________________
૧૩૨ ૪
સમરું પલપલ સતત નામ
આ પછી રાજાએ વિચાર્યું કે નગરમાં સેંકડો દેરાસર છે. રોજ એકેકની આમ પૂજા કરવા જઈશું તો રાજવહીવટ ખોરવાઈ જશે. એટલે તેણે જિનમિત્ર દ્વારા કામરતિને સમજાવીને એવી ગોઠવણી કરી કે એક દેરાસરમાં રાજા-રાણી જાતે પૂજા કરે, ને બાકીનાં તમામ મંદિરોમાં એકેક મંદિરે એકેક રાણીને મોકલવી, અને એ રીતે એક જ દિવસમાં પાંચસોયે દેરાસરોમાં પૂજા રચાવી દેવી. જેથી સ્વપ્નનું અનુસરણ પણ થયું ગણાય, ને દિવસવ્યય પણ બચે.
એમ જ થયું.
કામરતિ દેવી પ્રસન્ન છે.
રાજાજીની સ્વસ્થતા-પ્રાપ્તિના હર્ષમાં ભાઈના વિરહનું દુઃખ ગૌણ બની ગયું છે.
હવે તો તેનું એક જ લક્ષ્ય છેઃ ગર્ભની જાળવણી. ગર્ભને લેશ પણ હાનિ ન પહોંચે તેની તે પૂરી તકેદારી રાખે છે.
એમ કરતાં નવ માસ પૂરા થયા, ને એક શુભ લગ્ન તેણે પુત્રને જન્મ આપ્યો.
વધામણી, જન્મોત્સવ ને નામકરણવિધિ બધું તેના ક્રમ પ્રમાણે થયું. સૂર્યના સ્વપ્નથી સૂચવાયેલા પુત્રનું નામ પાડવું પ્રતાપદેવ.
પાંચ ધાવમાતા દ્વારા પુત્રનું લાલન-પાલન; આઠ વર્ષે કલાચાર્ય સમીપે વિદ્યાભ્યાસ; યૌવન ફૂટતાં લાયક રાજકન્યાઓ સાથે લગ્નવિધિ અને યુવરાજપદ કુમારની સ્થાપના વગેરે કર્તવ્યો યોગ્ય રીતે થતાં ગયાં.
વજકુંડલ રાજાનું મન હવે વૈરાગ્યની દિશામાં ઢળવા માંડ્યું. આમ પણ કામદેવના અપમૃત્યુની ઘટનાએ તેને વિચલિત તો કરી જ મૂકેલો; સંસારની ખતરનાક અસારતા તેને તે વખતે જ સમજાઈ ચુકેલી. પરંતુ અનેક કારણોવશ તે સંસારથી બહાર નીકળી નહિ શકેલો. હવે, કુમાર પ્રતાપદેવ સક્ષમ જણાતાં જ તેના મનમાં મનોરથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org