________________
શિવકેતુ
૨૯
ચિત્તને સ્પર્શી ગયું. તેમને પ્રતીતિ થઈ કે તત્ત્વદર્શન આવું જ હોય; જગતનું યથાર્થ સ્વરૂપ પણ આમ જ હોય. આવી વિશદ, સુરેખ અને સ્પષ્ટ વિચારણા આજે જ જાણી શકાઈ. કેટલું બધું મોડું ગણાય? પુરોહિતે મનોમન પ્રશ્ન પૂછી લીધો.
પણ હજી તેમના મનમાં હિંસાનાં સ્વરૂપ તથા પ્રકારો વિશે અવઢવ હતી. તે એમ સમજતા હતા કે સામાન્યતઃ જીવહિંસા કરવી તે ભલે પાપ ગણાય; પણ યજ્ઞ વગેરે ધર્માનુષ્ઠાનોમાં હિંસા કરવી તે તો ધર્મ ગણાય; કેમ કે તે શાસ્ત્રકથિત છે, અને તેથી તેને અધર્મ કે પાપ કેમ ગણાય?
પણ શિવકેતુ તો કાંઈક જુદું કહેતો હતો, કે યજ્ઞમાં થતી હિંસા પણ પાપ જ ગણાય. એની વાત સાચી માનું તો શાસ્ત્રને ખોટું માનવું પડે, એ તો કેમ બને ?
તેમને થયું કે લાવ ને, આ મહારાજને જ પૂછી લઉં. આ બધી વાતો આટલી સરસ રીતે ગળે ઊતારે છે, તો હિંસા વિશે પણ તેમને જ્ઞાન હશે જ.
અને આ વિચાર સાથે જ તેમણે સૂર મુનિને પૂછ્યું:મહારાજ, આપની સંમતિ હોય તો એક પ્રશ્ન પૂછું. પૂછું?
મુનિએ સંમતિ દર્શાવી.
વિશ્વભૂતિએ પૂછ્યું:હિંસા કોને કહેવાય? તેના કેટલા ભેદ? એ મારે સમજવું છે.
મુનિરાજે વાત પકડી લેતાં તત્ક્ષણ જવાબ વાળ્યોઃ ભદ્ર! હિંસાના ત્રણ પ્રકાર સર્વજ્ઞે વર્ણવ્યા છે ઃ ૧. અન્યના પ્રાણોના નાશ કરવો તે હિંસા, ૨. અન્યને દુ:ખ કે ઈજા પહોંચાડવી તે હિંસા, અને ૩. અન્યને ત્રાસ-ક્લેશ-ભય-પરિતાપ ઉપજાવવા તે પણ હિંસા.
હિંસા મન વડે પણ થઈ શકે,
હિંસા વાણી દ્વારા પણ થાય,
અને હિંસા કાયાથી પણ થઈ શકે.
Jain Education International
યજ્ઞ હોય કે લગ્ન હોય; કોઈ પણ નિમિત્તે કોઈ પણ જીવને હણવા તે હિંસા જ ગણાય; અને તે હિંસા અનાચાર કે પાપ જ
For Private & Personal Use Only
www.jainelibrary.org