________________
- ૨૧૬ જ
સમરું પલપલ રાવત નામ
ઉપર મેં મૂઢની માફક એકપક્ષીય અનરાગ બાંધ્યો એ મારી પહેલી ભૂલ. વળી, જે સૈન્ય અશિક્ષિત અને અણઘડ હતું તે પણ હું શત્રુને હરાવવા ને બંધનગ્રસ્ત બનાવવા લઈ આવ્યો - એ મારી બીજી ભૂલ; આ સૈન્યને કારણે જ આજે હું બંધનમાં સબડી રહ્યો છું. છળ-પ્રપંચ રચવા ગયો ખરો, અને સાથે સાથે મારી યોજનાની સામા પક્ષને ખબર પડે જ નહિ તેવું માનતો રહ્યો, એ મારી ત્રીજી ભૂલ. બન્યું કેવું? મારા છળપ્રપંચો બધા જ શ્રીવર્મ જાણી શક્યો, અને એની એક નાની સરખી પણ ચાલ હું કળી ન જ શક્યો! ખરી વાત તો એ છે કે શ્રીવર્મ, પ્રજ્ઞાથી અને પુણ્યમાં મારાં કરતાં નિશ્ચ સવાયો સાબિત થયો છે. એની સાથે વિરોધ કર્યો એ પણ મારી મોટી ભૂલ જ હતી. હજી પણ મારે એની સાથે વિપરીત વર્તવાનું છોડવું જ જોઈએ. એકવાર ભીંત સાથે ઠેબાયા પછી આંધળો પણ ફરી તે તરફ ન જ જાય, તો મારે સમજવું ન જોઈએ?”
સુદર્શન આવી વિચારણામાં તલ્લીન બેઠો હતો, ત્યાં જ ગૃહપાળે આવીને તેને આર્જવપૂર્ણ સ્વરે કહ્યું : કુમાર! આપના માટે અમારા કુમારશ્રીએ ભોજન મોકલ્યું છે સ્વીકાર કરો એવી મારી વિજ્ઞપ્તિ
સુદર્શને પૂછ્યું : પગમાં બેડી સાથે જ ભોજન લેવાની આજ્ઞા છે? કે છોડવાની સૂચના આપી છે?
ગૃહપાળ : અમને બીજી કોઈ જ સૂચના મળી નથી. અને એ ન મળે ત્યાં સુધી અમે બેડી કેમ છોડી શકીએ? પણ કુમાર! આપ મનમાં કશો ખેદ લાવો નહિ, ને અત્યારે ભોજન લઈ લ્યો તો
સારું.
સુદર્શન : હવે મારા મનમાં કોઈ જ ખેદ રહ્યો નથી, ભાઈ! મેં તો અમસ્તું જ તમને પૂછી લીધું. બાકી તો મારા જેવા અપકાર કરનારા જણ માટે પણ આટલી બધી ચિંતા સેવનારા ને આ રીતે ભોજન મોકલનારા શ્રીવર્મકુમાર ઉપર મને ભારે આદર જાગવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org