારણ તો જુદું જ છે.
બીજો : તો કહે ને ભલા'દમી, છાનું કારણ શું છે?
એક : તું કોઈને કહે નહિ, તો કહું.
બીજો : ભલા માણસ! મારા પેટની વાત કદી બહાર નીકળી છે ખરી? ને એમાંય તેં ના કહી હોય, પછી તો કહું જ શેનો ? બેફિકર બનીને કહે, શું કારણ છે એ?
એક : (ચારે તરફ ‘કોઈ સાંભળતું તો નથી ને?” તેવી દહેશતથી જોતો જોતો) આપણા કુમારને ત્યાં ઉતાવળે જવાનું ખરું કારણ એવું છે કે વસંતશ્રી અસામાન્ય રૂપ-ગુણ-સંપન્ન રાજકન્યા હોવાનું જાણીને તેના મોંમાં પાણી છૂટ્યું છે. શ્રીવર્ગ અને સુદર્શન બન્નેને ઊંચા મૂકીને આપણા કુમાર પોતે તેને પરણી જવા તૈયાર થઈ ગયા છે. એટલે એ ઉતાવળે ભાગે છે.
બીજો : પણ શૂરપાળ રાજા તેને રોકે નહિ?
એક : જાણે તો રોકે ને? આપણા કુમાર વીરપાળે તો રાજાજીને સમજાવ્યા કે અબળાની રક્ષા કરવામાં આપણે વિલંબ ન કરવો જોઈએ. આપ આજ્ઞા કરો તો હું સત્વર ત્યાં જાઉં, ને દૂષલની પડખે રહી, સુદર્શનને શિકસ્ત આપી રાજકન્યાને ભીંસમાંથી મુક્ત કરું. રાજાજી તો બહુ ન્યાયપ્રેમી ને ભલા છે, તેમણે આ વાતમાં હા પાડી દીધી, એટલે કુમાર સેના લઈને ઉપડે છે.
બીજો : પણ તને કેવી રીતે ખબર પડી કે એના મનમાં જુદો ભાવ છે?
એક : જો! સાંભળ; કોઈને કહેતો નહિ; પણ મારો એક બાળગોઠિયો ઋષિ નામે છે તે વીરપાળ કુમારનો અતિ નિકટનો
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
જ
૧૭૭
સાગરીત છે. તે કુમારની રગેરગ જાણે. તેણે મને આ વાત કહી છે. બોલ, હવે મારી વાતમાં તથ્ય ખરું કે નહિ?
બીજો : ખરું ભાઈ, ખરું.
હવે અમે એવી રીતે બેઠેલા કે આ વાતો અમને સંભળાય ખરી, પણ અમે એમની નજરમાં ન આવીએ. બે દુકાન વચ્ચે કનાતનો પડદો હોઈ આ પરિસ્થિતિ સર્જાઈ હતી. આનો લાભ અમને અનાયાસ મળી ગયો.
અમે તત્ક્ષણ પાછા વામનસ્વામીને મળ્યા, વાત કરી. તેણે કહ્યું કે તો આપણે સુદર્શનને બદલે હવે વીરપાળથી વધુ ચેતતા રહેવું પડે. કેમકે એનો તો પોતાનો જ એ પ્રદેશ છે, ને એમાં એ યથેચ્છ વર્તી શકે. માટે હવે તમે વિના વિલંબે ચંદ્રપુર પહોંચો; રાત દહાડો જોયા વિના ઝડપથી જજો, ને મહારાજને આ બધી વાતો જણાવી દેજો.
મહારાજ! અમે ત્યાંથી પાંચમા દહાડે અહીં આવી પહોંચ્યા છીએ; ક્યાંય શ્વાસ લેવા પણ રોકાયા નથી. અમારી જાણેલી બધી વાત આપની સામે મૂકી. હવે આપ ઉચિત લાગે તે નિર્ણય લ્યો.
રાજાએ તેમને વિસામો લેવા માટે જવા દીધા. પછી પોતાના મંત્રી બુદ્ધિનિધાન સાથે મંત્રણા આરંભી : મંત્રીશ્વર! વસંતશ્રી તરફથી આવેલા દૂતોની ને શૂરપાળના રાજ્યમાંથી આવેલા આપણા ગુપ્તચરોની વાતોનો તાળો પાકો મળી ગયો છે, એટલે હવે કોઈ શંકા સેવવાનું કારણ નથી રહેતું.
બીજી વાત વસંતશ્રીનો આપણે જો કે સ્વીકાર હજી નથી કર્યો, પરંતુ તેણે સ્વંય શ્રીવર્ગને વરવાનું નક્કી કર્યું છે, તે જોતાં હવે તે આપણી કુલવધુ જ ગણાય. અત્યારે શૂરપાળ, મહાબળ, વાસવદત્ત ને હું – અમે ચાર રાજાઓ ને ચાર રાજ્યોમાં તો આ વાત પ્રસરી જ ગઈ છે; બીજા રાજાઓના આવ-જા કરતાં દૂતો દ્વારા હવે આ વાત ઠેરઠેર ફેલાવાની તે નિઃસંદેહ છે. આ સંજોગોમાં, જો સુદર્શન કે વીરપાળ – કોઇના પણ હાથે વસંતશ્રીનું અપમાન કે અમંગળ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૮ ક
સમરું પલપલ રાવત નામ
થશે, તો તે આપણી મોટી લઘુતા હશે, અને બેઈજ્જતી પણ થશે જ. માટે આપણે તાત્કાલિક વસંતશ્રીની વહારે જવું જ ઘટે.
મંત્રી કહે ; મહારાજ ! આપની વાત સાવ સાચી છે. એક પળનો પણ વિલંબ કરવો હવે આમાં ન જ પાલવે. માત્ર કોને મોકલવો, તે આપ સૂચવો, એટલે હું તરત બધો પ્રબંધ કરાવી દઉં.
રાજા કહે : મંત્રીજી ! સામે બે મોટા રાજાઓ છે, તે વાતને આપણે ધ્યાનમાં લેવી પડે. બે બે બળિયા રાજા હોય, એમની સામે કોઈ દંડનાયકને મોકલી દેવો તે ભાગ્યે જ કાર્યસાધક નીવડે. મને તો થાય છે કે મારે પોતે જ જવું જોઈએ; બીજાનું આમાં કામ નથી.
મંત્રી : એવું કાંઈ બંધન નથી કે આપે જ એટલે કે રાજાએ જ આવા કામમાં જવું જોઈએ. સામે બે રાજકુમારો જ છે, ને તેમના પિતાઓનું તેમને સમર્થન હશે કે કેમ તે તો આપણે ક્યાં જાણ્યું
છે? એટલે રાજકુમારોની સામે ખરેખર તો રાજકુમાર જાય એ વધુ યોગ્ય ગણાય, મારી દૃષ્ટિએ. છેવટે તો આપ ફરમાવો તેમ.
રાજા આના ઉત્તરમાં કાંઈ બોલવા જાય ત્યાં જ સભામાં બેઠેલો યુવરાજ શ્રીવર્ગ પોતાના આસનેથી ઊભો થઈ ગયો, ને પિતાજીને નમીને વિનંતિ કરી કે દેવ ! કૃપા કરીને આપ અહીં જ બિરાજો, અને મને વસંતશ્રીની વહારે જવાની આજ્ઞા આપો.
રાજાના મનમાં સ્વાભાવિક રીતે જ પુત્રમોહ વિશેષ હતો. તે જરા હાનાકાની કરવા લાગ્યા, તો શ્રીવર્ગે પોતાનું મસ્તક તેમના ચરણમાં મૂકીને વીનવ્યા : પિતાજી ! આપના મનમાં એમ ડખડખો હોય કે હું આવું પ્રયોજન સિદ્ધ કરવામાં કદાચ નિષ્ફળ જઉં તો?” તો આપે જ આપના હસ્તે મને “કાયર' તરીકે સ્થાપ્યો ગણાશે. અને આપનું સંતાન કાયર ગણાય એવું આપ ઇચ્છો ખરા? નહીં જ. તો મને શીધ્ર આજ્ઞા આપો. - રાજાએ તરત લાગણીઓને ખંખેરી સ્વહસ્તે પાનનું બીડું
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૧૭૯
શ્રીવર્ગને આપ્યું, અને સૈન્ય સાથે ત્વરિત પ્રસ્થાન કરવાની આજ્ઞા આપી. - શ્રીવર્મ પણ પિતાના હાથે મળેલા પાનના બીડાને શુકન માનીને તે જ ક્ષણે નગર બહાર નીકળી ગયો.
શ્રીવર્મ યુવાન હતો. તેના હૈયે કાંઈક કરી દેખાડવાનો થનગનાટ હતો. તો સાથે બુદ્ધિમાન પણ તે એટલો જ હતો. હવે પછી એક પણ પગલું ગણતરીનવિહોણું ન લેવાય તેની તેણે પાકી કાળજી રાખવાનું મનોમન નક્કી કર્યું, અને નગર બહાર પહોંચતા જ તેણે ત્વરિત નિર્ણયો લેવાના શરૂ કર્યા.
સૌ પ્રથમ તેણે પોતાના બે વિશ્વાસપાત્ર મનુષ્યોને આદેશ આપ્યો કે તમે બન્ને આજે જ અહીંથી નીકળીને ગુલખેડપુરની નજીક
જ્યાં વજાયુધા દેવીના મંદિરના પરિસરમાં કુમારી વસંતશ્રીનો પડાવ છે ત્યાં જાવ. જઈને કુંવરીને મળો ને કહો કે “તમે નરપુંગવ રાજા પાસે શામળ વગેરે તમારા આઠ માણસોને મોકલ્યા હતા, તેમાંના શામળ અને બીજાં પાંચ જણને સુદર્શનના ચરોએ દગાપ્રપંચથી હણી કાઢ્યા છે. બે માણસોએ ગમે તેમ જીવ બચાવેલો, તેમણે ચંદ્રપુર આવીને નરપુંગવ રાજાને બધી વીતક વર્ણવતાં, રાજાજીએ કુમારશ્રીને તમારી વહારે આવવા આજ્ઞા કરી છે. ને તે અનુસાર કુમાર સૈન્ય લઈને અહીં આવવા નીકળી ચૂક્યા છે. તમે ધરપત રાખજો. અને આ હકીકતથી તમને વાકેફ કરવા માટે કુમારશ્રીએ અમને બેને પહેલાં મોકલી આપ્યા છે.
કુમારીને સંદેશો આપ્યા પછી તમે બન્ને નરપુંગવ રાજાના દૂત તરીકે સુદર્શનની છાવણીમાં જ્જો, ને તેને રાજાજીના નામે “આમ આમ' કહેજો. એ સાંભળ્યા પછી પણ એ ન માને ને હાંસી – ઉપેક્ષા જ કરે, તો પછી તમે મારા નામથી “આ પ્રમાણે વેણ કહેજો. ડરતા નહીં.
WWW.jainelibrary.org
Page #189
--------------------------------------------------------------------------
________________
- ૧૮૦
સમરું પલપલ સુપ્રત નામ
સુદર્શનને કહેવાની વાતો કુમાર પાસે બરાબર સમજી લઈને તે બે સેવકો રવાના થઈ ગયા.
એ કામ પતતાં જ કુમારે સામંતો, મંડલેશ્વરો ને સેનાપતિઓને એકઠા કર્યા, ને નિશ્ચયાત્મક સ્વરે કહ્યું કે “મારે આજે સાંજે જ અહીંથી પ્રયાણ કરવું છે, અને પરમ દિવસે ગુલખેડપુર પહોંચવું છે. પચાસ જોજનનો પંથ છે. હું ત્યાં પહોંચ્યા પછી જ ભોજન ને નિદ્રા લઈશ – આ મારો સંકલ્પ છે. - હવે તમારા સૌના અધિકારના લશ્કરમાં જેટલા ઘડિયા જોજન અશ્વો તથા ઊંટ-સાંઢણી હોય છે, તેમજ ચપળ અને ગમે તેવા શ્રમથી પણ ન થાકે તેવા સુભટો મને સાંજ પહેલાં આપો. તેમને પાંચ જ દિવસનું ભાતું લેવડાવવાનું છે. હું તેમને લઈને સાંજે નીકળીશ. તમે બધા બાકીના સૈન્યને તૈયાર કરી, સાથે લઈ, પડાવ નાખતા નાખતા મને આવી મળજો.”
બધા આ વાતમાં સહમત થયા. ફેર એટલો કર્યો કે એ સામંતો ને સેનાપતિઓએ સાંજે કુમારની સાથે જ જવાનો આગ્રહ રાખ્યો, ને પોતાના વિશ્વાસુ સુભટોને સૈન્યને દોરી લાવવાની જવાબદારી સોંપી દીધી.
ઢળતી સાંજે શ્રીવર્મકુમાર વસંતશ્રીની સહાયતા માટે જવા નીકળ્યો ત્યારે તેની સાથે ૫૦૦ હાથી, પચાસ હજાર ઘોડેસ્વાર, ત્રીસ હજાર ઊંટ-સવાર, અને પાંચ હજાર રથ-આટલું-પરિમિત સૈન્ય હતું. બાકીનું વિશાળ સૈન્ય પાછળથી આવી મળવાનું હતું.
શ્રીવર્ગે તિથિ-વાર-નક્ષત્ર-મુહૂર્ત કાંઈ ન જોવડાવ્યાં, કે ન જોયાં કોઈ જાતનાં શુકન કે નિમિત્તો; પોતાની સેના નાનકડી હશે ને સામે શત્રુઓની મોટી બે બે સેનાઓ હશે તેની પણ તેણે તમા ન કરી; તે તો સિંહનું બચ્યું જેમ મદોન્મત્ત હાથીઓ ઉપર ત્રાટકવા ધસી જાય, તેમ નાની સેના લઈને ચાલી જ નીકળ્યો.
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
૧૮૧
પેલી તરફ, શામળ અને તેના સાથીઓને પોતાના સૈનિકો દ્વારા હણાવી નાખીને મનમાં ને મનમાં પોમાતો માધવરાય સુદર્શન પાસે જઈ પહોંચ્યો, અને આખીયે ઘટના તેને વર્ણવી બતાવી. સાથે જ કુંવરીએ નરપુંગવ રાજા ઉપર લખેલો લેખ તથા અન્ય સામાન પણ રજૂ કર્યો. - સુદર્શન તો આ બધું જોઈ-જાણીને ખુશખુશાલ! તેણે માધવને ખૂબ શાબાશી આપી. સાથે જ સૂચના કરી કે હવે તારા ગુપ્તચરો સતત વજાયુધા દેવીના મંદિરની ચારેતરફ ફરતાં જ રહે તેમ ગોઠવી દે, બે ચારને વસંતશ્રીની છાવણીમાં નોકરરૂપે પણ બને તો મૂકી દે. કદાચ હજી પણ વસંતશ્રી કોઈકને ત્યાં મોકલે તે શક્ય છે. જો તેવી જરા પણ હિલચાલ જણાય તો તે લોકોને પણ આંતરવા અને નિગ્રહ કરવો જ. આમ ને આમ થોડો વખત નીકળી જાય ને બે રાજાઓમાંથી એકેય આની વહારે ન આવે, તો આપણું કામ સહેલું થઈ જશે અને કદાચ સિદ્ધ પણ થઈ જાય.
માધવે તે વાત પકડી લીધી, ને તરત તેનો અમલ પણ કરી દીધો.
દરમિયાનમાં, રાજા શૂરપાળની આજ્ઞાથી કુમાર વિરપાળે ગુલખેડપુર ભણી પ્રયાણ આદર્યું. તે જાણવા છતાં સુદર્શનના માણસોએ શૂરપાળને પુનઃ વિનંતિ કરી કે અમને જવાબ આપો.
શૂરપાળે ઠંડે કલેજે તેમને કહ્યું કે આ પ્રશ્નમાં શું કરવાનું છે તેનું માર્ગદર્શન આપીને કુમાર વીરપાળને મેં ગુલખેડ મોકલ્યો છે. તે ત્યાં જઈને ઘટિત હશે તે કરશે. તમે પણ હવે તેની સાથે જતા રહો. સોબત મળશે તમને.
એ સેવકો સમજી ગયા કે શૂરપાળ રાજા આપણી ઉપેક્ષા જ કરે છે. એટલે તેઓ ત્યાંથી વીરપાળનો સાથ કરવાનું ટાળીને ત્વરાપૂર્વક ભાગ્યા, ને વીરપાળ પહોંચે તે પહેલાં સુદર્શન પાસે
Page #191
--------------------------------------------------------------------------
________________
– ૧૮૨
સમરું પલપલ સુવ્રત નામ –
પહોંચીને બધા સમાચાર આપ્યા.
આ સાંભળતાં જ સુદર્શનને પગ તળેથી ધરતી ખસી રહી હોવાનો અનુભવ થવા લાગ્યો. તે મનમાં સમજી ગયો કે હવે મારું પ્રયોજન સિદ્ધ થવું મુશ્કેલ બનવાનું. એથી હવે અહીં પડી રહેવાનો પણ ઝાઝો અર્થ મારા માટે નથી.
પરંતુ સાથે સાથે તેણે એમ પણ વિચાર્યું કે આ તબક્કે હું અહીંથી પાછો ફરી જાઉં, તો મારી અપકીર્તિ જ થાય કે વીરપાળથી ડરીને નાઠો. એટલે હમણાં વરપાળને આવવા દઉં, ને થોડો વખત અહીં જ રહી પડું. વસંતશ્રી હવે અહીંથી ક્યારે નીકળે છે, તેની ભાળ મળ્યા પછી જે કરવું ઘટે તે કરીશ.
અને બીજે જ દિવસે વીરપાળ પોતાના વિશાળ સૈન્ય સાથે ત્યાં- ગુલMડપુરમાં આવી પણ પહોંચ્યો.
વીરપાળ બહાદૂર જરૂર હશે, પણ બુદ્ધિમાં જરા સ્થૂળતા વધુ હશે. અથવા તો કામાંધ મનુષ્યને બુદ્ધિ સાથે આડવેર થતું હોય છે તેમ તેને પણ થયું હશે. ગમે તેમ, પણ તેણે ગુલMડપુર આવ્યા પછી દૂષલ દંડનાયક સાથેની પોતાની પ્રથમ મંત્રણામાં જ પોતાનો મનોભાવ છતો કરી નાખ્યો : પિતાએ તો કુંવરીની રક્ષા અર્થે મોકલ્યો છે, ને પોતે પણ તેમ કરવાનું કહીને જ આવ્યો છે. પણ મનમાં તો જુદો જ ભાવ છે, વસંતશ્રીને વશ કરવાનો ને પરણવાનો.
તેને હતું કે પોતે રાજકુમાર છે, અને દૂષલ ગમે તેમ તોય પોતાનો નોકર જ ગણાય, એટલે તે પોતાની વાતમાં સહમત જ થશે; સહાયક બનશે.
પણ તેની ધારણા જૂઠી ઠરી. દૂષલે તેને સ્પષ્ટ અને કડક શબ્દોમાં ડાર્યો કે મહારાજાને કુંવરીની રક્ષા કરવાનું કહીને નીકળ્યા છો, ને હવે તેના પર દાનત બગડી છે? આ નહીં ચાલે, આનાં પરિણામ કેટલો ખતરનાક આવી શકે તેની તમને કલ્પના છે કુમાર?
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રીધર્મ
૧૮૩
અને શરણે આવેલ કન્યા ઉપર જ કુદૃષ્ટિ કરવી એ રાજપૂતને શોભશે. ખરું? માટે મારું માનો ને આ વિચારને મનમાંથી કાઢી જ નાખો.
દારૂડિયાને એકાદ થપ્પડ પડે ને નશો ઊતરી જાય તેમ દૂષલના કડક વલણથી વીરપાળનો મનોરથ હવા થઈ ગયો. તેણે જોયું કે દૂષલનો સાથ આમાં નહિ મળે. અને તેના સાથ વિના પોતાનું પ્રયોજન પાર પાડવું કેવળ અશક્ય જ હતું. એટલે તેણે પળવારમાં જ પોતાનો ઇરાદો બદલી નાખ્યો, ને દૂષલને કહ્યું કે “ભાઈ દૂષલ ! તમારી વાત મને જચી ગઈ છે. હું આ પળે જ મારો ઈરાદો બદલી વાળું છું. હવે કુંવરીની રક્ષા સિવાય મારું કોઈ લક્ષ્ય નહીં હોય. પરંતુ મારું એક કૌતુક તો તમારે પૂરવું જ પડશે.”
કયું કૌતુક? દૂષલે કુતૂહલ સાથે પૂછ્યું.
વીરપાળ : મેં સાંભળ્યું છે કે વસંતશ્રીનું રૂપ-સૌંદર્ય અત્યંત અદ્ભુત છે. આ વાત સાચી? તમારા અનુચરોને હમણાં વારંવાર ત્યાં જવાનું બન્યું હશે; કોઈકે તો એનું રૂપ જોયું હશે જ. કેવું છે એનું સ્વરૂપ?
દૂષલ : કુમાર! મારા માણસોને ત્યાં જવાનું બન્યા કરે છે તે વાત સાવ સાચી. પરંતુ કુંવરીને પ્રત્યક્ષ મળવાનો પ્રસંગ તો કોઈને ય હજી પડ્યો નથી. બધું કામ એમના અધિકારી જનો મારફતે જ પતી જતું હોય છે. પણ એક વાત છે. કુંવરીના સેવકો વારંવાર પોતાના પ્રયોજન અંગે મારી પાસે આવે છે ખરા. તેમને પૂછેલું મેં આ વિશે, અને તેમણે કુંવરીના અતિશય રૂપ-સૌંદર્ય વિશે વાતો કરેલી, એ વાત મને યાદ છે. - વીરપાળ : આપણે એક કામ કરીએ. આપણા અંગત માણસોને ત્યાં મોકલીએ. તેઓ વસંતશ્રીનું વાસ્તવિક રૂપ જોઈ આવે ને આપણને વર્ણવે.
દૂષલ : કુમારશ્રી! જે ગામ જવું નથી, તેનું નામ નાહક પૂછવાનો શો અર્થ? આપણને એ કુંવરી સાથે કાંઈ લાગતું વળગતું નથી.. આપણે તો આપણાથી બનતી સહાય કરીને એને અહીંથી તેના
Page #193
--------------------------------------------------------------------------
________________
- ૧૮૪
સમરું પલપલ સૂવત નામ
સ્થાને પહોંચતી કરવાની છે. આમાં વળી એના રૂપ વિશે જાણવાનો આટલો આગ્રહ આપણે શા માટે રાખવાનો?
વીરપાળ : તમારી વાતમાં તથ્ય હશે. પણ એ વ્યવહારોચિત નથી. મને રાજા શૂરપાળે વસંતશ્રીની સહાય અર્થે મોકલ્યો છે. એ વાત મારે એને સત્તાવાર રીતે જણાવવી જ પડે.
દૂષલે કચવાતા દિલે પણ સંમત થવું જ પડ્યું. તેની સંમતિ થતાં જ વીરપાળે પોતાના એક અંગત મનુષ્યને તૈયાર કર્યો. તો દૂષલે પણ તેની સાથે પોતાનો એક અંગત માણસ ગોઠવી દીધો.
બેય મનુષ્યો ગયા કુંવરી પાસે, ને જણાવ્યું કે તેની સહાય માટે શૂરપાળ રાજાના યુવરાજ વીરપાળ સ્વયં સૈન્ય સહિત ગુલડપુરમાં આવી ગયા છે. અને તેમણે એ જાણવા માગ્યું છે કે આપને હવે ક્યાં જવું છે? વાસવપુર -- પિતાના ઘેર કે ચંદ્રપુર - શ્રીવર્મને ત્યાં?
કુંવરીએ ત્વરિત ઉત્તર વાળ્યો : મારે ચંદ્રપુર જ જવું છે, બીજે ક્યાંય નહિ. મને તમે નરપુંગવ રાજાના પ્રદેશની સરહદમાં મૂકી દેશો તો પણ ચાલશે.
તો ક્યારે નીકળવું છે ત્યાં જવા માટે?
કુંવરી : બે-ત્રણ દિવસ પછી નીકળવું છે. હમણાં અમારા કેટલાક માણસો કાર્યવશ બહાર ગયા છે, તે એક-બે દિવસમાં પાછા ફરે, પછી તરત અમને અહીંથી વિદાય મળે તેવી મારી અપેક્ષા છે. કુમારશ્રીને પ્રણામપૂર્વક આ વાત જણાવજો. એ માણસો પાછા આવે કે તરત હું તમને કહેવડાવીશ, ને તો તમે વિના વિલંબે આવી જજો.
બન્ને મનુષ્યોએ તે વાત પકડી લીધી ને જવા માટે ઊઠ્યા, ત્યારે કુંવરીએ તે બેઉનું ઉત્તમ વસ્ત્રાદિ વડે સન્માન કર્યું ને તેમને જવા દીધા. એ બન્નેએ પણ વીરપાળ તથા દૂષલ સમક્ષ જઈને યથાવતું નિવેદન કરી દીધું.
પણ વીરપાળને એ વાતો જાણવામાં જરાય રસ ન પડ્યો.
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
( ૧૮૫
તેણે તો જેવી એ વાત પૂરી થઈ, એવું જ પોતાના સેવકને કુંવરીના રૂપ-સૌંદર્ય વિશે પૂછવાનું શરૂ કર્યું.
દૂષલ તો પોતાના યુવરાજશ્રીની આ ધૃષ્ટતા જોઈ જ રહ્યો. પણ તે શું કરી શકે આમાં? છેવટે તો તે પણ એક સેવક જ હતો તો!
પેલા સેવકે વસંતશ્રીના રૂપનું મોંફાટ વર્ણન કરવા માંડયું. એ તો જેવા શેઠ એવા વાણોતર. એ શું કામ મણા રાખે? એ કહેઃ કુમારશ્રી! એક જીભે તો કુંવરીના સૌંદર્યનું વર્ણન કોઈ કાળા માથાનો માનવી કરી શકે તે વાત અશક્ય છે. હા, આપણી સામે તેનું કોઈ પટચિત્ર હોય તો તેના આધારે હું કાંઈક વર્ણન કરી શકત. છતાં એક વાત કહું : વજાયુધા દેવીની પ્રતિમા તો આપે જોઈ જ છે. કેટલી અદ્દભુત છે એ પ્રતિમા! પણ એ પ્રતિમાની અંગભંગી અને સુંદરતા પણ કુમારી વસંતશ્રીના એક પગના અંગૂઠાનીયે તોલે આવે નહિ. બસ, આટલામાં બધું આવી ગયું.
દૂષલ તો આ સાંભળતાં જ ભડક્યો. તે તાડૂક્યો : અરે ભાઈ, જરા વિવેક તો જાળવો! વજાયુધા એક દેવી છે, પૂજનીય તત્ત્વ છે; ને વળી એ પ્રત્યક્ષ પરચો આપનારી દેવી છે. એને માટે આવું વિવેક-વિહોણું ગલત વિધાન કરો તે કેમ ચાલે?
તો પેલો કહે : સાહેબ! વજાયુધા દેવી સત્યપ્રિય દેવી છે, માટે જ મારે આ સ્પષ્ટ સત્ય બોલવું પડે છે. હું જો ખોટું બોલું ને દેવી-પ્રતિમા કરતાં કુંવરીનું રૂપ ઓછું હોવાનું કહ્યું, તો તે હળાહળ જૂઠ ગણાય, ને તો તે દેવી મારા પર નારાજ જ થાય. માટે મારે ના છૂટકે આ રીતે બોલવું પડે છે.
દૂષલ ચૂપ.
વીરપાળે તક ઝડપી. તે કહે : દૂષલ! હવે તો મારે કોઈપણ હિસાબે એકવાર કુંવરીને જોવી જ છે. આપણો ઈરાદો ખરાબ તો છે નહિ. પછી તેને એકવાર નિરખી લેવામાં વાંધો શો? તમે સત્વરે તેને મળવાનું કાંઈક ગોઠવો; મારો આગ્રહ પણ છે અને આદેશ
1 Bain Education International
Page #195
--------------------------------------------------------------------------
________________
- ૧૮૬ કે
સમરું પલપલ રાવત નામ
પણ.
દૂષલે ઘેરી વિમાસણ અનુભવતાં અનુભવતાં કહ્યું : કુમારશ્રી! આપની આજ્ઞાને અનુસરવું એ મારી ફરજ છે. પણ આ ગોઠવવું કેવી રીતે? વસંતશ્રીને કોઈ જ કારણ કે વાજબી પ્રયોજન વિના આપણે ત્યાં બોલાવી ન શકાય; કેમકે છેવટે તે સ્ત્રી છે.
તો આપણે સામે ચાલીને કોઈ ગંભીર નિમિત્ત વિના તેને ત્યાં જઈએ તે શોભાસ્પદ નહિ ગણાય. તમે જાતે ઊઠીને રક્ષણીય એવી પરાયી સ્ત્રીના ઘેર જાવ તો તેનો અર્થઘટનો તથા પડઘા બહુ વિચિત્ર પડે. આપને કાંઈ સૂઝતું હોય તો મને કહો.
વીરપાળ ચાલાક હતો. તેણે જોયું કે દૂષલ બરાબર ભીડાયો છે ને હવે આ આવેલી તક જતી કરવી પાલવે તેમ નથી. એટલે તેણે તક્ષણ ભારે ઠાવકાઈથી દૂષલને કહ્યું : મને એક ઉપાય સૂઝે છે. આપણે વજાયુધા દેવીનાં દર્શન કાજે જઈએ. બરોબર તે જ સમયે વસંતશ્રીને પણ પૂજા-દર્શન માટે આવી જવાનું કહેવડાવીએ. તે આવશે જ. તો ત્યાં મારી ઝંખના પણ ફળીભૂત થશે. સાપ મરે નહિ, ને લાકડી ભાંગે નહિ. બોલો, બરાબર છે?
દૂષલે હવે હા ભણ્યા સિવાય કોઈ આરો નહોતો. તેને આ બધું લેશ પણ રુચિકર ન હોવા છતાં કહેવું પડ્યું કે “કુમારશ્રી ! આપ જે વિચારો તે યોગ્ય જ હશે; હું રહ્યો વહીવટદાર માણસ; મને આમાં ઝાઝી ગમ ન પડે.”
વીરપાળ ખુશખુશાલ. કહે : હું એકલો નથી જવાનો. તમારે પણ મારી સાથે જ આવવાનું છે. ચાલો, તૈયાર થઈ જાવ.
દૂષલ તેની સાથે ગયો. પણ જતાં જતાં રસ્તામાં તેના ચિત્તમાં ભારે ગડમથલ ચાલતી રહી. તે બરાબર કળી ગયો હતો કે કુમાર વીરપાળની દાનત સારી નથી જ નથી. એ જેવો કુંવરીને જોશે, તેવો તેના રૂપથી મોહિત થઈને કાંઈક અડપલું કરશે જ. હે ભગવાન! હવે શું કરવું? આની છોકરમતમાં ભયંકર અનર્થ ન સર્જાય તો સારું. હું શું કરું તો આવતા અનર્થને રોકી શકાય?
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
અ ૧૮૭
ઘણી ઘણી ગડમથલને અંતે એકાએક તેને એક ઉપાય સૂઝી ગયો. તેને ખબર હતી કે વજાયુધા દેવી પ્રગટ-પ્રભાવી છે કે જો તેની માનતા માનવામાં આવે તો તત્કાળ ફળ આપે છે. તેણે તે જ ક્ષણે માનસિક પ્રાર્થનાપૂર્વક માનતા ધારી : હે વજાયુધા દેવી! તમારી કૃપા મારા પર હોય તો એવું કરજો કે આ વસંતશ્રીની સુંદર કાયાનો એક નખ જેટલો અવયવ પણ આ મૂર્ણ રાજકુમારની નજરે ન પડે. જો મારી આ માનતા સફળ થશે તો હું ભારે ઠાઠમાઠ સાથે તમારો અાલિકા મહોત્સવ કરીશ.
માનતાના ખ્યાલ પછી દૂષલ ખૂબ હળવો થઈ ગયો, તે કુમાર સાથે દેવીના મંદિરે જઈ પહોંચ્યો. ત્યાં જઈ, સેવા-પૂજા વગેરે કરીને કુમારે સેવકોને મોકલ્યા કે કુંવરીને કહો કે કુમાર વીરપાળ તમને વજાયુધાના મંદિરે દર્શન-પૂજન માટે બોલાવે છે.
કુંવરી વિરપાળનું મનોગત કળી ગઈ હોય કે ગમે તેમ, તેણે જવાબ વાળ્યો કે આજે મારી આંખોમાં ભારે પીડા ઉપડી છે, તેથી હું આજે આવી શકું તેમ નથી, ક્ષમા કરજો.
વીરપાળને તો આ સાંભળીને ઢળવુંતું ને ઢાળ મળ્યો! તેણે ફરી પૂછાવ્યું કે તમને ઠીક નથી તેથી અમને ચિંતા ઉપજે છે. તમારી ખબર પૂછવા ને સારવાર કરવા માટે અમે ત્યાં આવીએ?
કુંવરીએ પળનો ય વિલંબ કર્યા વિના જવાબ મોકલ્યો કે તમે અમારી સારવાર સંભાળી જ લીધી છે, ને તેથી જ અમને બહુ બહુ રાહત સાંપડી છે. હવે આવા ક્ષુલ્લક કારણ માટે તમે અહીં આવવાની તસ્દી ન લેશો. તમે મારે માટે વડીલ છો, ને વડીલ અહીં આવે તો મને ઓછું આવે.
થયું. વીરપાળ ખસિયાણો પડી ગયો. દૂષલે તરત બાજી સંભાળી લીધી. તેણે કુમારને સમજાવ્યા : આપની બધી જ ફરજ આપે બજાવી લીધી. હવે કુંવરી જ ના કહેતી હોય તો આપણે ત્યાં જવાનો આગ્રહ ન રખાય. ચાલો પાછા ગુલખેડપુર.
વીરપાળ મનોમન ભારે નારાજગી અનુભવતો સ્થાને ગયો.
સારવાર કરી
જવાબ
અમને બબ
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ૨ સમરું પલપલ સુવ્રત નામ
દૂષલ અત્યંત પ્રસન્ન થયો. તેની માનતા બરાબર ફ્ળી હતી.
બીજી બાજુ, સુદર્શનના અત્યંત ચતુર અને સાબદા સેનાનાયક માધવને, તેણે બિછાવેલી જાળને કારણે, જાણ થઈ ગઈ કે હવે બે ત્રણ દહાડામાં જ વીરપાળ વસંતશ્રીને નરપુંગવ રાજવીના દેશની સીમામાં પહોંચાડવા લઈ જશે.
તેણે તાબડતોબ આ માહિતી સુદર્શનને પહોંચાડી. એ સાથે જ સુદર્શન રાજીરાજી થઈ ગયો. તેણે વિચાર્યું : વીરપાળ કુંવરીને નરપુંગવના પ્રદેશમાં મૂકીને પાછો વળી જ જવાનો; એ કાંઈ ઠેઠ ચંદ્રપુર સુધી તો નહિ જ જાય. એ નીકળે કે તરત જ હું પણ ચૂપચાપ નીકળી જઈશ મારા સૈન્ય સાથે. દેખાવ દંતપુર તરફ જવાનો રચીશ, ને કોઈને ય કાંઈ સમજ પડે તે પહેલાં જરાક ચકરાવો લઈને પણ, નરપુંગવના પ્રદેશમાં પહોંચી જઈશ. ત્યાં તો વસંતશ્રી એકલી જ હશે, એટલે કે તેની સહાયતામાં બીજું કોઈ જ નહિ હોય; એ વખતે તેને આંતરીશ, ને મારે ઘેર ઉપાડી જઈશ. હાશ, જે થાય છે તે ઠીક જ થાય છે.
તેણે માધવને પોતાનું મનોગત સમજાવ્યું, ને વિશેષ માહિતી માટે મોકલી આપ્યો.
તો આ તરફ, શ્રીવર્મના બે સંદેશવાહકો વસંતશ્રીની સમીપે પહોંચી ગયા, ને શ્રીવર્સે કહાવેલો સંદેશો તેને કહી સંભળાવ્યો. શ્રીવર્મ ખુદ પોતાની વહારે આવી રહ્યાના સમાચાર સાંભળતાં જ વસંતશ્રીના રોમેરોમ ખીલી ઊઠ્યા. તેની આંખો હષઁદ્રેકમાં દ્રવી ઊઠી.
પરંતુ બીજી જ પળે તેનો હર્ષ શોકમાં પલટાયો. પોતાના વિશ્વાસુ સેવક શામળ અને તેના સાથીઓના દુઃખદ તેમજ ઘાતકી રીતે
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્સ
૧૮૯
કરાયેલા મૃત્યુની વાતે તે ભાંગી પડી. તેનું મોં પણ લેવાઈ ગયું.
સંદેશવાહકો તેની પલટાતી સ્થિતિ જોઈ શક્યા. તેમણે વાતાવરણ પલટવા માટે તરત જ વાત બદલી : કુંવરીશ્રી! કુમારશ્રીએ કહેવડાવ્યું છે કે તેઓ આજે સાંજે જેવા અહીં આવી પહોંચશે તેવા જ સૌ પ્રથમ આપને પ્રત્યક્ષ મળવા આવશે, પછી જ બીજી બધી કામગીરી હાથ ધરશે.
વસંતશ્રી પાછી હસું હસું થઈ રહી. આગંતુક સેવકો તરત જ તેની અનુમતિ લઈને ત્યાંથી સુદર્શન પાસે જવા ચાલી નીકળ્યા.
તેમના ગયા પછી વસંતશ્રીએ કુમારના સ્વાગતની તૈયારીઓ પ્રારંભી દીધી.
સાંજ ઢળી. કુમાર શ્રીવર્સ પોતે કરેલા નિર્ધાર મુજબ જ, નીકળ્યાના ત્રીજે દિવસે ત્યાં આવી પહોંચ્યો, અને ગુલMડપુરની બહાર તેણે પડાવ નાખ્યો.
કુમારના આગમનના સમાચાર મળતાં જ દીર્ઘ પ્રતીક્ષા કરી કરીને હવે અધીર બની ગયેલી વસંતશ્રીએ પોતાની આપ્ત સખી વનશ્રીને કુમાર પાસે મોકલી.
તંબોલ, આભૂષણો, વસ્ત્રો વગેરે કુમારોચિત ઉત્તમ પદાર્થોને લઈને વનશ્રી કુમારની છાવણી પર પહોંચી. બધું અર્પણ કર્યું. પરસ્પર ક્ષેમકુશળ પૂછાયાં. પછી વનશ્રીએ કુમારને વિનંતિ કરી : દેવ! અમારાં કુંવરીબાએ ઘણો સમય શૈર્ય રાખ્યું છે ને આપની સુદીર્ઘ પ્રતીક્ષા કર્યા કરી છે. હવે તેમની ધીરજની અવધિ આવી ગઈ છે. તેઓએ કહાવ્યું છે કે “આપ હવે ક્ષણનો ય વિલંબ ન કરો, ને શીઘ અમારે ત્યાં પધારી મારો સ્વીકાર કરો.” - કુમાર ઔચિત્ય અને મર્યાદાનો જાણ હતો. તેણે વનશ્રીને સમજાવી : વનશ્રી! જે ક્ષણે તમારા સેવકોથી જાણ્યું કે વસંતશ્રી મને વરવા માટે નીકળી છે અને સુદર્શને તેને અવરોધી મૂકી છે,
Page #199
--------------------------------------------------------------------------
________________
- ૧૯૦ છે
સમરું પલપલ સુવ્રત નામ
તે જ ક્ષણથી મનમાં થતું રહ્યું છે કે જો મને પાંખ મળે તો આ જ પળે ઊડીને કુંવરી પાસે પહોંચું, તેને આ વિટમણામાંથી બહાર કાઢું, ને પરણી જઉં.
પિતાજીએ અનુમતિ આપતાં જ નીકળી પડ્યો છું. અન્ન તો નહિ પણ પાણીનો ઘુટડો પણ ત્રણ દહાડાથી પીધો નથી. અરે, મારા સૈન્યની પણ રાહ જોવા રોકાયો નથી; જે થોડુંક તૈયાર હતું તેને લઈને માર માર કરતો ભાગ્યો છું.
વનશ્રી! મને પણ વસંતશ્રી સાથે લગ્ન કરવાની ઓછી ઉતાવળ નથી. પરંતુ એક વાત કહું કે મારા પિતાનું હું પ્રથમ સંતાન છું, અને મારું આ પ્રથમ લગ્ન પણ છે. એટલે તેમની અનુપસ્થિતિમાં તેમજ અનુજ્ઞા લીધા વિના હું લગ્ન કરું તે ઉચિત નથી. માટે કુંવરીને કહે કે આટલી બધી ધીરજ રાખી તો હવે થોડા દિવસ વધુ રાખે, આપણે ચંદ્રપુરી પહોંચતા જ ઘડિયાં લગ્ન લઈ લઈશું.
વનશ્રી જરાક ડુંગરાઈ. તેણે અરુચિ સાથે કુમારને સંભળાવ્યું : મહારાજ! આપે તો બોલી નાખ્યું કે ચંદ્રપુરી જઈને લગ્ન કરીશું. આપને કોઈની પીડાની કલ્પના ક્યાંથી આવે? મારાં સ્વામિની તો જે પળથી આપના ગુણગાન સાંભળ્યાં છે તે જ પળથી કામદેવનાં બાણોની તીવ્ર પ્રતાડનાથી વ્યથિત બનીને જીવે છે. આપના વિનાની પ્રત્યેક ક્ષણ તેમને માટે એક એક વર્ષ જેવી લાંબી અને આકરી વહે છે. એટલે તો તેમણે તમને કહેવડાવવાની કે પૂછાવવાની પણ વાટ ન જોઈ, ને સ્વયે સામેથી આપની પાસે આવવા ચાલી નીકળ્યાં છે! આનો અર્થ વિચારો ને, તો ય આપને દયા આવ્યા વિના ન
રહે.
અને દેવ! આપે કહ્યું કે પિતાજીની ગેરહાજરીમાં મારાથી લગ્ન ન થાય, એ વાત પણ મારી દૃષ્ટિએ ઠીક નથી. આપના પિતાએ કાંઈ વાસવદત્ત રાજા પાસેથી કુંવરીની માગણી કરીને તેડાવી નથી. આ તો આપની પાસે જ સામેથી જાતે આવી રહી છે; સ્વયંવરા છે. આવી કન્યાને આપ અત્યારે પરણો તો એમાં કશું અનુચિત
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
છે ૧૯૧
નથી, કે નથી થતો કોઈ અનર્થ.
પણ કુમારને ગળે આ વાત ન ઊતરી. તેણે હા-નાકાની ચાલુ જ રાખી.
વનશ્રી કંટાળી. તેણે છેવટનું હથિયાર ઉગામ્યું ઃ મહારાજ! જો તમે આજે જ કુંવરીનો સ્વીકાર કરી લેશો, તો હું તમને એક ભયંકર અને અનર્થકારી દૂષણથી બચાવી લઈશ. પણ જો નહિ સ્વીકારો તો ભગવાન કે ભાગ્ય – કોઈ તમને એ દૂષણથી ઉગારી નહિ શકે.
કુમારે અધીરા થઈને પૂછયું : કયું દૂષણ એ?
વનશ્રી : દેવ! સીધી વાત છે. જો આજે આપે કુંવરીને નહિ પરણો, તો તે હવે પોતાની વ્યાકુળતાને જીરવી નહિ શકે, ને અવય આત્મહત્યા કરશે. આનો દોષ જે હશે તેના નિમિત્ત આપ હશો. હવે આપને ઠીક લાગે તેમ કરો. - કુમાર ઠરી જ ગયો આ સાંભળીને થોડી પળો માટે તે ઊંડા ચિંતનમાં ડૂબી ગયો. તેને થવા માંડ્યું કે જરૂર, કુંવરીની હાલત અત્યંત વિવળ હશે. તે વિના તેની સખી આવાં કઠોર અને મર્મઘાતી વેણ ન ઉચ્ચારે.
મેં પ્રાર્થનાભંગ કર્યો એવું જો કુંવરી જાણશે ને આણે કહ્યું તેમ જો તે એનો આઘાત જીરવી નહિ શકે અને આત્મઘાત કરશે, તો તેને માટે જવાબદાર હું જ હોઈશ તે વાત પાકી છે. અને તે પછી મને જે ડંખ, અપરાધબોધ અને પશ્ચાત્તાપ થશે તે કદાચ મને જીવનભર કોય જ કરશે. વળી, જગતમાં મારી અપકીર્તિ થશે ને આવા વેદિયાવેડા બદલ વડીલો નારાજ થશે તે લટકામાં.
માટે મારે આની વાત માનવી જોઈએ અને કુંવરી પાસે જઈને તેનો સ્વીકાર વિધિવત્ કરી લેવો જોઈએ.
મનમાં આવો નિર્ણય ઊગતાં જ તેણે વનશ્રીને કહ્યું : વનશ્રી! તારી વાતનો હું સ્વીકાર કરું છું. તું ઝટ જા, અને લગ્નોચિત સામગ્રી એકઠી કર. બધી વ્યવસ્થા પણ ગોઠવ. હું તૈયાર થઈને ત્યાં પહોંચું
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨ ૨ સમરું પલપલ સુવ્રત નામ
છું. બરાબર ધ્રુવ લગ્ન આવશે, તે પળે તારાં સ્વામિની સાથે હું પાણિગ્રહણ કરીશ. જા, ઝટ પહોંચ.
વનશ્રીનું હૈયું હરખથી નાચવા માંડ્યું. તેણે ત્યાંથી રીતસર દોટ જ મૂકી. પડાવે પહોંચીને પહેલાં કુંવરીને તે પછી અધિકારી પુરુષોને વધામણી આપી. સેવકો દ્વારા ઝટપટ બધી સામગ્રી એકઠી કરાવવા માંડી. લગ્નનો મંડપ વગેરે પણ તૈયાર કર્યું. કુંવરીને પણ ઉતાવળે ઉતાવળે શણગારી, અને શયનખંડ પણ સજાવી દીધો.
સમય થતાં જ કુમા૨ શ્રીવર્ક, થોડાક અંગત સેવકોની સાથે ત્યાં આવી પહોંચ્યો. બધું તૈયાર જ હોઈ તેણે ધ્રુવ લગ્ન વેળાએ કુંવરી વસંતશ્રીનું પાણિગ્રહણ કરી લીધું.
તે રાત્રિ તેણે ત્યાં જ ગાળી.
સવારે ઊઠીને કુમાર શ્રીવર્સે પ્રાતઃકાર્ય આટોપ્યું. તે પછી, હવે કેવો વ્યૂહ અપનાવવો તેની વિચારણા, વસંતશ્રી તથા તેના અધિકૃત પુરુષો સાથે કરવા તે બેઠો, તેવામાં જ સુદર્શન પાસે તેણે મોકલેલા બે સંદેશવાહકો તેની સમક્ષ ઉપસ્થિત થયા.
કુમારનો આદેશ મળતાં જ તેમણે પોતાના હેવાલ આપવાનો શરૂ કર્યો : કુમારશ્રી! આપના આદેશ પ્રમાણે કુંવરીશ્રીને આપનો સંદેશો આપ્યા પછી અમે સુદર્શન પાસે ગયા. અમે તેને કહ્યું કે અમને નરપુંગવ રાજાએ મોક્લ્યા છે. તેમણે કહેવડાવ્યું છે કે મહાબળ રાજા અમારા મિત્ર છે. તમે તેમના પુત્ર છો એટલે અમારે માટે અમારા શ્રીવર્મ જેવા જ ગણાવ. અમારે મન જેવો શ્રીવર્મ તેવા જ તમે. અમે શ્રીવર્મને આપીએ એટલા જ અધિકારથી તમને પણ શિખામણ આપી શકીએ. શ્રીવર્મનું સારું થાય તો જેમ અમને આનંદ થાય તેમ તમારી આબાદીથી પણ અમને આનંદ જ થાય. ભાઈ સુદર્શન! જો વસંતશ્રી પોતાની મરજીથી તમને વરવા ઈચ્છતી હોય તો તમે જરૂ૨ તેની સાથે પરણો; એમાં કાંઈ અયોગ્ય
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
છે ૧૯૩
નથી. અથવા, બળજબરીથી તમે તેને પરણી જાય, તો તે સામે પણ અમને કોઈ વાંધો નથી. એ રીતે પણ તમને સુખ મળતું હોય તો ગમશે.
પરંતુ, આ કન્યા શ્રીવમ સિવાય કોઈને સહન નહિ કરે, અને તમારી બળજબરીને કારણે જો જીવતર તજી દેશે, તો ઠીક નહિ થાય; તમારી અપકીર્તિ વધશે. માટે તમે આ કન્યાને જોર-જુલમથી પરણવાનો આગ્રહ જવા દો અને તેની ઈચ્છા પ્રમાણે તેને કરવા દો. - કુમારશ્રી! અમે અત્યંત શાંતિપૂર્વક આ વાત તેને કહી. પણ એ સાંભળતાં જ તેનાં ભવાં ચઢી ગયાં. એ અમને કહે : તમારા રાજાને કહેજો કે પોતાના દીકરાને જ આ બધી શિખામણ આપે. મને શિખામણ આપનારા મારા પિતા મહાબલ રાજા હજી જીવે છે. અમને રચશે તો એમનું કહ્યું કરીશું, નહિ રચે તો નહિ કરીએ; પણ તમારે અમને શીખવાડવાની જરાય જરૂર નથી. કહેજો તમારા રાજાને.
અમે કહ્યું : આ તો અમારા રાજાજીનો સંદેશો કહ્યો. એ આપને ન રુચ્યો હોય તો શું કરવું તે આપ જાણો. પરંતુ અમારા રાજકુમાર શ્રીવર્ષે પણ આપને સંદેશો પાઠવ્યો છે. આપ કહો તો તો કહી દઈએ. - સુદર્શને અમને સંમતિ આપી, એટલે અમે કહ્યું : અમારા યુવરાજ કહાવ્યું છે કે નરપુંગવ રાજવી તો ધર્મરાજાના અવતાર છે : સરળ અને સજ્જન. એ તો એટલા બધા ભલા છે કે આખી દુનિયાને, અરે, દુષ્ટ જનોને પણ ભલા જ માનીને ચાલે છે. એટલે સુદર્શન! એમની વાતને બહુ કાને ધરવાની જરૂર નથી.
મારી વાત સાંભળ! હું આ વસંતશ્રી સાથે લગ્ન કરવાનો છું. અને ત્યાં આવીને કરવાનો છું; તું જોતો રહીશ ને હું કુંવરીને પરણી જઈશ. સાવધાન રહેજે. પછી એમ ન કહેતો કે મને કીધું નહોતું, નહિ તો હું પડકારત. આ આગમચ જાણ કરી દઉં છું. તારી તાકાત
Page #203
--------------------------------------------------------------------------
________________
– ૧૯૪
સમરું પલપલ સુવ્રત નામ
-
હોય તો મને અટકાવજે.
આ સાંભળતાં જ સુદર્શન બરાડ્યો : અલ્યા, તમારા એ શ્રીવર્મના શા ભાર છે કે હું-બેઠે કુંવરીને પરણી જાય? એને અહીં આવવા તો દો; પળભરમાં એને મોતનો મહેમાન ન બનાવું તો મારું નામ સુદર્શન નહિ.
આવી શેખી કરીને એણે અમને રજા આપી, અને અમે ત્યાંથી નીકળીને સીધા આપની પાસે જ આવ્યા છીએ.
શ્રીવર્સ તેમની વાતથી ખૂબ રાજી થયો. તેણે બન્નેને ખૂબ શાબાશી આપી. પછી બેયનો સત્કાર કરીને રજા આપતો હતો ત્યાં જ કુમાર વીરપાળે મોકલેલા બે સેવકો ત્યાં દાખલ થયા. કુમારે તેમને આવકાર્યા. કુમારને નમન કરીને તે બોલ્યા : કુમારશ્રી! અમારા યુવરાજ વીરપાળે કહાવ્યું છે કે “તમે અમારા આંગણે આવી ગયા ને અમને જાણ પણ ન કરી? તમારા લગ્નમાં પણ અમને ન તેડ્યા? ખેર, હવે તમે અમારે ઘેર ક્યારે પધારો છો? અમારી ઇચ્છા છે કે કાં તો આજે તમે અમારે ત્યાં જમવા પધારો ને અમારું આતિથ્ય સ્વીકારો, અથવા તો તમે અમને લગ્ન નિમિત્તનું પ્રીતિભોજન કરાવો.”
કુમારે ઠંડે કલેજે કહ્યું : ભાઈ! આજે તો બેમાંનું એક પણ બની શકે તેમ નથી.
કેમ?
અરે ભાઈ, આજે એક મહત્ત્વનું કામ આવી પડ્યું છે, ને તે કર્યા વિના ચાલે તેમ નથી.
એવું તે કયું કામ છે, કુમાર?
ભાઈ, શું કહું? આ સુદર્શને આ અમારા માણસો દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે કે પહેલાં અમે તમારી મહેમાનગતિ કરીશું, તેનો સ્વીકાર તમારે કરવો જ પડશે. બોલો, હવે મારે શું કરવું?
વીરપાળના સેવકોએ શ્રીવર્મના મનુષ્યોને પૂછયું કે શું વાત છે આ? કાંઈ સમજ નથી પડતી–અમને. એટલે શ્રીધર્મના સેવકોએ સુદર્શનની તુમાખીભરી વાતો તેમને કહી સંભળાવી. એટલે એમણે
Page #204
--------------------------------------------------------------------------
________________
શીવર્મ
જ
૧૯૫
પૂછ્યું : તો અમે વીરપાળજીને શું કહીએ?
શ્રીવર્મ : અહીં જે સાંભળ્યું તે કહેજો.
બન્ને ગયા. વીરપાળને વાત કરી. વીરપાળે પણ તે બેને તરત સંદેશો શીખવીને પાછા શ્રીવર્સ પાસે મોકલ્યા. તેમણે આવીને શ્રીવર્મને કહ્યું : સુદર્શન સાથે આપણે બેય મળીને પાછળથી હિસાબ સમજી લઈશું. અત્યારે તો આનંદની વેળા છે. તમે બધું પડતું મૂકીને અમારે ત્યાં જમવા પધારો-એમ વીરપાળજીએ કહેવડાવ્યું છે. - શ્રીવર્ગ આ સાંભળીને જરા ખમચાયો. આનો શું જવાબ વાળવો તેનો વિચાર તે ગોઠવતો હતો ત્યાં જ વનશ્રી ત્યાં આવી લાગી, ને માત્ર કુમાર જ સાંભળી શકે તે રીતે તેણે કહ્યું : દેવ! હજી સુધી આપનાં દર્શન થયાં નથી તેથી મારાં સ્વામિની વ્યાકુળ થઈ ગયાં છે. તેમની ધીરજ ખૂટી જતાં તેમણે મને આપની પાસે મોકલી છે. તેમણે કહ્યું છે કે જો શ્રીવર્મ કુમાર સાથે મારાં લગ્ન વિના વિદ્ધ અને શીધ્રપણે થઈ જશે તો હું વજાયુધા દેવીની વિશિષ્ટ પૂજા રચાવીશ, અને દેવી સમક્ષ નૃત્યાદિનું આયોજન કરાવીશ; એવી મેં બાધા રાખેલી. તે હવે મારે સત્વરે પૂરી કરવી જોઈએ. માટે આપ આની વ્યવસ્થા કરાવો.” - કુમારે તેની વાત સ્વીકારીને તેને જવા દીધી. પછી વીરપાળના સેવકો તરફ ફરીને તેણે કહ્યું : વિરપાળને કહેજો કે સુદર્શન સંબંધ કોઈ વાત કે ફિકર તમારે ન કરવી. કેમકે નહિ તો એ પાછળથી એમ કહેશે કે “જો વીરપાળે શ્રીવર્ગને સહાય ન કરી હોત તો હું તેને બરાબરનો ચમત્કાર દેખાડી દેત; એ છૂટત તો નહિ જ.' આવું સાંભળવાની મારી ઇચ્છા નથી, એ એક વાત.
બીજી વાત એ કે તમે જમવા તેડાવો છો તો તે માટે આપવામાં મને જરાય વાંધો નથી. પણ આ તમે જુઓ છો તેમ હું જરા કાર્યવ્યગ્ર છું, એટલે આજે નહિ આવી શકું. કાલે સવારે તમારા કુમારશ્રી જેમ કહેશે તેમ હું અવશ્ય કરીશ. આજે હવે વધુ આગ્રહ ન કરશો. તમે તેમને મારી વાત સમજાવજો.
Page #205
--------------------------------------------------------------------------
________________
-૧૯૬
સમરું પલપલ સુવ્રત નામ
-
વીરપાળના સેવકો રવાના થતાં જ કુમાર વસંતશ્રી સાથે દેવીની મંદિરે જઈને ઉત્તમ પ્રકારે પૂજા કરવામાં પરોવાઈ ગયો. ત્યાર પછી તેણે ઉતાવળે બધી ગોઠવણ કરાવીને ત્રીજા પ્રહરે દેવી-સમક્ષ નાટક અને નૃત્યનો પણ પ્રારંભ કરાવ્યો. પોતે પણ બધું પડતું મૂકીને પ્રેક્ષકવૃંદ સાથે તે જોવા બેઠો.
ધીમે ધીમે નાટક જામવા લાગ્યું, ત્યાં જ એક ગુપ્તચર આવી લાગ્યો. તેની પાસે મહત્ત્વના સમાચાર હતા, એવું તેના મુખભાવ પરથી કળી ગયેલા કુમારે નાટક જોતાં જોતાં જ તેની વાત સાંભળવા માંડી. તેણે કુમારના કાન પાસે મોં ધરીને આ પ્રમાણે કહ્યું :
મહારાજ ! મારો બનેવી સુદર્શનનો ખજાનચી છે. એને કોઈવાર કાંઈ કામ પડે તો મારો લાભ લે છે. એના બદલામાં મને ત્યાંની કેટલીક ગુપ્ત વાતો જાણવા મળી રહે છે. એ રીતે જાણવા મળેલી થોડીક વાતો આવી છે : તમારા બે સંદેશવાહકોને સુદર્શને ગઈકાલે આવેશમાં આવીને કાઢી મૂક્યા, તે પછી તેને તેના અંગત પુરુષોએ ઠાર્યો અને હવે ચૂપચાપ સ્વદેશ પાછા જતા રહેવા માટે સમજાવ્યો. તે વખતે તે બોલ્યો કે માળું, મારે ગુસ્સે નહોતું થવું, પણ શ્રીવમના દૂતોએ એવાં કડવાં વેણ કાઢવા માંડ્યાં કે મારાથી તે ખમી ન શકાયાં, ને હું હુંકારપૂર્વક આવેશમાં આવીને ગમે તેમ બોલી ગયો.
હવે જો હું તેને કોઈ જ પાઠ ભણાવ્યા વિના ચૂપચાપ જતો રહું તો મારી શોભા શી? છેવટે એના સૈન્યને પણ થોડુંક પણ પજવીને પછી નીકળી જઉં તો મારું બોલેલું સાવ મિથ્યા ન થાય!
તેના અંગત જનોએ પણ તેની આ વાતમાં સમંતિ દર્શાવી. આ તો થઈ ગઈકાલ બપોરની વાત.
આજે સવારના બીજા પ્રહર દરમિયાન જે બન્યું તે કહું : તેની પાસે તેનો વિશ્વાસુ માણસ માધવરાય અચાનક આવ્યો, અને કહ્યું કે શ્રીવર્મ આજે આખો દહાડો ને રાતના પ્રથમ ત્રણ પ્રહર સુધી વજાયુધા દેવીના ભક્તિ-જાગરણમાં મશગૂલ રહેવાનો છે – તેવા
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ * ૧૯૭
સમાચાર છે. એનો અર્થ એ કે એ આજે રાત-દહાડો ગીત-નૃત્યમાં જ રોકાયેલો હશે ને તેથી ગાફેલ હશે. આ તકનો લાભ લેવો હોય તો લઈ લેવા જેવો છે.
સુદર્શન તો આવી જ તકની પ્રતીક્ષામાં હતો. તે ઉત્સાહમાં આવી ગયો. તેણે માધવને તો તમારા વિશે વધુ માહિતી જાણી લાવવા મોકલી દીધો. પરંતુ તેના જતાં જ પોતાના સેનાપતિ નરસિંહને બોલાવી, માધવે આપેલા સમાચાર કહીને આજ્ઞા કરી કે આજે પાછલી રાત્રે વજાયુધા દેવીના મંદિરમાંથી નીકળીને શ્રીવર્મ જ્યારે પોતાના સ્થાને જઈને ઊંઘી જાય, ત્યારે તમારે સૈન્ય સાથે ત્યાં જવાનું, શ્રીવર્મના રહેઠાણ પર ધાડ પાડવાની ને તે જાગે તે પહેલાં જ પાછા વળી જવાનું.
નરસિંહે સુદર્શનની વાત પકડી લીધી, અને ત્યાંથી ઊઠી પોતાના પડાવમાં પહોંચી તેણે વિવિધ ટુકડીઓના નાયકોને એક પછી એક બોલાવીને છાની છાની સૂચનાઓ આપવા માંડી. તે નાયકો પણ પોતાને મળેલી સૂચના પ્રમાણે, ત્યાંથી પોતાને સ્થાને જઈને શ્રેષ્ઠ અશ્વો, હાથી, સુભટો વગેરેને તૈયાર કરવામાં લાગી પડ્યા છે.
મહારાજ, આટલું જોઈને હું ત્યાંથી નીકળી ગયો છું. અહીં આવીને જેવું જોયું તેવું આપને નિવેદન કર્યું. હવે આપ આજ્ઞા કરો.' ગુપ્તચરે પોતાની વાત પૂરી કરતાં શ્રીવર્મને કહ્યું.
શ્રીવર્ષે તેના પ્રતિ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી તેનો યોગ્ય સત્કાર કર્યો. તેનું નામ વાયુકુમાર હતું તે પણ વાતવાતમાં જાણી. લીધું. પછી તેને પુનઃ સુદર્શનની પછીની હિલચાલ જાણવા માટે મોકલી આપ્યો.
તેના જતાં જ કુમારે પોતાના સૈન્યાધિપતિને ત્યાં ચાલુ નાટકે જ – બોલાવ્યો, અને તેના કાનમાં કાંઈક લંબાણપૂર્વક સૂચનો કહી તેને વિદાય કર્યો. પણ પોતે તો ત્યાં જ, મોઢા પર ચિંતાની આછી પણ રેખા આવવા દીધા સિવાય, નાટક જોતો અને આનંદ-પ્રમોદ કરતો બેસી રહ્યો.
-
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮ છે
સમરું પલપલ સુરત નામ
આમ ને આમ રાત પડી, ને જોતજોતામાં મધરાત થવા આવી. બરાબર તે વખતે પેલો વાયુકુમાર પાછો ત્યાં આવ્યો, અને કુમારના કાન આગળ મોં ગોઠવીને કહેવા લાગ્યો : કુમારશ્રી! અહીંથી નીકળ્યા પછી હું સૂર્યાસ્ત વેળાએ સુદર્શનની છાવણીમાં પહોંચી ગયો. ત્યાં હિલચાલ ચાલુ જ હતી. મેં જોયું કે સેનાપતિ નરસિંહ સુદર્શનને મળવા જઈ રહ્યા છે, એટલે હું પણ તેની પાછળ પાછળ ત્યાં પહોંચી ગયો. એ છાવણીમાં મારા માટે કોઈને હજી શંકા નથી ગઈ, એટલે મને જવા પણ દીધો. - નરસિંહે સુદર્શનને નિવેદન કર્યું કે કુમાર આપની આજ્ઞાનુસાર મેં આપણી સેનાને ત્રણ વિભાગમાં વહેંચી દીધી છે, માત્ર હાથીઓનું સૈન્ય યથાવતુ રાખ્યું છે. ટુકડીઓ સજ્જ છે. હવે આપ આજ્ઞા કરો ત્યારે અમે નીકળીએ.
ત્યારે સુદર્શને તેને હસતાં હસતાં કહ્યું : નરસિંહ! બહુ મજાના સમાચાર છે. હમણાં જ આપણા ગુપ્તચર દ્વારા મળેલી બાતમી મુજબ શ્રીવર્ગ તો નકરો બેફિકર બનીને વજાયુધા દેવીના પ્રાંગણમાં જલસા માણી રહ્યો છે. તેની સેના ક્યાં છે ને શું કરે છે તેનું પણ તેને ભાન નથી. તો બીજી તરફ ધણી વિનાનાં ઢોર સૂનાં એ ઉક્તિ મુજબ તેની સેનાના માણસો પણ વેરવિખેર રખડી રહ્યા છે. સૌ બાપાના બગીચામાં ટહેલવા કે ઉજાણીએ નીકળ્યા હોય તેમ, કોઈને જણાવ્યા વિના કે પછી “અમે સવારે સૂર્યોદય આસપાસ આવી જઈશું' એમ કહી કહીને ઘૂમવા નીકળી ગયા છે. એટલે તેનું સૈન્ય પણ અત્યારે અસ્તવ્યસ્ત છે.
એટલે નરસિંહ ! તારે ગમે તે ક્ષણે તેની છાવણી પર ધાડ મારવી હોય તો આજે મારી શકાય છે. પણ મારી એક પ્રબળ ઈચ્છા છે કે શ્રીવર્ગને પણ જો પકડી લવાય તો મજા આવી જાય. અને એ અત્યારે દેવીના મંદિરમાં છે–ત્યાં સુધી આપણે કાંઈ કરી ન શકીએ. એક કામ કર; રાત્રિના છેલ્લા પ્રહરે આ જલસો પૂરો થતાં જ શ્રીવર્ગ ત્યાંથી નીકળીને પોતાની છાવણી પર અવશ્ય જશે.
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૧૯૯
એ વખતે એ ખુદ પણ આળસ અને ઊંઘમાં હશે, ને એના સૈનિકો પણ અસ્તવ્યસ્ત હશે. તું તે વખતે ધાવો બોલાવી દે, ને શ્રીવર્મને પણ પકડી લાવ, ને તેની છાવણી ૫૨ ધાડ પાડીને થોડોક હાથફેરો પણ કરી આવ.
નરસિંહ આ આજ્ઞા લઈને બહાર નીકળ્યો. પોતાની સાથે આવનારા નાયકોને તેણે કહ્યું કે પાંચેક ઘડી માટે તમે બધા આડે પડખે થવું હોય તો થઈ જાવ; કેમકે પછી આખી રાતનો ઉજાગરો જ છે.
પછી તેણે સેનાની તથા પડાવની રખવાળી માટે ચોતરફ શ્રેષ્ઠ ધનુર્ધારી ઘોડેસ્વાર સૈનિકોને ગોઠવી દીધા, અને પોતાના તંબૂમાં જતાં જતાં તે એક સૈનિકને કહેતો ગયો કે જ્યારે ચોઘડિયાના પાંચ ડંકા વાગે ત્યારે મને તમે ઉઠાડજો.
Jaih Education International
તે સૈનિકે પણ સમય થતાં જ નરસિંહને જગાડી દીધો. તેણે તત્કાળ પોતાની સાથે લેવાની ટૂકડીઓને સાબદી કરી, ને તે ત્યાંથી નીકળીને આપણી છાવણીથી થોડેક દૂર આવીને થંભી ગયો. ત્યાંથી તેણે આપની છાવણીની શી પરિસ્થિતિ છે તે જાણવા માટે પોતાના ત્રીસ ગુપ્તચરો રવાના કર્યાં. તે લોકો આપની છાવણીની ચોતરફ અવલોકન કરીને શીઘ્ર પાછા ફર્યા અને કહ્યું કે શ્રીવર્મની છાવણીની બહાર ચારે તરફ ચોકીઓ ગોઠવાયેલી છે, એટલે અંદર જવાનું તો મુશ્કેલ છે; પરંતુ અંદરથી ખાસ કોઈ હિલચાલનો કે બીજો કોઈ પ્રકારનો અવાજ આવતો નથી. બધા ઘસઘસાટ ઊંઘતા હશે કે પછી અંદર ખાસ માણસો નહિ હોય; કાંઈ ખ્યાલ નથી આવતો. એ તો ઠીક, પણ બહાર ચોકિયાતો તો જાગતા હોય અને લટાર મારતામારા સબ સલામતના પોકાર કર્યા જ કરતા હોવા જોઈએ; અહીં તો એ પણ જોવા ન મળ્યા.
આ સાંભળીને નરસિંહે કહ્યું : એવું બને કે શ્રીવર્મ સાથે કેટલુંક સૈન્ય ગયું હોય, કેટલાક લોકો નાયકની ગેરહાજરીનો લાભ લઈને રંગ-રાગ કરવા જતા રહ્યા હોય, ને જે થોડા ઘણા રહ્યા હોય તે
Page #209
--------------------------------------------------------------------------
________________
-૨૦૦ છે
સમરું પલપલ સુવ્રત નામ
થાકીને ઊંઘી ગયા હોય.
અને હજી તો રાતનો બીજો પહોર ચાલે છે. તે પૂરો થાય, પછી પણ એક આખો પહોર મારે પ્રતીક્ષા કરવાની છે. ચોથા પ્રહરે શ્રીવર્ગ જલસામાંથી બહાર નીકળે એવી આપણી ધારણા છે. એટલે ત્યાં સુધી તો ધીરજ ધરવી જ પડે. ચોથો પ્રહર શરૂ થઈ જાય ને છતાં શ્રીવર્સ ન આવે તો પછી હું રાહ નહિ જોઉં. પછી તો હલ્લો કરી ધાડ પાડી જ દઈશું, ને તેનું બધું જ લૂંટીને પાછા ઠેકાણે પહોંચી જઈશું.
નરસિંહ આટલું બોલી રહ્યો ત્યાં જ કોઈકે જોરથી છીંક ખાધી. છીંકનો શબ્દ કાને પડતાં જ તે ચોંક્યો. તેને ડર લાગ્યો હોય કે ગમે તેમ, પણ તેણે તે જ પળે પોતાની ટૂકડીની ફરતે ધનુષ્યધારી સૈનિકોને ગોઠવી દીધા, અને કોઈને પણ આસપાસમાં ફરકવા નહિ દેવાનો આદેશ આપ્યો.
વધુમાં, માધવે ગોઠવેલા ગુપ્તચરો “આપ હજી નાચગાનમાં જ મશગૂલ છો, ને દેવી-મંદિરના ગઢનાં દ્વાર હજી બંધ જ છે.' તેવા સમાચાર ત્યાં તેને આપવા આવેલા; તેમણે તેને એમ કહીને પાછા મોકલ્યા કે, તમે ત્રીજો પ્રહર પૂરો થાય ત્યાં સુધી દેવીમંદિરની આજુબાજુ રહો ને પળેપળની હિલચાલે બારીક નજરે જોતાં રહો. ત્રીજો પ્રહર પૂરો થતાં જ શ્રીવર્મની જે હિલચાલ થાય તેની મને તરત જ જાણ કરજો.
પોતાની વાત પૂર્ણ કરતાં વાયુકુમારે શ્રીવર્મને કહ્યું : કુમાર! આટલું બન્યું ત્યાં સુધી હું નરસિંહની આગળ-પાછળ જ તેના માણસ તરીકે ગોઠવાઈ રહેલો. આ પછી એ બધાની નજર ચૂકવીને હું છટક્યો છું ને અહીં આવી પહોંચ્યો છું.
શ્રીવમેં સ્મિત સાથે તેને થાબડ્યો, અને કહ્યું કે હવે હમણાં તું આટલામાં જ ક્યાંક સૂઈ જા. અત્યારે કશું કામ નથી. નાટક હજી ચાલે છે, એટલે મારું મન પણ બીજે નહિ ચોટે. તું આરામ કર. જરૂર પડ્યે તને બોલાવીને કામગીરી સોંપીશ.
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
(
૨૦૧
એને મોકલી દીધા પછી શ્રીવર્મના મનમાં ગડમથલ ચાલી : પાછળથી આવનારું સૈન્ય હજી આવ્યું કે ન આવ્યું, તેના સમાચાર હજી કાંઈ કેમ નહિ આવ્યા હોય? એ આવી ગયું હોય તો તેને લક્ષ્યમાં રાખીને પ્રતિકાર કરવાનું ગોઠવું. ન આવ્યું હોય તો અત્યારે હું અહીં ને અહીં જ નાટક જોવામાં રાત્રિનો ચોથો પ્રહર પણ વીતાવી દઉં તે જ ઠીક છે. ભલે અત્યારે નરસિંહ મારી છાવણી પર ધાડ પાડે ને લૂંટી જાય. સવારે તેનો યોગ્ય ઈલાજ થઈ શકશે.
કુમાર આવી ચિંતામાં રમતો હતો ત્યાં જ તેની સમક્ષ તેના સેનાપતિ રણસિંહનો વિશ્વાસુ સેવક સુંદર આવી ઊભો.
તેને જોતાં જ કુમાર સાકાંક્ષ થઈ ગયો, ને આતુરતાથી પૂછ્યું : તું? ક્યારે આવ્યો? બોલ, ઝટ ઝટ જે હોય તે કહેવા માંડ.
સુંદરે પણ કુમારની આતુરતા પારખીને કોઈ જ ઔપચારિકતા બતાવ્યા વિના વાત ચાલુ કરી :
મહારાજ કુમાર! આપની આજ્ઞા અનુસાર સેનાપતિજીએ મને આપણા પાછળ આવી રહેલા સૈન્યની તપાસ કરવા દસ સૈનિકો સાથે મોકલ્યો હતો. અમે એકાદ યોજન ગયા હોઈશું ત્યાં જ આપણું સૈન્ય દડમજલ કરતું આવી રહેલું અમારા જોવામાં આવ્યું. સૂર્ય અસ્ત થવાની ત્યારે તૈયારી હતી. - સૈન્યની આગેકૂચ ચાલુ જ હતી, ને હું તે સૈન્યમાં પ્રધાન નાયક તરીકે નીમાયેલા યોગરાજને ઝડપથી મળ્યો, અને આપનો આદેશ તેને કહ્યો. તેણે તરત જ સૈન્યને ત્યાં ને ત્યાં સ્થગિત કરાવ્યું ને પડાવ નખાવ્યો. પછી તેમાંથી ચુનંદા સુભટો તથા આયુધો વગેરે જુદું તારવી તે બધું તેજીલી સાંઢણીઓ પર ચડાવી તે આગળ વધ્યો; યુદ્ધ માટે અસમર્થ એવા લોકોને તેણે તે પડાવમાં જ રાખ્યા, અને તેનો હવાલો સિંહરાજને સોંપ્યો.
હું પણ યોગરાજની સાથે જ થઈ ગયો. થોડુંક ચાલ્યા પછી મેં તેને કહ્યું કે કુમારશ્રીએ મને ફરમાવ્યું છે કે તમને સંદેશો પહોંચાડીને મારે પાછા તેમની પાસે ઉપસ્થિત થવું. એટલે હું |
૧૪
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૨
સમરું પલપલ સુરત નામ
કુમારશ્રી પાસે જઉં છું. તમે લોકો અધ પંથ કાપ્યા પછી જરા રોકાજો, વાટ જોજો. કુમારનો નવો આદેશ લઈને હું તમને તરત પાછો મળું છું.
હવે ફરમાવો, શી આજ્ઞા છે?
કુમારે ત્વરિત નિર્ણય લેતાં તેને સમજાવ્યો : યોગરાજને કહે કે તેની પાસેના સૈન્યને બે વિભાગમાં વહેંચી દે. એક વિભાગ તેના ભાઈ ક્ષેમરાજને હવાલે કરે. ક્ષેમરાજ તે સૈન્યને લઈને આપણો પડાવ છે ત્યાં પહોંચે, અને આપણે મૂકેલા ચોકિયાતોને પડાવની અંદર મોકલી દઈને તેનું નાકું સંભાળી લે.
યોગરાજ પોતાની ટુકડીને લઈને જરાક ચકરાવો લઈને નરસિંહના લશ્કરની પાછળ પહોંચી જાય અને જરાક અંતર રાખીને રાહ જુએ. તેને ખાસ કહેજે કે હાથીઓની સેના તે અલાયદી જ રાખે; ક્ષેમરાજને ન સોંપે. હાથી-સેનાને આપણા પડાવની પછીતે, કોઈને ખ્યાલ ન આવે તે રીતે ગોઠવી દો. નરસિંહ આપણા પડાવ પર હુમલો શરૂ કરે ત્યારે મારા મોકલેલા ગુપ્તચર દ્વારા સંકેત મળતાં જ યોગરાજે તેને પાછળથી ભીડવવાનો છે. આગળ તો ક્ષેમરાજ છે જ. અને બરાબર તે જ વખતે હું પણ વજાયુધા દેવીના ગઢમાંથી બહાર નીકળીને હાથીઓના દળ સાથે ક્ષેમરાજની વહારે ધસી જઈશ. આમ ત્રિપાંખિયા હુમલાનું આપણે આયોજન કરવાનું છે. તું સત્વર પહોંચ અને યોગરાજને આ આખીયે યોજના સમજાવી દે.
સુંદર વીજળીવેગે પહોંચ્યો, કુમારનો આદેશ યોગરાજને કહ્યો, અને તેણે પણ અત્યંત ચપળતાપૂર્વક તેનો અક્ષરશ: પણ ત્વરિત અમલ કર્યો.
આ બાજુ શ્રીવર્મકુમારે નાટક અને નાચગાન સત્વર આટોપાવ્યાં. પોતે વસંતશ્રીના આવાસે ગયો, ઝટપટ તૈયાર થઈ ગયો.
Page #212
--------------------------------------------------------------------------
________________
–
શ્રીવમ
જ ૨૦૩
૨૩
વસંતશ્રી પણ સજ્જ થઈ ગઈ.
બહાર નીકળતાં નીકળતાં કુમારે સાત આઠ અનુચરોને બોલાવ્યા, ને કાનમાં કેટલીક રહસ્યમય સૂચનાઓ આપી વિદાય કર્યા. તેમની પાછળ જ તે પોતે પણ પોતાના સૈનિકો સાથે દેવીના ગઢમાંથી બહાર નીકળી ગયો. સાથે વસંતશ્રીનો મોટો રસાલો હતો. તેમાં મશાલચીઓ અને વાજિંત્રવાદકો પણ હતા. કુમારે મશાલો બૂઝાવરાવી નાખી, અને વાંજિત્રો વગાડવાની મનાઈ ફરમાવી. પોતે એક હાથી મંગાવી તેના પર વસંતશ્રી સાથે આરૂઢ થઈ ગુપચૂપ ચાલી નીકળ્યો, ને જોતજોતામાં તો પોતાના મૂળ પડાવમાં પહોંચી પણ ગયો. - ત્યાં પહોંચતા જ ક્ષેમરાજ પાસેથી તેણે જાતે મોરચો સંભાળી લીધો. વસંતશ્રી વગેરેને અંદર પડાવમાં મોકલી આપ્યાં. પાંચસો હાથીઓ અને અશ્વદળને સાબદા કરાવ્યાં, અને પછી શત્રુના આક્રમણની પ્રતીક્ષા કરતો બેઠો.
આ બધું એટલી ઝડપથી બની રહ્યું હતું કે રાત્રિના એ ઘોર અંધકારમાં કોઈને આ બધાંની કલ્પના પણ ના આવી શકે. યુદ્ધમાં જેની ચપળતા તેની જીત. જે સાવધાન રહી જાણે તે જ વિજયી બને – આ યુદ્ધનો વણલખ્યો નિયમ. કુમાર બન્ને વાતે તૈયાર હતો.
પેલા આઠ સેવકો કુમારની ખાનગી સૂચના પ્રમાણે પહેલા સીધા પડાવે ગયા. ત્યાં જઈને સૈનિક નો વેષ બદલીને અદ્દલ ગામડિયાઓનો વેષ ધારણ કર્યો. પછી તે લોકો નરસિંહ અને તેનું સૈન્ય ઊભેલું તે દિશામાં મોટે મોટેથી વાતો કરતાં ઝડપભેર ચાલવા માંડયા. નિબિડ અંધારું, હવાનો પણ વિશ્વાસ ન થાય તેવું વાતાવરણ, ગુપ્તચરોની અને સૈનિકોની ભેદી હલચલ અને ભાંગતી રાત - આવા સમયે આ રીતે મોટેથી વાતોના તડાકા મારતા ને ખડખડાટ હસતાં હસતાં કોણ જતું હશે? સ્વાભાવિક રીતે જ આવી
Page #213
--------------------------------------------------------------------------
________________
–૨૦૪
સમરું પલપલ ચવ્રત નામ
શંકા નરસિંહના ચોકીદારોને પડી. તેમણે આ લોકોને પડકાર્યા, આંતર્યા અને ઊલટ તપાસ આદરી : કોણ છો તમે? આટલી મોડી રાત્રે ક્યાંથી નીકળ્યા? ક્યાં જાવ છો? શું કામે નીકળ્યા છો? - - પ્રશ્નોની જાણે ઝડી વરસી.
આ લોકો તૈયાર જ હતા આ માટે. બલ્ક તેઓ આવું થાય તે ખાતર જ નીકળેલા. તેમણે પૂરી ઠાવકાઈ સાથે જવાબ વાળવા માંડ્યા : ભાઈ સા'બ, અમે નજીકના “કાલવલી ગામના ગામેતીઓ છીએ. આજે અમે લોકો દેવીને પગે લાગવા ગયા હતા, તો ત્યાં અમે શ્રીવર્મકુમારને દીઠા. એમણે મસ્ત નૃત્ય અને નાટકોનો જલસો કરાવ્યો'તો ને કાંઈ! અમે એ જોવા માણવા ત્યાં રોકાઈ ગયા. પણ એ જોવામાં ને જોવામાં જ ક્યારે દહાડો પૂરો થયો, રાત પડી, ને મધરાત પણ પડી ગઈ, તેની અમને સરત જ ના રહી!
છેક હમણાં, થોડીવાર અગાઉ જ, નાટક પૂર્ણ થયાં, ગઢના બારણાં ઊઘડ્યાં, ને શ્રીવર્મકુમાર તથા બધા પ્રેક્ષકો ત્યાંથી નીકળીને પોતપોતાના આવાસે જવા નીકળ્યા, ત્યારે અમને પણ ભાન આવ્યું ને હવે અમે પણ ઘેર જઈએ છીએ. બીજું કાંઈ કારણ પણ નથી કે નથી અમે કોઈ શંકાસ્પદ માણસો. માટે ચોકીદાર ભાઈઓ, અમને જવા દો ને અમારે ઘેર. કાલાવાલાના સૂરમાં પણ મોટા બૂમરાણ સાથે પેલાઓએ વિનવણી કરવા માંડી.
ચોકીદારો કહે : તમે કહ્યું તે સાચું જ છે તે કેમ મનાય? તમે ચોર, જાર કે ગુપ્તચરો નહિ હો તેની શી ખાતરી? એટલે અત્યારે તો તમને નહિ છોડીએ. સવાર પડે પછી જોઈશું. ' અરે, પણ તમારા આગળના ચોકિયાતોએ તો અમને જવા દીધા, ને તમે કેમ ના છોડો? એ લોકો પણ શ્રીવર્ગના માણસો હતા. તમે પણ એમના જ માણસો છો. તો પછી એક જ ઠાકોરના માણસોની રીતરસમમાં આટલો તફાવત કેમ છે?
ચોકિયાતોએ ગામડિયાઓનો ભરમ ભાંગવાને બદલે “ચાલે છે તેમ ચાલવા દેવાનું પસંદ કર્યું. તેમને લોભ હતો કે કદાચ કાંઈ !
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૨૦૫
નવી માહિતી મળી આવે. તેમણે ચલાવ્યું : તમારી વાત સાચી. પણ ઘનઘોર રાત છે, ને તમે ખરેખર કોણ છો તેની અમને ખબર નથી. એટલે અમારે અમારા ઉપરીને પૂછી લેવું પડે. તમે થોડવાર અહીં જ રહો; અમે અમારા ઉપરીની સંમતિ લઈ લઈએ.
આમ કહીને એક ચોકિયાત દોડ્યો નરસિંહ પાસે. બધી વાત જણાવીને હવે આ પકડાયા છે તેમનું શું કરવું તે પૂછ્યું. નરસિંહે કહ્યું : આ ગામડિયાઓને ઝાલી ન રાખવા. કેમકે એ લોકો અહીં હશે તો મોટેમોટેથી વાતો કરતાં રહેશે, ને તો આપણી હિલચાલની ભાળ શત્રુને મળી જશે, ને આપણું કામ ખોરંભાશે. માટે એમને જવા જ દો. પણ એમને હવે પાછા ન જવા દેશો; એમને આગળ જ ધકેલજો.
ચોકિયાતોએ ઉતાવળે ઉતાવળે એ સૂચનાનો અમલ કરી દીધો.
દરમ્યાનમાં નરસિંહના મનમાં ભારે અસમંજસ સર્જાયું. તેણે મોકલેલા ગુપ્તચરો હજી કોઈ સંદેશો લઈને આવ્યા ન હતા; તો આ ગામડિયાની વાતોમાંથી એવું ફલિત થતું હતું કે શ્રીવર્ય દેવીના ગઢમાંથી નીકળીને પોતાના પડાવે પહોંચી ગયો છે. જો આ વાત સાચી હોય તો હજી પોતાના માણસો કેમ ન આવ્યા? .
થોડી પળો માટે તે આવી દ્વિધામાં અટવાતો રહ્યો, ત્યાં જ તેના બે ગુપ્તચરો આવી પહોંચ્યા. તેણે જરા ડાય, તો તેમણે કબૂલ કર્યું કે તેઓની આંખ ઘડીકવાર મળી ગયેલી, ને તેઓ જાગ્યા ત્યારે તો નાટક વગેરે બધું સંકેલાઈ ગયેલું ને દરવાજા પણ બંધ થઈ ગયેલા. પછી તેમણે દ્વારપાલ થકી જાણ્યું કે બધું સમાપ્ત થયું છે ને શ્રીવર્સ પોતાની છાવણી પર જતો રહ્યો છે. હવે તો તે ઊંઘી પણ ગયો હોય.
આ સાંભળીને અમે દોડાદોડ અહીં આવ્યા છીએ, દંડનાયકા અમને ક્ષમા કરો જરા વધુ પડતો થાક હતો એટલે આવી ક્ષતિ થઈ ગઈ. ફરીથી આવું નહિ બને.
નરસિંહે તેમને જવા દીધા. એ સાથે જ તેણે સૈન્ય સહિત
Page #215
--------------------------------------------------------------------------
________________
– ૨૦૬
સમરું પલપલ રાવત નામ -
આગેકૂચ પ્રારંભી દીધી, શ્રીવર્મની દિશામાં.
પેલી બાજુ, ગામડિયાનો વેષ ભજવતા સૈનિકો મૂછે તાવ દેતા ને એકમેકને તાળી આપતાં ઉતાવળી ચાલે ચાલતાં પહોંચ્યાં યોગરાજ પાસે. તેને તેઓએ નરસિંહના ચોકિયાતોને કેવા છેતર્યા તેની વાત કરીને કહ્યું કે કુમારશ્રીએ કહાવ્યું છે કે મેં હસ્તીદળનું નેતૃત્વ લઈ લીધું છે, અને અમે સાબદા જ છીએ; હવે જે ક્ષણે અમારી છાવણીની દિશામાં મશાલો ઝળહળી ઊઠે, રણભેરી ગાજી ઊઠે અને ભાટ-ચારણોના સ્વરો ગુંજવા લાગે, તે ક્ષણે તમે જાણજો કે યુદ્ધ ચાલુ થઈ ગયું છે. એ સાથે જ તમારે પાછળથી હલ્લો કરી દેવાનો છે.
આ વાત ચાલતી હતી ત્યાં જ યોગરાજનો અંગત ગુપ્તચર ખબર લાવ્યો કે નરસિંહનું સૈન્ય આગળ ધસી રહ્યું છે. તત્કાળ યોગરાજે પણ તેનું પગલે પગલું દબાવતા તેનો પીછો આદરી દીધો.
નરસિંહના મનમાં એક જાતની નિશ્ચિતતા પ્રવર્તતી હતી. તે હજી પણ એવા જ ભ્રમમાં રાચતો હતો કે તેની યોજનાની તથા હુમલાની શત્રુને ગંધ પણ નથી આવી. અત્યારે તો શ્રીવર્મ ને તેનું સૈન્ય નિરાંતે મીઠી નીંદરમાં પોઢ્યા હશે, ને એને જાગવાની ને પછી ભાગવાની કે સામનો કરવાની તક મળે તે પહેલાં તો મારું કામ તમામ થઈ ગયું હશે.
આ તોરમાં ને તોરમાં તે શ્રીવર્મની છાવણીની નજીક આવી પહોંચ્યો. ત્યાં તો એકાએક એકીસાથે સેંકડો મશાલો પ્રજ્વલિત થઈ ઊઠી ને રણવાદ્યો ગરજી ઊઠયા. એ સાથે જ હજારો કંઠમાંથી મારો, કાપોના તુમુલ નાદ ને શસ્ત્રોના ખખડાટ પણ કાને પડ્યા.
મશાલના પ્રકાશમાં તેણે જોયું તો તેની આંખો પહોળી થઈ |
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૨૦૭
ગઈ : અધધ, આટલા બધા હાથી? આવું વિશાળ અશ્વદળ? તે પણ એકદમ સુસજ્જ? બાપ રે! અમારા આક્રમણની જાણ આ લોકોને કેવી રીતે થઈ ગઈ હશે? અને આટલી બધી તૈયારી પણ કેવી રીતે રાતોરાત કરી હશે?
પણ પળ-બે પળમાં જ તેણે આ ચિંતા તથા પ્રશ્નોને મનમાંથી ખંખેરી નાખ્યા. તે પણ જબરો યોદ્ધો હતો ને! તેણે તરત પોતાના સૈન્યને આદેશ આપ્યો : તૂટી પડો. અને એ સાથે જ ત્યાં સુમુલ ઘમસાણ મચી ગયું.
યુદ્ધ શરૂ થવાની સાથે જ પળેપળે રંગ પલટાવા માંડ્યા. ક્ષણમાં નરસિંહનું પલ્લું નમતું તો ક્ષણાર્ધમાં ક્ષેમરાજની સરસાઈ સ્થાપિત થતી. નરસિંહે સબળ અને અથાક પ્રયાસો વડે પોતાના સૈનિકોને પ્રેય, દોર્યા, ઉશ્કેર્યા. એમણે પણ એના જવાબમાં એટલી જ વીરતા દાખવી. પરંતુ ૫૦૦નું ગજદળ, હજારોનું અશ્વદળ, અને સ્વય રાજકુમાર શ્રીવર્મનું નેતૃત્વ. આ બધા સામે આવડું સૈન્ય શું નભે?
નરસિંહે ઝડપથી ક્યાસ કાઢી લીધો, તેણે જોયું કે આમાં જીતવાની આશા તો રખાય જ નહિ, પણ નાહકના મારા સૈનિકોને હોમવાના જ છે. એ કરતાં ભાગી નીકળવું જ શ્રેયસ્કર છે. જીવ બચશે તો વળી નવો પેંતરો કરીશું.
તેણે તરત જ પોતાના સૈન્યને ભાગી છૂટવાનો આદેશ આપ્યો. પોતે પણ પૂંઠ ફેરવી.
પૂંઠ તો ફેરવી, ભાગ્યા ય ખરા. પણ જાય ક્યાં? આગળ સ્વયં શ્રીવર્ગ હતો. તો પાછળથી તેનો સેનાનાયક યોગરાજ પોતાના તાજામાજા સૈન્ય સાથે તેને ઘેરીને ઊભો હતો. - નરસિંહના આશ્ચર્યનો હવે અવધિ ન રહ્યો. શત્રની ક્ષમતાનો તાગ પામવામાં પોતે ને સુદર્શનકુમાર કેવી થાપ ખાઈ ગયા છે તેનો તેને તે ક્ષણે અહેસાસ થયો. પણ હવે તો ઘણું મોડું થઈ ગયું હતું.
નરસિંહે તત્ક્ષણ વિચાર બદલ્યો. તેને સમજાઈ ગયું કે હવે
Page #217
--------------------------------------------------------------------------
________________
-૨૦૮ કે
સમરું પલપલ સુત નામ -
અહીંથી હેમખેમ બહાર નીકળવું શક્ય જ નથી. કાં તો વીરમૃત્યુ ને કાં તો શરણાગતિ : બે સિવાય ત્રીજો કોઈ વિકલ્પ હવે તેને માટે શેષ નથી રહ્યો. જો આમ જ હોય તો યુદ્ધ લડતાં લડતાં વીરોચિત મૃત્યુ વરવાનું શું ખોટું ?
તેણે સૈન્યને હાકલ કરી કે પાછા ફરો, ને લડી લો. એ આદેશ થતાં જ સૈન્ય મરણિયું બનીને લડવા માંડ્યું. નરસિંહે પણ પ્રચંડ શૌર્ય દાખવ્યું. પણ છેવટે તે ક્ષેમરાજના હાથે મરાયો જ. અને સેનાનાયકનું પતન થતાં જ તેનું બચેલું સૈન્ય જીવ મુઠ્ઠીમાં લઈને પલાયન થઈ ગયું.
શ્રીવર્ગનો જ્વલંત વિજય થયો. નાસી રહેલા શત્રુ-સૈન્યને તેણે જવા દીધું.
યુદ્ધ પત્યું ત્યાં તો સવાર પડી ગઈ. સૂર્ય ઊગી ગયો.
શ્રીવર્ય હાથી પરથી નીચે ઊતર્યો. બધાં હાથી-અશ્વો વગેરેને છૂટાં કરવામાં આવ્યાં. સૈનિકોને પણ આશ્વસ્ત થવાની તક મળી
રહી.
- રણભૂમિ પર ઘાયલ થયેલા બન્ને પક્ષના સૈનિકોના તથા ઘાયલ અશ્વાદિના પાટાપિંડી શ્રીવર્ગના મનુષ્યો દ્વારા કરવામાં આવ્યા. સામા સૈન્યના સૈનિકો પોતાનાં અશ્વો, આયુધો, કવચો વગેરે છોડીને નાસી ગયેલા, એટલે તે બધાંયનો તેના સૈનિકોએ કબજો લીધો.
યોગરાજે પંચકુલ દ્વારા સુદર્શનના સૈન્યમાંથી મળેલી તમામ વસ્તુઓની નોંધ પણ તૈયાર કરાવી વાળી.
એ પછી શ્રીવર્મે કેલુક નામના પોતાના અંગત સેવકને અમુક ખાસ સંકેત સાથે સેનાપતિ રણસિંહ પાસે રવાના કર્યો. યોગરાજ વગેરેને હવે પછીની કામગીરી અંગે નિર્દેશો આપ્યા. અને પછી પોતે પડાવમાં જઈ નિદ્રાધીન થયો.
રાત્રે થયેલા ખૂનખાર જંગના સમાચાર વીરપાળ પાસે પહોંચ્યા, |
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૨૦૯
ત્યારે તે ડઘાઈ જ ગયો. આવું કાંઈ બની શકે તેવી સંભાવના પણ તેણે નહોતી કલ્પી. કદાચ તે ઊંઘતો જ ઝડપાયો હતો.
તેણે તરત દૂષલને તૈયાર કર્યો અને શ્રીવર્ગ પાસે મોકલ્યો. દરમ્યાનમાં, શ્રીવર્ગ પણ જાગી ગયો હતો અને સ્નાનાદિથી પરવારીને ડાયરો ભરીને બેઠેલો. દૂષલને તેણે આવકાર્યો. દૂષલે પણ ઔપચારિક વિધિ પતાવીને શ્રીવર્મ સમક્ષ મીઠો રોષ ઠાલવ્યો : કુમાર! અમારા કુમાર વીરપાળે આપને ઠપકો આપવા માટે મને મોકલ્યો છે.
શ્રીવર્ગ : કેમ ભલા, શેનો ઠપકો અમને આપવાનો છે?
દૂષલ : કુમાર! આવું કરવાનું? અમારા મહારાજા શૂરપાળ દેવે કુમારને આપની સહાય કરવા માટે ખાસ મોકલ્યા છે, ને મને પણ આપના પક્ષે રહેવા આજ્ઞા મોકલી છે. અને આપે તો બધું બારોબાર જ પતાવી દીધું! રાત્રે આટલી ભયંકર લડાઈ કરી તો અમને કહેવડાવવું તો જોઈએ ને! અમે પણ આપની સાથે જ હોત, સામે ન થાત કાંઈ.
શ્રીવર્મ હસી પડ્યો. તેણે દૂષલને સમજાવ્યો : ભલા માણસ! અમારી પરિસ્થિતિ તો સમજવાનો પ્રયાસ કરો. અમે કાંઈ યુદ્ધ સામે ચાલીને વહોરવા નહોતા ગયા. અમે તો શાંતિથી બેઠા હતા, ત્યાં જ સુદર્શને અમારા પર હલ્લો કરાવ્યો. હવે આમ ઓચિંતો હુમલો આવે ત્યારે તેનો સામનો કરીએ કે તમને કહેવડાવવાની પળોજણમાં પડીએ? તમે જ કહો.
દૂષલ શું કહે?
હજી તો આ સંવાદ ચાલતો હતો, ત્યાં તો રણસિંહનો દૂત આવી ચડ્યો. તેણે નમીને નિવેદન કર્યું : કુમા૨! સેનાપતિએ સુદર્શનને પકડી લીધો છે, અને તેને બંધનગ્રસ્ત બનાવીને તેઓ અહીં આવી રહ્યા છે.
આ સાંભળીને પણ શ્રીવર્ગ લેશ પણ વિચલિત ન થયો. મનમાં ઊઠેલો હર્ષ તેણે મનમાં જ શમાવી દીધો. તેણે વળતું પૂછ્યું :
Page #219
--------------------------------------------------------------------------
________________
– ૨૧૦ ક
સમરું પલપલ સૂવત નામ
–
પણ મેં કેલુકને રણસિંહ પાસે મોકલ્યો હતો, તે ત્યાં આવ્યો કે નહિ? એ હજી અહીં કેમ પાછો નથી ફર્યો?
દૂત કહે : કુમાર! સુદર્શનને બંધન અપાતું હતું તે જ વખતે કેલક ત્યાં આવી ગયો હતો. તેણે સુદર્શનના દેખતાં ને સાંભળતાં જ તેના સેનાપતિ નરસિંહને આપના સૈન્ય કેવી રીતે પરાસ્ત કર્યો તેની વાત વિગતે કહી સંભળાવી. એ વાત જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ સુદર્શનનું મોં યામ અને વિલખું પડતું ગયેલું. કેલક હવે કાં તો અહીં આવવો જ જોઈએ.
દૂષલ તો આ બધું સાંભળીને ઠરી જ ગયો. તેની દૃષ્ટિએ તો આ બધું કેવળ અસંભવિત જ હતું. ભારે અચરજ સાથે તે મનોમન વિચારવા લાગ્યો કે ગજબ છે આ રાજકુમાર તો! કાલે તો રાતદહાડો એણે નાટક-ચેટકમાં ગાળ્યા છે; છતાં એણે આ બધા બ્હો ક્યારે વિચાર્યા હશે? કેવી રીતે ગોઠવ્યા હશે? બીજાને તો આ કાર્ય સાધતાં કાંઈ નહિ તો એકાદ વરસ નીકળી જ જાય; આવું ગંજાવર કામ આણે એક-બે દહાડામાં શું પાર ઊતાર્યું હશે? આની વીરતા તો અપૂર્વ લાગે જ છે, પણ એ કરતાં ય એનું બુદ્ધિ-કૌશલ્ય વધુ ઊંચું હશે એ નક્કી.
અને આની ધીરતા પણ ગજબ છે! યુદ્ધમાં જીત થઈ; સુદર્શનને પણ પકડી લીધો; છતાં આના ચહેરા પર કાંઈક કરી દેખાડ્યાના ગર્વનો છાંટો પણ વરતાતો નથી!
દૂષલના મનની આ ઘટમાળ હજીયે ચાલ્યા કરી હોત. પણ કુમારે અને દૂતના વાર્તાલાપે તેમાં ભંગ પાડ્યો. કુમારે પૂછયું :
રણસિંહે સુદર્શનના સૈન્યમાંથી કેટલા હાથી, ઘોડા અને શસ્ત્રાસ્ત્રો કબજે કર્યા હશે? કાંઈ ખ્યાલ છે?
દૂત : કુમાર! ચોક્કસ આંકડો તો ન આપી શકું; પણ એમ માનો ને કે લગભગ બધું જ આપણા હાથમાં આવ્યું છે. સુદર્શન પકડાયાનું જાણીને તેનું સૈન્ય ઊભી પૂંછડીએ એવું તો નાડું છે કે એક પણ સૈનિક પછી એક પણ ચીજ લેવા કે જોવા ઊભો
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
܀
૨૧૧
નથી રહ્યો.
દૂતની વાત પૂરી થતાં જ દૂષલે કુમારને વિનયભાવે કહ્યું : કુમા૨! વીરપાળજીએ આપને એકલો ઉપાલંભ જ નથી પાઠવ્યો, આમંત્રણ પણ પાઠવ્યું છે.
કુમાર : શેનું આમંત્રણ ?
દૂષલઃ એ જ કે હવે તો આપે સૈન્ય અને પિરવારને લઈને અમારા અતિથિ થવું જ પડશે.
કુમારે તેનો સ્વીકાર કરતાં જ પ્રસન્ન થયો. તેણે સ્વસ્થાને જવાની રજા માંગી.
થયેલો દૂષલ ઊભો
તો કુમાર કહે : દૂષલ ! જરા થોભો ને! આ અમારા દંડનાયક રણસિંહ આવે છે તેને મળીને જાવ.
દૂષલ મનમાં પાછો મલકાયો. તેણે વિચાર્યું કે આ કુમારની ખાનદાની તો જુઓ ! દેખાડવો છે સુદર્શનને, પણ નામ રણસિંહનું આપ્યું. બોલવામાં પણ આછકલાઈ ન થઈ જાય તેની કેવી ચીવટ છે. કુમારની!
તે રોકાઈ ગયો.
થોડી જ વારમાં ૨ણસિંહ આવ્યો. તેના સુભટોએ બંધનગ્રસ્ત સુદર્શનને કુમારની સામે ધર્યો. રણસિંહે કહ્યું : મહારાજકુમાર! આ સુદર્શનકુમા૨ આપની સેવા યાચે છે. આપ તેના ૫૨ કૃપાવંત
થાવ.
કુમારે તરત આજ્ઞા કરી : એનાં તમામ બંધનો છોડી નાંખો, આદરપૂર્વક એને મારી સમીપે લાવો.
સેવકોએ તત્ક્ષણ આજ્ઞાનો અમલ કર્યો. બંધનોમાંથી મુક્ત થતાં જ સુદર્શન દોડ્યો, ને શ્રીવર્મના પગે પડ્યો. શ્રીવર્મે તેને ઊભો કર્યો ને ગાઢ આશ્લેષમાં લીધો. પછી તેનો હાથ પકડીને પોતાની પડખે જ આસન મંડાવી બેસાડ્યો.
આ પછી કુમારે રણસિંહને દૂષલની ઓળખાણ આપતાં તે બન્ને દંડનાયકો પણ મળ્યા, ભેટ્યા, ક્ષેમકુશળની વાતો કરી. દૂષલે
Page #221
--------------------------------------------------------------------------
________________
-૨૧૨
સમરું પલપલ સવત નામ
પણ રણસિંહની પ્રશંસાના બે વેણ ઉચ્ચાય ને પછી કુમારની રજા લઈ નીકળી ગયો.
દૂષલ જતાં જ શ્રીવમેં સભા બરખાસ્ત કરી. સુદર્શન વગેરે બંદીવાન બનેલા શત્રુઓને પગમાં બેડી નાખીને નજરકેદ રાખવાની ગોઠવણ થઈ. તેને બંધનમાં રાખવાની શ્રીવર્મની લગીરેય ઈચ્છા ન હોવા છતાં તેને છૂટો રાખવામાં સમાયેલા જોખમનો ખ્યાલ કરીને કચવાતે મને તેણે આ ગોઠવણ કરાવી હતી.
બધા ગયા પછી શ્રીવર્ગ અને રણસિંહ એકલા પડ્યા. શ્રીવર્ગની સૂચનાથી રણસિંહે પોતે કેવી યુક્તિ-પ્રયુક્તિથી, લોહીનું ટીપું પણ રેડાવા દીધા સિવાય સુદર્શનને જેર કર્યો તેની વિગતે વાત કરી. છેવટે તેણે ઉમેર્યું કે આપણને તો સુદર્શન પકડાય એ જ અપેક્ષા હતી, એટલે મેં સુદર્શન અને તેના નિકટવર્તી આઠ માણસોને પકડવા છે, અને બાકીના તેના આખા સૈન્યને ફાવે તેમ નાસવા દીધું છે; રોક્યું નથી. - કુમારે કહ્યું કે તે ઠીક જ થયું છે. પણ તેના અશ્વો-રો વગેરેનું શું?
રણસિંહે કહ્યું : તે બધું મૂકીને જ સૈનિકો નાસી ગયા છે. એટલે સઘળું કે આપણે કબજે આવ્યું છે.
કુમાર : કેટલી સંખ્યામાં હશે એ બધું?
રણસિંહ : મારા હાથમાં અઢી હજારનું ગજદળ, ત્રીસ હજારનું અશ્વદળ, વીસ હજાર રથો – આટલું આવ્યું છે. નરસિંહ સાથેની લડાઈ પછી આપણા હાથમાં કેટલું આવ્યું તે તો આપ જાણો.
કુમારે તત્કાળ યોગરાજને બોલાવ્યો. પૂછ્યું. તેણે આંકડો આપ્યો : પંચાસી હજારનું અશ્વદળ અને પાંચ હજાર રથ આપણા કબજે આવ્યા છે.
કુમારે બન્નેને સૂચના કરી : આ બધાં અશ્વો, હાથી, રથ વગેરેને
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૨૧૩
અલાયદાં જ રાખજો; આપણામાં ભેળવતાં નહિ.
આ પછી કુમારે રજા આપતાં બન્ને સેનાનાયકો ત્યાંથી નીકળી ગયા. કુમાર હવે એકલો પડ્યો. પલંગ પર આળોટતાં આળોટતાં તેનું મન વિચારના ચકડોળે ચઢયું : અહીં આવતાં જ મને બે બે મોટા લાભ થયા : નિરુપમ એવી પ્રિયતમાની પ્રાપ્તિ પણ થઈ, અને યુદ્ધમાં અકથ્ય રીતે વિજય પણ મળ્યો. આ બન્ને ઘટના આમ તો ઘણો હર્ષ ઉપજાવનારી બની ગણાય; પણ કોણ જાણે કેમ, પણ બેમાંથી એકનો પણ મને હર્ષ અનુભવાતો નથી.
મને તો રહી રહીને એક જ વાત વમળાય છે : બિચારા સુદર્શનને મારે બાંધવો પડ્યો! હરાવવો પડ્યો! આપણે કોઈને હરાવી એને સંતાપ આપીએ – આપવો પડે, એ કેટલા બધા ખેદની વાત ગણાય!
સાચે જ, આ સંસારનું સ્વરૂપ બહુ બહુ ભયાવહ છે. એમાં પણ વિષયો તો ભારે ખતરનાક છે. એમાં આસક્ત થવું એટલે જીવનમાં ક્લેશના ગંજ ખડકવા, અને વળી અણકધેલાં માઠાં પરિણામો ભોગવવાનાં!
અરે, નીતિ-ન્યાય વડે મેળવેલાં હોય એવાં વિષય-સુખોને પણ, જો ભોગવ્યાં જ કરીએ તો પરભવ બગાડ્યા વિના રહે નહિ; તો નીતિથી વિરુદ્ધ વર્તન કરીને મેળવાતાં વિષયો તો શું ન કરે? પરભવમાં તો આત્માને કષ્ટાવે જ, પણ આ ભવમાં પણ અપયશ, પરાજય, અસુખ અને એવા અઢળક ક્લેશો આપે જ. આ સુદર્શનનું પણ એવું જ થયું છે. પણ મારે ભાગે એને શિક્ષા કરવાનું આવ્યું તે તો બહુ અકારું લાગે છે.
કુમાર શ્રીવર્મની આ વિકલ્પમાળા ક્યાંય સુધી ચાલ્યા કરત, પણ એકાએક વીરપાળના માણસો તેને જમવા માટે તેડવા આવી લાગ્યા, તેથી તેનો ધ્યાનભંગ થઈ ગયો.
તે તરત તૈયાર થયો, અને મર્યાદિત પરિવાર સાથે ગુલખેડનગરમાં ગયો. વીરપાળે તેની ખૂબ ઊલટભેર
કિમી કલા અને
Page #223
--------------------------------------------------------------------------
________________
– ૨૧૪ ૨
સમરું પલપલ સવત નામ
આગતાસ્વાગતા કરી. સમય થતાં જ બાજઠ મંડાયા ને ભાણાં પીરસાયાં.
વિરપાળનો આગ્રહ રહ્યો કે શ્રીવર્મની સમગ્ર સેનાને પોતે જ જમાડશે. એટલે તેણે શ્રીધર્મની છાવણીમાં તે રીતે દાણાપાણી પહોંચાડવાની ગોઠવણ પણ કરાવી દીધી હતી.
મહેમાન-યજમાન બધા જમવા બેઠા, ત્યાં જ અચાનક દૂષલે વાત ઉપાડી : કુમારશ્રી! અમારાં ભાભીને કેમ નથી લાવ્યા? આ કેમ ચાલે?
વીરપાળ તો ઉત્સાહના અતિરેકમાં આ વાત વીસરી જ ગયેલો. પણ દૂષલે યાદ અપાવતાં જ તેણે વાત ઉપાડી લીધી : ભાભી તો જોઈએ જ. અહીં આવ્યાં હોત તો કાંઈ એમને અમારી નજર ન લાગી જાત.
શ્રીવર્ષે હસીને સમજાવ્યા કે વસંતશ્રીને અહીં આવવા માટે મેં કહ્યું, પણ તેને અનુકૂળતા નહોતી તેથી ના પાડી. બાકી આમાં કાંઈ કારણ કે રહસ્ય નથી.
પણ વીરપાળ માને? તેણે કહી દીધું : તો એમ કરો, તમે બધા પ્રેમપૂર્વક ભોજન કરી લો. હું નથી.જમતો. ભાભીજી પધારશે તો જમીશું, નહિ તો આજે ઉપવાસ જ ભલો!
શ્રીવર્ગ મીઠી મૂંઝવણ અનુભવી રહ્યો. પણ આટલા બધા પ્રેમાગ્રહ સાથે નમતું જોખવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ જ ન હતો. તેણે ત્વરિત નિર્ણય લીધો. દૂષલ અને રણસિંહ બને તે જ ઘડીએ વસંતશ્રીને તેડી લાવવા તેણે રવાના કર્યા. વસંતશ્રીને કહેવડાવ્યું કે, બધું પડતું મૂકીને આ લોકો સાથે જ અહીં આવવા નીકળી જજો. તમે આવશો તો જ અમે બધાં ભોજન પામીશું ને તો જ – તે પછી જ મને પાછા ત્યાં આવવાની રજા મળશે.
બન્ને ઝટ ઝટ ગયા. સંદેશો મળતાં જ વસંતશ્રી તૈયાર થઈને વીરપાળના મહેલે પહોંચી. વીરપાળે તેને ભાવપૂર્વક આવકારી ને પ્રણામ પણ કર્યા. પણ તેની આંખો તો બેની ચાર થઈ જ ગઈ :
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
જ ર૧૫
આવું મનમોહક રૂપ! આટલું બધું નિરૂપમ સૌંદર્ય! આવું અદ્ભુત વ્યક્તિત્વ ક્ષણભર તે પોતાની ફરજને જ નહિ, જાતને પણ જાણે કે વીસરી ગયો!
પણ વળતી જ પળે તેણે સંતુલન મેળવી લીધું. તરત પોતાની પત્ની વીરમતીને અંતઃપુરમાંથી બોલાવી મંગાવી, અને વસંતશ્રીનો હવાલો તેને સોંપી દીધો.
પરસ્પર પરિચયવિધિ, સ્વાગતવિધિ વગેરે પતતાં જ બધાં ભોજન માટે બેઠાં. પણ જેવાં બેઠાં કે શ્રીવર્ગને સાંભર્યું : સુદર્શન અને તેના માણસોનું શું થયું હશે? જમ્યા હશે કે નહિ?
તે તરત રણસિંહ સામે ફર્યો ને સુદર્શન વગેરેના ભોજન અંગે પૂછવા માંડ્યું. રણસિંહે કહ્યું : કુમાર! એ લોકો પાસે ભોજન લઈને ગયા, પણ એ તો કહે કે પગમાં બેડી છે ત્યાં સુધી અમે ભોજન નહિ લઈએ. છોડો તો જ લઈશું. આમાં આપણે શું કરી શકીએ? - કુમાર : આમ ન ચાલે. એમને સમજાવીને પણ જમાડો. અને હઠ ન જ છોડે તો છેવટે બેડી કાઢીને પણ જમાડો તો ખરા જ. માત્ર તે લોકો ભાગી ન જાય તેની જરા ચીવટ લેવાની.
રણસિંહે તે આદેશનો તત્કાલ અમલ કર્યો, ને પોતાના ખાસ માણસો દ્વારા વીરપાળને ત્યાંની જ ઉત્તમ ભોજન સામગ્રી કારાગારના ગૃહપાળ પર મોકલી, ને સુદર્શન વગેરેને જમાડવાની કુમારની આજ્ઞા પણ જણાવી.
ગૃહપાળ આ બધું લઈને સુદર્શન પાસે પહોંચ્યો, ત્યારે એકલો અટૂલો લમણે હાથ મૂકીને બેઠેલો સુદર્શન ગમગીન ચહેરે ઘેરી ચિંતામાં ગરકાવ હતો. તેના મનમાં કાંઈક આવું ઘમસાણ ચાલી રહ્યું હતું : “ હે ભગવાન! કર્મની વિડંબના કેવી ગહન છે! મેં શું ધાર્યું હતું ને શું બની ગયું? હું શ્રીવર્મનું અનિષ્ટ કરવા ગયો, તો મારું જ અનિષ્ટ થઈ ગયું. “જેવું ચાહો અવરનું, તેવું પોતાનું થાય - આ લોકોક્તિ મારા સંદર્ભમાં તો સાવ સાચી ઠરી. આમાં ભૂલ તો મારી જ ગણાય ને! અન્ય ઉપર રાગ ધરાવનારી સ્ત્રી
Page #225
--------------------------------------------------------------------------
________________
- ૨૧૬ જ
સમરું પલપલ રાવત નામ
ઉપર મેં મૂઢની માફક એકપક્ષીય અનરાગ બાંધ્યો એ મારી પહેલી ભૂલ. વળી, જે સૈન્ય અશિક્ષિત અને અણઘડ હતું તે પણ હું શત્રુને હરાવવા ને બંધનગ્રસ્ત બનાવવા લઈ આવ્યો - એ મારી બીજી ભૂલ; આ સૈન્યને કારણે જ આજે હું બંધનમાં સબડી રહ્યો છું. છળ-પ્રપંચ રચવા ગયો ખરો, અને સાથે સાથે મારી યોજનાની સામા પક્ષને ખબર પડે જ નહિ તેવું માનતો રહ્યો, એ મારી ત્રીજી ભૂલ. બન્યું કેવું? મારા છળપ્રપંચો બધા જ શ્રીવર્મ જાણી શક્યો, અને એની એક નાની સરખી પણ ચાલ હું કળી ન જ શક્યો! ખરી વાત તો એ છે કે શ્રીવર્મ, પ્રજ્ઞાથી અને પુણ્યમાં મારાં કરતાં નિશ્ચ સવાયો સાબિત થયો છે. એની સાથે વિરોધ કર્યો એ પણ મારી મોટી ભૂલ જ હતી. હજી પણ મારે એની સાથે વિપરીત વર્તવાનું છોડવું જ જોઈએ. એકવાર ભીંત સાથે ઠેબાયા પછી આંધળો પણ ફરી તે તરફ ન જ જાય, તો મારે સમજવું ન જોઈએ?”
સુદર્શન આવી વિચારણામાં તલ્લીન બેઠો હતો, ત્યાં જ ગૃહપાળે આવીને તેને આર્જવપૂર્ણ સ્વરે કહ્યું : કુમાર! આપના માટે અમારા કુમારશ્રીએ ભોજન મોકલ્યું છે સ્વીકાર કરો એવી મારી વિજ્ઞપ્તિ
સુદર્શને પૂછ્યું : પગમાં બેડી સાથે જ ભોજન લેવાની આજ્ઞા છે? કે છોડવાની સૂચના આપી છે?
ગૃહપાળ : અમને બીજી કોઈ જ સૂચના મળી નથી. અને એ ન મળે ત્યાં સુધી અમે બેડી કેમ છોડી શકીએ? પણ કુમાર! આપ મનમાં કશો ખેદ લાવો નહિ, ને અત્યારે ભોજન લઈ લ્યો તો
સારું.
સુદર્શન : હવે મારા મનમાં કોઈ જ ખેદ રહ્યો નથી, ભાઈ! મેં તો અમસ્તું જ તમને પૂછી લીધું. બાકી તો મારા જેવા અપકાર કરનારા જણ માટે પણ આટલી બધી ચિંતા સેવનારા ને આ રીતે ભોજન મોકલનારા શ્રીવર્મકુમાર ઉપર મને ભારે આદર જાગવા
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રીધર્મ
ક
૨૧૭
માંડ્યો છે. એનું મન કેટલું મોટું છે!
ગૃહપાળે રાજી થતાં થતાં તેની વાતને અનુમોદન આપ્યું ને ભોજન માટે ફરી આગ્રહ કર્યો. સુદર્શને તેનો સ્વીકાર કર્યો ને જમવા માંડ્યું. તે પછી તેના માણસોને પણ તેણે જમાડી દીધા, ને શ્રીવર્ગને તે સમાચાર પાઠવી દીધા.
આ બાજુ શ્રીવમેં પણ વીરપાળનું મનભર આતિથ્ય માણ્યું, ને છેવટે બન્ને છૂટા પડ્યા. શ્રીવર્સ પોતાના પડાવે આવ્યો તો વીરપાળ બીજી જ સવારે સ્વદેશ જવા રવાના થઈ ગયો.
શ્રીવર્મને હજી થોડા દિવસ સુધી ત્યાં રહ્યા સિવાય છૂટકો નહોતો. રાત્રિના અંધકારમાં થયેલા ટૂંકા પણ દારુણ યુદ્ધમાં ઘણા ઘણા માણસો તથા પશુઓ ઘાયલ થયાં હતાં. તે બધાં સજ્જસ્વસ્થ ન થાય ત્યાં સુધી તે ત્યાંથી નીકળી શકે તેમ ન હતું.
તો ત્યાં ઠાલા બેઠા રહીને હવે કરવું શું? એ પણ એક પ્રશ્ન હતો. આ વિશે મથામણ કરતાં તેને એક ઉકેલ જડી આવ્યો. દૂષલ બીજી સવારે તેને મળવા અને કામકાજ અંગે પૂછવા આવ્યો, ત્યારે તેણે કહ્યું : ગુલખેડપુરમાં ઘણાં જિનાલયો છે. હું અહીં છું તે દરમિયાન મારે તે તમામ જિનાલયોમાં સ્નાત્રસહિત વિશિષ્ટ જિનપૂજા કરવી છે. અષ્ટાલિકા મહોત્સવ મંડાવીને આ પૂજા માટે કરવી છે. માટે તું બે-ત્રણ કામ કર : એક, નગરના તમામ માળીઓને સૂચવી દે કે તેઓ બીજા કોઈને હમણાં પુષ્પો ન વેચી દે, બધાં હું જ ખરીદી લઈશ. બે, સઘળા શ્રાવકોને એકત્ર કરીને આ કાર્યની વ્યવસ્થા તેમને ભળાવી દેવી; તેઓ હવણ, વિલેપન વગેરેની બધી સામગ્રી ભેગી કરવા માંડે. ત્રણ, આ મારો સાધારણ નામનો સેવક છે. અહીં મારી તિજોરીનો વહીવટ તે સંભાળે છે. તેને તારી સાથે. મોકલું છું. આ બધાં કામોમાં જે પણ ધનવ્યય થાય તેનાં રોકડાં નાણાં એ ચૂકવતો જશે. હું આજે જ નગરમાં આવું છું.
Page #227
--------------------------------------------------------------------------
________________
– ૨૧૮
સમરું પલપલ સુબ્રત નામ -
દૂષલે પ્રસન્નતાથી કુમારની વાત સ્વીકારી લીધી, ને તૈયારી કરાવવાની દૃષ્ટિએ તેણે વિદાય લીધી.
તેના ગયા પછી કુમારે વસંતશ્રીને તેડાવી. વ્હાલપૂર્વક પાસે બેસાડી. પછી ગુલખેપુરે જવાની તથા જિનચૈત્યોમાં અષ્ટદિવસીય પૂજા-ભક્તિ કરવાની વાત સમજાવી.
વસંતશ્રી માટે આ સાવ નવો જ વિષય હતો. દેરાસર શું, અરિહંત એટલે શું, આ બધું તેને માટે સાવ અજાણ્યું હતું. એટલે તેણે વિસ્મયપૂર્વક ભાતભાતના સવાલો કરવા માંડ્યા. તેનું અજ્ઞાન તેમજ તેનું વિસ્મય જોઈને કુમારે તેને અરિહંત સહિત દેવ-ગુરુધર્મનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું અને છેવટે ઉમેર્યું : દેવી! અરિહંત એ જ આપણા ભવતારક અને પાપનિવારક દેવાધિદેવ છે. અને આવા દેવને મેળવ્યા પછી ઇતર દેવોની પૂજા-અચ તો , દર્શન પણ કરવાની વાત આપણને શોભે નહિ. તે દિવસે મેં દેવીના મંદિરમાં પૂજા વગેરે કર્યું, તે માત્ર તારી માનતા હતી અને તું હજી આ બધી વાતોથી અજાણ હોવાથી તારા મુગ્ધ અનુરોધને લીધે જ મેં કર્યું હતું. હવે પછી એ દિશા ભૂલી જ જવાની; મારે પણ અને તારે પણ. જો ખુદ રાજા જ આપણો મિત્ર બની જાય તો પછી તેના સેવકો ને પાસવાનો સાથે આપણે ભાઈબંધી ન જ રાખીએ ને? તો એ જ રીતે સર્વ દેવોના અધિદેવ સમા અરિહંતની ભક્તિ સ્વીકાર્યા પછી બીજા બધા અરિહંતના સેવકો જેવા દેવોની ઉપાસનાનો કોઈ અર્થ નથી.
અને જિનપૂજા કેવી રીતે થાય તે સમજવા માટે, હું મારી સાથેના ગૃહમંદિરમાં નિત્ય ત્રિકાળ પૂજા કઈ રીતે કરું છું, તેનું તારે - અવલોકન કર્યા કરવાનું. એથી તને બધું સહેજે આવડી જશે.” - વસંતશ્રીએ પતિની વાતો એટલા જ પ્રેમપૂર્વક સ્વીકારી.
એ પછી કુમાર તેને લઈને નગરમાં જવા નીકળી ગયો.
પેલી તરફ દૂષલે પણ નગરમાં જતાંવેંત શ્રાવકોને ભેગા કર્યા, અને શ્રીવર્મની ભાવના સમજાવી તાત્કાલિક બધો પ્રબંધ કરવા |
0
1 .
'
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
܀
૨૧૯
આદેશ આપ્યો. શ્રાવકો તો આ જાણતાં જ પ્રસન્ન થઈ ગયા. તેમણે તરત જ એક અતિપ્રાચીન જિનમંદિરમાં સકલ સંઘને એકઠો કર્યો, અને વિચારવિમર્શપૂર્વક એવી વ્યવસ્થા કરી કે નગરનાં ચૈત્યોના આઠ વિભાગ કરવા. પ્રતિદિન એકેક વિભાગનાં ચૈત્યોની પૂજા કુમાર પાસે કરાવવી.
તેમણે દૂષલને આ વ્યવસ્થા વિશે જાણ કરી, અને આ ચૈત્યોમાં થનાર પૂજા સ્નાત્રાદિ મહોત્સવ અંગે ધનરાશિની અપેક્ષા જણાવી. દૂષણે તરત સાધારણ પાસેથી શ્રાવકોને અપેક્ષિત ધનરાશિ અપાવી દીધો. શ્રાવકોએ પણ પછી ખંત દાખવીને પ્રથમ વિભાગનાં ચૈત્યોમાં આવશ્યક તથા ઉચિત સઘળી પૂજા-સામગ્રી એકત્ર કરાવી લીધી.
શ્રીવર્સ અને વસંતશ્રીનું આગમન થતાં જ દૂષલે તથા સંઘે તેમનું સ્વાગત કર્યું, અને મુખ્ય જિનચૈત્ય ભણી તેમને દોરી ગયા. બન્ને અંગશુદ્ધિ અને વસ્ત્રશુદ્ધિ કરીને જ આવેલાં. વળી કેટલીક પૂજા-સામગ્રી પોતે પણ લાવેલાં. તે લઈને, પાંચ અભિગમ જાળવવા પૂર્વક તેઓ ચૈત્યમાં પ્રવેશ્યાં.
ઉચિત તમામ કરણી કરવાપૂર્વક શ્રીવર્ષે સૌપ્રથમ જિનપૂજા કરી. વસંતશ્રી તેને અનુસરતી રહી. પૂજા પત્યા બાદ વિધિપૂર્વક સ્નાત્રમહોત્સવ શરૂ થયો. તેમાં પ્રથમ શ્રીવર્મે શ્રેષ્ઠ જલકલશ બે હાથે લઈ લીધા પછી બાકીના કળશો શ્રાવકવર્ષે ગ્રહ્યા. અને પછી તો ક્યાંય સુધી પુલકિત ભાવે અને વિસ્તારપૂર્વક સ્નાત્રોત્સવ ચાલતો રહ્યો. મુખ્ય જિનાલયમાં સ્નાત્ર પતતાં કેટલાક શ્રાવકો તે વિભાગનાં અન્ય જિનાલયોમાં પણ અભિષેક કરવા જઈ આવ્યા. પછી સૌએ વિલેપન, પૂજા, પરિધાપના (આંગી) વગેરે વિધિ કર્યો.
એ પછી શ્રીવર્ષે મુખ્ય ચૈત્યમાંથી બહાર આવતાં જ દૂષલને કહ્યું કે અમે આજે ને આજથી આઠેય દિવસ અહીંયા, તારા રાજાજીના પ્રાસાદમાં જ ભોજન લઈશું. કેમકે હજી બીજાં ચૈત્યો જુહારવાનાં બાકી છે, ને તેમાં જરા મોડું તો થઈ જ જવાનું. એટલે અમે ભોજનવિધિ તો અહીં જ આટોપીશું.
Page #229
--------------------------------------------------------------------------
________________
-૨૨૦ ૪
સમરું પલપલ વત નામ
3
જી
અમારા
અને પછી અમારી છાવણીમાંથી થોડીક રાવટીઓ મંગાવી | લઈએ, તે અહીં બંધાવી રાત પણ અહીં જ ગાળીશું.
દૂષલે અહીં વાંધો લીધો. તેણે કહ્યું કે ભોજન તો અમારા રાજભવનમાં જ આઠે દિવસ આપ લેશો, પણ તેની સાથે રહેવાનું પણ આપે ત્યાં જ છે. રાવટી તાણીને રહેવાની વાતમાં હું સંમત નથી.
શ્રીવમેં તેની ભાવનાને વિના દલીલ સ્વીકારી, પોતે બીજાં ચૈત્યો પ્રતિ ચાલ્યો. દરેક ચૈત્યમાં પૂજા, વિલેપન, અંગરચના, બલિવિધાન, આરતી, દેવવંદન ઇત્યાદિ વિધિ આચરતો આચરતો બધું પત્યા પછી રાજભવન તરફ વળ્યો, ત્યારે ઉપાશ્રયમાં બિરાજતા મુનિવર્યોને તેણે વિનયપૂર્વક આહાર માટે પધારવાની વિનંતિ કરી, અને તે પછી શ્રાવકોને પણ પોતાને સાધર્મિક ભક્તિનો લાભ આપવા પ્રાર્થના કરી. સાધુભંગવતોએ વર્તમાન જોગ' કહીને જવાબ વાળ્યો. શ્રાવકોએ હસીને કહ્યું કે “કુમારશ્રી! આપે આ અઠ્ઠાઈ મહોત્સવ ગોઠવીને અમને ઓછો લાભ આપ્યો છે તે હજી ભોજનની વાત કરો છો?' પણ કુમાર શેનો માને? તેણે હઠપૂર્વક શ્રાવકોને હા ભણાવી ત્યારે જ જંપ્યો.
રાજભવન પર પહોંચીને સૌપ્રથમ તેણે સુપાત્રદાનની ગોઠવણ કરાવી. સમય થતાં જ સાધુવર્ગ પધાર્યો, એટલે કુમારે વસંતશ્રીને કહ્યું કે “જો, તારા પુણ્યથી આ શ્રમણ અને શ્રમણી ભગવંતો આપણે
ત્યાં આહાર ગ્રહણ માટે પધાર્યા છે. એમને આહાર આપવો એ મહાન પુણ્યનું કામ છે. તું જા, ને યથેચ્છ આહારદાન કર. - કુમારની સૂચના થતાં જ વસંતશ્રી ઊઠી. રસોઈઘરમાં ગઈ. અને મુનિજનોને ઉચિત આહાર પ્રતિલાલવા માંડી. મુનિજનો પણ પોતાની મર્યાદાને અનુરૂપ નિર્દોષ અને કથ્ય આહાર લેવા માંડ્યા; તે પણ તદ્દન અલ્પ પ્રમાણમાં જ. વસંતશ્રી સહજ આગ્રહ કરતી રહી, મુનિઓ તેને નકારતા રહ્યા, ને વસંતશ્રીના મનમાં આશ્ચર્યનો ભાવ ફેલાતો જ ગયો.
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
છે ૨૨૧
સુપાત્રદાનનો વિધિ પત્યા પછી શ્રીવર્ગે નગરના સકળ શ્રાવકવર્ગને-સંઘને આમંત્રિત કર્યો. બધા આવ્યા. તેણે સૌને ભાવથી જમાડ્યા. છેલ્લે તંબોલ વગેરે આપ્યાં. પછી હાથ જોડીને વિનંતિ કરી કે બાકીના સાત દિવસો પણ સંઘે મારા આંગણે જ ભોજન લેવું, એવી મારી માગણી છે. સંઘે તેનો સ્વીકાર કર્યો ને વિદાય લીધી.
પછી પોતાના પરિવારના, સુદર્શન વગેરેના ભોજનની ચિંતા તથા તપાસ કરી. નગરના બારણેથી કોઈ યાચક, દીન, અનાથ, પરદેશી ભૂખ્યા ન જાય તેવી પણ તેણે વ્યવસ્થા કરાવી. એ પછી પોતાના ગૃહચૈત્યની પૂજા બાકી હતી તે કરી લીધી. અને ત્યારબાદ તે, તેનો પરિવાર તથા દૂષલ વગેરે બધાં જમ્યાં.
રાત પડતાં તે અને વસંતશ્રી શયનખંડમાં એકલાં પડ્યાં. ત્યારે તેણે પૂછ્યું : દેવી! આજે આખો દિવસ જિનચૈત્યોમાં પૂજા કરી, સાધુઓને વાંદ્યા તથા પડિલાભ્યા, સાધર્મિક વાત્સલ્ય પણ કર્યું, આ બધું તમને કેવું લાગ્યું? આમાં તમને આનંદ આવ્યો કે નહિ?
વસંતશ્રી ભાવવિભોર સ્વરે બોલી : પ્રાણેશ! આજના આનંદની તો શી વાત કરું? હું તો જાણે અમૃત કુંડમાં હાઈ છું આજે ! મારા જીવનમાં મેં કદી જોયું, જાણ્યું કે સાંભળ્યું નહોતું, તે બધું એકીસાથે આજે મેં અનુભવ્યું છે.
કેવી અદ્ભુત એ પ્રતિમાઓ! જાણે શાંતરસનાં ઝરણાં! અને એનું સ્નાત્ર તથા પૂજા પણ કેવાં ઉત્તમ હતાં! દ્રવ્યો પણ ઉત્તમ, ને અનુષ્ઠાન પણ અતિઉત્તમ! પેલા શ્રાવકો પણ કેટલા બધા ભદ્રિક અને ભાવિક હતા!
અને સાધુમહારાજો! આવા સાધુઓ તો મેં આજ પ્રથમવાર દીઠા હોં. સર્વ સંગના ત્યાગી હોય, નિઃસ્પૃહતા તો અંગેઅંગમાંથી ટપકતી હોય, પોતાની ઉદરપૂર્તિની પણ ખેવના ન હોય, તપથી કુશ એવી કાયાની ટાપટીપની પણ જેમને તમા ન હોય આવા સાધુઓ તો મેં આ જ જોયા. આ જગ્યાએ જો મારા પિતાજીના
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨૨
સમરું પલપલ સુવ્રત નામ
કુળગુરુઓ કહેવાય છે તે સાધુઓ હોત તો તો આપણું બધું જ પડાવી લેત – અને તોય તેમને તૃપ્તિ તો ન જ થાત! તેમની પાસે તો બસ એક જ વાત : લાવો. એમનું ચાલે તો આપણા જેવા જજમાનોને પણ પા૨સ’દેશમાં વેચીને ધન કમાઈ લે – એવા એ સાધુઓ.
પ્રિયતમ ! મને તો તમારો આ ધર્મ બહુ ભાવી ગયો આજે. આવા દેવ, આવા ગુરુ ને આવી ધર્મકરણી મેળવીને હું તો ધન્ય બની છું. મારા જીવનમાં સૌથી અધિક આનંદની ક્ષણ, તમે જે ક્ષણે મને મળ્યા તે હતી. પણ તે ક્ષણે મને મળેલો અવર્ણનીય આનંદ આજે આ બધું મળતાં દ્વિગુણિત બન્યો છે.
શ્રીવર્ગ વસંતશ્રીનું આ પરિવર્તન જોઈને અતિશય આહ્લાદ અનુભવી રહ્યો.
આઠ દિવસ તો જોતજોતામાં વહી ગયા
દૂષલ દંડનાયકે, વીરપાળની કુદૃષ્ટિથી વસંતશ્રીને રક્ષવા માટે વજાયુધા દેવીની પોતે રાખેલી માનતાની વાત કુમા૨ને ક૨ી, ને હવે પોતે દેવી-મંદિરે મહોત્સવ માંડે તેમાં રોકાવાની પ્રાર્થના કરી.
કુમારને માટે આ વાત કોઈ રીતે સ્વીકાર્ય ન હતી. પણ તેણે જરા કળથી કામ લીધું. તેણે તેને સમજાવ્યો કે હવે વર્ષાઋતુનો સમય નિકટ છે. હું જો વધુ રોકાણ કરું તો પછી આખી વર્ષાઋતુ માટે અહીં જ ભેરવાઈ રહેવું પડે. માટે મને હવે નીકળવા દે. દૂષલે કચવાતા મને રજા આપી, એટલે કુમારે પ્રયાણની તૈયારીઓ આદરી.
પ્રયાણની તૈયારીઓ ચાલતી હતી તે અરસામાં જ, એક દહાડો ઓચિંતો વાસવપુરથી વસંતશ્રીના પિતા રાજા વાસવદત્તનો વરદત્ત
Page #232
--------------------------------------------------------------------------
________________
-
શ્રીવર્મ
રર૩
નામનો દૂત કુમાર પાસે ઉપસ્થિત થયો. તેણે વાસવદત્તનો સંદેશો આપીને કહ્યું કે કુમારશ્રી! આપે અહીંથી વાસવપુર પધારવાનું છે. અમારા રાજાજીએ ખાસ વિનંતિ કરવા જ મને મોકલ્યો છે.
કુમાર કહે : એ તો કેમ બની શકે? જેઠ મહિનો તો બેસી ગયો છે, ને હવે વરસાદ માથા પર તોળાવા માંડ્યો છે. હું કાં તો વાસવપુર પહોંચી શકું, કાં ચંદ્રપુર. પણ વાસવપુર ગયા પછી ત્યાંથી ચંદ્રપુર પહોંચવું તો અશક્ય બને. પછી તો વર્ષાકાળ મારે ત્યાં ગાળવો પડે, ને છેક શરદઋતુમાં હું ચંદ્રપુર પહોંચે. એટલે હમણાં મને જવા દો. વળી કોઈ અવસરે આવીશું.
વરદત્તે કહ્યું : કુમાર! તો વર્ષાકાળ વાસવપુરમાં ગાળો તો આપને વાંધો શો છે? ત્યાં પણ હવે તો આપનું ઘર જ ગણાય; ને અમને આપનો વધુ લાભ મળે. આવવું તો પડશે જ. બહાનાં નહિ ચાલે.
કુમારે બચાવ કર્યો : પણ ત્યાં આવવા માટે મારે પિતાજીની રજા તો લેવી પડે ને? એ માટે પણ ચંદ્રપુર જ જવું રહ્યું!
વરદત્ત પણ ચાલાક હતો. તે કહે : કુમાર! એમાં એક વાત થાય. આપ વાસવપુર તરફ પ્રયાણ આદરી. હું અહીંથી ચંદ્રપુર ઉપડું. નરપુંગવ મહારાજ આપના ઉપર નારાજ ન થાય તેમ આજ્ઞા લઈ આવું.
કુમાર કહે : એ તો માથું મૂંડાવ્યા પછી નક્ષત્ર પૂછવા જેવું થાય. એ કેમ ચાલે?
વરદત્ત : ચાલે કે ન ચાલે, પણ આપે વાસવપુર આવવું તો પડશે જ.
કુમાર : એક કામ કર. તું વસંતશ્રીને મળી લે. પછી જોઈએ.
વરદત્ત ઉપડ્યો વસંતશ્રી પાસે. પોતાની રાજકુમારી હતી. પોતાની રાજાની લાડલી કન્યા હતી. એની પાસે જઈને એણે પૂરા હકથી પોતાની વિનંતિ રજૂ કરી, ને કુમારને સમજાવવા કરગર્યો.
વરદત્તને જોતાં જ વસંતશ્રી પીગળી ગઈ. તેની વાતો સાંભળતાં
Page #233
--------------------------------------------------------------------------
________________
–૨૨૪ ૪
સમરું પલપલ સવત નામ
-
તેને પીયરની – પિતા-માતાના હેતની સ્મૃતિ તાજી થઈ, ને તે એકવાર પિતૃગૃહે જવા થનગની ઊઠી. તેણે વનશ્રીને કુમાર પાસે તે જ ક્ષણે મોકલી આપી, બોલાવી લાવવા માટે.
કુમાર પૂજાનો સમય થતો હોવાથી દેરાસરે પહોંચવા માટે સાંઢણી પર સવાર થવા જતો હતો, ત્યાં જ વનશ્રીએ તેને આંતર્યો. તેણે વિનંતિ કરી : દેવ! દેવીએ કહાવ્યું છે કે બે પળ માટે પણ મને મળી જાય તો સારું. - કુમાર સમજી ગયો, તે પાછો વળ્યો. પહોંચ્યો અંતેઉરમાં. તેને જોતાં જ વરદત્ત ત્યાંથી બહાર નીકળી ગયો. વસંતશ્રીએ કુમારને પ્રાર્થના કરી : પ્રાણેશ્વર! આ વરદત્ત આવ્યો છે, તેની વાત પર જરા લક્ષ્ય આપો ને? એકવાર મારા પિતગૃહે ચાલો ને?
કુમાર : દેવી! એ કેવી રીતે બને? પિતાજીની રજા તો લેવી પડે ને?
વસંતશ્રી ઃ તે તો અહીં રહ્યા પણ મંગાવી શકાય, દેવ! આપણને હજી અહીંથી તૈયાર થઈ નીકળતાં છ સાત દિવસ લાગશે જ; આજે જ જો સંદેશવાહકને પિતાજી પાસે મોકલીએ તો એ ઘડિયાજોજન સાંઢણી દ્વારા આટલીવારમાં તો ત્યાં જઈને પાછો આવી જ શકે. રજા મંગાવો તો ખરા. ના આવે તો નહિ જઈએ.
વસંતશ્રીની પ્રાર્થનાને કુમાર ઉત્થાપી ન શક્યો. તેણે ત્યાં જ લેખ તૈયાર કર્યો ને એક સેવકને ચંદ્રપુર ભણી રવાના કર્યો. વસંતશ્રી ને વરદત્ત તો ખુશખુશાલ!
પછી કુમાર, વસંતશ્રી, વરદત્ત બધાં જિનાલયે ગયાં.
કુમારનો સંદેશવાહક મારતી સાંઢણીએ ત્રણ જ દિવસમાં ચંદ્રપુર પહોંચી ગયો. રાજા નરપુંગવે કુમારનો લેખ વાંચ્યો. અંદર લખેલું કે મહારાજાધિરાજને માલૂમ થાય કે હું અહીં પહોંચી ગયો છું. વસંતશ્રી સાથે મારાં લગ્ન થઈ ગયાં છે. હવે તેના પિતા
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૨૨૫
વાસવદત્ત રાજા અમને વાસવપુર તેડાવે છે. આપની આજ્ઞા હોય તેમ અમે વર્તીશું. તો યોગ્ય લાગે તે આશા મોકલવા વિજ્ઞપ્તિ.’
આટલો ટૂંકો સંદેશો વાંચીને નરપુંગવ રાજા ભારે અચંબો પામ્યા, તેમણે સંદેશવાહકને પૂછ્યું કે ત્યાંના વિગતવાર સમાચાર કહે.
સંદેશવાહકે સુદર્શનનાં ષયંત્રો, તેની સાથેની લડાઈ, તેમાં કુમારનો વિજ્ય તથા સુદર્શનને પકડવો, ઇત્યાદિ બધી વાતો વિસ્તારથી તેમને કહી સંભળાવી.
રાજા દંગ થઈ ગયા. તેમને કુમારની આ બધી ક્ષમતા અને વીરતા અંગે તો આદર ઉપજ્યો જ, પરંતુ તેથી યે વધુ આનંદ તો તેમને કુમા૨ની લઘુતા તેમજ આભિજાત્ય અંગે થયો ઃ આટલું બધું પરાક્રમ તથા કૌશલ્ય દર્શાવી દીધા પછી પણ પોતાનો કુમા૨ તે વિશે એક પણ શબ્દ લખતો નથી, મૌન સેવે છે, અને ફક્ત વિનયપૂર્વક આજ્ઞા જ માગે છે; એ કાંઈ જેવી તેવી ખાનદાનીની અને નમ્રતાની વાત નહોતી જ.
તેમણે કુમા૨ને તત્ક્ષણ ઉત્તર લખાવ્યો, અને વાસવપુર જવાની અનુજ્ઞા પાઠવી. સંદેશવાહકનો પણ સત્કાર કર્યો. ભાતું બંધાવ્યું, ને છેવટે તેને કહ્યું : કુમારને એટલું કહેજે કે ક્યારેય ક્યાંય કોઈનો વિશ્વાસ ન કરવો, અને પોતાની તબિયતની પૂરી કાળજી લેવી.
સાતમે દિવસે તો સંદેશવાહક કુમારની સેવામાં હાજ૨! કુમારે લેખ વાંચ્યો. વાંચીને વસંતશ્રીને મોકલી આપ્યો. અને થોડીવાર પછી પોતે વસંતશ્રી પાસે ગયો. જતાંવેંત તેમણે વસંતશ્રીનો ઉપહાસ આદર્યો : દેવી! પીયરે જવાની તમને તીવ્ર ઉત્કંઠા હતી ને! એ માટે તમે જે ઉપાય યોજાવ્યો, તે બરાબર કારગત નીવડ્યો, નહિ?
વસંતશ્રીએ આ સાંભળતાં જ મીઠો છણકો કર્યો. તેણે કહ્યું : નાથ ! ઉપહાસમાં પણ કદી આવાં વેણ ઉચ્ચારતા નહિ. મને પીય૨ જવાનો શોખ નથી ઉપડ્યો. મારો આગ્રહ તો એ માટે છે કે મારાં માવતરને મારા વિશે શંકા હતી કે આ દીકરી શ્રીવર્મમાં
Page #235
--------------------------------------------------------------------------
________________
——– ૨૨૬
સમરું પલપલ સુવ્રત નામ
એવું તે શું ભાળી ગઈ હશે કે એને જોયા-જાણ્યા વિના જ વરવા નીકળી જવા માગે છે? એમની આ આશંકા મારે નિર્મળ કરવી છે. એ આપને જોશે, આપનાં આ પરાક્રમોની ગાથા સાંભળશે, તો એમને પણ ખ્યાલ આવશે કે ના, અમારી દીકરીની પસંદગી જ સાચી છે.
કુમારે વાત વાળી લીધી, ને બન્ને જિનાલયે જવા નીકળ્યાં. પૂજા આદિ ધર્મકૃત્ય પત્યા પછી બધાંએ રાજભવનમાં ભોજનાદિ કર્તવ્ય પતાવ્યું. ને આનંદ-ગોઠડી કરતાં બેઠાં. ત્યાં અચાનક દૂષલે ત્યાં આવીને એક લેખ કુમારને આપતાં કહ્યું કે અમારા મહારાજા શૂરપાળનો આમાં સંદેશો છે, તેઓ આપને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ પાઠવે છે.
કુમારે તેને સમજાવ્યો કે મારા પિતાશ્રીની આજ્ઞા વાસવપુર માટે આવી ગઈ છે. એટલે મહારાજ શૂરપાળને તું જણાવી દે કે આપની સૂચના મારે શિરોમાન્ય હોવા છતાં, હું હાલ તત્કાલ તો નહિ, પણ વાસવપુરથી નીકળીશ, ત્યારે આપને ત્યાં અવશ્ય આવીશ.
આ વાત ચાલુ છે, ત્યાં વળી એક દૂત આવ્યો. દંતપુરથી રાજા મહાબળનો શ્રીવર્મ પરનો સંદેશો લઈને તે આવ્યો હતો. કુમારે તેનો લેખ વાંચ્યો. તેમાં લખ્યું હતું કે “આવનાર સંદેશવાહકનું નામ શ્રીહર્ષ છે. અમારો અંગત અને વિશ્વાસપાત્ર સેવક છે. તે તમને જે વાત કરે તે તમે સાંભળજો, સત્ય માનજો, એમાં કોઈ જાતની શંકાકુશંકા ન કરજો, અને એ જે કહે તેનો તમે અમલ પણ કરજો.”
કુમારે એ મનુષ્ય શ્રીહર્ષ જ હોવા વિશે પાકી ખાતરી કરી લીધી, અને પછી તેને પોતાની વાત રજૂ કરવા નિર્દેશ આપ્યો.
તે પછી શ્રીહર્ષે કહેલી વાતોનો સાર આ હતો :
મહારાજ મહાબળ કહેવડાવ્યું છે કે સુદર્શનકુમાર એ અમારો અત્યંત હાલો દીકરો છે. પણ તે અમારી આજ્ઞામાં વર્તતો નથી. તેને સુધારવા માટે ઘણા પ્રયાસો કર્યા, મંત્રીઓ અને મહાપુરુષોનો
Page #236
--------------------------------------------------------------------------
________________
–
શ્રીવર્મ
૨૨૭
–
આવી અને
તો જ તી યાદન વાગતાં એકવાર
ઘણો સત્સંગ કરાવ્યો, પરંતુ પથ્થર પર પાણી જેવું જ થયું. ઊલટાનો એ વધુ સ્વચ્છેદ અને ઉદ્ધત બની બેઠો. આથી એ અમારા મનમાંથી ઊતરી ગયો. અમે તો એને દેશવટો આપવાના હતા, પણ મંત્રીના કહેવાથી તેમ ન કર્યું.
આવા ઉદ્દેડ માણસનું તમે દમન કર્યું, અને તેને પકડી બાંધ્યો છે, એ જાણીને અમે ઘણા રાજી થયા છીએ. આવા માણસને આ પ્રકારની શિક્ષા હવે અનિવાર્ય જ હતી.
હવે, મારે એક અત્યંત સ્વરૂપવતી પ્રિયદર્શના નામે દીકરી છે. તેનું અત્યુત્તમ સૌંદર્ય જોઈને અમને ચિંતા થવા લાગતાં એકવાર અમે એક નિમિત્તવેત્તાને પૂછ્યું કે આનો પતિ કોણ થશે? ત્યારે નૈમિત્તિકે અમને કહેલું કે “તમારા દીકરા સુદર્શનને જે બંધનમાં મૂકશે, તે મનુષ્ય આ કન્યાનો પતિ થશે.”
આજે નૈમિત્તિકની એ વાત સાર્થક કરી રહી છે. તો કુમાર! અમારી પ્રાર્થના છે કે તમે હવે અહીં પધારો, અને અમારી કન્યાનો સ્વીકાર કરો.
કોઈ સંયોગવશ, તમે અહીં સુધી ન આવી શકો, તો પછી અમે અમારી કન્યાને, વસંતશ્રીની જેમ જ, ચંદ્રપુરીએ મોકલી આપીએ. પણ તમે તેના સ્વીકાર માટે સમંતિ પાઠવજો.” - કુમારે પોતાની પરિસ્થિતિ તેને સમજાવી, ને કહ્યું કે મારે પહેલાં તો વાસવપુરે જ જવું જ પડશે. ત્યાંથી પછી આમ તો રાજા શૂરપાળને ત્યાં શારિપદ્ર નગર જવાનું થાય; પરંતુ હવે હું વાસવપુરથી પહેલાં સીધો દેતપુર જ આવીશ. તેમ તમે મહારાજને જણાવજો.
શ્રીહર્ષ : અમારા મહારાજ આપની પ્રતીક્ષા ક્યારે કરે?
કુમાર : તે તો કેમ કહી શકાય? મહારાજ વાસવદત્ત અમને રજા આપે પછી જ આવી શકાય.
શ્રીહર્ષ : એ જ ઠીક છે. હવે મારી એક માગણી છે. આપ આપના તરફથી પણ એક માણસને મારી સાથે દતપુર અત્યારે મોકલો, તો અમારા રાજાજીને બહુ સારું લાગશે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૮ ૨ સમરું પલપલ સુવ્રત નામ
કુમારે તેની વાત સ્વીકારવા સાથે સૂચવ્યું : તું જરા સુદર્શનને પણ મળી લે. તો તેને પણ સારું લાગે, ને તમને પણ નિશ્ચિંતતા થાય કે તમારો કુમાર હેમખેમ છે.
શ્રીહર્ષ : કુમાર! આપની વાત બરાબર હશે. પણ મને કુમારશ્રીને મળવાની મહારાજે સૂચના કે અનુમતિ નથી આપી. એટલે હું તેમને મળી નહિ શકું.
કુમારે તેને તત્કાળ તો વિશ્રાંતિ લેવા મોકલી આપ્યો.
કુમારને લાગ્યું કે હવે સુદર્શન સાથે મારે સંબંધ થયો. હવે તેને બંધનમાં રાખવો ઉચિત ન ગણાય. વળી, મહાબળ રાજાની શુભ ચેષ્ટાનો જવાબ પણ મારે કોઈ શુભ ચેષ્ટા દ્વા૨ા જ આપવો ઘટે.
તેણે રણસિંહને આજ્ઞા કરી : સુદર્શનનાં બંધનો છોડી, તેને સ્નાનાદિ કરાવી, ઉત્તમ વસ્ત્રાલંકારોથી વિભૂષિત કરી જલદી અહીં લઈ આવ. તેના આઠ સેવકોને પણ છૂટા કરી દે.
રણસિંહ લુહારને લઈને સુદર્શન પાસે પહોંચ્યો કેદખાનામાં, અને તેની બેડી તોડવાની તજવીજ આરંભી. સુદર્શનને નવાઈ ઉપજી. પૂછ્યું : કેમ ભાઈ, એકાએક બંધનો તોડવાની નોબત લાવ્યા?
રણસિંહે કહ્યું : કુમાર! કાંઈ કારણ તો મને કુમારશ્રીએ નથી જણાવ્યું, એટલે તે અંગે ચોક્કસ કાંઈ કહી નહિ શકું. હા, મારા અનુચર પાસેથી એવી વાત જાણવા મળી છે કે તમારા પિતાજીનો કોઈ રાજસેવક અહીં આવ્યો છે. એણે તેમણે નૈમિત્તિકે કહેલાં ‘સુદર્શનને પકડીને બાંધશે તે પ્રિયદર્શનાનો પતિ થશે’ એવા વેણને આધારે તમારી બહેનને કુમારશ્રી સાથે વરાવવાની તમારા પિતાની ભાવના રજૂ કરી છે.
સુદર્શન બોલી ઊઠ્યો : હા, એ વાત સાચી છે. નૈમિત્તિકે આ આગાહી કરી, ત્યારે હું પણ ત્યાં
સભામાં ઉપસ્થિત જ હતો.
-
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
આ ૨૨૯
સારું કર્યું મારા પિતાજીએ, આવા ઉત્તમ પુરુષને મારી બહેન આપવાનું નક્કી કર્યું તે.
રણસિંહે સુદર્શનની બેડીઓ તોડાવી. તેને સ્નાનાદિ કરાવી શ્રેષ્ઠ વસ્ત્રાભરણો પહેરાવ્યાં. પછી તેને તથા તેના સેવકોને શ્રીવર્મ સમીપે લઈ ગયો. કુમાર પાસે પહોંચતાં જ સુદર્શને તેના ચરણોમાં પ્રણામ કર્યા. તો કુમારે પણ આસન થકી ઊભા થઈને તેને ગાઢ આલિંગન આપ્યું ને યોગ્ય આસને બેસાડ્યો. પોતાના હાથે તેને પાનબીડું આપ્યું.
આ પછી કુમારે તેને ટૂંકાણમાં કહ્યું : સુદર્શન! રાજા મહાબળે કોઈ કાર્યવશ તેમના શ્રીહર્ષ નામના સેવકને અહીં મોકલ્યો છે. એનું કાર્ય આજે જ પતી ગયું હોઈ તે દંતપુર પાછો જઈ રહ્યો છે.
જો કે એણે તો અહીં આવ્યા પછી તારું નામ સુદ્ધાં લીધું નથી, કે નથી તારા વિશે કાંઈ પૂછપરછ કરી, પરંતુ તારા પિતાએ અમારી સાથે અત્યંત સૌજન્યભર્યો અને સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરવા માંડડ્યો છે, તે જોઈ મને લાગ્યું કે મારે પણ તેમને આનંદ થાય તેવું કાંઈક કૃત્ય કરવું જોઈએ, એટલે મેં સ્વયં તને છોડ્યો છે.
સુદર્શન આ સાંભળતાં જ ઉતાવળે બોલી ઊઠ્યો : કુમાર! જો મારા બાપુ પ્રસન્ન થાય તેવું તમે ઈચ્છતા હો તો તો તમે મને પાછો બંધનગ્રસ્ત બનાવી કેદમાં રાખો તે વધુ સારું થશે. તેઓ આનાથી બહુ બહુ રાજી થશે. તમે મને છોડો છો શા માટે? સુદર્શનના અવાજમાં એક પ્રકારની ગ્લાનિમિશ્રિત રૂક્ષતા છવાઈ હતી. - શ્રીવર્ગ આ કળી શક્યો. તેણે અત્યંત આર્જવ સાથે કહ્યું : ભાઈ, સુર્દશન! તારા પિતાજીને તું બંધનમાં હો તે વધુ ગમે તે વાત તારી સાવ સાચી, પણ એ બંધન એટલે હાથે પગે બેડી અને કારાગારમાં સબડવું એ નહિ. પણ એ બંધન એટલે તારી ઉદ્ધતાઈ અને સ્વચ્છંદતાનું સ્વયં નિયંત્રણ. તું જો તારી જાતે જ તારા અવગુણોને સંયમિત કરી શકે, તો તે જ તારા માટે બંધન છે; અને એવું બંધન જ તારા બાપુ ઈચ્છતા હોય. બાકી કયા પિતાને
Page #239
--------------------------------------------------------------------------
________________
– ૨૩૦ જ
સમરું પલપલ સુવ્રત નામ -
પોતાને લાડલો દીકરો કેદખાનામાં બંધાઈ – પૂરાઈ રહે તે ગમ્યું છે કે તારા પિતાને ગમે?
પણ એક વાત સાંભળ : મને લાગે છે કે હવે તારો અવિનય મટી ગયો છે. વિનય વિવેકનો બોધપાઠ તને રૂડી પેરે મળી ગયો છે. એટલે એ રીતે તે નિર્દોષ બની શક્યો છે. એટલે મારો અનુરોધ છે કે જો તારું મન વધતું હોય, તો હવે તારા પિતા પાસે પહોંચી જા.
સુદર્શને ભાવ-છલકતા સ્વરે કહ્યું : કુમાર ! એક સામાન્ય નિયમ કહું. જેને જેનાથી ગુણ થતો હોય તે માણસ તેની પાસે જ – ત્યાં જ રહે; બીજે ન જાય. ગુરુજનોનાં વચન ઉપર બહુમાન રાખવાની વાત હું તમારા સમાગમ પછી જ શીખ્યો છું. એટલે હવે હું તમને છોડીને ક્યાંય જવા ઈચ્છતો નથી. મને તમારી સાથે જ રહેવા દો. - શ્રીહર્ષ આ વખતે ત્યાં ઉપસ્થિત જ હતો. તે તો સુદર્શનના મોંમાં આવાં વેણ સાંભળીને હેરત જ પામી ગયો. તેને થયું કે નક્કી, આ શ્રીવર્મની સંગતનો જ પ્રભાવ! એ વિના ‘કાગડાના મોંમાં રામ' ન આવે. અથવા તો મૂળે સોનું તો ઉત્તમ જાતવંત જ હતું; અગ્નિની આંચ મળી કે મેલ બધો બળી ગયો લાગે છે.
ત્યાં તો શ્રીવમેં સુદર્શનને પૂછયું : તું અહીં રહે તે સામે મને તો કોઈ આપત્તિ નથી; મને ગમે જ. પણ મહાબળ રાજા બોલાવે તો પણ તું અહીં રહે તે શોભીતું ગણાય ખરું?
સુદર્શને ખિન્ન સ્વરે કહ્યું : કુમાર! મારા પિતા મને બોલાવે જ નહિ. મને ખાતરી છે. કેમકે હું એમની ના ઉપરાંત અહીં આવ્યો હતો, એટલે હવે તેઓ મને પાછા આવવાનું નોતરું શેનું આપે જ?
શ્રીવર્મ જરાક હસ્યો, અને મૌન જ રહ્યો.
થોડીપળો મૌનપણે પસાર થવા દીધા બાદ તેણે રણસિંહને સૂચવ્યું : ભાઈ! આ સુદર્શનની સેવામાં ચાર હજારનું અશ્વદળ તથા એક હજારનું ઊંટદળ મૂકી દેજે. એક લાખ સુવર્ણમુદ્રા એને અર્પણ
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
܀
૨૩૧
કરજે. અને એના પરાજય પછી આપણે કબજે કરેલો એને સઘળો પડાવ તથા બીજી બધી સામગ્રી પણ તેને હવાલે કરી દેજે. વધુમાં, આ પાંચ હજાર સૈનિકો એને સોંપીએ છીએ, તે તમામનો નિર્વાહ આપણા તરફથી જ થવો જોઈએ,
રણસિંહે તો એ બધી વાતનો હાથી જોડીને સ્વીકાર કર્યો. પણ સુદર્શન અને શ્રીહર્ષ તો આ બધું સાંભળીને ઠરી જ ગયા. તેમના હૈયામાં અવનવી ઊર્મિઓ ઊઠવા માંડી કે આ કુમારનું સૌજન્ય વધે, ગૌરવ વધે કે ઔચિત્યબોધ વધે? અથવા એનું શું વખાણવું? કૃતજ્ઞતા, ઋજુતા કે દાક્ષિણ્ય? ખરેખર તો એનું બધું જ અદ્ભુત છે, અનન્ય છે.
એ બન્નેને આવા વિચારોમાં ખોવાયેલા જ રહેવા દઈને શ્રીવર્મે સભા બરખાસ્ત કરી, ગૃહચૈત્યમાં જઈને સંધ્યાકાલીન જિનભક્તિ કરી, અને રાત શયનગૃહમાં જઈ તે નિદ્રાધીન થઈ ગયો.
બીજા દિવસે સવારે, એકલા શ્રીવર્મને લઈને રણસિંહ અશ્વાગારમાં ગયો. ત્યાં તેણે સુદર્શનને પાછા સોંપવાના ચાર હજાર અશ્વો પૈકી એક હજાર અશ્વોને પોતે જુદા તારવેલા, તે કુમારને દેખાડવા, ને કહ્યું કે આ અશ્વો બલિષ્ઠ અને ઉમદા ઓલાદના જણાય છે. આપ કહો તો એ આપણી પાસે રાખી લઈએ. સુદર્શનને એના બદલામાં બીજું કાંઈ આપીએ.
કુમારે તેને વાર્યો. કહ્યું કે ભાઈ, આ તમામ અશ્વો અપલક્ષણા છે. એક પણ અશ્વ જાતવંત નથી. માટે બધા જ સુદર્શનને સોંપી દેવામાં જ ડહાપણ છે. હું તો તેને પણ ન આપું. પરંતુ આ અશ્વો તેના સૈન્યમાં તેણે જ આણેલા છે, એટલે જ હું તેને સુપ્રત કરું
છું.
રણસિંહ માની ગયો.
ત્યાર પછી કુમારે જિનપૂજાનો નિત્યક્રમ કર્યો. સાધુજનોને
Page #241
--------------------------------------------------------------------------
________________
–૨૩૨ -
સમરું પલપલ સુત નામ -
પડિલાભ્યા. સાધર્મિક ભક્તિ પણ કરી. પછી સુદર્શન, શ્રીહર્ષ, દૂષલ વગેરેની સાથે પોતે ભોજનગ્રહણ કર્યું.
એ પછી કુમારે ત્રણ દિવસની એક મહાન રથયાત્રા યોજી. એ ત્રણ દિવસો દરમ્યાન ગુલખેડનગરમાં અમારિઘોષણા કરાવી. બંદીમોચન કરાવ્યું. છેલ્લે સંઘનું વસ્ત્રાદિ વડે બહુમાન કર્યું. સકલ સંઘ સાથે તેમજ દૂષલ દંડનાયક સાથે ક્ષમાપના કરી, ને વાસવપુર જવાની અનુમતિ પણ લીધી. અને પછી એકાદ દિવસમાં જ તેણે વાસવપુર પ્રતિ પ્રયાણ આદરી દીધું.
પ્રયાણ-વેળાએ જ તેણે શ્રીહર્ષને અને તેની સાથે પોતાના સેવક કેલિપ્રસાદને દંતપુર તરફ વિદાય કર્યા. વરદત્ત તો તેની સાથે જ રહ્યો. પણ તેણે પણ પોતાના એક સાથીને વાસવપુર ભણી રવાના કરી જ દીધો : વાસવદત્ત રાજવીને કુમારના આગમનના ખબર આપવા માટે જ તો.
ક્રમશઃ પ્રયાસો કરતો કુમાર વાસવપુર પહોંચ્યો. વાસવદત્ત રાજવીએ સ્વયં તેનું સ્વાગત કર્યું. આખા નગરે તેને ઊલટભેર વધાવ્યો. રાજભવન પહોંચ્યા પછી કુમારે રાજા-રાણીને પ્રણામ કર્યા. રાજાએ ભાવસભર નેત્રે તેને વધાવ્યો, તો રાણીઓએ તેના શિરે આવ્યા છો તો અમર થઈને રહો' ના આશીષ વરસાવ્યા. વસંતશ્રીને તો રાજાજીએ ખોળામાં જ લઈ લીધી. તેનું માથું સુંઘીને ક્યાંય સુધી માથે હાથ ફેરવ્યા કર્યો. પછી તે પણ રાણીઓને પ્રણમવા ગઈ, તો તેમણે તેને “અખંડ સૌભાગ્યવંતી ભવ ના આશીર્વાદથી વધાવી.
વસંતશ્રીનો ભાઈ યુવરાજ સુરેન્દ્રદત્ત પણ પોતાના પ્રદેશમાં હતો તે આ અવસર માણવા આવી ગયેલો. તેને પણ શ્રીવર્મ ભેટ્યો.
રાજા-રાણીઓ અને નગરજનો – સૌની આંખો કુમાર શ્રીવર્ગને જોઈને ઠરી. આવો રૂપવાન, ગુણિયલ, પરાક્રમી, અને અભિજાત જમાઈ મળવા બદલ સૌ પોતાને ધન્ય અનુભવવા લાગ્યા. તો વસંતશ્રીની સ્વયંસ્કૂર્ત પસંદગી બદલ સૌ તેને અભિનંદન પણ
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
૨૩૩
અર્પવા લાગ્યા.
સમય થતાં સૌ ભોજનમંડપમાં પ્રવેશ્યા. ભોજનવિધિ આરંભાયો. બરાબર તે જ વખતે વાસવદત્તે શ્રીવર્તને પૂછ્યું : સુદર્શન કેમ નથી દેખાયો? છે તો તમારી સાથે જ ને?
શ્રીવર્ષે કહ્યું : મહારાજ! તેણે મને કહ્યું કે હું નગરપ્રવેશમાં સામેલ નહિ થઉં. મને આ સ્થિતિમાં વાસવદત્તને મળતાં બહુ લજ્જા થશે. હું એમને પછી એકાંતમા જ મળી લઈશ. પણ બધાંની વચ્ચે હું નહિ આવી શકું. એટલે એ અત્યારે નગર બહારના પડાવમાં જ હોવો જોઈએ.
વાસવદત્તે જોયું કે શ્રીવર્ષે અને બીજા અતિથિઓએ ભોજન લેવાનું ચાલુ કરી દીધું છે. એટલે તેણે વરદત્તને બોલાવી, કાનમાં કાંઈક શીખવીને સુદર્શન પાસે મોકલ્યો.
વરદત્ત પહોંચ્યો સુદર્શન પાસે. જઈને કહ્યું કે : ચાલો કુમા૨! ભોજનમંડપમાં બધા તમારી પ્રતીક્ષા કરે છે. અને શ્રીવર્મ કુમારે તો કહ્યું છે કે સુદર્શન આવે પછી જ હું ભોજન લઈશ. માટે સત્વરે ચાલો. હું લેવા જ આવ્યો છું.
સુદર્શન તે વેળાએ ભારે પરિતાપ અનુભવતો પથારીમાં પડ્યો હતો, અને પડખાં ઘસતો હતો. તેણે કાકલૂદીભર્યા સ્વરે વરદત્તને કહ્યું : ભાઈ, આજે મને ભારે મસ્તકશૂળ ઉપડ્યું છે. હું નહિ આવી શકું ત્યાં. બાકી કાંઈ કારણ નથી. કુમારશ્રીને મારા વતી વિનંતિ કરીને ભોજન કરાવી દો ને. મને ભૂખ લાગશે તો હું અહીંજ કાંઈક લઈ લઈશ; અહીં ક્યાં કશી ખોટ છે?
વરદત્ત : તમારી વાત કુમારશ્રીને તો ગળે ઊતરી જશે, પણ રાજાજીને ગળે નહિ ઊતરે, ને ત્યાં સુધી તેઓ ભોજન નહિ કરે. માટે પધારો તો સારું.
સુદર્શન : ભાઈ વરદત્ત, મારી વાત રાજાજીને સમજાવીને તેમને પણ ભોજન કરાવ ને! તું બરાબર સમજ પાડીશ તો તેઓને મારા પર રોષ કરવાનું કારણ નહિ રહે.
Page #243
--------------------------------------------------------------------------
________________
– ૨૩૪ ૨
સમરું પલપલ વત નામ –
વરદત્ત : એ બધું હું ન જાણું. તમે તમારા કોઈ માણસને 1 મોકલીને રાજાને કહેવડાવો તો ભલે. હું તો ‘તમે નથી માનતા 1 એટલું કહીશ.
સુદર્શને તે જ ક્ષણે પોતાના વિશ્વાસુ સારી નામના સેવકને રાજાજી પાસે મોકલ્યો ને પોતાની મસ્તકપીડાની વાત જણાવી, ન આવી શકવા બદલ ક્ષમા યાચી.
વાસવદતે તેની વાત સ્વીકારી લીધી, પણ તે સાથે જ વરદત્ત દ્વારા સારી સાથે સુદર્શન માટે ભોજનનો થાળ તેમજ ચાર ઉત્તમ અશ્વો, વસ્ત્રો, આભૂષણો વગેરે પદાર્થો પણ પાઠવ્યા. સ્વીકાર કરી લીધા સિવાય સુદર્શન માટે કોઈ ઈલાજ નહોતો.
મોડેથી વસંતશ્રી સાથે મોકલેલા વૃદ્ધ પુરુષોના મુખે રાજાને પણ જાણ થઈ કે વસંતશ્રીના સ્વયવર-લગ્નના સમયે જમાઈને જે ભેંટણાં આપવાનાં હતાં તે હજી અકબંધ છે, ને પાછા ફર્યા છે, એ વિધિ હવે પતાવવો ઘટે.
તો બીજી બાજુ, એ જ સમયે વાસવદત્તની બીજી આઠ મહારાણીઓની કમલશ્રી વગેરે આઠ કન્યાઓએ પિતા સમક્ષ ભાવ પ્રદર્શિત કર્યો કે અમને પણ શ્રીવર્મકુમાર ગમી ગયા છે. અમને તેની સાથે જ પરણાવો. - શ્રીવર્મકુમારે હા-નાકાની ઘણી કરી, પણ છેવટે વસંતશ્રીની મદદથી તેને સહમત કરીને રાજાએ શુભ મુહૂર્તે વસંતશ્રી અને અન્ય આઠ કન્યાઓ – કુલ નવ કન્યાઓ સાથે શ્રીધર્મનાં લગ્ન રંગેચંગે કરાવ્યાં, ને કરિવારનો વિધિ પણ તે સમયે પતાવ્યો.
લગ્ન-મહોત્સવ પછી કુમારે વાસવપુરમાં પણ ગુલMડપુરની જેમ જ તમામ જિનચૈત્યોમાં અગિયાર દિવસનો સ્નાત્રમહ તથા રથયાત્રામહ કરાવ્યો.
દઢશ્રદ્ધા અને જિનભક્તિનો અપૂર્વ ઉલ્લાસ - આ બે તત્ત્વો જાણે કે તેના જીવનનું અમોઘ ચાલકબળ બની રહ્યાં હતા!
Page #244
--------------------------------------------------------------------------
________________
શીવર્મ
૨૩૫
કુમાર શ્રીવર્મ સાસરવાસે લહેર કરે છે.
નવ નવ વધૂઓ સાથે પાંચ પ્રકારના રૂડા વિષયોનો મનભાવન અનુભવ તે નિત્ય કરે છે.
વાસવદત્તની રાજસભામાં પણ તે નિયમિતપણે ઉપસ્થિત રહે છે, અને ત્યાંનો રાજ્યવહીવટ એક જિજ્ઞાસુ અભ્યાસીની દૃષ્ટિએ ઝીણવટપૂર્વક જોતો રહે છે.
એક દિવસની વાત છે.
રાજા વાસવદત્ત દરબાર ભરીને બેઠા છે અનેકવિધ કારોબાર ચાલી રહ્યા છે. એ સમયે અશ્વરાજ નામનો એક વ્યવસાયી અશ્વપાલક ત્યાં આવી લાગ્યો. રાજાનો તે પૂર્વપરિચિત હતો. એટલે રાજાએ તેને આવકાર્યો અને આસન અપાવ્યું.
તે હજી બરાબર બેઠો ન બેઠો ત્યાં જ રાજાએ તેને પૂછવા માંડ્યું : ગયા વર્ષે તું મારી પાસે સારંગ નામે એક ઉમદા અશ્વ લાવેલો. મેં તે તને તે જ વેળાએ પાછો સોંપ્યો હતો, અને તેને શ્રેષ્ઠ તાલીમ આપીને પછી પાછો લાવવા કહેલું. મેં એમ પણ કહેલું કે ભલે ગમે તેટલો લાંબો સમય થાય, પણ બરાબર તાલીમ આપીને જ લાવજે. આ મારું કામ તે કરવા માંડ્યું કે નહિ?
અશ્વરાજ કહે : મહારાજ! કોના દહાડા ફર્યા હોય કે આપની આજ્ઞા ઉથાપે? એ અશ્વને મેં તાલીમ આપી દીધી છે, ને તેને લઈને જ હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું.
રાજા : એટલી વારમાં તાલીમ અપાઈ પણ ગઈ? હજી તો માંડ આઠ મહિના થયા એ વાતને. આટલા બધા ટૂંકા સમયમાં આવા તેજીલા તોખારને તેં કેળવી પણ લીધો? માન્યામાં નથી આવતું; આવું બની જ ન શકે.
રાજાની આ અશ્રદ્ધા જોઈને શ્રીવર્મથી ન રહેવાયું. તે બોલી ઊઠ્યો : મહારાજ! આવું બની શકે, અવશ્ય બની શકે. જો જાતવંત અશ્વ હોય અને નિષ્ણાત શિક્ષક હોય, તો આટલા ટૂંકા ગાળામાં
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ૦ સમરું પલપલ સુવ્રત નામ
પણ આવું બની શકે. કેમકે શ્રેષ્ઠ જાતિનો અશ્વ સ્વભાવે જ સુવિનીત હોય, અને એવા અશ્વને માટે અશ્વવાહક શિક્ષક તો માત્ર નિમિત્તભૂત જ બની રહે. એવો અશ્વ ખૂભ ઝડપથી તાલીમબદ્ધ બની જતો હોય છે. અને અશ્વશિક્ષક પણ મતિમાન હોય અને અશ્વનું સ્વરૂપ પારખીને તાલીમ આપે તો તે સહેલાઈથી સફ્ળ નીવડે જ.
છતાં આપને આશ્ચર્ય અને અશ્રદ્ધા થતાં હોય તો હવે ઝાઝી વાતનાં ગાંડાં ભરવાને બદલે અશ્વ અહીં આવી ગયો છે, તેને નાણી જોઈએ એટલે તરત ખબર પડી જશે. હાથકંકણને આરસીની શી જરૂર?
રાજા સંમત થયા. સભા વિસર્જન કરી. પછી તે કુમારને લઈને નગર બહાર ઉદ્યાને પહોંચ્યા. અશ્વરાજને હુકમ આપ્યો કે તું અશ્વ ૫૨ જાતે સવાર થઈને તેને અહીં લઈ આવ.
થોડી જ વારમાં અશ્વરાજ સારંગ પર સવાર થઈને આવતો નજરે ચડ્યો. અશ્વને રમાડતો રમાડતો તે અત્યંત ચપળતાથી તથા મનમોહક અદા સાથે આવી રહ્યો હતો, ત્યારે રાજાએ કુમારને પૂછ્યું : કુમાર! કેવો લાગે છે અશ્વ? અને અશ્વવાહક પણ કેવોક છે? તમને એ રુચિકર અને યોગ્ય જણાય છે કે નહિ?
કુમારે આના જ્વાબમાં અશ્વોના શાસ્ત્રવર્ણિત ત્રણ પ્રકારો તેમજ તેની પાંચ પ્રકારની ગતિ વગેરેનું સ્વરૂપ રાજા સમક્ષ વર્ણવ્યું, અને છેવટે ઉમેર્યું કે આ અશ્વ તેમજ તેના શિક્ષક બન્ને ઉત્તમ પ્રકારના છે તેમાં મને શંકા નથી, મહારાજ!
રાજાનું મોં આ સાંભળતાં હસું હસું થઈ રહ્યું.
એટલામાં જ અશ્વરાજ રાજા અને કુમાર બેઠેલા ત્યાં–સામે આવી લાગ્યો. ત્યાં પહોંચતાંવાર તેણે અશ્વની લગામ ખેંચી. લગામ ખેંચાતાં જ ઘોડો ઝાડ થઈને બે પગે અદ્ધર ઊભો થઈ ગયો! કુમારે તેની તરફ એકીટશે જોયા કર્યું. તેનાં કાન, કેશવાળી, આંખો, નાક, હણહણાટ, વાન, પગ વગેરેનું બહુ બારીકાઈથી તેણે અવલોકન કર્યું.
Page #246
--------------------------------------------------------------------------
________________
–
શ્રીવર્ગ
કે ર૩૭
પણ રાજાથી ન રહેવાયું. તેણે પૂછી દીધું : કુમાર! અશ્વમાં કાંઈ ખોડખાંપણ છે? હોય તો કહો ને!
મહારાજ! અશ્વ આપની સમક્ષ જ છે. આપ જોઈ જ રહ્યા છો, પછી મારે શું કહેવાનું હોય?” કુમારે મોઘમ જવાબ વાળ્યો.
આથી રાજાનો વહેમ વધ્યો. તેમણે આગ્રહ કર્યો કે કાંઈક ગરબડ છે, જે અમે નથી કળી શકતા; પણ તમારી નજરમાં પકડાઈ ગઈ છે એ નક્કી; કહો ને!
કુમાર કહેઃ માઠું ન લગાડો તો કહું.
રાજા કહે : અરે કુમાર! એ શું બોલ્યા? તમે હમેશાં અવિરુદ્ધ અને સાચું જ બોલો છો, એની અમને ખાતરી છે. તમે કહો ને અમે માઠું લગાડીશું? જરા પણ દહેશત રાખ્યા વિના જે હોય તે કહો.
એટલે કુમારે રાજાને કહીને અશ્વરાજને પોતાની નજીક બોલાવી લીધો. તે પણ અશ્વ પરથી ઊતરીને આવી ગયો.
તેના આવ્યા પછી કુમારે રાજાને ઉદ્દેશીને કહ્યું : મહારાજ! આ અશ્વને શિક્ષા તો ઉત્તમ આપવામાં આવી છે. પરંતુ એને બાહરી શિક્ષા જ મળી છે, આંતરિક એટલે કે અંદરની શિક્ષા નથી મળી.
રાજા મૂંઝાયો. કહે : કુમાર! કાંઈ સમજાય એવું કહો. આ તમારી વાતમાં અમને તો કાંઈ સમજ ન પડી. અમે તો પહેલાં પણ આ અશ્વરાજ પાસેથી ઘણા અશ્વો લીધેલા છે. અને તે બધા નગરની બહાર જ શિક્ષા પામેલા છે, અંદર નહિ. અને એ બધા અશ્વો છે તો શ્રેષ્ઠ. એટલે બહાર અને અંદર એમ કહીને તમે શું કહેવા ચાહો છો? તે સમજાવો.
કુમારે વિનયપૂર્વક કહ્યું : મહારાજ! બહાર-અંદર એટલે નગરની બહાર કે અંદર, એવો મારો આશય નથી. હું જરા જુદા અર્થ-સંદર્ભમાં બોલું છું. બહારની શિક્ષા એટલે અશ્વની દૈહિક તાલીમ. અને અંદરની શિક્ષા એટલે એના ચિત્તની તાલીમ.
આપણા અશ્વરાજે અશ્વને શારીરિક તાલીમ તો શ્રેષ્ઠ કક્ષાની
Page #247
--------------------------------------------------------------------------
________________
–
– ૨૩૮ ૪
સમરું પલપલ સવત નામ
–
આપી છે, પણ તેના ચિત્તને હજી કેળવ્યું નથી, એમ મારું કથન
રાજા ચકિત થયો. કહે : આ તમે કઈ રીતે જાણ્યું?
કુમાર : અશ્વનું ચિત્ત અત્યારે કષાયાધીન છે; અર્થાત્ તે એકદમ આવેશમાં છે. આમણે આ અશ્વને કષાય છાંડીને વર્તવાની તાલીમ નથી આપી. અત્યારે એ તેને અહીં લઈ આવ્યા, તે પણ તેઓ તેના ચિરપરિચિત હોવાની હેસિયતથી જ; નહિ કે તેને કષાયમુક્ત બનાવીને. - રાજ હસવા માંડ્યો આ સાંભળીને. કહે કે કુમાર! અશ્વ રોષમાં છે કે હર્ષમાં તેની આપણને શી પંચાત? આપણે તો મમમમથી કામ! અસવાર ઘોડા પર યથેચ્છ સવારી કરી શકે એટલે વાહ!
શ્રીવર્ગે લેશ પણ અસ્વસ્થ થયા વિના રાજાને સમજાવ્યા : દેવ! આપનો કોઈ ભાયાત હોય અને વળી ગર્વિષ્ઠ હોય, તેને હમેશાં સન્માન ને કાંઈ કાંઈ દાન વગેરે આપ આપતાં રહો તો તે કેવો ખુશ રહે? અને એને કોઈ વખત ન આપો તો? અથવા ટાળવા માંડો તો? તો તે રોષે ભરાય કે નહિ? અને વારંવાર જો તેને ટાળવામાં આવે તો તેનો રોષ ક્યારેક ફાટી નીકળે ખરો કે નહિ?
એવું જ આ અશ્વનું છે. આનો આ દોષ અત્યારે ભલે નગણ્ય લાગે. પણ અંદરને અંદર એનો આ તામસી ભાવ વૃદ્ધિ પામ્યા કરે, તો કોઈ દહાડો તે ખરે ટાણે જ આડો ફાટે; ને તો આપણી બાજી ધૂળમાં મળી જાય. એટલે આવી આંતરિક શિક્ષાની તેમજ આવા દોષની ઉપેક્ષા ન જ કરાય.
રાજાએ કાન પકડડ્યા. કુમારની વાતમાં તથ્ય હોવાનું તેને પ્રતીત થઈ ગયું. તેણે ફરી પૂછ્યું : પણ કુમાર! આનામાં આ દોષ છે તેની તમને ખબર શી રીતે પડી ગઈ? - કુમાર : અશ્વના ઊભા ને ઊભા રહેલા કાન અને તેનાં ચકળવકળ બે બાજુએ જ ફર્યા કરતાં નેત્રો – આ બે જોતાં મને તેના ચિત્તના આવેશનો ખ્યાલ આવી શક્યો, મહારાજ!
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
વિસ્મિત રાજાએ અશ્વરાજ તરફ સૂચક દૃષ્ટિ ફેંકી, તો અશ્વરાજે તરત કહ્યું : દેવ! કુમારશ્રીની વાત તદ્દન યથાર્થ છે. અશ્વમાં આ ચિત્ત-દોષ રહી ગયાની વાત સાચી છે.
૨૩૯
રાજા : આવું કેમ તમે થવા દીધું?
અશ્વરાજ : દેવ! આ અશ્વ ઉત્તમ જાતનો તો છે જ. પણ તેજીલો પણ એટલો જ છે. મેં દંડ વડે તેના ચિત્તને વશ કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ હું તેમાં સફળ નથી થઈ શક્યો. અશ્વ મને ધરાર ગાંઠ્યો જ નહિ! એટલે કુમારશ્રી કહે છે તે વાત સાવ સાચી છે.
રાજાએ હવે માન્યા વિના છૂટકો જ ન રહ્યો. પણ તેના ચિત્તમાં કુમારની આવી જબરી અશ્વપરખ, આટલું ઊંડું શાસ્ત્રજ્ઞાન, અને આવી કુશાગ્ર મતિ આ બધાં પરત્વે અનહદ આદર અને ગૌરવ પણ જાગ્યા. તેણે કુમારને સાચા હૃદયથી અભિનંદન આપ્યાં. અશ્વપરીક્ષાનું કામ આટોપીને સૌ સ્વસ્થાને ગયા.
-
આવા કંઈ કંઈ વિનોદો અને જ્ઞાન-ગોઠડીઓમાં ગ્રીષ્મ ઋતુ પસાર થઈ. પછી વર્ષાકાળ પણ વીતી ગયો, અને શરદ ઋતુ બેઠી. આકાશમાં ઉઘાડ, અને સૂર્યનાં તીખાં કિરણો દ્વારા ભેદાઈ જતાં, ધોળા રૂની પૂણી જેવાં નિર્જળ વાદળો વડે અત્યંત સોહામણી લાગતી શરદ ઋતુનો આરંભ થતાં જ કુમારે વિચાર્યું કે હવે મારે અહીંથી દંતપુર જવું જોઈએ, અને તે માટે રાજાજીની રજા મેળવવી જોઈએ.
કુમાર આ માટે રાજા સમક્ષ કેવી રીતે રજૂઆત કરવી તેના વિચારમાં બેઠો હતો તેવામાં જ અશ્વશાળાનો રખેવાળ તેની પાસે આવી ઊભો. રાજાએ જ તેને મોકલ્યો હતો. તેણે કુમા૨ને નમીને વાત કરી ઃ કુમારશ્રી! પેલો સારંગ-અશ્વ એકદમ વિપરીત થઈ ગયો છે. કોઈ એની સામે જાય તો મોં વતી બટકાં ભરે છે. પાછળથી પકડે તો જબ્બર લાતોના પ્રહાર કરી તેને અધમૂઓ કરી મૂકે છે. અરે, એને ચારો નીરવાનો હોય તો તે પણ દૂરથી જ નીરવો પડે
Page #249
--------------------------------------------------------------------------
________________
- ૨૪૦ ૪
સમરું પલપલ સવત નામ
છે. નજીક જનારનું તો આવી જ બને!
આ વાત મેં રાજાજીને જણાવી, તો તેઓએ મને આપની પાસે મોકલ્યો છે. તેઓએ કહ્યું છે કે કુમારને કહે કે તે કોઈ રીતે આ અશ્વને ઠેકાણે લાવે. આમાં કુમાર સિવાય કોઈનું કામ નથી.
કુમાર વિવેકી હતો. રાજાનો આદેશ મળતાં જ તેણે જવાનો વિચાર પડતો મૂક્યો, ને અશ્વની દરકાર લેવાનું આદરી દીધું. તે અશ્વ-વિદ્યાનો પ્રખર જ્ઞાતા હતો. એટલે અશ્વપરીક્ષા-શાસ્ત્રોમાં વર્ણવેલી પદ્ધતિ અનુસાર તેણે તેની ચિકિત્સા કરવા માંડી. દુષ્ટ અને દુર્દમ બનેલા જાતવંત અશ્વને પાછા વશમાં આણવાનું, તેના દિમાગમાં ભરાઈ ગયેલી રાઈને કઢાવીને તેને હળવો, આજ્ઞાકારી અને સુશિક્ષિત બનાવવાનું કામ કેટલું કપરું છે, તેનો ખ્યાલ, કુમારે મહિનાઓ સુધી વિધવિધ પ્રકારે તે અશ્વની જે સારવાર કરી તે જોઈને રાજાને તથા અન્યોને આવ્યો.
લગભગ બે-અઢી મહિને કુમાર અશ્વને સંતુલિત કરી શક્યો. તેના મનમાં ધમધમતા ક્રોધને શમાવી શક્યો. તેને નમ્ર અને સૌમ્ય બનાવી શક્યો. પોતે એકાદ સપ્તાહ સુધી તેના પર યથેચ્છ સવારી કરી. તેને બધી રીતે ફેરવ્યો. જ્યારે તેને ખુદને પ્રતીતિ થઈ કે અશ્વ હવે સર્વથા સુધરી ગયો છે, ત્યારે તેણે રાજાને તેના પર સવારી કરવા બેસાડ્યા. આજે રાજાને પીઠ પર આરૂઢ તો થવા જ દીધા, પણ એથી યે વધીને રાજાના દરેક ઈશારાને સમતાં રહીને તે પ્રમાણે તેણે વર્તન પણ કર્યું. આથી રાજા પ્રસન્ન થઈ ગયા. તે તો પછી રોજ તે અશ્વ પર ઘૂમવા લાગ્યા.
એક દિવસ એવું બન્યું કે રાજા એ અશ્વ પર આરૂઢ થઈ નદીકાંઠે પહોંચ્યા. તેમને જોવું હતું કે અશ્વ પાણીમાં કેવી રીતે વર્તે છે. કુમાર સાથે જ હતો. રાજાએ અશ્વને નદીમાં ઉતાર્યો. અશ્વ ઉતર્યો પણ ખરો. પણ પછી ચાલે નહિ. રાજાએ ઘણી મથામણ કહી, પણ અશ્વ ન ચાલ્યો તે ન જ ચાલ્યો. રાજાએ તરત કુમાર સામે જોયું. પૂછ્યું કે આમ કેમ છે? તાલીમમાં કાંઈ ગરબડ છે કે શું?
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
ક ૨૪૧
કુમારે તરત જ કહ્યું : મહારાજ! તાલીમમાં કે અશ્વમાં કશી જ કચાશ નથી રહી. વાત એમ છે કે અશ્વનું પૂંછડું સતત ઊચુંનીચું થતું રહેવાનું. હવે પોતાનું પૂંછડું પાણીમાં પડે ને પછી ઊંચું ઊછળે તો તેને લીધે પાણીના કે કાદવના છાંટા આપના ઉપર ઊડ્યા વિના ન જ રહે. એવું બને તો આપનાં વસ્ત્રો ને અવયવો અવશ્ય ખરડાય. આ અશ્વને આની ચિંતા છે, તેથી તે પાણીમાં ચાલતો નથી.
રાજાને ગળે વાત કેમ ઊતરે? છતાં કુમારની વાતની તથ્થાતથ્યતાની ખાતરી કરવા માટે તેણે એક વાત કરી. અશ્વનું પૂંછડું પોતાના એક હાથે ઊંચું પકડી લીધું. બીજા હાથે અશ્વને પાણીમાં આગળ વધવાનો ઈશારો કર્યો. ઈશારો મળતાં જ અશ્વ રેવાળબંધ ગતિએ, પણ પાણીનો એક છાંટો પણ ન ઊડે તે રીતે આગળ વધી ગયો, ને જોતજોતામાં નદીને સામે કિનારે જઈ પહોંચ્યો.
રાજા સ્તબ્ધ, અશ્વનો આટલો બધો વિવેકા અને એના માનસની કુમારને આટલી ઝીણી પરખ! એના જ નહિ, ઉપસ્થિત હતા તે સૌના મોંમાંથી કુમારને માટે “ધન્ય ધન્યના શબ્દો સરી પડ્યા.
રાજાએ હર્ષના આવેશમાં આવી જઈને કુમારને કાંઈક માગી લેવા કહ્યું. કુમારે તક ઝડપી લીધી. કહ્યું : દેવ! હવે મને દંતપુર જવાની અનુજ્ઞા આપો. ઘણો સમય વહી ગયો છે અહીં. મારે મોડું થાય છે. બધે જતાં જતાં મારે વેળાસર પિતાજી પાસે પણ પહોંચવું છે. માટે આપ મને રજા આપો.
રાજાએ મન ન હોવા છતાં તેને રજા આપી. અને રજા મળતાં જ કુમારે સારો દિવસ જોઈને પોતાના સમગ્ર રસાલા સાથે દતપુર ભણી પ્રસ્થાન કરી દીધું. સુદર્શન તેની સાથે જ હતો.
કુમારના આગમન સાથે જ દેતપુરમાં આનંદ વ્યાપી ગયો. દિતપુરની પ્રજા માટે એક તરફ કુમાર પોતાના રાજાનો જમાઈ હતો, તો બીજી તરફ પોતાના ઉદંડ રાજકુમારને યોગ્ય પાઠ ભણાવનાર
Page #251
--------------------------------------------------------------------------
________________
- ૨૪ર છે
સમરું પલપલ સતત નામ
શૂરવીર છતાં ય સૌજન્યમૂર્તિ એવો રાજકુમાર હતો. એટલે મહાબળ રાજાની સાથે સાથે દેતપુરની પ્રજાએ પણ કુમારને અંતરથી આવકાર આપ્યો.
પછી તો રચાયું એક ઉલ્લાસમક્યું ઘટનાચક્ર : રાજકન્યા પ્રિયદર્શના સાથે કુમારનો ભવ્ય લગ્નોત્સવ થયો; કુમારે દેતપુરનાં જિનમંદિરોમાં આઠ દિવસનો સ્નાત્રોત્સવ કર્યો, ત્રણ દિવસની રથયાત્રા કરી; આખાયે દેતપુરમાં કુમારના આગમન પછી આનંદનું જાણે અદ્વૈત જ રચાઈ ગયું!
મહાબલ રાજાના આગ્રહને માન આપીને કુમારે દતપુરમાં થોડોક વખત સ્થિરતા કરવાનું સ્વીકાર્યું. અહીં પણ તે, વાસવપુરની જેમ જ, રાજસભામાં જતો, અને મહાબલ રાજાનો રાજવહીવટ અવલોક્યા કરતો.
એક દિવસની વાત. નગરમાં પરદેશનો એક રત્નાવણિક – રત્નોનો વ્યાપારી આવી ચડ્યો. હતો તો કાપડિયો, પણ પોતાની પાસે થોડોક માલ હશે તે વેચવા નીકળેલો. તેની પાસે ભાતભાતનાં રત્નો. તેણે રાજાના પરીક્ષકોને પોતાનાં રત્નો બતાડ્યાં. તેમણે પણ ભાવતાલ ઠરાવીને ખપજોગો માલ ખરીદ્યો.
હવે બન્યું એવું કે બધું પતી ગયા પછી એ વ્યાપારીએ એક મોટુંમસ વજરત્ન પોતાની ઓટીમાંથી કાઢયું ને પરીક્ષકોને બતાડ્યું. પરીક્ષકો તો તે જોતાં જ અંજાઈ ગયા : આટલું મોટું રત્ન! અને તે પણ આટલું બધું ચોખ્ખું! આવું અદ્ભુત નિર્મળ! નજરે ન જોઈએ તો માનવામાં જ ન આવે.
તેમણે હાથમાં લઈને તે રત્નને ચારે તરફથી ઝીણી નજરે તપાસ્યું. ન એબ, ન જાળું, ન છિદ્ર, ન સડો, ન રેખા-કરચલી; એક પણ દોષ ન મળે. એમણે એને એનું મૂલ્ય પૂછયું, તો પેલો કહે : તમે જ કહો ને! મોટા પરખંદા થયા છો તો!
પરીક્ષકો કહે : ભલાદમી! અમે તો છક્કડ ખાઈ ગયા છીએ. આમાં કાંઈ ગતાગમ પડતી નથી. આનું મૂલ્ય આંકવું એ અમારા
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
છે ૨૪૩
–
માટે કદાચ અશક્ય લાગે છે. તને તો ખ્યાલ હોય જ; કહે ને!
પેલો કહે : તમે મોટા રાજ-ઝવેરી છો. છતાં ય આની કિંમત નથી આંકી શકતા, તો હું તો રહ્યો ગામડાનો કાપડિયો! મને શું આંકતા આવડે?
પરીક્ષકો કહે : ભલે, તને કિંમત આંકતા ન આવડે તો કાંઈ વાંધો નહિ, પણ એ તો કહે કે તે આ કેટલામાં લીધું?
પેલો હસવા લાગ્યો. કહે : હું તમને એમ કહ્યું કે મને તો આ રસ્તામાંથી જડ્યું છે તો તમે ખરું માનશો? કે પછી હું તમને પટાવું કે મેં તો આના લાખ સોનૈયા ચૂકવ્યા છે તો? હું જે ગમ્યું મારીશ તે જ તમારે ખરું માનવું પડે ને! એટલે એ પંચાત જવા દો ને યાર! તમે જે કિંમત નક્કી કરશો તે મને મંજૂર હશે, બસ?
પરીક્ષકો મૂંઝાયા. ગયા રાજા પાસે. રત્ન દેખાડવું ને બધી વિગત પણ કહી, ને શું કિંમત ઠરાવી શકાય તેની જરા ચર્ચા કરી. રાજાજી કહે : તમને બધાને પરસ્પર વિમર્શ કરતાં જે ઠીક લાગે તે ચૂકવી દો, ને આ મૂલ્યવાન નંગ ખરીદી લ્યો. મારી સંમતિ
થયું. પરીક્ષકોએ વ્યાપારી પાસે જઈ તેના રત્નનાં પાંચ હજાર સોનૈયા ઠરાવ્યા ને તેટલામાં તે રત્ન રાજાને વેચવા તેને સમજાવ્યો.
પેલો કાપડિયો પણ ઓછો નહોતો. તેણે સોનૈયા લેવાને બદલે રાજસભામાં જઈને તે રત્ન રાજાના પગ સામે ધરી દીધું, ને કહ્યું કે આની કિંમત લાખ મુદ્રા હોય કે કાણી કોડી, મને તેની પરવા નથી; હું તો આપની ભક્તિરૂપે ભેટ ધરું છું. હું આની કિંમત લેવાનો નથી.
રાજા તેની વાતમાં આવી ગયા. કહે : ભાઈ, પાંચ હજાર મુદ્રા તને આની કિંમત પેટે નથી આપતો; એ તો મારી પ્રસાદીરૂપે તને ભેટ આપું છું. બસ! હવે તો લઈશ ને?
પેલાએ માથું નમાવી, “ઘણી કૃપા થઈ એમ ઉચ્ચારતાં તે મુદ્રાઓ લઈ લીધી, ને ઉતારે જતો રહ્યો.
WWW.jainelibrary.org
Page #253
--------------------------------------------------------------------------
________________
–૨જ
સમરું પલપલ સવત નામ
-
હવે યોગાનુયોગ એવો થયો હતો કે કુમાર શ્રીવર્ગ તે દહાડે દરબારમાં અનુપસ્થિત હતો. એટલે મોડેથી રાજા અને કુમારની બેઠક થઈ ત્યારે રાજાએ તે રત્ન કુમારને દેખાડ્યું ને કહ્યું : કુમાર! જુઓ તો ખરા, કેવું મસ્ત આ રત્ન છે!
કુમારે બે હાથે તે રત્ન લીધું, ને અવલોકન કર્યું તો તે પણ ક્ષણભર તો ચકિત થઈ ગયો. આવું મોટું - અસામાન્ય કદનું હોય ને વળી આટલું બધું સ્વચ્છ હોય તેવું રત્ન તે પહેલીવાર જ જોતો હતો.
તેણે રત્નની પ્રાપ્તિની હકીકત જાણી. તે પછી ફરીફરીને તેણે રત્નને અવલોક્યું, તોળ્યું, હાથ ઉપર તેને ઘસ્યું ને પછી સૂંઠું પણ વારંવાર. થોડીક પળોમાં જ તેણે તે રત્નનો ક્યાસ કાઢી લીધો, ને પછી રાજાજીના હાથમાં ચૂપચાપ સુપ્રત કરી દીધું.
રાજા પાછો અટવાયો. તેને થયું કે કુમાર કેમ કાંઈ કહેતા નથી? તેણે પૂછયું : કુમાર, આના ગુણ કે દોષ – જે તમને જણાતા હોય તે કહો તો ખરા! - કુમાર : મહારાજ! આપ તો મસ્તક મૂંડાવ્યા પછી નક્ષત્ર પૂછવા જવા જેવી વાત કરો છો! આપે જ્યારે આનું મૂલ્ય ચૂકવી જ દીધું છે, તો પછી હવે તેના ગુણ-દોષ મારી પાસે જાણીને શું લાભ થવાનો? એ કરતા બાંધ્યા ભારે ઉત્તમ રત્ન' ગણીને સાચવી રાખો તે જ ઉચિત થશે.
રાજા : કુમાર! હજી આપણું કાંઈ બગડી નથી ગયું. તમને બરાબર ન લાગતું હોય આ, તો આપણે પાછું આપી દઈશું.
કુમાર : દેવ. એટલે જ હું કાંઈ કહેવા નથી ચાહતો. પેલો બાપડો ગરીબ વાણિયો હશે; તેની પાસેથી આપ રકમ પાછી લઈ લો, તો તેના નીસાસા તો મને જ લાગે ને! એ કરતાં ચૂપ રહેવું શું ખોટું? કોઈના મોંનો કોળિયો છીનવી લેવાનું હું પસંદ ન કરું.
રાજા કુમારની સમસ્યા સમજી ગયા. તેમણે કહ્યું : કુમાર! | એ રકમ તો મેં એને પ્રસાદીરૂપે ભેટ આપી દીધી છે. એટલે પાછી |
Page #254
--------------------------------------------------------------------------
________________
–
શીવમાં
૨૪૫
લઈ લેવાનો હવે કોઈ સવાલ જ નથી. માટે એ ધાસ્તી તજી દો, ને જે હોય તે કહો.
રાજા તરફથી આટલી ખાતરી મળતાં જ કુમાર બોલ્યો : મહારાજ! આ પદાર્થ વાસ્તવમાં રત્ન નહિ, પણ લોખંડનો એક મજાનો ટુકડો છે, ને એ કોઈ ખાણમાંથી નીકળેલો છે. - રાજા તો ડઘાઈ જ ગયા, આ સાંભળીને. તેમણે દલીલ કરી: તો લોખંડના ટુકડાને આવા પહેલ-પાસા કેવી રીતે પડી શકે? અથવા જેણે એ પાડ્યા હશે તેનું કૌશલ્ય કેટલું અદ્ભુત હશે? - કુમાર કહે મહારાજ! આ ટુકડો આવો પાસાદાર જ લોઢાની ખાણમાંથી જડ્યો હોવો જોઈએ, કોઈએ આને ઘાટ આપ્યો નથી જણાતો.
રાજા : તો પેલા વેપારીને આની ખબર નહિ હોય કે વેચવા નીકળ્યો?
કુમાર : ખબર હોય જ. રાજા : તો એ પાંચ હજાર મુદ્રા શું કરવા લે? રાજાને કાંઈ એ છેતરે તો નહિ જ.
કુમાર : એણે આપની પ્રસાદી સમજી ને મુદ્રાઓ લીધી છે મહારાજ! બાકી એણે ક્યાં કિંમત માગી હતી કે ઠરાવી હતી?
રાજા માથું ખંજવાળવા માંડ્યા. કુમારની વાત સાચી હતી. પણ મન માનવા તૈયાર કેમ થાય? કહે : તમે કહો છો તે સાચું કેમ માનું પરીક્ષા બતાવો.
કુમાર કહે : એક કામ કરો. તાજા મીઠાથી ભરેલું એક વાસણ મંગાવો, ને થોડુંક તેલ મંગાવી આપો. પછી હું પરખ બતાવું.
ગણતરીની પળોમાં બધું હાજર.
કુમારે કહ્યું : આ રત્નને બરાબર તેલ ચોપડો, ને પછી તેને આ મીઠામાં ખૂપાવી દો. એમાં એક અહોરાત્ર રાખો. કાલે આ સમયે બહાર કાઢજો. જો રત્ન પર કાટ લાગ્યો હોય તો જાણજો કે મારી વાત સાચી. કાટ ન લાગે તો માનજો કે આ સાચું રત્ન
Jaip Education International
Page #255
--------------------------------------------------------------------------
________________
– ૨૪૬ છે
સમરું પલપલ સવત નામ -
કુમારના કથનાનુસાર રાજાએ બધું કરાવ્યું. બીજા દિવસે નિયત સમયે રત્ન બહાર કઢાવ્યું. જોયું તો ખરેખર કટાઈ ગયું હતું. |
રાજા દિંગ થઈ ગયા. વજરત્ન અને પાંચ હજાર સોનૈયા ગુમાવવાનો તેમનો ઉગ તો કુમારના આટલા બધા અદ્ભુત કલાકૌશલ્યને જોઈને હવા જ થઈ ગયો!
પછી તો પેલા વ્યાપારીએ પણ આ વાતમાં સાહેદી પૂરી કે હું એક લોઢાની ખાણ સમીપે બેઠેલો, ને મજૂરો ખાણ ખોદતા હતા; ત્યારે આ ટુકડો આવો જ ઊડીને મારા ખોળામાં પડેલો. તે મેં ક્યાંક કોઈકને વેચીશું તો સારા પૈસા મળશે તેવી ગણતરીથી સાચવી રાખેલો. એટલે કુમારશ્રીની અટકળ અને પરીક્ષા – એકદમ યથાર્થ છે.
આથી તો રાજા ઓર ખુશ થઈ ગયા. કુમારને કહે : તમારી આ પ્રજ્ઞાથી હું એટલો બધો પ્રસન્ન છું કે મને થાય છે કે હું તમને કાંઈક આપું. પણ તમને છાજે એવું બીજું તો કશું હવે મારી પાસે છે નહિ. મારું આ રાજ્ય હું આજે તમને ભેટ આપું છું, તે તમે સ્વીકારી લો.
આ સાંભળતાં જ કુમાર ચોંકી ઊઠ્યો. તેણે રાજાને વાર્તા, ને રાજ્યનો ખરો હકદાર સુદર્શન હોવાનું તથા તેને હવે રાજ્ય સોંપવાનું સમજાવ્યા.
રાજા કહે : એ તો નહિ બને. સુદર્શનને તો ક્યારનો ય મેં અધિકારભ્રષ્ટ કર્યો છે. હા, તેનો નાનો ભાઈ હર્ષદેવ નામે છે. તેનામાં ઘણી યોગ્યતા પણ છે. મેં તેને યુવરાજપદે પણ સ્થાપ્યો છે. તમે કહો તો તેને રાજ્ય અર્પ, સુદર્શનનું તો નામ જ લેશો
મા.
- કુમારે રાજાને સમજાવ્યા કે આવો રોષ ન રખાય, પાટવી કુંવરને જ ગાદી અપાય; ને ભૂતકાળની તેની ભૂલોને ભૂલી જવાની.
રાજા કહે : મારા મંત્રી જોડે તમે ચર્ચા કરી લો. તમે બન્ને
Page #256
--------------------------------------------------------------------------
________________
શીવર્મ
ક
૨૪૭
જે નિર્ણય આપશો તે મને મંજૂર હશે, બસ?
રાજાએ કુમારને વિચારવાનો અવકાશ પણ ન આપ્યો. તેણે તે જ ઘડીએ પોતાના મંત્રી સુવિચારને બોલાવી મંગાવ્યો, ને આદેશ આપ્યો કે મારા ઉત્તરાધિકારીનો પ્રશ્ન તમે કુમાર સાથે ચર્ચા લો, અને બન્ને જણા એકમત થઈને મને આજે જ નિર્ણય આપો.
કુમાર અને મંત્રી બન્ને ગયા મંત્રણાખંડમાં.
પણ રાજાના મનમાં અપાર કૌતુક હતું. બે વચ્ચેની ચર્ચા સાંભળવાનું મન તે રોકી ન શક્યા, ને મંત્રણાખંડના ગુખ દરવાજે જઈને તે બન્નેની વાતો જાતે સાંભળવા ઊભા રહી ગયા.
મંત્રણાના પ્રારંભે તો બન્ને વચ્ચે ખૂબ રકઝક ચાલી. મંત્રી કહેઃ તમે જ નિર્ણય કરી આપો, અમારા સૌ કરતાં તમારી બુદ્ધિ વધુ તીવ્ર છે, વધુ પરિપક્વ છે અને વધુ વિવેકપૂત છે, નિર્ણય તમારે જ આપવો પડશે.
પણ કુમારે તે વાત ન સ્વીકારી. તેણે કહ્યું : હું તો કાલે જતો રહીશ. મારા ક્ષણિક આવેગવશ અપાયેલા નિર્ણયને જીવનભર અનુસરવાનો તો તમારે બધાએ છે. સ્થાનિક વાતાવરણને તથા આગળ-પાછળની સર્જાનારી સ્થિતિને અનુરૂપ નિર્ણય કર્યો હોય? શું લઈ શકાય? તે તમે જ વધુ સમજી શકો. હું તો ઠર્યો પરદેશી. માટે હું આ બાબતે નિર્ણય ન આપી શકું.
મંત્રી પણ વિચક્ષણ હતો. તેણે કુમારની વાત સ્વીકારી લીધી, ને પહેલાં આ વાત આજે કેવી રીતે ને કેવા સ્વરૂપે ઉપસ્થિત થઈ, તે કુમાર થકી જાણી લીધું. પછી તેણે કુમારને કહ્યું કે સુદર્શનને રાજા બનાવવાની હું ના કહું છું તેનું કારણ પહેલાં તમે સાંભળી લો. પછી જે ઠીક લાગે તે કહેજો. આમ કહીને તેણે જે વાત કહી તેનો સાર આવો હતો :
દંતપુરની દક્ષિણે ચાર ગાઉ દૂર ખીંબચ માતાનું એક મંદિર
Page #257
--------------------------------------------------------------------------
________________
- ૨૪૮૦
સમરું પલપલ સવત નામ
-
છે. એની આસપાસ નાનું એવું એક નગર જ વસી ગયું છે, ને તેને ફરતો કિલ્લો પણ છે. ખીંબચપુર નામે તે ઓળખાય છે.
એ ખીંબચદેવીનો એક ભોપો-ભૂવો છે, અને તે પ્રદેશમાં તેની ભારે હાક વાગે છે. બધા તેનાથી ડરે, ને તેનું માને. આવા જ એક તેના આજ્ઞાકારી નાગરિકની એક દીકરી. નામે દુર્લભકા. અત્યંત રૂપાળી, પણ બાળવિધવા.
એના બાપે વિચાર્યું કે આને કોઈ રીતે ઘરઘરણું કરાવવું જ પડે; ઘરમાં ન સંઘરાય; કદીક કલંક આપે. આ વિચાર તેણે પેલા ભૂવાને જણાવ્યો ને તેની સલાહ પૂછી. તો ભૂવો કહેઃ તારી દીકરીની ચિંતા મારે માથે છોડી દે. હું મારી મેળે તેને યોગ્ય પાત્ર સાથે વરાવી દઈશ. હમણાં તેને મારી પાસે મોકલતો રહેજે.
પેલાને આ વાત રુચી તો નહિ, પણ માતાજીના ભૂવાનો ડર ઘણો તેથી તેની વાતને નકારી ન શક્યો.
હવે ભૂવાની નજર એ દીકરી ઉપર બગડેલી. એ આમ તો તેને દીકરી, દીકરી' કર્યા કરે, પણ દાનત બૂરી હતી. પરંતુ લોકલાજે તે તેનો ઉપયોગ ન કરી શકતો. માત્ર પોતાની પાસે કાયમ રાખે, ને વેઠ-વૈતરાં કરાવ્યા કરે. તે તેને ખાવા-પીવા કે સારાં કપડાં વગેરે પહેરવા પણ ન આપે. આપે તો હલકું આપે. તેને સતત ફડક કે આને કોઈ ઉપાડી જશે તો?
પણ એક દહાડો ન બનવાનું બનીને જ રહ્યું. દુર્લભિકા જંગલમાં છાણાં વીણવા ફરતી હતી, અને તે જ વખતે અમારા મહાબળ રાજા તે રસ્તે શિકારે નીકળ્યા. તેમની નજર આ બાળા પર પડી ને તેઓ તેના પર મોહી પડ્યા. શિકાર પડતો મૂકીને ત્યાં જ તેમણે બાળા સાથે કામક્રીડા આચરી. પણ એ દરમિયાન તેમણે તેનો પાકો પરિચય પણ મેળવી લીધો.
થોડીવારે રાજા ત્યાંથી પાછો ફરવા સજ્જ થયો, તો તે બાળાની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. રાજાએ કારણ પૂછતાં તેણે કહ્યું કે માતાજીનો ભૂવો મને આવી દશામાં જોશે તો બહુ મારશે;
Page #258
--------------------------------------------------------------------------
________________
વર્ષ
૨ ૨૪૯
ત્યારે મારું શું થશે? એ વિચારે રડું છું દેવા
રાજાએ તેને સમજાવી કે તને મારવા આવે, તો તારે મારું નામ આપી દેવું કે મને રાજાએ અપનાવી છે. આટલું કહીશ પછી એ કાંઈ નહિ કરે તને. એ આ વાતની ખાતરી માગે, તો લે આ મારી વીંટી; એને બતાડી દેજે. - રાજા ઘેર પાછા ફર્યા. બાળા મંદિરે ગઈ. ભૂવાએ મારવા તો લીધી જ, પણ વાત સાંભળતાં ને વીંટી જોતાં જ તે પણ સુધરી ગયો, ને બાળાને રાજરાણીની જેમ જાળવવા માંડ્યો.
એ બાળા તે પ્રસંગે જ ગર્ભવતી બની. કાળાંતરે ભૂવાએ રાજાને તે વાતની જાણ કરતાં રાજા તેને પોતાની રાણી તરીકે ઘેર લઈ આવ્યા. તેને પૂર માસે જે પુત્ર અવતર્યો. તે જ આ સુદર્શન.
રાજાએ તેને મોટો કર્યો, ભણાવ્યો, ને પછી મારી ના છતાં તેને યુવરાજ બનાવ્યો.
મંત્રી કહે : કુમાર! જાત વિના ભાત કેમ પડે? સુદર્શન અંતે ઉદ્ધત જ પાક્યો, અને આજે તો તે રાજાજીના મન પરથી સાવ જ ઊતરી ગયો છે. તમે જ કહો આવા અવિનયી, હીન જાતિવાળા ને ઉદંડ માણસને રાજગાદી કેમ સોંપાય?
કુમાર : તો પ્રિયદર્શના ને હર્ષદવ કોનાં સંતાન? મંત્રી : એ બે પણ આ જ રાણીનાં સંતાન છે, કુમાર!
કુમાર : જો બન્નેની માતા એક જ હોય, તો એકને એ કારણે ગાદી ન સોંપાય ને બીજાને એ કારણ હોવા છતાં ય રાજ આપવામાં બાધ નથી - આ કઈ જાતનો વિવેક? આ ક્યાંનો ન્યાય?
વાત રહે અવિનયની. તો તે તો મેં સુદર્શનને વિવેકી, વિનયી અને સીધાદોર કરી જ દીધો છે. હવે તેને ખુદને પોતાના ભૂતકાળ પરત્વે ભારોભાર પસ્તાવો છે.
વળી, મહત્ત્વની વાત એ છે કે આ બધી વાતો તમારા જેવા અમુક જણ સિવાય કોઈ જાણતું નથી. હવે તમે જ્યારે પાટવી કુમારનો હક છીનવીને બીજાને ગાદી આપશો, તો લોકો આ ગુપ્ત
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૦
સમરે પલપલ રાવત નામ -
રહસ્યની વાત જાણ્યા વિના નહિ રહે. ને તો રાજાજીની આબરુને ધક્કો લાગ્યા વિના નહિ જ રહે. મંત્રીશ્વરા નથી લાગતું કે તમારા નિર્ણયથી તમારી જ જંઘા ઉઘાડી પાડવા જેવું થવાનું?
મંત્રીને કુમારની વાતોમાં વાજબીપણું વરતાયું. તેણે તેનો તે જ પળે સ્વીકાર કર્યો, ને પોતાના પૂર્વગ્રહો પડતા મૂક્યા. ત્યાંથી તે ઊઠીને સીધો રાજા પાસે ગયો, ને બધી વાતો કહેવાપૂર્વક પોતાનો ને કુમારનો નિર્ણય જણાવ્યો કે સુદર્શનને જ ઉત્તરાધિકારી બનાવવી.
રાજાએ જાતે બધી વાતો સાંભળી હતી. કુમારની પરિણત પ્રજ્ઞાનો ચમકારો તેણે બરાબર અનુભવ્યો હતો. એટલે તેણે તે વાત સ્વીકારી, અને તે જ વખતે સુદર્શનને પ્રેમપૂર્વક તેડાવીને પુનઃ યુવરાજપદે સ્થાપી દીધો. - શ્રીવમ કુમારે, આ પછી, સુદર્શનને પોતે જીત્યો ત્યારે તેની જે જે સામગ્રી તથા હાથીઓ, અશ્વો વગેરે કબજે કરેલાં ને આજ પર્યત સાચવેલાં, તે બધું તેને પાછું સોંપ્યું ને પછી પોતે રાજાજીની તથા સુદર્શનની અનુમતિ લઈને ત્યાંથી શૂરપાળ રાજાના સારિવદ્ર નગર પ્રતિ સંચર્યો.
સારિવદ્ર નગર. શૂરપાળ રાજા. વીરપાળ તેનો યુવરાજ.
ગુલખેડપુરના પ્રસંગ પછી વીરપાળ પણ શ્રીવર્મનો ચાહક અને મિત્ર બની ગયેલો. રાજા શૂરપાળ પણ શ્રીવર્મનાં ગુણગાન સાંભળીને મનોમન વિશેષ આકર્ષણ અનુભવતા હતા. શ્રીવર્ગને તેમણે પોતાને ત્યાં આવવાનું નિમંત્રણ તો આપેલું જ. શ્રીવર્ગ પણ, તે વેળાએ આપેલા વાયદા પ્રમાણે ત્યાં આવી પહોંચતાં રાજાને અપાર હર્ષ થયો. - શ્રીવર્મનો તેમણે ભવ્ય નગરપ્રવેશ કરાવ્યો. શ્રીવમેં પણ, બધાં સ્થળોની જેમ જ અહીં પણ, અાલિકા મહોત્સવ અને રથયાત્રાદિ ધર્મઅનુષ્ઠાનો સૌ પ્રથમ કરાવ્યાં. પછી રાજવહીવટ, લોકસંપર્ક,
Page #260
--------------------------------------------------------------------------
________________
વર્મ
જ
૨૫૧
વિવિધ ક્રીડાઓ વગેરેમાં તે પરોવાયો.
એક દિવસની વાત છે. રાજસભા ભરાઈ હતી. વહીવટી કાર્યો પતી ગયાં હતાં, ને આનંદનવિનોદ ચાલી રહ્યો હતો. એમાં અચાનક રાજા શૂરપાળે કુમારને કહ્યું : કુમાર! અમે એક મરકતમણિ ખરીદ્યો છે. બહુ ઉત્તમ કોટિનો દીસે છે ને ઘણો મોટો છે. તેની વિશેષતા એ છે કે તેમાં અંદરથી જ ચતુર્ભુજા ગજલક્ષ્મીની આકૃતિ દેખાય છે. કોઈ કોતરણી નથી, પણ એ રત્નમાં જ આપોઆપ આવી આકૃતિ ઊપસે છે. એના એક લાખ સોનૈયા ચૂકવ્યા છે. પણ એનો બીજો કોઈ ઉપયોગ ન કરતાં પૂજામાં જ એને પધરાવ્યો છે.
મહાબળ રાજાના દરબારમાં તમે વજરત્નની પરીક્ષા કરી આપ્યાનો પ્રસંગ અમારા જાણવામાં આવ્યો છે. એ રીતે આ મણિની પણ પરીક્ષા કરી આપો ને. અમને એટલું જ કૌતુક છે કે મણિમાં આવો આકાર કયા કારણે ઊપસતો હશે? તમે કહો તો જોવા મંગાવું.
કુમારે સંમતિ દર્શાવતાં જ રાજાએ મણિ ત્યાં મંગાવ્યો.
કુમારે સૂક્ષ્મ દૃષ્ટિએ તે મણિની જાંચ-પડતાળ કરી. પછી હળવે રહીને પૂછ્યું : મહારાજ! આ મણિ નકલી પુરવાર થાય તો શું
કરશો?
રાજાઃ કુમાર! સાચું બોલો છો કે હાંસી કરો છો?
કુમાર : દેવા આપ તો મારા પિતાતુલ્ય છો. આપની હાંસી કેમ કરું?
રાજા : કુમાર! તમને એવું લાગે તેવું વિના સંકોચે કહો. વાંધો
નથી.
- કુમારે કહ્યું : દેવ! તો સાંભળી લો, આ મણિ કૃત્રિમ છે. સાચો
જાતવંત મણિ નથી. અને એમાં દેખાતી લક્ષ્મી પ્રતિમા, તે તો સ્ફટિક રત્નની ઘડેલી દેવીની આકૃતિ અંદર ગોઠવવામાં આવી છે.
સભામાં ક્ષણાર્ધ માટે સન્નાટો છવાઈ ગયો. રાજાના હૈયા પર તો જાણે પથરો જ પડ્યો ! શું બોલવું ને સમજવું એની પણ
Page #261
--------------------------------------------------------------------------
________________
૫૨
સમરું પલપલ સુવ્રત નામ
થોડી પળો માટે રાજાને સૂધબૂધ ન રહી.
થોડીવારે કળ વળતાં તે બોલ્યા : પણ તો આ ણિમાં ક્યાંય સાંધો તો દેખાવો જોઈએ ને? આ તો એકાકાર-અખંડ દીસે છે. આમાં પ્રતિમા નાખ્યાનું કેમ કહી શકો તમે?
કુમાર : મહારાજ! કડકડતું તેલ મંગાવો. એમાં આ મણિને બોળી દો. થોડી જ વારમાં આના સાંધામાં પૂરેલો મસાલો ઉખડી જશે, અને સાંધા સ્પષ્ટ જણાઈ આવશે.
રાજાએ તરત જ તે પ્રમાણે કરાવ્યું. તો કુમારની વાત યથાર્થ નીકળી. પહેલાં સાંધા દેખાયા, ને પછી પ્રતિમા છૂટી પણ પાડી શકાઈ.
સભા સ્તબ્ધ. રાજા દિગ્મૂઢ. કહે ઃ કુમાર! આ પળે મને હર્ષ ને શોક બન્નેની મિશ્ર લાગણીનો અનુભવ થઈ રહ્યો છે. આવી અદ્ભુત રત્નપરીક્ષા તમે કરી શકો છો તે બદલ મારા હર્ષનો પાર નથી; તો અમારાં અજ્ઞાનને કારણે અમે આટલા બધા છેતરાયા તે વિચારે હું વિવળ પણ થઈ ગયો છું.
કુમા૨! હવે એક કામ કરો. મારા ખજાનામાં અસંખ્ય રત્નો છે. આજના આ પ્રસંગ પછી મારા મનમાં શંકા જાગી છે કે એ બધાં રત્નોમાં પણ કાંઈ ગરબડ હશે તો? માટે એકવાર તમે એ બધાં પણ જોઈ ન આપો?
કુમાર હસી પડ્યો. કહે : દેવ! આવી અધૃતિ ન કરાય. આવી ભૂલ તો પરીક્ષકોની કોઈક વાર જ થાય, કાંઈ બધા પ્રસંગે આવી થાપ ન ખવાય. છતાં આપની ઇચ્છા છે તો થોડાંક ખાસ રત્નો હું જોઈ આપીશ.
રાજા માની ગયા. કુમારે પણ તે રત્નોની પરીક્ષા કરીને તે વિશે પોતાનો સંતોષજનક અભિપ્રાય દર્શાવી તે વાત પર પડદો પાડ્યો.
પરંતુ રાજા તેની આ નિપુણતાથી એટલો તો પ્રસન્ન હતો કે તેણે ભરી સભામાં કુમારનાં મોંફાટ વખાણ તો કર્યા જ, પણ પછી
Page #262
--------------------------------------------------------------------------
________________
--–
શ્રીવર્ગ
જ ૨૫૩
વીરપાળને સંબોધીને કહ્યું કે જે લોકોને બોરનું બીંટ ક્યાં આવ્યું તેની પણ ગતાગમ નથી હોતી, તે બધા ગર્વોત્રત મસ્તકે ને ખભા ઊલાળતા ફરે છે; ને આ કુમારને જુઓ, એની પાસે આવું અગાધ કૌશલ્ય છતાં વિનયથી નમ્ર અને પોતાની જાતને લઘુ ગણાવતો જ વર્તે છે. ભાઈ વીરપાળ! હું તો કહું છું કે તારે પણ કાંઈક વિશેષ લાયકાત મેળવવી હોય તો થોડો વખત આ કુમારનો સેવક બની જા!
વીરપાળે સસ્મિત વદને હાથ જોડતાં કહ્યું : દેવ! આપ યથાર્થ જ કહો છો. આવા ઉત્તમ પુરુષની સેવા પણ ક્યાંથી મળે? પરંતુ એક વાત છે : કુમારનો નોકર થવા પણ તૈયાર છું, પરંતુ તેમના ગુણો, તે પછી પણ, મારામાં આવશે જ, તેવી ખાતરી હું આપી ન શકું.
શ્રીવર્મ તો આ બધું સાંભળીને શરમાઈ ગયો. તેણે મહામહેનતે વાત ટાળી ને પોતાની પ્રશંસા અટકાવી.
શૂરપાળ રાજાને એક કન્યા હતી. નામે ચંદ્રશ્રી. તેને પણ હતું કે જે પુરુષ રાધાવેધ સાધી આપે તેને જ હું વરીશ.
તેની આ પ્રતિજ્ઞા પૂરી કરે તેવો કોઈ રાજકુમાર હજી સુધી તો જડડ્યો ન હતો. એમાં શ્રીધર્મનું ત્યાં આગમન થયું. તેની ગુણવતાં તેણે સાંભળી, ને તે અનાયાસ જ શ્રીવર્મ પ્રત્યે આકર્ષણ અનુભવવા લાગી. તેણે રાજાજીને વિનંતિ કરી કે શ્રીવર્સ કુમારને કહો તો તેઓ રાધાવેધ કરી શકે તેવા છે. કરાવો ને!
રાજાએ કુમાર સમક્ષ રાધાવેધનો પ્રસ્તાવ મૂક્યો. કુમાર માટે તો આવું કશું જ અશક્ય નહોતું. તેણે રાધાવેધ સૌ સમક્ષ કરી બતાવ્યો, ને પરિણામે રાજકન્યા તેને વરી.
Pleau, el sole reste de acesta
હવે કુમારને સ્વદેશ સાંભર્યો. પિતા-માતા ને ઘર યાદ આવ્યાં. તેણે શૂરપાળની રજા લીધી, ને ચંદ્રપુર ભણી પ્રયાણ આદર્યું. સાથે અગિયાર પત્નીઓ, તેમના પિતા-માતા તરફથી મળેલા વિપુલ
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૪ સમરું પલપલ સુવ્રત નામ
કરિયાવર અને મોટો રસાલો, પોતાનું જબ્બર સૈન્ય –આ બધા વૈભવ સહિત અવિરત પ્રયાણ કરતો તે ચંદ્રપુરે પહોંચ્યો, ત્યારે રાજા નરપુંગવે પોતાના વિજ્યી દીકરાનું અતિભવ્ય સામૈયું કર્યું. પિતા હોવા છતાં તે તેને લેવા સામે ગયા. નગરજનો તો હિલોળે જ ચડવા જાણે! પોતાનો માનીતો અને લાડીલો રાજકુમાર ઘણા મહિના પછી પાછો આવતો હતો, તે પણ વિજ્ય અને વૈભવથી વિભૂષિત થઈને; એટલે ચંદ્રપુરની જનતાના ઉમંગનો કોઈ પાર ન હતો. ભવ્ય સ્વાગતયાત્રા, પરિવા૨-મિલન, નગરજનો, મહાજનો તેમજ સામંતો-મંડલેશ્વરો વગેરે દ્વારા વધામણાં, સર્વત્ર નાચ-ગાન-મુજરા અને આનંદ-પ્રમોદથી છલકાતું વાતાવરણ આ બધાંમાં કેટલાક દિવસ વ્યતીત થયા; પછી બધું થાળે પડતાં જ કુમાર પિતાજી સાથે પુનઃ રાજવહીવટમાં જોડાઈ ગયો.
-
અહીંયા પણ એક વિચિત્ર બનાવ બન્યો.
કાંચીપુરીની એક અનુપમ નર્તકી કામસેના પોતાના વૃંદ સાથે ચંદ્રપુરે આવી. તેણે તેનું નૃત્ય પ્રદર્શિત કરવાની પરવાનગી માગતાં રાજાએ કુમારને સૂચવીને તેનો ખાસ કાર્યક્રમ યોજાવ્યો.
નિયત દિવસે નૃત્યસભા યોજાઈ. પ્રેક્ષકોથી છલકાઈ ઊઠેલા સભામંડપમાં કામસેનાએ પોતાના વૃંદ સાથે સ્થાન લઈ, પૂર્વતૈયારીઓ કરી લીધી. પછી રાજાની આજ્ઞા થતાં જ નૃત્ય આરંભ્યું.
એક પછી એક, એણે એવાં અદ્ભુત નૃત્યો કરવા માંડવાં, કે આખી સભા મંત્રમુગ્ધ બનીને નિરખતી જ રહી, નિરખતી જ રહી.
બધું બરાબર ચાલ્યે જતું હતું, ત્યાં એક નાનકડી પણ ધ્યાનાકર્ષક વાત બની. રાજાજીની સભામાં એક કલાવંત એવો પરદેશી નટ બેઠેલો. રાજાએ જ તેને વસાવેલો. તે યુવાન હતો, રૂપવંત હતો, ને સાથે સાથે સંગીત તેમ જ નૃત્યની કલાઓનો મર્મજ્ઞ પણ હતો. કામસેનાના ચાલુ નૃત્ય દરમ્યાન એકાએક શું બન્યું કે તે નટે પોતે પરિધાન કરેલું નવું નકોર અંગવસ્ત્ર કામસેના
Page #264
--------------------------------------------------------------------------
________________
–
શ્રીવ
જ
ર૫૫
ની અને રાજા કઈ વિચારક એવા જ ભી કૃપા
પર ફેંક્યું – ભેટ આપતો હોય તેવી અદાથી; અને કામસેનાએ પણ, પોતાની નૃત્યગતિને આંચ આવવા દીધા વિના જ મોટી કૃપા કરી' એમ ઉચ્ચારતાં તે વસ્ત્ર આદરપૂર્વક ઝીલી લીધું.
રાજા નરપુંગવ તો ધુંવાડુંવા! સામાન્ય શિરસ્તો એવો કે કલાકારને રાજા કાંઈ ઇનામ આપે નહિ કે વખાણના બે શબ્દ કહે નહિ, ત્યાં સુધી બીજા કોઈથી કાંઈ જ અપાય પણ નહિ, કે બોલાય પણ નહિ. આ શિરસ્તો એક સામાન્ય કક્ષાના નટે આજે તોડ્યો હતો, એટલે રાજાજીનો મિજાજ સાતમા આસમાને પહોંચી ગયો. જો કે તેઓ કાંઈ બોલ્યા નહિ, પણ મનોમન તેમણે ગાંઠ વાળી કે આજનો આ કાર્યક્રમ પતવા દો, પછી આની વાત છે.
પણ, શ્રીવર્મની ચકોર નજરથી આ વાત છાની ન રહી. રાજાના બદલાયેલા મિજાજને તે કળી ગયો. તેને થયું કે વાત વાળવી જ પડે; અને તે આ ક્ષણે જ નહિ વાળું તો મોટો અનર્થ થશે; આ બિચારો કલાકાર જીવથી જશે.
કુમારે ત્વરિત નિર્ણય લીધો, ને તે જ પળે પોતાની ડોકમાંથી સોનાનો હાર કાઢી પેલા નટના ગળામાં આરોપી દીધો!
રાજા સ્તબ્ધ. તેમના મનમાં ક્રોધનું સ્થાન વિસ્મય લઈ લીધું. કુમારની આ ચેષ્ટા માટે માઠું લગાડવાનું તેમને માટે શક્ય જ નહોતું. બલ્ક તેમને થયું કે આવો ડાહ્યો કુમાર કારણ વિના કે વગર વિચાર્યું તો આવું ન જ કરે. ચાલો, પછીથી કુમારને આનું કારણ પૂછીશ.
સમય થતાં નૃત્યોત્સવ આટોપાયો. રાજાએ પોતાના મૃત્યવિદ્ વિદ્વાનોનો અભિપ્રાય માગ્યો તો તેમણે નૃત્યકલાના ગુણ-દોષોનું ચીલાચાલુ વિવરણ કરીને છેવટે કામસેનાની નૃત્યકલા સર્વથા ઉત્તમ તથા નિર્દોષ હોવાનું પ્રમાણપત્ર આપ્યું. રાજા રાજી થયા ને કામસેનાને ઉત્તમ વસ્ત્રાલંકારો તથા પારિતોષિકથી નવાજી. કામસેનાએ પણ એ બધું આદરપૂર્વક છતાં મૂંગા મોઢે લઈ લીધું.
બધું વિસર્જન થયા પછી રાજાએ કુમારને બેસાડ્યો, ને પોતાના
Page #265
--------------------------------------------------------------------------
________________
–૨૫૬ ક
સમરું પલપલ સવ્રત નામ --
-
મનની મૂંઝવણ પૂછી : કુમાર! પેલા વંઠે તો કવેળાએ ગણિકાને ઈનામ આપ્યું, પણ તે તેને શા માટે ઇનામ આપ્યું? આવો અરુચિકર મર્યાદાભંગ કરનારને વળી ઈનામ અપાય? અને તે પણ જાહેરમાં?
કુમાર : પિતાજી! મેં તેને આપવું ઘટતું ઈનામ તો આપ્યું જ નથી, આપની બીકને કારણે; મેં તો માત્ર તેની ન જેવી કદર જ
ત્યાં કરી છે. તે પણ એટલા માટે કે પ્રેક્ષકો એમ ન માની બેસે કે વંઠ પુરુષે શિષ્ટાચારનો ભંગ કર્યો છે.
રાજા : તો શું એ વડે ભૂલ કરી ન કહેવાય? એણે કર્યું તે વાજબી ગણાય એમ તું માને છે?
કુમાર : હા પિતાજી! રાજા : એનું કારણ મને સમજાવીશ?
કુમાર : સમજાવું પિતાજી! આપ સ્વસ્થ થાવ ને સાંભળો. વાત એમ છે કે કામસેનાનું નૃત્ય પૂરબહારમાં જામ્યું હતું તેવી પળોમાં તેના વક્ષપ્રદેશનું વસ્ત્ર અચાનક ખસી ગયું, ને તેનો સ્તનપ્રદેશ જરાક ઉઘાડો થઈ ગયો. હવે ચાલુ નૃત્યે તેને ઢાંકવાનું તેને માટે શક્ય ન હતું. તો બીજી તરફ, એક માખી ક્યાંકથી ઉડતી ઉડતી આવીને તેના ઉઘાડા વક્ષભાગ પર બેસીને પોતાના મોં તથા પગ વતી તેને સતાવવા લાગી. તેના લીધે તેના ચિત્તમાં વિક્ષેપ થવા લાગ્યો.
હાથ વતી ઉડાડવા જાય તો નૃત્યભંગ થાય; ને ન ઉડાડે તો ચિત્તવિક્ષેપને લીધે નૃત્યભંગની સ્થિતિ જ સર્જાય. આવા નાજુક સંજોગોમાં તે નર્તકીએ અદ્દભૂત કલાકૌશલ્ય દાખવ્યું. તેણે પોતાના સ્તનપ્રદેશને “ગોફુરણની રીતે થરકાવ્યો ને માખીને ઉડાડી મૂકી.
રાજા : “ગોફુરણ” એટલે શું વળી?
કુમાર : દેવા ગાય પોતાના શરીરનો કોઈ પણ હિસ્સો હાથપગ કે જીભ વગેરેના સ્પર્શ વિના જ થરકાવી શકે છે, તેમ મનુષ્ય પોતાનાં અવયવોને થરકાવી શકતો નથી. વક્ષ:પ્રદેશ પરથી માખીને હટાવવી હોય તો હાથનો ઉપયોગ કર્યા વિના ન જ ચાલે. ત્યારે
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
જ ૨૫૭.
આ નર્તકીએ નૃત્યભંગ થવાની ભીતિથી હાથનો કે અન્ય અંગનો ઉપયોગ ન કરતાં પોતાના સ્તનપ્રદેશને જ “ગોફુરણ'ની માફક થરકાવ્યો, ને માખીને ઉડાડી દીધી, આ તેની અનન્ય નિપુણતા જ ગણાય.
અને આવી નિપુણતાના પરખંદા પણ ભાગ્યે જ જડે. આપણા સદ્ભાગ્યે આપણા દરબારનો આ પરદેશી નટ કે વંઠ જે કહો તે: તેને આવી નિપુણતાની અને કલાની ઊંડી તેમજ બારીક સૂઝ-સમજ છે. એણે નર્તકીની આ અનન્ય કુશળતા તત્ક્ષણ પકડી લીધી. અને પકડી લીધી કે તેનાથી રહી ન શકાયું; એટલે તેણે ચાલુ નૃત્ય જ પોતાનું અંગવસ્ત્ર નર્તકી પર ફેંકી દીધું. સાચો કલાવિદ્ કલાની યથાર્થ પ્રસ્તુતિ થતી હોય ત્યારે દાદ આપ્યા વિના રહી જ ન શકે, મહારાજ! ભલે પછી તેમ કરવા જતાં તેણે આપના જેવાનો રોષ પણ વહોરવો પડે.
રાજા તો વિસ્ફારિત વદને આ બધી ઝીણી વાતો સાંભળી જ રહ્યા. તેમનો રોષ તો ઘટવા માંડ્યો હતો, પણ હજી શું કરવું તેનો નિર્ણય થઈ શકતો નહોતો. ત્યાં કુમારે પોતાની વાત આગળ ચલાવતા કહ્યું :
માટે મહારાજ! આ નટ ભલે આપણી દૃષ્ટિએ વંઠ હોય કે નિમ્ન કક્ષાનો હોય, પણ તેણે સાચા કલાકારને સાચા સ્થાને દાદ તેમજ ઈનામ આપીને અનુચિત નહિ, પણ ઉચિત જ કર્યું છે, અને તેણે તો આપણી સભાની આબરૂ વધારી છે કે આ રાજાની સભાના વઠો પણ આટલા બધા કલાપારખુ છે. તો ખુદ રાજા કેવા હશે?
એટલે તેને સજા કરવાનો વિચાર મનમાંથી કાઢી નાખો, ને તેને ઈનામ આપો, મહારાજ!
રાજા તેની વાતમાં હવે સહમત થયા. પણ તેમના મનમાં હજીએ એકાદ શંકા રહી ગઈ હશે, તે તેમણે કુમારને પૂછી લીધી : કુમાર! મને એક વાત ન સમજાઈ કે આ વંઠે પોતાનું મામૂલી અંગવસ્ત્ર ફેંક્યું, તો નર્તકીએ “મોટી કૃપા કરી' એમ કહીને આનંદભેર તે
Page #267
--------------------------------------------------------------------------
________________
- ૨૫૮ -
સમરે પલપલ સતત નામ –
સ્વીકારી લીધું, ને હમણાં મેં આટલું બધું કિંમતી પારિતોષિક આપ્યું, ત્યારે આનંદનો કે આદરનો એક હરફ પણ ન ઉચ્ચાર્યો! આમ કેમ ચાલે?
કુમારે આનું સમાધાન કરતાં કહ્યું : પિતાજી! ગુણીજનને મન થોડા-ઝાઝાની કે કિંમતી-અણકિંમતીની ઝાઝી પડી નથી હોતી. તેને તો સામો મનુષ્ય ગુણીજન છે કે નહીં, અને તે પોતાના ગુણની પરખ કરીને કદર બૂઝે છે કે કેમ? તેની જ તલાશ હોય છે.
આપે આપ્યું તે તેને માટે આજીવિકાનું સાધન હતું, જ્યારે પેલા વંઠે આપ્યું તેમાં એક ગુણીજન દ્વારા તેની કલાની સમુચિત કદર થતી તેણે અનુભવી હતી. એટલે તે વખતે તે પોતાનો ભાવ છૂપાવી ન શકી, એમાં તેનો કોઈ દોષ કે બદઈરાદો ન વિચારવો, મહારાજ! કલાકારોની સ્થિતિ આવી જ હોય. - કુમારની આ વાતોથી રાજાના મનમાં પૂરેપૂરું સમાધાન થઈ જતાં, તેણે કુમાર દ્વારા તે નર્તકીને તથા પેલા નટને પુનઃ વિપુલ દાન-સન્માન અપાવીને સંતોષ્યા.
આ બધું પત્યા પછી રાજાએ અને કુમારે ભોજન લીધું,
ભોજન પછી રાજાએ ફરી કુમારને પાસે બેસાડ્યો – ને કહ્યું કે મારે એક વાત કરવી છે, સાંભળ.
કુમાર : ફરમાવો.
રાજા : જો, પેલી નર્તકીના ગુણથી રીઝેલા વંઠે તેને અંગવસ્ત્ર આપ્યું, એ કંઠના ગુણથી ખુશ થયેલા તેં તેને સોનાનો હાર આપ્યો; હવે હું પણ એ જ રીતે તારા અદ્દભુત તેમજ સભૂત સગુણોથી રીઝયો છું, મારે તને મારું રાજ્ય આજે અર્પણ કરવું છે, તું સંભાળી લે.
કુમાર : પિતાજી! રાજ્ય મને ભળાવીને પછી આપ શું કરશો તે મને સમજાવો.
રાજા : ભાઈ! મારે હવે ચારિત્ર ગ્રહણ કરવું છે. આ ભવ તો મારો સુખમાં વીત્યો, હવે જન્માંતરની પણ જરા ચિંતા થાય
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
જ
૨૫૯
ને? જન્માંતરમાં હું દુઃખી ન થાઉં માટે મારે હવે દીક્ષા લેવી
કુમાર : પિતાજી ! જો આપ દીક્ષાના પંથે જ પ્રસ્થાન કરવા માગતા હો, તો હું અંતરાયરૂપ નહિ બનું. પરંતુ મારી એક વિનંતિ માનો. દીક્ષા આપનાર કોઈ ગુરુભગવંત પણ જોઈશે; તેઓ અત્રે પધારે નહિ ત્યાં સુધી તો દીક્ષા લેવાનું શક્ય જ નથી. તો જ્યાં સુધી આપ દીક્ષા ન લઈ શકો, ત્યાં સુધી આપ જ રાજ્ય સંભાળો. દીક્ષાના આગલા દિવસે આપ મને આજ્ઞા કરજો, હું બધું સંભાળી લઈશ.
રાજાએ કુમારની વાત સ્વીકારવી જ પડી.
થોડો વખત વહી ગયો.
એક દહાડો ઉદ્યાનપાલક વધામણી લાવ્યો કે ઉદ્યાનમાં આનંદનસૂરિ નામે ગુરુભગવંત પધાર્યા છે.
રાજા રાજી રાજી. કુમાર પણ અતિપ્રસન્ન. બન્ને સપરિવાર ગુરુવંદને ગયા. દેશના સાંભળી. રાજાએ પોતાને દીક્ષા આપવાની વિનંતિ કરતાં ભગવંતે તે સ્વીકારી.
રાજા તરત ઘેર ગયા. સમાજને એકત્ર કર્યો. કુમારનો રાજ્યાભિષેક કર્યો. અને તેના બીજે જ દિવસે, શ્રીવર્મ રાજાએ કરેલી. ભવ્ય દીક્ષાયાત્રા પૂર્વક ગુરુચરણોમાં પહોંચીને ચડતે ભાવે ચારિત્રધર્મ અંગીકાર કરી લીધો. તેની સાથે અનેક નાગરિકોએ પણ સંયમ ગ્રહણ કર્યો. તો અન્ય લોકોએ દેશવિરતિ ધર્મ પણ સ્વીકાર્યો.
આ પ્રસંગે રાજા શ્રીવમેં ગુરુભગવંતને પ્રશ્ન કર્યો : ભગવંત! હું ક્યારે દીક્ષા પામી શકીશ?
ગુરુ જ્ઞાની હતા. જ્ઞાનબળે તેમણે કહ્યું : રાજનું! તને પાછલી ઉંમરે દીક્ષાનો યોગ થશે.
રાજા : ભગવંત! મારું તો અત્યારે જ દીક્ષા લઈ લેવાનું મન
Page #269
--------------------------------------------------------------------------
________________
- ૨૬૦
સમરું પલપલ સવત નામ
થાય છે. પણ શું કરવું? રાજ્યભાર સંભાળે તેવો કોઈ સહાયક નથી મારી પાસે. હોત તો તો તેને બધું ભળાવીને દીક્ષા લઈ લેત.
ગુરુ : માટે જ મેં તને અત્યારે વ્રત માટે યોગ્ય નથી ગણ્યો. રાજા : ભગવંત! એ યોગ્યતા ક્યારે પ્રગટશે?
ગુરુ : તારી પટ્ટરાણી વસંતશ્રીને ક્રમશઃ બે પુત્રો થશે. તેમાંનો પ્રથમ પુત્ર બાલ્યવયમાં જ મૃત્યુ પામશે. બીજો કીર્તિવમાં નામે પુત્ર રહેશે.
તે મોટો થઈને રાજ્યધુરા માટે સમર્થ થશે ત્યારે તને દીક્ષાનો યોગ સાંપડશે.
રાજા : તો ભગવંત! એક વાત કહો. હું મોટી ઉંમરે ભલે દીક્ષા લઉં, પણ તે લીધા પછી હું આરાધક થવાનો કે વિરાધક રહેવાનો?
ગુરુભગવંતે તત્કાળ જ્ઞાનદૃષ્ટિનો ઉપયોગ કર્યો. તેમાં તેમને જે જણાયું તે શ્રીવર્મને કહેતાં તેમનું વદન પુલકિત અને પ્રમુદિત બની ગયું. તેમણે કહ્યું : રાજન! તું આરાધક થઈશ, આરાધનાના પ્રભાવે તું તીર્થંકર ગોત્રનો નિકાચિત બંધ કરીશ. એ પછી અહીંથી કાળધર્મ પામીને પ્રાણતકલ્પ નામે દેવલોકના વિમલપ્રભ-નામક વિમાનમાં તું વીશ સાગરોપમની આયુષ્યસ્થિતિ ધરાવતો દેવ થઈશ. ત્યાંથી આવીને તું આ ભરતક્ષેત્રમાં જ મુનિસુવ્રતસ્વામી એવું નામ ધરાવનાર વીસમા તીર્થંકર તરીકે અવતરીશ.
ગુરુમુખે આવા બોલ સાંભળતાં જ શ્રીવર્ગના રોમેરોમ વિકસિત થઈ ગયા. હર્ષગગદ હૈયે તે બોલ્યો : ભગવંતા આ સઘળોએ આપનો જ પસાય છે, એવું એક પણ કાર્ય નથી કે જે આપ જેવા સુગુરુના પસાયથી સિદ્ધ ન થાય. - સાધુસમુદાયમાં આમ પણ શ્રીવર્મની છાપ એક ધર્મપરાયણ રાજવી તરીકે બહુ ઊંચી હતી. એમાં સૌએ ગુરૂમુખે તે આગામી ભવમાં તીર્થકર થનાર હોવાનું જાણ્યું, પછી તો સૌ સાધુભગવંતો તેને એ જ પળથી અત્યંત બહુમાનભાવે નિરખવા લાગ્યા.
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્મ
܀
૨૬૧
આ પછી શ્રીવર્સ સ્વસ્થાને ગયો. ગુરુભગવંત પણ થોડા વખતમાં અન્યત્ર વિહરી ગયા.
શ્રીવર્ગ રાજવી ન્યાય અને પરાક્રમપૂર્વક રાજ્યા સંભાળી રહ્યો છે. મિત્રો અને આશ્રિતોને માટે તે કલ્પવૃક્ષ-સરીખો છે, તો શત્રુ પક્ષ માટે તે જીવતો પ્રલય પુરવાર થઈ પડ્યો છે. પોતાના અજેય બાહુબળ અને સૈન્ય-બળની સહાયથી તેણે દેશ-દેશાંતરના અનેક રાજાઓને વશ કર્યાં છે, અને સર્વત્ર પોતાની આણ સ્થાપી છે.
પાંચસો પાંચસો તો તેની રાણીઓ છે.
તો બીજી બાજુ, ધર્મકરણીમાં પણ તે એટલો જ દચિત્ત છે. પોતાના શાસિત પ્રદેશોમાં જ્યાં જ્યાં જિનાલયો નહોતાં, ત્યાં તેણે જિનાલયો નિર્માવ્યાં છે. તો જીર્ણ-જર્જરિત થયેલાં ચૈત્યોનો તેણે જીર્ણોદ્વાર પણ કરાવવા માંડ્યો છે.
સ્નાત્રમહ, અષ્ટાલિકા-ઉત્સવ તથા રથયાત્રાનું તો તેને જાણે વ્યસન જ પડી ગયું છે. ઠે૨ ઠે૨ અને વળી વારંવાર તે આ બધાં અનુષ્ઠાનો યોજતો જ રહે છે.
પોતાના પિતા-ગુરુ નરપુંગવમુનિ તેમજ આનંદનસૂરિ ભગવંત પણ અવસરે અવસરે તેના આંગણે પધારે છે. અને તેને ધર્મબોધ પમાડતા રહે છે.
કાળાંતરે, આનંદનસૂરિ અનશન વ્રત ધરીને સમાધિપૂર્વક નિર્વાણ પદ પામ્યા છે, તો નરપુંગવ-રાજર્ષિ આરાધના કરતાં કરતાં દેવલોકે સંચર્યા છે.
ગુરુભગવંતની પાટ ૫૨ નંદનસૂરિ નામના બહુશ્રુત આચાર્ય ભગવંત પ્રતિષ્ઠિત થયેલા. તેઓ પણ વારંવાર ચંદ્રપુર પધારીને શ્રીવર્મને ધર્મબોધ આપતાં રહે છે.
આમ ને આમ એક દહાડો કાળ પરિપક્વ થયો, અને શ્રીવર્મ રાજાએ પોતાના પુત્ર કીર્તિવર્માને રાજ્ય સોંપીને, શ્રીનંદનસૂરિ
Page #271
--------------------------------------------------------------------------
________________
——
– ૨૬ ૨
સમરું પલપલ સતત નામ –
ભગવંતના ચરણોમાં જીવન સમર્પિત કરીને ચારિત્ર અંગીકાર કર્યું. તેની સાથે તેના કેટલાક સામંતો, મંત્રીઓ તથા સેવકોએ તેમ જ વસંતશ્રી વગેરે રાણીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષાદિવસથી જ શ્રીવર્ગ રાજર્ષિ, સ્થવિર શ્રમણો પાસે શિક્ષા ગ્રહણ કરવામાં મશગૂલ થઈ ગયા. એક બાજુથી આચાર પાલનની શિક્ષા લે, તો બીજી તરફથી આગમો અને શાસ્ત્રોના પાઠ પણ લેવા માંડ્યા. આ બધામાં તેઓ એવા તો તન્મય બની ગયા કે પછી કીર્તિવમાં કે પોતાની પવવસ્થાની રાણીઓ વગેરે આવે, આવીને તેમની સામે બેસી રહે, તો પણ તેમની સામે ના પણ ન કરે, બોલવાની તો વાત જ શેની આવે? બહુ થાય તો ધર્મલાભ' શબ્દ સંભળાવી દે. પણ તેથી વિશેષ કાંઈ જ ન બોલતા.
પછી તો ત્યાંથી વિહાર થયો. તે દહાડે તેઓ અગ્યાર અંગોના જ્ઞાતા પણ બની ગયા.
ઉંમરના વધવા સાથે તેમનો અપ્રમત્તભાવ તેમ જ આરાધકભાવ પણ વધ્યે જ જતો હતો. એમને સતત નવી નવી આરાધના કરવાનું મન થયા જ કરતું, ને ગુરુજનોની દોરવણી પ્રમાણે તેઓ નિતનવી ધર્મસાધનામાં પરોવાયે જ જતા.
એક દહાડો તેમને એવો પરિણામ જાગ્યો કે એક તો મેં મોટી ઉમરે દીક્ષા લીધી છે, એટલે સમયના વહેવા સાથે મારી શક્તિનો પણ હૃાસ જ થતો જાય છે. તો હમણાં હજી પણ થોડીઘણી શક્તિ બચી છે. તો તેનો લાભ હું લઈ લઉં, અને તપશ્ચર્યામાં તથા વૈયાવચ્ચમાં ખૂંપી જઉં તો કેવું સારું
તેમણે આ ભાવ ગુરુભગવંતને જણાવ્યો.
ગુરુભગવંતે જ્ઞાનબળે જાણીને તેમને કહ્યું કે ભાઈ, તમારી આવરદા હવે પાંચેક વર્ષની જ શેષ છે. એ ગાળામાં તમે આ બધું કરવાનું વિચારતા હો તો તે યોગ્ય જ છે. પરંતુ તે પહેલાં તમે એક કામ કરો. આ વખતે ચંદ્રપુર નગરે ચાતુર્માસ રહી
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ગ
૨૬૩
આવો. તમારા જવાથી રાજા કીર્તિવમાં વગેરેને સંતોષ વળશે; તે બધાં ધર્મમાં જોડાશે પણ ખરા. પછી ત્યાંથી પાછા આવીને તમારો મનોરથ પૂરો કરી શકાશે.
શ્રીવર્ગ મુનિ વિચારમાં પડી ગયા. તેમને થયું કે જેનો ત્યાગ કર્યો ત્યાં જવાનું ને એ બધાંને મળવાનું મને શું પ્રયોજન છે? એ બધાં ઊલટાના અને આરાધનાના પંથે આગળ વધવામાં અવરોધરૂપ બનશે! પણ ના, ગુરુભગવંત આજ્ઞા કરે છે, તેનું ઉત્થાપન પણ કેમ કરાય? તેઓની આજ્ઞા છે તો એક વાર જઈ જ આવું.
તેઓ ગયા. ચંદ્રપુરમાં ચોમાસું રહ્યા. રાજા અને પ્રજાને ધર્મમાં જોડ્યા. બધાંને સંતોષ પમાડ્યો. છેવટે સૌ સાથે ખમતખામણાં કર્યો ને સૌની અનુમતિ મેળવીને ચોમાસું પતતાં જ ગુરુનિશ્રામાં આવી પહોંચ્યા.
તેમને માટે હવે એક એક પળ લાખેણી હતી, ને એકેકો દિવસ મહામૂલો હતો.
ગુરુભગવંતની નિશ્રામાં પહોંચતાં જ તેમણે ગુરુમુખે અભિગ્રહ રહ્યો ઃ હવેથી મારે ઓછામાં ઓછો અઠ્ઠમ તપ જ કરવાનો. તેના પારણે આંબેલ કરીશ. આમાં મને મન થશે ત્યારે ચાર-આઠ ઈત્યાદિ ઉપવાસ પણ કરીશ; પણ તેના પણ પારણે તો આંબેલ જ.
આ તપસાધનાના કાળમાં બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી આદિ નાના-મોટા મુનિવરોની અપ્રમત્તભાવે અવિરત વૈયાવચ્ચ હું કરીશ, ને તેમાં જ મારો સમય વીતાવીશ.
જેટલા ઉમળકાથી તેમણે આ અભિગ્રહ લીધો, તેથી અનેકગણા આનંદોલ્લાસપૂર્વક તેમણે તેનું પાલન આદરી દીધું. અભિગ્રહ-પાલનના આ ગાળામાં જ તેમણે અÉવાત્સલ્ય આદિ વીસ સ્થાનક-પદોની, ભાવદયા નીતરતી. અભુત આરાધના પણ કરી; અને એ દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
Page #273
--------------------------------------------------------------------------
________________
-૨૬૪ ૨
સમરું પલપલ વત નામ
અંતે સંલેખના કરી, આલોયણા દ્વારા આત્મશુદ્ધિ સાધી, ગુરૂમુખે મહાવ્રતો ઉચ્ચરી, સર્વ જીવલોકની ક્ષમાપના કરી, એક પર્વતની નિરવદ્ય શિલા ઉપર તેમણે અણસણ વત ગ્રહ્યું છે માસના એ અણસણ દરમિયાન સતત શુભ ધ્યાનમાં ચિત્ત પરોવી, સમાધિ સાધતાં સાધતાં તેઓ કાળધર્મ પામ્યા, અને ત્યાંથી નીકળીને તેમનો પુય-આત્મા, પ્રાણતકલ્પ - દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો.
Page #274
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રીમુનિસુવ્રતસ્વામી
શિવકેતુની ઉત્ક્રાંતિ-યાત્રાનો હવે અંતિમ મુકામ આવી પહોંચ્યો છે. ઉત્ક્રાંતિ સામાન્યતઃ બે પ્રકારની હોય છે : માનવીય ઉત્ક્રાંતિ અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ.
એમાં માનવીય ઉત્ક્રાંતિ તે આધુનિક વિજ્ઞાનની કલ્પનાની નીપજ ગણાય. જ્યારે આધ્યાત્મિક ઉત્ક્રાંતિની વાસ્તવિકતા એ વિજ્ઞાનવાદ માટે તો હજી એક રહસ્યમય કલ્પના જ છે.
પરંતુ વિજ્ઞાનવાદના તબક્કે કાલ્પનિક જણાતી બાબત, માનવીય ચેતનાના એક ચોક્કસ સ્તરે પહોંચેલા આદમી માટે તથ્યાત્મક વાસ્તવિકતા બની જતી હોય છે, અને તેની પ્રતીતિ વિજ્ઞાનને અધ્યાત્મનો પાકો રંગ લાગે તે પછી જ થઈ શકે છે.
આધ્યાત્મિક ક્રાંતિ એટલે આત્માનો ગુણવિકાસ. એક આત્મા, માનવીય, નૈતિક, ધાર્મિક અને આત્મિક સદ્ગુણોને પોતાનામાં વિકસાવતો જ જાય, વિકસાવ્યે જ જાય, તો તેને આપણે તે આત્માની આધ્યાત્મિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખા શકીએ. આત્મિક ગુણોનો આ વિકાસ જ્યારે તેની ચરમ પરિસીમાએ પહોંચે ત્યારે તે સ્થિતિને આપણે ઉત્ક્રાંતિનું ચરમ બિંદુ ગણી શકીએ.
શિવકેતુ, પોતાના આત્માની ઉત્ક્રાંતિના આવા જ ચરમબિંદુની સાવ નિકટ હવે આવી પહોંચ્યો છે.
શિવકેતુમાંથી કુબેરદત્ત, પછી વજકુંડલ, અને પછીથી શ્રીવર્મ; શિવકેતુના ધન્ય આત્માએ ઉત્ક્રાંતિના આ પ્રત્યેક મુકામે પોતાના સદ્ગુણોનો ઉત્તરોત્તર ચઢતી કળાએ વિકાસ જ સાધ્યા કર્યો છે. તેમાં યે શ્રીવર્મના જન્મમાં, પાછલી અવસ્થા મુનિ અવસ્થામાં
--
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૬૬ કે
સમરું પલપલ સતત નામ –
તો તેણે કમાલ કરી છે. પોતાનું પરમ કલ્યાણ અને તે સાધી આપે તેવા વિલક્ષણ સગુણો - આ બધું જ તેણે જાણે કે હોડમાં મૂકી દીધું છે – જગતનું કલ્યાણ પોતાના હાથે જ કરવાની પોતાની સવૃત્તિને સિદ્ધ અને સફળ બનાવવા ખાતર.
તેના ચિત્તમાં તે અવસ્થામાં એક જ વાત દઢપણે રમતી રહી અને જામતી ગઈ : મારી ધર્મસાધના વડે મારા એકલાનું જ કલ્યાણ થાય તે મને મંજૂર નથી; મારે તો એવી સાધના આદરવી છે કે જેના ફળસ્વરૂપે મારું તો શ્રેય થાય જ, પરંતુ મારા દ્વારા આખા જીવ-જગતનું યે પરમ શ્રેય થાય.
જગતના કલ્યાણની આ સુદઢ કામના તે આત્માને તીર્થંકરનામકર્મનો બંધ નીપજાવવા સુધી દોરી ગઈ. તીર્થંકર નામ-કર્મનો આ નિકાચિત બંધ જ હવે તે આત્માને તેના આત્મિક ગુણોની ઉત્ક્રાંતિની પરાકાષ્ઠાએ લઈ જનારો બની રહેવાનો હતો. એ બંધ જ હવે તેને તીર્થકરની પદવી અપાવીને પોતાના અને પરના – વિશ્વ-સમસ્તના કલ્યાણના પુનિત પંથે પ્રયાણ કરાવવાનો હતો.
આપણે પણ શિવકેતુની ઉત્ક્રાંતિના એ ચરમબિંદુનો આછોપાતળો પરિચય પામવા પ્રયત્ન કરીએ.
ભારતવર્ષ. મગધદેશ. કુશાગ્ર નગરી. હરિવંશ-કુળના તિલક સમા રાજા સુમિત્ર ત્યાં રાજ કરે.
જ્યાં સત્તા અને સંપત્તિ હોય ત્યાં બધા ગુણો હોય જ, એવું કલ્પી લેવાની સામાન્ય પ્રથાને રાજા સુમિત્રે આપબળે તોડી નાખી હતી. તેણે પહેલાં સદ્દગુણો પર અધિકાર મેળવીને પછી જ સત્તાનો અધિકાર સ્વીકારેલો.
રાજા હોય તો ધન-વૈભવ હોય તેની નવાઈ ન હોય; પણ આ રાજા પાસે તો ધન-વૈભવથી યે અનેકગણો અધિક ગુણ-વૈભવ પણ હતો.
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
૩૬૭
બહારથી રૂપાળા લાગતા રાજાઓ મનથી તો મોટા ભાગે કદરૂપા જ હોય એવી સામાન્ય સ્થિતિ છે; આ રાજા તેમાં અપવાદ છે : એ જેવા રૂપરૂપના અવતાર છે, તેવા જ આંતરિક સૌંદર્યના પણ એ સ્વામી હતા.
એ ગંભીર હતા, મેધાવી હતા, દાનેશ્વરી હતા, ગુણ અને કળાના પારખુ હતા, ઉદાર, સરળ અને સજ્જન હતા, ધીર હતા, કૃતજ્ઞ હતા અને વળી ઇર્ષ્યા જેવાં અશુભ તત્ત્વોથી મુક્ત હતા.
અર્થ અને કામ તો તેની પાસે હોય જ અને તેમાં તેને આનંદ પણ આવે; પરંતુ આ રાજાને તો તે બધાં કરતાં અધિક આનંદ ધર્મમાં આવતો હતો. ધર્મની વાતો બહુ ગમે, ધર્મી જનોની સોબત તથા ગોષ્ઠી મીઠી લાગે, અને મુનિજનોનો સમાગમ તો તેને અત્યંત પ્રિય બનતો.
રાજા હતા એટલે વીરતા અને પરાક્રમ તો અવશ્ય હોવાનાં જ; એ પ્રતાપી રાજા હતા અને છતાં શત્રુઓને પણ મિત્ર બનાવવાની એક અદ્ભુત ક્ષમતા તેમનામાં અનુભવાતી હતી..
આવા ગુણવંતા રાજવીના અંતઃપુરમાં અનેક રાણીઓ. રૂપવંત, કલાવંત અને પતિપરાયણ.
રાણીઓના એ વૃંદમાં સૌથી મોટાં અને રૂપ-લાવણ્ય વડે સૌથી અધિક એવાં એક રાણી હતાં : પદ્માવતી.
જેવાં રૂપવંત તેવાં જ ગુણભંડાર. જેવું અપરૂપ સૌંદર્ય તેવી જ અનન્ય પતિભક્તિ. રાજાને તેમના ૫૨ અતિશય હેત-પ્રીત, તેથી તેમને રાજાજીએ પોતાનાં પટ્ટાણી પદે સ્થાપેલાં.
આટલા
ન્યાયસંપન્ન રાજવહીવટ અને પ્રેમસંપન્ન પરિવાર શબ્દો રાજા સુમિત્રનો પરિચય પામવા માટે પૂરતા બની રહે. રાજા-રાણીના આવા, સુખથી ભર્યાભર્યા સંસાર-પ્રવાહમાં એક રાત્રે એક મજાની ઘટના ઘટી.
વાત એમ બની કે રાણી પોતાના મનભાવન શયનખંડમાં પોતાના પલંગ પર સુખ-નિદ્રામાં પોઢ્યા હતા.
-
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૮ સમરું પલપલ રાવત નામ
રાજા પણ પોતાના અલગ પલંગ પર જંપી ગયેલા.. મધ્યરાત્રિની વેળા હતી. વાતાવરણમાં એક પ્રકારની પવિત્રતા અનુભવાઈ રહી હતી. કષ્ટ, તણાવ કે ઉજાગરા જેવા મલિન ભાવો જાણે કે અનાયાસ જ ઓસરી ગયેલા. મધ્યરાત્રિની એ અંધકારમઢી નીરવ વેળા પણ નિદ્રાધીન જનોના સુષુપ્ત હૈયામાં જાણે કે ન કળી શકાય તેવી પ્રસન્નતા પ્રગટાવી રહી હતી.
આવી વેળાએ, વિમલપ્રભ નામના દેવવિમાનમાં દેવ તરીકે વિહરી રહેલો રાજા શ્રીવર્ગનો પુણ્યાત્મા, પોતાનું દેવલોકનું આયુષ્ય પરિપૂર્ણ કરીને પૃથ્વીતટ પર અવતર્યો, અને રાણી પદ્માવતીની કુક્ષિમાં તેણે પ્રવેશ કર્યો.
અવતરણની આ દિવ્ય ઘટનાને આપણે ચ્યવન ક્લ્યાણક' એવા નામે ઓળખીશું.
ચ્યવન એટલે એક દેવનું મૃત્યુ, એવો સામાન્ય અર્થ થાય; અને મૃત્યુવેળાએ તો મૃત્યુ પામનારો ખુદ ગ્લાનિ અને વલોપાત અનુભવતો હોય, તે પછી બીજાનું ભલું તો ક્યાંથી કરી શકવાનો?
પરંતુ આત્મિક ઉત્ક્રાંતિના ચરમબિંદુ ભણી ધસી રહેલા પુણ્યાત્માની પરિસ્થિતિ આવી નથી હોતી. તે તો દેવલોકમાંથી મૃત્યુ પામે વે, તો પણ તેને તે ઘટનામાં પોતાનું અને અન્યોનું કલ્યાણ સાધવાની શક્યતાઓનું અનાવરણ થતું અનુભવાય છે, અને તે કારણે તે આત્મા, ચ્યવન-વેળાએ પણ અતિધન્યતાની અને પ્રસન્નતાની જ અનુભૂતિ કરતો હોય છે; અને તેથી જ તેમની તે ઘટના ચ્યવન કલ્યાણક' ના નામે ઓળખાય છે.
શ્રીવર્ગ દેવ જ્યારે તેમનું ચ્યવન થયું ત્યારે દેવભવમાંનું બીજું બધું તો ત્યાં જ મૂકીને આવ્યા, પરંતુ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ નામનાં ત્રણ જ્ઞાનને તેઓ પોતાની સાથે લઈને જ અવતર્યાં.
-
શ્રાવણ શુદિ પૂનમની એ ચાંદની-વરસતી રાત્રિ હતી. આકાશને માંડવે એક બાજુ ચંદ્રમા સોળે કળાએ ખીલી ઊઠ્યો હતો, તો બીજી
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રત સ્વામી
કે ૨૬૯
5
બાજુ મોટા ભાગના અન્ય ગ્રહો ઉચ્ચ સ્થાને વિરાજિત થઈ ગયા હતા. આવી સુમધુર વેળાએ તે દેવનું ચ્યવન થયું, ત્યારે આવા દેવોનું ચ્યવન પણ કલ્યાણકર હોય છે. તેવું સાબિત કરતી બે ઘટનાઓ એકીસાથે ઘટી : એક માનવલોકમાં, તો એક દેવલોકમાં.
કુશાગ્રપુરની રાજરાણી દેવી પદ્માવતીએ, તે ક્ષણે, અતિશય સોહામણાં એવાં ચૌદ મહાન સ્વપ્નો જોયાં, તો દેવોના ઈન્દ્ર સૌધર્મેન્દ્રનું સદાય અવિચલ રહેનારું સિંહાસન એકાએક કંપી ઊઠ્યું. - સિંહાસન કંપવાની સાથે જ પોતાના દિવ્ય જ્ઞાનના બળે ભરતખંડમાં તીર્થકરનું ગભવતરણ થયું હોવાનું જાણી ઈન્દ્ર ઊભા થઈ ગયા. તીર્થકરની દિશામાં સાતેક ડગલાં ચાલી, પંચાંગે વંદના કરી શકસ્તવના પાઠોચ્ચાર-પૂર્વક તેમણે ભાવવંદના કરી; અને પછી શીઘ્રપણે તે ઈન્દ્ર પોતાની દિવ્ય શક્તિના બળે કુશાગ્રપુર નગરના રાજભવનના શયનખંડમાં અવતર્યા, અને સ્વપ્નદર્શનમાં મહાલી રહેલાં રાણી પદ્માવતી પાસે જઈ તેને પ્રણામ કર્યા. તે ક્ષણે જિનમાતા તું જગતની માતા” એવા ભાવમાં વિભોર બનેલા ઈન્દ્રના મુખમાંથી આવાં વેણ ખરી પડ્યાં : દેવી! ત્રણ ભુવનને આલોકિત કરનાર શાશ્વત દીપક સમાન તીર્થંકરના આત્માને તમે ઉદરમાં ધારણ કર્યો છે, અને એ રીતે સ્ત્રી-અવતારનું અનૂઠું સાર્થક્ય તમે જગત-સમક્ષ દર્શાવી આપ્યું છે. મા! તમને વારંવાર વંદન હો!
આ પછી નિદ્રાધીન માતાના કાનમાં “તમને થનાર પુત્રરત્ન તીર્થંકર થશે’ એવાં વચનો બોલી, રાભવનને દિવ્ય રત્નોથી છલકાવી દઈ ઈન્દ્ર સ્વસ્થાને સંચર્યા.
તો, આ આખાયે સમય દરમિયાન રાણીએ જોયેલાં ચૌદ સ્વપ્નોનાં નામ આ રહ્યાં : શ્વેત હાથી, ભવ્ય વૃષભ (બળદ), કેસરી સિંહ, અભિષેકમગ્ન મહાલક્ષ્મી, પુષ્પમાળાનું જોડલું, જ્યોત્સા છલકાવતો ચંદ્ર, દીપ્તિમંત સૂર્ય, ઉત્તુંગ સ્વર્ણદંડ ઉપર ફરકી રહેલો ધ્વજ, પૂર્ણ કુંભ, નિર્મળ જળથી સભર અને અભુત કમલપુષ્પો વડે અલંકૃત સરોવર, અફાટ મહાસમુદ્ર, દિવ્ય વિમાન, ગગનચુંબી
Jan Education International
.
Page #279
--------------------------------------------------------------------------
________________
- ર૭૦
સમરું પલપલ રાવત નામ
પર્વતસમો રત્નોનો પંજ, અને ધૂમાડા વિહોણો છતાં ઉગ્ર જ્વાળાઓથી ધગધગતો દિવ્ય અગ્નિ, આ ચૌદ ચૌદ વાનાંને રાણીએ પોતાના મુખમાં પ્રવેશતા નિહાળ્યાં, અને નિહાળતાંવાર તે જાગી ગયાં. - તે ભારે રોમાંચ અનુભવી રહ્યાં. આનંદના મહાસાગરમાં જાણે કે તે હાઈ રહ્યાં. તેમણે શય્યામાં બેઠાં બેઠાં તે સ્વપ્નોનાં સ્વરૂપ બરાબર ધારી લીધાં, અને પછી ધીમે પગલે ગજગામિની ચાલે ચાલતાં તે રાજાજીના પલંગ પાસે પહોંચ્યાં. અત્યંત મધુર અને પ્રિયકર શબ્દો દ્વારા રાજા સુમિત્રને તેમણે જગાડ્યા, અને રાજાની સૂચનાથી પાસે મૂકેલા ભદ્રાસન પર બેસીને વિનયપૂર્વક પોતે નિહાળેલાં ચૌદ સ્વપ્નોની વાત કરી, તેના ફળ વિશે પ્રશ્ન પૂછ્યો.”
સ્વપ્નોની વાત સાંભળતાં જ રાજાની પ્રસન્નતાનો પાર ન રહ્યો. પોતાની બુદ્ધિ અને સ્મૃતિના આધારે તે વખતે, આ સ્વપ્નો ઘણાં ઉત્તમ, લાભકર્તા અને માંગલિક હોવાનું કહેવાની સાથે “આપણને એક અસાધારણ કક્ષાના પુત્રની પ્રાપ્તિ થશે' એમ કહીને તેમણે રાણીના આનંદને બેવડાવી દીધો. રાણીએ પણ ત્યાર પછી શેષ રાત્રિ, પોતાની શય્યામાં જઈને બેઠાં બેઠાં જ દેવ-ગુરુ-ધર્મ સંબંધી તત્ત્વચર્યા અને ચિંતનમાં પસાર કરી.
બીજા દિવસે રાજા સુમિત્રે પોતાના નગરના જ્યોતિષનિમિત્તાદિ શાસ્ત્રોના જ્ઞાતા એવા ઉત્તમ બ્રાહ્મણ વિદ્વાનોને રાજસભામાં આમંત્ર્યા; તેમની સમક્ષ રાણીને આવેલાં ચૌદ સ્વખો વર્ણવ્યાં, અને તેનો ફલાદેશ પૂક્યો.
નિમિત્તજ્ઞોએ પણ આનંદ અને આદરપૂર્વક આ સ્વપ્નો વિશે પરસ્પર શાસ્ત્રીય વિમર્શ કરીને રાજાને જણાવ્યું કે “આવાં સ્વપ્નો એવું સૂચવે છે કે આપનો થનાર પુત્ર કાં તો તીર્થકર થઈ શકે, અથવા તો ચક્રવર્તી રાજા થાય.'
રાજા તો હરખથી નાચી ઊઠ્યા. નિમિત્તજ્ઞોને ઉચિત દાન-દક્ષિણા વડે સત્કારીને તેઓ દોડ્યા રાણી પાસે જઈને બધી વાત હોંશે
Page #280
--------------------------------------------------------------------------
________________
– શ્રીમુનિવ્રતસ્વામી
ર૭૧
–
હોંશે કરવા લાગ્યા. એ વાત ચાલુ હતી ત્યાં જ એક કૌતુકકારી બનાવ બન્યો. આકાશમાર્ગે વિચરી રહેલા એક ચારણ-શ્રમણ મુનિરાજ અચાનક ત્યાં ઊતરી આવ્યા, અને રાજા-રાણી સમક્ષ ધર્મલાભ' આપતાં ઊભા રહ્યા. રાજાએ તત્ક્ષણ આસન મુકાવી તે પર બેસવાની તેમને વિનંતિ કરી. મુનિ આસન પર બેઠા પછી રાજા-રાણીએ તેમને વંદન કર્યું, અને પછી રાણીએ જોયેલાં સ્વપ્નોની વાત કરી.
મુનિરાજે ત્યાં જ પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો તો તેમને જે જણાયું તેથી તેઓનું મુખમંડળ પ્રસન્નતાથી ઝળહળી ઊઠ્યું. તેમણે કહ્યું : રાજ ! તમે ખરેખર બડભાગી છો. જિનશાસનનાં શાસ્ત્રોમાં આવાં સ્વપ્નોનું બહુ માહાસ્ય વર્ણવાયું છે. તીર્થંકરની માતાને જ આવાં સુસ્પષ્ટ અને સુરેખ સ્વપ્નો આવે. તમારે ત્યાં પણ તીર્થકરનો પુણ્યાત્મા જ પધાર્યો છે. - રાણી પદ્માવતી પૂરે મહિને પુત્ર પ્રસવશે. તે મોટો થઈને આસેતુહિમાચલ પૃથ્વીનો સ્વામી એવો રાજા થશે. છેવટે તે દીક્ષા લેશે, તપ તપશે, કેવળજ્ઞાન મેળવશે, અને આ ભરતક્ષેત્રની વર્તમાન જિનચોવીશીમાં વશમા મુનિસુવ્રતસ્વામી નામે તીર્થકર તરીકે જિનશાસનના પ્રવર્તક બનશે. માટે મહારાજ! તમારી રાણીએ અત્યુત્તમ ફળદાયક સ્વખો દીઠાં છે.
આટલું બોલીને, હજી રાજા-રાણી કાંઈ પ્રતિભાવ વ્યક્ત કરે તે પહેલાં જ, તે મુનિરાજ આકાશમાં ઊડી ગયા અને ક્ષણાર્ધમાં તો અલોપ પણ થઈ ગયા.
રાજા અને રાણી ક્યાંય સુધી હર્ષનાં આંસુ વહાવતાં અને મુનિની શ્રવણમધુર વાણીને મમળાવ્યા કરતાં ત્યાં જ ઊભાં રહ્યાં.
રાજા સુમિત્રના અચરજનો કોઈ પાર નથી. તો નગરના નગરજનોનું આશ્ચર્ય પણ શમતું નથી.
Page #281
--------------------------------------------------------------------------
________________
-૨૭૨ ૦ સમરું પલપલ સુવ્રત નામ
જે રાત્રે રાણીને સ્વપ્નો જોયાં, અને ગર્ભ ધારણ કર્યાં, તેના બીજા જ દિવસથી આખી નગરીમાં અને આખા દેશમાં શાંતિનું એક પ્રકારનું મોજું ફરી વળ્યાનું સૌને અનુભવાય છે. રોગિયાના રોગો એકાએક મટી ગયા છે, તો અકાળ મૃત્યુની અમંગળ ઘટનાઓ બંધ થઈ ગઈ છે. ચોર અને ધાડપાડુઓના રંજાડ શમી ગયા, તો દુર્દમ એવા જે શત્રુ રાજાઓ સાથે લાંબા સમયથી કમેળ ચાલતો હતો તેમની સાથે એકાએક સુમેળ સધાઈ ગયો છે. લતઃ રાજા તેમ જ પ્રજા એક પ્રકારની અપૂર્વ નિરાંતનો અનુભવ કરી રહ્યા
છે.
રાજા સમજી ગયા છે કે આપણે આંગણે આવેલા કલ્પવૃક્ષ તુલ્ય દીકરાનો જ આ પ્રભાવ છે. બીજા પુત્રોનાં લક્ષણ તો પારણામાં વર્તાય, પરંતુ તીર્થંકર-પુત્રનાં લક્ષણ તો, આમ, હજી તે માતાના ઉદરમાં હોય ત્યાં જ વર્તાવા લાગે, એવી વૃદ્ધોની વાત તેમને યથાર્થ ઠરતી લાગી.
રાણી પદ્માવતીને પણ, ત્રણેક મહિના જતાં, અવનવા મનોરથો થવા લાગ્યા, જે ભાવી પુત્રની વિશેષતાનું સૂચન કરતા હતા. રાણીને થતું : મને રોજ રોજ જિનાગમોની વાણી સાંભળવા મળે તો કેવું સારું! હું જિનબિંબોની ઉત્તમ પ્રકારે પૂજા રચાવું, શ્રાવકોચિત ઉત્તમ વ્રતોનું હું પાલન કરું, નિગ્રંથ મુનિભગવંતોને નિર્દોષ આહાર આદિનું દાન આપું વગેરે. રાજા રાણીના તમામ મનોરથો પૂરા કરતા રહ્યા. જેઠ વિદ આઠમની રાત વહી રહી છે.
શ્રીવર્ગના પુણ્યાત્માને પદ્માવતીના ઉદરમાં અવતર્યાને નવ મહિના અને સાડા સાત દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે.
અત્યંત ઉત્તમ લગ્નવેળા વહી રહી છે. મુહૂર્ત અને યોગો પણ સર્વશ્રેષ્ઠ પ્રવર્તી રહ્યા છે. શુભ ગ્રહોની દૃષ્ટિ લગ્ન ભણી પ્રવાહિત છે, અને ઊર્ધ્વમુખી હોરા આવી લાગી છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
૨૭૩
સઘળા શુભ ગ્રહો ઉચ્ચ સ્થાને ગોઠવાયા છે, તો બધા જ પાપગ્રહો છાનામાના અગિયારમા સ્થાનકે બેસી ગયા છે. મકર રાશિનો ચંદ્રમા શ્રવણ નક્ષત્રના ત્રીજા અંશમાં પ્રવેશતો આકાશમાં દીપી રહ્યો છે.
આખુંયે નગર અને સમગ્ર રાજભવન મીઠી નીંદરના આશ્લેષમાં લપેટાઈ ગયું છે.
આવા સમયે, રાણી પદ્માવતીએ, પ્રસૂતિની લેશ પણ પીડાનો અનુભવ કર્યા વિના, સુખમય રીતે પુત્રને જન્મ આપ્યો.
વૈડૂર્ય અને મરકત રત્ન જેવો નીલો વાન ધરાવતાં તે પુત્રનો જન્મ થયો, તે પળે સંસારના સર્વ જીવો એક અવર્ણનીય એવી અલૌકિક શાતાનો અનુભવ પામ્યા; નિગોદના એકેન્દ્રિય આત્માઓ તથા નરક-લોકના દુઃખતપ્ત જીવાત્માઓ પણ તે પળે અકથ્ય સુખ સંવેદી રહ્યા!
અખિલ બ્રહ્માંડમાં પ્રકાશનો એક ફુવારો પળભર માટે ઉછળી
રહ્યો
પંખીઓએ ય જ્યના મંગલ કલરવથી ધરાતલ ગજવી મૂક્યું. મીઠો, શાંત અને વળી અનુકૂળ પવન સર્વત્ર વાઈ રહ્યો.
વૃક્ષો, ફૂલછોડો અને વનરાજિ એકાએક પલ્લવિત થઈને મહોરી ઊઠી. ખેતરોમાં અકાળે જ ધાન્યનાં કણસલાં લચી પડ્યાં. સરોવરોમાં પાણી ઉભરાતાં લાગ્યાં અને વિધવિધ કમળ જાતિઓ પણ ખીલી ઊઠી.
ટૂંકમાં તીર્થંકરના પ્રાગટ્ય સાથે સચરાચર સમગ્ર સૃષ્ટિ આનંદ અને સુખનું અનેરું અદ્વૈત અનુભવી રહી.
ત્રિભુવનને પોતાની કલ્યાણકાંક્ષા દ્વારા છલકાવી દેનારા જિનેશ્વરના જન્મ-કલ્યાણકની સર્વપ્રથમ ઉજવણી પ્રકૃતિ' દ્વારા થાય. અને વાત પણ વાજબી છે. બાહ્ય અને અત્યંતર પ્રકૃતિ ઉપર
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૦૪ સમરું પલપલ સુવ્રત નામ
અપરાજેય આધિપત્ય સ્થાપી શકે તેવી ચેતનાના સદેહે પ્રાગટ્યનું પ્રથમ ઉજમણું ‘પ્રકૃતિ’ જ કરે.
એ પછીની ઉજવણીનો અધિકાર દેવોનો હોય છે. પ્રકૃતિના પરમ સ્વામી એવા પરમાત્માનો જન્મ થતાં જ તેમની આત્મગત ઊર્જાનો એક પ્રચંડ વિસ્ફોટ થાય છે, જેના અદશ્ય-અશ્રાવ્ય મોજાં અથવા તો કલ્યાણકારી કિરણોત્સર્ગ બ્રહ્માંડના ઊર્ધ્વ-મધ્ય-નિમ્ન એ ત્રણેય અંશોમાં પથરાઈ જાય છે; અને એના પ્રભાવે એક તરફ સમગ્ર જડ-ચેતન સૃષ્ટિમાં, ઉપ૨ વર્ણવાયું તેમ, અવર્ણનીય આનંદાદ્વૈતનો ક્ષણિક અનુભવ થવા લાગે છે, તો બીજી તરફ દેવલોકના દેવો, દેવીઓ તથા ઇન્દ્રોનાં આસનો કંપાયમાન થવા લાગે છે. આસનકંપની જવલ્લે જ બનતી વિલક્ષણ ઘટના દ્વારા દેવલોકમાં જાણ થાય છે કે પરમાત્માનું પ્રાગટ્ય પૃથ્વી ઉપર ક્યાંક થયું છે, અને આપણે તેને વધાવવા તથા ઊજવવા જવાનું છે. આનો ક્રમ આ પ્રમાણે હોય છે :
સૌ પહેલાં દિક્કુમારિકાઓ તરીકે ઓળખાતી છપ્પન દેવીઓનાં આસન કંપે છે. તે જ્ઞાનબળે જિનેશ્વરનો જન્મ થયાનું જાણીને તત્કાળ પોતાના પરિવાર સાથે પોતપોતાના વિભિન્ન સ્થાનકોએથી આઠ-આઠ અને ચાર-ચારની સંખ્યામાં જન્મસ્થળે આવી પહોંચે છે.
તે દેવીઓનો અધિકાર જન્મ-ક૨ણી અર્થાત્ જેને દાયણની ક્રિયા કહી શકાય તે કરવાનો હોય છે.
માતા અને પરમાત્માને વંદન-સ્તવન, નાલ-છેદન, સ્નાન-મર્દનવસ્ત્રાલંકારોનું પરિધાન વગેરે વિધિ કરીને તેઓ લઘુ હિમવાન નામે પર્વત પરથી મંગાવેલા ગોશીર્ષચંદનના કાષ્ઠનું દહન કરવાપૂર્વક ભસ્મ બનાવી, તેમાંથી રક્ષાપોટલી બનાવીને તે જિનેશ્વરના હાથે બાંધે : તેમને કોઈની કુદૃષ્ટિ વગેરે ન નડે તેવા કોઈ આશયથી જ તો. પછી બે પાષાણ-ગોળા હાથમાં પકડી, તીર્થંકરના કાન પાસે લઈ જઈ પરસ્પર બન્નેને અળાવે અવાજ પેદા થાય તે રીતે, અને ભગવાનને કહે : આ ગોળા તો પર્વતનું પ્રતીક છે, તમે પર્વત
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
૨૭૫
જેવા દીર્ઘાયુષી થજો!
આ પછી તે બન્નેની સન્મુખ રાસ ખેલતી અને ગીત-નૃત્ય કરતી ભક્તિ કરે અને છેવટે બન્નેને પુનઃ શય્યાસ્થાને સ્થાપીને પોતાના સ્થાનકે ચાલી જાય.
એમના જ્વા સાથે જ શક્ર આદિ ચોસઠ ઇન્દ્રોનાં આસનો કંપવા માંડે. અવધિજ્ઞાન વડે જિનનો જન્મ થયાનું જાણે, અને તરત જ સિંહાસન પરથી ઊભા થઈ જાય. પ્રથમ તો નીચે ઊતરી, મોજડી ઉતારી, ઉત્તરાસંગ કરી ખેસ શરીરે વીંટી) સાતેક ડગલાં તીર્થંકરની દિશામાં ચાલે, અને વિધિપૂર્વક શક્રસ્તવ બોલીને પ્રભુને નમન કરે.
ત્યાર પછી શક્રેન્દ્ર, હરિêગમેષી નામે પોતાના સેનાધિપતિદેવ દ્વારા સુઘોષા નામે ઘંટ વગડાવીને, બત્રીસ લાખ વિમાનોમાના દેવોને, પરમાત્માના જન્મના તેમ જ જન્મોત્સવ માટે જવાનું હોવાના સમાચાર જણાવે. સુઘોષા ઘંટ વાગે તે સાથે જ બત્રીસે લાખ વિમાનોનાં ઘંટો પણ આપમેળે વાગવા માંડે. તેને લીધે દેવો તથા દેવીઓ સાવધ થઈ જાય અને ઇન્દ્રની આજ્ઞાનું શ્રવણ કરી તેનો અમલ કરવા સજ્જ થાય.
શક્રેન્દ્રના આદેશથી પાલક નામે દેવ એક અતિવિશાળ વિમાન નિપજાવે, જેમાં બેસીને ઇન્દ્ર તેમજ તેના અસંખ્ય દેવ-દેવીઓ તીર્થંકરના જન્મસ્થળ ભણી પ્રયાણ કરે.
એ રીતે અહીં પણ શક્રેન્દ્ર કુશાગ્રપુરીએ આવ્યા. માતાને તથા તીર્થંકરને વાંધાં, સ્તવ્યાં. પછી માતાને પોતાની ઓળખ આપીને ભગવંતને લઈ જતા હોવાની જાણ કરી. માતા અને સમગ્ર પરિવારને દિવ્ય નિદ્રામાં નિમગ્ન બનાવી દીધા. છતાં માતા કોઈ વા૨ જાગી ઊઠે, અથવા કોઈ દેવાદિ આ દિવ્ય નિદ્રાને પોતાની શક્તિથી હટાવી નાખે, તો ઓચિંતાં જાગી ઊઠેલાં માતા બાળકને ગોદમાં ન જોતાં કોઈ ઉતાવળું પગલું ન ભરે તે હેતુથી તીર્થંકરનું હૂ-બ-હૂ પ્રતિબિંબ માતાની ગોદમાં મૂક્યું. પછી પોતે પાંચ સ્વરૂપો પોતાનાં બનાવી તે વડે તીર્થંકરને લઈને મેરુપર્વત ઉપર પહોંચ્યા.
Page #285
--------------------------------------------------------------------------
________________
- ૨૭૬ ૪
સમરું પલપલ સવત નામ
અન્ય તમામ ઈન્દ્રો તથા દેવ-દેવીઓ સીધાં ત્યાં પહોંચ્યા. ત્યાં વિસ્તારથી તે સૌએ પરમાત્માનો જન્માભિષેક મહોત્સવ કર્યો, જેનું વર્ણન હેરત પમાડે તેવું અને છતાં હૈયામાં અનેરો ભક્તિભાવ સરજી આપે તે પ્રકારે થયું છે.
એ સમગ્ર વિધાન પૂર્ણ થતાં જ, જે રીતે ભગવંતને લઈ આવેલા. તે જ રીતે પાછા ઘેર લઈ જઈ માતાની ગોદમાં સ્થાપી દીધા, અને પ્રતિબિંબ તથા નિદ્રા પાછો ખેંચી લીધાં. - નવજાત પરમાત્મા વસ્ત્ર-આભૂષણો વડે અલંકૃત તો થયેલા જ હતા, તેમ છતાં ઇન્દ્ર બે દિવ્ય વસ્ત્રો તથા દિવ્ય કુંડલ ત્યાં. ઓશીકા પાસે સ્થાપ્યાં, બાળ-ભગવંતને રમવા માટે એક લટકતો સુવર્ણમય અને રત્ન-ખચિત દિવ્ય ફૂલ-દડો બંધાવ્યો.
એ પછી બત્રીસ ક્રોડ સોનૈયા વગેરેની કુબેર દેવ દ્વારા વૃષ્ટિ કરાવી. અને છેલ્લે સેવક દેવો દ્વારા નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે તીર્થકર અને તેની માતા – આ બેનું કોઈએ બૂરૂં ચિંતવવું પણ નહિ; જે તેવી કોઈ પણ અયોગ્ય ચિંતા કે ચેષ્ટા કરશે, તેના મસ્તકના તે જ ક્ષણે સાત ટુકડા થઈ જશે.
આમ જન્માભિષેકની સઘળીય પ્રક્રિયા અત્યંત ઓછા સમયમાં પણ દિવ્ય ત્વરા તથા ચપળતાથી આટોપીને ઈન્દ્રો સપરિવાર નંદીશ્વર દ્વિીપે ગયા, અને ત્યાં અંજની પર્વતો પર વર્તતાં શાશ્વતાં જિનાલયોમાં અષ્ટાહ્નિકા મહોત્સવ ઊજવી પછી સૌ સ્વસ્થાને ગયા.
અને હવે વારો આવે છે મનુષ્યોનો.
દેવોએ કરેલ જન્મોત્સવ સમાપ્ત થતાં જ રાજભવનમાં સળવળાટ શરૂ થયો.
સૌ પ્રથમ માતા પદ્માવતી જાગ્યાં. પોતાના લાલનું અલંકૃત સ્વરૂપ તથા અન્ય સર્વ પદાર્થો તથા પરિસ્થિતિ જોતાં જ દેવોની આ બધી લીલા હોવાનું તે સમજી ગયાં, અને મનમાં ને મનમાં !
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
. ર૭૭
–
તે ભારે પ્રમોદ અનુભવવા લાગ્યાં. - ત્યાં તો દાસીઓ સફાળી બેઠી થવા માંડી. સાથે જ પોતપોતાનું કર્તવ્ય યાદ કરતી કરતી કામે લાગી ગઈ. બધી સેવિકાઓએ જોયું કે આપણાં રાણીને પુત્ર પ્રસવ્યો છે, એટલે બધી હરખઘેલી બની ગઈ. કોઈ નાચવા માંડી, કોઈ દુઃખણાં લેવા લાગી, કોઈ વળી દરવાજે જઈને ઉખળ અને મૂસળને ઊભાં ગોઠવવા લાગી - શુકનને માટે જ તો. કોઈએ દ્વાર પર લોખંડની છરી બાંધવા માંડી – કુદષ્ટિથી બચવા માટે. તો એકે વળી ચંદનના મંગલ કળશો દ્વાર પર ગોઠવવા માંડ્યા.
સુવદના નામની એક દાસી જરા ચાલાક હતી. તે બીજું બધું પડતું મૂકીને દોડી સીધી રાજા સુમિત્ર પાસે. ત્યાં જઈને, શ્વાસ ખાવા જેટલીયે વાર લગાડ્યા વિના પુત્ર-જન્મની વધામણી આપી.
અમૃત જેવાં મીઠડાં આ વચન સાંભળતાં જ રાજા તો આનંદના મહાસાગરમાં ક્ષણભર ગરકાવ થઈ ગયા! તેમણે તત્કણ તે દાસીને તેની સાત પેઢીનું દળદર ફીટે તેટલું દાન આપીને દાસીપણામાંથી નિવૃત્ત કરી.
પછી તો એવું બન્યું કે અંતઃપુરમાંથી એક પછી એક સેવકો કે સેવિકાઓ વધામણી આપવા આવતાં જ ગયાં. સહુને હતું કે હજી રાજાજીને કોઈએ કહ્યું નહિ હોય; અમે કહી આવીએ, તો અમારું દળદર તો ફીટે!
રાજા પણ આજે નિરવધિ પ્રસન્ન હતા. તેમણે અપાર ઠાવકાઈ દાખવી. જે પણ વધામણી આપવા અંતઃપુરમાંથી આવ્યું. તેને તેમણે પ્રથમ વધામણી આપનાર' તરીકે જ ગણવાનું રાખ્યું, અને તેથી તે રીતે આવનાર દરેકનું દળદર તેમણે ફેડડ્યું.
આ પછી રાજા સ્નાનાદિથી પરવાર્યા. નગરમાં સર્વત્ર શણગાર, નાચ-ગાન-ખેલકૂદ-ઉત્સવ-કીડા વગેરે યોજવાની સેવકોને આશા આપી. બંદીખાને પૂરેલા અપરાધીઓને છોડી દેવડાવ્યા. અમારિઘોષણા કરાવી. કરવેરા તથા મહેસૂલ વગેરેની માફી તેમ જ ઘટાડો
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૮
સમરું પલપલ સતત નામ
કરાવ્યાં. બાર દિવસના જન્મ-મહોત્સવનો પ્રારંભ કરાવી, તે ઉત્સવ દરમ્યાન કોઈ પણ નાગરિકને ત્યાં રાજાના સૈનિકો જપ્તી માટે, દંડ માટે કે તેવા અન્ય કોઈ પણ પ્રયોજન માટે ન જાય તેવો પ્રબંધ કરાવ્યો.
સઘળો રાજપરિવાર અને આખુંયે નગર – બધું જ જાણે કે ઉત્સવમય અને આનંદમગ્ન બની ગયું - એ દિવસોમાં.
બાર દિવસના જન્મોત્સવમાં પહેલા દિવસે રાજાજીએ સ્થિતિપાલન આચર્યું. અર્થાતુ પુત્રજન્મ બાદ નાલછેદન વગેરે જે ક્રિયાઓ કરવી પડે તથા કુળમયદાને અનુસરીને જે આચરવાનું હોય તે બધું કર્યું. આમાં, વસ્તુતઃ તો બધી કરણી દેવીઓ અને દેવો દ્વારા થઈ જ ગઈ હતી, છતાં રાજાજીએ ઔપચારિક રીતે તે બધું કર્યું હોય તેમ સમજી શકાય.
ત્રીજા દિવસે તેમણે બાળ-પ્રભુને ચંદ્ર અને સૂર્યના દર્શનનો વિધિ કરાવ્યો. - છઠ્ઠા દિવસે તેમણે આખી રાત્રિ ધર્મજાગરણ કર્યું. આનો અર્થ એવો થઈ શકે કે, “નવજાત બાળકના લલાટે, જન્મથી છટ્ટે દહાડે વિધાતા લેખ-છઠ્ઠીના લેખ- લખવા આવે એવી લોકોક્તિ છે; એટલે
એ રાતે ઉંઘતા રહીએ તો અવળા લેખ લખાઈ જાય, તેને બદલે જાગતાં રહેવું અને તેમાં પણ ધર્મચિંતન તથા આરાધન જ આખી રાત કરવું કે જેથી બાળકના લેખ સવળા ને સારા લખાય' – આવી કોઈ ધારણા આ ધર્મજાગરણના રિવાજ પાછળ હોય તો ના નહિ.
અગ્યારમે દિવસે જન્મોચિત સઘળાંયે કાર્યો આટોપાઈ ગયાં, એટલે બારમે દિવસે તેમણે સ્વજન-સજ્જન-સમુદાયને એકત્ર કર્યો, જમાડ્યો, અને તે પછી બધાયને બેસાડીને તેમણે જણાવ્યું કે જે દિવસે આ બાળક પદ્માવતી દેવીના ઉદરમાં આવ્યો, તે દિવસથી દેવીને મુનિવરોનાં વંદન કરવાની અને તેમને સુપાત્રદાન દેવાની સતત તીવ્ર રુચિ વર્ચા કરી છે, અને તેની સાથે સાથે શ્રાવકનાં
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રીમનિરવતસ્વામી
ર૭૯
-
વતોનું ઉત્તમ પ્રકારે પાલન કરવાનો પણ દેવીએ શ્રેષ્ઠ ઉદ્યમ આ સમયમાં કર્યો છે. વળી, ગર્ભધારણ કરવાના દિવસે જ પધારેલા ચારણ-શ્રમણ મુનિવરે, અમારા થનાર બાળકનું નામ “મુનિસુવ્રત' પડશે – એવું અમને ભાખ્યું હતું. એટલે, આ બધી બાબતોને લક્ષ્યમાં લઈને અમે અમારા આ બાળકનું નામ “મુનિસુવ્રત' કુમાર પાડીએ છીએ.
ઉપસ્થિત સકળ સમુદાયે નામને જયજયકાર વડે વધાવી
લીધું.
પાંચ પાંચ દિવ્ય અપ્સરાઓ બાળ મુનિસુવ્રતની ધાવમાતા તરીકે ઈન્દ્ર નિયુક્ત કરી છે. માતા પદ્માવતી અને અન્ય રાજરાણીઓ તો ખરી જ. ઉપરાંત અંતેઉરની પરિચારિકાઓ પણ અસંખ્ય. આ બધાંના હાથમાં તથા ખોળામાં રમતા બાળ મુનિસુવ્રત વિકસવા લાગ્યા.
ભૂખ લાગે ત્યારે રોવા-કકળવાનું તો શક્ય જ નહોતું. કેમકે તીર્થંકરનો આત્મા હતો એ; એ અન્ય સામાન્ય બાળકોની માફક માતાનું સ્તનપાન ન જ કરે, કે અન્ય રીતે પણ દુગ્ધપાન આદિ ન સ્વીકારે. એ તો પોતાનો અંગૂઠો જ ચૂસે; અને દેવતાઓ પોતાના સામર્થ્ય વડે તે અંગૂઠામાં જ સઘળાયે ભક્ષ્ય રસોનું સતત સિંચન કરતાં જ રહે. આનું નામ જ “અંગૂઠે અમૃત. એનું પાન કરતાં બાળ મુનિસુવ્રત મોટા થવા લાગ્યા.
પાંચેક વર્ષના થયા પછી તો તેઓ રાજ-રસોડે માતાઓ દ્વારા પીરસાતી રસોઈ પણ આરોગવા લાગ્યા.
રાજા-રાણી તેમને રમવા માટે ભાતભાતનાં રમકડાં અને બાળકને ગમે તેવા પદાર્થો લાવી મૂકતાં, મંગાવતાં. કુમાર મુનિસુવ્રત પણ માતા-પિતાના પ્રમોદને ખાતર રમકડાં વતી રમતા, અને સરખી ઉંમરના બાળકો જોડે ખેલકૂદ પણ કરતા. પોતે ત્રણ જ્ઞાન સભર હતા, અને આ બધી જ રમતો માત્ર માયા છે તે બરાબર સમજતા,
,
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૦ ૦ સમરું પક્ષપક્ષ વત નામ
છતાં તેઓ સામાન્ય બાળકની માફક જ રમત-ગમત તથા આનંદપ્રમોદમાં ભળી જતાં, તેનું એક જ કારણ ઃ માતા-પિતાની પ્રસન્નતા. આઠ વર્ષની વયે તે પહોંચ્યા કે પિતાએ તેમના માટે યોગ્ય કલાગુરુની તલાશ આદરી. મારો કુંવર શ્રેષ્ઠ કલાચાર્ય પાસે શ્રેષ્ઠ રીતે બધી કળાઓ તથા વિદ્યાઓ શીખે, તેવી રાજાજીને ભારે હોંશ. તેથી તેમણે એક દિવસ નગરના સર્વશ્રેષ્ઠ મનાતા કલાચાર્યને પોતાને ત્યાં બોલાવી મંગાવ્યા.
કલાચાર્ય આવ્યા છે. રાજાએ ઉચિત આસને તેમને બેસાડ્યા છે અને પછી તેમની યોગ્યતા તથા ક્ષમતાની ચકાસણી રાજા કરવા માંડ્યા છે.
•
બરાબર તે જ ટાંકણે બાળ મુનિસુવ્રત ત્યાં આવી ચડ્યા. આવ્યા એવા સીધા રાજાની ગોદમાં ચડી ગયા. રાજાએ પણ બધું પડતું મૂકીને કુમારને છાતીસરસા ચાંપ્યા, માથું સૂંધ્યું અને વ્હાલ કરતાં કરતાં થોડીવાર રમાડ્યા.
હવે મુનિસુવ્રત તો તીર્થંકર હતા, અને જ્ઞાનબળે બધું જ જાણી શકતા હતા. પોતાના માટે આ ભાઈને તેડ્યા છે, અને હવે પોતાને તેમની શાળામાં મૂકવાનો પિતાજીનો ઇરાદો છે, તે પણ તેમનાથી અજાણ્યું નહોતું જ.
પરંતુ તીર્થંકર જ્યાં સુધી ગૃહવાસમાં હોય ત્યાં સુધી, બધું જ જાણતા કે જાણી શકતા હોય તોય, તેમનો વ્યવહાર સામાન્ય મનુષ્યોચિત જ રહે છે. એટલે તેમણે પોતાનો આશય સીધેસીધો પ્રગટ ન થવા દીધો. પણ બાળસુલભ મીઠી મીઠી બોલીમાં બોલતાં તેમણે પિતાને પૂછ્યું : હેં પિતાજી! આ મહાનુભાવ કોણ છે ? આપણે તો એમને કદી દીઠા નથી! નવા લાગે છે, નહિ? કોણ છે? ક્યાંથી પધાર્યાં છે?
રાજાજીએ લાડ કરતાં કરતાં કહ્યું : બેટા! એ તો આપણા નગરના શ્રેષ્ઠ કલાચાર્ય છે. તને હવે તેમને ત્યાં બધી કળા અને વિદ્યા શીખવા માટે મોકલવાનો છે. ઈશ ને બેટા?
Page #290
--------------------------------------------------------------------------
________________
– શ્રીમુનિસુવ્રતસ્વામી
૨૮૧
-
બાળકુમાર કહે : કલાચાર્ય છે આ ભાઈ? તો તો જરૂર જઈશ. પણ પિતાજી, એમની રજા હોય તો મારે કાંઈક પૂછવું છે; પૂછું?
રાજાએ સમંતિ આપી, તો ઉપાધ્યાયે પણ હકારમાં ડોકું હલાવ્યું.
એટલે કુંવરે ઉપાધ્યાય સામે નજર નોંધીને પૂરી ઠાવકાઈ સાથે શાસ્ત્રોના અતિકઠિન પ્રશ્નો પ્રસ્તુત કરવા માંડ્યા. આ પ્રશ્રો એવા હતા કે જેનો ઉકેલ મેળવવાની ઉપાધ્યાયની વર્ષોની મથામણ પણ વ્યર્થ ગયેલી. એ જ બધા પ્રશ્નો એકાએક સામે આવ્યા, અને તે પણ એક મુગ્ધ શિશુના મોઢે, એટલે ઉપાધ્યાય તો સ્તબ્ધ થઈ ગયા. કાપો તો લોહી ન નીકળે, એવી તેમની હાલત થઈ પડી.
પરંતુ કુમાર તો કુમાર જ હતાઃ ભારે વિચક્ષણ, પૂરા વિવેકી, અને સંપૂર્ણ સમયજ્ઞ. તેમણે બહુ જ ચતુરાઈથી, ઉપાધ્યાયનું ઓછું ન દેખાય તે રીતે વાત વાળી લીધી; પોતે છેડેલા પ્રશ્નોના “આનો અર્થ આવો થઈ શકે છે ખરો? આનો ઉકેલ આમ ન આવી શકે?’ - આવા પ્રશ્નો દ્વારા જ ઉકેલ કહેતાં જઈને તેમણે ઉપાધ્યાયને માનહાનિમાંથી ઉગારી લીધા.
ઉપાધ્યાય પણ ખેલદિલ આદમી હતો. તેને તો આજ સુધી નહિ સમજાયેલા અગણિત અટપટા કોયડાનો આમ અનાયાસે ઉકેલ જડી આવ્યાનો પરિતોષ થઈ રહ્યો હતો. તો સાથે સાથે તેને તેમ જ રાજાજીને આથી પ્રતીતિ પણ મળી ગઈ કે રાજકુમાર સ્વયંબદ્ધ આત્મા છે. તેને પાઠશાળાએ ભણવા લઈ જવો તે તો મોરનાં ઈંડાં પર ચિત્રકામ કરવા જેવું જ કે પછી એક ભિખારીના હાથે ધનકુબેરને શ્રીમંત બનાવવાની ચેષ્ટા જેવું જ બની રહે.
રાજાને ઘડીભર તો ભારે ભોંઠપનો અનુભવ થયો. આથી ધીરે રહીને કુંવરે જ વાત વાળી : પિતાજી! આ કલાચાર્યને કેમ બોલાવ્યા છે?
રાજાને કળ વળવા માંડી હતી. તેમણે આ તક ઝડપી લીધી ને કહ્યું: બેટા! એમના મનમાં આ બધી શંકા-સમસ્યાઓ વર્ષોથી અણઉકલી પડેલી, તેથી મેં તેમને જણાવ્યું કે તમે અહીં આવો
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૨ ૨ સમરું પલપલ સુવ્રત નામ
તો અમારો કુંવર તમારી સમસ્યાઓ ઉકેલી આપશે. એટલે એ આવ્યા છે.
આમ વાત આટોપીને રાજાએ કલાચાર્યનો ઉચિત સત્કાર કર્યો અને તેમને રજા આપી.
પછી ક્યાંય સુધી તે કુમારને લાડ લડાવતાં રહ્યા.
સમયના વહેવા સાથે કુમાર મુનિસુવ્રતે કિશોરાવસ્થા વાટે થઈને યૌવનને ઉંબરે પદાર્પણ કર્યાં.
રાજાજીએ યુવરાજપદે તેમને સ્થાપ્યા, અને સાથે સાથે અનેક રાજાઓની પ્રભાવતી વગેરે ઉત્તમોત્તમ રાજકન્યાઓ સાથે તેમનાં લગ્ન પણ કર્યાં.
લગ્નજીવનના સુખદ ફળરૂપે યુવરાજ મુનિસુવ્રતને, પોતાની પ્રભાવતી નામક મુખ્ય પત્ની થકી, સુવ્રત નામે પુત્રની પ્રાપ્તિ પણ થઈ.
આમ ને આમ યુવરાજની વય સાડા સાત સહસ્ર વર્ષની થઈ. રાજા સુમિત્ર હવે પાકટ વયે પહોંચ્યા હતા. પોતાના કુળની પરંપરાનુસાર હવે તેમણે પણ વિચાર્યું કે હવે મુનિસુવ્રતકુમારને રાજ્ય સોંપીને મારે સંયમપંથે પાળવું ઘટે. શરીરનું અને સંસારનું ઘણું કર્યું, હવે આત્માનું પણ થોડુંક સાધી લેવું ઘટે.
તેમણે તુરત નિર્ણય લીધા, અને તદનુસાર, પહેલાં યુવરાજનો વિધિવત્ રાજ્યાભિષેક કર્યો; અને પછી પોતે, રાણી પદ્માવતી તેમ જ અન્ય બહોળા પરિવાર સાથે, યોગ્ય ગુરુભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી.
તે પછી લાંબા વખત સુધી સંયમની રૂડી આરાધના કરી, આયુષ્યની અવધિ આવતાં બન્ને આત્માઓ સમાધિપૂર્વક મૃત્યુને વર્યાં, અને ‘માહેન્દ્ર કલ્પ' નામક દેવલોકમાં દેવગતિ પામ્યાં.
રાજા મુનિસુવ્રત.
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
૨૮૩
જેવા વીર તેવા જ જ્ઞાની. જેટલા પરાક્રમી તેટલા જ નીતિમાન. પિતાએ અર્પેલા રાજ્યને ન્યાય અને નીતિથી પાળી રહ્યા છે. પરાક્રમથી નહિ, પણ પ્રેમ વડે તેમણે અનેક રાજાઓને જીતી લઈ પોતાના રાજ્યના સીમાડા સમુદ્રતટ પર્યંત વિસ્તાર્યા છે.
પ્રજા તેમને માટે પોતાના લાડીલા સંતાનતુલ્ય છે. તો પ્રજાને મન પોતાના રાજા પોતાના માવતર-સરીખા દીસે છે.
તેમણે પોતાના રાજ્યમાં અપરાધીઓને નહિ, પણ અપરાધવૃત્તિને જ નાથી લીધી છે. વાતાવરણમાં પ્રેમ, ઉદારતા, અને પરગજુ વૃત્તિની એવી તો છોળો ઊછળે છે કે કોઈને અનિષ્ટ આચરવાનું મન સુદ્ધાં થાય નહિ.
રાજા રામ કાંઈ વારંવાર જન્મતા નથી. પરંતુ જે રાજ્યનો રાજા જ્ઞાની હોય, પરાક્રમી હોય અને ન્યાય તેમ જ વિવેકથી સંપન્ન હોય, તેનું રાજ્ય આપોઆપ રામરાજ્યના આદર્શને ચરિતાર્થ કરનારું બની રહે છે; આ વાત રાજા મુનિસુવ્રતના રાજશાસનને યથાર્થરૂપે લાગુ પડતી હતી.
ટૂંકમાં, પ્રજા સંતુષ્ટ હતી. દુશ્મનો શાંત હતા. પરિણામે રાજ્ય આબાદ હતું.
આવી રીતે રાજ્ય કરતાં કરતાં પંદર સહસ્ર વર્ષનો બીજો તબક્કો પસાર થઈ ગયો.
એક દિવસની વાત છે.
શરદ ઋતુની એક સોહામણી સંધ્યાએ રાજા મુનિસુવ્રત અને રાણી પ્રભાવતી પોતાના મહાલયની અટારીએ બેઠાં બેઠાં ધરતીની શોભા નીરખી રહ્યાં છે.
સૂર્ય ધીમેધીમે અસ્તાચળ ભણી ડગ માંડી રહ્યો હતો. તેના સોનલવરણાં કિરણો દ્વારા રેલાતો તડકો હવે સહ્ય બની રહ્યો હતો. દૂર દૂર, નગરના ગઢની બહા૨ નિર્મળ જળથી ચિક્કાર છલકાતી
Page #293
--------------------------------------------------------------------------
________________
- ૨૮૪ ૪ સમરું પલપલ સુત નામ -
નદી શાંત ગતિએ વહી રહી હતી. તેના બન્ને કિનારા, કાંઠે ઊગેલાં ઊભાં ઘાસનાં ઝુંડમાં ઢંકાઈ ગયા હતા. તો નદીની બે ય બાજુએ પથરાયેલાં ખેતરોના ક્યારડાઓ ઉપર ડાંગરનાં ઊંચાં ઊંચાં ડુંડાં છવાઈ ગયેલા દેખાતાં હતાં.
નગરના પાદરની શોભા વધારી રહેલાં સરસ જળાશયોનું પાણી તેમાં ખીલેલાં અસંખ્ય કમળપુષ્પો તળે દટાઈ ગયું અનુભવાતું હતું, તો દૂરસુદૂર વર્તતા ઉત્તુંગ પર્વતો પર વિકસેલી ઘેરી વૃક્ષપંકિત અને વનસ્પતિને લીધે પર્વતો જાણે વનરાજિના બનેલા ઊંચા ટેકરા હોય તેમ લાગતું હતું.
નદીમાં હંસ, સારસ અને ચક્રવાક પક્ષીઓનાં યુગલો નિબંધપણે જળવિહાર કરતાં જોવાતાં હતાં. નદીકિનારે વસાવવામાં આવેલાં ગોકુળોમાં પંચરંગી ગોધણ મુક્તપણે ચારો ચરી રહ્યું હતું. પર્વતની તળેટીના ખુલ્લા મેદાનમાં વિશાળકાય અને પહાડની નાની નાની ટેકરી જેવા ઉત્તુંગ એવા અસંખ્ય ગજરાજોનો નિવાસ હતો; તેમાં યથેચ્છ વિહરતા ગજરાજોની મસ્તી જોવી એ પણ એક લ્હાવો હતો.
આ બધી દશ્યાવલીને નીરખતાં અને તેનો આનંદ માણતાં રાજારાણી ઝરૂખે નિરાંતવા બેઠાં છે, અને બન્ને એકમેકને પોતાને મનગમતું દશ્ય “આ જુઓ, પેલું જુઓ' એમ કહીને દેખાડી રહ્યાં
ત્યાં, એકાએક વાતાવરણે પલટી મારી. કાંઈ સમજાય તે પહેલાં તો આકાશમાં ઘોર અંધારું છવાઈ ગયું. કાળા ડિબાંગ વાદળાંએ આકાશનો કબજો લઈ લીધો. આથમતો સૂર્ય અને એકાએક ચડી આવેલો મેઘ – બેની સ્પર્ધામાં છેવટે સૂર્યે જ હથિયાર મ્યાન કરવાં પડ્યાં. જો કે જતાં જતાં પણ સૂર્ય મેઘધનુષ્ય તો કર્યું જ.
વાદળો ગરજવા લાગ્યાં. વીજળીના ચમકારા આખા આકાશમાં પ્રકાશમાન બનાવવાનો ક્ષણિક આયાસ કરવા લાગ્યા. અને થોડી પળોમાં તો વરસાદ ખાંગો થઈને તૂટી પડ્યો!
રાજા-રાણી તો વિસ્ફારિત નેત્રે આ ફેરફાર જોઈ જ રહ્યાં, જોઈ |
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
܀
૨૮૫
જ રહ્યાં.
પરંતુ ખરું કૌતુક તો ત્યાર પછી સર્જાયું. વરસાદ એકાદ ટિકા જેવું વરસ્યો હશે, ત્યાં તો અકસ્માત જ વંટોળિયો ફૂંકાવો શરૂ થઈ ગયો. વંટોળિયો આવતાં જ વરસાદ તો બંધ પડ્યો જ, પણ કાળાં કાળાં વાદળાં પણ મેદાન છોડીને ઊભી પૂંછડીએ ભાગ્યાં. ગણતરીની પળોમાં તો આકાશ ચોખ્ખું ચણાક! વંટોળિયો પણ વાદળાંની પાછળ પાછળ જ ચાલ્યો ગયો.
મુનિસુવ્રત રાજવીના હૃદયમાં સંધ્યાના ઘડી-બે ઘડીમાં જ બદલાયે ગયેલા ત્રણ ત્રણ રંગો જોઈને કાંઈક અવ્યક્ત એવી ઉથલપાથલ મચી ગઈ. એ આ બધું નીરખતાં નીરખતાં ગંભીર ચિંતનમાં ગરકાવ થઈ ગયાઃ સંસારનું સ્વરૂપ પણ આવું જ નથી? ક્ષણમાં મનગમતાંનો સંયોગ સર્જાય, તો બે ક્ષણ પછી જ તેનો વિયોગ પણ થવાનો જ. સંયોગ સુખદાયક લાગે છે, અને વિયોગ વસમો પડે છે. જેવું સંયોગ-વિયોગનું તેવું જ સુખ-દુઃખનું પણ સમજવું પડે. ક્યારે સુખ સાંપડશે, ને કઈ પળે તે ટળી જશે કે દુઃખમાં ફેરવાઈ જશે, તેની કોને કલ્પના આવે છે?
વસ્તુતઃ સંસાર છે ત્યાં સુધી આ જ પરિસ્થિતિમાં જીવવાનું રહે છે. સાચું, નિર્ભેળ અને શાશ્વત સુખ તો માત્ર મુક્તિપદ્દમાં જ સંભવે છે. માટે મારે હવે તેની પ્રાપ્તિનો ઉદ્યમ આદરવો જોઈએ.
R
હજી તો આવો મનોરથ તેમના ચિત્તમાં ઊગ્યો જ છે, ત્યાં તો તેનાં અદીઠ આંદોલનો જાણે સ્વર્ગલોક સુધી પહોંચી ગયા હોય તેમ એકાએક શક્રેન્દ્રનું સિંહાસન કંપાયમાન થવા માંડ્યું.
અચંબો પામેલા ઇન્દ્રે જ્ઞાનનો ઉપયોગ કર્યો, તો ખ્યાલ આવ્યો કે તીર્થં ૨ મુનિસુવ્રતનો દીક્ષામહોત્સવ ઊજવવાની વેળા હવે આવી લાગી છે.
ઇન્દ્ર હરખી ઊઠ્યા. તીર્થંકરના હાથે હવે વિશ્વકલ્યાણકારી ધર્મમાર્ગ રચાશે તેની કલ્પનાએ તેમનું હૈયું ગદ્ગદ બન્યું. તે ઊભા થયા, અને સાતેક ડગલાં તીર્થંકરની દિશામાં જઈને અહોભાવપૂર્વક
Page #295
--------------------------------------------------------------------------
________________
——- ૨૮૬ છે
સમરું પલપલ સવત નામ
-
જિન-વંદના કરી રહ્યા.
પુનઃ સિંહાસનારૂઢ થયા પછી ઈન્દ્રને ખ્યાલ આવ્યો કે ,નવરાતિ-દીક્ષાના પુનિત પંથે પ્રયાણ કરતાં તીર્થકર એક વર્ષ સુધી વાર્ષિક દાન આપે, અને તેને માટે ધનની જોગવાઈ ઈન્દ્ર કરે.
આ ખ્યાલ આવતાં જ ઇન્દ્ર કુબેર યક્ષને બોલાવ્યા, અને આજ્ઞા ફરમાવી કે રાજર્ષિ મુનિસુવ્રતના ભંડારમાં ત્રણ અબજ, અઠ્ઠાસી કરોડ અને એંસી લાખ સ્વર્ણમુદ્રાઓ તત્કાલ ભરી દો.
ઇન્દ્રની આવી ઉત્તમ આજ્ઞા પામીને યક્ષરાજને આનંદ આનંદ થઈ ગયો. વિનયપૂર્વક તે આજ્ઞા શિરોમાન્ય કરી, અને તિર્યક જંભક દેવો દ્વારા શીધ્રપણે ઈન્દ્ર સૂચવેલો ધનરાશિ મુનિસુવ્રત રાજાના ખજાનામાં ઠલવાવી દેવરાવ્યો.
આ બધું પરમ જ્ઞાની અહંદુ મુનિસુવ્રતથી અજાણ્યું કેમ રહે? તેમણે પણ, ખજાનો સંપૂર્ણતયા છલકાયાનો નિશ્ચય થતાં જ નગરમાં પડહ વગડાવ્યો અને ઘોષણા કરાવી કે “રાજા મુનિસુવ્રત વર્ષીદાન શરૂ કરી રહ્યા છે. જે પણ મનુષ્યને જેની પણ અપેક્ષા હોય તે રાજાજી પાસે વરદાનરૂપે વાચી શકે છે. તેની અભિલાષા અવશ્ય પૂર્ણ થશે.”
બીજા દિવસનો સૂર્યોદય થતાં જ પ્રાત:કાર્યથી પરવારી ગયેલા મહારાજ મુનિસુવ્રતે દાનકર્મ આરંભ્ય, છેક મધ્યાહ્ન સુધી દાનનો ક્રમ અખ્ખલિતપણે ચાલતો રહ્યો. આ દરમિયાન, અનેક મુસાફરો, પરદેશીઓ, કાપડની ફેરી ફરનારા, માંદા, દરિદ્ર, ગરીબ, યાચકો, અનાથજનો, કૌટુંબિકો, દેવાના ચક્કરમાં ફસાયેલા જનો, ધનની લાલસાવાળા સંઘરાખોર તેમજ કૃપણ મનુષ્યો અને બીજા અનેક લોકો - ત્યાં દાન યાચવા તથા લેવા માટે આવ્યા, અને રાજવીએ તે તમામ જનોને સંતોષ્યા; તેમનું મનવાંછિત મોંમાંગ્યું દાન આપી આપીને બધાયને સુખી કરી દીધા.
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
- ૨૮૭ –
હાથી માગનારને હાથી, તો અશ્વનો ખપ હતો તેને અશ્વ. કોઈકે રત્નોની યાચના કરી, તો કોઈકે સોનાની માગણી કરી.
કોઈકને વસ્ત્રોનો ખપ હતો, તો કેટલાકને વળી આભૂષણો જ જોઈતાં હતાં.
કોઈએ ગામનો ભોગવટો માગ્યો, તો કોઈકે ખેતર કે મકાનની પણ અપેક્ષા દર્શાવી.
રાજવી તો આપવા જ બેઠા હતા. જેણે જે માગ્યું તેનું તેને તેમણે મોકળાશથી દાન કર્યું.
નિર્ધારિત સમય થયો કે દાનની પ્રવૃત્તિ આટોપાઈ. એ આટોપાઈ ત્યારે તે દિવસના દાનનો સરવાળો એક ક્રોડ અને આઠ લાખ ઉપર પહોંચી ચૂક્યો હતો.
તો બીજી બાજુ, રાજાજીના આદેશથી કુશાગ્રપુરીમાં ઠેરઠેર, નગરની બહાર, તેમજ નગરમાં પણ અનેક સ્થળે, સદાવ્રતો ખોલવામાં આવ્યાં. દરેક સદાવ્રતમાં સંચાલન માટે તેમજ રસોઈ વગેરે કાર્યો માટે વિવિધ મનુષ્યોને ભોજન તથા વેતન આપવાની શરતે નીમી દેવામાં આવ્યા.
એ મનુષ્યો પોતપોતાના હવાલાના સદાવ્રતમાં વિપુલ એવા ખાદ્ય પદાર્થો તૈયાર કરાવી રાખે; અને સૂર્યોદયથી સૂર્યાસ્તના ગાળામાં જે પણ દીન, દુઃખી, ગરીબ, ભિખારી, વટેમાર્ગ, ગૃહસ્થ, પાખંડી, બાવા, જોગી અને સાધુ-સંત વગેરે આવે તેને યથેચ્છ ભોજન પીરસે. તેને પૂર્ણ તૃપ્તિ થાય તેટલું જમાડીને જ જવા દેવાય.
દાનનો અને ભોજનનો આ ક્રમ બરાબર એક વર્ષ પર્વત અવિરામ ચાલતો રહ્યો. વર્ષોતે ઈન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવેલ ત્રણસો અઢાસી ક્રોડ અને એંસી લાખે સ્વર્ણમુદ્રાઓ સમાપ્ત!
નગરીમાં, સમગ્ર દેશમાં તેમ જ વિદેશોમાં ચોમેર રાજવીની કીર્તિ પ્રસરી ગઈ. જનતા તો રાજાજીને સાક્ષાત્ લ્પવૃક્ષ જ સમજવા લાગી. તેમના દ્વારા અપાતાં દાનનું લોકોએ એવું અર્થઘટન કર્યું કે “આપણા રાજવી હવે દીક્ષા લેવાના છે, અને તીર્થકર બનીને
Page #297
--------------------------------------------------------------------------
________________
– ૨૮૮
સમરું પલપલ સુવ્રત નામ
-
જગતનું કલ્યાણ કરવાના છે, એટલે તેમણે આવું દાન આપવું જ પડે, કેમકે લક્ષ્મી વીજળીના ઝબકારા જેવી ચંચળ અને ક્ષણિક છે. તે મળ્યા પછી જો તેના પરનું મમત્વ ન છાંડે, અને દાન આપીને બીજાઓને સુખી ન કરે, તો સર્વ સંગનો તેમ જ શરીરની મમતાનો ત્યાગ કરીને દીક્ષા લેવાનું અત્યંત કઠિન કામ તે કેવી રીતે કરી જ શકે? અને એ કર્યા વિના કેવળજ્ઞાન પણ શી રીતે મળે? એટલે તેમણે દાન તો આપવું જ પડે.'
બીજી રીતે વિચારીએ તો તેમણે વાર્ષિક દાન આપીને જાણે કે સત્પરુષોને એક શીખ આપી કે જો તમારી પાસે વૈભવ હોય, તો દીન-અનાથ લોકોને દાન આપ્યા વિનાના ન રહેશો, એમાં પણ દીક્ષા લેવાની હોય તો તો અવશ્ય દાનધર્મ આચરજો.”
શાસ્ત્રો કહે છે કે દાન અને ખાસ કરીને વર્ષીદાન આપવાથી ચાર વાનાં થાય છે : એક, ધન-વૈભવ પરની આસક્તિ છૂટે; બે, દુઃખિયારા જીવો પ્રત્યે કરુણા વહેવા માંડે; ત્રણ, ધર્મ-પ્રવચનની પ્રશંસા તથા પ્રભાવના વિસ્તરે; ચાર, દાન થકી પુણ્ય વધે.
રાજા મુનિસુવ્રતે આ સર્વ લાભો હાંસલ કરી લીધા.
બરાબર એક વર્ષે “દાન' ની પૂર્ણાહૂતિ થઈ.
એ પૂર્ણ થતાં જ મુનિસુવ્રત-રાજે સંકલ્પ કર્યો : હવે હું મહાભિનિષ્ક્રમણ કરું.
એમના એ સંકલ્પની બીજી જ ક્ષણે નવ લોકાંતિક દેવોનાં આસનો વિચલિત થવા માંડ્યાં. તેમને પોતાની ફરજ યાદ આવી, અને એ સાથે જ તેઓ પૃથ્વીલોક પર ઊતરી આવ્યા.
રાજા મુનિસુવ્રત સમીપે આવીને તેમણે “જય જય નંદા, જય જય ભદો વગેરે મંગલ શબ્દો વતી તેમને નવાજ્યા, અને વીનવ્યા કે “હે ભગવંત, આપ બોધ પામો! જગતના સર્વ જીવોનું શ્રેય કરનારા ધર્મચક્રનું – તીર્થનું પ્રવર્તન કરવા માટે આપ હવે સર્વવિરતિ અંગીકાર
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
૨૮૯
–
કરો!
રાજાજીએ જેવો તે દેવોની વિનંતિનો સ્વીકાર કર્યો, કે દેવો અંતર્ધાન!
આ પછી રાજાજીએ પોતાના યુવરાજ કુમાર સુવ્રતનો તાત્કાલિક રાજ્યાભિષેક કર્યો, પોતે રાજપદેથી નિવૃત્તિ લીધી, અને પછી નવા રાજવી પાસે ચારિત્ર અંગીકાર કરવાની અનુમતિ માગી.
સુવ્રત રાજાએ તે જ પળે પોતાના સેવકો દ્વારા પિતાજીના દીક્ષાઅભિષેકની સર્વ સામગ્રી તૈયાર કરાવી. આઠ જાતિના એકેક હજાર ને આઠ આઠ કળશો સહિત વિપુલ સામગ્રી તેમજ દૂધ, જળ, તીર્થોદક, મંગલમાટી, અસંખ્ય ઔષધીઓ-ઇત્યાદિ અઢળક સામગ્રીનું ચયન ત્યાં થવા માંડ્યું.
દરમિયાનમાં, તે જ વેળાએ ચોસઠ ઇંદ્રોનાં આસન પુનઃ કંપિત થતાં તે સહુ પણ, તીર્થકરનો દીક્ષાકાળ જાણીને પોતપોતાના દેવપરિવારો સાથે ત્યાં આવી પહોંચ્યા.
અશ્રુ સેવક દેવો દ્વારા દીક્ષાભિષેકની દિવ્ય સામગ્રી એકત્ર કરાવી : એમાં આઠ જાતિના એકેક હજાર આઠ આઠ કળશો, એટલી જ અન્ય વિવિધ સામગ્રી, નદીઓ, દ્રહો, કંડો, અને સમુદ્રોનાં પવિત્ર પાણી ઇત્યાદિ સર્વ પદાર્થોનો સમાવેશ થતો હતો.
દેવ-પ્રભાવથી દિવ્ય તમામ કળશો રાજા સુવતે આણેલા કળશોમાં સમાઈ ગયા. એ પછી ઈન્દ્રાદિ દેવો તીર્થંકર-રાજર્ષિની આસપાસ ગોઠવાઈ ગયા. કોઈ ચામર લઈને તો કોઈ ધૂપધાણાં લઈને; કોઈ મંગળ કળશ ઝાલીને તો કોઈ પુષ્પ ચંગેરિકા પકડીને; કેટલાક હાથ જોડતાં ઊભા રહી ગયા તો કેટલાકે તેમના મસ્તકે છત્ર ધરવા માંડ્યાં.
આમ દેવો એક બાજુએ તરી ગયા, એટલે રાજા સુવતે પૂર્વાભિમુખ એક સિંહાસન સ્થાપ્યું. તે પર તીર્થકર મુનિસુવ્રતને બિરાજમાન કર્યા. અને પછી પોતે તેમનો દીક્ષાભિષેક પ્રારંભ્યો. હજારો જળકળશ વડે અસંખ્ય ભક્તોએ પ્રભુને અભિષેક કર્યો.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૯૦ * સમરું પલપલ સુવ્રત નામ
ત્યાર પછી રાજો તે સિંહાસનને ઉત્તર દિશા સન્મુખ ફેરવાયું. અને પુનઃ પ્રભુને ત્યાં બેસાડીને શ્વેત-પીત વગેરે વર્ણના કળશો વડે એમનો અભિષેક કર્યો.
અભિષેકનો અર્થાત્ સ્નાનનો વિધિ પત્યો, એટલે પ્રભુને અલંકાર-ગૃહે લઈ જવામાં આવ્યા. ત્યાં સિંહાસન પર પૂર્વસન્મુખ પ્રભુ બિરાજ્યા, કે તરત ઇન્દ્રોએ દિવ્ય વસ્ત્રો થકી પ્રભુને અંગલૂહણાં કર્યાં. તે પછી ગોશીર્ષચંદનના રસ વડે સર્વાંગે વિલેપન કર્યું, પછી બે બે દિવ્ય દેવદૃષ્ય વસ્ત્રો પ્રભુને પરિધાન કરાવ્યાં. અને ત્યાર પછી પ્રભુના મસ્તકથી માંડીને ચરણતલ સુધીનાં સઘળાંય અંગોને, તે તે અંગને ઉચિત એવા દિવ્ય અલંકારો વડે અલંકૃત કરી દીધાં.
એ પછી કલ્પવૃક્ષનાં રૂડાં પુષ્પોની માળાઓ તેમ જ પુષ્પો વડે પ્રભુને વિભૂષિત કરવામાં આવ્યા, અને છેલ્લે છેલ્લે સુગંધથી મઘમઘતાં દિવ્ય ચૂર્ણોનો પ્રભુના દેહ ઉપર ભારે ઉમળકાભેર છંટકાવ પણ તેમણે કર્યો.
પ્રભુ સમગ્ર રીતે સજ્જ તથા અલંકૃત થઈ ગયા, તે પછી ઇન્દ્રોએ તેમનું અભિવાદન કરવા માંડયું કે, હે સ્વામી! આપ જય પામો! આપનું નિરંતર કલ્યાણ હો! હે ક્ષત્રિય-શ્રેષ્ઠ! આપ શ્રમણધર્મ અંગીકાર કરીને અજેય એવા કષાયોના તથા ઇંદ્રિયોના મહાસૈન્યના વિજેતા બનજો! આપ જિતેન્દ્રિય બનજો! ઘણા ઘણા દિવસો, મહિના અને વર્ષો સુધી ચિરકાલ પર્યંત આપ સઘળા પરીષહો તથા ઉપસર્ગોના ભય થકી ભયભીત થયા વિના વર્તજો! અને આપને ધર્મસાધનામાં સદાય નિર્વિઘ્નતા હજો !'
-
આ સાથે જ તેમણે પ્રભુ સમક્ષ વિધવિધ નૃત્યો અને નાટકો પ્રદર્શિત કરવા માંડ્યાં.
તો બીજી બાજુ, રાજા સુવ્રતે પોતાના નિષ્ણાત સેવક ગણ પાસે તાબડતોબ અપરાજિતા નામની એક ભવ્ય શિબિકાનું નિર્માણ કરાવ્યું. પચીસ ધનુષ્ય પહોળી, પચાસ ધનુષ્ય લાંબી, છત્રીસ ધનુષ્ય ઊંચી અને એક હજાર મનુષ્યો દ્વારા જ ઉપાડી શકાય તેવી તે
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રતસ્વામી * ૨૯૧
શિબિકાની રચનામાં મનુષ્યની પહોંચમાં હોય તેવી સઘળી કળા તથા કારીગરી ઠલવી દેવામાં આવી હતી.
તો તેની સમાંતરે, તે જ વખતે, અચ્યુતેંદ્રે પણ સેવક દેવો દ્વારા તે જ નામની અને તેટલા જ માપની દેવતાઈ શિબિકાનું નિર્માણ કરાવ્યુ.
ઇન્દ્રે બનાવેલી શિબિકામાં શું કહેવાપણું હોય ? સાક્ષાત્ દેવવિમાન જ બન્યું હતું એ!
પરંતુ ઇન્દ્રો કદી વિવેક ન ચૂકે.
અચ્યુતેંદ્રે તે જ સમયે દેવોને આજ્ઞા કરી, અને પોતાની નિર્મિત શિબિકાને રાજા દ્વારા નિર્મિત શિબિકામાં સંક્રમાવી દીધી. જેને લીધે શિબિકા તો રાજાની જ રહી, પણ હવે તે દેવવિમાનમાં ફેરવાઈ ગઈ.
શિબિકા આ રીતે તૈયાર થતાં શ્રીમુનિસુવ્રત પ્રભુ સિંહાસન પરથી ઊઠ્યા અને શિબિકામાં જઈ તેમાં પૂર્વાભિમુખે ગોઠવવામાં આવેલા ભવ્ય સિંહાસન ૫૨ આરૂઢ થયા.
તે પછી તેમની આજુબાજુ આ પ્રમાણે સેવકવર્ગ ગોઠવાયો : પ્રભુની જમણી બાજુએ પ્રસ્થાપિત ભદ્રાસન ૫૨ રાજકુળની કુલમહત્તરા ગણાતી વડેરી સ્ત્રી, હાથમાં હંસોજ્જવલ વસ્ત્ર લઈને બેઠી; તો પ્રભુથી ડાબી બાજુએ ઉપકરણોની છાબ લઈને પ્રભુની ધાવમાતા બેઠી. પ્રભુની પીઠ પાછળ એક નવયુવતી ઉત્તમ અને ઉત્તુંગ એવું શ્વેત છત્ર મસ્તક પર ધરતી ઊભી રહી; તો પ્રભુની બન્ને તરફ ઊભેલી એકેક નવયૌવના તેમને ચામર ઢોળવા લાગી. ઈશાન ખૂણે ગોઠવાઈ ગયેલી એક તરુણીના હાથમાં, હાથીની આકૃતિ ધરાવતી જળ-છલકતી ઝારી શોભી રહી હતી, તો વળી અગ્નિકોણમાં ઊભી રહી ગયેલી એક તરુણી હાથમાં મસ્ત વીંઝણો લઈને પવન નાખી રહી હતી.
આમ, શિબિકામાં બધું સમુચિત રીતે ગોઠવાઈ જતાં જ, સુવ્રત રાજાએ પોતાના સમાન વય, સરખા વેષ, અને સમાન દેખાવ
Page #301
--------------------------------------------------------------------------
________________
–૨૯૨
સમરું પલપલ સુવ્રત નામ
ધરાવતા એક હજાર યુવાન પુરુષોને બોલાવીને શિબિકા ઉપાડવાની સૂચના આપી.
આજ્ઞા મળતાં જ તે પુરુષોએ શિબિકા-ફરતે ગોઠવાઈને તેને ઉપાડવાનો ઉપક્રમ આદર્યો. અત્યાર સુધીના પોતાના અત્યંત પ્રિય તેમજ આદરણીય રાજવી, અને હવે તો ત્રણ ભુવનના સ્વામી બનનાર આવા પ્રભુની પાલખી ઉપાડવાનો ધન્યાતિધન્ય કરી મૂકનારો અવસર પોતાને મળ્યો તે બદલ તે પુરુષો આનંદની એક અકથ્ય સંવેદના અનુભવવા લાગ્યા.
બરાબર તે જ પળે સૌધર્મેન્દ્ર, ઈશાનેન્દ્ર, અમરેન્દ્ર અને બલીન્દ્ર એ ચાર ઇન્દ્રો આગળ ધસી આવ્યા; અને તેમણે પાલખીના એકેક છેડાને ઉપાડી પોતાના ખભે લેવાપૂર્વક પાલખીને ઊંચી કરી.
પછી તો ભારે ધસારો થયો! બીજા ઇન્દ્રો અને ચારે નિકાયના દેવોએ શિબિકાને કાંધ આપવા પડાપડી અને દોડાદોડી કરી મૂકી. પ્રભુની પાલખી ખભા પર લેવામાં કાયાની સાર્થકતાનો તેમને અનુભવ થઈ રહ્યો હતો, તો સાથે સાથે કર્મનિર્જરાનો તેમજ પુણ્યોપાર્જનનો આવો અનેરો અવસર તેઓ ગુમાવવા પણ નહોતા ઇચ્છતા.
હવે શરૂ થઈ પ્રભુ મુનિસુવ્રતની દીક્ષાયાત્રા.
સૌથી આગળ દિવ્ય એવાં આઠ મંગળ ચિલો ચાલવા માંડ્યાં. શ્રીવત્સ, મીનયુગલ, દર્પણ, ભદ્રાસન, ક્લશ, નંદ્યાવર્ત, શરાવસંપુટ અને સ્વસ્તિક નામનાં રત્નમય એ આઠ મંગળ ચિહ્નો ઉત્તમોત્તમ વાહનો પર ગોઠવાયેલાં હતાં અને સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યાં હતાં. - ત્યાર પછી આભને આંબતી એક ભવ્ય વિજયધ્વજા નીકળી; તો તેની પાછળ પાછળ રત્નોથી મઢેલું અને સ્વર્ણથી નિર્મિત, પાદપીઠ-સંયુક્ત અને શ્વેત છત્ર ધરાવતું સિંહાસન ચાલ્યું.
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
છેર૯૩
—
તે પછી ક્રમશ : ૧૦૮ મસ્ત અશ્વો, ૧૦૮ મદમસ્ત ગજરાજો, અને ૧૦૮ સુસજ્જ રથો નીકળ્યાં, અને તેની પછવાડે ૧૦૮ શસ્ત્રસજ્જ અને સમાન સ્વરૂપવાળા ૧૦૮ યુવાન યોદ્ધાઓ પસાર થયા.
તેમની પાછળ જ, ક્રમશઃ વિરાટ અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળ નીકળ્યાં.
તે પછી તરત જ એક સહસ્ર યોજન ઉન્નત, છત્રાહિચ્છત્રથી મંડિત એવો મહેન્દ્રધ્વજ ચાલી રહેલો જોવામાં આવ્યો.
ઈન્દ્રધ્વજની પાછળ નીકળ્યા લાખો મનુષ્યો : કોઈના હાથમાં પુસ્તકો હતાં, તો કોઈ વળી કાષ્ઠપીઠ અને કાષ્ઠક લઈને જતા હતા. ઘણાના હાથમાં તલવાર, તીર, ભાલા, શકિત જેવાં વિધવિધ આયુધો હતાં, તો ઘણા બધા જાતજાતનાં વણા આદિ વાજિંત્રો વગાડતા વગાડતાં જઈ રહ્યા હતા. વિચિત્ર વેષવાળા, વિસ્મયપ્રેરક સ્વરૂપવાળા અને હાસ્ય, કેલિ, ખેલ, નકલ, કુતૂહલ વગેરે અનેકવિધ ચેષ્ટાઓ કરનારા અગણિત મનુષ્યો પણ તેમાં સામેલ હતા. કોઈ ગાતાં તો કોઈ નાચતાં, કોઈ વિવિધ દાવ રમતાં તો કોઈ કુતૂહલપ્રેરક ભાષણો કરતાં, કોઈ વિદૂષક જેવાં નખરાં કરતાં તો કોઈ તાળીઓ પાડતાં, કોઈ શાપ આપે ને પછી તરત જ તેનું વારણ પણ કરે એવી કમાલની કરામત દેખાડતાં આમ અસંખ્ય લોકો અનેક જાતની ક્રિયાઓ અને ચેષ્ટાઓ કરતાં આ યાત્રામાં જોડાઈ ગયા હતા.
ત્યારબાદ વિવિધ વંશોના ક્ષત્રિયોનો સમુદાય નીકળ્યો, અને તેની પાછળ પાછળ સાર્થવાહ - વ્યવહારિયાઓનો સમૂહ ચાલ્યો. આ બધામાં કોઈક પગપાળા હતા, તો બીજા વળી હાથી, ઘોડા, રથ, મેના-પાલખી જેવાં વાહનો પર બેઠા હતા.
મનુષ્યોના આ અફાટ મહાસાગરમાં અસંખ્ય દેવી-દેવતાઓ પણ હળીભળી ગયાં હતાં. બધાં પ્રભુની પાલખી ફરતે વીંટળાઈ ગયેલાં, અને આકાશ ગજવી મૂકનારા જયનાદો ઉચ્ચારતાં ઉચ્ચારતાં ચાલી રહ્યા હતાં.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૪
સમરું પલપલ સવત નામ
આ થયું પ્રભુની શિબિકાની આગળ જનારા સમૂહનું અછડતું
વર્ણન.
પ્રભુની પાલખીની પાછળ મદોન્મત્ત હાથીના હોદે બિરાજેલો અને વિશાળ એવી ચતુરંગ એનાથી પરિવરેલો રાજા સુવતી પોતાના પરિવાર સાથે આવી રહ્યો હતો.
પુરુષસિંહ અને પુરુષોત્તમ એવા પ્રભુ મુનિસુવ્રતનાથ, આવી અસામાન્ય દીક્ષાયાત્રા દ્વારા, ફાગણ વદિ બારશના ધન્ય દિને, કુશાગ્રપુર નગરને ઓળંગીને નીલગુહા નામના ઉદ્યાનમાં પધાર્યા.
ત્યાં અશોકવૃક્ષ પાસે શિબિકા ભૂમિ પર સ્થાપવામાં આવતાં જ પ્રભુ તેમાંથી નીચે ઊતરીને વૃક્ષ હેઠળ પહોંચી ગયા.
પળનોય વિલંબ કર્યા વિના તેમણે પોતાના દેહ પરથી અલંકારો ઊતારવા માડ્યા, કુલમહત્તા સ્ત્રી પ્રભુની સન્મુખ હંસોજવલ વસ્ત્ર ધરીને સજળ નેત્રે ઊભી રહી, અને પ્રભુ દ્વારા અપાતી માળા, પુષ્પો તથા અલંકારો – બધું તે વસ્ત્રમાં ઝીલવા લાગી.
પ્રભુ જેમ જેમ આભૂષણો ઊતારીને કુલમહત્તરાના પસારેલા વસ્ત્રમાં મૂકતા ગયા, તેમ તેમ કુળમહત્તરાની આંખોમાંથી આંસુની ધાર વધુ ને વધુ વેગ સાથે વહેવા લાગી. આંખમાં આંસુ, ગળામાં ડૂસકાં અને પ્રભુના સદાકાળના હવે થનારા વિજોગની વેદનાથી થરથર કાંપતી કાયાવાળી કુલમહત્તરાના મુખમાંથી તે પળે એકાએક આવાં વાક્યો સરવા માંડ્યાં:
“દીકરા! તમે હરિવંશકુળના તિલક છો, અને ગૌતમ ગોત્રના અવતંસ છો; વિશુદ્ધચરિત એવા સુમિત્ર રાજાના તમે પુત્ર છો બેટા! અને શીલસુંદર એવાં મહાસતી પદ્માવતીના તમે લાડકવાયા દીકરા છો;
તમે ઉત્તમ જાતિના ક્ષત્રિય છો ભાઈ! અને તમે તો ગર્ભાવસ્થાથી જ અત્યંત સુકોમળ છો, તમારા અભુત અને અલૌકિક રૂપ-લાવણ્યને લીધે તમે અત્યંત સોહામણા તો છો જ, પરંતુ તે જ કારણે સૌના મનગમતા, સૌના માટે નિરંતર દર્શનીય
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
૨૯૫
અને વળી સૌની અભિલાષાના વિષય પણ તમે બન્યા છો; તમારી ખ્યાતિ દિદ્દિગંતરોમાં જ નહિ, પણ દેવલોકમાં પણ પ્રસરી ચુકી છે;
બેટા! હવે તમારે તલવારની ધાર પર ચાલવાની વેળા છે, અતિશય કઠોર અને કઠિન મહાવ્રતો હવે તમારે આચરવાનાં છે, અને એ માટે જાત પ્રત્યે અત્યંત કઠોર બનીને ચાલવાનું છે, તેમજ અતિશય સત્ત્વ ફોરવવાનું છે;
દીકરા! તે વ્રતોનું તમે બરાબર ઘડતર કરજો; એના પાલનમાં અસામાન્ય પરાક્રમ દાખવજો; અને કદી પણ તેના પરિપાલનમાં લેશ પણ પ્રમાદ કરશો નહિ.’
કરુણરસ છલકાવતાં છતાં અત્યંત મંગલમય એવાં કુલમહત્તરાનાં આ વેણ પ્રભુએ વિનયપૂર્વક ઝીલ્યાં, અને પોતે બોલ્યા કે ‘આપ કહો છો તે બરાબર છે.’
વસ્ત્રાલંકારોના ત્યાગની પ્રક્રિયા સમાપ્ત થતાં જ પ્રભુએ પંચમુષ્ટિક કેશ-લોચ પ્રારંભ્યો. તત્ક્ષણ સૌધર્મ-ઇન્દ્ર દિવ્ય એવું ધવલ વસ્ત્ર હાથમાં ફેલાવીને પ્રભુ સમક્ષ આવી ઊભા, અને ફક્ત પાંચ જ મુઠીઓ વડે પોતાના દાઢી, મૂછ અને મસ્તકના સમગ્ર કેશપાશનો લોચ કરનારા પ્રભુએ પોતાના વાળ તે વસ્ત્રમાં મૂકી દીધા.
ઇન્દ્ર પણ ભગવંત, અનુજ્ઞા માગું છું' એમ બોલતાં તે જ ક્ષણે દિવ્ય શક્તિથી ક્ષીરસમુદ્ર ૫૨ ગયા અને પ્રભુના કેશ તે સમુદ્રમાં પધરાવી પાછા ફર્યાં.
પાછા ફરતાં જ તેમણે વાજિંત્રોના અને જ્યજ્યકા૨ વગેરેના થઈ રહેલા તુમુલ અવાજને શાંત કરાવ્યો, અને વિનયપૂર્વક પરમાત્મા સમક્ષ એક તરફ ઊભા રહી ગયા.
હવે, મેઘ-ગંભીર નિર્દોષપૂર્વક પ્રભુ મુનિસુવ્રતે સૌ પ્રથમ નમો સિદ્ધાણં' પદ ઉચ્ચારીને સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યા; ત્યાર પછી તેમણે કરેમિ સામાઈયં” નો પાઠ ઉચ્ચરીને સંસારના સર્વ સાવધપાપમય વ્યાપારોનો મન-વાણી-કાયા દ્વારા ન કરવા, ન
Page #305
--------------------------------------------------------------------------
________________
- ૨૯૬
સમરું પલપલ રાવત નામ
કરાવવા • ન અનુમોદવારૂપે ત્યાગ કરવાની પ્રતિજ્ઞા અંગીકાર કરી, અને માવજજીવના સામાયિક-વ્રતમાં પોતે આરૂઢ થયા.
દીક્ષા-કલ્યાણકનો આ વિધિ થતાં જ પ્રભુનાં જ્ઞાનાવરણ કર્મોનો વિલક્ષણ ક્ષયોપશમ પ્રગટ્યો, અને ચોથું “મન:પર્યવજ્ઞાન' નામનું, બીજાઓના મનનું જ્ઞાન કરાવનારું જ્ઞાન તેમના ચિત્તમાં આવિર્ભાવ પામ્યું.
તે દિવસે પ્રભુએ નિર્જળ એવા બે ઉપવાસનું છઠ્ઠ તપ કર્યું હતું. દીક્ષા લીધી તે દિવસે, તે તપનો દ્વિતીય દિવસ હતો.
પ્રભુએ દીક્ષા લીધી, તે જ વખતે તેમની ચરણસેવાને જ પોતાનું જીવનકૃત્ય અનુભવનારા તેમના પરમ સેવક એવા એક હજાર રાજુકમારોએ પણ, પ્રભુની જેમ જ ગૃહત્યાગ અને સંસારત્યાગ કર્યો, અને ચારિત્રના આત્મકલ્યાણકારી પંથે ચાલી નીકળ્યા.
કુશાગ્રપુર નગરનાં ઘણાં નામો હતાંરાજગૃહી નગરી, ક્ષિતિપ્રતિષ્ઠિતપુર, ઋષભપુર વગેરે અનેક નામોએ તે ઓળખાતું હતું.
પરમાત્મા મુનિસુવ્રત સ્વામીને, દીક્ષાના બીજા દિવસે તપનું પારણું હતું.
દીક્ષાનો વિધિ આટોપાયા બાદ તો પ્રભુ તે જ વૃક્ષ તળે સમસ્ત સંસારના સંગથી પર – લોકાતીત બનીને કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બની ગયેલા. ઈન્દ્રાદિ દેવો તથા સુવ્રત રાજા વગેરે માનવ-સમૂહ પણ, પ્રભુને હવે બાહ્ય પ્રદેશ ત્યજીને આત્માના અગોચર પ્રદેશમાં વિહરવા લાગેલા જોઈને પોતપોતાના સ્થાનકે ચાલ્યા ગયેલા. - એ પછી બાકીનો દિવસ, આખી રાત્રિ અને બીજા દિવસના મધ્યાહ્ન સમય – એટલો વખત પ્રભુએ આત્મધ્યાનમાં પસાર ક્ય. તે પછી આહારની વેળા થતાં પોતે રાજગૃહી-કુશાગ્રનગરીમાં આહાર અર્થે સંચય.
Page #306
--------------------------------------------------------------------------
________________
- શ્રીમુનિદ્રતસ્વામી
કે ૨૯૭
બળદગાડાના ચાલકની બેઠકથી ગાડાનું ધૂંસરું જેટલું દૂર હોય તેટલા અંતર સુધીની ભૂમિ પર જીવરક્ષાના હેતુથી દૃષ્ટિ નાખી નાખીને ધીર-ગંભીર ચાલે ચાલતાં અભ્રાંત અને અનાસક્ત એવા મુનિસુવ્રત પ્રભુ, ફરતાં ફરતાં બ્રહ્મદત્ત નામના એક સુખી ગૃહસ્થના ઘર-આંગણે આવી ઊભા.
બ્રહ્મદત્ત ધન-ધાન્યાદિ સંપત્તિથી સમૃદ્ધ હતો; સાથે સાથે તે દાનરસિક અને ધર્મશ્રદ્ધાળુ પણ હતો; તો દયા, દાક્ષિણ્ય, વિનય અને પરોપકાર જેવાં તત્ત્વો તેના લોહીમાં સહેજે વણાયેલાં હતાં. - હવે બનેલું એવું કે તે જ દિવસે તેને ત્યાં, દેશાવરથી તેનો જમાઈ, પોતાના મોટા પરિવાર સાથે મહેમાન થયેલો. એટલે બ્રહ્મદત્તે તે બધા મહેમાનો માટે વિપુલ પ્રમાણમાં ખીર અને અન્ય ઉત્તમ રસોઈ તૈયાર કરેલી, અને તે સમયે મહેમાનોને ભોજન પીરસવાની તૈયારી જ ચાલી રહી હતી
જમાઈરાજને ભાણે બેસાડી દીધા હતા. બ્રહ્મદત્ત પોતે જમાઈને પીરસવા માટે ખીરનું કમંડળ લઈને ઊભો હતો. બરાબર આ જ વેળાએ પ્રભુએ તેના આંગણે પગલાં પાડ્યાં.
જમાઈની સાથે ભાણું ભરવાની બાબતે મીઠી રકઝક કરતા બ્રહ્મદત્તની નજર એકાએક પ્રભુ પર પડી. નજર પડતાં જ તેના બત્રીસે કોઠે દીવા થઈ ગયા. તે ભાવવિભોર બનીને ચિંતવવા લાગ્યો કે “ઓહો! હજી તો ગઈકાલે આખા દેશના સાર્વભૌમ સ્વામી હતા એ મારા માલિક, અતિદુષ્કર વ્રત અંગીકાર કર્યા પછીના પહેલે જ દિવસે મારે ત્યાં મારાં અહોભાગ્ય જાગ્યું! ધન્ય ધન્ય બની ગયો હું તો
આવું ચિંતન કરતાં કરતાં જ, હાથમાં પકડેલા ખીરના કમંડળ સાથે તે દોડ્યો, અને પ્રભુજીની પાસે પહોંચીને હર્ષગદ્ગદ સ્વરે પ્રભુને ખીરનો ખપ કરવા વીનવ્યા.
પ્રભુએ પણ શ્રુતજ્ઞાન-બળે સર્વથા નિર્દોષ અને ખપે તેવો આહાર હોવાનું જાણીને હાથ પસાય, અને ખીરનો આહાર ત્યાં જ ગ્રહણ
Page #307
--------------------------------------------------------------------------
________________
– ૨૯૮ કે
સમરું પલપલ સતત નામ
–
કર્યો.
તે જ ક્ષણે દેવતાઓએ, બ્રહ્મદરના આંગણે, સાડા બાર કોડ સોનૈયાની વસુધારા સહિત પંચ દિવ્ય વરસાવ્યા. “અહો દાન, અહો દાનની ઘોષણ પણ કરી. એ સાંભળનીને રાજા સુવ્રત દોડ્યો દોડ્યો ત્યાં આવ્યો. નગરજનો પણ ત્યાં ટોળે વળ્યા. જેમ જેમ આ દાનઘટનાની જાણ થતી ગઈ, તેમ તેમ લોકો બ્રહ્મદત્તને અને તેના સૌભાગ્યને અભિનંદી રહ્યા.
પરમાત્મા, તે પછી ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. જુદાં જુદાં નગરો, ગામો અને ભૂમિને પાવન કરતાં કરતાં બરાબર અગિયાર માસ સુધી તેમણે પોતાના આત્માને લોકોત્તર એવા આત્મિક ગુણો વડે ભાવિત કર્યા કર્યો. આત્મદષ્ટિએ અનુભવાતા દોષોનો સર્વથા ઉચ્છેદ અને આત્મસ્વરૂપમાં સહજસિદ્ધ રમણતા – આ બે લક્ષ્ય તેમણે આ સમયગાળામાં સુપેરે સિદ્ધ કર્યા.
બારમા માસના પ્રથમ પખવાડિયામાં પ્રભુ પુનઃ રાજગૃહી નગરીમાં પધાર્યા. ત્યાં નીલગુહ ઉદ્યાનમાં જ ચર્મવૃક્ષ નામના વૃક્ષ તળે તેમણે સ્થિરતા કરી, અને સાધનાના અત્યંત મહત્ત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ કર્યો.
ફાગણ વદિ બારસનો દિવસ ઊગ્યો. ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં પ્રવેશી ચૂક્યો હતો. પ્રભુજી પણ શુક્લધ્યાનના બીજા અંશની પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા. ચડતો પહોર હતો. નિર્જળા છ8-તપનું પ્રભુને પચ્ચક્ખાણ હતું.
એવે સમયે, બાહ્ય-આભ્યતંર તમામ પરિસ્થિતિઓનો સર્વાગ સંપૂર્ણ સુમેળ સધાતાં જ પ્રભુ મુનિસુવ્રતસ્વામીનાં ચાર ઘાતી કર્મો ક્ષય પામ્યાં, અને તેમને કેવળ જ્ઞાન તથા કેવળ દર્શન પ્રગટ થયાં.
કલ્યાણક એટલે આત્મિક ઉત્ક્રાંતિના શિખરે આરૂઢ થનારા
Page #308
--------------------------------------------------------------------------
________________
- શ્રી મુનિસુવ્રતસ્વામી
છે
૨૯૯ -
આત્માની શિવકર આંતર-ઊર્જાનો પ્રચંડ વિસ્ફોટ,
જગતનું કલ્યાણ કરવાની અતિતીવ્ર તમન્નાનાં, શ્રીધર્મના જન્મમાં કરેલી સાધનાવેળાએ રોપેલાં ઊંડાં મૂળ, વિકસતાં વિકસતાં આજે મુનિસુવ્રતસ્વામી તરીકેના અવતારમાં, આ ક્ષણે, વિકાસની ચરમ પરિસીમાએ પહોંચ્યાં હતાં, અને કેવળજ્ઞાન-કલ્યાણકરૂપ વિસ્ફોટ દ્વારા તેમની ચેતનાનાં વિશ્વકલ્યાણકારક આંદોલનો અખિલ બ્રહ્માંડમાં પ્રસરી ચૂક્યાં હતાં.
સાતે નરકે અજવાળાં પથરાવાં અને ઈન્દ્રોનાં આસનો કંપિત થવાં માંડવાં વગેરે બનાવો, આ વિસ્ફોટજન્ય આંદોલનોની જ પરિણતિ હતી.
પ્રશસ્ત વિસ્ફોટ, પ્રશસ્ત આંદોલનો, પ્રશસ્ત પરિણામ!
પ્રભુને કેવળજ્ઞાન થતાં જ ઈન્દ્રાદિ દેવો તેની ઉજવણી માટે આવી પહોંચ્યા. દિવ્ય સમવસરણ –ધર્મ સભાની રચના કરી. એની મધ્યમાં અશોકવૃક્ષ રોપાયું અને તેની સાથે ચૈત્યવૃક્ષ - પ્રભુનું જ્ઞાનવૃક્ષ પણ જોડી દેવામાં આવ્યું. આઠ મહા-પ્રાતિહાર્યો રચવામાં આવ્યાં, અને દેવો દ્વારા નિર્મિત નવ સુવર્ણ-કમલો ઉપર પદાર્પણ કરતાં કરતાં પરમાત્મા સમવસરણમાં પધાર્યા.
ત્રણ ગઢમય સમવસરણમાં ત્રીજા ગઢમાં પ્રવેશ કરતાં જ પ્રભુએ ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, અને પછી પૂર્વ દિશા સન્મુખ વર્તતા સિંહાસન ઉપર “નમો નિત્યસ્સ’ એમ બોલતાં બોલતાં પ્રભુ આરૂઢ થયા.
અન્ય ત્રણ દિશાઓમાં દેવો પ્રભુની હૂબહૂ પ્રતિકૃતિઓ પધરાવી. દેવો, અસુરો, મનુષ્યો અને તિર્યંચો વગેરેની પર્ષદાઓ યથાસ્થાને બેઠી. રાજા સુવ્રત પણ, પ્રભુના કેવળજ્ઞાનની જાણ થતાં જ, સૈન્ય તથા પરિવાર સાથે તેની ઉજવણી કરવા આવી પહોંચેલો. તેમે સર્વપ્રથમ પ્રભુની સ્તવના કરી, અને પ્રભુની જ્ઞાનપ્રાપ્તિથી તથા હવે પ્રભુના શ્રીમુખે જગતનું કલ્યાણ કરનારો ધર્મમાર્ગ વહેતો થશે તેની કલ્પનાથી ભાવવિભોર બની જઈને રાજાએ પ્રભુ પ્રત્યે પ્રાર્થના
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦૦ ૨
સમરું પલપલ સુવ્રત નામ
કરી કે ‘આપ સ્વયં સર્વજ્ઞ બન્યા છો; અને વળી સૌ કોઈનું કલ્યાણ કરવા માટે આપ કૃતસંકલ્પ જ છો; છતાં હું ઉત્સુકપણે એક જ પ્રાર્થના કરું છું કે હું જન્મ-જરા-મૃત્યુથી ગંધાતા આ સંસાર થકી હવે થાકી ગયો છું; સ્વામી! વિના વિલંબે આપ મને સંસારથી ઉગારો, બહાર કાઢો.’
આ પછી દેવો અને વિદ્યાધરોએ પ્રભુની સમક્ષ ગીત, નૃત્ય, નાટક વગેરે પ્રસ્તુત કરીને જ્ઞાનોત્સવની ઉજવણી કરી.
તે સમાપ્ત થયા પછી, ચોંત્રીશ અતિશયો વડે શોભી રહેલા ભગવાન મુનિસુવ્રત સ્વામીએ, પાંત્રીશ ગુણોએ ઓપતી વાણી વડે ધર્મદેશના આપી. એક પ્રહર-પર્યંત ચાલેલી એ દેશનામાં પ્રભુએ, સંસારની દુઃખગ્રસ્ત વાસ્તવિક પરિસ્થિતિ, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની તમામ ગતિ-સ્થિતિમાં જીવને ક્યાં ક્યાં, કેવાં કેવાં અને કેટલાં દુ:ખ -આંતક-પરિતાપ વેઠવાનાં આવે છે અને કેવી કેવી રીતે ચડ-ઉતરના ભોગ બનવું પડે છે, તેનું સવિસ્તર વર્ણન કર્યું. દુઃખમય અને અશરણ એવા આ સંસારમાં જીવને જિનેશ્વરનો ધર્મ જ તારણહાર, શરણભૂત અને સુખદાતા હોવાનું પ્રતિપાદન કર્યું. સમ્યક્ત્વની પ્રાપ્તિ, તેના ગુણો અને તે પછી સર્વવિરતિધર્મનો મહિમા તથા તેના સ્વરૂપ વિશે વ્યાખ્યાન કર્યું.
પરમાત્માની આ હૃદયવેધી અને અમોઘ દેશના સમાપ્ત થતાં જ મલ્લી નામનો રાજકુમાર હાથ જોડતો ઊભો થયો, અને પોતાનો ભવનિસ્તાર કરવાની તથા પ્રવ્રજ્યા પ્રદાન કરવાની પ્રભુને વિનંતિ કરી.
તે સાથે જ, બીજા પણ સેંકડો રાજપુત્રો, ક્ષત્રિયો, શ્રેષ્ઠીઓ અને નાગરિક મનુષ્યોએ ઊભા થઈને પોતાના હૈયામાં પ્રગટેલા વૈરાગ્યભાવની રજૂઆતપૂર્વક દીક્ષાની પ્રાર્થના કરી.
તો સ્ત્રીવર્ગમાંથી પુષ્પચૂલા વગેરે રાજકન્યાઓ-સમેત સેંકડો સ્ત્રીઓએ પણ તે જ સમયે ચારિત્રધર્મ માટે વિનવણી કરી. પરમાત્માએ તે સૌને યોગ્ય જાણી તેઓની પ્રાર્થના સ્વીકારી
Page #310
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
-
૩૦૧
અને સહુને સ્વહસ્તે ત્યાં ને ત્યાં દીક્ષા અર્પણ કરી.
આ બધામાં મલ્લી મુનિને જુદા તારવી પ્રભુએ “ઉત્પાદ-વ્યયધ્રૌવ્યની ત્રિપદી પ્રદાન કરી. એ પ્રાપ્ત થતાં જ બીજબુદ્ધિના સ્વામી એવા મલ્લી મુનિએ અંતર્મુહૂર્ત-સમયમાં જ દ્વાદશાંગી-પ્રવચનનું નિર્માણ કર્યું. બાર અંગ-આગમોની રચના પૂર્ણ કરીને તેઓ પુનઃ પ્રભુ સમક્ષ ઉપસ્થિત થયા, ત્યારે તેમને અનુયોગની અનુજ્ઞા આપવા માટે પ્રભુ સિંહાસનેથી ઊભા થયા.
સૌધર્મેન્દ્ર તત્ક્ષણ વાજિંત્રના નિર્દોષ તથા જયનાદો બંધ કરાવ્યા, અને પોતે દિવ્ય રત્નમય થાળમાં સુગંધી વાસચૂર્ણ ભરીને પ્રભુ સન્મુખ ઊભા રહી ગયા. પ્રભુએ ક્રમશ: ત્રણ વાર તે થાળમાંથી ચૂર્ણની મુઠી ભરી, અને સામે મસ્તક નમાવીને ઊભેલા મલ્લી મુનિના શિરે ત્રણેવાર વાસક્ષેપ કરતાં તેમણે ફરમાવ્યું કે “મલ્લી મુનિને હું સર્વ દ્રવ્યો, સર્વ પર્યાયો અને સર્વ નયપૂર્વક તીર્થની અનુજ્ઞા આપું છું.'
આ સાથે જ સમગ્ર સમવસરણ જયજયકારથી ગાજી ઉઠયું. ઈન્દ્રો સહિત સર્વ દેવોએ મલ્લી મુનિ પર વાતચૂર્ણનો પ્રક્ષેપ કરી તેમને પ્રભુના પ્રથમ ગણધર તરીકે વધાવી લીધા.
આ પછી પ્રભુજીએ નવદીક્ષિત સાધુ-સાધ્વીગણનો હવાલો મલ્લી ગણધરને સુપ્રત કર્યો.
આ આખોયે દીક્ષા-ઉત્સવ પૂર્ણ થયો કે તરત રાજા સુવત ઊભો થયો, અને પરમાત્માને વીનવ્યા કે “ભગવંત! આપે સર્વવિરતિનો કલ્યાણકારી માર્ગ પ્રરૂપ્યો, તે તો યોગ્ય જ છે; પરંતુ મારા જેવા અસંખ્ય આત્માઓ છે કે જેમને આત્માના હિતની પૂરી ખેવના હોવા છતાં, આજે ને આજે સર્વ-ત્યાગના પંથે પ્રસ્થાન કરવાની શક્તિ નથી. આવા અમારા જેવા મનુષ્યો માટે આપ ઘરમાં રહીને પણ આચરી શકાય તેવો માર્ગ ન બતાવો?
ભગવંતે રાજવીની વિનંતિ સ્વીકારી, અને શ્રાવકોચિત સમ્યક્નમૂલક બાર વ્રતોસ્વરૂપ દેશવિરતિ-ધર્મનું, ત્યાં, તે જ વખતે,
Page #311
--------------------------------------------------------------------------
________________
—
—– ૩૦૨ જ
સમરું પલપલ સતત નામ
–
પ્રતિપાદન કર્યું. એનું વિશદ સ્વરૂપ સાંભળીને પુલકિત બનેલા રાજા સુવતે અને બીજા હજારો સ્ત્રી-પુરુષોએ તે જ સમયે દેશવિરતિધર્મની પ્રતિજ્ઞા ગ્રહણ કરી. તો અન્ય અનેક જીવોએ માત્ર સમ્યકત્વ જ અંગીકાર કર્યું.
આ રીતે પ્રથમ સમવસરણમાં જ પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, જેમાં તે દિવસે ૧૬૦૦ પુરુષો અને ૩૦૦૦ સ્ત્રીઓએ સાધુપદ પ્રાપ્ત કર્યું, અને ૭000 પુરુષો તથા ૧૧૦૦૦ સ્ત્રીઓએ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો.
કેટલાંક તિર્યંચ જીવોએ પણ દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો, તો ઘણા બધાં દેવ-દેવીઓએ સમ્યકત્વ ગ્રહણ કર્યું. તો, જે એક હજાર રાજપુત્રોએ પ્રભુના દીક્ષા-સમયે ગૃહત્યાગપૂર્વક પ્રભુના પગલે પગલે ચાલવાનું વ્રત સ્વીકારેલું, તે બધાએ પણ આજે સમવસરણમાં ઉપસ્થિત થઈને પ્રભુના હાથે દીક્ષા લઈ લીધી.
આ પછી કેવળજ્ઞાની પરમાત્મા મુનિસુવ્રતસ્વામી ગામ-નગરદેશ-દેશાંતરોમાં વિહરતાં, પૃથ્વીતલને પાવન કરવા લાગ્યા અને અસંખ્ય આત્માઓનો ઉદ્ધાર તેમ જ ઉપકાર કરવા લાગ્યા.
ભૃગુકચ્છ-ભરૂચ નગર છે. જિતશત્રુ નામે રાજા ત્યાં રાજ્ય કરે છે.
ભગવાન મુનિસુવ્રતસ્વામી વિચરતા વિચરતા એકદા ભૃગુકચ્છના આંગણે પધાર્યા છે. રેવા નદીના કિનારે દેવોએ સમવસરણ રચ્યું છે, અને તેમાં બિરાજીને પ્રભુજી દેશના ફરમાવી રહ્યા છે.
ભગવંતની દેશના સાંભળવા આખું ભૃગુકચ્છ ઉમટી પડ્યું છે. તો રાજાને જાણ થતાં તે પણ પોતાના રસાલા સાથે સમવસરણે આવી પહોંચ્યો છે.
જોજનામિની અને સર્વ ભાષાઓરૂપે પરિણમનારી પ્રભુની
Page #312
--------------------------------------------------------------------------
________________
– શ્રીમુનિસુવ્રતસ્વામી
એ ૩૦૩
–
મધુર દેશના સૌએ ભાવપ્રવણ હૈયે સાંભળી, અને ધન્યતા અનુભવી.
દેશના પૂર્ણ થયા બાદ મલ્લી ગણધર ભગવંતને જિજ્ઞાસુભાવે પ્રશ્ન કર્યો : ભગવન્! આજના સમવસરણમાં અગણિત આત્માઓ ધર્મ શ્રવણ કરવા આવ્યા છે; આ તમામ આત્માઓમાંથી કેટલા આત્માઓએ સમ્યકત્વ મેળવ્યું હશે? કેટલાનો સંસાર પાતળો પડ્યો હશે?
ભગવંતે ઉત્તર વાળતાં ફરમાવ્યું : વત્સ! આજની દેશનાના પ્રભાવે જિતશત્રુ રાજાના અશ્વને જ માત્ર ધર્મ પરિણમ્યો છે, તે સિવાય એક પણ આત્માને નહિ. - રાજા ચોંકી ઊઠ્યો. સભા પણ સ્તબ્ધ. આટઆટલા દેવો, મનુષ્યો અને અન્ય યોનિના જીવો હોવા છતાં કોઈને કાંઈ નહિ, અને માત્ર એક અશ્વને જ ધર્મલાભ?
પરંતુ, પરમાત્માની વાતમાં તર્ક કે શંકા કરવાનું કોઈ કારણ જ ન હતું. પરમાત્મા કદી મિથ્યા કે મૃષા કથન કરે જ નહિ, તેની સૌને દઢ શ્રદ્ધા હતી.
પણ રાજાના મનમાં કાંઈક જુદું જ વિસ્મય રમી રહ્યું હતું. તેણે ભગવંતના કથનને પુષ્ટિ આપે તેવી એક વાત કરી : પ્રભો! આપની વાત સાંભળતાં મને આજે – અને હમણાં – થોડીવાર પહેલાં જ બનેલી વાત યાદ આવે છે; મારે એ અંગે આપને પૂછવાનું પણ છે.
આજે હું આપની સમીપે આવી રહ્યો હતો ત્યારે સમવસરણની નજીક આવતાં હું અશ્વ ઉપરથી ઊતરી ગયો. પછી ચાલતો ચાલતો પગથિયા સુધી હું આવ્યો ત્યારે અશ્વ પણ મારી હરોળમાં જ ચાલતો હતો. આપની મેઘગંભીર વાણીનો ધ્વનિ અમને ત્યાં પણ સંભળાતો હતો. એ સાંભળતાં જ આ અશ્વની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી, એનાં રૂંવાડા ખડાં થઈ ગયેલાં જોવાયાં, અને કેટલીક ક્ષણો સુધી એ તે જ સ્થળે લેશ પણ હલ્યા ચાલ્યા વિના, આપનાં વચનોનું એક ચિત્તે શ્રવણ કરતો હોય તેવી મુદ્રામાં જ ઊભો રહી ગયો,
Page #313
--------------------------------------------------------------------------
________________
-૩૦જ
સમરું પલપલ સવત નામ -
અને સમવસરણ ભણી ભીની ભીની નજરે જોતો રહ્યો.
થોડીક ક્ષણો પછી તે તેની જાતે જ આગળ વધ્યો. સમવસરણના તોરણવાળા ભાગ પાસે આવ્યો. ત્યાં કંઈક નવતર પ્રકારના અદ્ભુત રસનું પાન કરતો હોય તે રીતે ઊભો રહ્યો. પછી એકાએક હર્ષનો ઉછાળો આવ્યો હોય તેમ તેણે મીઠા પણ ગંભીર સ્વરે હજારવ અને હણહણાટ ક્ય.
તે પછી તેણે આગલા બે પગની જાંઘને વાળીને ધરતી પર સ્થાપી, પોતે ખમાસમણાં આપવાની મુદ્રામાં નમ્યો, મસ્તક ભૂમિ પર ટેકવ્યું, અને ક્યાંય સુધી તેની તે જ સ્થિતિમાં તે આપની દેશના સાંભળતો રહ્યો. તેની ચેઓ જોઈને એમ પણ થાય કે જાણે પોતાના મનની વાત આપને નિવેદન કરી રહ્યો ન હોય!
સ્વામી! એની આ બધી ચેષ્ટઓ જોતાં અમારા સૌના કુતૂહલનો પાર નથી રહ્યો. એમાં બાકી હતું તે આપે હમણાં એવું કહ્યું કે “આજે આ અશ્વ સિવાય કોઈને પ્રતિબોધ થયો નથી, એટલે એ કુતૂહલ બેવડાયું છે. મહારાજ! આપ કૃપા કરીને અમને સમજાવો કે આ બધું શું બન્યું છે? આ અશ્વ કોણ છે? અને એ શી રીતે ધર્મ પામ્યો?
ભગવંતે રાજાને ઉદ્દેશીને કહ્યું : રાજન ! આ અશ્વનો પૂર્વભવ પહેલાં સાંભળ, પછી તને બધી વાતોનો તાળો મળી જશે.
રાજા અને પર્ષદાઓ એકઝાન થઈને પ્રભુની વાણી પુનઃ સાંભળવા સાવધ બની ગઈ. પ્રભુએ પણ વાત માંડી :
ભરત ક્ષેત્ર. પદ્મિનીખંડ નગર.
ત્યાં જિનધર્મ નામે જૈન અને સાગરદત્ત નામે અજૈન – એમ બે શ્રેષ્ઠી વસે.
બન્ને શ્રીમંત, ઉદાર, દાની, સરળ અને પરગજુ,
સાગરદત્ત જૈન ન હોવા છતાં જિનધર્મ શેઠ સાથેની મિત્રતાને કારણે તેની સાથે દેરાસરે પણ જતો, અને અવસરે અવસરે સાધુઓને સુપાત્રદાન પણ આપતો. ક્વચિત્ સાધુભગવંતો પાસે ધર્મની વાતો પણ તે સાંભળવા બેસતો.
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રીનિવતરવાની
૩૦૫
–
એક વાર એણે કોઈ સાધુજનના મુખે સાંભળ્યું કે જે પુણ્યાત્મા જિનબિંબ ભરાવે તેને ભવાંતરમાં ભવતારક સદ્ધર્મ સુલભ થઈ જાય.”
આ વાત સાગરદત્તને ક્યી ગઈ, અને તક મળતાં જ તેણે સોનાની જિનપ્રતિમા ભરાવી અને ઉત્સવપૂર્વક તેની પ્રતિષ્ઠા પણ કરાવી.
હવે બનેલું એવું કે તેણે આ અગાઉ પોતાના ખર્ચે એક રમણીય શિવાલય બંધાવેલું. તેમાં શૈવ સંપ્રદાયના સાધુઓ માટેનો આશ્રમ પણ રાખેલો. એમાં શૈવ મનના વિવિધ પર્વ-તહેવારો કાયમ ઊજવાતા રહેતા.
એક પ્રસંગે પવિત્રા-આરોપણનું પર્વ હતું, અને તે દહાડે શિવલિંગને ઘીના ઘાડવા વડે સ્નાન કરાવવાનો વિશેષ મહિમા હતો. પોતાનું મંદિર, એટલે સાગરદન સવારથી ત્યાં જ ઉપસ્થિત હતો. સમય થતાં જ સંન્યાસીઓ, બટુકો તથા શિવભક્તો ઘીના ડબ્બા, ઘાડવા વગેરે વિવિધ પાત્રો ભરીભરીને આવવા લાગ્યા, અને ઘી સીધું શિવલિંગ ઉપર રેડવા લાગ્યા. પરિણામે ઘીના રેલા ચારેકોર વહેવા લાગ્યા. થોડીવારમાં ઘીની સોડમથી આકર્ષાઈને ઊધઈઓ ત્યાં એકત્ર થઈ ગઈ.
ભક્તોની આવ-જા તો ચાલુ જ હતી. રસ્તો આખો ઘીથી ચીકણો બની ગયેલો; તે પર ઊધઈનાં જંતુઓ ચીપકી ગયેલાં; અને આવજા કરનારા મનુષ્યો તો કશું જ જોયા વિના ઊધઈઓને પગતળે કચડતા કચડતા ચાલ્યા જ જતા હતા.
સાગરદત્તથી આ સહન ન થયું. તે દયાળુ હતો તે ત્યાં ઊભો રહી ગયો, અને પોતાના ખેસના છેડા વતી તે ઊધઈઓને એક બાજુ ખસેડવા માંડ્યો.
આ જોઈને એક સાધુ રોષે ભરાયો. “આ વળી સેવડાઓના ચાળે ચડી ગયો લાગે છે' એમ બૂમો પાડતો તે ત્યાં દોડી આવ્યો, અને સાગરદત્તે ઘીથી લથબથ થઈ પડેલી ઊધઈઓનો ઢગલો એક તરફ કર્યો હતો તેને પગ વડે કચડી નાખ્યો.
સાગરદત્તને આથી માઠું લાગી ગયું. તેણે આશ્રમના પરમાચાર્ય
Page #315
--------------------------------------------------------------------------
________________
– ૩૦૬ ક
સમરું પલપલ સતત નામ –
પાસે આની ફરિયાદ કરી તો તેમણે તે વાત પર લક્ષ્ય જ ન આપ્યું સાગરદત્તને આશ્વાસન પણ ન આપ્યું, અને પેલાને ઠપકો પણ નહિ.
આ ઉપરથી સાગરદત્તનું મન તે બધા પરથી ઊતરી ગયું. તેને પ્રતીતિ થઈ ગઈ કે આ બધાને જીવદયામાં કશી જ સમજણ નથી, અને રસ પણ નથી, બધા નિધૃણ છે.
આમ છતાં, અંદરથી હજી તેને સમ્યક્તનો પરિણામ નહોતો જાગેલો. અને બાહ્ય રીતે તે દાક્ષિણ્ય-વાસિત હતો, એટલે તે સાધુઓનો પરિચય રાખવો તેમને પ્રણામ કરવા, દાન આપવું વગેરે કર્યા કરતો. વધુમાં, વ્યાપાર-ધંધામાં તે મહાઆરંભી અને મહાપરિગ્રહી પણ હતો જ ધનની લાલસા અને ધંધાનો રસ – બન્ને બહુ ઘેરાં હતાં તેનામાં.
એ ભવમાં એના જીવનના અંત સુધી તે આવો જ રહ્યો. ફલત તે ત્યાં મૃત્યુ પામીને તારા અશ્વ તરીકે અવતાર પામ્યો છે.
આજે તે તારી સાથે અહીં આવ્યો, સમવસરણને તથા મને નિહાળ્યાં, દેશના સાંભળી, તેથી તેની મોહની ગાંઠ તૂટી ગઈ અને તેણે સમ્યકત્વસહિત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત અને સચિત્ત વસ્તુના ત્યાગનો નિયમ અંગીકાર કરી લીધેલ છે. અને તે દ્વારા તેણે પોતાના આત્માને ઉત્તરોત્તર વૃદ્ધિગત થતા કલ્યાણનું પાત્ર બનાવવાની સાથે અનેક દુઃખોથી તેને ઉગારી પણ લીધો છે.
રાજનું ! આ અશ્વને પ્રતિબોધવા માટે જ હું અહીં આવ્યો છું. અને હવે પછી, આ પ્રદેશ, ભવ્ય-સમૂહમાં “અશ્વાવબોધ તીર્થ તરીકે જગતમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે.
વળી, અહીંયા સુદર્શના-દેવીના સાંનિધ્યવાળો સમળીવિહાર નામે ભવ્ય જિનપ્રસાદ પણ પ્રતિષ્ઠિત થશે.
આટલું કહીને પરમાત્મા વિરમ્યા, ત્યારે રાજા સમેત સૌ કોઈના મોંમાંથી અશ્વ પ્રત્યે “ધન્ય ધન્ય' એવા શબ્દો સરી પડ્યા.
પ્રભુ પાસેથી ઘેર પાછા ફરતાં જ રાજા જિતશત્રુએ હવે પોતાના સાધર્મિક બનેલા તે અશ્વને બંધન, સવારી, પલાણ, લગામ વગેરેથી મુક્ત કરી દીધો. તેને ખમાવ્યો પણ ખરો. વળી, નગરમાં ઢંઢેરો પણ
Page #316
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
܀
૩૦૭
પીટાવી દીધો કે આ અશ્વ દેશવિરતિદ્વંત શ્રાવક છે. તે અચિત્ત આહાર અને જળ જ હવેથી ગ્રહણ કરશે. એ અશ્વ સ્વૈર વિહારે વિહરતો જ્યારે પણ જે કોઈના પણ ઘરે આવે, તે નગરજને નિર્દોષ અને અચિત્ત એવા ઘાસ તથા જળ વડે તેને આહા૨ કરાવવો, કોઈએ તેને ઉવેખવો નહિ.
પ્રજાજનોએ રાજાના તે આદેશનો બરાબર અને હોંશે હોંશે અમલ ક૨વા માંડ્યો. તો સામી બાજુએ, એ અશ્વ પણ જ્યારે ભૂખ્યો અથવા તરસ્યો થાય, ત્યારે જ કોઈના ઘરે જતો, તે સિવાય તે કોઈને ય રંજાડ ન કરતો.
ભગવાન હજી ભૃગુકચ્છમાં જ બિરાજે છે.
હમેશાં તેમની ધર્મદેશના સાંભળવા રાજા, અશ્વ, નગરજનો બધાં જાય છે, અને ધર્મલાભ પામે છે.
એ દિવસો દરમિયાન એક બપોરે અચાનક જ ધરતીકંપનો ભયાનક આંચકો આવ્યો. રાજા જેવો રાજા પણ ડરી ગયો! તે દિવસના સંધ્યાસમયે, નિત્યક્રમ પ્રમાણે તે સમવસરણમાં ગયો, ત્યારે દેશના પૂર્ણ થયા બાદ તેણે પરમાત્માને ધરતીકંપ થવાનું કારણ પૂછ્યું.
સામાન્યતઃ તીર્થંકર વિચરતા હોય તે પ્રદેશમાં, અમુક યોજનના ધેરાવામાં ધરતીકંપ જેવા કુદરતી પ્રકોપ ન જ થાય, તેવી તેને દૃઢ ખાતરી હતી. અને છતાં આજે અહીં ધરતીકંપ થયો તેથી તેને ભારે અચરજ થતું હતું. એટલે તેણે પરમાત્માને તે વિશે પ્રશ્ન પૂછી જ લીધો.
પરમાત્માએ આના ઉત્તરમાં વિષ્ણુકુમાર મુનિ અને નમુચિમંત્રી વચ્ચે, તે જ દિવસે, હસ્તિનાપુર નગરમાં બનેલી ઘટના વિસ્તારથી વર્ણવી અને કહ્યું કે વૈક્રિયલબ્ધિ વડે લાખ યોજનનું શરીર વિકુર્તીને મુનિ વિષ્ણુકુમારે ધરતી પર પગ માંડ્યો, તે કારણે આ ધરતીકંપ થયો છે. આ કોઈ કુદરતી ઉત્પાત નથી.
-
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૮ સમરું પલપલ સુવ્રત નામ
રાજાના મનનું આથી સમાધાન થયું.
ત્યારબાદ ભગવાન મુનિસુવ્રત સ્વામી પુનઃ અનેક ગામો, નગરો અને દેશોમાં વિચર્યા, અને અનેક જીવોના આત્મકલ્યાણમાં સબળ નિમિત્ત બનતા રહ્યા.
શિવકેતુના પ્રથમ જન્મમાં પ્રારંભેલી નિશ્ચિત ધ્યેય ભણીની તેમની ઉત્ક્રાંતિ-યાત્રા હવે પરિપૂર્ણ થવાને આરે આવી હતી.
શ્રીવર્મના જન્મમાં નિર્ધારી લીધેલું સૌનું કલ્યાણ મારે મારા હાથે જ કરવું છે' એવું ધ્યેય પણ હવે પૂર્ણપણે સિદ્ધ થઈ રહ્યું હતું. દીક્ષા ગ્રહણ કર્યાને સાડાસાત સહસ્ર વર્ષો હવે પૂર્ણ થવામાં હતાં, તો હવે આ અંતિમ જન્મનું આયુષ્ય પણ સમાપ્તિની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યું હતું.
ભગવંતે પોતાની વિહારયાત્રા શ્રી સમ્મેતશિખર પર્વત તરફ લંબાવી. ત્યાં પહોંચીને, પર્વત પર આરૂઢ થયા, અને એક નિર્દોષ શિલાપટ ઉપર કાર્યોત્સર્ગ મુદ્રાએ બિરાજમાન થયા. એક મહિનાના નિર્જળ ઉપવાસરૂપે અનશન વ્રત અંગીકાર કરીને, જીવનના અંતિમ તબક્કા શ્વાસ-પર્યંત સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરી દીધો.
વૈશાખ વદિ નોમના દિવસથી પ્રારંભાયેલું તે વ્રત બરાબર જેઠ વિદ નોમે પૂર્ણ થયું, અને તે સાથે જ પરમાત્મા મુનિસુવ્રત સ્વામી પરિનિર્વાણ પામ્યા.
અન્ય એક હજાર સાધુભગવંતોએ પણ ભગવંતની સાથે જ અનશન લીધેલું, તે બધા પણ તે જ દિવસે સિદ્ધિગતિને પામી ગયા. તે સમયે પણ ચંદ્રમા શ્રવણ નક્ષત્રમાં વર્તતો હતો.
ભગવાનનું નિર્વાણ થતાં જ ઇન્દ્રોનાં આસન કંપી ઊઠ્યાં. સૌધર્મેન્દ્ર પ્રથમ તો સિંહાસનેથી ઊઠી, સાતેક ડગલાં પ્રભુ હતા તે દિશામાં જઈને વંદના કરી. પણ પછી પોતાનું હવે કરવા યોગ્ય કર્તવ્ય
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્રિત સ્વામી
છે
૩૦૯ --
યાદ આવતાં જ તે શોકમગ્ન થઈ ગયા અને નેત્રોમાં આંસુ છલકાઈ ગયાં.
પરંતુ કર્તવ્ય-પાલન અનિવાર્ય હતું. તેમણે તરત બધાં દેવદેવીઓને જાણ કરી. બધાંને સાથે લઈને પહોંચ્યા સમેતશિખર પર. બીજા ઈન્દ્રો પણ તે જ રીતે ત્યાં આવી પહોંચ્યા.
બધાએ સૌ પ્રથમ પ્રભુના નિષ્ઠાણ પરંતુ અત્યંત પવિત્ર એવા દેહને વંદના તથા પ્રદક્ષિણા કરી. પછી કેટલાક ત્યાં જ પ્રભુગુણ ગાતાં-સંભારતાં ઊભા રહ્યા, તો કેટલાક કામે લાગી ગયા.
અશ્રુતેને સેવક દેવો દ્વારા ગોશીર્ષ ચંદનના કાષ્ઠ મંગાવ્યાં, અન ત્રણ ચિતાઓ રચાવી : એક પૂર્વ દિશામાં વર્તુળાકારે તીર્થકરયોગ્ય; બીજી દક્ષિણ દિશામાં અને ત્રિકોણાકારે હરિવંશકુળના દીક્ષિત મુનિઓ માટે; અને ત્રીજી બાકીના સઘળા મુનિઓ માટે ચોરસ.
બીજી તરફ, સૌધર્મેન્દ્ર ક્ષીરસમુદ્રનાં જળ મંગાવી તે વડે પરમાત્માની કાયાને સ્નાત્ર કર્યું. પછી ગોશીષ ચંદન વડે વિલેપન કર્યું. તે પછી ઉત્તમ હંસોજ્જવલ વસ્ત્ર પરિધાન કરાવી સઘળા અલંકારો વડે તેને અલંકૃત બનાવ્યું.
અન્ય સર્વ મુનિવરોનાં શરીરોને પણ આ રીતે જ દેવોએ તૈયાર કરી દીધાં.
એ પછી અચ્યતે ત્રણ ભવ્ય શિબિકાઓ બનાવરાવી. એક પરમાત્મા માટે, એક હરિવંશ કુળના મુનિવરો માટે અને એક શેષ મુનિઓ માટે. ક્રમશઃ ત્રણેમાં તે તે રીતે શરીરો પધરાવવામાં આવ્યાં, અને પછી તે શિબિકાઓને ઉપાડીને ચિતા ઉપર પધરાવવામાં આવી. પરમાત્માના શરીરને શિબિકામાં પધરાવવાનું તેમજ તેને ચિતા પર સ્થાપિત કરવાનું કાર્ય ખુદ સૌધર્મેન્દ્ર કર્યું, તો બીજી શિબિકાઓ તથા ચિતાઓ અંગેનો બધો વિધિ અન્ય દેવોએ કર્યો.
આ પછી ઇન્દ્ર અગ્નિકુમાર દેવોને અગ્નિ પેટાવવાની આશા
Jaih Education International
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૧૦
સમરું પલપલ સુવ્રત નામ
કરી. તે દેવો જો કે આજ્ઞાથી બંધાયેલા હતા, પરંતુ તેમના ચિત્તમાં ભારોભાર વેદના હતી, અને આંખે આંસુનાં પડળ બાઝી ગયાં હતાં. નિરાનંદ ભાવે તેમણે પોતાનું કર્તવ્ય બજાવ્યું, અને પોતાના મુખમાંથી અગ્નિ પ્રગટ કરી, ક્રમશઃ ત્રણે ચિતાઓને પ્રજ્વલિત કરી.
એમ કહેવાય છે કે આ બનાવને કરાણે દેવો અગ્નિમુખ છે’ એવી માન્યતા વ્યાપક બની ગઈ.
વાયુકુમાર દેવો પવન ફેલાવતા ગયા. અન્ય દેવો ઘી, મધ, કાષ્ઠ આદિનો પ્રક્ષેપ કરતા ગયા. જોતજોતામાં તો બધું જ ભસ્મસાત્!
પછી મેઘકુમાર દેવોએ જળવૃષ્ટિ દ્વારા ચિતાઓને ઠારી દીધી. ચિતાઓ ઠરતાં જ ઇન્દ્રો અને દેવોએ પોતપોતાના ક્રમ તેમ જ અધિકાર પ્રમાણે પરમાત્માના અને અન્ય મુનિઓના શરીરની દાઢો તથા અસ્થિફૂલો વીણી લીધાં, અને પોતપોતાનાં દેવવિમાનોમાં નિયત અને ઉચિત સ્થાને તે સ્થાપી દીધાં.
આ પછી તે ભૂમિ પર દેવો દ્વારા ત્રણ સ્તૂપોનું નિર્માણ કરાવીને ઇન્દ્રો સપરિવાર નન્દીશ્વર દ્વીપે ગયા, ત્યાં અષ્ટાક્ષિકા મહોત્સવ કરીને પુનઃ સ્વસ્થાને પહોંચી ગયા.
દેવોના ગયા પછી, સ્થાનિક મનુષ્યો ચિતાસ્થાનેથી ભસ્મ ગ્રહણ કરવા માંડ્યા. કેટલાકે તે ભસ્મને પોતાના ઘેર કે ગામ લઈ જઈને તેને ધરતીમાં ભંડારી તે પર ટેકરા કે સ્તૂપ બનાવ્યા. કેટલાકે ત્યાં ને ત્યાં તે ભસ્મ પોતાના દેહ ૫૨ ચોપડી દીધી, તો કેટલાક વળી તે વડે કપાળે તિલક કરવા માંડ્યા.
ચિતા ત્રણ હતી, તો તેના અગ્નિ પંણ ત્રણ અલગ અલગ હતા. ઘણા લોકોએ તેમાંથી અગ્નિ લીધા અને પોતાના ઘેર તે સ્થાપી દીધા.
એમાં મર્યાદા એટલી પ્રવર્તી કે પરમાત્માની ચિતાનો અગ્નિ, અન્ય બે ચિતાના અગ્નિમાં ભેળવી શકાતો, પણ એ બે અગ્નિ,
Page #320
--------------------------------------------------------------------------
________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
܀
૩૧૧
પરમાત્માની ચિતાના અગ્નિમાં ભેળવવાનો નિષેધ હતો.
ભગવાન મુનિસુવ્રત સ્વામીને કેવળજ્ઞાન પ્રગટ્યું, ત્યારથી લઈને નિર્વાણ પામ્યા ત્યાં સુધીમાં, તેઓએ જે આત્માઓને ધર્મ પમાડ્યો, તેમની સંખ્યા આ પ્રમાણે જાણવી :
અઢાર ગણધર;
ત્રીસ સહસ્ર સાધુઓ;
પચાસ સહસ્ર સાધ્વીજી;
એક લાખ બોંતેર હજાર શ્રાવકો;
ત્રણ લાખ ચોપન હજાર શ્રાવિકાઓ.
સાધુઓમાં પણ કેટલાક વિશિષ્ટ હતા તે આ રીતે : ચૌદ પૂર્વધર મુનિઓ પાંચસો; વૈક્રિયલબ્ધિવંત મુનિઓ બે હજાર;
વાદી મુનિઓ બારસો; અવધિજ્ઞાની અઢારસો; ચતુર્થજ્ઞાની પંદરસો;
અને કેવળજ્ઞાની અઢારસો.
આ બધો તો મનુષ્યજાતિનો જ પરિવાર. પરંતુ દેવો અને તિર્યંચયોનિના જે આત્માઓને બોધિબીજ પમાડ્યું હોય તેની સંખ્યા તો અલભ્ય જ ગણાય; અર્થાત્ તેવા અસંખ્ય આત્માઓ હોય.
આવા અસંખ્ય આત્માઓને સન્માર્ગે ચડાવવા દ્વારા, જીવમાત્રનું કલ્યાણ કરવાના પોતાના લક્ષ્યને સિદ્ધ કરનારા, અને આપણા જેવા અસંખ્ય આત્માઓ માટે એ સન્માર્ગ કાયમી ધોરણે કંડારી જનારા ભગવાન મુનિસુવ્રત પ્રભુને ત્રિવિધ ત્રિવિધ વંદન હો!
Page #321
--------------------------------------------------------------------------
________________