________________
વજકુંડલા
૮૩
વજકુંડલના ગળે આ વાત ન ઊતરી.
તેણે તરત પોતાનો અશ્વ વીરસેનને સોંપ્યો, ને સૂચવ્યું કે આ અશ્વ પર ચડીને તમે તમારું બળ અજમાવી બતાવો; અમે પણ જોઈએ કે તમારું સામર્થ્ય કેવુંક છે ને આ અશ્વ એ ખમી શકે છે કે કેમ? - વીરસેન માટે આ પડકાર હતો. અને પોતાના સામર્થ્ય માટે પડકાર થાય ત્યારે તેનાથી ગાંજ્યા કેમ જ જવાય?
તેણે પડકાર ઝીલી લીધો, ને વજકુંડલના અશ્વ પર આરૂઢ થઈને તે તેને એક ઘેઘૂર આમ્રવૃક્ષની નીચે દોરી ગયો. ત્યાં વૃક્ષ નીચે અશ્વને સ્થિર ઊભો રાખી તેણે આંબાની એક પ્રચંડ અને મજબૂત શાખા પકડી લીધી, ને તેની ફરતે બન્ને હાથની નાગચૂડ જેવી ભીંસ લઈ લીધી. આ પછી તેણે બન્ને પગનો મજબૂત અંકોડો ગૂંચ્યો અને બે સાથળ વચાળે અશ્વને બરોબર ભીડાવ્યો. અને પછી વૃક્ષની શાખાને આલંબને પગ વતી જ અશ્વને ઊંચક્યો! - કુમાર વજકુંડલ ને અન્ય સહુ સુભટો તો ફાટી આંખે આ કૌતુક જોઈ જ રહ્યા! સૌના શ્વાસ જાણે કે થંભી ગયા!
ધીમેધીમે વીરસેને અશ્વને ધરતીથી આઠ આંગળ અદ્ધર કરી દીધો. અને એ સાથે જ અશ્વની હાલત ભારે બદતર થઈ પડી! તેની આંખોના ડોળા બહાર લબડવા માંડ્યા, જાણે હમણાં જ ખરી પડશે તેવી સ્થિતિ સર્જાઈ! તો ક્ષણભરમાં તો તેનું જીવતર પણ જોખમાતું સૌએ અનુભવ્યું.
વજકુંડલથી આ ન જોવાયું. તેણે રાડ નાખી: બસ કરો વીરસેન, બસ કરો ભાઈ, અશ્વને છોડી દ્યો, નહિ તો બાપડો પ્રાણથી પરવારી જશે.
સંપૂર્ણપણે સતર્ક એવા વીરસેને કુમારનો આદેશ કાને પડતાં જ પોતાના પગની પકડ ઢીલી કરી દીધી, અને અત્યંત સલૂકાઈથી અશ્વને ધરતી પર પુનઃ મૂકી આપ્યો.
હાંફી ગયેલો અશ્વ ગણતરીની પળોમાં જ સ્વસ્થ થઈ ગયો, તો વીરસેનના આ અપ્રતિમ સામર્થ્યને સહુ સુભટો તેમજ વજકુંડલ
Jain Education International
For.Private & Personal Use Only
WWW.jainelibrary.org