________________
–૨૦૪
સમરું પલપલ ચવ્રત નામ
શંકા નરસિંહના ચોકીદારોને પડી. તેમણે આ લોકોને પડકાર્યા, આંતર્યા અને ઊલટ તપાસ આદરી : કોણ છો તમે? આટલી મોડી રાત્રે ક્યાંથી નીકળ્યા? ક્યાં જાવ છો? શું કામે નીકળ્યા છો? - - પ્રશ્નોની જાણે ઝડી વરસી.
આ લોકો તૈયાર જ હતા આ માટે. બલ્ક તેઓ આવું થાય તે ખાતર જ નીકળેલા. તેમણે પૂરી ઠાવકાઈ સાથે જવાબ વાળવા માંડ્યા : ભાઈ સા'બ, અમે નજીકના “કાલવલી ગામના ગામેતીઓ છીએ. આજે અમે લોકો દેવીને પગે લાગવા ગયા હતા, તો ત્યાં અમે શ્રીવર્મકુમારને દીઠા. એમણે મસ્ત નૃત્ય અને નાટકોનો જલસો કરાવ્યો'તો ને કાંઈ! અમે એ જોવા માણવા ત્યાં રોકાઈ ગયા. પણ એ જોવામાં ને જોવામાં જ ક્યારે દહાડો પૂરો થયો, રાત પડી, ને મધરાત પણ પડી ગઈ, તેની અમને સરત જ ના રહી!
છેક હમણાં, થોડીવાર અગાઉ જ, નાટક પૂર્ણ થયાં, ગઢના બારણાં ઊઘડ્યાં, ને શ્રીવર્મકુમાર તથા બધા પ્રેક્ષકો ત્યાંથી નીકળીને પોતપોતાના આવાસે જવા નીકળ્યા, ત્યારે અમને પણ ભાન આવ્યું ને હવે અમે પણ ઘેર જઈએ છીએ. બીજું કાંઈ કારણ પણ નથી કે નથી અમે કોઈ શંકાસ્પદ માણસો. માટે ચોકીદાર ભાઈઓ, અમને જવા દો ને અમારે ઘેર. કાલાવાલાના સૂરમાં પણ મોટા બૂમરાણ સાથે પેલાઓએ વિનવણી કરવા માંડી.
ચોકીદારો કહે : તમે કહ્યું તે સાચું જ છે તે કેમ મનાય? તમે ચોર, જાર કે ગુપ્તચરો નહિ હો તેની શી ખાતરી? એટલે અત્યારે તો તમને નહિ છોડીએ. સવાર પડે પછી જોઈશું. ' અરે, પણ તમારા આગળના ચોકિયાતોએ તો અમને જવા દીધા, ને તમે કેમ ના છોડો? એ લોકો પણ શ્રીવર્ગના માણસો હતા. તમે પણ એમના જ માણસો છો. તો પછી એક જ ઠાકોરના માણસોની રીતરસમમાં આટલો તફાવત કેમ છે?
ચોકિયાતોએ ગામડિયાઓનો ભરમ ભાંગવાને બદલે “ચાલે છે તેમ ચાલવા દેવાનું પસંદ કર્યું. તેમને લોભ હતો કે કદાચ કાંઈ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org