________________
શિવકેત
છે ૧૭
પિતાની રજા મેળવું, ને ઝટ દીક્ષા લઈ લઉં - એ સિવાય તેના મનમાં હવે કોઈ જ વાત નહોતી રહી. અલબત્ત, તેને પાકો ખ્યાલ હતો કે ઘેર પહોંચીશ. ને જો માતા કે પિતાનું મગજ ઠેકાણે નહિ હોય તો કેવી પસ્તાળ પડશે? કેવાં કેવાં અણિયાળા પ્રશ્નો પૂછાશે ને કેવાં આકરાં નેણાં સાંભળવાં પડશે? એમાં પણ જ્યારે જૈન દીક્ષાની વાત રજૂ કરીશ, ત્યારે કટ્ટર જૈન-દ્વેષી અને હાડોહાડ સનાતની એવા પિતાનો પ્રકોપ કેવો ફાટી નીકળશે? આ બધું જ તેના નાનકડા પણ પરિપક્વ બની ગયેલા મગજની બહાર નહોતું જ. તેણે રસ્તે ચાલતાં જ આ માટેની આંતરિક સજ્જતા કેળવી લીધી, અને કેવા વાતાવરણમાં કેવી રીતે વાત કરવી ને કેવી રીતે ધારેલું કામ પાર પાડવો તેનો પણ આલેખ આંકી લીધો.
તેના હૈયે એક જ ઉત્સાહ હતો : આ છેલ્લી કષ્ટયાત્રા છે. આમાંથી પાર ઊતરી જઉં, તો પછી તો સંયમ છે ને ગુરુજીનું સાંનિધ્ય છે. ને લહેર જ લહેર છે. એટલે આજે જે પણ થાય તે થવા દેવું.
આવા દઢ સંકલ્પ સાથે તે ઘેર પહોંચ્યો. ઘરમાં દાખલ થતાં જ જોયું તો પિતાજી ને માતા બન્ને નિરાંતવા બેઠાં હતાં. ખાસ કોઈ અગત્યના કાર્યમાં રોકાયેલાં નહોતાં, અને વળી કાંઈક હળવા મિજાજમાં જણાતાં હતાં, તેણે આ તક ઝડપી લીધી. દોડીને પિતાના પગમાં નમી પડ્યો, ને શક્ય એટલું આર્જવ પોતાના સ્વરમાં ઠાલવીને કરગર્યો: “પિતાજી! મારી એક વિનંતિ છે, સાંભળશો?'
બોલ.' મને આપની અનુમતિ જોઈએ છીએ. શેની અનુમતિ? શું કરવું છે? પિતાજી, મારે વ્રત લેવાં છે. તમે રજા આપો તો લઉં,
તું અને વ્રત? અલ્યા મૂર્ણ! કંઈ ભાનબાન છે કે પછી આમ જ લવારા કાઢવા માંડ્યો છે? પિતાનો પ્રકોપ ફાટ્યો.
પણ. પિતાજી...
શું પણ... પણ કરે છે? તારી ઉમરનું તને ભાન છે? તારી | શક્તિ કેટલી છે તેનો કોઈ અંદાજ છે તને? લ્યો, નીકળી પડ્યા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org