________________
–
– ૨૩૮ ૪
સમરું પલપલ સવત નામ
–
આપી છે, પણ તેના ચિત્તને હજી કેળવ્યું નથી, એમ મારું કથન
રાજા ચકિત થયો. કહે : આ તમે કઈ રીતે જાણ્યું?
કુમાર : અશ્વનું ચિત્ત અત્યારે કષાયાધીન છે; અર્થાત્ તે એકદમ આવેશમાં છે. આમણે આ અશ્વને કષાય છાંડીને વર્તવાની તાલીમ નથી આપી. અત્યારે એ તેને અહીં લઈ આવ્યા, તે પણ તેઓ તેના ચિરપરિચિત હોવાની હેસિયતથી જ; નહિ કે તેને કષાયમુક્ત બનાવીને. - રાજ હસવા માંડ્યો આ સાંભળીને. કહે કે કુમાર! અશ્વ રોષમાં છે કે હર્ષમાં તેની આપણને શી પંચાત? આપણે તો મમમમથી કામ! અસવાર ઘોડા પર યથેચ્છ સવારી કરી શકે એટલે વાહ!
શ્રીવર્ગે લેશ પણ અસ્વસ્થ થયા વિના રાજાને સમજાવ્યા : દેવ! આપનો કોઈ ભાયાત હોય અને વળી ગર્વિષ્ઠ હોય, તેને હમેશાં સન્માન ને કાંઈ કાંઈ દાન વગેરે આપ આપતાં રહો તો તે કેવો ખુશ રહે? અને એને કોઈ વખત ન આપો તો? અથવા ટાળવા માંડો તો? તો તે રોષે ભરાય કે નહિ? અને વારંવાર જો તેને ટાળવામાં આવે તો તેનો રોષ ક્યારેક ફાટી નીકળે ખરો કે નહિ?
એવું જ આ અશ્વનું છે. આનો આ દોષ અત્યારે ભલે નગણ્ય લાગે. પણ અંદરને અંદર એનો આ તામસી ભાવ વૃદ્ધિ પામ્યા કરે, તો કોઈ દહાડો તે ખરે ટાણે જ આડો ફાટે; ને તો આપણી બાજી ધૂળમાં મળી જાય. એટલે આવી આંતરિક શિક્ષાની તેમજ આવા દોષની ઉપેક્ષા ન જ કરાય.
રાજાએ કાન પકડડ્યા. કુમારની વાતમાં તથ્ય હોવાનું તેને પ્રતીત થઈ ગયું. તેણે ફરી પૂછ્યું : પણ કુમાર! આનામાં આ દોષ છે તેની તમને ખબર શી રીતે પડી ગઈ? - કુમાર : અશ્વના ઊભા ને ઊભા રહેલા કાન અને તેનાં ચકળવકળ બે બાજુએ જ ફર્યા કરતાં નેત્રો – આ બે જોતાં મને તેના ચિત્તના આવેશનો ખ્યાલ આવી શક્યો, મહારાજ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org