________________
વર્મ
જ
૨૫૧
વિવિધ ક્રીડાઓ વગેરેમાં તે પરોવાયો.
એક દિવસની વાત છે. રાજસભા ભરાઈ હતી. વહીવટી કાર્યો પતી ગયાં હતાં, ને આનંદનવિનોદ ચાલી રહ્યો હતો. એમાં અચાનક રાજા શૂરપાળે કુમારને કહ્યું : કુમાર! અમે એક મરકતમણિ ખરીદ્યો છે. બહુ ઉત્તમ કોટિનો દીસે છે ને ઘણો મોટો છે. તેની વિશેષતા એ છે કે તેમાં અંદરથી જ ચતુર્ભુજા ગજલક્ષ્મીની આકૃતિ દેખાય છે. કોઈ કોતરણી નથી, પણ એ રત્નમાં જ આપોઆપ આવી આકૃતિ ઊપસે છે. એના એક લાખ સોનૈયા ચૂકવ્યા છે. પણ એનો બીજો કોઈ ઉપયોગ ન કરતાં પૂજામાં જ એને પધરાવ્યો છે.
મહાબળ રાજાના દરબારમાં તમે વજરત્નની પરીક્ષા કરી આપ્યાનો પ્રસંગ અમારા જાણવામાં આવ્યો છે. એ રીતે આ મણિની પણ પરીક્ષા કરી આપો ને. અમને એટલું જ કૌતુક છે કે મણિમાં આવો આકાર કયા કારણે ઊપસતો હશે? તમે કહો તો જોવા મંગાવું.
કુમારે સંમતિ દર્શાવતાં જ રાજાએ મણિ ત્યાં મંગાવ્યો.
કુમારે સૂક્ષ્મ દૃષ્ટિએ તે મણિની જાંચ-પડતાળ કરી. પછી હળવે રહીને પૂછ્યું : મહારાજ! આ મણિ નકલી પુરવાર થાય તો શું
કરશો?
રાજાઃ કુમાર! સાચું બોલો છો કે હાંસી કરો છો?
કુમાર : દેવા આપ તો મારા પિતાતુલ્ય છો. આપની હાંસી કેમ કરું?
રાજા : કુમાર! તમને એવું લાગે તેવું વિના સંકોચે કહો. વાંધો
નથી.
- કુમારે કહ્યું : દેવ! તો સાંભળી લો, આ મણિ કૃત્રિમ છે. સાચો
જાતવંત મણિ નથી. અને એમાં દેખાતી લક્ષ્મી પ્રતિમા, તે તો સ્ફટિક રત્નની ઘડેલી દેવીની આકૃતિ અંદર ગોઠવવામાં આવી છે.
સભામાં ક્ષણાર્ધ માટે સન્નાટો છવાઈ ગયો. રાજાના હૈયા પર તો જાણે પથરો જ પડ્યો ! શું બોલવું ને સમજવું એની પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org