________________
શ્રીવર્ગ
છે ૧૪૧
પરંપરાથી અમારા પૂર્વજોને વિદ્યા અને કળાઓનું શિક્ષણ આપતાં આવ્યા છે. હું પણ તમારા પિતાશ્રી પાસે જ શિક્ષા પામ્યો છું. હવે મારા લાડલા કુમાર શ્રીવર્મને તમારી પાસે અધ્યયનાર્થે મૂકવાનો મારો વિચાર થયો છે. તમે સંમત થતા હો તો શુભ મુહૂર્તે હું જાતે આવીને તેને તમને સોંપી જઉં. મારી એટલી જ મનીષા છે કે મારો દીકરો જ્ઞાનસમૃદ્ધ તો બને જ, સાથેસાથે ગુણો વડે પણ તે સંપન્ન બને તેવો તમે તેને કેળવો.'
જયશમએ રાજાની તે ભાવનાને પ્રેમપૂર્વક વધાવી લીધી, ને ઉચિત જણાય તે પળે રાજકુમારને પોતાને ત્યાં લાવવાની સંમતિ દર્શાવી વિદાય લીધી.
રાજાએ તત્કાલ રાજ્યોતિષીને તેડ્યા, ને ઉત્તમ તિથિ-વારકરણ-નક્ષત્ર-યોગ ને લગ્ન – આ તમામની શુદ્ધિ ધરાવતું શુભ મુહૂર્ત જોવડાવ્યું. એ મુહૂર્ત નક્કી થતાં જ જયશમને આગોતરી જાણ કરી દીધી કે અમુક દિવસે અમે તમારે ત્યાં કુમારને સોંપવા માટે આવીશું.
મુહૂર્તના મંગલદિને રાજકુમારને હરાવી, ગોશીષચંદનના વિલેપન કરવામાં આવ્યાં. વિદ્યાભ્યાસી નિશાળિયાને ઉચિત વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં. ગળે શ્વેત પુષ્પોની માળા, મોતીનો હાર અને અંગે મૂલ્યવાન પરંતુ અલ્પ આભૂષણો - આ બધાંથી તેને શણગારવામાં આવ્યો. આ પછી રાજા સ્વયે પોતાના પટ્ટહાથી પર આરૂઢ થયા અને કુમારને પોતાની ગોદમાં લઈને બેઠા.
બે પડખે ચામરો ઢળાઈ રહ્યા છે. મસ્તકે છત્ર ધરવામાં આવ્યું છે. છડીદારો છડી પોકારી રહ્યા છે. આગળ ઢોલ શરણાઈ અને મંગલ વાજિંત્રો બજી રહ્યાં છે. પાછળ સામંતો, મંત્રીઓ, રાજપરિવાર, મંડલેશ્વરો અને સુભટવર્ગ પોતપોતાનાં હાથી, ઘોડા, રથ ઈત્યાદિ વાહનો પર સવાર થઈને રાજાજીને અનુસરી રહ્યા છે. સેવકો હાથમાં વિવિધ પકવાન્નો, ફળો, મેવા અને અન્ય ઉત્તમ દ્રવ્યોના ઢાંકેલા થાળ લઈને ચાલી રહ્યા છે. પછવાડે રાણી પુણ્યશ્રી અને અન્ય અંતેઉર પણ મેના-પાલખીઓમાં આરૂઢ થઈને આવી રહ્યું છે.
મોટા થઇને
અને અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org