________________
શ્રીવર્મ
܀
૨૩૧
કરજે. અને એના પરાજય પછી આપણે કબજે કરેલો એને સઘળો પડાવ તથા બીજી બધી સામગ્રી પણ તેને હવાલે કરી દેજે. વધુમાં, આ પાંચ હજાર સૈનિકો એને સોંપીએ છીએ, તે તમામનો નિર્વાહ આપણા તરફથી જ થવો જોઈએ,
રણસિંહે તો એ બધી વાતનો હાથી જોડીને સ્વીકાર કર્યો. પણ સુદર્શન અને શ્રીહર્ષ તો આ બધું સાંભળીને ઠરી જ ગયા. તેમના હૈયામાં અવનવી ઊર્મિઓ ઊઠવા માંડી કે આ કુમારનું સૌજન્ય વધે, ગૌરવ વધે કે ઔચિત્યબોધ વધે? અથવા એનું શું વખાણવું? કૃતજ્ઞતા, ઋજુતા કે દાક્ષિણ્ય? ખરેખર તો એનું બધું જ અદ્ભુત છે, અનન્ય છે.
એ બન્નેને આવા વિચારોમાં ખોવાયેલા જ રહેવા દઈને શ્રીવર્મે સભા બરખાસ્ત કરી, ગૃહચૈત્યમાં જઈને સંધ્યાકાલીન જિનભક્તિ કરી, અને રાત શયનગૃહમાં જઈ તે નિદ્રાધીન થઈ ગયો.
Jain Education International
બીજા દિવસે સવારે, એકલા શ્રીવર્મને લઈને રણસિંહ અશ્વાગારમાં ગયો. ત્યાં તેણે સુદર્શનને પાછા સોંપવાના ચાર હજાર અશ્વો પૈકી એક હજાર અશ્વોને પોતે જુદા તારવેલા, તે કુમારને દેખાડવા, ને કહ્યું કે આ અશ્વો બલિષ્ઠ અને ઉમદા ઓલાદના જણાય છે. આપ કહો તો એ આપણી પાસે રાખી લઈએ. સુદર્શનને એના બદલામાં બીજું કાંઈ આપીએ.
કુમારે તેને વાર્યો. કહ્યું કે ભાઈ, આ તમામ અશ્વો અપલક્ષણા છે. એક પણ અશ્વ જાતવંત નથી. માટે બધા જ સુદર્શનને સોંપી દેવામાં જ ડહાપણ છે. હું તો તેને પણ ન આપું. પરંતુ આ અશ્વો તેના સૈન્યમાં તેણે જ આણેલા છે, એટલે જ હું તેને સુપ્રત કરું
છું.
રણસિંહ માની ગયો.
ત્યાર પછી કુમારે જિનપૂજાનો નિત્યક્રમ કર્યો. સાધુજનોને
For Private & Personal Use Only
www.jainelibrary.org