________________
સમરું પલપલ સુવ્રત નામ
સાચો ધર્મ છે; યોગ્ય ધર્મ છે.
આવા ધર્મનું આરાધન કરે તે સુખી થયા વિના કેમ રહે? અમૃત કરતાંય વધુ મીઠી અને તર્ક શુદ્ધ એવી સૂરિજીની વાણી સાંભળતાં રાજા એટલો તો પ્રસન્ન અને પુલકિત થયો કે તેણે ત્યાં ને ત્યાં જૈન ધર્મનો સ્વીકાર કર્યો. શ્રાવકનાં વ્રત પણ ગ્રહણ કર્યાં, અને શિવકેતુની ભવ્ય દીક્ષાયાત્રા કાઢીને તે જ દિવસે તેને દીક્ષા પણ તેણે અપાવી.
પણ દીક્ષા અપાવ્યા બાદ રાજાએ સૂરિજીને એક વિનંતિ કરીઃ ભગવંત! આ અમારા શિવકેતુ-મુનિનું આયુષ્ય સાત ટૂંકું છે એમ આપે ફરમાવ્યું છે. તો અમારી ભાવના છે કે તેની અંતિમ આરાધના ભલે અહીં જ અમારી નજર સામે જ થતી. માટે આપ કૃપા કરીને શિવકેતુ મુનિની અંતિમ સમાધિ સુધી અહીં જ સ્થિરતા કરો!
સૂરિ ભગવંતે રાજાની એ માંગણી સ્વીકારી લીધી, અને તેઓ ત્યાં જ સ્થિરતા કરી ગયા.
બાળ શિવકેતુ મુનિ સંયમની આરાધનામાં ખૂંપી ગયા છે. સ્થવિર શ્રમણ ભગવંતો તેને સાધુક્રિયા શીખવે છે.
–
ગુરુભગવંતો તેને શ્રુતજ્ઞાન શીખવાડે છે.
જોતજોતામાં સમિતિ અને ગુપ્તિના પાલનમાં તેનું મન જામી ગયું. દશ પ્રકારના સાધુધર્મમાં તે ઓતપ્રોત થઈ ગયો.
તેની આ તત્પરતા અને ક્ષમતાથી ગુરુભગવંતો પણ અતિ પ્રસન્ન
છે.
રાજા અને પુરોહિત પણ પરિવાર સાથે નિત્ય વંદનાર્થે આવે છે. ધર્મોપદેશ શ્રવણ કરે છે. શિવકેતુને અને તેની સાધનાને નિરખે છે અને હરખાતાંહરખાતાં પાછા ઘેર જાય છે.
Jain Education International
શિવકેતુ મુનિના ભાવો પણ અતિશય ઉલ્લસિત છે.
તેમને દીક્ષાદિનથી જ ઉત્કૃષ્ટ તપધર્મની આરાધનાના મનોરથ થવા માંડ્યા છે. ઓછા સમયમાં ઊંચી આરાધના કરવાનું તેમના હૈયામાં બરાબર વસી ગયું છે. તેમણે ગુરુજીની અનુમતિ લઈને છઠ્ઠ અને અઠ્ઠમ જેવા, તેમની ઉંમરની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ગણાય તેવા તપ આદર્યાં. અઠ્ઠમ કરે પણ પા૨ણે આંબેલ હોય.
For Private & Personal Use Only
www.jainelibrary.org