________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
૨૮૩
જેવા વીર તેવા જ જ્ઞાની. જેટલા પરાક્રમી તેટલા જ નીતિમાન. પિતાએ અર્પેલા રાજ્યને ન્યાય અને નીતિથી પાળી રહ્યા છે. પરાક્રમથી નહિ, પણ પ્રેમ વડે તેમણે અનેક રાજાઓને જીતી લઈ પોતાના રાજ્યના સીમાડા સમુદ્રતટ પર્યંત વિસ્તાર્યા છે.
પ્રજા તેમને માટે પોતાના લાડીલા સંતાનતુલ્ય છે. તો પ્રજાને મન પોતાના રાજા પોતાના માવતર-સરીખા દીસે છે.
તેમણે પોતાના રાજ્યમાં અપરાધીઓને નહિ, પણ અપરાધવૃત્તિને જ નાથી લીધી છે. વાતાવરણમાં પ્રેમ, ઉદારતા, અને પરગજુ વૃત્તિની એવી તો છોળો ઊછળે છે કે કોઈને અનિષ્ટ આચરવાનું મન સુદ્ધાં થાય નહિ.
રાજા રામ કાંઈ વારંવાર જન્મતા નથી. પરંતુ જે રાજ્યનો રાજા જ્ઞાની હોય, પરાક્રમી હોય અને ન્યાય તેમ જ વિવેકથી સંપન્ન હોય, તેનું રાજ્ય આપોઆપ રામરાજ્યના આદર્શને ચરિતાર્થ કરનારું બની રહે છે; આ વાત રાજા મુનિસુવ્રતના રાજશાસનને યથાર્થરૂપે લાગુ પડતી હતી.
ટૂંકમાં, પ્રજા સંતુષ્ટ હતી. દુશ્મનો શાંત હતા. પરિણામે રાજ્ય આબાદ હતું.
આવી રીતે રાજ્ય કરતાં કરતાં પંદર સહસ્ર વર્ષનો બીજો તબક્કો પસાર થઈ ગયો.
એક દિવસની વાત છે.
શરદ ઋતુની એક સોહામણી સંધ્યાએ રાજા મુનિસુવ્રત અને રાણી પ્રભાવતી પોતાના મહાલયની અટારીએ બેઠાં બેઠાં ધરતીની શોભા નીરખી રહ્યાં છે.
Jain Education International
સૂર્ય ધીમેધીમે અસ્તાચળ ભણી ડગ માંડી રહ્યો હતો. તેના સોનલવરણાં કિરણો દ્વારા રેલાતો તડકો હવે સહ્ય બની રહ્યો હતો. દૂર દૂર, નગરના ગઢની બહા૨ નિર્મળ જળથી ચિક્કાર છલકાતી
For Private & Personal Use Only
www.jainelibrary.org