________________
શિવકેત
ર૩
સ્થૂલ કે સૂક્ષ્મ કોઈ પણ પ્રકારના જીવને કોઈપણ જાતની ઈજા ન પહોંચાડવી, તેનું નામ અહિંસા, અને તે જ છે યથાર્થ ધર્મ.
વિશ્વભૂતિઃ એમણે આમાં નવું શું કહ્યું? આ વાત તો મૂળ આપણા ધર્મગ્રંથોમાં જ છે. આપણી સ્મૃતિઓ અને પુરાણોમાં કહ્યું જ છે કે કોઈ જીવને હણવા નહિ, તે ધર્મ છે. હા, તને હજી આની ખબર ન હોય તે સ્વાભાવિક છે. - શિવકેતુ: પણ પિતાજી, આપણા ગ્રંથોમાં હિંસાનો નિષેધ કર્યો હોવા છતાં આપણા યજ્ઞોમાં સેંકડો ને હજારો પશુઓનો વધ થાય છે, અને વળી તેને ધર્મ તરીકે ઓળખાવાય છે તેનું શું? વળી, જે અગ્નિ વકરે તો ગામના ગામ બાળીને સાફ કરી નાખી શકે, તેવા અગ્નિની ઘીની તથા અનેક દ્રવ્યોની આહૂતિ આપીને પૂજા કરવામાં આવે છે તેનો શો અર્થ? મને સમજાવશો? - વિશ્વભૂતિ ચૂપ. અહિંસા એ શાસ્ત્રવર્ણિત ધર્મ હોવા છતાં યજ્ઞોના નામે પશુવધ થતો હતો અને તે પાછો ધર્મમાં ખપાવાતો હતો, તેનો ઇન્કાર કરી શકવાની સ્થિતિમાં તે નહોતા જ. પણ તેમની વિવેકપૂત પ્રજ્ઞાને શિવકેતુની દલીલમાં રસ અવશ્ય પડી ગયો, તેથી તેમણે ઇશારા વડે જ સૂચવ્યું:ચાલુ રાખ તારી વાત. - શિવકેત આગળ વધ્યો: પિતાજી, જીવોના ભેદ કેટલા? જીવનું લક્ષણ શું? જીવોનું સ્વરૂપ શું? કયા જીવને કેટલી ઇંદ્રિયો હોય ને કેટલી આવરદા હોય? તે જીવોની કેટકેટલી રીતથી હિંસા થઈ શકે? આ બધી વાતો ક્યાં છે આપણા ગ્રંથોમાં? - પિતાજી, માઠું ન લગાડજો, પણ આપણી પરંપરા તો એવી રહી છે કે જે પ્રકારના કર્મકાંડો કરવા-કરાવવાથી અને ઉપદેશવાથી આપણો જીવનનિર્વાહ રૂડી રીતે થયા કરે, તેવા કર્મકાંડોને જ આપણે ધર્મનો દરજ્જો આપી દીધો છે. એમાં હિંસા-અહિંસાનો કે લાભહાનિનો કોઈ પારમાર્થિક વિચાર આપણે ત્યાં છે? જેમ કે આપણે ત્યાં મૃતાત્માના શ્રાદ્ધના અવસરે પિંડદાનની પ્રથા છે. તેમાં મરનાર આત્માને સ્વર્ગ અથવા મોક્ષ મળે તે માટે બ્રાહ્મણને અનેક પદાર્થો તથા જણસોનું દાન આપવાનું આવશ્યક મનાયું છે. આ શું છે? |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org