________________
૨૫૪ સમરું પલપલ સુવ્રત નામ
કરિયાવર અને મોટો રસાલો, પોતાનું જબ્બર સૈન્ય –આ બધા વૈભવ સહિત અવિરત પ્રયાણ કરતો તે ચંદ્રપુરે પહોંચ્યો, ત્યારે રાજા નરપુંગવે પોતાના વિજ્યી દીકરાનું અતિભવ્ય સામૈયું કર્યું. પિતા હોવા છતાં તે તેને લેવા સામે ગયા. નગરજનો તો હિલોળે જ ચડવા જાણે! પોતાનો માનીતો અને લાડીલો રાજકુમાર ઘણા મહિના પછી પાછો આવતો હતો, તે પણ વિજ્ય અને વૈભવથી વિભૂષિત થઈને; એટલે ચંદ્રપુરની જનતાના ઉમંગનો કોઈ પાર ન હતો. ભવ્ય સ્વાગતયાત્રા, પરિવા૨-મિલન, નગરજનો, મહાજનો તેમજ સામંતો-મંડલેશ્વરો વગેરે દ્વારા વધામણાં, સર્વત્ર નાચ-ગાન-મુજરા અને આનંદ-પ્રમોદથી છલકાતું વાતાવરણ આ બધાંમાં કેટલાક દિવસ વ્યતીત થયા; પછી બધું થાળે પડતાં જ કુમાર પિતાજી સાથે પુનઃ રાજવહીવટમાં જોડાઈ ગયો.
Jain Education International
-
અહીંયા પણ એક વિચિત્ર બનાવ બન્યો.
કાંચીપુરીની એક અનુપમ નર્તકી કામસેના પોતાના વૃંદ સાથે ચંદ્રપુરે આવી. તેણે તેનું નૃત્ય પ્રદર્શિત કરવાની પરવાનગી માગતાં રાજાએ કુમારને સૂચવીને તેનો ખાસ કાર્યક્રમ યોજાવ્યો.
નિયત દિવસે નૃત્યસભા યોજાઈ. પ્રેક્ષકોથી છલકાઈ ઊઠેલા સભામંડપમાં કામસેનાએ પોતાના વૃંદ સાથે સ્થાન લઈ, પૂર્વતૈયારીઓ કરી લીધી. પછી રાજાની આજ્ઞા થતાં જ નૃત્ય આરંભ્યું.
એક પછી એક, એણે એવાં અદ્ભુત નૃત્યો કરવા માંડવાં, કે આખી સભા મંત્રમુગ્ધ બનીને નિરખતી જ રહી, નિરખતી જ રહી.
બધું બરાબર ચાલ્યે જતું હતું, ત્યાં એક નાનકડી પણ ધ્યાનાકર્ષક વાત બની. રાજાજીની સભામાં એક કલાવંત એવો પરદેશી નટ બેઠેલો. રાજાએ જ તેને વસાવેલો. તે યુવાન હતો, રૂપવંત હતો, ને સાથે સાથે સંગીત તેમ જ નૃત્યની કલાઓનો મર્મજ્ઞ પણ હતો. કામસેનાના ચાલુ નૃત્ય દરમ્યાન એકાએક શું બન્યું કે તે નટે પોતે પરિધાન કરેલું નવું નકોર અંગવસ્ત્ર કામસેના
For Private & Personal Use Only
www.jainelibrary.org