SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવર્ગ જ ર૧૫ આવું મનમોહક રૂપ! આટલું બધું નિરૂપમ સૌંદર્ય! આવું અદ્ભુત વ્યક્તિત્વ ક્ષણભર તે પોતાની ફરજને જ નહિ, જાતને પણ જાણે કે વીસરી ગયો! પણ વળતી જ પળે તેણે સંતુલન મેળવી લીધું. તરત પોતાની પત્ની વીરમતીને અંતઃપુરમાંથી બોલાવી મંગાવી, અને વસંતશ્રીનો હવાલો તેને સોંપી દીધો. પરસ્પર પરિચયવિધિ, સ્વાગતવિધિ વગેરે પતતાં જ બધાં ભોજન માટે બેઠાં. પણ જેવાં બેઠાં કે શ્રીવર્ગને સાંભર્યું : સુદર્શન અને તેના માણસોનું શું થયું હશે? જમ્યા હશે કે નહિ? તે તરત રણસિંહ સામે ફર્યો ને સુદર્શન વગેરેના ભોજન અંગે પૂછવા માંડ્યું. રણસિંહે કહ્યું : કુમાર! એ લોકો પાસે ભોજન લઈને ગયા, પણ એ તો કહે કે પગમાં બેડી છે ત્યાં સુધી અમે ભોજન નહિ લઈએ. છોડો તો જ લઈશું. આમાં આપણે શું કરી શકીએ? - કુમાર : આમ ન ચાલે. એમને સમજાવીને પણ જમાડો. અને હઠ ન જ છોડે તો છેવટે બેડી કાઢીને પણ જમાડો તો ખરા જ. માત્ર તે લોકો ભાગી ન જાય તેની જરા ચીવટ લેવાની. રણસિંહે તે આદેશનો તત્કાલ અમલ કર્યો, ને પોતાના ખાસ માણસો દ્વારા વીરપાળને ત્યાંની જ ઉત્તમ ભોજન સામગ્રી કારાગારના ગૃહપાળ પર મોકલી, ને સુદર્શન વગેરેને જમાડવાની કુમારની આજ્ઞા પણ જણાવી. ગૃહપાળ આ બધું લઈને સુદર્શન પાસે પહોંચ્યો, ત્યારે એકલો અટૂલો લમણે હાથ મૂકીને બેઠેલો સુદર્શન ગમગીન ચહેરે ઘેરી ચિંતામાં ગરકાવ હતો. તેના મનમાં કાંઈક આવું ઘમસાણ ચાલી રહ્યું હતું : “ હે ભગવાન! કર્મની વિડંબના કેવી ગહન છે! મેં શું ધાર્યું હતું ને શું બની ગયું? હું શ્રીવર્મનું અનિષ્ટ કરવા ગયો, તો મારું જ અનિષ્ટ થઈ ગયું. “જેવું ચાહો અવરનું, તેવું પોતાનું થાય - આ લોકોક્તિ મારા સંદર્ભમાં તો સાવ સાચી ઠરી. આમાં ભૂલ તો મારી જ ગણાય ને! અન્ય ઉપર રાગ ધરાવનારી સ્ત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy