________________
–
શીવમાં
૨૪૫
લઈ લેવાનો હવે કોઈ સવાલ જ નથી. માટે એ ધાસ્તી તજી દો, ને જે હોય તે કહો.
રાજા તરફથી આટલી ખાતરી મળતાં જ કુમાર બોલ્યો : મહારાજ! આ પદાર્થ વાસ્તવમાં રત્ન નહિ, પણ લોખંડનો એક મજાનો ટુકડો છે, ને એ કોઈ ખાણમાંથી નીકળેલો છે. - રાજા તો ડઘાઈ જ ગયા, આ સાંભળીને. તેમણે દલીલ કરી: તો લોખંડના ટુકડાને આવા પહેલ-પાસા કેવી રીતે પડી શકે? અથવા જેણે એ પાડ્યા હશે તેનું કૌશલ્ય કેટલું અદ્ભુત હશે? - કુમાર કહે મહારાજ! આ ટુકડો આવો પાસાદાર જ લોઢાની ખાણમાંથી જડ્યો હોવો જોઈએ, કોઈએ આને ઘાટ આપ્યો નથી જણાતો.
રાજા : તો પેલા વેપારીને આની ખબર નહિ હોય કે વેચવા નીકળ્યો?
કુમાર : ખબર હોય જ. રાજા : તો એ પાંચ હજાર મુદ્રા શું કરવા લે? રાજાને કાંઈ એ છેતરે તો નહિ જ.
કુમાર : એણે આપની પ્રસાદી સમજી ને મુદ્રાઓ લીધી છે મહારાજ! બાકી એણે ક્યાં કિંમત માગી હતી કે ઠરાવી હતી?
રાજા માથું ખંજવાળવા માંડ્યા. કુમારની વાત સાચી હતી. પણ મન માનવા તૈયાર કેમ થાય? કહે : તમે કહો છો તે સાચું કેમ માનું પરીક્ષા બતાવો.
કુમાર કહે : એક કામ કરો. તાજા મીઠાથી ભરેલું એક વાસણ મંગાવો, ને થોડુંક તેલ મંગાવી આપો. પછી હું પરખ બતાવું.
ગણતરીની પળોમાં બધું હાજર.
કુમારે કહ્યું : આ રત્નને બરાબર તેલ ચોપડો, ને પછી તેને આ મીઠામાં ખૂપાવી દો. એમાં એક અહોરાત્ર રાખો. કાલે આ સમયે બહાર કાઢજો. જો રત્ન પર કાટ લાગ્યો હોય તો જાણજો કે મારી વાત સાચી. કાટ ન લાગે તો માનજો કે આ સાચું રત્ન
Jaip Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org