________________
૪ · સમરું પલપલ વ્રત નામ
મરનારની ગતિ થાય કે ન થાય તે તો કોણ જોવા જવાનું છે? પણ દાન પામનાર ભૂદેવનું ઘર તો સુખનાં સાધનોથી છલકાઈ જ જવાનું! પાછું આ બધું દાન-પુણ્યના નામે ચાલે છે! પણ મને એ સમજ્યું છે કે આમાં દાનધર્મ ક્યાં છે? આવું દાન આપનારને કે લેનારને પુણ્યનો લાભ કેટલો? મારી દૃષ્ટિએ તો આપનારને ક્ષણિક સંતોષ આપ્યાનો, ને લેનારને થોડોક સમય આનંદ પામ્યાનો; પછી બન્ને દુ:ખી.
વિશ્વભૂતિ શિવકેતનું વાપ્રવાહમાં તણાઈ ચૂક્યા હતા. તેમના મોંમાંથી સહસા ઉદ્ગાર સરી પડ્યાઃ દીકા, દાન દેનાર ને લેનાર બન્ને દુ:ખી શી રીતે થવાના? એ વાત ગળે ન ઊતરી. કાંઈક સ્પષ્ટતા
કર.
શિવકેતુઃ પિતાજી! જુઓ, આપણે પેલાને ભોળવીને તેનું ધન વગેરે પડાવી લઈએ છીએ, એટલે આપણી અવગતિ તો પાકી જ સમજવાની; અને આપનારે પણ પાત્ર-અપાત્રનો તેમજ શું અપાય, શું ન અપાય તેનો વિવેક કેળવ્યા વિના આપ્યું; એટલે પરભવમાં, આવા દાનને લીધે ઉદ્દભવેલાં થોડાંક પુણ્ય વડે તે થોડુંક સુખ જરૂર પામે. પણ પેલા અવિવેકભર્યા આચરણને લીધે તે પુણ્ય એટલું છીછરું હોવાનું અને વળી પાપાચરણો તરફ દોરી જનારું નીવડવાનું, કે જેથી તે આત્મા સરવાળે દુઃખી અને દુર્ગતિગામી જ બનવાનો. કહો, આમાં દાન-પુણ્ય કે ધર્મ ક્યાં?
વિશ્વભૂતિઃ તો વત્સ! શુદ્ધ દાન કોને કહેવાય ?
શિવકેતુઃ પિતાજી, બહુ સહેલી વાત છે; જે દાન આપવાથી આપના૨લેનારને કે અન્ય કોઈ પણને લેશ પણ દુઃખ ન ઊપજે તેનું નામ શુદ્ધ દાન. આવું દાન, તેને પ્રાપ્ત કરનારે પોતે કર્યું ન હોય, પોતાના માટે કરાવેલું ન હોય, કે કોઈ પોતાને માટે બનાવી આપે તો તેને સમર્થન પણ ન આપેલું હોય; વળી તે નિર્જીવ અને ગ્રહણ કરી શકાય તેવું નિર્દોષ હોવું જોઈએ. આવા દાનમાં દેવાના પદાર્થોમાં વસતિ (રહેણાક) વસ્ત્ર, પાત્ર, કાંબલ, ઔષધ, આહાર, અને પાણીનો મુખ્યત્વે સમાવેશ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org