________________
૧૭૮ ક
સમરું પલપલ રાવત નામ
થશે, તો તે આપણી મોટી લઘુતા હશે, અને બેઈજ્જતી પણ થશે જ. માટે આપણે તાત્કાલિક વસંતશ્રીની વહારે જવું જ ઘટે.
મંત્રી કહે ; મહારાજ ! આપની વાત સાવ સાચી છે. એક પળનો પણ વિલંબ કરવો હવે આમાં ન જ પાલવે. માત્ર કોને મોકલવો, તે આપ સૂચવો, એટલે હું તરત બધો પ્રબંધ કરાવી દઉં.
રાજા કહે : મંત્રીજી ! સામે બે મોટા રાજાઓ છે, તે વાતને આપણે ધ્યાનમાં લેવી પડે. બે બે બળિયા રાજા હોય, એમની સામે કોઈ દંડનાયકને મોકલી દેવો તે ભાગ્યે જ કાર્યસાધક નીવડે. મને તો થાય છે કે મારે પોતે જ જવું જોઈએ; બીજાનું આમાં કામ નથી.
મંત્રી : એવું કાંઈ બંધન નથી કે આપે જ એટલે કે રાજાએ જ આવા કામમાં જવું જોઈએ. સામે બે રાજકુમારો જ છે, ને તેમના પિતાઓનું તેમને સમર્થન હશે કે કેમ તે તો આપણે ક્યાં જાણ્યું
છે? એટલે રાજકુમારોની સામે ખરેખર તો રાજકુમાર જાય એ વધુ યોગ્ય ગણાય, મારી દૃષ્ટિએ. છેવટે તો આપ ફરમાવો તેમ.
રાજા આના ઉત્તરમાં કાંઈ બોલવા જાય ત્યાં જ સભામાં બેઠેલો યુવરાજ શ્રીવર્ગ પોતાના આસનેથી ઊભો થઈ ગયો, ને પિતાજીને નમીને વિનંતિ કરી કે દેવ ! કૃપા કરીને આપ અહીં જ બિરાજો, અને મને વસંતશ્રીની વહારે જવાની આજ્ઞા આપો.
રાજાના મનમાં સ્વાભાવિક રીતે જ પુત્રમોહ વિશેષ હતો. તે જરા હાનાકાની કરવા લાગ્યા, તો શ્રીવર્ગે પોતાનું મસ્તક તેમના ચરણમાં મૂકીને વીનવ્યા : પિતાજી ! આપના મનમાં એમ ડખડખો હોય કે હું આવું પ્રયોજન સિદ્ધ કરવામાં કદાચ નિષ્ફળ જઉં તો?” તો આપે જ આપના હસ્તે મને “કાયર' તરીકે સ્થાપ્યો ગણાશે. અને આપનું સંતાન કાયર ગણાય એવું આપ ઇચ્છો ખરા? નહીં જ. તો મને શીધ્ર આજ્ઞા આપો. - રાજાએ તરત લાગણીઓને ખંખેરી સ્વહસ્તે પાનનું બીડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org