________________
સર સમરું પક્ષપક્ષ વત નામ
ઠીક, પણ ક્યાંક એ તમારા પર ક્રોધે ભરાય, તો મોટો અનર્થ થઈ જાય.
માટે મહારાજ, આપ સંમતિ આપો તો હું રાજાને જરાક બૂઝવું, સમજાવું, ને કળેકળે તેની રજા લઈ લઉં; પછી શિવકેતુને દીક્ષાની અનુમતિ આપું.
પુરોહિતની સમજણ-નીતરતી વાતથી ગુરુદેવ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, ભદ્ર! તમે કહ્યું તેમ ખુશીથી કરો. પણ હવે વધુ વિલંબ ન કરશો; કેમ કે હવે આ શિવકેતુનું આયુષ્ય બહુ જ ટૂંકું છે. વિલંબ થાય તો તે ચારિત્ર ચૂકી પણ શકે.
વિશ્વભૂતિઃ ભગવંત! આનું કેટલુંક આયુષ્ય હવે બાકી હશે? ફક્ત બાવીસ દિવસ, ભાઈ!
વિશ્વભૂતિઃ ભગવંત! આ વાત હું રાજાને કરીશ. પરંતુ તે આપની વાત સાચી જ હોવાની તેને પ્રતીતિ કઈ રીતે કરાવવી?
ભદ્ર! તમે અહીંથી નીકળીને રાજા પાસે પહોંચશો, ત્યારે ત્યાં સેનાપતિએ મોકલેલો એક સેવક આવશે, કોઈ યુદ્ધમાં મળેલ વિજયની વધામણી આપવા અને તેના બદલામાં તુષ્ટિદાન મેળવવા માટે અત્યંત શ્રમસાધ્ય પ્રવાસ કરીને આવેલો એ શ્રમિત સેવક રાજાના હાથમાં લેખ આપતાંવેંત ત્યાં ને ત્યાં ઢળી પડશે અને મૃત્યુ પામશે. જો આ કથન સાચું પડે તો શિવકેતુના ટૂંકા આયુષ્યની વાત પણ યથાર્થ જાણજો.
પુરોહિતના વિસ્મયનો કોઈ અવધિ ન રહ્યો. આજનો દિવસ જ તેના માટે જાણે અવનવાં કૌતુકોનો દિવસ હતો!
તે ત્યાંથી ઊઠ્યા. પહોંચ્યા સીધા રાજભવન ૫૨. રાજાજી સાથે એકાંતમાં બેસી બધી વાત રજૂ કરી. શિવકેતુની ટૂંકી આવરદાની ને સેનાપતિ તરફથી આવનારા સંદેશવાહકની પણ વાત કરી. રાજા ચકિત!
પણ એ વાત પૂરી થઈ ત્યાં જ દ્વારપાળ આવ્યો. તેણે કહ્યું:મહારાજ! દરવાજે એક સંદેશવાહક આવ્યો છે. આજ્ઞા હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org