________________
૧૦૦
સિવાય અમારે બીજો કોઈ ઇલાજ જ નહોતો. વાવાઝોડું આવે ત્યારે નેતરે નમવું જ રહ્યું.
અને હવે તો અમે પ્રતિજ્ઞાથી બંધાયા. એટલે આ વેળા તો અમે મહેન્દ્રરાજની સાથે જ રહીશું.
અમે પૂછાવ્યું પણ તો તમે કુમારને આપેલા વચનનું શું? એમનો જવાબ મળ્યોઃ અમારી પ્રતિજ્ઞા પ્રમાણે મહેન્દ્રરાજ જીવતો હશે ત્યાં સુધી અમે એને છેહ નહિ આપી શકીએ. એ નહિ હોય તે પળે અમે કુમારની સેવામાં અચૂક આવી લાગીશું; તમે બેફિકર રહો. બાકી તલવારના સોગંદ તોડીએ એવા હીણા રાજપૂત અમે નથી.
Jain Education International
સમરું પલપલ સુવ્રત નામ
એમનો આ જવાબ અર્થસૂચક હતો, અને એ અર્થ કુમારે પકડી
લીધો.
કુમારે ત્વરિત નિર્ણય લીધો કે યુદ્ધમાં લાખોનાં જીવન બરબાદ કરવાં, અને એ રીતે મારા જ દેશની પ્રજાને ખતમ થવા દેવી, તે કરતાં કોઈ એકાદ મનુષ્યનો ભોગ લેવાય તે બહેતર છે.
તેણે રાતોરાત મહેન્દ્રરાજની છાવણી ૫૨ છાપો માર્યો. રોજિંદી દડમજલના થાકથી શ્રમિત સેનાને કાંઈ ખ્યાલ આવે તે પહેલાં તો કુમાર તેમનાં ચુનંદા સાથીઓ સાથે મહેન્દ્રરાજના તંબૂમાં પહોંચી ગયા, અને મહેન્દ્રરાજને સૂતો જ વધેરી નાખ્યો!
કુમાર તો પાછા સ્વસ્થાને આવી ગયા.પરંતુ સામી છાવણીમાં હાહાકાર મચી ગયો, ને મહેન્દ્રરાજના કરપીણ વધના સમાચાર મળતાં જ બધા ઠાકોરો પોતાને પ્રતિજ્ઞા-મુક્ત સમજીને પોતપોતાની ટુકડીઓ સાથે અમને આવી મળ્યા.
આ પછી કુમારે ત્વરા કરી, અને વીજળીવેગે પ્રયાણ કરી પદ્મખંડપુરને સુષેણદેશની રાજધાનીને ઘેરો ઘાલી દીધો.
બીજી તરફ, મહેન્દ્રરાજ જેવા બુદ્ધિમાન, હિતેચ્છુ, સ્નેહી અને બંધુજનના કરુણ મૃત્યુના સમાચાર જાણતાં જ સિંધુષેણ તો ભાંગી જ પડ્યો. તેના આક્રંદનો પાર ન રહ્યો. તેની રાણીએ માંડમાંડ તેને સમજાવ્યો અને સ્વસ્થ બનાવ્યો.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org