________________
- ૨૪૮૦
સમરું પલપલ સવત નામ
-
છે. એની આસપાસ નાનું એવું એક નગર જ વસી ગયું છે, ને તેને ફરતો કિલ્લો પણ છે. ખીંબચપુર નામે તે ઓળખાય છે.
એ ખીંબચદેવીનો એક ભોપો-ભૂવો છે, અને તે પ્રદેશમાં તેની ભારે હાક વાગે છે. બધા તેનાથી ડરે, ને તેનું માને. આવા જ એક તેના આજ્ઞાકારી નાગરિકની એક દીકરી. નામે દુર્લભકા. અત્યંત રૂપાળી, પણ બાળવિધવા.
એના બાપે વિચાર્યું કે આને કોઈ રીતે ઘરઘરણું કરાવવું જ પડે; ઘરમાં ન સંઘરાય; કદીક કલંક આપે. આ વિચાર તેણે પેલા ભૂવાને જણાવ્યો ને તેની સલાહ પૂછી. તો ભૂવો કહેઃ તારી દીકરીની ચિંતા મારે માથે છોડી દે. હું મારી મેળે તેને યોગ્ય પાત્ર સાથે વરાવી દઈશ. હમણાં તેને મારી પાસે મોકલતો રહેજે.
પેલાને આ વાત રુચી તો નહિ, પણ માતાજીના ભૂવાનો ડર ઘણો તેથી તેની વાતને નકારી ન શક્યો.
હવે ભૂવાની નજર એ દીકરી ઉપર બગડેલી. એ આમ તો તેને દીકરી, દીકરી' કર્યા કરે, પણ દાનત બૂરી હતી. પરંતુ લોકલાજે તે તેનો ઉપયોગ ન કરી શકતો. માત્ર પોતાની પાસે કાયમ રાખે, ને વેઠ-વૈતરાં કરાવ્યા કરે. તે તેને ખાવા-પીવા કે સારાં કપડાં વગેરે પહેરવા પણ ન આપે. આપે તો હલકું આપે. તેને સતત ફડક કે આને કોઈ ઉપાડી જશે તો?
પણ એક દહાડો ન બનવાનું બનીને જ રહ્યું. દુર્લભિકા જંગલમાં છાણાં વીણવા ફરતી હતી, અને તે જ વખતે અમારા મહાબળ રાજા તે રસ્તે શિકારે નીકળ્યા. તેમની નજર આ બાળા પર પડી ને તેઓ તેના પર મોહી પડ્યા. શિકાર પડતો મૂકીને ત્યાં જ તેમણે બાળા સાથે કામક્રીડા આચરી. પણ એ દરમિયાન તેમણે તેનો પાકો પરિચય પણ મેળવી લીધો.
થોડીવારે રાજા ત્યાંથી પાછો ફરવા સજ્જ થયો, તો તે બાળાની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. રાજાએ કારણ પૂછતાં તેણે કહ્યું કે માતાજીનો ભૂવો મને આવી દશામાં જોશે તો બહુ મારશે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org