________________
શ્રીમુનિસુવ્રત સ્વામી
કે ૨૬૯
5
બાજુ મોટા ભાગના અન્ય ગ્રહો ઉચ્ચ સ્થાને વિરાજિત થઈ ગયા હતા. આવી સુમધુર વેળાએ તે દેવનું ચ્યવન થયું, ત્યારે આવા દેવોનું ચ્યવન પણ કલ્યાણકર હોય છે. તેવું સાબિત કરતી બે ઘટનાઓ એકીસાથે ઘટી : એક માનવલોકમાં, તો એક દેવલોકમાં.
કુશાગ્રપુરની રાજરાણી દેવી પદ્માવતીએ, તે ક્ષણે, અતિશય સોહામણાં એવાં ચૌદ મહાન સ્વપ્નો જોયાં, તો દેવોના ઈન્દ્ર સૌધર્મેન્દ્રનું સદાય અવિચલ રહેનારું સિંહાસન એકાએક કંપી ઊઠ્યું. - સિંહાસન કંપવાની સાથે જ પોતાના દિવ્ય જ્ઞાનના બળે ભરતખંડમાં તીર્થકરનું ગભવતરણ થયું હોવાનું જાણી ઈન્દ્ર ઊભા થઈ ગયા. તીર્થકરની દિશામાં સાતેક ડગલાં ચાલી, પંચાંગે વંદના કરી શકસ્તવના પાઠોચ્ચાર-પૂર્વક તેમણે ભાવવંદના કરી; અને પછી શીઘ્રપણે તે ઈન્દ્ર પોતાની દિવ્ય શક્તિના બળે કુશાગ્રપુર નગરના રાજભવનના શયનખંડમાં અવતર્યા, અને સ્વપ્નદર્શનમાં મહાલી રહેલાં રાણી પદ્માવતી પાસે જઈ તેને પ્રણામ કર્યા. તે ક્ષણે જિનમાતા તું જગતની માતા” એવા ભાવમાં વિભોર બનેલા ઈન્દ્રના મુખમાંથી આવાં વેણ ખરી પડ્યાં : દેવી! ત્રણ ભુવનને આલોકિત કરનાર શાશ્વત દીપક સમાન તીર્થંકરના આત્માને તમે ઉદરમાં ધારણ કર્યો છે, અને એ રીતે સ્ત્રી-અવતારનું અનૂઠું સાર્થક્ય તમે જગત-સમક્ષ દર્શાવી આપ્યું છે. મા! તમને વારંવાર વંદન હો!
આ પછી નિદ્રાધીન માતાના કાનમાં “તમને થનાર પુત્રરત્ન તીર્થંકર થશે’ એવાં વચનો બોલી, રાભવનને દિવ્ય રત્નોથી છલકાવી દઈ ઈન્દ્ર સ્વસ્થાને સંચર્યા.
તો, આ આખાયે સમય દરમિયાન રાણીએ જોયેલાં ચૌદ સ્વપ્નોનાં નામ આ રહ્યાં : શ્વેત હાથી, ભવ્ય વૃષભ (બળદ), કેસરી સિંહ, અભિષેકમગ્ન મહાલક્ષ્મી, પુષ્પમાળાનું જોડલું, જ્યોત્સા છલકાવતો ચંદ્ર, દીપ્તિમંત સૂર્ય, ઉત્તુંગ સ્વર્ણદંડ ઉપર ફરકી રહેલો ધ્વજ, પૂર્ણ કુંભ, નિર્મળ જળથી સભર અને અભુત કમલપુષ્પો વડે અલંકૃત સરોવર, અફાટ મહાસમુદ્ર, દિવ્ય વિમાન, ગગનચુંબી
Jan Education International
For Private & Personal Use Only
. www.jainelibrary.org