________________
- ૨૫૮ -
સમરે પલપલ સતત નામ –
સ્વીકારી લીધું, ને હમણાં મેં આટલું બધું કિંમતી પારિતોષિક આપ્યું, ત્યારે આનંદનો કે આદરનો એક હરફ પણ ન ઉચ્ચાર્યો! આમ કેમ ચાલે?
કુમારે આનું સમાધાન કરતાં કહ્યું : પિતાજી! ગુણીજનને મન થોડા-ઝાઝાની કે કિંમતી-અણકિંમતીની ઝાઝી પડી નથી હોતી. તેને તો સામો મનુષ્ય ગુણીજન છે કે નહીં, અને તે પોતાના ગુણની પરખ કરીને કદર બૂઝે છે કે કેમ? તેની જ તલાશ હોય છે.
આપે આપ્યું તે તેને માટે આજીવિકાનું સાધન હતું, જ્યારે પેલા વંઠે આપ્યું તેમાં એક ગુણીજન દ્વારા તેની કલાની સમુચિત કદર થતી તેણે અનુભવી હતી. એટલે તે વખતે તે પોતાનો ભાવ છૂપાવી ન શકી, એમાં તેનો કોઈ દોષ કે બદઈરાદો ન વિચારવો, મહારાજ! કલાકારોની સ્થિતિ આવી જ હોય. - કુમારની આ વાતોથી રાજાના મનમાં પૂરેપૂરું સમાધાન થઈ જતાં, તેણે કુમાર દ્વારા તે નર્તકીને તથા પેલા નટને પુનઃ વિપુલ દાન-સન્માન અપાવીને સંતોષ્યા.
આ બધું પત્યા પછી રાજાએ અને કુમારે ભોજન લીધું,
ભોજન પછી રાજાએ ફરી કુમારને પાસે બેસાડ્યો – ને કહ્યું કે મારે એક વાત કરવી છે, સાંભળ.
કુમાર : ફરમાવો.
રાજા : જો, પેલી નર્તકીના ગુણથી રીઝેલા વંઠે તેને અંગવસ્ત્ર આપ્યું, એ કંઠના ગુણથી ખુશ થયેલા તેં તેને સોનાનો હાર આપ્યો; હવે હું પણ એ જ રીતે તારા અદ્દભુત તેમજ સભૂત સગુણોથી રીઝયો છું, મારે તને મારું રાજ્ય આજે અર્પણ કરવું છે, તું સંભાળી લે.
કુમાર : પિતાજી! રાજ્ય મને ભળાવીને પછી આપ શું કરશો તે મને સમજાવો.
રાજા : ભાઈ! મારે હવે ચારિત્ર ગ્રહણ કરવું છે. આ ભવ તો મારો સુખમાં વીત્યો, હવે જન્માંતરની પણ જરા ચિંતા થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org