________________
–૨૩૨ -
સમરું પલપલ સુત નામ -
પડિલાભ્યા. સાધર્મિક ભક્તિ પણ કરી. પછી સુદર્શન, શ્રીહર્ષ, દૂષલ વગેરેની સાથે પોતે ભોજનગ્રહણ કર્યું.
એ પછી કુમારે ત્રણ દિવસની એક મહાન રથયાત્રા યોજી. એ ત્રણ દિવસો દરમ્યાન ગુલખેડનગરમાં અમારિઘોષણા કરાવી. બંદીમોચન કરાવ્યું. છેલ્લે સંઘનું વસ્ત્રાદિ વડે બહુમાન કર્યું. સકલ સંઘ સાથે તેમજ દૂષલ દંડનાયક સાથે ક્ષમાપના કરી, ને વાસવપુર જવાની અનુમતિ પણ લીધી. અને પછી એકાદ દિવસમાં જ તેણે વાસવપુર પ્રતિ પ્રયાણ આદરી દીધું.
પ્રયાણ-વેળાએ જ તેણે શ્રીહર્ષને અને તેની સાથે પોતાના સેવક કેલિપ્રસાદને દંતપુર તરફ વિદાય કર્યા. વરદત્ત તો તેની સાથે જ રહ્યો. પણ તેણે પણ પોતાના એક સાથીને વાસવપુર ભણી રવાના કરી જ દીધો : વાસવદત્ત રાજવીને કુમારના આગમનના ખબર આપવા માટે જ તો.
ક્રમશઃ પ્રયાસો કરતો કુમાર વાસવપુર પહોંચ્યો. વાસવદત્ત રાજવીએ સ્વયં તેનું સ્વાગત કર્યું. આખા નગરે તેને ઊલટભેર વધાવ્યો. રાજભવન પહોંચ્યા પછી કુમારે રાજા-રાણીને પ્રણામ કર્યા. રાજાએ ભાવસભર નેત્રે તેને વધાવ્યો, તો રાણીઓએ તેના શિરે આવ્યા છો તો અમર થઈને રહો' ના આશીષ વરસાવ્યા. વસંતશ્રીને તો રાજાજીએ ખોળામાં જ લઈ લીધી. તેનું માથું સુંઘીને ક્યાંય સુધી માથે હાથ ફેરવ્યા કર્યો. પછી તે પણ રાણીઓને પ્રણમવા ગઈ, તો તેમણે તેને “અખંડ સૌભાગ્યવંતી ભવ ના આશીર્વાદથી વધાવી.
વસંતશ્રીનો ભાઈ યુવરાજ સુરેન્દ્રદત્ત પણ પોતાના પ્રદેશમાં હતો તે આ અવસર માણવા આવી ગયેલો. તેને પણ શ્રીવર્મ ભેટ્યો.
રાજા-રાણીઓ અને નગરજનો – સૌની આંખો કુમાર શ્રીવર્ગને જોઈને ઠરી. આવો રૂપવાન, ગુણિયલ, પરાક્રમી, અને અભિજાત જમાઈ મળવા બદલ સૌ પોતાને ધન્ય અનુભવવા લાગ્યા. તો વસંતશ્રીની સ્વયંસ્કૂર્ત પસંદગી બદલ સૌ તેને અભિનંદન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org