________________
શ્રીવર્ગ
જ ૧૪૭
ને પાછા કહો છો કે આજે થોડું જ સારું? કમાલ છો તમે તો!
આ સાંભળતાં જ બેઠેલા સહુ હસી પડ્યા. તરત જ રાજાજીએ બાજી સંભાળી લીધી. તેમણે આંખ કાઢીને બધા વિદૂષકોને અને દરબારીઓને પાઠશાળાની તેમજ ઉપાધ્યાયની ટીખળ નહિ કરવાની ને અદબ નહિ લોપવાની તાકીદ કરી. બધાં ચૂપ.
ઉપાધ્યાયે વિદૂષકની ટીખળને નજરઅંદાજ કરી, તેની વાતમાં વરતાતા તથ્યને પકડી લીધું, ને તેનો જવાબ વાળતા કહ્યું : ભાઈ! સામાન્ય સંજોગોમાં તમારી વાત સાચી જ ગણાય; પણ કુમારશ્રી જેવા મેઘાવી વિદ્યાર્થીની અપેક્ષાએ વિચારીએ તો તો તમારી વાત ગલત ઠરે; કેમકે આવી પ્રજ્ઞા હોય તેણે તો એકપદે જ આખું શાસ્ત્ર શીખવાનું થાય, ને તે અપેક્ષાએ આજનો “આટલો બધો લાગતો. પાઠ પણ અલ્પ જ ગણાય.
આ પછી કુમાર તરફ ફરીને જયશમાંએ પૂછ્યું : બેટા, હવે ભૂખ લાગી છે ને?
તો કુમાર કહે : ગુરુજી! આજે તો ભૂખ કોને કહેવાય તે જ મને યાદ નથી આવતું. મને તો થાય છે કે બસ, તમે કાંઈ બોલ્યા કરો, ને હું સાંભળ્યા કરું, શીખ્યા કરું! ઊઠવાનું મન જ નથી થતું.
કુમારના શબ્દો સાંભળીને રાજા ને ઉપાધ્યાય – બન્નેનાં હૈયાં હર્ષથી છલકાઈ ગયાં. બન્ને ગદ્દગદ થઈ ગયા. ઉપાધ્યાયે કહ્યું : દેવ! મારું માનવું છે કે કુમાર ગત જન્મમાં જ બધું શીખીને જ અહીં જન્મ્યો છે; એટલે અહીં તેને ઝાઝી મહેનત નથી કરવાની. ગઈકાલનું ભણેલું કોઈ આજે સંભારી શકે, તે રીતે આણે ગયા જન્મનું શીખેલું અત્યારે માત્ર તાજું જ કરવાનું રહે છે.
એના આરોગ્યની જ હવે દરકાર રાખવાની રહે. બાકી અધ્યયનના સર્વ ગુણો એનામાં સ્વયંસિદ્ધ છે.
આમ ઘડીએક સુધી બેય વચ્ચે વાતલાપ ચાલતો રહ્યો, ને તે દરમ્યાન વર્ગ તો આમ જ બેસી રહ્યો!
ઉપાધ્યાયનો વચેટ દીકરો માધવ. તેને એકદમ ભૂખ લાગી | હતી. તેનાથી ન જ રહેવાયું, તો તે વર્ગમાંથી ઊભો થઈને પહોંચ્યો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org