________________
૨૮૨ ૨ સમરું પલપલ સુવ્રત નામ
તો અમારો કુંવર તમારી સમસ્યાઓ ઉકેલી આપશે. એટલે એ આવ્યા છે.
આમ વાત આટોપીને રાજાએ કલાચાર્યનો ઉચિત સત્કાર કર્યો અને તેમને રજા આપી.
પછી ક્યાંય સુધી તે કુમારને લાડ લડાવતાં રહ્યા.
સમયના વહેવા સાથે કુમાર મુનિસુવ્રતે કિશોરાવસ્થા વાટે થઈને યૌવનને ઉંબરે પદાર્પણ કર્યાં.
રાજાજીએ યુવરાજપદે તેમને સ્થાપ્યા, અને સાથે સાથે અનેક રાજાઓની પ્રભાવતી વગેરે ઉત્તમોત્તમ રાજકન્યાઓ સાથે તેમનાં લગ્ન પણ કર્યાં.
લગ્નજીવનના સુખદ ફળરૂપે યુવરાજ મુનિસુવ્રતને, પોતાની પ્રભાવતી નામક મુખ્ય પત્ની થકી, સુવ્રત નામે પુત્રની પ્રાપ્તિ પણ થઈ.
આમ ને આમ યુવરાજની વય સાડા સાત સહસ્ર વર્ષની થઈ. રાજા સુમિત્ર હવે પાકટ વયે પહોંચ્યા હતા. પોતાના કુળની પરંપરાનુસાર હવે તેમણે પણ વિચાર્યું કે હવે મુનિસુવ્રતકુમારને રાજ્ય સોંપીને મારે સંયમપંથે પાળવું ઘટે. શરીરનું અને સંસારનું ઘણું કર્યું, હવે આત્માનું પણ થોડુંક સાધી લેવું ઘટે.
તેમણે તુરત નિર્ણય લીધા, અને તદનુસાર, પહેલાં યુવરાજનો વિધિવત્ રાજ્યાભિષેક કર્યો; અને પછી પોતે, રાણી પદ્માવતી તેમ જ અન્ય બહોળા પરિવાર સાથે, યોગ્ય ગુરુભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી.
તે પછી લાંબા વખત સુધી સંયમની રૂડી આરાધના કરી, આયુષ્યની અવધિ આવતાં બન્ને આત્માઓ સમાધિપૂર્વક મૃત્યુને વર્યાં, અને ‘માહેન્દ્ર કલ્પ' નામક દેવલોકમાં દેવગતિ પામ્યાં.
રાજા મુનિસુવ્રત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org