SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨ ૨૪૯ ત્યારે મારું શું થશે? એ વિચારે રડું છું દેવા રાજાએ તેને સમજાવી કે તને મારવા આવે, તો તારે મારું નામ આપી દેવું કે મને રાજાએ અપનાવી છે. આટલું કહીશ પછી એ કાંઈ નહિ કરે તને. એ આ વાતની ખાતરી માગે, તો લે આ મારી વીંટી; એને બતાડી દેજે. - રાજા ઘેર પાછા ફર્યા. બાળા મંદિરે ગઈ. ભૂવાએ મારવા તો લીધી જ, પણ વાત સાંભળતાં ને વીંટી જોતાં જ તે પણ સુધરી ગયો, ને બાળાને રાજરાણીની જેમ જાળવવા માંડ્યો. એ બાળા તે પ્રસંગે જ ગર્ભવતી બની. કાળાંતરે ભૂવાએ રાજાને તે વાતની જાણ કરતાં રાજા તેને પોતાની રાણી તરીકે ઘેર લઈ આવ્યા. તેને પૂર માસે જે પુત્ર અવતર્યો. તે જ આ સુદર્શન. રાજાએ તેને મોટો કર્યો, ભણાવ્યો, ને પછી મારી ના છતાં તેને યુવરાજ બનાવ્યો. મંત્રી કહે : કુમાર! જાત વિના ભાત કેમ પડે? સુદર્શન અંતે ઉદ્ધત જ પાક્યો, અને આજે તો તે રાજાજીના મન પરથી સાવ જ ઊતરી ગયો છે. તમે જ કહો આવા અવિનયી, હીન જાતિવાળા ને ઉદંડ માણસને રાજગાદી કેમ સોંપાય? કુમાર : તો પ્રિયદર્શના ને હર્ષદવ કોનાં સંતાન? મંત્રી : એ બે પણ આ જ રાણીનાં સંતાન છે, કુમાર! કુમાર : જો બન્નેની માતા એક જ હોય, તો એકને એ કારણે ગાદી ન સોંપાય ને બીજાને એ કારણ હોવા છતાં ય રાજ આપવામાં બાધ નથી - આ કઈ જાતનો વિવેક? આ ક્યાંનો ન્યાય? વાત રહે અવિનયની. તો તે તો મેં સુદર્શનને વિવેકી, વિનયી અને સીધાદોર કરી જ દીધો છે. હવે તેને ખુદને પોતાના ભૂતકાળ પરત્વે ભારોભાર પસ્તાવો છે. વળી, મહત્ત્વની વાત એ છે કે આ બધી વાતો તમારા જેવા અમુક જણ સિવાય કોઈ જાણતું નથી. હવે તમે જ્યારે પાટવી કુમારનો હક છીનવીને બીજાને ગાદી આપશો, તો લોકો આ ગુપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy