SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ —— – ૨૬ ૨ સમરું પલપલ સતત નામ – ભગવંતના ચરણોમાં જીવન સમર્પિત કરીને ચારિત્ર અંગીકાર કર્યું. તેની સાથે તેના કેટલાક સામંતો, મંત્રીઓ તથા સેવકોએ તેમ જ વસંતશ્રી વગેરે રાણીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાદિવસથી જ શ્રીવર્ગ રાજર્ષિ, સ્થવિર શ્રમણો પાસે શિક્ષા ગ્રહણ કરવામાં મશગૂલ થઈ ગયા. એક બાજુથી આચાર પાલનની શિક્ષા લે, તો બીજી તરફથી આગમો અને શાસ્ત્રોના પાઠ પણ લેવા માંડ્યા. આ બધામાં તેઓ એવા તો તન્મય બની ગયા કે પછી કીર્તિવમાં કે પોતાની પવવસ્થાની રાણીઓ વગેરે આવે, આવીને તેમની સામે બેસી રહે, તો પણ તેમની સામે ના પણ ન કરે, બોલવાની તો વાત જ શેની આવે? બહુ થાય તો ધર્મલાભ' શબ્દ સંભળાવી દે. પણ તેથી વિશેષ કાંઈ જ ન બોલતા. પછી તો ત્યાંથી વિહાર થયો. તે દહાડે તેઓ અગ્યાર અંગોના જ્ઞાતા પણ બની ગયા. ઉંમરના વધવા સાથે તેમનો અપ્રમત્તભાવ તેમ જ આરાધકભાવ પણ વધ્યે જ જતો હતો. એમને સતત નવી નવી આરાધના કરવાનું મન થયા જ કરતું, ને ગુરુજનોની દોરવણી પ્રમાણે તેઓ નિતનવી ધર્મસાધનામાં પરોવાયે જ જતા. એક દહાડો તેમને એવો પરિણામ જાગ્યો કે એક તો મેં મોટી ઉમરે દીક્ષા લીધી છે, એટલે સમયના વહેવા સાથે મારી શક્તિનો પણ હૃાસ જ થતો જાય છે. તો હમણાં હજી પણ થોડીઘણી શક્તિ બચી છે. તો તેનો લાભ હું લઈ લઉં, અને તપશ્ચર્યામાં તથા વૈયાવચ્ચમાં ખૂંપી જઉં તો કેવું સારું તેમણે આ ભાવ ગુરુભગવંતને જણાવ્યો. ગુરુભગવંતે જ્ઞાનબળે જાણીને તેમને કહ્યું કે ભાઈ, તમારી આવરદા હવે પાંચેક વર્ષની જ શેષ છે. એ ગાળામાં તમે આ બધું કરવાનું વિચારતા હો તો તે યોગ્ય જ છે. પરંતુ તે પહેલાં તમે એક કામ કરો. આ વખતે ચંદ્રપુર નગરે ચાતુર્માસ રહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy