________________
- ૨૨
સમરું પલપલ સતત નામ –
પણ મારે એ સમજવું છે કે આ “ધર્મ એટલે શું? ધર્મ ધોળો છે? પીળો છે? કેવો છે? અર્થાત્ તેનું સ્વરૂપ શું? તે સમજાય તો તેના આધારે થતી ક્રિયાની યથાર્થતા પણ સિદ્ધ થઈ શકે. માટે પિતાજી, પહેલાં ધર્મ કોને કહેવાય તે મને સમજાવો.
વિશ્વભૂતિઃ એમાં તે વળી શું પૂછવાનું? આપણે જે કરીએ છીએ તે ધર્મ. યજ્ઞ તે ધર્મ, અગ્નિહોમ તે ધર્મ, વેદાધ્યયન તે ધર્મ, બ્રાહ્મણોચિત તમામ કરણી તે ધર્મ. આટલું ય આવડ્યું નહિ. અલ્યા? અને એની સાથે એ પણ સમજી લે કે આ બધું ન કરે અને આનાથી ઊલટું કરે, તે અધર્મ. - શિવકેતુ તો પિતાજી, મારે આપની સાથે અહીં જ મતભેદ પડે છે. મારો આક્ષેપ છે કે આપ “ધર્મ' એવા શબ્દને જાણો છો, પણ તેના પરમાર્થથી સાવ અજાણ જ છો; અને છતાં આપ બીજાને ને બીજાના ધર્મને સમજ્યા વિના જ નિદી રહ્યા છો; તેની મને મોટી નવાઈ ઉપજે છે. આપના જેવા પંડિતજનને આવું કેમ શોભે?
વિશ્વભતિ સ્તબ્ધ. પોતાનો નાનકડો દેખાતો દીકરો આટલો બધો તર્કશાલી અને તત્ત્વની ચર્ચામાં આવા અકથ્ય આત્મવિશ્વાસવાળો હશે તેની તો તેમને કલ્પના પણ નહોતી. અત્યાર સુધી ડંખ, દ્વેષ, અને તિરસ્કારથી છલકાતો તેમનો વર્તાવ હવે જરાક બદલાયો; જોકે ઉપેક્ષા સાવ તો ન જ છૂટે, છતાં કાંઈક હળવાશ જરૂર આવી. તેમણે જરાક મૃદુ અવાજે કહ્યું તો તારું મંતવ્ય એવું છે કે અમને ધર્મના સાચા અર્થની સમજણ નથી; ચાલ, ઘડીભર માટે તારી વાત માની લીધી, પણ તો હવે એક કામ કર, તું અમને ધર્મ નો મર્મ સમજાવ. જોઈએ તો ખરા કે તને કેવુંક સમજાયું છે?
શિવકેતુ આવી તકની જ રાહ જોતો હતો, તેણે તરત જ વાતનો દોર પકડી લીધો : “પિતાજી, ધર્મના પરમાર્થની તો આજ દિન સુધી મને પણ ગમ નહોતી. પણ પેલા જૈન મહારાજશ્રી મને મળ્યા, અને તેમણે મને તે વાત મારા જેવા નાદાન બચ્ચાને સમજાય તેવી
બાળસુલભ ભાષામાં જે સમજાવી, તે જ હું આપની આગળ રજૂ ન કરીશ. તેઓના કહેવા પ્રમાણે ધર્મનું પાયાનું લક્ષણ છે અહિંસા. !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org