________________
શિવકેત
૩૩
તો પ્રવેશ આપું.
આવવા દે” રાજાએ કહ્યું ને પુરોહિત સામે જોતાં તે હસ્યો.
બે પળમાં જ સંદેશવાહક પ્રવેશ્યો, રાજાને નમ્યો; તેણે ઓટીમાંથી પત્ર કાઢી રાજાના હાથમાં મૂક્યો, ને એ સાથે જ તે ત્યાં ઢળી પડ્યો! પળ-બેપળમાં તો નિપ્રાણ !
રાજાએ તત્કાળ સંદેશવાહકની કાયાના અંતિમ વિધિનો આદેશ આપ્યો. તેણે આપેલો સંદેશો પણ રાજાએ જાતે વાંચ્યો અને તેમાં વિજયની વધામણી જ વાંચવા મળી. હવે રાજાને કે પુરોહિતને સંશય રાખવાનું કોઈ જ કારણ ન હતું. તેઓ ત્યાંથી ઊભા થયા, અને તે જ વખતે સૂરિજીની પાસે જવા માટે નીકળી ગયા.
સૂરિ ભગવંત તો જાણે રાહ જોતાં જ બેઠેલા !
રાજા આવતાં જ સામાન્ય ઔપચારિકતા આટોપાયા બાદ તેમણે ધર્મોપદેશ પ્રારંભ્યો. ઉપદેશનો સાર એક જ હતો:ધર્મ સઘળા સુખોનું મૂળ છે, તેનું આચરણ કરો, અને સર્વ અનર્થોના મૂળ એવા અધર્મથી દૂર રહો!
પછી તેમણે ધર્મની યોગ્યાયોગ્યતાની કસોટી પણ બતાવી. તેમણે કહ્યું કે જેમ સોનાની પરીક્ષા કષ, છેદ અને તાપ (કસવું. છેદવું, અને તપાવવું)એ ત્રણ દ્વારા કરવામાં આવે છે. તેમ ધર્મની યોગ્યતા પણ ત્રણ વાનાં દ્વારા નક્કી થાય છે: દેવ, ગુરુ અને શાસ્ત્ર દ્વારા.
જે શાસ્ત્રમાં સર્વ પ્રકારનાં જીવોની હિંસા, અસત્યભાષણ, ચોરી, મૈથુન, ધનની મૂછ અને રાત્રિભોજન – આ છ મહાપાપોના મનવાણી-કાયા થકી થતાં આચરણનો કરવા-કરાવવા-સમર્થન આપવા રૂપે જીવનપર્યત માટે નિષેધ થયો હોય તેનું નામ સત્-શાસ્ત્ર છે.
આવા શાસ્ત્રનું નિર્માણ જેણે કર્યું હોય તે સાચો દેવ છે.
તો આવી શાસ્ત્રોક્ત વાતોનું પાલન જે કરે, અને અન્યને તેનું પાલન કરવા પ્રેરે તેનું નામ સદ્ગુરુ છે.
અને આવું શાસ્ત્રઆવા દેવ, આવા ગુરુ જેમાં હોય તે ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org