________________
૨૫૦
સમરે પલપલ રાવત નામ -
રહસ્યની વાત જાણ્યા વિના નહિ રહે. ને તો રાજાજીની આબરુને ધક્કો લાગ્યા વિના નહિ જ રહે. મંત્રીશ્વરા નથી લાગતું કે તમારા નિર્ણયથી તમારી જ જંઘા ઉઘાડી પાડવા જેવું થવાનું?
મંત્રીને કુમારની વાતોમાં વાજબીપણું વરતાયું. તેણે તેનો તે જ પળે સ્વીકાર કર્યો, ને પોતાના પૂર્વગ્રહો પડતા મૂક્યા. ત્યાંથી તે ઊઠીને સીધો રાજા પાસે ગયો, ને બધી વાતો કહેવાપૂર્વક પોતાનો ને કુમારનો નિર્ણય જણાવ્યો કે સુદર્શનને જ ઉત્તરાધિકારી બનાવવી.
રાજાએ જાતે બધી વાતો સાંભળી હતી. કુમારની પરિણત પ્રજ્ઞાનો ચમકારો તેણે બરાબર અનુભવ્યો હતો. એટલે તેણે તે વાત સ્વીકારી, અને તે જ વખતે સુદર્શનને પ્રેમપૂર્વક તેડાવીને પુનઃ યુવરાજપદે સ્થાપી દીધો. - શ્રીવમ કુમારે, આ પછી, સુદર્શનને પોતે જીત્યો ત્યારે તેની જે જે સામગ્રી તથા હાથીઓ, અશ્વો વગેરે કબજે કરેલાં ને આજ પર્યત સાચવેલાં, તે બધું તેને પાછું સોંપ્યું ને પછી પોતે રાજાજીની તથા સુદર્શનની અનુમતિ લઈને ત્યાંથી શૂરપાળ રાજાના સારિવદ્ર નગર પ્રતિ સંચર્યો.
સારિવદ્ર નગર. શૂરપાળ રાજા. વીરપાળ તેનો યુવરાજ.
ગુલખેડપુરના પ્રસંગ પછી વીરપાળ પણ શ્રીવર્મનો ચાહક અને મિત્ર બની ગયેલો. રાજા શૂરપાળ પણ શ્રીવર્મનાં ગુણગાન સાંભળીને મનોમન વિશેષ આકર્ષણ અનુભવતા હતા. શ્રીવર્ગને તેમણે પોતાને ત્યાં આવવાનું નિમંત્રણ તો આપેલું જ. શ્રીવર્ગ પણ, તે વેળાએ આપેલા વાયદા પ્રમાણે ત્યાં આવી પહોંચતાં રાજાને અપાર હર્ષ થયો. - શ્રીવર્મનો તેમણે ભવ્ય નગરપ્રવેશ કરાવ્યો. શ્રીવમેં પણ, બધાં સ્થળોની જેમ જ અહીં પણ, અાલિકા મહોત્સવ અને રથયાત્રાદિ ધર્મઅનુષ્ઠાનો સૌ પ્રથમ કરાવ્યાં. પછી રાજવહીવટ, લોકસંપર્ક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org