________________
– ૩૦ ક
સમરું પલપલ સુવ્રત નામ -
લેખાય. એવી હિંસાના ધમ્મ અને અધર્મ એવા વિભાગ પાડીને તેનો બચાવ કદી ન કરી શકાય. હિંસા આખરે હિંસા જ છે, અને તેથી તે પાપાચાર જ છે. અને તેવા પાપાચારનું ફળ દુઃખ અને દુર્ગતિ જ હોય, એ નિશ્ચિત છે.
શું યજ્ઞમાં હણાતાં પશુઓને હણતી વખતે કોઈ પીડા નથી થતી? એ જાનવરો કરુણ કલ્પાંત જેવી ચિચિયારીઓ નથી પાડતાં? એ જીવો ભાગી છૂટવા માટે ધમાલ નથી મચાવતાં?
જો આ પ્રશ્નોનો જવાબ હા હોય. અને હા જ હોય, તો જે કરવાથી અન્ય જીવને દુઃખ કે ઈજા પહોંચે તેનું નામ હિંસા,' એ વ્યાખ્યા ત્યાં બંધબેસતી નથી થઈ જતી? અને “અન્યના પ્રાણોનો વધ તે હિંસા એ વાતનો પણ ત્યાં મેળ નથી મળતો શું?
પુરોહિતજી ! ધર્મ તો અન્યને સુખી બનાવે. જે કરવાથી અન્યનો જીવ જતો હોય તે અનુષ્ઠાનને ધર્મ કેમ ગણી શકાય? ધર્મ જીવાડે, મારે નહિ જ.
મુનિની અમ્મલિત છતાં મધુર વાણીના પ્રવાહમાં પુરોહિત હાઈ જ રહ્યા, હિંસા અને અહિંસાની અને ધર્મ-અધર્મની નવી જ વ્યાખ્યાઓ તેમણે આજે સાંભળી. સાંભળી એવી જ જચી ગઈ. તેમનામાં સૂતેલો તાર્કિક જાગી ગયો. અને બાબાવાક્ય પ્રમાણેની રૂઢિથી બાંધી લીધેલી ધારણાઓ જોતજોતામાં કકડભૂસ!
પછી તો તેમણે વિધવિધ પ્રશ્નો દ્વારા દેવ-ગુરુ-ધર્મનું તાત્વિક સ્વરૂપ જાણી લીધું. વ્રતો અને નિયમોનું મજાનું સ્વરૂપ પણ પ્રીછી લીધું, અને ચારિત્રધર્મનો મર્મ પણ સમજી લીધો.
એમનો અહં ઓગળ્યો. અકડાઈ ઓસરી. અજ્ઞાન નષ્ટ થયું. વિનય અને વિવેકનો સાવ સહજ આવિષ્કાર થયો. તેઓ ઊડ્યા. મુનિને પગે પડીને વંદન કર્યા, ને વીનવ્યા: ભગવંત! મને ધર્મનું અને વ્રતોનું દાન આપો! | મુનિએ પણ ‘તત્ત્વરુચિ' જીવ જાણીને ત્યાં જ સમ્યક્ત અને શ્રાવકોચિત બાર વ્રતોની પ્રતિજ્ઞા તેમને કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org