________________
–
શ્રીવમ
જ ૨૦૩
૨૩
વસંતશ્રી પણ સજ્જ થઈ ગઈ.
બહાર નીકળતાં નીકળતાં કુમારે સાત આઠ અનુચરોને બોલાવ્યા, ને કાનમાં કેટલીક રહસ્યમય સૂચનાઓ આપી વિદાય કર્યા. તેમની પાછળ જ તે પોતે પણ પોતાના સૈનિકો સાથે દેવીના ગઢમાંથી બહાર નીકળી ગયો. સાથે વસંતશ્રીનો મોટો રસાલો હતો. તેમાં મશાલચીઓ અને વાજિંત્રવાદકો પણ હતા. કુમારે મશાલો બૂઝાવરાવી નાખી, અને વાંજિત્રો વગાડવાની મનાઈ ફરમાવી. પોતે એક હાથી મંગાવી તેના પર વસંતશ્રી સાથે આરૂઢ થઈ ગુપચૂપ ચાલી નીકળ્યો, ને જોતજોતામાં તો પોતાના મૂળ પડાવમાં પહોંચી પણ ગયો. - ત્યાં પહોંચતા જ ક્ષેમરાજ પાસેથી તેણે જાતે મોરચો સંભાળી લીધો. વસંતશ્રી વગેરેને અંદર પડાવમાં મોકલી આપ્યાં. પાંચસો હાથીઓ અને અશ્વદળને સાબદા કરાવ્યાં, અને પછી શત્રુના આક્રમણની પ્રતીક્ષા કરતો બેઠો.
આ બધું એટલી ઝડપથી બની રહ્યું હતું કે રાત્રિના એ ઘોર અંધકારમાં કોઈને આ બધાંની કલ્પના પણ ના આવી શકે. યુદ્ધમાં જેની ચપળતા તેની જીત. જે સાવધાન રહી જાણે તે જ વિજયી બને – આ યુદ્ધનો વણલખ્યો નિયમ. કુમાર બન્ને વાતે તૈયાર હતો.
પેલા આઠ સેવકો કુમારની ખાનગી સૂચના પ્રમાણે પહેલા સીધા પડાવે ગયા. ત્યાં જઈને સૈનિક નો વેષ બદલીને અદ્દલ ગામડિયાઓનો વેષ ધારણ કર્યો. પછી તે લોકો નરસિંહ અને તેનું સૈન્ય ઊભેલું તે દિશામાં મોટે મોટેથી વાતો કરતાં ઝડપભેર ચાલવા માંડયા. નિબિડ અંધારું, હવાનો પણ વિશ્વાસ ન થાય તેવું વાતાવરણ, ગુપ્તચરોની અને સૈનિકોની ભેદી હલચલ અને ભાંગતી રાત - આવા સમયે આ રીતે મોટેથી વાતોના તડાકા મારતા ને ખડખડાટ હસતાં હસતાં કોણ જતું હશે? સ્વાભાવિક રીતે જ આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org