________________
૮
સમરું પલપલ સતત નામ
ભાઈ વ્રત લેવા! અલ્યા, વ્રત લેનારા મનુષ્યો કેવા ધીર-ગંભીર હોય તે જાણે છે તું? એ કાંઈ આવા તારા જેવા શેખચલ્લી ન હોય! એમનાં લક્ષણો પણ જુદાં જ હોય, સમજ્યો? માટે આ બધાં નખરાં મૂકીને ચૂપચાપ બેસી જા એક ખૂણામાં. નાહક આવી તરંગી વાતો કોઈને કરીને તારી જાતને છતી ન કરતો. ના જોયા મોટા વ્રત લેવાવાળા!
પણ શિવકેતુ કોનું નામ? તે લેશ પણ વિચલિત ન થયો. પિતાના ક્રોધને અને આકરાં વેણને લક્ષ્યમાં લીધા વિના જ તે બોલ્યો: પિતાજી, તમે મા-બાપ છો, મને વઢવાનો ને મારી વાતને નામંજૂર કરવાનો તમારો અધિકાર છે. પણ મેં વ્રતની મંજૂરી માંગી છે, બીજી કોઈ અજુગતી માંગણી નથી કરી કે જેથી મારે શરમાવું પડે. હવે મારી એક વાત સાંભળી લો, હું આ પળથી ભોજનનો ત્યાગ કરું છું. તમે જ્યાં સુધી મને રજા નહિ આપો ત્યાં સુધી મારે ભોજન લેવાનું હવે બંધ છે.
ક્રોધમાં સળગી ઊઠેલા તેના પિતા તેની આ વાત અણસાંભળી કરીને ત્યાંથી ચાલ્યા ગયા. તેમની પાછળ તેની માતા પણ ચાલી ગઈ.
અસહાય શિવકેતુ ટગરટગર આ બધું જોતો જ રહ્યો.
તેના માટે આ ક્ષણે બે જ ચીજો આશ્વાસનરૂપ હતી. આંસુ અને મુનિનું પાવન સ્મરણ.
આંસુભીની આંખો અને સ્મરણભીના હૈયાએ તેને અકથ્ય આધાર પૂરો પાડ્યો, અને ગણતરીની પળોમાં જ તે પોતાના નિધરમાં અડગ બની ગયો.
પોતાની આ અડગતા બદલ તેને પોતાને પણ ઘડીભર અચંબો થઈ આવ્યો.
બીજા દિવસની સવાર પડી. નિત્ય કર્મો આટોપાયાં. ભોજનનો અવસર થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org