________________
– ૨૩૦ જ
સમરું પલપલ સુવ્રત નામ -
પોતાને લાડલો દીકરો કેદખાનામાં બંધાઈ – પૂરાઈ રહે તે ગમ્યું છે કે તારા પિતાને ગમે?
પણ એક વાત સાંભળ : મને લાગે છે કે હવે તારો અવિનય મટી ગયો છે. વિનય વિવેકનો બોધપાઠ તને રૂડી પેરે મળી ગયો છે. એટલે એ રીતે તે નિર્દોષ બની શક્યો છે. એટલે મારો અનુરોધ છે કે જો તારું મન વધતું હોય, તો હવે તારા પિતા પાસે પહોંચી જા.
સુદર્શને ભાવ-છલકતા સ્વરે કહ્યું : કુમાર ! એક સામાન્ય નિયમ કહું. જેને જેનાથી ગુણ થતો હોય તે માણસ તેની પાસે જ – ત્યાં જ રહે; બીજે ન જાય. ગુરુજનોનાં વચન ઉપર બહુમાન રાખવાની વાત હું તમારા સમાગમ પછી જ શીખ્યો છું. એટલે હવે હું તમને છોડીને ક્યાંય જવા ઈચ્છતો નથી. મને તમારી સાથે જ રહેવા દો. - શ્રીહર્ષ આ વખતે ત્યાં ઉપસ્થિત જ હતો. તે તો સુદર્શનના મોંમાં આવાં વેણ સાંભળીને હેરત જ પામી ગયો. તેને થયું કે નક્કી, આ શ્રીવર્મની સંગતનો જ પ્રભાવ! એ વિના ‘કાગડાના મોંમાં રામ' ન આવે. અથવા તો મૂળે સોનું તો ઉત્તમ જાતવંત જ હતું; અગ્નિની આંચ મળી કે મેલ બધો બળી ગયો લાગે છે.
ત્યાં તો શ્રીવમેં સુદર્શનને પૂછયું : તું અહીં રહે તે સામે મને તો કોઈ આપત્તિ નથી; મને ગમે જ. પણ મહાબળ રાજા બોલાવે તો પણ તું અહીં રહે તે શોભીતું ગણાય ખરું?
સુદર્શને ખિન્ન સ્વરે કહ્યું : કુમાર! મારા પિતા મને બોલાવે જ નહિ. મને ખાતરી છે. કેમકે હું એમની ના ઉપરાંત અહીં આવ્યો હતો, એટલે હવે તેઓ મને પાછા આવવાનું નોતરું શેનું આપે જ?
શ્રીવર્મ જરાક હસ્યો, અને મૌન જ રહ્યો.
થોડીપળો મૌનપણે પસાર થવા દીધા બાદ તેણે રણસિંહને સૂચવ્યું : ભાઈ! આ સુદર્શનની સેવામાં ચાર હજારનું અશ્વદળ તથા એક હજારનું ઊંટદળ મૂકી દેજે. એક લાખ સુવર્ણમુદ્રા એને અર્પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org