________________
૩૮
સમરું પલપલ સવત નામ –
નામ ઉપરથી “કુબેરદત્ત રાખીશ. દેવી કૃપા કરજો, ને મારી મન કામના પૂરી કરજો.”
કોણ જાણે કેમ, પણ આ માનતા માની લીધા પછી રાજાના હૈયામાં ન વર્ણવી શકાય તેવી હળવાશ વર્તાવા માંડી. તેનો ભાર અને તેનો ઝુરાપો ઓછો થઈ ગયો. તેની આસ્થાએ જાણે તેને સમજાવ્યો કે હવે તું એકલો નથી, યક્ષરાજ ખુદ તારી ચિંતામાં સહભાગી છે.
અને કુદરતની કરામત તો જુઓ, થોડા જ દહાડામાં રાણીજીને રાત્રે સ્વપ્ન આવ્યું. એમાં એમણે સઘળા શણગાર સજેલા કુબેર યક્ષરાજને આશીષ આપતાં નિહાળ્યાં. રાણી ધ ધન્ય!
સવારે રાજાજીને વાત કરીએ તો રાજાજી પણ ખુશખુશાલ. તે સમજી ગયા કે માનતા માની તેનો આ જવાબ મળી રહ્યો છે. તેમણે સ્વપ્ન ફળ વર્ણવતાં રાણીને કહ્યું:દેવી! કુબેર યક્ષ જેવો રૂપાળો, ઐશ્વર્યવાન અને શ્રેષ્ઠ ગુણસંપન્ન એવો પુત્ર તમને થશે.
રાણીની આંખો હર્ષથી છલકાઈ ઊઠી. તેણે શુકનની ગાંઠ બાંધી.
શિવકેતુનો આત્મા.
પહેલાં અણમાનીતો પુરોહિત-પુત્ર, પછી આરાધક બાળમુનિ, અને છેવટે સૌધર્મ દેવલોકનો સોહામણો દેવ.
દેવભવની તેની આવરદા પૂરી થઈ.
પૂરી થતાં જ તે ત્યાંથી ચ્યવન પામીને રાણી વિશ્વકાન્તાની કૂખમાં પુત્ર તરીકે અવતર્યો.
પહેલાં સ્વપ્નદર્શનથી, અને પછી પોતાના ઉદરમાં બાળક ઉછરી રહ્યું હોવાના અહેસાસથી રાણી પ્રસન્ન છે. પૂરી કાળજીથી તે ગર્ભની માવજત કરી રહ્યાં છે. ગર્ભમાં આવેલા આત્માના પ્રભાવથી તેમને કોઈ કષ્ટ પણ પડતું નથી.
ગર્ભમાં કેવો જીવ અવતર્યો છે તેની ખબર ગર્ભવતી માતાને કેવા દોહલા-મનોરથો થાય છે તે પરથી પડી જાય. * કોઈ ખરાબ જીવ આવ્યો હોય તો માતાને ન કહી શકાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org