________________
- ર૭૦
સમરું પલપલ રાવત નામ
પર્વતસમો રત્નોનો પંજ, અને ધૂમાડા વિહોણો છતાં ઉગ્ર જ્વાળાઓથી ધગધગતો દિવ્ય અગ્નિ, આ ચૌદ ચૌદ વાનાંને રાણીએ પોતાના મુખમાં પ્રવેશતા નિહાળ્યાં, અને નિહાળતાંવાર તે જાગી ગયાં. - તે ભારે રોમાંચ અનુભવી રહ્યાં. આનંદના મહાસાગરમાં જાણે કે તે હાઈ રહ્યાં. તેમણે શય્યામાં બેઠાં બેઠાં તે સ્વપ્નોનાં સ્વરૂપ બરાબર ધારી લીધાં, અને પછી ધીમે પગલે ગજગામિની ચાલે ચાલતાં તે રાજાજીના પલંગ પાસે પહોંચ્યાં. અત્યંત મધુર અને પ્રિયકર શબ્દો દ્વારા રાજા સુમિત્રને તેમણે જગાડ્યા, અને રાજાની સૂચનાથી પાસે મૂકેલા ભદ્રાસન પર બેસીને વિનયપૂર્વક પોતે નિહાળેલાં ચૌદ સ્વપ્નોની વાત કરી, તેના ફળ વિશે પ્રશ્ન પૂછ્યો.”
સ્વપ્નોની વાત સાંભળતાં જ રાજાની પ્રસન્નતાનો પાર ન રહ્યો. પોતાની બુદ્ધિ અને સ્મૃતિના આધારે તે વખતે, આ સ્વપ્નો ઘણાં ઉત્તમ, લાભકર્તા અને માંગલિક હોવાનું કહેવાની સાથે “આપણને એક અસાધારણ કક્ષાના પુત્રની પ્રાપ્તિ થશે' એમ કહીને તેમણે રાણીના આનંદને બેવડાવી દીધો. રાણીએ પણ ત્યાર પછી શેષ રાત્રિ, પોતાની શય્યામાં જઈને બેઠાં બેઠાં જ દેવ-ગુરુ-ધર્મ સંબંધી તત્ત્વચર્યા અને ચિંતનમાં પસાર કરી.
બીજા દિવસે રાજા સુમિત્રે પોતાના નગરના જ્યોતિષનિમિત્તાદિ શાસ્ત્રોના જ્ઞાતા એવા ઉત્તમ બ્રાહ્મણ વિદ્વાનોને રાજસભામાં આમંત્ર્યા; તેમની સમક્ષ રાણીને આવેલાં ચૌદ સ્વખો વર્ણવ્યાં, અને તેનો ફલાદેશ પૂક્યો.
નિમિત્તજ્ઞોએ પણ આનંદ અને આદરપૂર્વક આ સ્વપ્નો વિશે પરસ્પર શાસ્ત્રીય વિમર્શ કરીને રાજાને જણાવ્યું કે “આવાં સ્વપ્નો એવું સૂચવે છે કે આપનો થનાર પુત્ર કાં તો તીર્થકર થઈ શકે, અથવા તો ચક્રવર્તી રાજા થાય.'
રાજા તો હરખથી નાચી ઊઠ્યા. નિમિત્તજ્ઞોને ઉચિત દાન-દક્ષિણા વડે સત્કારીને તેઓ દોડ્યા રાણી પાસે જઈને બધી વાત હોંશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org