SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવર્ગ ૨૬૩ આવો. તમારા જવાથી રાજા કીર્તિવમાં વગેરેને સંતોષ વળશે; તે બધાં ધર્મમાં જોડાશે પણ ખરા. પછી ત્યાંથી પાછા આવીને તમારો મનોરથ પૂરો કરી શકાશે. શ્રીવર્ગ મુનિ વિચારમાં પડી ગયા. તેમને થયું કે જેનો ત્યાગ કર્યો ત્યાં જવાનું ને એ બધાંને મળવાનું મને શું પ્રયોજન છે? એ બધાં ઊલટાના અને આરાધનાના પંથે આગળ વધવામાં અવરોધરૂપ બનશે! પણ ના, ગુરુભગવંત આજ્ઞા કરે છે, તેનું ઉત્થાપન પણ કેમ કરાય? તેઓની આજ્ઞા છે તો એક વાર જઈ જ આવું. તેઓ ગયા. ચંદ્રપુરમાં ચોમાસું રહ્યા. રાજા અને પ્રજાને ધર્મમાં જોડ્યા. બધાંને સંતોષ પમાડ્યો. છેવટે સૌ સાથે ખમતખામણાં કર્યો ને સૌની અનુમતિ મેળવીને ચોમાસું પતતાં જ ગુરુનિશ્રામાં આવી પહોંચ્યા. તેમને માટે હવે એક એક પળ લાખેણી હતી, ને એકેકો દિવસ મહામૂલો હતો. ગુરુભગવંતની નિશ્રામાં પહોંચતાં જ તેમણે ગુરુમુખે અભિગ્રહ રહ્યો ઃ હવેથી મારે ઓછામાં ઓછો અઠ્ઠમ તપ જ કરવાનો. તેના પારણે આંબેલ કરીશ. આમાં મને મન થશે ત્યારે ચાર-આઠ ઈત્યાદિ ઉપવાસ પણ કરીશ; પણ તેના પણ પારણે તો આંબેલ જ. આ તપસાધનાના કાળમાં બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી આદિ નાના-મોટા મુનિવરોની અપ્રમત્તભાવે અવિરત વૈયાવચ્ચ હું કરીશ, ને તેમાં જ મારો સમય વીતાવીશ. જેટલા ઉમળકાથી તેમણે આ અભિગ્રહ લીધો, તેથી અનેકગણા આનંદોલ્લાસપૂર્વક તેમણે તેનું પાલન આદરી દીધું. અભિગ્રહ-પાલનના આ ગાળામાં જ તેમણે અÉવાત્સલ્ય આદિ વીસ સ્થાનક-પદોની, ભાવદયા નીતરતી. અભુત આરાધના પણ કરી; અને એ દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy